Maya in Gujarati Love Stories by Hiren Shah books and stories PDF | માયા

Featured Books
Categories
Share

માયા

“માયા”

કેટલી વાર માયા થોડી ઉતાવળ રાખ, આપણીજ મિજબાની માં આપણે મોડા પડયે તો કેવું લાગે ? હા આકાશ આવુંજ છું,પપ્પા ચાલો કેટલીવાર ? બધા તમારી રાહ જુએ છે અને કેક પણ આવી ગઈ છે. હા બેટા પણ આ તારી મમ્મી જોને કેટલી વાર લગાડે છે. સારું પપ્પા હું નીચે જાઉં છું.સારું બેટા અમે આવીએજ છે.

જેના કારણે મોડું થતું હતું, આતુરતાથી જેની હું રાહ જોઈ રહ્યો હતો મારી પત્ની, મીસીસ માયા આકાશ અગ્નિહોત્રી મારી સામે હતી, મારી આંખો સ્થિર થઇ ગઈ હતી, બસ આમજ જોયા કરું એની સામે, એ દિવસે ખરેખર “માયા“જ લાગતી હતી. એનું વર્ણન કરુ તો પગરખા માં રજવાડી મોઝ્ડી,પગમાં ઝાંજ્હર, હલકા લીલા કલર ની સાડી, ગરદન માં મોતીનો હાર, નાક માં નથણી, અડધો હાથ ચૂડીઓ થી ભરેલો, કપાળ પર નાનું એવું બિંદુ અને મારા નામની પાથી પૂરેલી હતી. જાણે એનું આ રૂપ અમારા લગ્નજીવન ના બાર વર્ષ માં મેં નતું જોયું ને આજે તેરમાં વર્ષે જોવા મળ્યું. શું જુઓ છો આકાશ ? હવે મોડું નથ થતું ? એનો અવાજ પણ જાણે મધુર સંગીત જેવો લાગતો હતો. ભલે મોડું થાય, પણ મારી નજર તારી સામેથી હટતીજ નથી માયા.ચાલો ચાલો હવે બૌ વખાણ કરી લીધા. અમે બંનેવ એક બીજાનો હાથ પકડી એક સ્મિત સાથે આગળ વધ્યા ને ત્યાજ માયા બોલી ઉભારહો! શું થયું માયા ? મેં માયા ને પૂછ્યું. આટલા વર્ષો થઇ ગયા છતાં પણ તમને ટાઈ બાંધતા નથ આવડતી, લાવો.. એનો હાથ મારી ટાઈ પર અને મારી નજર એના ચેહરા પર, અમારા બંનેવ વચ્ચેનું અંતર ફક્ત હવા પસાર થાય એટલુ’જ હતું. માયા જાણતી હતી કે મને ટાઈ બાંધતા આવડે છે પણ નાટક કરું છું અને માયા એ પણ જાણતી હતી કે આ નાટક પાછળ પણ અમારો પ્રેમ છુપાયેલો છે ટૂંક માં કહું તો અમે બંનેવ એક બીજાને સારી રીતે જાણતા હતા. છતાં અમે અજાણ બનતા. કેટલી વાર તો હું માયા ને જાણી જોઇને ગુસ્સે કરાવતો કારણ કે એના ગુસ્સા સાથે પણ મને પ્રેમ હતો. એના ગુસ્સા પાછળની લાગણી ને હું સમજી શકતો હતો.જીવન માં મારું એકજ સ્વપ્ન હતું કે માયા ના બધાજ સ્વપનો ને પુરા કરવા. લો થઇ ગઈ ટાઈ હવે ચાલો નીચે.માયા એ કહ્યું.

અમે નીચે ઉતરતા ગયા ને તાળીઓ ના ગણગણાટ સાથે અમારું સ્વાગત થયુ. લગ્નતિથિ ની ખુબ ખુબ શુભકામનાઓ, મેં અને માયા એ બધાને અભિનંદન પાઠવ્યું. સમય થઇ ગયો હતો કેક કાપવાનો ને અમે કેક કાપી અમારા દીકરા આયુષ ને ખવડાવી તથા એના બંનેવ ગાલ પર મેં અને માયા એ ચુંબન કર્યું. એટલામાં આયુષ બોલ્યો હંમેશા ખુશ રહો અને ભગવાન તમારી જોડીને આમજ જાળવી રાખે. તેર વર્ષ ના આયુષ ના મોઢે આ ટીપ્પણી શામભળી બધા હસવા લાગ્યા. પછી આયુષ એના મિત્રો સાથે વ્યસ્ત થઇ ગયો અને અમે મેહમાનો સાથે. ભાભી તમે આજે ખરેખર સુંદર લાગો છો, અમે એ વ્યક્તિ સામે જોયું ને એમને ફરીથી ટીપ્પણી કરી, જો આકાશ કરતા હું તમને પેહલા મળ્યો હોત તો ! તમે મળ્યા હોત તો પણ હું આકાશનેજ પસંદ કરતી. માયા એ જવાબ આપ્યો. ને પછી અમે હસી પડ્યા, અરે સંજય તું ! તું ક્યારે આવ્યો ભાઈ ? મેં પૂછ્યું. બસ આજેજ આવ્યો ને જાણવા મળ્યું કે આજે મારા ખાસ મિત્ર અને તેની રમુજી પત્ની ની લગ્નતિથિ છે તો આવી ગયા.સંજય એ જવાબ આપ્યો. બૌ સરસ કર્યું ભાઈ અમને આનંદ થયો મેં પ્રતિક્રિયા આપી. આ મારી પત્ની ખુશ્બુ સંજય એ એની પત્ની તરફ ઈશારો કરતા અમને કહ્યું. ભાઈ તે લગ્ન કરી લીધા અને અમને બોલાવ્યા પણ નઈ ! મેં સંજય ને પૂછ્યું . અરે બધું જલ્દી માં થઇ ગયું એટલે સમય’જ ના મળ્યો ભાઈ એટલે તો તારી ભાભી ને અહિયાં લઈને આવ્યો. સંજય એ જવાબ આપ્યો. અમે આગળ વાત’જ કરતા હતા ને પાછળ થી આવાજ આવ્યો આકાશ સર ! હા આવ્યો, તમે વાતચીત કરો હું જરા આવ્યો આટલું કહી હું નીકળ્યો ,કે માયા બોલી જરા જલ્દી આવજો, હા બસ થોડીવાર માં આવ્યો, મેં જવાબ આપ્યો. અરે ભાભી હજી જવાતો દો સંજય બોલ્યો, હા ભાઈ માયા એ હલકા સ્મિત સાથે પ્રતિક્રિયા આપી.થોડા સમય પછી ખુશ્બુ એ માયા ને કીધું ચાલો ભાભી અમે હવે રજા લઈએ! અરે આટલું જલ્દી પણ શું છે ! બેસો તો ખરા માયા એ ખુશ્બુ ને કીધું. એટલામાં સંજય બોલ્યો ભાભી ઘરે મેહમાન આવ્યા છે એટલે, ફરી અમે આવીશું ચોક્કસ. ઠીક છે પણ આવજો ખરા માયા એ બંનેવ ને કીધું. માયા એમને બહાર સુધી મુકીને પરત ફરી લગભગ રાત્રી ના બાર વાગ્યા હશે ને બધા મેહમાનો જતા રહ્યા હતા અને આયુષ પણ સુઈ ગયો હતો. ચાલો માયા હવે આપણે પણ સુઈ જૈયે કાલથી પાછી આપણી નોકરી ચાલુ.આકાશ એ હતાશ અવાજ માં માયા ને કીધું. હા ચાલો માયા એ આકાશ ના શુર માં શુર પુરાવ્યો. બંનેવ સુવાની તૈયારી’જ કરતા હતા કે માયા ના ફોન માં સંદેશો આવ્યો.

કેમછો ભાભી ? માયા એ આકાશ ને સંદેશો બતાવતા કીધું આ કોનો નંબર છે ? આકાશે નંબર જોયો અને કીધું અરે આતો સંજય નો નંબર છે. માયા એ થોડા ઉચા સ્વર માં આકાશ ને પૂછ્યું મારો નંબર એમની પાસે કેવીરીતે આયો ? આકાશે હળવા સ્વરમાં કીધું અરે આવ્યો હશે એમા શું ? મુકને એને હમણાં.ઠીક છે માયા એ આકાશ ને કીધું અને સુઈ ગઈ. થોડીવાર થઇ ને પાછો સંદેશો આવ્યો, તમે આજે ખરેખર સુંદર લાગતા હતા ભાભી. માયા એ જવાબ આપતા કહ્યું આભાર અને શુભરાત્રિ. જ્યાં સ્ત્રી ના વખાણ થતા હોય ત્યાં સ્ત્રી સુએ ખરી ! આખી રાત માયા ને એજ સંદેશો યાદ આવતો ને વિચારતી એમને મારો નંબર કઈ રીતે મળ્યો હશે!

મારા ગાલ પર ચુંબન કરતા માયા એ કહ્યું શુભસવાર આકાશ. શુભસવાર માયા અને હું બેઠો થઇ ગયો. જરા હળવા મૂળ માં મેં માયા ને કીધું માયા મારા સ્વપ્ન માં પણ કાલે તુજ આવતી હતી. બસ બસ હવે સવાર સવાર માં ચાલુ ના પડી જસો હા, માયા એ હાસ્ય આપતા કહ્યું. પછી અમે ત્રણેવ પરવારીને પોત પોતાને કામે લાગી ગયા. આયુષ શાળા એ ગયો હું ઓફીસ અને માયા પણ શાળા એ ગઈ. માયા જેવી શાળા માં પ્રવેશી કે એને સંજય ને જોયો અને સ્તબ્ધ થઇ ગઈ અરે સંજય ભાઈ તમે અહિયાં ? માયા એ સંજય ને પૂછ્યું. સંજય એ માયા ને પ્રતિક્રિયા આપતા કહ્યું ભાભી પેહલી વાત એ કે તમે મને ભાઈ ના કેહસો, મતલબ કે હું તમારા ભાઈ જેવો’જ છું પણ તમારા મોઢે ભાઈ સાંભળવું મને નથ ગમતું. અને હું આ શાળા નો પ્રિન્સીપાલ છું. સારું સંજય બસ, પણ અહીના પ્રિન્સીપાલ તો બીજા હતા ને ! માયા એ સંજય ને પૂછ્યું. હા પણ હવે હું છું. સંજય એ જવાબ આપ્યો. હા તો માયા એટલામાં’જ માયા એ સંજય ની વાત કાપતા કહ્યું કે મેં તમને મારા નામથી બોલાવવાની પરવાનગી નથ આપી, તમારે તો મને ભાભી’જ કેહવું. સારું ભાભી પણ તમે અહિયાં શું કરો છો ? સંજય એ માયા ને પૂછ્યું, હું અહિયાં ભણાવવા આવું છું માયા એ સંજય ને કીધું. માયા અને સંજય નું પૈડું આવી રીતે ધીમે ધીમે ગબડ્યું અને બંનેવ એટલે કે મારો મિત્ર અને મારી પત્ની હવે સારા મિત્ર બની ગયા હતા. પણ મને નતી ખબર કે મને માયા સાથે જેવી “માયા“ હતી એવી માયા સંજય અને માયા વચ્ચે જન્મ લેશે! હું માયા ને અતિશય પ્રેમ કરતો હતો અને કરું છું અને કરતો રહીશ કદાચ આજ પ્રેમ ની હવે પરીક્ષા થવાની હતી,

લગભગ રાત ના એક વાગ્યા હશે ને માયા ના ફોન માં સંદેશો આવો ..

તમારા સ્વપનો ને પુરા કરવા મને ગમે છે,

તમારા ચેહરાનું સ્મિત બનવું મને ગમે છે,

તમારા પ્રેમ ના રંગ માં રંગાવું મને ગમે છે,

દુઃખ ની લેહરો તો રેહવાની જીવન માં,

પણ સુખ નો કિનારો બનવું મને ગમે છે.

કેવી લાગી આં કવિતા ? સંજય એ માયા ને સંદેશા દ્વારા પૂછ્યું ! માયા એ જવાબ આપતા કહ્યું ખુબ’જ સુંદર. પણ ક્યાંથી કોપી મારી ? સંજય એ જવાબ આપતા કહ્યું ભાભી ક્યાયથી કોપી નથ મારી પણ આ મેં જાતે લખી છે તમારા માટે. માયા એ જવાબ આપ્યો સરસ છે એટલે તમે એક પ્રિન્સીપાલ ની સાથે સાથે લેખક પણ છો ગમ્યું મને.સંજય એ જવાબ આપતો કહ્યું આભાર. આવી’જ રીતે રોજ બંનેવ ચર્ચા કરવા માંડ્યા અને ધીમે ધીમે બંનેવ વચ્ચે નું અંતર ઘટવા માંડ્યું. માયા આજે હું ઓફિક ના કામ થી બહાર જાઉં છે અને કાલે સવારે આવીશ, તારું અને આયુષ નું ધ્યાન રાખજે આવજે. માયા એ પણ મને પ્રતિક્રિયા આપતા કહ્યું સારું અને પોચીને ફોને કરી દેજો અને સાંભળો ! શું બોલો ? મેં માયાને પૂછ્યું . બૌ ડ્રીંક ના કરતા, જરા લીમીટ માં પીજો, માયા એ મને કીધું તારી આ’જ વાતો થી મને તારી સાથે ફરી પ્રેમ થઇ જાય છે માયા. મેં માયા ને જણાવ્યું. બસ ચાલો આવજો હવે. માયા એ મને કીધું. મમ્મી, મમ્મી આયુષ એ અવાજ આપ્યો. શું થયું બેટા? માયા એ આયુષ ને પૂછ્યું. મમ્મી મારે મિત્રો સાથે પીક્ચર જોવા જાઉં છે હું જાઉં ? કેટલા વાગે પાછો આવીસ બેટા ? માયા એ આયુષ ને પૂછ્યું. લગભ બાર વાગશે મમ્મી.આયુષ એ જવાબ આપ્યો. ઠીક છે બેટા શાંતિ થી જજે.

માયા એ સંજય ને ફોને કર્યો અને કહ્યું કે આજે મારાથી શાળા એ નઈ અવાય, સંજય એ અધીર્યા અવાજે પૂછ્યું કેમ શું થયું ? બધું બરાબર તો છે ને ? અરે શાંત થઇ જાઓ, બધું બરાબર છે પણ આજે મારે થોડું કામ છે અને તબિયત પણ થોડી નરમ છે, માયા એ આકાશ ને જણાવ્યું. અરે તો આયુષ અને આકાશ ક્યાં છે ? સંજય એ માયાને પૂછ્યું . અરે એ ઓફીસ ના કામ થી બહાર ગયા છે અને આયુષ શાળા એ થી એના મિત્રો સાથે પીક્ચર જોવા જવાનો છે. માયા એ સંજય ને જવાબ આપ્યો, તો હું અને ખુશ્બુ આવીએ સાંજે ? સંજય એ માયા ને પૂછ્યું અરે ના ના તમે તકલીફ ના ઉઠાવસો એવું કઈ હશે તો હું તમને જણાઈસ.માયા એ સંજય ને જવાબ આપ્યો. ઠીક છે એમ કહી સંજય એ ફોને મુક્યો. લગભગ સાંજ ના દસ વાગ્યા હશે ને દરવાજો ખટખટાવાનો અવાજ આવ્યો. કોણ કોણ છે ? પૂછતા પૂછતા માયા એ દરવાજો ખોલ્યો ને સ્તબ્ધ થઇ ગઈ. સંજય તમે ? મતલબ આટલા સમયે? માફ કરજો ભાભી થોડું મોડું થઇ ગયું પણ ખુશ્બુ એ તમારા માટે જમવાનું મોકલાવ્યું છે. તમે બીમાર છો એમ જાણ્યું તો. સંજય એ માયા ને જણાવ્યું. અરે પણ મે તો બહાર થી મંગાવી લીધું. માયા ના મોઢે આટલું સાંભળી સંજય ના હાવભાવ બદલાઈ ગયા આ દેખી માયા એ કીધું વાંધો નઈ લાઓ અને આવો અંદર કઈ ગરમ લેસો કે ઠંડુ ? માયા એ સંજય ને પૂછ્યું. અરે કઈ નઈ ભાભી મારે મોડું થાય છે અને ખુશ્બુ પણ ઘરે રાહ જોતી હશે. સંજય એ માયા ને જણાવ્યું.ઠીક છે માયા એ જવાબ આપતા કીધું એટલામાં માયા ના ફોન માં રીંગ વાગી. હેલ્લો? મમ્મી આયુષ બોલું છું. હા બોલ બેટા. મારે આવતા એક વાગશે મમ્મી તો તું ચિંતા ના કરતી અને પપ્પા ને ના કેહતી પ્લીસ. અરે પણ... એટલા માં તો આયુષએ ફોન મુકીદીધો.

શું થયું ભાભી બધું બરાબર છે ને ? સંજય એ માયા ને પૂછ્યું. હા આયુષ નો ફોને હતો એને આવતા વાર લાગશે. માયા એ સંજય ને જણાવ્યું. ઠીક છે તો આયુષ આવે ત્યાં સુધી હું અહિયાં બેઠો છું. સંજય એ માયા ને જણાવ્યું, અરે ના ના વાંધો નઈ તમે જાઓ. હું કઈ નાની છોકરી નથી. માયા એ સંજય ને જણાવ્યું. હા ભાભી પણ મારી ફરજ માં આવે છે અહિયાં રેહવા માં અને આમ પણ તમે મને ભાઈ માનો છો તો શું વાંધો છે.? અને હા તમે નાની છોકરી નથી તો પણ ખુબ’જ સુંદર લાગો છો. સારું સારું તમારી મરજી અને આભાર.માયા એ સંજય ને કીધું. ધીમે ધીમે સમય પસાર થઇ રહ્યો હતો અને સંજય તથા માયા ની વાતો પણ સમય ની સાથે વધતી ગઈ તથા બંનેવ વચ્ચે નું અંતર પણ ઘટતું ગયું અને એ એક ક્ષણ આવી ગઈ જેની સંજય ઘણી આતુરતા થી રાહ જોઈ રહ્યો હતો ને અચાનક સંજય પર વાસના હાવી થઇ ગઈ ને સંજય એ માયા ને ચુંબન કરી લીધું માયા થોડી ક્ષણ માટે તો સ્તબ્ધ થઇ ગઈ અને જાણે સુન મારી ગઈ. પણ કે છે ને કે વાસના મનુષ્ય નો સૌથી મોટો દુશ્મન છે, માયા ઈચ્છતી તો સંજય ની આ હિંમત પર એને ધક્કો મારીને ઘરની બહાર કાઢી શક્તિ હતી પણ માયા એ સંજય નો સાથ આપ્યો અને થોડી’જ ક્ષણો માં ના બનવાનું બની ગયું. લગભગ અડધી રાત પસાર થઇ ગઈ હતી પણ માયા ની આંખ માંથી લાગણી ઓ નું પાણી કે પછી પછ્તાવાનું પાણી બંધ’જ નતું થતું એના મગજ માં એક નકારાત્મકતા એ જન્મ લઇ લીધો હતો જાણે હવે હું મારી’જ જાઉં. વિચારોમાં ને વિચારોમાં સમય નું ધ્યાન ના રહ્યું ને સવાર ના સાત વાગી ગયા ત્યાં’જ દરવાજાનો ખટખટાવવાનો આવાજ આવ્યો ને માયા ગભરાઈ ગઈ ક્યાંક સંજય તો પાછો નથ આવ્યો ને શું કરું હું ? હે ભગવાન આ મારાથી શું થઇ ગયું ? એટલામાં’જ મેં આવાજ આપ્યો માયા દરવાજો ખોલ હું આકાશ. અને મારો અવાજ સાંભળી ને માયા એ ફટાફટ દરવાજો ખોલ્યો ને મેં કઈ જોયા વગર માયા ને ભેટી પડ્યો અને એટલું જોર થી ભેટ્યો કે જાને કેટલા વર્ષો પછી માયા ને મળ્યો હોય. ઓ માયા તારી બૌ’જ યાદ આવતી હતી તારા વગર આ એક દિવસ પણ એક વર્ષ જેવો લાગતો હતો ને આ સાંભળી માયા એ મને જકડી ને પકડી લીધો ને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી જાણે એ કઈ કેહવા માંગી હોય. માયા શું થયું ? માયા શું થયું પણ? મારાથી હવે રેહવાતું નતું મેં થોડા ઉચાં અવાજે પૂછ્યું માયા પણ થયું શું ? અને આ સાંભળી માયા એકદમ શાંત પડી ગઈ ને આખી ઘટના મને કહી દીધી. આ સાંભળી હું સ્તબ્ધ થઇ ગયો જાણે મારું સપનું મારી હકીકતે ચોરી લીધું હોય અને મારા મોઢા માંથી એક’જ શબ્દ નીકળ્યો શા માટે ? શા માટે માયા ? અને આ સાંભળી માયા રડવા લાગી ને બસ એક’જ વાત મને માફ કરીદે આકાશ મારાથી બૌ મોટી ભૂલ થઇ ગઈ પ્લીસ આકાશ મને માફ કરી દે!

હું માયા ને મારા કરતા પણ વધારે પ્રેમ કરતો હતો અને કદાચ એના કારણે’જ મેં માયા ને માફ કરી દીધી હતી. આજે મારા પ્રેમ ના કારણે મારું સ્વાભિમાન હારી ગયું. અમે એ શહેર છોડી ને ચાલ્યા ગયા મારા દીકરાને આ વાત ની જાણ ન હતી. માયા ને લગભગ ચાર વર્ષ લાગ્યા હતા ભૂલ થી થઇ ગયેલ ભૂલ ને ભુલાડવા માં.

“મને તો મળી ગઈ માયા પણ માયા ને આકાશ ના મળ્યો.!”

આનો અંત બે પાસા માં છે.

૧ : માયા તો પેહલા હતી એવી થઇ ગઈ પણ આકાશ પેહલા જેવો ના થઇ શક્યો.

૨ : આકાશ પેહલા જેવો થઇ ગયો બધું’જ સ્વીકારીને પણ માયા હજુ પણ અંદર ને અંદર ઘુટણ મેહસૂસ કરતી હતી જાણે જીવવા માટે જીવતી હોય.

***