Hu Tari rah ma - 3 in Gujarati Fiction Stories by Radhika patel books and stories PDF | હું તારી રાહ માં - ૩

Featured Books
Categories
Share

હું તારી રાહ માં - ૩

(આગળ જોયું.... ઓફિસમાં જે Interview ગોઠવવામાં આવે છે. તેમાની એક ઉમેદવાર પેલી છોકરી જ હોય છે જે મેહુલને છેલ્લા થોડા દિવસથી મનમાં વસી ગઈ હોય છે.

મેહુલની Request થી પંકજભાઈ જે ઓફીસના બોસ છે તે પેલી છોકરીને Job આપી દે છે. Interview પછી પેલી છોકરી નો Introduction Office ના બીજા Employee જોડે કરાવવામાં આવે છે.

પંકજભાઈ ના મોઢેથી પહેલી વાર પોતાની ‘સ્વપનપરી’ નું નામ સાંભળી મેહુલ ખુશ થઈ જાય છે. ‘ રિદ્ધિ ‘ પોતાની ‘સ્વપનપરી’ નું નામ છે આ જાણી મેહુલ તેની સાથે વાત કરવા આતુરતા દર્શાવે છે. પરંતુ વાત કરી નથી શકતો. આમ ને આમ વિચારમાં દિવસ પુરો થઈ જાય છે... હવે આગળ...)

સવારના 7 વાગ્યાના ટકોરે તો આજ મેહુલ ઉઠાડિયા વગર જ જાતે ઊઠી ગયો. અચાનક આવેલા આવા બદલાવને જોઈને મેહુલ ના મમ્મી રમાબેન તો જાણે દંગ જ રહી ગયા. મેહુલ આજ કઈક વધારે જ ખુશ જણાતો હતો એ રમાબેન એ Mark કર્યું.

પહેલા જે મેહુલ દસ વાર ઉઠાડવા છતાં ન ઊઠતો એ આજ એક પણ અવાજ વગર આમ જ ઊઠી ગયો હતો. આમ વિચારતા રમાબેન રસોડામાં નાસ્તો બનાવવાની તૈયારી કરવા લાગ્યા.

“ચાલ મમ્મી, જલ્દી થી નાસ્તો ને લગાવી દે, મારે ઓફિસમાં જવા માટે મોડુ થાય છે.” મેહુલ બોલ્યો

મેહુલનો અવાજ સાભળતા રમાબેન પાછું વળી ને જુવે છે તો મેહુલ આજ દરરોજ કરતાં કઈક અલગ જ તૈયાર થયેલો જણાય છે બ્લેક Cargo પેન્ટ રેડ હાફ સ્લીવ ટી-શર્ટ હાથમાં Fastrack ની વોચ, દૂધ જેવો સફેદ ચહેરો, આંખો માથી સાફ છલકતી એક અજીબ ખુશી હોઠ પર આછું સ્મિત તેની સુંદરતા માં વધારો કરતું હતું.

“વાહ ભાઈ, શું વાત છે? આજ તો એકદમ Smart Hero લાગી રહ્યા છો, કાઇ નવિનમાંતો નથી ને?” રૂપલ (મેહુલ ની બેન) બોલી.

“ઓય તું હવે વધારે બોલે છે હો, મમ્મી આને કઈક કહે ને... કઈ કામ-કાજ તો કરતી નથી ને મારા લોહી પીવે છે, સવાર સવાર માં; મેહુલે પણ થોડું ચિડાતા (મસ્તીમાં) બોલ્યો.

“એય રૂપલ તું આમ છેડે નહીં હો, મારો દિકરો હવે મોટો થઈ ગયો છે, હવે એ તૈયાર થઈ ને કોઈ Girlfriend ને નહીં બતાવે તો ક્યારે બતાવશે?” રમાબેન પણ મેહુલની મજાક કરતાં બોલ્યા.

“ શું મમ્મી તું પણ ? મેહુલ શરમાતા બોલ્યો અને બધા હસી પડીયા.

“ ચાલ મમ્મી હવે હું જાવ છું મને ખરેખર ખુબજ મોડુ થાય છે ઓફિસએ જવામાં,” પરોઠાનું છેલ્લું બટકું પૂરું કરતાં મેહુલ બોલ્યો.

“ હા હા જા જલ્દી તારી રાજકુમારી તારી જ રાહ જોતી ઊભી હસે” રૂપલે ફરી મજાક કરતાં કહ્યું.

“ જા ને હવે પાગલ...” રૂપલના માથા પર ટાપલિ મારતા કહ્યું અને જલ્દી ઓફિસ જવા માટે નીકળી ગયો.

આમ તો ઓફિસનો ટાઇમ 9:30 નો હતો પણ આજ મેહુલ 9 વાગ્યે જ ઓફિસ પહોચી ગયો હતો.

પંકજભાઈ ઓફિસ પર પહેલીથી જ હાજર હોય પરંતુ દીવાબતી કરવાનું કામ મેહુલ નુ જ રહેતું તેથી મેહુલ એ પહેલા આવીને દીવાબતી કર્યા અને પછી પંકજભાઈ પાસે ઓફિસમાં ગયો.

થોડી કામકાજની વાત કરી બૅન્ક Transaction નું આજનું વર્ક સમજાવી પંકજભાઈએ બન્ને માટે ચા મગાવી.

મેહુલે એ જોયું તો અજુ ઘડિયાળમાં 9:20 થઈ હતી અને તેના ચહેરા પર સાફ કોઈના આવવા માટેની રાહ વરતાઈ રહી હતી.

પંકજભાઈ છૂપી રીતે આ બધુ નિહાળી રહ્યા હતા ઓફિસ વહેલું આવવું, પહેલા કરતાં કઈક અલગ લાગવું ચહેરા પરની ખુશી પર થી જણાતું હતું.

પંકજભાઈ એ પણ મેહુલની મસ્તી કરતાં સ્વર માં કહ્યું,” તો મેહુલ આજથી Overtime શરૂ ને? યાદ છે ને કાલની આપણી ડીલ? આમ તો તું વધારે Boar નહીં થા કેમ કે તારી સાથે બીજું પણ કોઈ Overtime કરશે અને હા હું એ તેને પણ સમજાવી દઇશ આ બધુ”.

“ શું યાર પંકજભાઈ તમે પણ ? એક તો મમ્મી અને બહેન પણ સવારના મારી મજાક કરે છે. અને હવે તમે પણ શરૂ કરી દીધું?” મેહુલ શરમાતા બોલ્યો.

“ તો શું તે ઘરે પણ આ વાત કરી દીધી?” પંકજભાઈ પ્રષ્નાથે સ્વરે બોલ્યા.

“ અરે નાના હજુ તો હું ખુદ ગભરાયેલો છું મને ખુદને સમજ નથી પડતી કે મારે શું કરવું? શરૂવાત ક્યાથી કરવી? પણ હા એક વાર નક્કી છે કે હું રિદ્ધિ ને બધુ જણાવીશ અને એ તેનો જવાબ મળશે પછી જ હું ઘરે કઈક જણાવીશ.” મેહુલે એકી સ્વાસે પોતાના દિલની વાત કહી દિધી.

પંકજભાઈએ પણ મેહુલ સાથે સમંત થતાં કહ્યું , ” હા તું ઠીક વિચારી રહ્યો છે મેહુલ પહેલા તું રિદ્ધિને આ વાત જણાવ અને આમ પણ આ વાત જાણવાનો સોથી પહેલો હક રિદ્ધિ નો જ બને છે”.

“ પણ તું તેને જણાવીશ ક્યારે અને કઈ રીતે? તે કઈ વિચાયું છે આ બાબતમાં? પંકજભાઈ એ ફરી પ્રષ્નાથે સ્વર માં મેહુલ સામે જોતાં બોલ્યા.

“પંકજભાઈ સાચુ કહું તો મને અત્યારે તમારા આ પ્રષ્નનો જવાબ ખબર જ નથી કેમ કે મારી હાલત હું ખુદ જાણું છું.” મેહુલ બોલ્યો.

“ કેમ એવો તે વળી તને શું Problem છે કહે તો ખરો હું પણ તો જાણું.” પંકજભાઈ એ કહ્યું.

“ રિદ્ધિ જ્યારે મારાથી દૂર હોય છે ત્યારે હું તેના જ વિચારોમાં ડૂબેલો હોવ છું. તે મળશે તો શું વાત કહીશ શું કહીશ શું બોલીશ આની તૈયારી ઓ હું મનમાં જ કરતો હોવ છું પરંતુ એ જ્યારે મારી સાથે વાત કરે ત્યારે મારી જીભ ખબર નહીં ઊપડતી જ નથી જાણે મોઢું એકદમ સિવાય જ જાય છે.” મેહુલ થોડો ચિતીત થતાં બોલ્યો.

“ કાલ પણ એવું જ થયું હતું જયારે તે મિટીગ રૂમમાં આવી મને થયું તેની સાથે બેસીને ધણી બધી વાતો કરુ પરંતુ જ્યારે તમે મારી ઑળખાણ કરવી હું માત્ર મારા નામ સિવાય આગળ કઈ બોલી જ ન શક્યો.” મેહુલ ફરી પોતાની વ્યથા જણાવી.

“ થાય મિત્ર આવું જ થાય જ્યારે કોઈ કોઈના સાચા પ્રેમમાં હોય ત્યારે અને ખરી વાત કહું તો હું પણ તારી ભાભીને જોવા ગયો હતો ત્યારે મારી પણ આ જ હાલત હતી.” પંકજભાઈ મેહુલને થોડું હસાવવાના આશયથી બોલ્યા.

ઘડિયાળમાં 9:45 થવા આવી હતી અને બધા Employee પણ એક પછી એક આવવા લાગ્યા હતા. પરંતુ એ નહોતી આવી જેની મેહુલ ક્યારનીય રાહ જોઈ રહ્યો હતો. મેહુલ એ ફરી ઘડિયાળમાં જોયું.

“ એ 10:30 એ આવશે મે તેની આ સમય આવ્યો છે ઓફિસ આવવાનો.” પંકજભાઈ મેહુલ ને સબોધતા બોલ્યા.

“પણ 10:30 વાગશે ક્યારે?” મેહુલથી ઉતાવળ માં જ બોલી જવાયું.

“ બસ હવે થોડી જ વારમાં આંખ બંધ કરીને ખોલ એટલે 10:30 થઈ જશે.” પંકજભાઈ મેહુલની મજાક કરતાં બોલ્યા.

“મેહુલ રીતસર શરમાઇ જ ગયો અને પોતાના રોજના કામમાં લાગી ગયો.10:15 થવા આવી હતી ઘડિયાળ માં. મેહુલને આ 15 મિનિટ 15 જનમ જેવી લાગી રહી હતી. ખરેખર આટલો સમય ધીમે ચાલશે તેના જીવનમાં તેણે કલ્પના પણ નહોતી કરી. પણ તે અંદરથી ખૂબ જ ખુશ હતો કે તેને ઇરછા મુજબ તેના જીવનમાં હાલનુ પરિવર્તન આવ્યું છે. અને રિદ્ધિ ને રોજ સવારે જોઈને કામની શરૂઆત થાશે આ વાતને લઈને તો મેહુલ ખૂબ જ ઉતેજીત હતો. પરંતુ શું તે રિદ્ધિ સાથે વાત કરી શકશે? આજ વાતથી તે મનોમન મુજવણમાં હતો “ જે થશે તે જોયું જશે ” આમ વિચારૉ કરી મેહુલ કામમાં મન લગાવવાના યર્થ પ્ર્યત્ન કરી રહ્યો હતો.

મેહુલ સ્ટાફ રૂમ ઓફિસમાં પોતાનું વર્ક કરી રહ્યો હતો ત્યાં જ પાછળથી છમ...છમ...છમ... જાંજરીનો શુરીલો અવાજ આવ્યો મેહુલને ઓળખતા જરા પણ વાર ન લાગી કે આ રિદ્ધિ જ છે. એ પાછળ જોયા વગર જ મુસ્કાઈ રહ્યો હતો.

“Excuzmee Can you Please Tell Me... પંકજભાઈ ની ઓફિસ કઈ બાજુ છે?” રિદ્ધિ નો અવાજ મેહુલના કાન સુધી પહોચ્યો.

મેહુલ પાછળ વળી ને કઈક બોલવા જતો હતો પણ તે માત્ર રિદ્ધિ ને જ જોઈ રહ્યો. રેડ પંજાબી સલવાર અને ઉપર વ્હાઇટ શોર્ટ કુર્તિ ના Combination માં આજ તે અપ્સરાની કોઈ Compititor જેવી લાગી રહી હતી. મેહુલ તો બસ તેને જોતો તો જોતો જ રહી ગયો.

“ હલો... શું તમે મારી મદદ કરી શકશો જણાવવામાં કે પંકજભાઈ ની ઓફિસ ક્યાં છે?” તેણે ફરીથી મને એજ લહેકમાં પરંતુ પહેલીથી થોડા મોટા અવાજમાં કહયું.

“ રિદ્ધિ ના પ્રશ્નથી મેહુલ તંદ્રામાથી બહાર આવ્યો અને અચાનક જ શરમાઇ ણે નીચે જોઈ ગયો ફરી તે પોતાને રિદ્ધિ સાથે વાત કરવાની તૈયારી સર તૈયારી કરે છે. પરંતુ આ વખતે પણ એ માત્ર પંકજભાઈ ની ઓફિસ તરફ ઈશારો કરીને જણાવી દે છે તેનાથી આનાથી વધુ કઈ જ બોલી શકાતું નથી.

“ Oh....! God આ શું થાઈ છે મને? શા માટે હું આનું પાગલપન કરું છું? અને એ પણ એની સામે જેની સામે મારે આગળ વાત કરવી ખાસ જરૂરી છે. પ્લીજ God મારી Help કરજો.

રિદ્ધિ ના જવા પછી મેહુલ પોતાની જાતને જ કહી રહ્યો હોય છે.

ફરીથી મેહુલ પોતાની જાતને રિદ્ધિ સામે જવા માટે તૈયાર કરે છે. પરંતુ હવે પંક્જ્ભાઈની ઓફિસ માં ક્યાં બહાના સાથે પ્રવેશ કરવો એમ મનોમન વિચારી રહ્યો હોય છે અચાનક જ મેહુલ ને કઈક વિચાર આવે છે અને તે પંકજભાઈની ઓફિસમાં જાય છે.

પંકજભાઈ રિદ્ધિને ઓફિસનું બધુ કામ સમજાવતા હોય છે ત્યાં જ મેહુલ આવે છે.

“ સર, મારે થોડું બેન્ક માટેનું કામ હતું તો થોડા Documents માટે આવ્યો છું.” મેહુલ એ ઓફિસમાં આવવાનું કામ જણાવ્યુ.

“ આવ મેહુલ આવ કામ તો થતું જ રહશે તું બેસ અમારી સાથે, હું હમણાં રિદ્ધિને તારુ જ કહેવાનો હતો બધુ ” પંકજભાઈ મેહુલની સામે જોઈ બોલ્યા.

ત્યાં તો મેહુલ ગભરાઈ જ ગયો કે વળી ક્યાક પંકજભાઈ બધી વાત ના કરી દે તો સારું? શું એટલે શું કહેવાના હતા મારા વિશે તમે એમને?મેહુલ એ થોડા ગભરાયેલા સ્વરમાં કહ્યું.

“અરે એ તો હું એમ કહેતો હતો કે, રિદ્ધિ આ મેહુલ ઓફિસનું મોટા ભાગનું કામ અને ખાસ કરીને બેન્કનું બધુ જ કામ સંભાળે છે. પંકજભાઈ એ ચોખવટ કરતાં કહ્યું.

“ અને મેહુલ જો એક દિવસ પણ ન હોય તો ઓફિસનું અડધું કામ અટકી જાય.” પંકજભાઈ ફરી વખત મેહુલના વખાહ કરતાં બોલ્યા.

“ એટલે જો તારે કઈ પણ કામ હોય કે તને કોઈપણ વસ્તુ ન સમજાય કામમાં કે કોઈપણ વસ્તુની જરૂરિયાત હોય તો તું મારા સિવાય મેહુલને પણ જહાવી શકે છે.” પંકજભાઈ એ રિદ્ધિને સમજાવતા કહયુ.

રિદ્ધિ એ એક આછું સ્મિત મેહુલ તરફ કર્યું.

મેહુલએ પણ થોડું ગભરાતા પણ આ વખતે Full Confidence થી વાત કરવાની શરૂવાત કરી,

તમને કોઈપણ કામમાં કોઈ Qustion કે Quiry લાગતી હોય ત્યારે મને જણાવી શકો છો હું મારાથી બનતી મદદ કરીશ.

“ થેંક્યું સો મચ.” ફરીથી રિદ્ધિ એ સસ્મિત મેહુલનો આભાર વ્યક્ત કરતાં કહયુ.

“ચાલ મેહુલ તે હવે મદદ કરવાનું કહી જ દીધું છે તો હવે આજ થી અત્યારથી શરૂવાત કરી દે અને રિદ્ધિ ને પોતાનું Working Place બતાવી દે.” પંકજભાઈ એ મેહુલ ને રિદ્ધિ ને પોતાની સાથે લઈ જવા ઈસારો કર્યો.

“ મેહુલ અને રિદ્ધિ બને ઓફિસની બહાર નીકળે છે અને મેહુલ રિદ્ધિ ને પોતાનું Working Place બતાવે છે અને જોઇતી માહિતી આપીને બેન્કના કામ માટે નીકળી જાય છે.

મેહુલ બેન્ક તરફ જતાં રસ્તામાં પણ રિદ્ધિના જ વિચાર ક્યોં જતો હોય છે. મેહુલ અત્યારે હવામાં ઊડી રહ્યો હોય છે.

બેન્કના કામ પુરા કરીને ઓફિસ એ આવતા મેહુલને બપોરના 2 વાગી જાય છે. રિદ્ધિ ત્યારે લંચ બ્રેક માટે ઘરે જતી રહી હોય છે. પછી મેહુલ પણ લંચ બ્રેક માટે ઘરે નીકળી જાય છે.

અડધી એક કલાકમાં તો મેહુલ જમીને ઓફિસે આવી જાય છે. પરંતુ એ ભૂલી ગયો હોય છે, તે પોતાના કામમાં લાગી જાય છે ત્યાં થોડીવારમા મિલન આવી પહોચે છે.

“ મિલન, ચાલ મને આ પાર્સલ ને પેકિંગ કરાવવામાં મદદ કર આપણે Pc ની Delivery આપવાની છે.” મેહુલ બોલ્યો.

મિલન - મેહુલ બંને Computer અને બીજી Accesaries ના પેકિંગ માં Busy હતા ત્યાં થોડીવાર માં રિદ્ધિ પણ ઓફિસએ આવી પહોચી. ઓફિસનો પહેલો દિવસ હતો કઈ ખાસ કામ ન હતું એટલે રિદ્ધિ થોડીવાર બેઠી પછી તેણે ધીરેથી મેહુલને પૂછ્યું,” હું કામ કઈ Help કરું પેકિંગમાં”?

મેહુલ રિદ્ધિ સામે જોઇને થોડું શરમાતા “ અરે ના તમે બેસો ને, અમે બન્ને છીએ થઈ જશે.”

“ પણ મારે આજે કઈ ખાસ કામ નથી અને આમ પણ હું એકલી બેઠી Bour થાવ છું.” પ્લીજ મને થોડી Help કરવા દો.” રિદ્ધિ થોડું હસીને બોલી.

“ Ok તો ચાલો તમે પેલો ટેપનો રોલ લઈને બોક્ષ માં ટેપ લગાવવા માડો.” મેહુલે એ રિદ્ધિ ને કહ્યું.

હવે મેહુલને રિદ્ધિ સાથે વાત કરવામાં ખચકાટ નહોતી થાતી અને થોડી ઘણી કામસર વાતો પણ થઈ જાતિ આથી તે ખુશ હતો.

પાર્સલ પેકિંગ પછી મેહુલ અને મિલન Pc Setup માટે ગયા. ત્યાં તેમને આવતા સાંજના 8 થઈ ગયા હતા બધા Employee જવાની તૈયારી કરી રહ્યા હતા. રિદ્ધિ પણ જવાની તૈયારી કરી રહી હતી.

હાસ જતાં પહેલા એકવાર ચહેરો જોવાઈ ગયો આમ વિચારી મેહુલ મનોમન ખુશ થતો હતો.

“ હા ભાઈ, હવે તો તને એને જોયા વગર જમવાનું પણ ગળે નહીં ઉતરે કેમ.....?” મિલન મેહુલ ની હવે તો વાતે વાતે મજાક કરી લેતો.

બધાજ Employee ઘરે નીકળી ગયા હતા પંકજભાઈ મિલન અને મેહુલ ત્રણેય ઘરે જવા સાથે જ નીકળતા.

આજ મેહુલ થાકેલો હતો તેના ચેહરા પર અજીબ રોનક છવાયેલી હતી. ઘરે આવી જમીને થોડીવાર મિત્રો સાથે બહાર નીકળી ગયો.

અને હવે તો વધારે ખુશી થતી મેહુલને તે જગ્યા પર બેસવા જવામાં કેમ ન થાય? તેની ‘પરી’ નું ઘર પાસે હતું ત્યાં.....પરંતુ આ વાતથી રિદ્ધિ બિલકુલ અજાણ હતી.

સમય થતાં મેહુલ ઘરે આવી રાબેતા મુજબ બેડ પર સૂતા કાનમાં Earfone લગાવી ગીતો સાભળતો હતો... કાલ શું થશે એના વિચાર માં...

હા.... કાલ... એજ કાલ જેની હવે મેહુલ દરેક રાત્રે બેશબરીથી રાહ જોઈ રહેતો.

તો મિત્રો આપણો હીરો હવે તેની હિરોઈનને એટલે કે રિદ્ધિ ને મનોમન ચાહવા તો લાગ્યો જ છે પરંતુ તે રિદ્ધિ ને જણાવવામાં સફળ થશે? અને કઈ રીતે તેને જણાવશે? જોઈશું આવતા અંક માં..... અને હા અપના અભિપ્રાય આપવાનું ચુક્સો નહિ. ત્યાં સુધી રાધિકા પટેલ ના સૌ વાંચક મિત્રો ને જય શ્રી કૃષ્ણ.

www.radhikapatel8121996@gmail.com

(ક્રમશ:)