"तू कितनी अच्छी हैं,
तू कितनी भोली है,
प्यारी प्यारी हैं,
ओओओओ माँ...
ओओओओ माँ...."
"મા" શબ્દ મગજ માં આવતા જ મને જે ગીતની કડિ યાદ આવી તે અહીં કંડારી દીધી. કદાચ સંસાર ના દરેક સંતાન માટે પોતાની માતા આ ગીતની દરેક કડીને સાર્થક અને સાબિત કરતી એકમાત્ર વ્યક્તિ છે. હા, ચોક્કસ આમાં અપવાદ પણ હોઈ શકે અને હોવાના જ.
શું કહું હું, શબ્દો જ નથી મારી પાસે એક મા નુ વર્ણન કરવા માટે.....
'મા' જ એક એવી વ્યક્તિ છે જે કોઇપણ ઉમરે તમને બાળક હોવાનો અહેસાસ કરાવી શકે, એ મા જ હોય છે જે પૂરા નવ માસ એક જીવને પોતીની કોખ માં જતનથી રાખે છે અને એટલા માટે જ એક સંતાન ને એની મા થી વધુ કોઇ જાણતુ નથી.
મા, બહેન, સખી શિક્ષક, સલાહકાર, દોસ્ત બની ને રહે છે માતા. આ ઉપરાંત અમુક કિસ્સામાં પિતા ના હોય તો માતા-પિતા બંનેની ફરજ કેવી સુંદર રિતે હસતા મોઢે પૂર્ણ કરે છે એ મારી સગી આંખે જોયેલુ અને અનુભવેલુ છે, ત્યારે ઈશ્વરના આ શ્રેષ્ઠ સર્જન ને આપોઆપ વંદન થઇ જાય છે.
"મા" શબ્દ મગજ માં આવતા જ મને જે ગીતની કડિ યાદ આવી તે અહીં કંડારી દીધી. કદાચ સંસાર ના દરેક સંતાન માટે પોતાની માતા આ ગીતની દરેક કડીને સાર્થક અને સાબિત કરતી એકમાત્ર વ્યક્તિ છે. હા, ચોક્કસ આમાં અપવાદ પણ હોઈ શકે અને હોવાના જ.
શું કહું હું, શબ્દો જ નથી મારી પાસે એક મા નુ વર્ણન કરવા માટે.....
'મા' જ એક એવી વ્યક્તિ છે જે કોઇપણ ઉમરે તમને બાળક હોવાનો અહેસાસ કરાવી શકે , એ મા જ હોય છે જે પૂરા નવ માસ એક જીવને પોતીની કોખ માં જતનથી રાખે છે અને એટલા માટે જ એક સંતાન ને એની મા થી વધુ કોઇ જાણતુ નથી.
મા, બહેન, સખી શિક્ષક, સલાહકાર, દોસ્ત બની ને રહે છે માતા. આ ઉપરાંત અમુક કિસ્સામાં પિતા ના હોય તો માતા-પિતા બંનેની ફરજ કેવી સુંદર રિતે હસતા મોઢે પૂર્ણ કરે છે એ મારી સગી આંખે જોયેલુ અને અનુભવેલુ છે, ત્યારે ઈશ્વરના આ શ્રેષ્ઠ સર્જન ને આપોઆપ વંદન થઇ જાય છે.
પાપા… મેરે પાપા
દરેક વ્યક્તિ ના જીવનમાં મા નુ જેટલુ મહત્વ હોય એટલુ જ મહત્વ પિતા નુ પણ રહેવાનુ જ. અમુક કિસ્સાઓ મા તો એક બાપ સવાયી મા બનીને રહે છે. ફકત પિતા જ નહી પરંતુ "મા" ની ફરજ પણ બખૂબી નિભાવે છે. જગતના આવા દરેક જનકનખ મારા વંદન. આવા પુરુષો ને જોઈને તેમની પ્રત્યે મને માન થઇ આવે છે.
એક પિતા એક પુરુષ શું નથી કરતો પોતાના પરિવાર માટે. પોતાના પરિવાર માટે જ તો એ તનતોડ મહેનત કરી રુપિયા કમાઈ લાવે છે. મજૂરીકામ થી લઈને કોઈપણ ખ્યાતનામ કંપની ના સી.ઈ.ઓ. સુધી લઈ લો તેઓ પોતાના પરિવાર માટે જ મહત્તમ પૈસા કમાવા ની ઈચ્છા રાખે છે. મજૂરીકામ કરીને રૂપિયા રળવાના હોય કે પછી કોઈપણ ઉચ્ચ હોદ્દા પર બેસીને તેમા પુરુષ નો પોતાનો ઓછો ને પરિવાર નો વિચાર વધુ હોય છે અને હોવો જ જોઇએ. આખો દિવસ લમણાઝીક કરિ, બોસની કીચકીચ સાંભળી, પેન્ડિંગ કામ પતાવવાની હડબડાહટ માં રહેલ સ્ત્રી કે પુરુષ જયારે ઘરે જવાનો સમય થાય છે ત્યારે ઘરે જવાના વિચારમાત્રથી તે ખુશીથી નાચી ઉઠે છે કારણ??? તેનો પરિવાર ઘરે તેની પ્રતિક્ષા કરતો હોય છે...આનાથી રૂડું બીજું શું હોઈ શકે...
મેં ક્યાંક વાંચ્યું હતું કે જે માણસનું તેમના ઘરમાં હસીને સ્વાગત થતું હોય તે દુનિયાનો સૌથી ભાગ્યશાળી માણસ છે. આમ સ્ત્રી વગર પુરુષ અને પુરુષ વગર સ્ત્રી બંને અધૂરા છે. તેથીજ ભગવાને મા-બાપનું સર્જન કર્યું હશે કેમકે ઈશ્વર દરેક જગ્યાએ, દરેક જીવનું ધ્યાન નથી રાખી શકતો. તેથીજ આપણે ઇશ્વરના આ સર્જનની કદર કરવી જ રહી...
હું આ લેખ લખી રહિ છું એ પહેલાં "મા" વિષય પર ગણી ના શકાય તેટલા પુસ્તકો , લેખો પ્રકાશિત થઈ ચૂકયા છે અને આ પછી પણ સૃષ્ટિ નું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી લખાતા રહેવાના છે, પરંતુ એક પિતા કે પુરુષ પર આ બાબતે અન્યાય થયો છે.આ લેખ લખવાનો મારો ઉદ્દેશ્ય મારિ લાગણીઓને, મારા વિચારોને તમારી સમક્ષ મૂકવાનો છે. એક નાનકડો પ્રયાસ છોકરાઓ ની આંખો ખોલવા માટે, પોતાના મા-બાપને વૃધ્ધાશ્રમમાં ના મોકલવા માટે, એમની બિમારીથી મો મચકોડીને દુર ભાગવાના બદલે પ્રેમ અને હુંફ થી એમની પડખે ઊભા રહે એ માટે. જો એમના છોકરાઓ ને જરાક સરખી શરદી થાય તો પણ કેવા રઘવાયા થઈ ને ડૉક્ટર પાસે દોડી જાય છે તો એજ કહેવાતા માતા-પિતા એ કેમ ભૂલી જાય છે, કે જયારે એ બાળક હતા ત્યારે તેમના માતા-પિતા જે અત્યારે વૃધ્ધ છે, અશક્ત છે તેઓ તેમની માંદગી વખતે રાતોના ઉજાગરા કરિને તેમની સંભાળ રાખતા હતા અને હવે આજે જ્યારે એ વૃધ્ધ લાચાર મા-બાપને તેમની જરૂર છે, તેમના પ્રેમ ,હૂંફ ,લાગણી અને સમયની જરૂર છે ત્યારે આવા "so cold" સંતાનો માટે સમય જ નથી !!!! ખરેખર તો આવા સંતાનો અભાગીયા હોય છે કે જેઓ પોતાના વૃધ્ધ મા-બાપના છેલ્લા વર્ષોમાં તેમની સાથે "Quality time" માણી શકતા નથી, અથવા તો માણવા ઈચ્છતા જ નથી કેમકે એ બિચારાઓને ખરેખર "Quality time" નો મતલબ કદાચ ખબર નહીં હોય, એમને ખબર નહીં હોય કે એકવાર આ નશ્વર દેહ છોડ્યા પછી તેમના મા-બાપ કયારેય પાછી નહીં આવે, રહી જાશે ફક્ત એમની યાદ અને સાથે આપણે કરેલા ખરાબ વર્તનની કોરી ખાતી કડવાશ. એ મા-બાપ કયારેય એમની માથે હાથ ફેરવવા કે વ્હાલ કરવા નહીં આવે જેમને આ દુનિયામાં તેઓ જન્મ્યા હતા ત્યારે તેમની સામે પાસે જોયા હતા, અનુભવ્યા હતા એવા એમના "વ્હાલા સોયા મા-બાપ" ( ખરેખર જીવતા હતા ત્યારે વ્હાલા હતા???) હવે આ દુનિયામાં હયાત નથી અને જ્યારે હયાત હતા ત્યારે પોતે શું "Available!!!" હતા એમની માટે (પોતાની જાતને પૂછી જોજો... )
***