Agent Azad - 6 in Gujarati Moral Stories by Sachin Sagathiya books and stories PDF | એજન્ટ આઝાદ - 6

Featured Books
Categories
Share

એજન્ટ આઝાદ - 6

ત્યાં જુગનુ પોતાના માણસોને લઈને આઝાદ સામે ઉભો હતો. તે આઝાદની હાલત જોઈ હસતો હસતો તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, “ગાર્ડસ, જુઓ તો ખરા આપણી મહેફિલમાં કોણ મહેમાન બન્યું છે? (આઝાદનું મો નીરખીને જોતા..) અરે અરે...આ તો પેલા કાયર ઓહ સોરી રક્ષક મહાશય છે. જે ગઈ વખતે મેજરને લઈને ભાગ્યા હતા. આપે તો ઘણી કોશિશ કરી તેમને બચાવવાની પણ અફસોસ તમે તેમાં નિષ્ફળ રહ્યા.”

આઝાદે જુગનુની વાતનો વળતો જવાબ આપતા કહ્યું, “અરે કાયર તો તું છે જે અત્યાર સુધી ઉંદરની જેમ સંતાઈને બેઠો હતો. મારા હાથપગ બાંધીને પોતાને મર્દ સમજે છે. એક વખત મને છૂટો કર પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.”

આઝાદના શબ્દો સાંભળી જુગનુ ગુસ્સે થઈ ગયો અને આઝાદના માથા પર રિવોલ્વર રાખી બોલ્યો, “હવે કાઈ આડુંઅવળું બોલ્યો છે તો છ એ છ તારામાં ઉતારી દઈશ. તને શું લાગ્યું મેજરને તેમના મિત્રોએ બોલ્યો હતો. અરે તેના મિત્રો અમારા જ માણસો છે. મેજરે અમને નથી શોધ્યા પણ અમે મેજરને અમારી પાસે બોલાવ્યો છે. ચિંતા ન કર તેમની પણ મહેમાનગતિ કરીશું પણ અત્યારે અમારું કામ તારા વગર થઈ શકે તેમ નથી એટલે તું હજી શ્વાસ લઈ રહ્યો છો. ગાર્ડસ, છોડો આ કૂતરાને. તેની સારી રીતે મહેમાનગતિ કરો. એની પાસે વફાદાર રહેવા સિવાય એક પણ વિકલ્પ નથી.” જુગનુના માણસોએ આઝાદને છૂટો કરી તેના કપડાં ચેન્જ કરાવી. તેને જમવાનો આગ્રહ કર્યો.

આઝાદ એ સ્વીકારી જમવા બેઠો. તેણે જમવાનું શરૂ કર્યું કે ત્યાં જ જુગનુનો એક માણસ બોલ્યો, “મેં ઘણી ફિલ્મોમાં જોયું છે કે એક અસલી ભારતીય એક આતંકવાદીનાં ઘરનું ખાતો નથી. તો પછી તું ખચકાટ વગર રાજી કેમ થઈ ગયો?” આઝાદે સરસ જવાબ આપ્યો, “ફિલ્મોમાં જે હોય તે પણ હું માનું છું કે એક સાચો ભારતીય કદી અન્નનું અપમાન કરતો નથી. બીજા જે વિચારે તે મારા માટે મારા દેશના સંસ્કાર સૌથી ઉપર છે.” આઝાદનો જવાબ સાંભળી તે માણસ નવાઈ પામી આઝાદને જોતો જ રહી ગયો.

આઝાદે પોતાનું ભોજન પતાવી જુગનુના માણસોને મેજર સાહેબને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી. જુગનુના માણસો આઝાદને રશિયન માફિયાના બેઝ પર લઈ ગયા. ત્યાં જઈને જોયું તો મેજર સાહેબને ખુરશીમાં બાંધી દેવામાં આવ્યા હતા. આઝાદ જોઈ ગુસ્સે થઈ બોલ્યો, “આ શું છે બધું? હું આવી ગયો ને. હવે તેમને મુક્ત કરી ભારત રવાના કરો.” એ સાંભળી ગેંગનો બોસ બોલ્યો, “રિલેક્સ જેન્ટલમેન. ગાર્ડસ! ડુ વોટ હી સે. એન્ડ યુ જેન્ટલમેન સીટ નિયર મી.” રશિયન માફિયાએ મેજર સાહેબને છોડી નાખ્યા અને આઝાદ બોસના કહેવા પ્રમાણે તેની પાસે બેસી ગયો. જુગનુ પણ ત્યાં આવી ગયો અને આઝાદની સામે બેઠો અને કહેવા લાગ્યો, “જાવ આ મેજરને એક રૂમમાં લઈ જઈ આરામ કરવા દો. આપણા કામ થયા બાદ જ તે ભારત જશે. ગો ગો.”

રશિયન માફિયાનો બોસ કહેવા લાગ્યો, “હેય જુગનુ, આર યુ સ્યોર ધિસ મેન કેન ડુ અવર વર્ક?”( જુગનુ તને ખાતરી છે કે આ માણસ આપણું કામ કરશે?) જુગનુએ જવાબ આપતા કહ્યું, “ડોન્ટ વરી બોની, હી હેવ નો અધર ચોઇસ. હી વિલ ડેફિનેટલી ડુ અવર વર્ક.”(બોની તું ચિંતા ન કર. તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તે જરૂર આપણું કામ કરશે)

તે આઝાદ સામે જોઈ બોલ્યો, “જો તારે મેજરને બચાવવો હોય તો તારે અમારું કહેવું માનવું પડશે. એટલે એમાં વાત એમ છે કે અમે વિશ્વના મોટા ભાગના દેશોમાં અમારા ડ્રગ્સની લત લગાવી દીધી છે. પણ એમાં કોઈ ખાસ આનંદ આવતો નથી. અમે ભારતમાં ડ્રગ્સનું સ્મગલિંગ કરવા ઇચ્છિએ છીએ. બોલ તું કરીશ. જો તારી પાસે જવાબ છે અને અમારી પાસે મેજર. વિચારી લે તું શું કેસ?” આઝાદે જવાબ આપતા કહ્યું, “શુ ત્યાં તારા માણસો આ કામ નથી કરી શકતા?” જુગનુ બોલ્યો, “એ તો ચપટી વગાડતા કરી નાખે. પણ હું ભારતને એક ભારતીય દ્વારા બરબાદ કરવા માગું છું. એ પણ એક દેશભક્તના હાથે.”

આઝાદ એ સાંભળી બોલ્યો, “આ બધું કરી તને શું મળશે?” જુગનુ હસવા લાગ્યો અને પછી બોલ્યો, “મને શું મળશે? મને આનંદ આવશે. આઝાદ ભૂલ નય કે હું પણ ભારતીય છુ. હું જાણું છું કે એક ભારતીયની હાર તેનું માથું ઉતારવામાં નહિ પણ તેનું માથું જુકાવવામાં છે. જો તું ડ્રગ્સ સપ્લાઈ કરતા બચી ગયો તો તારા નસીબ પણ જો તું પોલીસની પકડમાં આવી ગયો તો...તો સવારે સમાચારમાં તારો ફોટો આવશે અને તેની નીચે લખેલું હશે આઝાદ એક દેશદ્રોહી. એ ન્યૂઝ જોઈને બધા ભારતીયો તારાથી નફરત કરશે. એનાથી તું હીરો બનવા પહેલા જ ઝીરો બની જઈશ. આ બધું જોઈને મેજર તો એમનો એમ જ મરી જશે. પછી તો બધી જગ્યાએ અમે જ છીએ.”

આઝાદ જુગનુનો પ્લાન સારી રીતે સમજી ગયો. તે કહેવા લાગ્યો, “બહુ સારી રીતે ભારતીયોને ઓળખે છે. વાંધો નય મેજર સાહેબને બચાવવા મારે બદનામ થવું પડે તો મંજૂર છે. મને વિશ્વાસ છે કે મેજર સાહેબ તારો આ પ્લાન સફળ નહિ થવા દે. તું બસ તારી ચિંતા કર. મારી ભારતમાતાના સપૂતો હજી ઘણા જીવે છે. હું નહિ તો બીજો કોઈ આ ગંદકીને સાફ તો કરી જ નાખશે. જુગનુ એ સમય પણ દૂર નથી જ્યારે ભારત ફરી આતંકવાદ રહિત અને સમૃદ્ધ બનશે.”

બધી વાતો પુરી થઈ. જુગનુના માણસો આઝાદને પકડી રૂમમાં લઈ ગયા અને બહાર પહેરો દેવા લાગ્યા. આઝાદે સ્વાતિને કોલ કર્યો. આઝાદનો કોલ જોઈ સ્વાતિ ખુશ થઈ ગઈ અને ફોન ઉપાડી વાત કરવા લાગી, “આઝાદ...આઝાદ...હેલો..હેલો...પ્લીઝ મારી સાથે વાત કર.. હેલો..” આઝાદ બોલ્યો, “હેલો સ્વાતિ કેમ છો? જમી લીધું? બા-બાપુજીને કેમ છે?” સ્વાતિ ગુસ્સામાં બોલી, “મારો અવાજ સાંભળીને લાગે છે કે હું ઠીક છું? મારો કોલ કેમ નહતો ઉપાડતો? મારી કાઈ ચિંતા છે તને કે મને શું થતું હશે?” આઝાદ બોલ્યો, “સોરી સ્વાતિ, થોડો કામમાં હતો વળી ફોનમાં ચારજિંગ પણ ન હતું.” સ્વાતિ કહે, “ક્યાં છો તું? તને કાઈ થયું નથી ને? વિષ્ણુકાકા ક્યાં છે? મને સાચું કે જે. મારી આગળ જૂઠું બોલ્યો છે ને તો હું તારી સાથે વાત નહીં કરું.”

આઝાદ બોલ્યો, “રિલેક્સ સ્વાતિ, યાર થોડો શ્વાસ તો લઈ લે. એક સાથે આટલા બધા સવાલ? તું મારી અને મેજર સાહેબની ચિંતા ન કર. અમે ટૂંક સમયમાં ત્યાં આવી જશું. અને હા જ્યારે હું ત્યાં આવીશ ત્યારે જ તને કોલ કરીશ. કારણકે આ લોકો મારી બધી વસ્તુ જપ્ત કરી લેવાના છે.” સ્વાતિ કહેવા લાગી, “આઝાદ તે એમની શરત માની તો નથી લીધી ને?” આઝાદે કહ્યું, “હા પણ તું ચિંતા ન કર બધું સારું થઈ જશે. ઘરે કાઈ આ વિશે વાત ન કરતી.” સ્વાતિ હવે પરિસ્થિતિને સમજી ગઈ હતી. તે બોલી, “સારું આઝાદ. આપણા જેવા નસીબ. પણ હું કદી વિષ્ણુકાકાને માફ નહિ કરી શકું.”

આઝાદે એ સાંભળી પૂછ્યું, “સ્વાતિ તું આમ શા માટે બોલે છે?” સ્વાતિ બોલી, “એમને બોલું જ ને. એમના લીધે જ આ બધું થયું છે. એ કાટમાંડું ન ગયા હોત તો આવું ન થાત.” આઝાદ કહેવા લાગ્યો, “સ્વાતિ આ બધું તું ચિંતામાં બોલશ. હંમેશા યાદ રાખજે સત્યનો માર્ગ હંમેશા કાંટાળો હોય છે. અને આ માર્ગ હંમેશા બલિદાન માંગે છે. એટલે આ બધું તો થવાનું જ હતું. આમાં મેજરસાહેબનો કોઈ દોષ નથી. ફરી આવી વાત ક્યારેય ન કરતી. સારું ફરી વાત થશે તો કરશું. બાય ધ્યાન રાખજે.”

સ્વાતિ કહેવા લાગી, “હા તું જરા પણ ચિંતા ન કરતો. આઝાદ જ્યારે તું મારી સાથે વાત પૂરી કરે છેને ત્યારે મને એક દુઃખ હંમેશા રહે છે.” આઝાદ પૂછવા લાગ્યો, “કેવું દુઃખ સ્વાતિ? જે હોય એ મને જણાવ.” સ્વાતિ બોલી, “દુઃખ મને એ વાતનું રહે છે કે જ્યારે તું મારી સાથે વાત કરે છે ને ત્યારે મારા કાન જે સાંભળવા માંગે છે એ તો કદી તારા મોઢેથી નીકળતું નથી. મને એ સમજાતું નથી કે હું કારણ વગરની એ શબ્દોની રાહ જોઈ રહી છું કે પછી એ શબ્દો હું સાંભળી શકીશ.”

આઝાદને હવે સ્વાતિની વાત સમજવી ખૂબ મુશ્કેલ થઈ ગઈ હતી. તે કહેવા લાગ્યો, “સ્વાતિ હમણાંથી તું આવી વાતો કેમ કરે છે? હવે તું મારા સમજની બહાર છો. પ્લીઝ, મને જણાવીશ કે તને થયું છે શું? અચાનક આવી નાઝુકતા તારામાં ક્યાંથી આવી ગઈ?” સ્વાતિએ જવાબ આપ્યો, “આઝાદ એ તો મને પણ નથી સમજાતું કે મને શું થઈ ગયું છે. પણ કંઈક તો થયું છે. સારું તારું ધ્યાન રાખજે. હું તારી રાહ જોઇશ. હું તને હંમેશા મારી આંખ સામે જોવા માંગુ છું. અને હા મારી વાત પર ધ્યાન ન આપતો. તારા મિશન પર ધ્યાન આપજે. બાય સી યુ સુન.”

આઝાદ માટે આ બધું નવું જ હતું. કોઈએ અત્યાર સુધી તેના પ્રત્યે આટલી લાગણી નહતી ધરાવી. કદાચ તો તે સ્વાતિની દરેક વાતને સમજતો હતો અને કદાચ તે સ્વાતિની વાતને સમજવા માંગતો જ નહતો.

બીજો દિવસ થયો. આઝાદ પાસેથી તેની બધી વસ્તુ લઈ લેવામાં આવી. જુગનુએ મેજર સાહેબને બોલાવી આઝાદ સાથે આખરી મુલાકાત કરાવી. આઝાદને સામે ઉભો જોઈ મેજર સાહેબ આઝાદને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા, “આઝાદ મને વિશ્વાસ હતો જ કે મારો સાવજ મને લેવા આવશે જ.”(તેમની આંખમાં આંસુ આવી ગયા) આઝાદ કહેવા લાગ્યો, “મેજરસાહેબ તમે ઠીક તો છો ને?” મેજર બોલ્યા, “હા હું ઠીક છું. પણ આઝાદ આપણા દેશ કરતા મારો પ્રાણ એટલો બધો મૂલ્યવાન નથી કે તું મને બચાવવા આ લોકોની વાત માને છે. તું આ કામ ન કર. ભલે મને ગમે એ થાય. હું નથી ચાહતો કે એક દેશભક્તની ગણતરી દેશદ્રોહીમાં થાય.”

આઝાદ કહેવા લાગ્યો, “મેજરસાહેબ, હીરાને ક્યાં ખબર હોય છે કે તેનું મૂલ્ય કેટલું છે? બસ, મારા દિલમાં થયું કે તમારો જીવ એ મારી જવાબદારી છે. તો આવી ગયો તમને લેવા. મેજર સાહેબ મારી જેવા તમને ઘણા મળી જશે પણ તમે એક જ પીસ છો. માટે એ જોખમ ન લેવાય. બસ હવે મને તમારા આશીર્વાદની જરૂર છે. હું બધું સારું કરી નાખીશ. હંમેશા એક સૈનિક દેશને ગર્વ અપાવીને જ મરે છે. સાહેબ હું પણ એમ જ મરીશ.” મેજર સાહેબ ફરી આઝાદને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા, “આઝાદ મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. મને પૂરો વિશ્વાસ છે કે તું જે કરીશ એનાથી દેશને ભલું થશે. ભગવાન તારી રક્ષા કરે.”

આઝાદ મેજર સાહેબના આશીર્વાદ લઈ પોતાના મુકામે પહોંચવા સજ્જ થઈ ગયો. રશિયન માફિયા તેને ભારત છોડવા સાથે આવ્યા. તેમણે આઝાદને પોતાના ડ્રગ્સની જગ્યાના સરનામાં આપી દીધા. તેમણે આઝાદને કહ્યું કે તેનું કામ પૂરું થતા તે મેજર સાહેબને છોડી દેશે.

આઝાદે સરનામાનું લિસ્ટ જોયું તો તેમાં સાત જગ્યા હતી. તેમાં મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, ચેન્નઈ, ઉત્તર પ્રદેશ, કોલકતા અને દિલ્હી હતા. આઝાદ સાથે ગેંગનો એક માણસ પણ હતો જેનું કામ ટ્રક ચલાવવાનું અને ચેકપોસ્ટ પર પોલીસને સંભાળવાનું હતું.

સૌ પ્રથમ આઝાદે અમદાવાદ પસંદ કર્યું. અમદાવાદમાં પેલો માણસ આઝાદને ડ્રગ્સના ઠેકાણે લઈ ગયો. એ જગ્યાએ પહોંચી ટ્રકમાંથી દસ પેટી ઉતારી. આઝાદને ડ્રગ્સ જોવાની ઈચ્છા થઈ તેણે પેટી તોડી જોયું તો તે નવાઈ પામી બોલ્યો, “આ શું સેંટો ફ્રેશ ચવીંગમ!” ત્યાં પેલો માણસ બોલ્યો, “હૈ મિસ્ટર ઇંટ ઇસ નોટ ચવીંગમ. ઇટ્સ ઇસ હાઈ કવોલિટી ડ્રગ્સ. ઇટ ઇસ ફેમસ ફોર લુક લાઈક આ સેંટો ફ્રેશ ચવીંગમ. ઇટ ઇસ સો ફાસ્ટ ફોર ડ્રગ એડીકસન.(આ સેંટો ફ્રેશ ચવીંગમ નથી. આ ઊંચી ગુણવત્તાના ડ્રગ છે. જે સેંટો ફ્રેશ ચવીંગમ જેવા દેખાવ માટે પ્રખ્યાત છે. આ લત લગાવવામાં ઝડપી છે.)

એ માણસની વાત સાંભળી આઝાદના મનમાં કઈક ખીચડી પાકવા લાગી. તે મનોમન હસવા લાગ્યો અને તેણે એક પ્લાન બનાવી નાખ્યો. તે પેલા માણસની સામે જોર જોરથી રડવા લાગ્યો. એ જોઈ પેલો બોલ્યો, “હૈ ડુડ વોટ વોઝ વરોંગ વિથ યુ?” આઝાદે રડવાનું બંધ કર્યું અને બોલ્યો, “આઇ એમ સો સેડ. કેન યુ હેલ્પ મી બરો?”(હું ખૂબ દુઃખી છું. તમે મારી મદદ કરશો?) પેલો મૂળ તો માણસ જ હતો. તેને ખબર હતી કે આઝાદ હવે પાછો હટશે નહિ. તેને ન છૂટકે ડ્રગ્સ સપ્લાઈ કરવા પડશે. તેથી તે કંઈપણ ચાલાકી નહિ કરે. તેથી તે બોલ્યો, “સ્યોર. આઇ કેન હેલ્પ યુ. બુટ ડોન્ટ ટ્રિક વિથ મી. અધરવાઇઝ આઈ વિલ કિલ યુ.”(જરૂર. હું તારી મદદ કરીશ. પણ મારી સાથે ચાલાકી ન કરતો નહિતર હું તને મારી નાખીશ.)

આઝાદે પેલા માણસને મદદ કરવા મનાવી લીધો. અને પછી પોતાની યુક્તિ અજમાવતા પેલા માણસને કહ્યું....

To be continued......

Thanks for reading