Frok in Gujarati Short Stories by N D Trivedi books and stories PDF | ફ્રૉક

Featured Books
Categories
Share

ફ્રૉક

ફ્રૉક

  • નિધિ દવે ત્રિવેદી
  • “બા હું સાઇકલ ચલાવા જાવ છું” – કશીષ સાયકલની ચાવી લઈને સડસડાટ દાદર ઉતરી ગઈ. બાનો જવાબ સાંભળવાય ન રોકાઈ.

    “અરે કશીષ દૂધ તો પીતી જા એકદમ શું ઉતાવળ આવી?” – બાએ બૂમ પાડી.

    રમતિયાળ કશિષ સાંભળે, એ તો ફ્લેટની લોબીમાથી સાઇકલ નિકાળીને ક્યારની નીકળી ગઇ હતી. ન ભરબપોર કહેવાય કે ન પૂરી સાંજ એવો ઉનાળાનો મધ્યાહનનો 3.00 વાગ્યાનો સમય. માત્ર પંદર મિનિટમાં તો કશીષ ઘરે આવીને સોફા પર બેસી ગઈ. થોડી ગભરાયેલી લાગતી હતી.

    "ઉતરી ગયું તારું સાઇકલ ચલાવવાનું ભૂત?" – બાએ ગુસ્સો કરતાં કહ્યું.

    કશીષે કાઇ જવાબ ન આપ્યો.

    “દૂધ પીને તો જવું જોઈએને, અત્યારે કઈ તારી બહેનપણી રમવા આવવાની?” – બાએ અંદરથી દૂધનો પ્યાલો લાવીને કશીષને આપ્યો.

    “હમમ, હું મોડા રમવા જઇસ” – એક જ સીપમા દૂધનો પ્યાલો ગટગટાવી ગઈ. બાને કશીષનું વર્તન બદલાયેલું લાગ્યું. એ દાદા જોડે વાતોએ વળગ્યા. અને કશીષ અંદરની રૂમમાં ગઈ. કપડા બદલ્યા. બાર વર્ષની બાળકી કશીષ. કશીષ દ્રશ્ય હોય કે કોઈ વ્યક્તિનો ફેસ હોય, મુલાકાત થયા પછી કાગળ પર હૂબહૂ એ જ તસવીર દોરી શકતી. કુદરત તરફથી મળેલી અનોખી ભેટ છે. એની સ્કેચબુક અને પેન્સિલ લઈ ડ્રોઈંગ કરવા બેસી ગઈ. ચિત્ર દોરતા દોરતા અકળાઇ જાય. ભૂસે, દોરે, ગુસ્સો કરે, કાગળ ફાડે. આમ કરતાં કલાકની મથામળ બાદ એનું ચિત્ર પૂરું થયું. એવામાં સાંજનો સમય થઈ ગયો. કશિષને રમવા જવાની ઈચ્છા જ નથી થઈ રહી. એની બહેનપણીઓ બૂમ પાડે છે.

    બાએ પણ કહ્યું – “કશીષ જાને બધા બોલાવે છે તો રમી આવ ને, બપોરે કવેળાએ તને રમવા જવાનું ભૂત ચડ્યું હતું ત્યારે કોઈ રમવાવાળું નહોતું અને અત્યારે બધા બોલાવે છે તો ઘરમાં ભરાઈ રહે છે”.

    કશીષ એની ફ્રેન્ડ્સને જઈને ના પાડી આવી કે – “આજે મને મૂડ નથી, હું રમવા નહીં આવું તમે રમો.” કશીષના પપ્પા આજે વહેલા ઘરે આવી ગયા. મમ્મી તો હજુ આવી નથી. પપ્પાને જોઈને કશીષ રડવા લાગી.

    બાએ કહ્યું- “જોને નારાયણ આજે આ આવું જ વર્તન કરે છે, હવે તો અમારું કહ્યું માનતી જ નથીને”

    “શુ થયું બેટા, કેમ રડે છે?” – પપ્પાએ એ કશીષના માથામાં હાથ ફેરવતા પૂછ્યું.

    કશીષે ડૂસકાં લેતા બોલવાનું ચાલુ કર્યું – “પપ્પા, હું બપોરે સૂઈ ગયેલી. પછી એકદમ મને સાઇકલ ચાલવાની ઈચ્છા થઈ અને હું બા ને કહીને સાઇકલ લઈને આંટો મારવા ઉપડી. પાછળ ફ્લેટ નં. 64 આગળ પહોચીને તો ત્યાં પાછળ આપણી સોસાયટીનો બીજો ગેટ છે ને ત્યાથી એક ભાઈ આવ્યા. અને મને ઊભી રાખીને પૂછ્યું – અહી કોઈ અરવિંદભાઇ રહે છે ફ્લેટ નં – 62માં? મે કહ્યું – એતો ખબર નહીં પણ ફ્લેટ નં – 62 થોડા આગળ જતાં જ છે. પપ્પા પછી એતો જીદ કરવા લાગ્યો તું ચાલને મારી સાથે મને બતાવને ફ્લેટ તો મે સાઇકલ ચલાવીને એને બતાવ્યો આ ફ્લેટ છે હવે તમે કોઈને પૂછી લેજો અરવિંદભાઈનું ઘર. તો મને કહે તું અહી સાઇકલ પાર્ક કરી દે ને, ચલને, મારી સાથે આપણે જોડે શોધીએ મને તો અહી કોઈ ઓળખતું નથી. મે ના પાડી પણ એતો બહુ જ ફોર્સ કરવા લાગ્યો. એટલે મે સાઇકલ સામે ફ્લેટ નં – 60 આગળ પાર્ક કરી, સાઈકલને લોક કરતી હતી તો કહે રહેવા દે હમણાં આપણે નીચે જ આવાનું છેને અને એની સાથે ઉપર ગઇ. પછી પપ્પા એતો ઉપર અને ઉપર ચડવા લાગ્યો. 3 માળ પતી ગયા તો પણ ઉપર ચડવા લાગ્યો. મે એને કહ્યું કે - ઉપર તો હવે ધાબું છે ત્યાં કોઈ નથી રહેતું એ ના માન્યો મને કહે - ચલ ને ઉપર, મજ્જા આવસે, આપણે જોવા જઈએ. પપ્પા હું ગઈ એની સાથે ઉપર. અને કશીષ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

    કશીષ ના પપ્પાનો શ્વાસ બે ક્ષણ માટે રોકાઈ ગયો. “રડ નહીં કશીષ આગળ બોલ શું થયું કશીષ?”

    બા – “હે રામ એટલે મેડમ એકદમ શાંત થઈ ને બેઠા છે”.

    કશીષનો અવાજ રડવાના કારણે તૂટક તૂટક આવવા લાગ્યો. પછી અમે ઉપર ગયા. એને મારુ ફ્રૉક ઊંચું કર્યું મને ના ગમ્યું. મે હાથ એકદમ નીચા કરી દીધા. મારે નીચે ઉતરવું હતું પપ્પા એને મને ના જવા દીધી. પછી આજુબાજુ જોવા લાગ્યો. સામેના ફ્લેટમાં અવર જવર ચાલુ હતી અને ત્રીજામાળે રાહુલની બર્થડે છેને. એને બે ત્રણ વાર મને કહયું તારું ફ્રૉક ઊંચું કરને, મે ના પાડી અને કહ્યું - મને જવા દો મારે નીચે જવું છે હું બહુ જ ડરી ગઈ. પેલા એ આજુ બાજુ ધારી ધારીને ચાર પાંચ વાર જોયું અને કહ્યું - સારું ચલ હવે આપણે નીચે જઈએ, પપ્પા હું તો ફટાફટ નીચે જ ઉતરી ગઇ એટલો બધો ડર લાગ્યો તો. પછી એ મારી પાછળ નીચે ઉતર્યો. ત્યાં પેલા પાર્લરવાળા આંટી રહે છેને એ ગોદડા તપાવા મૂક્યા હતા, તો નીચે લાકડીથી ઠપકારતા હતા. મને થયું એમને કહું કે આને મારે મને એટલો બધો ગુસ્સો આવેલો. જોડે ડરી એટલી બધી ગયેલી કે પાછળ ફરીને જોયું નહિ ફટાફટ સાઇકલ લઈને આપણાં ફ્લેટ જોડે આવી. ધ્રૂજતા હાથે તાળું માર્યું સાઈકલને અને ઉપર આવી ગઈ. બા એ દૂધ આપ્યું એ પીધું. અને રડવા લાગી ફરી. પપ્પા મને તો બીક લાગે છે એ આપણા ઘરે આવી જસે તો? એને મારી પાછળ આવીને આપણું ઘર જોઈ લીધું હસે? હું સ્કૂલે જાઉં અને એ મારી પાછળ આવસે તો?

    પપ્પા ગુસ્સામાં તાડૂકયા – “અરે ઘરે આવે તો એના ટાંટિયા ન તોડી નાખું અને મમ્મી તું એને બપોરે રમવા કેમ જવા દે છે? જો બેટા, સાચ્ચું બોલ એને તારી સાથે કઈ કર્યું હતું? જે હોય એ મને કહે ડરીસ નહીં તારા પપ્પા હવે અહી જ છે તારી સાથે સહેજ પણ ગભરાઈસ નહીં.”

    કશીષનું મન હળવું થઈ જતા એ પાછી મૂડમાં આવી ગઈ – “ના પપ્પા બીજું કઈ નથી કર્યું એને મારી સાથે”.

    બા બોલ્યા – “તારે પેલા બેનને કહેવા જેવુ હતું કશીષ એ બેન તો જબરા છે તે કહ્યું હોત કે આ મને હેરાન કરે છે તો ઝૂડી નાખત એ નાલાયકને.”

    કાશીષના દાદા બોલ્યા – “તે ઘરે આવીને મને કહ્યું હોત તો હું એને મારત સાલાને ગભરાવાનું નહીં બેટા”.

    પપ્પા બોલ્યા – “પપ્પા મમ્મી શાંતિ રાખો જે થઈ ગયું એ થઈ ગયું હવે આગળનું વિચારો. બેટા રસ્તામાં આવા ઘણા મળે. આપણે ઓળખતા હોય એની સાથે જ બોલવાનું. અજાણ્યા માણસો જોડે વાત નહીં કરવાની બેટા. અને આટલા બધે દૂર સાઇકલ ચલાવા શું કામ જાય છે આપણા પ્લોટમાં જગ્યા છે ને ત્યાં ચલાવાની.”

    કશીષ તો કહે – “હું થોડીવાર રમીને આવું પણ પપ્પા તમે મને થોડી થોડી વારે જોતાં રહેજો હોને. મારુ ધ્યાન રાખજો મને બહુ ડર લાગે છે”.

    પપ્પા બોલ્યા- “હા અંધારું થાય એટલે ઘરે આવી જજે હોને”

    કશીષે જવાબ આપ્યો – “હા આવી જઇસ”

    સાંજે કશીષની મમ્મી ઘરે આવી. બધાએ ડિસ્કસન કર્યું. હવે કશીષનું ધ્યાન રાખવું પડસે. એને દુનિયાની થોડી સમજ આપવી પડસે. આજે તો ભગવાનની કૃપા કે આપણે બચી ગયા, કાલે રખેને કઈ થઈ જાય તો આપણે સમાજમાં મો બતાવાને લાયક ન બનીએ અને દીકરીને કેવી રીતે સંભાળવાના આપણે, સોસાયટીની મિટિંગમાંય વાત કરવી પડસે, સીક્યુરિટી થોડી કડક કરાવવી પડસે ચાર ગેટ છે એટલે ગમે ત્યાથી માણસો ગુસી જાય છે એકલો રાઘવ કેટલે દોડવાનો. બે દિવસ તો આપણે બંને કશિષ પાસે રહીએ નારાયણ એટલે એને સારું લાગે બરાબરને. કશીષને એના મમ્મી પપ્પા એ બહાર ફેરવી, સલાહ સૂચનો આપ્યા, મનગમતી વાનગીઓ ખવડાવી.

    દિવસો જતાં બધુ લેવલમાં આવી ગયું. કશીષે એ દિવસે પહેરેલું ચેક્સવાળું પરપલ કલરનું ફ્રૉક ફરી કદી ન પહેર્યું. મમ્મીએ માળીયામાં જૂના કપડાં સાથે એ ફ્રોકનેય મૂકી દીધું. કશીષના ઘરવાળા એની સેક્યુરિટી માટે વધારે જાગૃત બની ગયા. એમ કરતાં કશીષ મોટી થવા લાગી. આગળ જતાં કશીષને ખ્યાલ આવ્યો કે એની સાથે બાલપણમાં ઘટેલી ઘટના ગંભીર પ્રકારની બનતા રહી ગઈ હતી. ત્યાર પછી એને માળિયામાં મુકેલી એની જૂની સ્કેચબુક્સ નિકાળી અને પેલા છોકરાનો સ્કેચ શોધ્યો. હવે જાણે એના જીવનમાં જો આ વ્યક્તિ સામે મળે તો એની સાથે બદલો લેવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. એ વ્યક્તિના સ્કેચમાં જોરથી હાથ પછાડતી બોલે આને શોધીસ ક્યાં હું ? એમ કરતાં કરતાં કોલેજમાં આવી. સવારના સમયે કોલેજથી ઘરે આવી રહી હતી ત્યારે એના બનાવેલા સ્કેચ પ્રમાણેનો ચહેરો બાજુની સોસાયટીમાથી નીકળતો એને જોયો. એ ચહેરાને મૂછો આવી ગઈ હતી, વાળના ગ્રોથમાં ઘટાડો થયો હતો અને ચહેરાના રંગમાં ફરક હતો. કશીષ ચાલતા ચાલતા ઘર તરફ જઇ રહી હતી અને એ વ્યક્તિ સામેની સોસાયટીમાથી એક્ટિવા લઈને બહારની તરફ નીકળ્યો. કશીષે ઘરે આવીને એના બનાવેલા સ્કેચમાં જરૂરી સુધારા કર્યા તો એ જ વ્યક્તિ નીકળી. કશિષ સાવધ બની ગઈ. એનું સંપૂર્ણ ફોકસ હવે માત્ર આ વ્યક્તિની જાસૂસી કરવાનું હતું. એના આવા જવાનો સમય. ક્યાં નોકરી કરે છે? કઈ જગ્યા એ રહે છે? ફેમિલીમાં કોણ કોણ છે? અનેક સવાલો એના મનમાં ગુમરાયા કરે છે.

    બીજા દિવસે સવારે એ જ ચહેરો એક્ટિવા લઈને સોસાયટીની બહાર નીકળ્યો. કશીષને ખ્યાલ આવી ગયો કે આ વ્યક્તિ સામેની સારથી સોસાયટીમાજ રહે છે. આગળનો સવાલ સાંજે એ કેટલા વાગ્યે ઘરે આવે છે એ જાણવા માટે કશીષ સાંજે 6.30 પછી સારથી સોસાયટીના ગેટ નં. 2ના બાંકડે જઈને બેસી ગઈ. 8.00 વાગ્યા સુધીની રાહ જોવી પડી. 8.05એ એક્ટિવા સોસાયટીની અંદર એન્ટર થયું. એક્ટિવાનો નં. જીજે-01-એફ એસ – 4922. અઠવાડિયાની મહેનત પછી કશીષે ઘર નંબર – ડી – 103 જાણી લીધો. હવે આગળ ઘરના સભ્યોની માહિતી લેવાનો છે. નવરાત્રીનો સમય નજીક છે. કશીષ એનો મનગમતો તહેવાર ઉજવવાને બદલે આ જ પાત્રની જાસૂસી કરવામાં લાગેલી છે. સારથીમાં નવરાત્રીની ઉજવણીમાં ફલેટના મેમ્બર્સ અને એમના રેલેટિવ્સને જ એન્ટ્રી મળે. આ દરમિયાન મને નવરાત્રિ દરમિયાન અંદર જવા મળે તો હું આ વ્યક્તિનો બાયોડેટા નીકાળી શકું એટલે કશીષે ફ્રેંડલીસ્ટ નિકાળ્યું એમાં એની સ્કૂલની ફ્રેન્ડ રથી આજ સોસાયટીમાં રહે છે એવું જાણવા મળતા રથી સાથે કોંટેક્ટ કરીને નવરાત્રીમાં ત્યાં જઇ ગરબા રમવા જવાનું ગોઠવી દે છે. નવ દિવસના શાર્પ ઓબ્જર્વેશન બાદ એ વ્યક્તિનું નામ વિશ્વાસ છે, પત્નીનું નામ રીયા, એક દીકરો અને એક દિકરી તેમજ પિતા એમ પાંચ વ્યક્તિનો પરિવાર છે. કશીષને તો ચીડ આવે છે આવા વ્યક્તિઓને છોકરીઓ કેમ મળે છે? દુનિયામાં છોકરીઓ કરતાં છોકરાઓની સંખ્યા વધારે છે તો પણ આવા હરામીઓને જોઈએ એટલી છોકરીઓ મળી જાય છે અને સચ્ચો – સિધ્ધો છોકરો જીંદગીભર વાંધો રહી જાય છે. માતા પિતા પોતાની દીકરીનું કન્યાદાન કરતાં પહેલા ધન ની જોડે સંસ્કારની તપાસની કરતાં હોય તો છેતરપીંડી અને ક્રાઇમ થોડો ઓછો થાય. હસે વિશ્વાસની રૂપાળી પત્ની જોઈને કશીષને ઈર્ષા આવી ગઈ. આગળનું સ્ટેપ વિશ્વાસની નોકરીનું સ્થળ શોધવાનું છે.

    રાત્રે જમીને બધા ટી.વી. જોઈ રહ્યા છે. વચ્ચે સીરીયલમાં એડ આવતા – “ પપ્પા, કોલેજમાં આવતીકાલે રીસીપ્ટ લેવા જવાનું છે, મમ્મીને ઓફિસમાં રજા છે હું જ્યુપિટર લઈને જાઉં?”

    “કેમ? રીસીપ્ટ લેવા તો બસમાં ય જવાયને, મમ્મી ઘરે છે તો શું થઈ ગયું?” - સામે પપ્પાએ આર્ગુમેંટ કરી.

    “પપ્પા મારી બધી ફ્રેંડ્સ વ્હીકલ લઈને આવે છે તો મનેય ઈચ્છા થઈ કે હુય ક્યારેક લઈને જાઉં પ્લીઝ?” – કશીષ જિદે ચડી.

    સીરિયલ શરૂ થવામાં બેક ઇન 0.05 સેકન્ડ આવી ગયું હોવાથી અને કશીષની ડિમાન્ડ વ્યાજબી હતી એટલે બહુ વાત ન ખેંચતા મંજૂરી નારાયાણભાઇએ અને જીગ્નાબેને આપી દીધી.

    તૈયાર થઈને કશીષ જ્યુપિટર લઈને ઉપડી. વિશ્વાસનો પીછો કરવા માટે ઘરે જુઠ્ઠું બોલી અને નાનપણમાં જે માણસ દ્વારા પોતાની સાથે અપકૃત્ય થવાથી બચી ગયેલી અને એ સમયે બે દિવસ સુધી ડરી ડરીને જીવેલી કશીષને મનમાં વિશ્વાસનો જાહેરમાં અત્યારે પીછો કરતા ફફડાટ જરૂર થઈ રહ્યો છે, પણ મનમાં બદલો લેવાની આગ સળગેલી છે. એટલે ફફડાટ દબાઈ ગયો છે. વિશ્વાસ સી.જી. રોડમાં આવેલી કંપનીમાં ટેલી ઓપરેટર તરીકે સી.એ.ના ત્યાં નોકરી કરી રહ્યો છે કશીષ આટલી માહિતી લઈને પરત ફરે છે. ઘરે આવીને બેસે છે એને જોઈતી બધી માહિતી પ્રાપ્ત કરી લીધા બાદ વિશ્વાસ સાથે બદલો લેવા માટે પ્લાન વિચારે છે. વિશ્વાસની કા તો પર્સનલ લાઈફમાં કા તો પ્રોફેસનલ લાઈફમાં દખલગીરી કરવી પડસે. કશીષ વિશ્વાસની પ્રોફેશનલ લાઈફમાં પ્રવેશ કરવાનું નક્કી કરે છે.

    ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં કશીષ અભ્યાસ કરી રહી છે અને બારમાં ધોરણની પરીક્ષા બાદના વેકેશનમાં ટેલી કમ્પ્યુટરનો કોર્સ કશીષે કર્યો છે એટલે વિશ્વાસની ઓફિસમાં ડૉક્યુમેન્ટ લઈને પહોચે છે. ઇન્ટરવ્યુ થાય છે. ટેલી ઓપરેટરની જગ્યા ખાલી છે તો નોકરી મળી જાય છે.

    ઘરે નોકરી માટે કશીષે કઈ વાત કરી નથી એટલે રાત્રે પપ્પા સાથે વાત કરે છે – “પપ્પા હું શું કહું છું હવે નોકરી કરવાનું વિચારું છે, જોડે જોડે અનુભવ મળી જાય અને કોલેજના લાસ્ટ યરમાં છું સારું રહેશે”

    “ક્યાં નોકરી કરીશ?” – પપ્પાએ પૂછ્યું.

    કશીષ ઊભી થઈને આપોઈંટમેંટ લેટર લઈને આવી – “જુઓ એક જગ્યાએ ગયેલી મારી ફ્રેન્ડ જોડે ઇન્ટરવ્યુ આપવા ગઈ તો હું સેલેક્ટ થઈ ગઈ છું”

    કશીષની મમ્મી આવી – “અરે વાહ, ક્યાં મળી નોકરી ? શું કામ કરવાનું તારે?”

    “મમ્મી, સી.જી.રોડ પર મનસુખલાલ શાહની સી.એ.ની ઓફિસ છે ત્યાં ટેલી ઓપરેટર તરીકે કામ કરવાનું છે.” – કશીષે જવાબ આપ્યો.

    મમ્મી એ કહયું – “સરસ ક્યારે આપી આવી ઇન્ટરવ્યૂ ?”

    કાશીષે કહ્યું – “આજે જ”

    પપ્પાએ લેટરનો અભ્યાસ કર્યો – “તું બંને મેનેજ કરી શકીશને? સ્ટડી એન્ડ જોબ?”

    “હા હા પપ્પા કરી લઇસ” – કશીશે જવાબ આપ્યો. અને નોકરી કરવાની પરવાનગી મળી ગઈ.

    નોકરી શરૂ થઈ ગઈ. કશીષનો મુખ્ય ટાર્ગેટ તો વિશ્વાસ છે, વિશ્વાસ નોકરીમાં બધા કરતાં સિનિયર છે અને મનસુખભાઇનો વિશ્વાસુ માણસોમાનો છે. વિશ્વાસને કામમાં ફસાવીને નોકરીમાથી બરતરફ કરાવવાના ઇરાદે કશીષ અહી આવી છે. મનસુખભાઇ સ્ટાફને પરિવારના સભ્યોની જેમ રાખતા. એમની ઓફિસમાં કાર્યરત દરેક મેમ્બરના જીવનની નાનામાં નાની બાબતની બાતમી રાખતા અને બધાની ખબર અંતર પૂછતા રહેતા. નોકરીના પહેલા દિવસથી જ કશીષ વિશ્વાસ જોડે બેહૂદું વર્તન કરતી. સવારના સમયે ગૂડ મોર્નિંગ અને વેલકમ કરવા સ્ટાફવાળા કશીષને મળવા ગયેલા ત્યારે વિશ્વાસને ઇગ્નોર કર્યો અને ત્રણ વખત ગુડ મોર્નિંગ વિશ્વાવાસ દ્વારા વિશ કરવા છતાં કશીષે સામે જવાબ આપવાને બદલે એની સામે ખંધું હસી. ત્યારથી જ વિશ્વાસને કશીષ ઘમંડી છોકરી લાગી હતી. શરૂના ત્રણ મહિના તો કશીષને કામ શીખવામાં સમય ગયો. ત્યારબાદ કશીષ વિશ્વાસને હેરાન કરવામાં લાગી ગઈ. સોફ્ટવેરમાં એન્ટ્રી કરીને પછી આગળનું કામ વિશ્વાસને કરવાનું રહેતું. એન્ટ્રી કરવામાં જ દિવસ પૂરો કરી દેતી બીજા દિવસે કામ કરીને મનસુખભાઈને આપવાનું હોવાથી વિશ્વાસને રોકાઈને કામ કરવું પડતું. વિશ્વાસ કશીષને ઝડપથી કામ કરવાનું કહેતો તો એ મો પર કહી દેતી – “હું આટલી સ્પીડમાં તો કામ કરું છું, તમને ના ફાવે એમાં હું શું કરું”.

    વિશ્વાસ એને કહેતો – “તમને બહુ લોડ પડતો હોય તો થોડી એન્ટ્રી મને કરવા આપી દો, એટલે કામ સમયસર પતી જાય”.

    કશીષ તો ટસની મસ ન થાય – “મારે કોઇની મદદની જરૂર નથી, તમે તમારા કામથી કામ રાખો. હું મારુ કામ જાતે કરીસ”. વિશ્વાસ હેરાન હેરાન થઈ ગયો.

    મનસુખભાઈ વિશ્વાસને બોલે – “હમણાથી કામમાં કેમ ગોટાળા થાય છે વિશ્વાસ?

    વિશ્વાસ કશીષના કામ કરવાની પધ્ધતિ પર ફરિયાદ કરતો – “સર કામ કરવાની કોઈ મેથડ જ નથી કશીષમાં”.

    તો મનસુખભાઇ સામે કહે – “અરે એતો નાની છોકરી છે, વિશ્વાસ હજુ પ્રેક્ટિકલ નોલેજ નથી એનામાં, તારે થોડી મદદ કરી દેવાની”. વિશ્વાસ બે માથી કોઈ બાજુ બોલી શકતો નહોતો.

    માર્ચ એંડિંગ પત્યા પછી બધા રેલેક્સ થઈ ગયા હવે કામનો લોડ ઓછો થઈ ગયો. બપોરે બ્રેકમાં બધા મસ્તી તોફાન કરતાં. એકદિવસ જમીને વહેલા ફ્રી થઈ ગયા. મનસુખભાઇ ઓફિસ આવ્યા નહોતા.

    તેજલે બધાને સજેસ્ટ કરે છે કે – “ચલો બધા ટ્રુથ એન્ડ ડેર રમીએ મજ્જા આવસે.”

    બધા રેડી થઈ ગયા ગેમ શરૂ થઈ. પેન ફરતા ફરતા કશીષ તરફ આવી અને સામે વિશ્વાસ આવ્યો. સવાલ કશીષનો અને જવાબ વિશ્વાસનો.

    કશીષે તકનો ફાયદો ઉઠાવ્યો – “તમારા જીવનમાં કોઈ એવો પ્રસંગ હોય જેમાં ભૂલ કર્યા બાદ તમને અફસોસ થતો હોય?”

    વિશ્વાસ ચોખ્ખા દિલનો નીકળ્યો. તરત જવાબ આપ્યો, ડિટેઇલમાં તો નહીં શોર્ટમાં જણાવી - “હા છેને, હું કોલેજમા થર્ડ યરમાં હતો. મારુ ચાર વર્ષથી હેમા જોડે અફેર હતું, હું એને સાચ્ચા દિલથી પ્રેમ કરતો હતો, એ પણ મને ખૂબ પ્રેમ કરતી હતી, મારી સોસાયટીમાં રહેતી હતી, અમે ફરતા છુપાઈને મળતા, એને મને ગાર્ડનમાં મળવા માટે બોલાવેલો ચાર વાગ્યે. હું કોલેજમાં લેકચર એટેન્ડ કરીને ગાર્ડન તરફ જઇ રહ્યો હતો. ત્યારે મે એને બાઇક પર કોઈ છોકરાની પાછળ જોઇ. એની નજર મારી પર પડી. મે એને પૂછ્યું તો એને કહ્યું એ ઘર તરફ આવતો હતો તો મને લિફ્ટ આપી હતી બાકી બીજું કઈ નથી. મે વાત સાચી માની લીધી. પછી મે એને એજ છોકરા જોડે બે – ત્રણ વાર જોઇ. એ કોઈને કોઈ બહાનું નિકાળીને મને મનાવી લેતી. એકવાર જય ભવાની દુકાનમાં બંનેને સાથે વડાપાઉં ખાતા જોયા, ત્યારે એને મને કહી દીધું કે મને આ છોકરા જોડે પ્રેમ થઈ ગયો છે અને એ પણ મને પ્રેમ કરે છે. તો હવે તારું મારે કોઈ કામ નથી. હું ખૂબ ડિપ્રેસન માં આવી ગયેલો. સ્ત્રી શબ્દથી મને નફરત થવા લાગી. હેમા મારાથી ભૂલી ભૂલાતી નહોતી. રોજ એને જોતો સામે એ મને ઓળખતી જ ન હોય એમ વર્તન કરતી. મારા વાંક વગર એને મને છોડ્યો. દુનિયામાં જીવન જીવવા જેવુ મને કઈ લાગતું જ નહોતું. મારી સાથે એ છુપાઈ છુપાઈને ફરતી હતી, પણ આ નવા બોયફ્રેન્ડની જોડે એ બિન્દાસ જાહેરમાં ફરતી, રોજ મને એ બંને જોવા મળતા. પોતાના માનેલા પાત્ર જોડે બીજા કોઈને જોતાં અકળામળ થઈ જતી. જેમતેમ કરીને ઘરે આવ્યો, સોસાયટી તરફ જવાને બદલે સામેની સોસાયટી તરફ વળ્યો. ત્યાં નાની છોકરી મળેલી. મારા મનમાં જૂનુન સવાર થઈ ગયેલું. હેમાનો બદલો એની જોડેથી લેવાનું નક્કી કર્યું, એ તરફ ડગ પણ ભર્યા, હું ન કરી શક્યો. જીવનમાં એ દિવસે મારા દ્વારા અનર્થ થતાં થતાં રહી ગયું. એ દિવસે મને શું થઈ ગયેલું એ જ ન સમજાયું. ત્યારબાદ ઘરે આવ્યો ખૂબ પસ્તાવો કર્યો અને બસ ભણવામાં લાગી ગયો. નોકરી મળી. રીયા સાથે લગ્ન થયા. બાળકો થયા. પાસ્ટમાથી પાછો આવ્યો. વિશ્વાસ ત્યારે એને માલૂમ થયું કે બધા એની સ્ટોરીમા ખોવાઈ ગયા છે. બસ પતી ગયું કશીષ. આમ કરતાં રમત પૂરી થઈ.

    કશીષને આનંદ એ વાત નો છે કે વિશ્વાસને યાદ તો છે કે એના જીવનમાં હેમા માટે થઈને અન્યાય બીજી છોકરીને કરવાનો પ્રયત્ન કર્યો છે. અને એ વાતનો અફસોસ વિશ્વાસને છે તો કશીષ શું થયું? હું તો બદલો લઇસ જ.

    સમય પસાર થતાં વિશ્વાસની બર્થડે આવી. કશીષને અગાઉથી જાણ જ છે. બધા કઈકને કઈક ગિફ્ટ લઈને આવ્યા છે કશીષ પણ લાવી છે. સાંજે ઘરે જઈને વિશ્વાસ બધાની ગિફ્ટ ખોલે છે. પર્પલ કલરનું ચેક્ષવાળું ફ્રૉક નીકળે છે વિશ્વાસ રેપર જોવે છે એમાં કશીષ લખ્યું હોય છે. અંદર ચિટ મળે છે – “બર્થડે ભલે તમારો છે મિસ્ટર વિશ્વાસ, પરંતુ મારા તરફથી તમારી દીકરી સપનાને સપ્રેમ ભેટ, મને આશા છે કે આ બધી જ ગિફ્ટમાં મારી ગિફ્ટ તમને સૌથી વધારે ગમી હસે.

    ફ્રૉક હાથમાં લઈને રીયા કહે છે – “ખૂબ જ સુંદર છે વિશ્વાસ સપનાને પહેરાવું એને આવી રહેસે”.

    વિશ્વાસ તરત એના હાથમાથી ફ્રૉક ઝૂંટવી લે છે અને કહે છે – “હા પણ સપનાની સ્કીન પર આ કલર સ્યૂટ નહીં થાય રીયા રહેવા દે”.

    “અરે આટલું સરસ ફ્રૉક છે અને વિશ્વાસ તમને ગિફ્ટમાં મળેલું છે. સપનાને ગમે છે”- રીયાનું બોલવાનુ ચાલુ હતું ત્યાં સપના એના પપ્પા જોડેથી ફ્રૉક લઈને કપડાં ચેન્જ કરીને પપ્પાની સામે આવીને કહે છે – “પપ્પા હું કેવી લાગુ છું?”

    અત્યારે એક દીકરીનો બાપ વિશ્વાસને કશીષ પર જબરજસ્ત ગુસ્સો આવે છે અને કશિષના તેના પ્રત્યેના વર્તનનું રહસ્ય અત્યારે સમજાય છે. આપણું કરેલું કયા સમયે સામે આવી જાય કોને ખબર હોય છે? પછીના દિવસે કશીષનો ફોન ઓફિસમાં આવે છે કે હવેથી એ ઓફિસ નથી આવવાની.

    ***