દ્રષ્ટિ; અસ્તિત્વની ખરી અનુભૂતિ
મેહુલ ડોડીયા
ટૂંકી વાર્તા વિશે.....
આ વાર્તાનું શિર્ષક દ્રષ્ટિ વાંચતા જ આમ તો પ્રશ્ન થતો હશે કે દ્રષ્ટિ એ શીર્ષક વાર્તાના નાયિકા નું નામ છે કે પછી તેમનો બીજો અર્થ પણ નીકળતો હશે. હા આ વાર્તાની નાયિકાનું નામ પણ દ્રષ્ટિ છે અને બીજા અર્થમાં પણ દ્રષ્ટિ શીર્ષક આપવા પાછળનું કારણ પણ છે. ખરેખર અત્યારે ૨૧મી સદી એટલે આધુનિક યુગ ચાલે છે પરંતુ આપણા આટલા વિકાસ માં આપણે ક્યાંક ને ક્યાંક વિક્ટોરિયા યુગમાં રહેતા હોય તેવો એહસાસ થાય છે. સ્ત્રી માટે આપણે ઘણા બધા કાયદા કાનૂન બનાવિયા છે, સરકાર ઘણા બધા પોસ્ટર બનાવે છે અને જાહેર જગ્યા પર મૂકે છે છતાં પણ આપણે તે સૂત્ર ને અમલ કરતા નથી આપણે એવું સમજીએ છીએ કે સૂત્રચાર, પોસ્ટર કે જાહેરાતો કરીને આપણે સ્ત્રી ઉપર થતા અત્યાચારો ઓછા થઇ ગયા હોય તેમ માનીયે છીયે, શું ખરેખર અત્યાચાર થતા ઓછા થયા છે ? ધર્મ, જ્ઞાતિ, જાતિ, સ્ત્રી પુરુષ અને બધા જ પુસ્તકો આપના દ્વારા જ રચાયેલી છે છતાં પણ અમુક એવી પુસ્તકો ઉપર આપણે માણીયે છીયે તથા આપણા અંગત જીવન માં ઉતારીએ છીયે. આવું કેમ ? આ વાર્તામાં એક કરતા વધુ સ્ત્રીની વાત કરી છે આ માત્ર દ્રષ્ટિ કે તેમના મમ્મી ની જ વાત નથી પરંતુ સ્ત્રીની સંપૂર્ણ જાતિ ની વાત છે. સ્ત્રી ના બાળપણ થી લઇને લગ્નજીવન સુધી એક સ્ત્રી કેવી રીતે પલ પલ મરતી હોય છે તેમનો આછેરો પ્રકાશ પાડવાની કૈશીશ કરી છે. એવું નથી કે હું નારીવાદી છે (Feminist) હું પણ એક પુરુષ જ છું મને પણ મારુ સ્વાભિમાન ગમે જ છે, પરંતુ હું એમ વિચારું છું કે મારુ સ્વાભિમાન એ સર્વશ્રેષ્ઠ તો સ્ત્રી નું સ્વાભિમાન કેમ નહીં..? આશા છે આપણે આ ટૂંકી વાર્તા ગમશે.....
- મેહુલ ડોડીયા
***
ભાગ - ૧
આજ મારી લાડકવાઈ નો જન્મદિવસ હતો. આજ મારી રાજકુમારી એવી મસ્ત તૈયાર થઈ કે જાણે આકાશમાંથી અપ્સરા મારા આગણે આવી હોય. બધા જ મહેમાનો નવી નવી ભેટો લઈને મારા ઘરે પોંહચી ગયા હતા. ત્યાં જ મારી રાજકુમારી તેના રૂમમાંથી નીચે આવી. તેના દરિયાના મોજાની જેમ ઉછળતા વાળ, ગુલાબપર્ણ જેવા તેના હોઠ, કોઈ ઘટાદાર વૃક્ષ અને તેમાં પણ ફળ આવયા હોય તેવો ગુલાબી લાંબો અને તારા જડેલો તેમનો ડ્રેસ, તેની જાજરનો જનકાર આવતાવેંત જ બધાની નજર ચોરી લીધી. ગુલાબના ફુલ ની જેમ મારા આંગણમાં સુગંધ પ્રસરાવતી નીચે ઉતરી. મારી રાજકુમારી ને આવા વેશમાં જોતા મારી આંખમાંથી આસુ સરી પડિયું, ત્યાં જ મારી કુંવરી આ આસું જોઈ ગઈ. મારી પાસે આવી ને તેના કુમળા હાથ મારા આસું લુછતા કેહવા લાગી
'ડેડી કેમ તમે મારા જન્મદિવસ પર રડો છો.? Sorry ડેડી મને ખબર છે મારા જન્મદિવસ પર તમારે ઘણો ખર્ચ થયો છે તેમનું તમને દુઃખ છે ને..?'
આટલું સાંભળતા જ મને થઈ આવીયું કે વાહ કુદરત તો જો... હજુ પોતાની જાતે જમતા પણ નથી શીખી ત્યાં કેવડી મોટી વાત કરે છે. શું કોઈ બાપ પોતાના સંતાનો માટે કોઈ દિવસ પૈસાની ગણતરી કરે ખરો..? હું વિચારોમાં ખીવાયેલો હતો ત્યાં તે ફરીવખત મારા ગાલ પર ટપલી મારતા કહીયું.
'ડેડી.... ડેડી.... ક્યાં ખોવાઈ ગયા...? હા, હું જાણું છું તમારી પાસે પૈસા નોહતા છતાં મારી જીદને પૂર્ણ કરી. Sorry ડેડી હવે ના રડોને પ્લીઝ.. ચલો હું મોટી થઈને લગ્ન કરીશ ને ત્યારે હું આપના પાઇ પાઇ ના પૈસા ચૂકવી દઈશ. તમે હિસાબ ત્યાર રાખજો હો.. પ્લીઝ તમે ના રડો...'
મારી અને નાનકવાઈની વાતો સાંભળી ને મહેમાનો આશ્ચર્યચકિત થઇ ગયા. મારી દિકરીને સમજાવતા મેં કહીયું,
'ના બટા. એવું ના હોય હું કોઈ દુઃખથી નથી રડી રહિયો. મારી આંખમાં ફુગો ફૂટતાની સાથે કશું આંખમાં જતું રહિયો છે તો તેને કારણે મારી આખમાથી આંસુ વહી રહયા છે. તારા જન્મદિવસનો પ્લાન અમે પહેલેથી જ કરી રાખીયો હતો પણ અમારે તને સરપ્રાઇઝ આપવી હતી એટલે પૈસાનું બાહનું આપીયુ હતું, મારી રાજકુમારીનો જન્મદિવસને હું જ ન મનાવું..!!'
ત્યાં જ તે ફરી બોલી ઉઠી
'ડેડી હું તમને સમજુ છું હો, હું કોઈ બાળક નથી કે આમ કહો એટલે હું માની લઉં.'
ફરી મેં તને સમજાવતા કહીયું
'બેટા... તું કેમ નથી સમજતી..? સાચે જ મારો અને તારા મમ્મીનો આ પ્લાન હતો..'
ત્યાં જ તેમની મમ્મી આવી પોંહચી અને દ્રષ્ટિ (મારી પુત્રી) કેક કાપવા બોલાવી.. કુંવારબાઈ કેક કાપી અને પહેલું જ બટકું લઈને મારી તરફ દોડી...
મેં કહીયું : 'બેટા પહેલા તારા મમ્મીને ખવડાવ..'
તો કહે : 'ના હો પહેલા મારા ડેડી'
મેં કહીયું : 'જો તે તારી પાસે ઉભા છે ખવડાવ ને પહેલા મને કે તેમને બધું સરખું જ છે ને..!'
તો કહે : 'કેમ ડેડી હું પારકી થાપણ કેહવવું એટલે તમે ના પાડો છો ને સાચી વાત છે પાપા ખોટી માયા ન બંધાય મારી જોડે.'
કેવા નિરહ્દયતા થી કહી દીધું ...!!!
મેં કહીયું : 'ના મારા દીકરા.. કોણે કહીયું તું પારકી થાપણ કેહવાય..?'
તેને કહીયું : આ બધા કહે જ છે કે દીકરી તો પારકી થાપણ કેહવાય, સાપનો ભારો કેહવાય.. વહેલા કે મોડું મારે તમને બધાને છોડી ને જવું જ પડશે જ ને.. '( વિચારતા કહીયું )
મેં પ્રતિઉત્તર આપીયો :
'તને કોઈ એમ ના કહીયું કે દીકરી તો તુલસી નો ક્યારો કેહવાય..? તને તો ક્યાં મારા થી દૂર થવાનું જ નથી, તું તારા સપના પુરા કર ને મારા આંગણને આવી જ રીતે ઉજ્વલિત કર..'
નાસમજ માનસપણે કહીયું : 'ડેડી તો ગામ વાતું કરશે અને ગામ તો વાતું કરવા તત્પર હોય છે, અને મારા ડેડીની કોઈ ઉંધીચિતી વાતો કરે તે મને પસંદ નથી..?'
(મારા મુખે થી વાહ શબ્દ નિસરી પડ્યો..)
જોયું ને ડેડી તમે વાહ બોલિયાં એટલે એ વાત સાચી એમ ને
મેં કહીયું : 'ના બેટા એટલે તારો મારા પ્રત્યેના પ્રેમને જોઈને નિસરી પડ્યો. અને જો તારે ગામને દેખાડવા નથી જીવવાનું, તારે તારા મન ને ખુશ રાખવા જીવવાનું છે. ગામ જે કહે તે કેહવા દે તેનું તો કામ જ ખોદની કરવાનું છે..'
કુંવરી એ કહીયું :'તો તો હું મારા ડેડી નો સાથ ક્યારેય નહીં છોડું.... યે.. યે... I Love You ડેડી.....'
***
ભાગ ૨
એકવખત હું અને મારી દીકરી મંદિરે દર્શન કરવા ગયા. તે દિવસે કુંવારબાઈ એ જીન્સ અને ટોપ પહેરીયું હતું અને તેના વાળ પણ છુટા હતા. અમે મંદિર માં એન્ટર થયા ત્યાં તો મંદિરના સેવકો દ્વારા અમને એન્ટ્રી ના આપી તેને કહીયું કે 'જીન્સ અને ટોપ અને વાળ છુટા રાખેલી કોઈ સ્ત્રીને અમે મંદિરમાં એન્ટ્રી નથી આપતા.' આ સાંભળતા મારી દીકરીને ઘણું દુઃખ થયું. પણ તે ત્યારે કશું જ બોલી નહીં અને અમે બગીચામાં ફરી ને ઘરે પોહચીયા...
મારો અને મારી દીકરી નું મુખ જોઈને દ્રષ્ટીના મમ્મી સમજી જ ગઈ કે કશું તો ખોટું થયું છે. તેને મને પૂછીયું,
'શું થયું..? તમે મંદિરે ગયા હતા ને કેમ આમ મુખ લટકાવી ને પાછા આવતા રહયા...?'
મેં કહીયું : 'કશું જ નથી થયું.' (મુખ નીચે નાખીને કહીયું)
મારી પાસેથી સરખો જવાબ ન મળતા તે દ્રષ્ટી પાસે ગઈ અને દ્રષ્ટિને પૂછીયું તો દ્રષ્ટિ રડવા માંડી એટલે તેમના મમ્મી એ મને પૂછીયું "કેમ દ્રષ્ટિ રડે છે" પછી મેં ચોખવટ પાડી કે આજ અમે મંદિરે ગયા હતા ત્યાં તેમના સેવકો દ્વારા અમને એન્ટ્રી ના આપી. કેમ કે આજ મારી રાજકુમારી એ જીન્સ ને ટોપ પહેરીયું છે આજ દ્રષ્ટિ ના પાડતી હતી છતાં મેં તેને ફરજીયાત પહેરાવીયું. એટલે દ્રષ્ટિ ને થોડી વધુ ખોટું લાગીયું હશે. અમે બંને વાત કરતા હતા ત્યાં દ્રષ્ટિ દોડીને મને ચીપકી ગઈ અને દુસ્કાભરી ભરીને રડવા લાગી અને કહીયું,
'ડેડી શું અમે સ્ત્રીજાતિ ને પોતાની જાતે રહેવાનો કોઈ હક નથી..?'
મેં કહીયું : "ના એવું કાંઈ નથી જેવું તું વિચારે છે. બેટા તને ખબર છે અત્યારે સ્ત્રીજાતિને આગળ વધારવા સરકાર કેટલા પ્રયત્નો કરે છે, સ્ત્રીને ભારતમાં કેટલું મહત્વ અપાયું છે. તને ખબર છે તમારી પાસે ભારતના એક નાગરિક ના હક્કો તો ખરા જ બીજા કેટલા બધા હક્કો છે જે તમને લોકોને ખાસ પ્રકારના હક્કો આપવામાં આવયા છે. ભારતના બંધારણમાં..!"
(આ બધું જયારે કહેતો હતો ત્યારે તે શાંતિથી સાંભળતી હતી અને પછી ફરી તે પ્રશ્ન ઉઠાવીયો)
'ડેડી સરકાર તો અમને પુરેપુરો સપોર્ટ આપે જ છે તેમાં શંકાનું કોઈ સ્થાન નથી તો આપણો સમાજ કેમ સ્ત્રીને નીચ સમજે છે..?'
વાત પણ કુંવરી એ સાચી કહી હું વિચારે પડી ગયો કે હવે શું કહું..?
પછી મેં તેની વાત કાપતા કહીયું : 'બેટા જો ગામ છે ને...'
(મારી વાત બોલવા જતા જ તે બોલી ઉઠી)
"બસ ડેડી કેટલી વખત તમે મારી વાત કાપશો..? એ પહેલા પણ તમે મારી વાત કાપી નાખી હતી... અને આજે પણ...!!! ડેડી આજ મારા અવાજને ના દબાવતા.."
આજે તો દ્રષ્ટિના મમ્મી પણ દ્રષ્ટિ તરફ હતા. એટલે તેને પણ થોડું કહીયું..
'બેટા આપણે તો કેહવા પૂરતા હક્કો આપીયા છે ખરેખર તો બધા હક્કો, આપણી સ્વતંત્રતા, આપણા સપના, આપણું ચરિત્ર, આપણું તન, આપણું ધન બધું જ પુરુષોએ દબાવી રાખીયું છે. આપણે ગમે તેવા સારા કેમ ના હોઈએ તો પણ પુરુષો તો શંકા જ કરે, કોઈ સ્ત્રી કોઈ પણ જગ્યાએ જઇ પણ શકતી નથી કે મન મૂકીને કોઈ સાથે વાત પણ કરી શકતી નથી. અરે.. બેટા ક્યારેક ક્યારેક તો એટલી હદ સુધી જતા રહે છે કે તે HIV યૌન ટેસ્ટ પણ કરાવે છે. શું આપણે આપણી મર્યાદા ખબર નથી હોતી..? બેટા આ જ પ્રકારે આપણે પુરુષો પર શંકા કરીયે ને તો કા આપણું ઘર ભાંગે (છૂટાછેડા આપી દે) કા આપણી બોલતી બંધ કરાવી દે. (મારપીટ, દારૂ) આપણે જો ભણીયે તો પુરુષો ને બગાડીયે એવી વિચારધારા રાખે છે પુરુષો. બેટા તને ખબર છે ભારતમાં કોલેજ કરતી છોકરીના બળાત્કાર કેટલા થાય છે? તને ખબર છે ભારતમાં કેટલી બધી સ્ત્રીઓ પીડાય છે? કોઈ સાસુ સાસરાથી તો કોઈ દેવરથી તો કોઈ નણંદથી, અને જો એ બધા શાંતિ થી રહેતા હોય તો પતિપરમેશ્વર તો હોય જ અને જો બેટા આ સાસરની વાત જ નથી હો, જયારે માં-બાપ ના ઘરે હોય તો માં-બાપ કાકા-કાકી બધા જ આપણી ઉપર અત્યાચાર કરવા કોઈ બાકી નથી રાખતા. (નિસાસો નાખતા) ભારતના બંધારણમાં આપણે ખાસ પ્રકારના હક્કો આપીયા છે પરંતુ એ બંધારણની બુક ના પાનાં પીળા (અન્યાયો જોઈ જોઈને) થઈ ગયા છે એટલે તે હવે એક બંધ થયેલી ડાયરી સમાન છે તેનું અસ્તિત્વ તો છે જ પણ તેનું મહત્વ કોઈને સમજતું નથી'.
(હું પણ શું બોલું શરમના મારે નીચે મુખ નાખી ગયો.)
(દ્રષ્ટિના મમ્મી રડવા મંડિયા)
દ્રષ્ટિ તેના મમ્મી ને કહે : 'કેમ..મમ્મી આપણો શું વાંક.?'
'બેટા આપણે સ્ત્રી થઈને આવયા ને એ જ આપણી ભૂલ.'
ઘરનું વાતાવરણ અચાનક કોઈનું મરણ હોય તેવું શોકવાળું બની ગયું. હા હતું જ મોત અહીં, કોનું ? પુરુષોના ખોટા ખ્યાલનું અને સ્ત્રીના હક્કો નું તેમના સ્વાભિમાનનું....
દ્રષ્ટિ મારી પાસે આવી અને મારુ મુખ ઉંચુ કરીયું અને કહીયું ,
'મમ્મી તમે જે કહો તે, મારા ડેડી બીજા પુરુષો જેવા નથી. તે કોઈ દિવસ તમને કે મને કશું જ કહેતા નથી, તે આપણી બધી જ વાત માને છે, આપણે ઘણી મોઝ કરાવે છે, જે જોઈએ એ લાવી આપે છે, ડેડી તો ગામની વાતો પર વિશ્વાસ જ નથી કરતા તો શંકાની તો વાત જ નથી. હે... મોમ..પહેલા... ડેડી પણ આવી શંકા કરતા..? શું દાદા ને બા તમારા પર અત્યાચાર કરતા..? એટલે આપણે આજે કાકા કાકીથી દૂર રહીએ છીયે...?'
દ્રષ્ટિના મમ્મી એ કહીયું : '
'બેટા દેરાણી જેઠાણીનો પ્રોબ્લેમ તો બધાને હોય જ છે પણ દાદા-દાદી કોઈ દિવસ મને કાંઈ કહીયું નથી દેરાણી આવયા બાદ અને દાદા અને બા ના અવસાન બાદ કામ બાબતે ઝઘડો થતો પરંતુ તારા પાપા એ કોઈ દિવસ મને કહીયું નથી, પછી ઝઘડો દિવસે ને દિવસે વધતો ગયો. એટલે આપણે આ નવું ઘર લીધું અને અહીં આવી ગયા રહેવા. હું અને તું બંને ભાગ્યશાળી છીએ કે આપણે આવો સારો પુરુષ એક પતિ અને એક પિતા તરીકે મળીયા. એટલે જ દ્રષ્ટિ આજે હું મારા પગભર છું (દ્રષ્ટિના મમ્મી પોતાની ઈચ્છાથી નોકરી કરતા હોય છે)અને તું આજે આટલી રોક-ટોક વગરની જિંદગી જીવી રહી છે. ખરેખર બધા પુરુષો એ પોતાની વિચારધારા તારા પાપા જેવી કરવાની જરૂર છે. બસ એક સ્ત્રી તરીકે હું આટલું જ કહીશ કે અમારે હક્ક નામ નું આકાશ નથી જોતું અમારે સ્વતંત્રતા નામની પાંખ જોઈ છે, આકાશ તો અમે ગોતી જ લેશું. અમને અમારી મર્યાદા ખબર જ હોય છે..'
'એ...એ... ટાઈ.. ટાઈ... ફિશ (હસતા હસતા) ડેડીને કેટલું બધું સાંભળવું પડીયું. મારા ડેડી તો ગ્રેટ છે.'
(દ્રષ્ટિ એ બે મિનિટ માં ઘરનું વાતાવરણ સરખું કરી નાખીયું)
મેં કહીયું : 'હા મારી રાજકુંવરી, આ વસ્તુ સત્ય છે અને હા બેટા બધા આવા હોતા નથી, અમુક નાપાક ના હિસાબે બધા પુરુષો ને સાંભળવું પડે છે જો કે હવે ધીમે ધીમે પુરુષોમાં પણ હવે સુધારો આવવા માંડ્યો છે. બેટા એ જે હોય તે. life માં બીજાને ખુશ કરવા નહીં જીવવાનું, પરંતું આપણી જાતને ખુશ કરવા જીવવાનું.. જીવન એક વખત મળે છે બને તેટલી મોજ-મસ્તી કરવાની. પૈસા તો આજ છે ને કાલ નથી પરંતુ જિંદગી આજ છે ને કાલ નથી...'
દ્રષ્ટિ નારાજદગી દર્શાવતા કહીયું :
'ફરી મરવાની વાત શરુ કરી, ચાલો એ બધું મુકો પડતું ને આપણી ઈનોવા કાઢો. આજ આપણે પેલા હેમાલિયા મોલ પછી નીલમબાગ પેલેસ જશું.'
'સારું ચાલો જઈએ આપણે તમે તૈયાર થઈ જાવ. હું ગાડી કાઢું'
'હમ્મ.. ખાલી બહાર જ કાઢજો હો ચલાવતા નહીં, આજ હું ચલાવીશ ને તમે બેઠજો મારી પાસે દ્રષ્ટિ હસતા હસતા કહીયું'
'અરે.. કાંઈક ભટકાવી દઈશ તો..?' મેં કહીયું,
'તો તમને હું શું લેવા લઈ જાવ છું..?'
'હમ્મ...તો ચાલો હું કહીશ જેને ભટકાવી તેને મળો, હું તો શાંતિથી બેઠો છું. તો તું શું કરીશ.?' મેં રમુજ મિજાજ થી કહીયું,
'અચ્છા તો હું ગાડી મૂકીને ભાગી જઈશ.' દ્રષ્ટિ વાળ બાંધતા કહીયું.
'વાળ ખુલ્લા જ રાખને જીન્સ-ટોપ સાથે સારા લાગશે અને વાળ ઉડશે તો ઓર મસ્ત લાગશે.'
'You mean, you permit me to drive a car in city, યે... યે... મોમ હું ચલાવીશ કાર.... મઝા આવશે..'
ઉત્સુક થઈને તેના મમ્મીને કેહવા રસોડામાં ગઈ.
"બસ ભગવાન મને દરેક જન્મે દ્રષ્ટિ જેવી પુત્રી દે જે બીજું મારે કશું જ નથી જોતું...."
????????????????????????????????????????????????????????????????????
"દીકરા જો હોય કુલદીપક તો મારી દીકરી મારુ નાક,
દીકરો જો હોય હૃદય તો દીકરી મારો શ્વાસ,
દીકરો તો પલભર નો આંનદ જયારે દીકરી તો પળેપળનો નંદ,
ખરેખર નસીબદાર હોય છે જેને દીકરી હોય છે.."
મેહુલ ડોડીયા (MD)