ગાડી ઊભી રહેતાં ની સાથજ શ્રીએે માથું સ્ટિયરિંગ પર નાખી દીધું. કુલદીપની ભ્રમરો ખેંચાઈ જ્યારે કુમાર શ્રીના આવા વર્તનથી અસમંજસમાં હતો
" any problem sree..? "કુમારને
ગભરાહટ જેવુ થયુ.
શ્રીએ માથું ઉચક્યું. આયનો જોયો બધું બરાબર હતું. તો પોતે જોયુ એ ભ્રમ પણ હોઈ શકે..અને જો એવું હોય તો બધાની વચ્ચે પોતે હાસ્યાસ્પદ બને. એટલે અત્યારે એને મિરરમાં જોયેલા દૃશ્યની વાત કરવી ઉચિત ન લાગી. વાતને ટાળતા એને કહ્યુ
"મને ચક્કર આવી ગયેલા કુમાર..! ગાડી તમે ડ્રાઈવ કરો પ્લીઝ..!"
"ઓ કે, તું મારી સીટ ઉપર આવી જા..!"
જગ્યાની ફેરબદલી કરી કુમારે ગાડી ડ્રાઈવ કરી લીધી. કુમારે માર્ક કર્યું કે શ્રીના ચહેરા નો રંગ ઊડી ગયો હતો. કોઈ અગમ્ય ભયથી ફફડી ઉઠેલી ગભરુ મૃગલી જેવી લાગતી હતી એ. તેના અંતરમાં પણ ખળભળાટ હતો. એવો ભ્રમ મને કેમ થયો..? આવા ભયાનક ભરમ માટે કુલદીપના મિત્રો પ્રત્યેનો મારો અણગમો કારણરૂપ નહી હોય ને..? જો એ લોકો મને ભૂખાવડી નજરે જોતા હોય તો મારો અણગમો ગેરવ્યાજબી ના ગણાય...!
કુલદીપ ભાઇ અને એમના મિત્રો વચ્ચે પાયાનો તફાવત હતો. કુલદીપનું વ્યક્તિત્વ સુંદર અને એ એક સજ્જન વ્યક્તિ ને છાજે એવુ હતુ. જ્યારે એમના મિત્રો કૂટિલ ભ્રષ્ટ માનસિકતા ધરાવતા લાગતા હતા.
પલક ઝપક માટે સભાન નજરે જે દ્રશ્ય શ્રીએ જોયું હતુ એ તેને ભુલાતું નહોતુ. કદાચ એ ભ્રમ ન હોય અને જો એવું હોય તો ક્યાંક કશુંક અણગમતું તત્ત્વ ઉમેરાયું હતું. મારે કુમારને જાણ કરવી જોઇએ એણે મનમાં નિર્ધાર કર્યો. ગાડી બંગલાના પ્રાંગણમાં ધીમો ટર્ન લઈ ઊભી રહી. બધાં ઘરમાં દાખલ થયાં. કુમાર વ્યથિત હતો. શ્રીને ચકર નહોતા આવ્યા. જરૂર એ કંઈક છુપાવતી હતી.. પણ શું..? એ કુમાર કલ્પી નહોતો શકતો. પોતાના મિત્રોને ઉપવનમાં જોઈ હરખાઈ ઉઠેલી અને એમનું સ્વાગત કરવા દોડી ગયેલી શ્રીને એમનું આગમન અરુચિકર લાગ્યું હોય એ સંભવ જ નથી. એનું અધીર મન શ્રીની મનોદશા જાણવા આતુર હતું.
સાંજના આઠ વાગ્યા હતા. બધા બેડ રૂમમાં બેઠાં હતાં. રાત જામતી હતી. શ્રી બધાં માટે કોફી બનાવી લઈ આવી.
"શું વાત છે ભાઈ ભાભીને તો અમારી પસંદગીની પણ જાણ થઈ ગઈ..?"
"બસ બસ હવે વધારે મસ્કા મારવા રહેવાદો દેવરજી..! તમને ભલે આજે જ જોયા બાકી અહીં પરણીને આવી ત્યારથી તમને ઓળખું છું..!"
કુલદિપના મન પર પણ શ્રીએ સન્માનનિય છાપ છોડેલી.
શ્રીની દરેક વાત અને એનુ દરેક સંબોધન આત્મિયતાને ઉજાગર કરતુ હતુ. કોફીની ચૂસ્કી ભરતાં કુલદિપે કહ્યુ.
" કુમાર..ભાભીજી તો આપણા ટેસ્ટની કોફીય બનાવી જાણે છે..!"
"હવે મારાં વધારે વખાણ કરશો મા દેવરજી...!, શ્રીએ શરારતી અંદાજમાં કહ્યુ. મારી રસોઈનો સ્વાદ બગડી જશે..કેમકે રસોઈ બનાવતી વખતે મારા મગજમા એકજ વિચાર ધોળાતો હશે કે દેવરજી મારાં વખાણ કરતા હતા કે મશ્કરી...!" કહેતી શ્રી કિચનમાં ચાલી ગઈ.
કુલદિપે મેરુ અને મોહનનો સંપૂર્ણ પરિચય કરાવ્યો. પછી બન્ને મિત્રો અરસ-પરસ સુખદુખની વાતો કરતા રહ્યા.
મેરુને બંધ આંખે પથારીમાં આડો થયેલો જોઈ કુલદિપે અપસેટ થતાં એને પૂછ્યુ. "તને નિંદર લાગી છે મેરુ..?" મેરુએ આંખો ખોલતાં કહ્યું. નારે ભૈ ના...આંખો પરનો થાક દૂર કરવા આંખો બંધ કરેલી. એની આંખો રક્તિમ થઈ હતી. શૈતાની શક્તિ એના અંગમાં પ્રવેશી જાણે એના અંગને સંમ્મોહિત કરી રહી હતી.
મોહન ઉપર કદાચ આ મલિન શક્તિએ ઘેરી અસર કરી નહી હોય.. છેલ્લે પિશાચ વિધ્યાનો સફળ પ્રયોગ કર્યાને લગભગ છ-સાત કલાકનો સમયગાળો નિકળી ગયો હતો. જેથી કુલદિપને હમણા કોઈ અઘટિત ઘટનાની આશંકા નહોતી. છતાં રસ્તામાં શ્રીએ ગાડી રોકી ત્યારે કુલદીપની નજર સહેતુક એના મિત્રો પર ગયેલી. એને બધું ઠીક લાગ્યું બનવાજોગ છે તેને ચક્કર આવ્યાં હોય. મેરુની લાલ આંખો જોવા છતાં કુલદિપે એ વાત આંખો બહાર કાઢી કારણકે પ્રયોગતો મોહન અને મેરુ બંનેએ કર્યો હતો. મેરુ જો મલિન શક્તિની અસર માં હોય તો મોહન આટલો સ્વસ્થ કેવી રીતે હોઈ શકે..?
કુમાર પોતાને જર્નાલિઝમની એક્ઝામમાં કરવી પડેલી દોડધામ અને મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કર્યો એની વિગતે વાત કરતો હતો. પરંતુ કુલદીપનું ધ્યાન મેરુ ઓ અને મોહનને કારણે ભટકી જતું હતું. અધ્ધરજીવે એણે કુમારની વાત સાંભળેલી. બંધ આંખે આડા પડેલા મેરુના શરીરમાં શૈતાની શક્તિએ પ્રવેશ કર્યો હતો. એનો આત્મા દૂષિત થયેલો. હવે એ પોતાનું સ્થૂળ શરીર છોડી ગમે ત્યાં જઈ શકવા સમર્થ હતો. છતાં તે એ વાતથી જ્ઞાત હતો કે આત્મા વિહોણા શરીરને કુલદીપ પળ માત્રમાં પારખી શકે એમ હતો. જો એમ થઈ જાય તો એનું આવી બને. એટલે એમ કરવું યોગ્ય નહોતું. તો પણ એનો લોલુપ આત્મા કિચનમાં જવા તત્પર હતો.
રસોઇમાં માત્ર બે રોટલી બાકી રહી હતી. પેલી ભયાનક ક્ષણોએ શ્રીના મન-મગજ પર બરાબરનો કબજો જમાવી લીધેલો. પોતે જે જોયું હતું એ સત્ય હતું કે આંખોનો ભ્રમ શ્રી નક્કી નહતી કરી શકતી હતી.
ખટાક્ કરતી એકા એક ખિડકી ખૂલી જતાં શ્રી ઝબકી ગઈ. મગજના તમામ વિચારો ત્યજી સતર્ક શ્રીની દ્રષ્ટિ બારી પર જડાઈ ગઈ.
બેઠક ખંડમાં કુલદીપ અને કુમારની વાતોનું ધીમો ગણગણાટ સંભળાતો હતો. એેણે કિચનમાં ફરતે એક નજર નાખી ક્યાંય કશી ચેષ્ટા થઈ નહોત ફરી વાર એની દ્રષ્ટિ ખીડકી પર ચોટી ગઈ. તો શ્રીના મુખમાંથી એક ચીસ નીકળી ગઈ. શ્રીની ચીસ સાંભળી સફાળા કુમાર, કુલદિપ અને મોહન દોડી આવ્યા. પગના બંને ઢીંચણ ઉપર માથું મૂકી શ્રી રડતાં રડતાં ધ્રુજતી હતી. કુમારના પેટમાં ફાળ પડી. આખરે શું થઈ ગયું એણે શ્રીને ખભેથી પકડી આખી હલબલાવી નાખી.
"શું થયું શ્રી કેમ રડે છે..?" એની હાલત જોઈ કુમાર બેબાકળો બની ગયો.
પણ શ્રી તો વધુને વધુ પડતી જતી હતી.
" કંઇ કહેતો ખબર પડે ને..? રડવાથી મને શું સમજાવાનું હતું..?
"શું થયું ભાભી જી..? કેમ ચીસ પાડી તમે..? કેમ રડો છો..?" કુલદીપ પણ હવે આકુળવ્યાકુળ હતો શ્રીએ પોતાનું મોં ઊંચક્યું. એનો ચહેરો આંસુઓથી ખરડાયેલો હતો. ત્વચા ફિક્કી હતી. આંખો ભયભીત લાગતી હતી. કુમારને વહેમ ગયો કે આની તબિયત તો નહિ લથડી હોયને..?આજે બે વાર આવુ બન્યુ. રસ્તામાં ગાડીને બ્રેક મારી ઉભી રાખેલી ત્યારે પણ એ કહેતી હતી કે 'ચક્કર આવે છે' અને હવે 'ચીસ' કુમારને કશી 'ધડ' મગજમાં બેસતી નહોતી. કુમારને પરેશાન જોઈ શ્રી બોલી "કુમાર માત્ર બે રોટલી બનાવી લઉ જેટલીવાર તમે મારી જોડે બેસો..!
"પરંતુ ભાભીજી આ રડવુ અને આ ચીસ કેવી હતી..?"
શ્રી કુલદીપને અસહાય નજરે જોતી રહી એની આંખોમાં મૂંગી પીડા હતી.
એક ક્ષણ માટે કુલદીપને એવું મહેસુસ થયું જાણે અમી ભરી આંખો પોતાની 'મિન્ની' એને તાકી રહી ન હોય..
ભાભીના ચહેરા પર મિન્નીનો આભાસ થયેલો જોઈ કુલદીપને પોતાની જાત ઉપર અચરજ થયું. શ્રી આંખો પટપટાવતાં બોલી. "હું તમને કહીશ તો તમે મારી વાતને હસી નાખશો કુલદીપ ભાઇ..!"
"કેમ ભાભીજી એવી તે શી વાત છે..?" કુલદિપ હવે શાસંક બની ગયો.
કુમાર પણ આશ્ચર્યથી શ્રીને જોતો રહ્યો.
"કુમાર ...! કુમાર મને ડર લાગે છે..!"
"ડર ..? શેનો ડર..?" કુમારને શ્રીની વાત પર વિશ્વાસ ન બેઠો.
શ્રીની વાત સાંભળી કુલદિપ ગંભીર બની ગયો એણે મોહન સામે ત્રાંસી આંખે જોયુ. તરત જ મોહન બેઠક ખંડમાં દોડી ગયો. શ્રીએ કિચનમાં બનેલી ઘટના બંનેને કહી સંભળાવી.
મેરુ પલંગ પર ઊંઘતો હતો. એ સોફા પર બેઠો હતો. એના શરીરની નસો તણાતી હતી. એની આંખોની કીકીઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં વહી જતી હતી. એ લાખ મહેનત કરવા છતાં દ્રષ્ટી એક જગ્યાએ સ્થિર કરી શકવામાં અસમર્થ હતો. એ પરાધીન બનતો જતો હતો. એના અંગો-ઉપાંગોનું હલનચલન અને નિયંત્રણનો દોર જાણે બીજા કોઈના હાથમાં આવી ગયો હતો. એની અનિચ્છાએ એેની દ્રષ્ટી વારંવાર કિચન તરફ જતી હતી. એ દૃષ્ટિમાં ભય પણ છુપાયેલો હતો.
( ક્રમશ:)
-સાબીરખાન
મો.9870063267