Love ni Bhavai - 5 in Gujarati Fiction Stories by Hiren Moghariya books and stories PDF | LOVE ની ભવાઈ-5

Featured Books
Categories
Share

LOVE ની ભવાઈ-5

LOVE ની ભવાઈ

પાર્ટ-5

આગળ આપણે જોયું કે....

અભિનવ અને અવંતિકા બેગ બદલવા માટે મળે છે. રાજશ્રી અભિનવ ની ડાયરી વાંચે છે. જેમાં અભિનવે અવંતિકા પ્રત્યેની પોતાની ફિલીંગ્સ લખેલી હોય છે. રાત્રે સૂતા પહેલાં રાજશ્રી અભિનવને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલે છે.

હવે આગળ....

સવારે ઉઠીને તૈયાર થયા બાદ અભિનવે નાસ્તો કર્યો. કદાચ અવંતિકા નો કોઈ મેસેજ હોય તો એમ વિચારીને એણે મેસેજ ઇનબૉક્સ, વોટ્સએપ, ફેસબુક ખોલી જોયાં પણ તેને નિરાશા જ હાથ લાગી. એટલામાં તેને ફેસબુક પર એક ફ્રેન્ડ રિક્વેસ્ટ દેખાઈ નામ હતું- રાજશ્રી રામાણી. તેનો ખાસ ફ્રેન્ડ તેમાં મ્યુચ્યુઅલ ફ્રેન્ડ હતો એટલે કઈ વિચાર્યા વગર જ તેણે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી અને પછી ઓફીસ જવા માટે નીકળી ગયો.

રાજશ્રી તૈયાર થઈને કોલેજ જવા માટે નીકળી. રાજશ્રી આમ તો અમદાવાદની હતી પરંતુ મુંબઈમાં રહીને M.Sc કરતી હતી. કોલેજ જતા રસ્તામાં ફેસબુક ખોલ્યું તો રિક્વેસ્ટ એક્સેપ્ટ કરેલી નોટિફિકેશન હતી અને અભિનવ આચાર્ય online બતાવતા હતા તરત જ રાજશ્રીએ મેસેજ કર્યો-

सुबह का हर पल ज़िंदगी दे आपको,

दिन का हर लम्हा खुशी दे आपको,

जहां गम की हवा छू कर भी न गुजरे,

खुदा वह जन्नत की ज़मीन दे आपको।

Good morning....!!

અવંતિકા તો જાણે કંઈ જ બન્યું ન હોય એમ પોતાની રોજીંદી લાઈફમાં વ્યસ્ત થઈ ગઈ પણ અભિનવની હાલત સૌથી વધારે ખરાબ હતી. ઓફિસે પહોંચ્યા પછી પણ તેને અવંતિકાના જ વિચારો આવતા હતા. છેલ્લા થોડા સમયથી નિષ્ક્રીય રહેલો જ્વાળામુખી ફરીથી સક્રિય થયો હતો. હૃદયમાં ઉગેલો પ્રેમ નો છોડ જે કરમાવા લાગ્યો હતો તેને અવંતિકાને ફરીવાર જોવાથી નવજીવન મળ્યું હતું. કોઈ કામમાં અભિનવનો મન નહોતું લાગતું. રહી રહીને અવંતિકાના જ વિચારો આવતા હતા. મનમાં થતું હતું કે દોડીને અવંતિકા પાસે પહોંચી જાય. એણે મોબાઈલ હાથમાં લીધો અને ટાઈપ કર્યું--

यह जिंदगी उस रब की रजा है।

जिसका अपना ही मजा है।

हर वक्त खुदा से मेरी यही दुआ है,

कि आपको इतनी खुशियां दे कि,

आप भी सोचो इसकी क्या वजह है।

Good morning..!!

પણ પછી કંઇક વિચારીને મેસેજ મોકલ્યા વગર જ ડિલિટ કરી નાખ્યો. બરાબર આ જ ક્ષણે અભિનવને રાજશ્રી નો મેસેજ મળ્યો. અભિનવે પણ તરત રીપ્લાય કર્યો-

सुबह का हर पल जिंदगी देगा, वो पता नहीं,

दिन का हर लम्हा ख़ुशी देगा, वो पता नहीं,

बाटे करते हो आप गम की हवा न छूने की,

पर हमने तो किसी की यादो को अपनी रूह में उतारा है, वो आपको पता नहीं।

મેસેજ વાંચીને રાજશ્રીના મોં પર સ્માઇલ આવી ગઈ. કેટલું દર્દ હતું તેના ગુડ મોર્નિંગ ના મેસેજમાં. આ દર્દનો અહેસાસ રાજશ્રીને પણ થયો. તે વિચારતી હતી કે કેટલો પ્રેમ કરતો હશે અભિનવ પેલી છોકરીને. શું તેને અભિનવની કંઈ જ પડી નહીં હોય? રાજશ્રીને જલ્દીથી અભિનવની ડાયરી વાંચવી હતી. તેને જાણવું હતું કે એવું તો શું થયું હતું કે જેનાથી અભિનવના દિલમાં આટલું દર્દ છુપાયેલું હતું. પણ અત્યારે રાજશ્રી કંઈ કરી શકે તેમ નહોતી. ડાયરી તે ઘરે મૂકીને આવેલી હતી. વિચારોમાં ને વિચારોમાં ક્યારે કોલેજ આવી ગઈ એને ખબર જ ના રહી. આજે એક પણ લેક્ચરમાં તેનું મન લાગતું નહોતું. થોડીવાર થતાં જ તેનું મન અભિનવની શાયરીઓ ગઝલો પર પહોંચી જતું હતું. અભિનવની ડાયરીનો એક એક શબ્દ તેના પ્રેમને ઉજાગર કરતો હતો. જેમતેમ કરીને રાજશ્રીએ લેક્ચર ભર્યા.

કોલેજથી છૂટીને રાજશ્રી ક્યાંય પણ સમય બગાડવા માંગતી ન હતી. તેના ફ્રેન્ડ્સે તેને થોડીવાર કેન્ટીનમાં બેસવાનો આગ્રહ કર્યો તો પણ ત્યાંના રોકાઈ. એક જરૂરી કામ છે કહીને નીકળી ગઈ. ઘરે પહોંચીને ફ્રેશ થયા પછી અભિનવ ની ડાયરી હાથમાં લીધી. અવંતિકા હજુ આવી ન હતી અને એને આવવાને હજુ વાર હતી એટલે તે આરામથી ડાયરી વાંચી શકે તેમ હતી તેણે ડાયરી વાંચવાનું ચાલુ કર્યું--

"દિવસો વીતતા જતા હતા અને પ્રેમ ગહેરો થતો જતો હતો. જે દિવસે “A” જોવા ન મળતી તે દિવસે ક્લાસમાં મન જ નહોતું લાગતું. દિલ્હી લાગણીને મન ઉડાવીને એક અલગ જ દુનિયામાં લઈ જતું હતું. ત્યાં બસ હું અને “A” જ રહેતાં. બીજું કોઈ જ નહીં. આજકાલ ક્લાસમાં જરા ધ્યાન ઓછું રહેતું હોવાથી ક્યારેક ક્યારેક સર-મેડમનો ઠપકો પણ સાંભળવો પડતો હતો. પરંતુ “A”ની યાદોમા આ ઠપકો પણ મીઠો લાગતો હતો. જે દિવસે સ્કૂલમાં રજા રહેતી એ દિવસ માંડ નીકળતો હતો. ત્યારે એમ થતું કે રજાઓ હોવી જ ન જોઈએ. ધીમે-ધીમે હું “A”ના પ્રેમમાં ગાંડો થતો જતો હતો. મને એ નહોતું સમજાતું કે- આ લવ એટ ફર્સ્ટ સાઈટ હતો કે જે અવંતિકાને મેચિંગ કોમ્પિટિશનમાં પરીના વેશમાં જોઈ ત્યારે થયેલો કે પછી ત્યારે થયેલા આકર્ષણમાંથી વિકસેલું પ્રેમવૃક્ષ. જે પણ હોય, તે મારો પ્રેમ હતો.

આજે સ્કૂલમાં “સૂર સરતાજ” કરીને સિંગિંગ કોમ્પિટિશન હતી. મારા દિલની ધડકન વધેલી હતી કારણ કે ઘણા સમય પછી કોઇ કોમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યો હતો. અંતે મારું નામ જાહેર થતાં હું સ્ટેજ પર પહોંચ્યો અને મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, હૃદય ધબકવાનું ભૂલી ગયું. મારી બરાબર સામે જ “A” હતી. થોડા સમય માટે સૂર ગળામાં અટવાઈ ગયા. પછી એને સંબોધીને જ મેં ચાલુ કર્યું--

पहली नजर में कैसा जादू कर दिया,

तेरा बन बैठा है मेरा जिया,

जाने क्या होगा क्या होगा क्या पता,

इस पल को मिल के आ जी ले जरा,

मैं हूं यंहा तू है वहां...

ગીતના એક એક શબ્દ પરિસ્થિતિ સાથે બરાબર બંધબેસતાં હતાં. ગીત પૂરું થતાં જ તાળીયોના ગડગડાટ સાથે વન્સમોર વન્સમોર ની બૂમો સંભળાઈ. આ સમયે મારી નજર બસ “A” પર ચોટેલી હતી. તે પણ બીજા બધાની જેમ વન્સ મોરની બૂમો પાડતી હતી. હવે “A” બોલતી હોય ને હું ન ગાઉં એમ થોડું ચાલે? એટલે ફરીથી ગાયું. આ વખતે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. કોમ્પિટિશન પૂરી થતાં હું વિજેતા જાહેર થયો અને મને સૂરોના સરતાજ નો ખિતાબ આપવામાં આવ્યો.

રાત્રે સૂતી વખતે હું ખૂબ ખુશ હતો. આજે “A”ને ઈમ્પ્રેસ કરવાનો મોકો મળ્યો હતો અને મોકા પર ચોક્કો માર્યો હતો. હવે એવું લાગતું હતું કે વાત કંઈક આગળ વધશે અને વિચારોમાં ને વિચારોમાં ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ન રહી.”

રાજશ્રી એ આટલું વાંચ્યું ત્યાં ડૉરબેલ વાગી.રાજશ્રી એ સામે વોલ-ક્લોક પર જોયું અને અવંતિકાના આવવાનો ટાઈમ થઇ ગયો હોવાથી ડાયરી છુપાવીને દરવાજો ખોલ્યો. આવતાવેંત જ અવંતિકા રાજશ્રીને વળગી પડી. ત્યાં આજે બહુ જ ખુશ હતી. તેનું બ્લડ કેન્સર પરનું રીસર્ચ પેપર વિશ્વ લેવલ પર પસંદગી પામ્યું હતું અને તેને “World Hematology and Medical Oncology Conference” મા આવતા મહિને સ્વિટઝરલેન્ડ બોલાવી હતી. તે દિવસે બંને બહાર જમવા ગયા. રાતે આવીને રાજશ્રીએ ફરીથી ડાયરી વાંચવનું ચાલુ કર્યું---

“ઘણા દિવસોથી ડાયરી લખવાનો સમય નહોતો મળતો. આજે કાઢવો પડ્યો કારણ જ એવું છે. તે દિવસે સિંગિંગ કોમ્પિટિશનમાં વિજેતા બન્યા પછી મને એવું હતું કે કંઈક વાત બનશે. અવંતિકાનો મારા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાશે. કોંપિટિશન પછીના બે દિવસ તે જોવા જ ન મળી. હું તો દરરોજ વહેલાં સ્કૂલે પહોંચી જતો પણ તે આવતી જ નહીં. અને આજે જ્યારે જોવા મળી ત્યારે પણ કંઈ જ ન થયું. તે આવી અને ક્લાસમાં ચાલી ગઈ. હું ગૅટ પર ઊભા ઊભા બસ તેને જતા જોઈ રહ્યો. સૂરોનો સરતાજ તો બની ગયો હતો, પણ અવંતિકાના દિલ નો સૂર હું હજુ પણ બન્યો નહોતો. બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે, તેથી હવે ફક્ત વાંચવામાં ધ્યાન આપવું પડશે. રીઝલ્ટ સારું આવશે તો અવંતિકાને ફરીથી ઈમ્પ્રેસ કરી શકાશે.”

અભિનવ રાત્રે જમીને ટીવી જોઈ રહ્યો હતો. ટીવીમા કોઇ ફિલ્મ ચાલી રહી હતી. જેમાં નાયક ફિલ્મની નાયિકા ને ખુબ જ પ્રેમ કરતો હોય છે પણ નાયિકા ફક્ત એટલા માટે જ તેના પ્રેમને જાકારો આપી દે છે કે તે તેના જેટલા અમીર ખાનદાનનો નહોતો. નાયિકા પછી એવા સાથે લગ્ન કરે છે કે જે પૈસાથી તો અમીર હતો પણ દિલથી ગરીબ હતો. અંતે નાયિકાને આત્મહત્યા કરવી પડે છે. આ જોઈને અભિનવના દિમાગમાં એક ઝબકારો થયો- રેહાન પટેલ…!! હા..રેહાન...જે સ્કૂલના દિવસોમાં અવંતિકાની પાછળ જ પડ્યો રહેતો. સ્કૂલે આવતી વખતે પણ અને સ્કૂલેથી જતી વખતે પણ તે એની પાછળ જ હોતો. પોતે એને બરાબર ઓળખતો હતો. અમીર બાપની બગડેલી ઓલાદ હતી. એને પોતાના દોસ્તો પાસેથી જાણવા મળેલું કે રેહાનને અવંતિકા પસંદ હતી. ત્યારે તેનાં પર બરાબરનો ગુસ્સો આવેલો પણ તે કંઈ કરી શકે તેમ નહોતો. શું થયું હશે અવંતિકાનું? શું તેણે રેહાનનો કહેવાતો પ્રેમ સ્વીકારી લીધો હશે? અને એટલે જ અવંતિકાએ એને પોતાના થી દૂર રહેવાનું કીધેલું? બીજી જ ક્ષણે થયું- ના…ના… અવંતિકા આવી મૂર્ખામી ન કરી શકે. એક સમયે થયું કે અવંતિકાને જ પૂછી લે પરંતુ તેને કૉલ કે મૅસેજ કરવાની અભિનવની હિંમત જ ન થઇ અને પછી ટીવી બંધ કરીને આવીને ઊંઘી ગયો.

ડાયરી વાંચતા-વાંચતા રાજશ્રી એ આગળનું પેજ ફેરવ્યું. આગળનું પેજ કોરું હતું. ત્યાં કંઈ જ લખેલું નહોતું. રાજશ્રી એ આગળના દરેક પેજ જોયાં. બધાં જ કોરાં હતા. રાજશ્રી વિચારમાં પડી ગઈ શું થયું હશે? અભિનવે આગળના પેજ માં કેમ કંઈ લખ્યું નથી? રાજશ્રીના મનમાં કંઈ કેટલાય વિચારો નો વંટોળ ઉદ્ભવ્યો હતો. રાજશ્રી એ જાતે જ અંદાજ લગાવવા માંડ્યો કે- કદાચ પરીક્ષા હોવાથી અભિનવને સમય ન મળ્યો હોય પણ બીજી જ ક્ષણે થયું કે ઍક્ઝામ પછી તો લખી જ શકે ને..!! રાજશ્રીના મનમાં ઘણા સવાલો હતા પરંતુ દરેકનો જવાબ ડાયરીના છેલ્લા લખાયેલા પેજ પર આવીને આવીને અટકી જતો હતો. હવે આગળ શું? રાજશ્રી ને કોઈ પણ ભોગે અભિનવ અને અવંતિકાની આગળની સ્ટોરી જાણવી હતી. પરંતુ અત્યારે તે કંઈ જ કરી શકે તેમ નહોતી.

ડાયરી મૂકીને બેડમાં પડ્યા પડ્યા તે સુવાની વ્યર્થ કોશિશ કરતી હતી. પરંતુ તેની આંખો એને ઊંઘવાની ના પાડી રહી હતી. એનું દિલ વારંવાર એક જ વાત કહેતું હતું- અત્યારે જ અભિનવને મળીને આગળ શું થયું તે જાણી લે. પરંતુ અડધી રાત્રે તે કંઈ કરી શકે તેમ નહોતી. અચાનક કંઈક યાદ આવતાં રાજશ્રીએ ફેસબુક ખોલ્યું અને સવારનો ગુડ મોર્નિંગ નો મેસેજ પર ફરીથી વાંચ્યો અને Hiii લખીને મોકલી દીધું. પરંતુ અભિનવના નામ નીચે લખેલું હતું- Active 1 hour ago. ફરી એકવાર રાજશ્રીને નિરાશા જ હાથ લાગી. હવે અભિનવના મેસેજની રાહ જોવા સિવાય રાજશ્રી પાસે કોઈ રસ્તો નહોતો. નછૂટકે રાજશ્રી સૂવું પડ્યું.

સવારે કોલેજ જતી વખતે ફરીથી રાજશ્રીએ ફેસબુક ખોલીને ચેક કરી જોયું, પરંતુ અભિનવનો કોઈ રિપ્લાઈ નહોતો આવ્યો. રાજશ્રી ને આજે ચેન નહોતું પડતું. વારંવાર તે ચેક કરતી હતી કે- કાશ…. અભિનવ નો મેસેજ આવ્યો હોય અને અંતે બપોરે લંચના બ્રેક વખતે અભિનવનો રીપ્લાય આવ્યો- Hii.

રાજશ્રીએ લખ્યું- Hello… અને તરત જ બીજો મેસેજ કર્યો-How r u?

અભિનવ નો રીપ્લાય આવ્યો- I m fine.Wht abt u?

રાજશ્રી એ પણ- I m also fine લખીને મૅસેજ મોકલી દીધું અને તે હજુ મેસેજ કરવાનું વિચારતી જ હતી કે અભિનવનો મેસેજ આવ્યો- Bye..Lunch break over.”

રાજશ્રી આગળ કંઈ બોલે તે પહેલાં જ અભિનવ ઓફલાઈન થઈ ગયો.

રાજશ્રી માટે હવે આ સ્થિતિ અસહ્ય બની ગઈ હતી. તેને જલ્દીથી અભિનવ અને અવંતિકા વચ્ચે શું થયું તે જાણવું હતું. રાત્રે જમીને રાજશ્રી બેસબ્રીથી અભિનવના ઓનલાઇન થવાની રાહ જોતી હતી. અત્યારે તેની ધીરજ ની પરીક્ષા લેવાઇ રહી હતી. અંતે તેની આતુરતાનો અંત આવ્યો. અભિનવ ઓનલાઇન થયો અને વાતચીતનો દોર આગળ વધ્યો.

વાતવાતમાં અભિનવને જાણવા મળ્યું કે રાજશ્રી બીજી કોઈ નહીં પરંતુ તેના એક ખાસ ફ્રેન્ડના મામાની છોકરી હતી. અભિનવ તેના ફ્રેન્ડના ઘરે આવતો જતો રહેતો પરંતુ આજ પહેલા તેણે ક્યારેય એને જોઈ ન હતી. રાજશ્રીએ પણ આ પહેલા અભિનવને જોયો નહોતો. રાજશ્રીને તો ઘણી વાતો કરવી હતી પરંતુ અભિનવને કામ હોવાથી નાછુટકે ગુડ નાઈટ કહેવું પડ્યું.

પછી તો ધીમે ધીમે વાતો વધતી ગઈ. બંને એકબીજા સાથે ભળતા ગયા. ક્યારેક રાજશ્રી કોલેજમાં કોઈની સાથે કરેલી મસ્તી ની વાત કરે તો ક્યારેક અભિનવ તેની ઓફિસમાં બોસે કોને ધમકાવ્યા તેની વાતો કરે. તો ક્યારેક બંને મુંબઇની લાઇફ અને ગુજરાતની લાઈફ પર ચર્ચા કરતા હોય અને તે પછી અમદાવાદ અને વડોદરા બન્ને શહેરોમાંથી કયુ ચઢિયાતું તેની ડિબેટપર ઉતરી જાય. રાજશ્રી અમદાવાદની હતી તો અભિનવ એ પોતાનું એન્જિનિયરિંગ વડોદરામાં કરેલું. એટલે સ્વાભાવિક છે કે બન્ને પોતપોતાના શહેરોનું ઊંચું રાખતા હતા. શરૂઆતમાં ફેસબુક અને પછી વોટ્સેપ પર શરૂ થયેલી વાતો ક્યારે ફોન સુધી આવી ગઈ એની બંનેને ખબર જ ન રહી. તો પણ રાજશ્રીએ જેના માટે અભિનવ સાથે વાત કરવાનું ચાલુ કર્યું હતું એ તો જેમનું તેમ જ હતું. જ્યારે પણ રાજશ્રી અભિનવને લવ વીશે પૂછતી ત્યારે અભિનવ કંઈ ને કંઈ બહાનુ બનાવીને વાતને ટાળી દેતો હતો.

આગળ શું થશે? હવે કહાની ધીમે ધીમે રંગ પકડી રહી છે. શું રેહાન પટેલ અને અવંતિકા વચ્ચે કંઈક થયું હશે? અભિનવની ડાયરીના આગળના પેજ કોરાં કેમ હતા? એવું તે શું થયું હતું કે અભિનવે ડાયરી લખવાનું બંધ કરી દીધું હતું? અભિનવ અને રાજશ્રી ધીમે-ધીમે એકબીજા સાથે ખૂલતાં જ હતા હતા. શું બંનેને એકબીજા માટે કંઈ ફીલિંગ્સ જન્મી હતી? શું રાજશ્રી અભિનવની અધૂરી રહેલી સ્ટોરી જાણી શકશે? સવાલો ઘણાં છે પણ જવાબ એક જ છે- Love ની ભવાઈ નો આગળનો ભાગ. તો વાંચતા રહો Love ની ભવાઈ.

Sorry to all the readers for late release of new part. There were some issues and now it has been resolved. Upcoming parts will be released regularly without any delay. Once again sorry. Keep on Reading…!! I know that story is little bit slow, but ભાવતી વસ્તુ ધીમે ધીમે જ ખવાય તો જ મજા આવે અને વધારે સમય સુધી ખાઈ શકાય.

Hiren Moghariya

Whatsapp : 9426602396

Email: