Kismat Connection - 10 in Gujarati Fiction Stories by Rupen Patel books and stories PDF | કિસ્મત કનેકશન , પ્રકરણ ૧૦

Featured Books
Categories
Share

કિસ્મત કનેકશન , પ્રકરણ ૧૦

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.

પ્રકરણ ૧૦

સવાર સવારમાં નીકીના હોસ્ટેલના રૂમની બહાર કોઈ નોક કરી રહ્યું હતું. ગઈકાલે રાતે મોડા સુધી રીડીંગ કરવાને લીધે નિકીને હજુ પણ ઉંઘ આવી રહી હતી. આળસ મરોડતા મરોડતા તેણે રૂમનો દરવાજો ખોલ્યો અને વહેલી સવારમાં વિશ્વાસને પોતાની હોસ્ટેલ પર જોઈ નીકી સરપ્રાઈઝ થઇ ગઈ

બગાસું ખાતા ખાતા નીકી બોલી, “અરે વિશ્વાસ ! શું વાત છે ? વહેલી સવારમાં અહીં ?”

“ગુડ મોર્નિગ નીકી.”

“ગુડ મોર્નિગ.”

નીકીની આંખો હજુ પણ ઘેરાયેલી હતી તેને જોઈ વિશ્વાસ બોલ્યો, “આંખો તો ખોલ.”

“એક મીનીટ. અહીં બેસ. હું ફ્રેશ થઈને આવું છું.” નીકી વિશ્વાસને રૂમમાં બેસાડી વોશરૂમમાં ગઈ.

નીકી ફટાફટ ફ્રેશ થઈને રૂમમાં આવી અને ટોવેલથી ફેશ લુછતા લુછતા બોલી, “ કેમ આટલી વહેલી સવારે. શું થયું.”

“બસ એમ જ.”

“ગુડ મોર્નિગ તો ફોન પર પણ કહી શકાય ને વિશ્વાસ” નીકી હળવી સ્માઈલ કરતાં બોલી.

“કેમ મારે આવી રીતે ના આવી શકાય ?”

“અરે આવી શકાય. પણ.. ગુડ મોર્નિગ કહેવા ?”

“ના બે નીકી. શું તું પણ .મને તારી યાદ આવી એટલે.”

નીકી વિશ્વાસની આ વાત સાંભળી ફરી સરપ્રાઈઝ થઇ ગઈ અને વિશ્વાસની આંખોમાં જોઇને બોલી, “મારી યાદ..હ્મ્મ્મ ..”

“અરે એ ડોઢ. પાછી ફિલ્મી ના બનીશ.”

વિશ્વાસનો બદલાતા મુડને જોઈ નીકી બોલી “ઓકે. તો પછી આવવાનું કારણ .. એ પણ આટલી વહેલી સવારે”

“કારણમાં એવું છે કે મારે મારા મટીરીયલમાંથી એક નોટ્સ જોઈએ છે, જો તારે જરૂર ના હોય તો હું લઇ જઉં.”

“હા. પણ હું તને આજે તારી હોસ્ટેલ નોટ્સ અને મટીરીયલ આપવા આવવાની જ હતી. મેં કાલે લેટ નાઈટ રીડીંગ કરીને બધું ફીનીશ કરી લીધું છે. તું બધું મટીરીયલ લઇ જા.”

“ઓકે.”

“થેન્ક્સ વિશ્વાસ.”

“ફોર વોટ?”

“અરે આટલી ડીટેલમાં નોટ્સ આપવા માટે યાર.”

“અરે નીકી ! આમાં થેન્ક્સ ના કહેવાય. તું મારી ફ્રેન્ડ છે યાર. કેટલી વાર તને આ યાદ કરાવવું પડશે.”

“ઓકે ઓકે. પણ તને મારો આ ડાયલોગ મોઢે થઈ ગયો છે.” નીકી હસતાં હસતાં બોલી રહી હતી.

“તું જલ્દીથી મને નોટ્સ અને મટીરીયલ બેગમાં પેક કરી આપ એટલે હું નીકળું.”

“અરે બહુ ઉતાવળ છે તને.”

“નીકી, મારે હજુ ચા નાસ્તો પણ બાકી છે. નોટ્સની ઉતાવળમાં ..”

“હા યાર. તારા માટે નોટ્સ, સ્ટડી પહેલા. કદાચ તું રાતે વિચારોમાં ઉંઘી પણ નહી ગયો હોય.” નીકી મજાક કરતા બોલી.

“શેના વિચારોમાં ?”

“અરે યાર ! નોટ્સની વાત કરું છું.”

“તો ઠીક. પણ તને ખબર કેવી રીતે પડી.”

નીકીએ મારેલું ગપ્પું સાચું નીકળ્યું એટલે નીકીએ ફરી પાછુ ધીમે રહીને પુછ્યું, “ખરેખર વિશ્વાસ, તું રાતે સુઈ નહોતો ગયો ?”

“હા..ના. એમ નહીં.”

“અરે શું હા અને ના. સીધો જવાબ આપ. કન્ફયુઝ ના કર.”

“એટલે, આખી રાત નહી પણ મોડી રાત સુધી ઉંઘ નહોતી આવી.”

“ઓકે.”

“પણ તને ખબર કેમની પડી ?”

“એ ..તો , તારી આંખની નીચે બ્લેક ડાર્ક સર્કલ જોઇને મને એવું લાગ્યું.” નીકી ગપ્પું મારતાં બોલી ગઈ.

“ઓકે. એમ વાત છે.”

“વિશ્વાસ, તું થોડી વાર રાહ જુએ તો હું પણ તૈયાર થઈને આવી જઉં. આપણે સાથે ચા નાસ્તો કરવા જઈએ.”

“ક્યાં જઈશું.”

“ચા તો હોસ્ટેલની કેન્ટીનમાં સારી મળે છે અને ઘરનો નાસ્તો તો મારી પાસે છે.”

“ઓકે. તો હું આ મટીરીયલ લઇ નીચે કેન્ટીનમાં તારી વેઈટ કરું છું. તું જલ્દી નીચે આવી જજે.”

“ઓકે.”

વિશ્વાસ હોસ્ટેલની કેન્ટીનમાં જઈને નીકીની રાહ જોતો બેઠો હોય છે ત્યારે તેને તેની નોટ્સ યાદ આવે છે એટલે તે બેગમાં શોધતો હોય છે. બેગમાંથી એક ચિઠ્ઠી વિશ્વાસના હાથમાં આવી જાય છે. વિશ્વાસ ચિઠ્ઠી રીડ કરે છે તેમાં એક શેર લખ્યો હતો.

‘ફક્ત એક જટકો કાફી ને પૂરતો છે મુહબ્બતમાં,

બાકીના નવ્વાણું ટકા ખર્ચી નાંખ હિમતમાં.’

- મરીઝ

વિશ્વાસે મરીઝ સાહેબનો આ શેર બે ત્રણ વાર રીડ કરી લીધો. તેણે પોતાના માટે એક ચા મંગાવી અને ચા પીતા પીતા ફરી રીડ કર્યું. વિશ્વાસને કવિતા, ગઝલ, શેરમાં બહુ રસ નહી પણ મરીઝ સાહેબનું નામ સાંભળેલું. તે વિચારતો હતો કે આ શેર મારા મટીરીયલમાં કેવી રીતે આવ્યો. તેણે થોડું વિચારી કરી ફરી એક ચા મંગાવી અને પાછુ રીડ કર્યું. ચા પીતા પીતા તેને ચિઠ્ઠીના હેન્ડ રાઈટીંગ નીકીના જ છે તેની ખાત્રી થઇ ગઈ.

હવે ફરી પાછો વિચારવા માંડ્યો કે, નીકીએ આ ચિઠ્ઠી આ બેગમાં કેમ મુકી હશે ? આ ચિઠ્ઠી મોકલવાનો મતલબ શું ? શું આ મને જ મોકલી હશે ? તેના મનમાં શું ચાલતું હશે ?

નિકીને દુરથી આવતાં જોઈ તેણે ચિઠ્ઠી તેના પોકેટમાં મુકી દીધી. નીકીએ આવતાં સાથે જ ટેબલ પર બેગમાંથી બહાર મટીરીયલ અને ચાના બે ખાલી કપ જોયા અને બોલી, ”બસ ને એકલાં એકલાં ચા પી લીધી અને એ પણ બે કપ.”

“ના એમ નહીં.”

“તો આ ખાલી કપ અને ટેબલ પર મટીરીયલ. અહીંજ રીડીંગ કરી લઈશ કે તારી હોસ્ટેલ પણ જઈશ ..”

“મેં ચા મંગાવી હતી અને મને એમ તું જલ્દી આવી જઈશ પણ તારે બહુ વાર થઇ એટલે તારી અને મારી ચા હું પી ગયો.” વિશ્વાસ ખોટું ખોટું હસીને બોલી રહ્યો હતો.

“અરે રે .. હું નાસ્તો લાવાનો તો ભુલી જ ગઈ. તો હજુ તારે ચા પીવી છે ? તો હું નાસ્તો લઇ આવું.”

“ના ના હવે નહી પણ તારે ચા પીવી ..”

“હું તો માત્ર ચા જ પી લઈશ. મને નાસ્તો નથી કરવો.”

નીકીએ ચા મંગાવી ફટાફટ પી લીધી પણ વિશ્વાસના મનમાં ચિઠ્ઠીના વિચારો ચાલુ જ હતાં. તેણે પોતાના ગુસ્સા પર કાબુ રાખી સમય આવે આનો ખુલાસો કરવાનું મન બનાવી લીધું.

“વિશ્વાસ .. વિશ્વાસ.” નીકી વિચારમાં ખોવાયેલ વિશ્વાસને કંઈ કહી રહી હતી.

નીકીએ વિશ્વાસના ખભે હાથ મુક્યો ત્યારે તેની તંદ્રા તુટી અને બોલ્યો, “કેમ બુમો પાડે છે ?”

“તું સવાર સવારમાં શેના વિચારોમાં ખોવાઈ ગયો છે. તું સાંભળતો નથી એટલે બુમો જ પાડવી પડે ને.” નીકી ઉતાવળા સ્વરે બોલતી હતી.

વિશ્વાસે પોતાના ખભેથી નિકીનો હાથ ખસેડી બોલ્યો, “કંઈ નહિ પણ હવે તારું આજનું શું પ્લાનીગ છે ?”

“પ્લાનીગમાં તો એવું છે કે, હું હવે કોલેજ વહેલા જઈને લાયબ્રેરીમાં જવાની છું. મારે એક બુક્સ લેવાની છે અને થોડી નોટ્સ પણ લખવી છે એટલે.”

“ઓ..હો . સ્ટડી માટે આટલી સીરીયસ.”

“અરે યાર તે તો કાલે કહ્યું હતું એટલે અને મારે પણ ફસ્ટ ક્લાસ લાવવાનો છે તારી જેમ. તારી પાછળ ને પાછળ હું પણ ..”

“ક્યાં પાછળ ?”

“અરે રીઝલ્ટમાં તારી પાછળ. બીજે ક્યાંય નહીં.”

“હું તો મજાક કરતો હતો.” વિશ્વાસ હસીને બોલતો હતો.

“યાર તું ક્યારે મજાક કરે અને ક્યારે સીરીયસ થઇ જાય એ સમજવું બહુ અઘરું છે.” નીકી ગંભીર સ્વરે બોલી રહી હતી.

“મને બહુ સમજવાની જરૂર નથી. સ્ટડી નોટ્સ ને સમજવાની જરૂર છે.”

નીકી ચા પીને ઉભી થઇ અને મટીરીયલ બેગમાં ભરાવતા વિશ્વાસને બોલી “હા સ્ટડી પહેલા અને તારું મટીરીયલ ચેક કરી લીધું ને.”

“હા.”

“બરોબર ચેક કર્યું ને.”

નીકીની આ બરોબર વાળી વાતથી વિશ્વાસને ફરી પાછી ચિઠ્ઠી યાદ આવી ગઈ. પણ તે કંઈ બોલ્યો નહીં. માથું હલાવી જવાબ આપ્યો. તે બંને હોસ્ટેલ બહાર નીકળ્યા.

“મટીરીયલની બેગ મુકી કોલેજ આવું છું નીકી.” વિશ્વાસ બોલ્યો.

“હા. મળીએ કોલેજમાં. બાય” નીકી પણ કોલેજ જવા નીકળી ગઈ.

નીકી કોલેજ જતાં રસ્તામાં વહેલી સવારે વિશ્વાસનું હોસ્ટેલ પર આવવું, કેન્ટીનમાં બે કપ ચા પી જવી, વિચારોમાં ખોવાયેલ વિશ્વાસ વિશે વિચારતી હતી.

વિશ્વાસ પણ સવારે હોસ્ટેલમાં બનેલી ચિઠ્ઠીવાળી વાત પર હજુ વિચારતો હતો અને જલ્દીમાં જલ્દી સમય આવે તેની પર ચર્ચા કરવાનું વિચારતો હતો.

પ્રકરણ ૧૦ પુર્ણ

પ્રકરણ ૧૧ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.