The Murder - 5 in Gujarati Crime Stories by Dietitian Snehal Malaviya books and stories PDF | ધ મર્ડર 5

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધ મર્ડર 5

(આપણે આગળ ના ભાગ માં જોયુ કે મર્ડર કેસ વધારે જટીલ બનતો જાય છે. વિકાસ પછી દિશા ના એક્સ બોયફ્રેન્ડ આલુષ પર શંકા થતા અંગદ અને દીપક તેનો પીછો કરે છે પણ આલુષ ની ચાલાકી થી અંગદ ખરાબ રીતે જખ્મી થાય છે અને થોડા દિવસો ના આરામ પછી ફરી થી પોલીસ સ્ટેશન આવે છે, હવે આગળ..)

બપોર ના બે વાગ્યા હતા અને બધા કોન્સ્ટેબલ લંચ માટે ગયા હતા. અંગદ પણ જવા માટે વિચારી રહ્યો હતો ત્યાં જ તેને સુનિલ નો કોલ આવ્યો.

સુનિલ તેને કોલ કરી રહ્યા છે એ જોઈ ના અંગદ ને થોડી નવાઈ લાગી કારણકે એવુ બહુ ઓછી વાર બનતુ.

અંગદ એ કોલ રીસીવ કર્યો, “હા, સુનિલ..”

“સર, મારે તમને કંઈક કહેવુ છે , થોડુ અજીબ લાગી શકે તમને.. મેં એ વાત ની ખાતરી કરી છે પણ તમને કંઈ રીતે કહેવુ એ નથી સમજાતુ” સુનિલ નો અવાજ ધીમો અને હલતો હોય એવુ અંગદ ને સંભળાયુ.

“ શુ થયુ સુનિલ? તમારો અવાજ કેમ તમે ડરી રહ્યા હોય એવો લાગે છે?” અંગદ એ પુછ્યુ.

“ આ વાત તમારા ફા...” આટલુ બોલતા જ એક દુર્ઘટના નો મોટો અવાજ સંભળાયો અને કોલ ડીસકનેક્ટ થઈ ગયો.

“ હેલો... હેલો.. સુનિલ.. આર યુ ધેર?” અંગદ બેબાકળો બની ગયો હતો. એને કંઈક ખરાબ થયુ હોવા ની શંકા ઓ થઈ રહી હતી.

“ શુ થયુ સર?” દીપક એ પુછ્યુ.

“તારા ફાધર નો ફોન આવેલો. એ કંઈક કહેવાની કોશિશ કરી રહ્યા હતા અને અચાનક જ કોલ ડીસકનેક્ટ થઈ ગયો. કંઈક ખરાબ થયુ હોય એવુ મને લાગે છે.”

“ ડોન્ટ વરી સર, એ નાની બાબત માં પણ એમ ગંભીર થઈ જાય છે અને વધારે ચિંતા કરે છે, એ ફરી થી તમને હમણા જ કોલ કરશે” દીપક એ સ્માઈલ કરી.

“ હમ્મમ..”

15 મીનીટ પછી ફરી થી કોલ આવ્યો.

“.........”

“ ઓહહ... આ ક્યાં થયુ??”

“..........”

“ કઈ હોસ્પિટલ માં?”

“.........”

“ઓકે”, અંગદ એ કોલ કટ કર્યો.

“ દીપક, એમ.જી રોડ પર એક એક્સિડેન્ટ થયુ છે.. હીટ એન્ડ રન કેસ. એક પચાસ વર્ષ ના માણસ ને વાગ્યુ છે અને તેને સીરીયસ હાલત માં હોસ્પિટલ લઈ જવા મા આવ્યા છે.. આપણે ત્યાં જવાનુ છે” અંગદ એ દીપક ને કહ્યુ.

તેઓ હોસ્પિટલ પહોંચ્યા.. રીસેપ્શનીસ્ટ એ તેમને ICU સુધી નો રસ્તો બતાવ્યો જ્યાં એ માણસ ને એડમીટ કરવામાં આવ્યો હતો.

અંગદ અને દીપકએ એ માણસ ને ICU ના ડોર થી જ જોઈ લીધો...એ સુનિલ હતા !!

દીપક ની આંખો માથી આંસુ આવી ગયા હતા.

“ સર.. પ્લીઝ ટેલ મી.. આ મારા ફાધર નથી.. પ્લીઝ..” દીપક ખૂબ જ રડી રહ્યો હતો.

“દીપક તને શું કહુ સમજાતુ નથી, પ્લીઝ બી સ્ટ્રોન્ગ.. આપણે એને જરૂર બચાવી લઈશુ, એને કંઈ થશે નહિ.” અંગદ એ કહ્યુ.

ડોકટર ICU માંથી બહાર આવ્યા અને કહ્યુ, “ સોરી સર, અમે બહુ કોશિશ કરી પરંતુ મોડુ થઈ ગયુ.. એ હવે નથી રહ્યા..!!”

દીપક ત્યાં જ નીચે જમીન પર બેસી ગયો અને રડવા લાગ્યો, “ એ મને ઈન્સ્પેક્ટર તરીકે જોવા માંગતા હતા અને એ પહેલા જ એ મને છોડી ને જતા રહ્યા”.

એ અંદર એના પિતા પાસે ગયો. અંગદ માટે એને કંટ્રોલ કરવુ મુશ્કેલ થઈ ગયુ હતુ. તેણે પોલીસસ્ટેશન ફોન કરી ને આ ઘટના વિશે જણાવ્યુ.

ઘટનાસ્થળે હાજર રહેલા લોકો દ્વારા જાણકારી મળી કે એ ફોન પર સાઈડ માં ઊભા રહી ને વાત કરી રહ્યા હતા ત્યાં જ એક કાર ફૂલ સ્પીડ માં આવી અને એમને જોવા છતા તેણે કાર ઊભી રાખ્યા વગર તેના પર હાંકી મૂકી.

“ ઓહ.. એટલે કે કોઈ એ તેમને મારી નાખવાની જ કોશિશ કરી હતી!..” અંગદ ગણગણ્યો.

આ ઘટના ના થોડા દીવસ પછી દીપક પોલીસ સ્ટેશન આવ્યો. એ નોર્મલ દેખાઈ રહ્યો હતો. અંગદ સમજી શકતો હતો કે એ કઈ હાલત માંથી ગુજર્યો હશે!

ત્યાં જ એક પોલીસ કોન્સ્ટેબલ દોડી ને અંદર પહોંચ્યો અને બોલ્યો, “ સર, એ.પી પોલીસ એ આલુષ ને પકડી પાડ્યો છે અને એ તેને સ્ટેશન લાવી રહ્યા છે.”

“ ગ્રેટ!” અંગદ આ સાંભળી ને ખુશ થયો.

થોડા જ સમય માં આલુષ ને પોલીસસ્ટેશન માં હાજર કરવામાં આવ્યો. તેના હાથ બંધાયેલા હતા. અંગદ એ પોતાના કોન્સ્ટેબલ ને આલુષ ને લોક અપ માં લઈ જવા કહ્યુ અને અંગદ એ ફોર્મ માં સહી કરી કે એ.પી પોલીસ એ આલુષ ને આ પોલીસસ્ટેશન માં સોંપી દીધો છે.

એ લોકો ના ગયા પછી અંગદ તરત જ લોક અપ માં આલુષ પાસે ગયો, તે ખૂબ જ ગુસ્સા માં હતો.

“ તે દિશા ને શા માટે મારી ?? “ અંગદ નો મોટો અવાજ લગભગ સ્ટેશન માં બધા એ સાંભળ્યો.

આલુષ હળવુ હસ્યો.

“ તો તુ મને એટલે શોધી રહ્યો હતો કારણકે તને એવુ લાગે છે કે મેં એને મારી છે? “

“ મેં એને નથી મારી !!”

“ શુ? તુ શું કહેવા માંગે છે?” અંગદ એ ગુસ્સે થઈ ને પુછ્યુ.

“ ઓકે.. થોડી વાર વેઈટ કર.. મને પાણી નો ગ્લાસ આપ.. પછી હું શરૂઆત થી બધુ કહીશ.” તેણે કહ્યુ.

પાણી પીધા પછી આલુષ એ કહેવાનુ ચાલુ કર્યુ.

“ મેં એને નથી મારી, જ્યારે એના પેરેન્ટસ મૃત્યુ પામ્યા ત્યારપછી એ એના અંકલ ની ખૂબ જ નજીક આવી ગઈ હતી. એ જે પણ કહેતી એ વસ્તુ એના અંકલ એને અપાવતા. એ જ્યારે નાની હતી ત્યારે એ જાણતી નહોતી કે શા માટે એ ઢોંગી માણસ પોતાને એટલી સાચવી રહ્યો છે! .. એણે ધીમે ધીમે દિશા નો ફાયદો ઉઠાવી ને તેની સાથે સેક્સ્યુઅલ રીલેશનશીપ ચાલુ કર્યુ, એણે આ રીલેશન ઘણા સમય સુધી ચાલુ રાખ્યુ. એક વખત એની વાઈફ એ બંન્ને ને બેડરૂમ માં એ હાલત માં જોઈ ગયેલી ત્યાર પછી એણે દિશા ને ઘર ની બહાર કાઢી મુકવા ખૂબ જ દબાવ કર્યો એટલે દિશા તે લોકો થી અલગ રહેવા લાગી હતી.

ત્યારપછી એણે જોબ શોધવાની ચાલુ કરી, અને જોબ મેળવી પણ એને જે સેલેરી મળતી હતી એના દ્વારા એ જે લક્ઝરીયસ લાઈફ જીવવા માંગતી હતી એ જીવી શકતી નહોતી તેથી એણે ફરી થી પૈસા માટે એના અંકલ નો કોન્ટેક્ટ કર્યો.” આલુષ એ વાત કરતા કરતા થોડી વાર બ્રેક લીધી.

અંગદ અને દીપક આ બધુ સાંભળી ને ચોંકી ગયા હતા..

આલુષ એ ફરી થી કહેવાનુ ચાલુ કર્યુ.. “ એ ઈડીયટ ને એક સારો વિચાર આવ્યો હશે.. તેણે દિશા નો ઉપયોગ કરી ને તેના ઉપર ના ઑફિસરો ને ખુશ કરી ને પ્રમોશન મેળવ્યુ અને વધારે પૈસા ની લાલચ માં એણે દિશા ને એક ઊંચા લેવલ ની પ્રોસ્ટિટ્યુટ બનાવી દીધી. આ વસ્તુ ખૂબ જ ખાનગી માં થઈ રહી હતી. કોઈ આ વાત વિશે જાણતુ નહોતુ. દિશા રોજ તેના અંકલ ની ઑફિસ જતી. શરૂઆત માં પૈસા જોઈ ને એ ખુશ થઈ હતી પણ ધીમે ધીમે પોતે આ કામ દ્વારા જીવન માં ઘણુ બધુ ગુમાવી રહી છે એવુ તેને લાગવા માંડ્યુ હતુ.

તેણે તેના અંકલ ને આ કામ કરવાની ના પાડી દીધી.. એ જ સમયે અમે મળ્યા હતા અને એકબીજા ને ખૂબ જ નજીક થઈ ગયા હતા. એણે મને બધુ જ સાચુ જણાવી દીધુ હતુ. હું એને પ્રેમ કરવા લાગ્યો હતો એનો ભુતકાળ ભુલી ને અમે એક નવી શરૂઆત કરી ને મારા ફ્લેટ માં અમે આનંદ થી રહેવા લાગ્યા હતા.” આલુષ થોડી વાર ચુપ થઈ ગયો.

“ આગળ શું થયુ?” અંગદ જાણવા માંગતો હતો કે આલુષ જે વાત કરી રહ્યો છે એ કેટલી સાચી છે.

“ ખબર નહિ પણ થોડા સમય માં એ મને ફરિયાદ કરવા લાગી કે એને જરૂરિયાત જેટલા પૈસા નથી મળી રહ્યા. એ આટલા માં પોતાની ઊંચી લાઈફસ્ટાઈલ નથી જીવી શકતી, એને વધારે પૈસા જોઈતા હતા!

ત્યારબાદ હું એને મારી આખી સેલેરી આપી દેવા લાગ્યો હતો છત્તા તેને સંતોષ નહોતો. તે મને ખૂબ પ્રેશર આપવા લાગી હતી. મારે વધારે પૈસા ની ખૂબ જ જરૂરીયાત હતી. એ સમયે મેં એક ભુલ કરી.. મેં કસ્ટમર બેંક અકાઉન્ટ્સ માંથી પૈસા ચોરી કરવાનુ નક્કી કર્યુ. દિશા એ પણ મને મદદ કરી હતી. આવુ થોડો સમય ચાલ્યુ પછી એક દિવસ અચાનક તેઓ ફરિયાદ લઈ ને ફ્રોડ વિશે જાણવા આવ્યા ત્યારે દિશા મારૂ નામ આપી ને પોતે છુટી ગઈ.

મને એ વાત ગળે નહોતી ઉતરતી કે દિશા એ મારા વિશે ફરિયાદ કરી હતી છતા મેં એને મારા પ્રેમ ને અને સાથે વિતાવેલી સુંદર પળો ને ધ્યાન માં લઈ ને એને માફ કરી દીધી હતી, એને પણ પોતે આવુ કર્યુ એનુ ખૂબ જ ખરાબ લાગી રહ્યુ હતુ. એ મારી સામે તેની સાથે રહેવા માટે કરગરી હતી.

અમે દુબઈ જવાનુ વિચાર્યુ અને ત્યાં પણ આવા કામ કરી ને પૈસા મેળવવાનુ વિચાર્યુ.. પણ એ પહેલા તે હરામખોર.. તેના અંકલ એ તેને મારી નાખી. મને લાગે છે કે એ નહોતો ઈચ્છતો કે દિશા દુબઈ જતી રહે કારણકે જો એવુ થાય તો તે પોતાની જરૂરિયાતો પુરી કરી શકે એમ નહોતો.” આલુષ એ બધુ જ કહી દીધુ.

“ હમ્મ.. “ અંગદ એ કહ્યુ.

“ તો તુ મને જોઈ ને કેમ ભાગી રહ્યો હતો?”

“ મેં પૈસા માટે ઘણા ઓનલાઈન ફ્રોડ પણ કરી ને લોકો ને છેતર્યા હતા એટલે પોલીસ મને શોધી રહી હતી એટલે મને થયુ કે તમે મને અરેસ્ટ કરવા આવ્યા છો એટલે હું ભાગી રહ્યો હતો” આલુષ એ કહ્યુ.

“ તારી પાસે કોઈ સબુત છે કે તેં દિશા ને નથી મારી?” અંગદ એ ખાતરી કરવા માંગતો હતો કે આલુષ એ દિશા ને નથી મારી.

“ ના, મારી પાસે તો કોઈ સબુત નથી પણ તમે લોકો દિશા ના એ મૂર્ખ અંકલ પાસે જાવ અને ત્યાં તપાસ કરો. એની પાસે તમને તેણે જ ખૂન કર્યા હોવાના ઘણા સબૂત મળી રહેશે!” આલુષ એ કટાક્ષ માં કહ્યુ.

“કદાચ એ સાચુ પણ કહી રહ્યો હોય! આપણે તેના અંકલ ના ઘરે જઈ ને તપાસ કરવી જોઈએ” અંગદ એ વિચાર્યુ.

અંગદ ઊંડા વિચાર માં ખોવાયેલો હતો ત્યારે તેને એક કોલ આવ્યો. દીપક એ કોલ અટેન્ડ કર્યો. તે ન્યુઝ સાંભળી ને શોક થઈ ગયો હતો કે દિશા ના અંકલ નુ મૃત્યુ થયુ છે!

અંગદ તેની ટીમ સાથે દિશા ના અંકલ ના ઘરે પહોંચ્યો. તેઓ એ ત્યાં તેના અંકલ ની ડેડબોડી લોહી સાથે નીચે પડેલી જોઈ.

અંગદ એ એની એક્સપર્ટ ટીમ ને ફોટોઝ અને ફીંગરપ્રીન્ટ લેવા કહ્યુ. અંગદ એ નોકર તરફ નજર કરી. એ અલગ રૂમ માં ઊભો હતો અને ખૂબ ડરેલો લાગી રહ્યો હતો.

અંગદ એ તેને બોલાવ્યો અને પુછ્યુ, “ આ કઈ રીતે થયુ?”

“ મેં માર્યો એને” એક ગુસ્સાભર્યો અવાજ અંગદ ને પાછળ થી સંભળાયો. એક સ્ત્રી ની આંખ માથી આંસુ સરી ને તેના ગાલ પર આવી રહ્યા હતા એ અંગદ જોઈ શક્યો.

એ સ્ત્રી ચાકુ સાથે ઊભી હતી અને ચાકુ લોહી લુહાણ હતુ. એ જ આ મર્ડર નુ હથિયાર છે એવુ અંગદ ને લાગ્યુ.

એ સ્ત્રી ના વાળ, કપડા વ્યવસ્થિત નહોતા અને તે ખૂબ જ થાકેલી લાગી રહી હતી. એવુ લાગતુ હતુ કે મર્ડર પહેલા થોડી હાથાપાઈ થઈ હશે.

“ તમે કોણ છો? “ અંગદ એ નવાઈ પામી ને પુછ્યુ.

“ હું એની વાઈફ છુ અને મને આ વાત સ્વીકારતા પણ શરમ આવે છે!” એ સ્ત્રી ગુસ્સા થી બોલી.

“ તમે શું બોલી રહ્યા છો? તમે તમારા હસબન્ડ નુ ખુન કર્યુ છે? શા માટે?”

“ ફક્ત મારા હસબન્ડ નુ જ નહિ.. દિશા ને પણ મેં જ મારી છે..”

અંગદ અને દીપક એકબીજા ને નવાઈ થી જોઈ રહ્યા.

“ તમે દિશા ને મારી!”

“ હા, મારવી પડી. હું તમને શરૂઆત થી કહીશ કે મેં આવુ શા માટે કર્યુ અને મને આવુ કરવા પાછળ કોઈ દુખ કે પછતાવો નથી.”

તે સોંફા પર બેઠી અને કહેવાનુ ચાલુ કર્યુ.

“ હું એની બીજી પત્ની હતી.. એને એની પહેલી પત્ની દ્વારા કોઈ સંતાન નહોતા એટલે એણે મારી સાથે લગ્ન કર્યા હતા. બધી જ છોકરીઓ ની જેમ જ.. મેં પણ એક સુંદર લગ્નજીવન ના સપના ઓ જોયા હતા. શરૂઆત માં બધુ બરાબર હતુ. એ એજ્યુકેટેડ હતો. બેંક માં જોબ કરી રહ્યો હતો. ફાઈનાન્સીયલી ખૂબ જ સારુ સ્ટેટસ હતુ અમારુ. એ એક આર્ટીસ્ટ પણ હતો. મારા કેટલાય ડ્રોઈંગ એણે બનાવ્યા હતા. એ સમયે હું પોતાને ખૂબ જ લકી માનતી હતી કે મને આવો સારો અને ટેલેન્ટેડ હસબન્ડ મળ્યો છે.

થોડા સમય પછી મને ધીમે ધીમે તેના ગંદા ઈરાદા ઓ ની જાણ થઈ. એ મને એવી વસ્તુ ઓ કરવા માટે દબાણ કરતો જે એક પરિણીત સ્ત્રી ક્યારેય કરવા ઈચ્છે નહિ. એ મારી નગ્ન ડ્રોઈંગ બનાવી ને એના મિત્રો ને બતાવતો!! હું એ લોકો માટે એક પબ્લીક જોક બની ગઈ હતી.

હું રાત્રે સૂઈ પણ નહોતી શકતી. એને છોડી પણ નહોતી શકતી કારણકે હું એને પ્રેમ કરતી હતી અને હંમેશા તેને માફ કરતી રહી. મેં આ લગ્ન ટકાવવા ના ખૂબ જ પ્રયાસો કર્યા.

પણ એનાથી વધારે ખરાબ તો ત્યારે થયુ જ્યારે દિશા અમારા જીવન માં આવી. શરૂઆત માં તો એ તેને એક પિતા ની જેમ સાચવતો હતો, પણ પછી મને જાણ થઈ કે આ બધુ એક વાસના નુ જ સ્વરૂપ હતુ. મેં એને આ કામ ન કરવા માટે ખૂબ જ સમજાવ્યો પણ એ માન્યો જ નહિ અને ચાલુ જ રાખ્યુ.

પછી તો એ લોકો એમનો એ સબંધ મારા ઘર માં મારી સામે જ ચાલુ રાખતા અને એ મારા જીવન નો ખૂબ જ ખરાબ સમય હતો!” આ બોલતા બોલતા પણ તેની આંખો માં આસુ આવી ગયા.

“ તે મને કચરા ની જેમ ટ્રીટ કરતો હતો અને મારા જ ઘર માં મને અવગણતો. હું વધારે ભણેલી નહોતી કે મારા પેરેન્ટ્સ પણ જીવિત નહોતા. મારે એક જ નાની બહેન હતી જે હોસ્ટેલ માં રહેતી હતી અને જો મારે એને મદદ કરવી હોય તો આ બધા જ અન્યાય અને દુઃખ સહન કરી ને પણ મારે અહીં જ રહેવુ પડે એમ હતુ. મેં દિશા ને આ કામ ખરાબ છે અને એ તારુ અને મારૂ બંને નુ ભવિષ્ય બગાડી શકે છે એમ ઘણી સમજાવી હતી પણ એણે મારૂ કંઈ સાંભળ્યુ નહિ. મારા થી થતી બધી કોશિશો દ્વારા મેં આ બધુ અટકાવવા પ્રયાસો કર્યા પણ કંઈ જ સફળ થયુ નહિ. આખરે ભગવાન એ મારી પ્રાર્થના ઓ સાંભળી જ લીધી. હું પ્રેગનેન્ટ થઈ!! એનામાં મને તરત જ બદલાવો દેખાવા લાગ્યા. એ મારી કાળજી લેવા લાગ્યો હતો. હવે હું નિશ્ચિંત હતી, તેણે દિશા ને બીજે રહેવા જવા માટે પણ કહ્યુ, પહેલા તો એણે જવા માટે ઈન્કાર કર્યો કારણકે એને આ લક્ઝરી લાઈફસ્ટાઈલ ગુમાવવાનો ડર હતો પણ છેલ્લે એને અમને છોડી ને જવુ જ પડ્યુ.

મેં વિચાર્યુ કે મારા જીવન માં સારા દિવસો ચાલુ થઈ ગયા છે. પણ એ મૂર્ખ

... એ દિશા ફરી થી એક દિવસ મારા ઘરે આવી અને મને કોઈ સ્વામી નો પ્રસાદ ખાવા માટે આપ્યો એ ખાધા પછી થોડા દિવસ માં જ મારુ મીસકેરેજ થઈ ગયુ. કોઈ વિચારી પણ ન શકે એટલુ રડી હતી હું ત્યારે... મારૂ જન્મ્યા વગર નુ બાળક મરી ગયુ હતુ! હું એકદમ ઉદાસ થઈ ગઈ હતી..શું કરવુ એ સમજાતુ નહોતુ.

“ શું આનાથી ખરાબ કોઈ બીજા સાથે કંઈ કરી શકે?”

અંગદ એના સવાલ નો જવાબ આપી શકે તેમ નહોતો. એ એક માતા નુ પોતાના બાળક ને ગુમાવવાનુ દુઃખ સમજી શકતો હતો.

આવુ થયા પછી એ ફરી થી બદલી ગયો હતો. તેણે ફરી થી દિશા સાથે પોતાના સબંધો ચાલુ કરી દીધા. વધારે પૈસા મેળવવા તેણે દિશા ને પ્રોસ્ટીટ્યુટ બનાવી દીધી. તેના ક્લાયન્ટ સમાજ માં ઊંચુ નામ ધરાવતા હોય એવા લોકો હતા તેથી તેને પૈસા સરળતાથી મળી જતા. તેનો બોસ પણ તેનો ક્લાયન્ટ જ હતો.

અને હજૂ એક વાત.. તુ એના પર ક્યારેય વિશ્વાસ નહિ કરે પણ તારા ફાધર પણ દિશા ના કસ્ટમર હતા!! મારા પતિ એ જ એમની મુલાકાત દિશા સાથે કરાવી હતી. સુનિલ આ વાત વિશે જાણી ગયો હતો એટલે મારો પતિ ડરી રહ્યો હતો કે એ આ વાત તને ના જણાવી દે એટલે તેણે એક ‘હીટ એન્ડ રન’ કેસ દ્વારા તેને મારી નાખ્યો.

અંગદ ને હવે યાદ આવ્યુ કે શા માટે તેના પિતા એ દિશા નુ આખુ નામ સાંભળી ને એ રીતે રીએક્ટ કરેલુ. તેને અંદર થી પોતાના પિતા માટે એક ગુસ્સા અને દુઃખ ની લાગણી જન્મી.

પછી તેણે ફરી થી કહેવાનુ આગળ વધાર્યુ – દિશા સાથે ફરી થી સબંધો ચાલુ કર્યા પછી એણે ઘરે આવવાનુ જ છોડી દીધુ. હું આ ગેરહાજરી સહન કરી શકી નહિ. હું એની દરેક ભુલો માફ કરતી રહી પણ એણે હંમેશા એક રમકડુ સમજી ને મારી સાથે ખરાબ વર્તન ચાલુ રાખ્યુ.

મેં હવે દિશા ને મારી નાખવાનુ જ વિચારી લીધુ. જો એ નહિ રહે તો મારી પ્રોબ્લેમ્સ પણ નહિ રહે એમ વિચારીને મેં તેને મારી નાખવાનો પ્લાન બનાવ્યો. કોઈ ને પણ શક થાય એમ નહોતો. મારા ઘર ના કૂક આ વિશે જાણતા હતા પણ એ મારી પ્રોબ્લેમ્સ ને સમજતા હતા એટલે તેમણે મને આ કામ માં સાથ આપ્યો. તેમણે દિશા ના પી.જી માં પણ કૂક તરીકે જોબ ચાલુ કરી દીધી.

તેં હમેશા દિશા માટે સ્પેશ્યલ ડીશ બનાવ્યા કરતા અને તેણે દિશા નો વિશ્વાસ જીતી લીધો હતો. આ વિશે તેની આજૂબાજૂ માં કોઈ જાણતુ નહોતુ. આખરે એ સમય આવી ગયો જેની હું રાહ જોઈ રહી હતી.. કૂક ને મેં દિશા ના ફૂડ માં મેળવવા પોઈઝન આપ્યુ. દિશાએ એ ફૂડ ખાધુ અને એનુ મૃત્યુ થયુ ત્યારે મને એક શાંતિ નો અનુભવ થયો હતો.

“પણ... તમારા હસબન્ડ નું શા માટે તમે મર્ડર કર્યુ?” અંગદ એ પુછ્યુ.

“ દિશા ના મૃત્યુ પછી.. એ મારી પાસે આવી ગયો હતો. તેને માફ કરી દેવા માટે મને વિનંતી કરી રહ્યો હતો. અમારી વચ્ચે પ્રેમ ની કોઈ કમી રહી નહોતી. તેણે મને પોતે સારો બની જશે એવુ પ્રોમિસ કર્યુ હતુ. એ બદલી ગયો હતો...

થોડા દિવસ પછી તેણે મારી 10th માં હોસ્ટેલ માં ભણતી બહેન ને ત્યાંથી ઘરે લઈ આવવા માટે પુછ્યુ અને તેને અડોપ્ટ કરવા માટે મને મનાવવા લાગ્યો.

હું એનો વિશ્વાસ કરી બેઠી અને તેને હોસ્ટેલ માંથી બોલાવી લીધી. પણ.. એ નાલાયક એને બીજા કારણે ઘરે લાવવા માંગતો હતો એ મને ત્યારે સમજાયુ જ્યારે મારી બહેન સાથે રેપ કરવાની કોશિશ કરતો મેં એને જોયો. મેં એને આવુ ન કરવા માટે એની સામે ભીખ માંગી હતી પણ એ સાંભળતો જ નહોતો. પછી મારી પાસે કોઈ ઓપ્શન નહોતો બચ્યો એટલે મેં ચાકુ લીધુ અને એને બે-ચાર વખત મારી દીધુ અને એનુ ડેડ બોડી મારા પગ માં ઢળી પડ્યુ. મારે આ કામ પહેલા જ કરી નાખવુ જોઈતુ હતુ પણ એના માટે મારો પ્રેમ મને આવુ કરવા માટે રોકતો હતો.” એ આંખ માં આંસુ ઓ સાથે બોલી રહી હતી.

“ હમ્મ..” અંગદ ના ઈશારા થી દીપક એ તેને અરેસ્ટ કરી લીધી.

અચાનક જ તેણે દીપક ના પોકેટ માંથી ગન કાઢી લીધી અને પોતાના જ માથા માં ગોળી મારી દીધી.

બધુ એટલુ જલ્દી થઈ ગયુ કે કોઈ ને કંઈ રીએક્ટ કરવા માટે પણ સમય મળ્યો નહિ. બધે જ લોહી પથરાઈ ગયુ હતુ અને તેનુ ડેડબોડી ફલોર પર પડ્યુ હતુ.

જે મર્ડર કેસ ની ચર્ચા એ શહેર માં વેગ પકડી હતી એ બંધ થઈ ગયો અને અંગદ અને એની ટીમ ના કામ ને ઘણુ પ્રોત્સાહન આપવામાં આવ્યુ.

આ ઘટના પછી અંગદ ના પિતા તેની ફેમિલી ને જોઈ શકે તેમ નહોતા રહ્યા. જો કે અંગદે તેની માતા ને આ વિશે કંઈ જણાવ્યુ નહિ અને દિશા ની ક્લાયન્ટ લીસ્ટ ન્યુઝપેપર માં જાહેર ન કરવા માટે વિનંતી કરી. ત્યારબાદ તે તેની ફેમિલી ને છોડી ને અલગ રહેવા લાગ્યો.

- પૂર્ણ -