Roshani - 5 in Gujarati Love Stories by NILESH MURANI books and stories PDF | રોશની - ભાગ ૫

Featured Books
Categories
Share

રોશની - ભાગ ૫

રોશની ભાગ ૫.

NILESH MURANI



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

રોશની ભાગ- ૫

હું પાણીનો ગ્લાસ ભરી લાવ્યો અને ગોળી ખવડાવી, તેના ગુલાબી હોઠ આજે વધારે માદક લગતા હતા, તેની આંખોમાં અલગ ચમક હતી, ગજબ છે જયારે સ્ત્રી પોતાનું દર્દ ઠાલવે છે ત્યારે વધારે સેક્સી લાગે છે.

“રોશની આજે તું વધારે સેક્સી લાગે છે.”

“ચલ જુઠા! ઉતાવળે તો તૈયાર થઇ અને સેક્સી લાગે છે! ખોટાડો.”

રોશની સેક્સી મીન્સ સુંદર, જો એ સુંદરતા જોવા માટે તારે મારી આંખોમાં જોવું પડશે. હું રોશનીની નજીક ગયો અને કહ્યું.

“રોશની મારી આંખોમાં અપલક જોયે રાખ.”

રોશની થોડી વાર જોઈ અને નીચું જોઈ ગઈ,

“પ્લીઝ રોશની જો ને?”

“ના તું હિપ્નોટીઝમ કરે છે, હું નહી જોઈ શકું પ્લીઝ,”

“પ્લીઝ તારા એક પેશન્ટ માટે તું આટલું પણ નહીં કરી શકે?”

“ઓહ! તો મારો આ સ્માર્ટ પેશન્ટ એનાથી ઠીક થઇ જશે?” એમ કહી રોશની હસવા લાગી.

હું રોશનીની નજીક ગયો.મારા બંને હાથ રોશનીનાં ખભા પર રાખ્યાં, ધીરે ધીરે હાથ ફેરવતો તેણીની હડપચી પર રાખી કહ્યું..

“કોઈ દવા છે તારી આંખોમાં કે કોઈ નશો છે તારી આંખોમાં.

જો દવા છે તો ઓવરડોઝ લેવો છે અને જો નશો છે તો ટલ્લી થવું છે.”

આટલું કહેતા મારૂં દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. રોશની પણ શરમાઈને નીચું જોવા કોશિષ કરી રહી હતી પણ તેનો ચહેરો મારા બંને હાથ વચ્ચે હતો..

“પ્લીઝ ચીરા,,,, પ્લીઝ ચિરાગ.પ છોડ કોઈ આવી જશે.”

“અપોઈન્ટમેન્ટ વગર કોઈ નથી આવતું તને ખબર છે.” એમ કહી મેં રોશનીને મારી છાતીમાં દબાવી લીધી, તેના હોઠનો ખારો સ્વાદ મારા હોઠે લગાવ્યો. રોશનીનું દીલ જોરજોરથી ધડકી રહ્યું, રોશનીના બંને હાથ મારી કમર ઉપર, સળવળતા રહ્યા. ગુમસુમ અને ચુપ ચાપ રહેતી એ રોશનીનાં હુંફાળા સ્પંદનો મારા હ્ય્દયને સ્પર્શી ગયા, અને મારા મોમાંથી નીકળી ગયું.

“ આઈ લવ યુ રોશની,,, આ ચિરાગને તારા થકી રોશની મળી, નહીતો આ ચિરાગ તો ક્યારનો બુજાઈ ગયો હોત, રોશની ખુબ તડપવ્યો તે મને, હું તને ક્યારથી ચાહવા લાગ્યો હતો, પણ કહી ન શક્યો! હવે તારા આ પેશન્ટનો લાઈફ ટાઈમ ઈલાજ કરીશ?”

“ડોબા, એક સ્ત્રીનું દર્દ સમજવું એટલું આસાન નથી.”

“હા અને ષડયંત્ર પણ.”

“છોડ, એટલેજ હું તને ડોબો કહું છું, આટલું રોમેન્ટિક એટ્‌મોસ્ફીયર ઉભું કરીને એવી વાતો કેમ કરે છે?

હું કાઈ બોલવા જતો ને એ ઘડિયાળ સામે જોઈને બોલી.

“ઓહ માય ગોડ.. સાંજે છ વાગ્યાની રાજુભાઈને અપોઈન્ટમેન્ટ આપી છે..ડોબા! સાડા પાંચ વાગ્યાં.”

“આજ તો તને છોડી દીધી એટલે ડોબો કહે છે! ”

***

એપોઇન્ટમેન્ટ મુજબ ટાઇમનાં પાબંદ રાજુભાઈ સાંજે છનાં ટકોરે આવી પહોંચ્યા, હું અને રોશની સ્વસ્થ થઇ ચેર સંભાળી લીધી, રાજુભાઈ આવતાની સાથે,“મિસ રોશની, મિસ્ટર ચિરાગ.. મારી પાસે સમય ઓછો છે, એટલે હું ટૂંકમાં તમને પૂછવા આવ્યો છું, અમારી ડાયરેક્ટર પેનલ એક સ્ટેજ શો ઓર્ગેનાઇઝ કરવા જઈ રહી છે, અને એ શો માટે ડાયરેક્ટર પેનલ તમને હાયર કરવા માંગે છે, શું આપ એ શો કરી શકશો?”

મને ટેન્શનમાં નાખી દેતો સણસણતો સવાલ રાજુભાઈએ કરી મુક્યો, હું વિચારી કંઇક કહેવા જતો હતો, ત્યાં રોશનીએ રાજુભાઈને સામે સવાલ કરી મુક્યો.

“કઈ તારીખે?”

“૩૧ ડીસેમ્બર.”

રોશની આમતેમ જોઈ ડાયરી કાઢી ડાયરીના પાનાં ઉથલાવી અને જવાબ આપ્યો.

“ઓકે નો પ્રોબ્લેમ. અમે કરીશું.”

“થેન્ક્સ મિસ રોશની મને એજ ડર હતો, કે જો તમે નાં કહેશો તો હું શું કરીશ? સીટી ઓડીટોરીયમ હોલમાં છે અને તેની તમામ વિગત આ કાર્ડમાં છે. તમારૂં નામ લખવાનું બાકી હતું તે હું છપાવી નાખું છું. ઓકે હું જાઉં છું. અને હા પેમેન્ટ અમે ટકાવારીમાં આપીએ છીએ એટલે એ નક્કી કરવાની જરૂર નથી. તમે તૈયારી રાખજો,”એટલું કહી રાજુભાઈ ઘડિયાળમાં જોઈ ઉભા થયાં અને કહ્યું, “ઓકે ગાયસ આઈ એમ બીઈંગ લેઇટ. બાય.”

રાજુભાઈ જતા રહ્યા અને હું વિચારતો રહી ગયો, મેં ક્યારેય સ્ટેજ-શો કર્યો ન હતો, અને મને સ્ટેજ ફીયર હતો પણ રોશનીએ હા પાડી દીધી. મેં રોશની તરફ જોયું. રોશનીની આંખોમાં કોઈ કરામત હતી.

“ડોબી મને પૂછ્‌યા વગર તે હા પાડી દીધી? મને સ્ટેજ ફીયર છે, હું એટલા બધા લોકોની વચ્ચે ગાઈ નહી શકું. ઘેલી! ”

“અરે પાગલ આવો મોકો હાથમાંથી જવા ન દેવાય, અને મને વિશ્વાસ છે કે તું મેનેજ કરી લઈશ.”

“ઓહ! આટલો બધો વિશ્વાસ? આ મારૂં પહેલીવાર હશે એટલે મને ડર લાગે છે ડીયર.”

“ઓકે, તારા દિમાગ માંથી ડર કાઢી નાખ, હજુ આપણી પાસે પાંચ દિવસ છે, પાંચ દિવસમાં તારા અન્ય પાંચ કે સાત ગીતો પસંદ કરીલે અને તેના ઉપર પ્રેક્ટીસ કરવાનું ચાલું કરીદે બાકી બધું મારા ઉપર છોડી દે! બસ એ ગણતરીના ગીતો ગાઈશ અને શો ખતમ, લાખો રૂપિયાની આવક થશે, અને નામ થશે એ અલગ...!

રોશનીની વાત સાચી હતી, મારે શૂન્યમાંથી સર્જન કરવાનું હતું અને આવો મોકો મારે જવા ન દેવો જોઈએ. પંદર હજાર રૂપિયાની નોકરી કરતો હતો અને આજે હું લાખોમાં રમુ છું, જો રોશનીએ આ પ્રયાસ ન કર્યો હોત તો મારી અંદર રહેલી આ પ્રતિભાનો મને ક્યારેય ખ્યાલ ન આવ્યો હોત. મારૂં મન ડગુંમગું હતું પણ હવે યાહોમકરીને કુદવા સિવાય કોઈ ઉપાય ન હતો.

રોશની પાંચ દિવસ સુધી સતત મને પ્રેક્ટીસ કરાવતી રહી, અને એ સ્ટેજ-શો સફળ રહ્યો, જેનું અમને પાંચ લાખ રૂપિયા પેમેન્ટ મળ્યું. અને અન્ય સ્ટેજ-શો માટે બુકિંગ મળવા લાગી. રોશની મારી લાઈફમાં રોશનીની જેમ આવી મારૂં લાઈફ સ્ટાઈલ પહેલા હતી એવીજ થઇ ગઈ મારો તમામ હિશાબ કિતાબ રોશની રાખવા લાગી, પણ રોશની મને સિગરેટ નહોતી પીવા દેતી, રોશનીને તેનું કાઉન્સેલિંગનું જુનું પ્રોફેશન ચાલુ રાખવું હતું, તેના માટે તે તેની ફ્રેન્ડ વર્ષાને પણ ઓફીસમાં લાવી અને ઓફીસનો વિસ્તાર વધાર્યો. હું મારો પહેલો પ્રેમ મલ્લિકાને ભૂલી ચુક્યો હતો. રોશની મારી સાથે મેરેજ કરવા તૈયાર હતી.

એક દિવસ સાંજે અમે ઓફિસમાં બેઠા હતા ત્યાં મલ્લિકા આવી પહોંચી. છ મહિના પછી મલ્લિકાને જોઈને હું ડઘાઈ ગયો, મલીકાનો ચહેરો ઉતરી ગયો હતો, તેની આંખોની આસપાસ કાળા કુંડાળા થઇ ગયા હતા. એ ઓફીસની બહાર આવી ઉભી રહી ગઈ ગ્લાસમાંથી જોવાતી હતી. મેં રોશનીને પૂછ્‌યું, “આ મલ્લિકા અહી કેમ આવી?”

વર્ષા મલ્લિકાને ઓફીસમાં લાવીએની પૂછપરછ કરી, “શું પ્રોબ્લેમ છે મેમ?”

“કંઈ નહી હોય પેલો ઉમેશ કોઈ બીજી જોડે મોજ માણી રહ્યો હશે. હવે અહીં માફી માંગવા આવી હશે.બીજું શું હોય..?"એમ કહી, મેં એની સામે જોઈ ગુસ્સામાં કહ્યું, “ગેટ આઉટ મલીકા.. આઈ સેઇડ ગેટ આઉટ.”

મલ્લિકા ઘૂંટણીયેથી નીચે બેસી ગઈ,રોશની મારી પાસે આવી ગુસ્સો કરવા લાગી.

“અરે યાર. એને કંઇક પ્રોબ્લેમ હશે, તું પણ કંઈ પણ પૂછ્‌યા વગર ગુસ્સો કરે છે?”

“અરે આવી બે ટકાની રાંડને કોઈ પ્રોબ્લેમ નહોય. આ મગરમચ્છના આંસુ છે. એની વાતોમાં ન આવતી રોશની.. ”

“ચુપ. ચિરાગ પ્લીઝ ચુપ થા મને વાત કરવા દે, પ્લીઝ.”

એમ કહી રોશની અને વર્ષા તેને તેનાં ટેબલ પાસે લઈ ગઈ, મેં ઓફિસની બહાર નીકળતા નીકળતા કહ્યું.

“આ વેશ્યાનું કાઉન્સેલિંગ પૂરૂં થાય એટલે અહીથી કાઢી મૂકજે, અને એને કહેજે કે અહી બીજીવાર પગ ન મુકે.”

હું બહાર ઓફિસની સામેના ગલ્લા ઉપર સિગરેટ પીવા ઉભો રહી ગયો. દસ મિનીટ પછી હું ઓફિસમાં ગયો. રોશની અને વર્ષા વાતો કરી રહી હતી.

“પેલી રાંડ શું કહેતી હતી?”

“અરે યાર તું શબ્દો તો સારા પ્રયોગ કર, એને પ્રોબ્લેમ છે. એનાં બોય ફ્રેન્ડને એઇડસ થઇ ગયો છે અને અહી મદદ માંગવા આવી હતી. એને પૈસાની જરૂર છે.”

“એ તો થવાનુંજ હતું. તે શું કીધું?”

“પાંચ લાખની મદદ કરીશ,”

“ક્યાંથી કરીશ? તું અથાણાં અને પાપડ વેચીને એ બે ટકાની રાંડને પાંચ લાખ રૂપિયાની મદદ કરીશ એમ?”

“ચુપ, મારા પગારમાંથી કાપી લેજે સમજ્યો.”

“ઉમેશને આ થવાનુંજ હતું, એ રાંડ પણ એચ આઈ વી પોઝીટીવ જ હશે.”

“ના એને કશું નથી થયું, એ મેં પૂછી લીધું. પહેલા સ્ટેજમાં છે, અને એ ક્યોરેબલ છે એવું કહેતી હતી.”

“અને ઉમેશને.?”

“એ લાસ્ટ સ્ટેજમાં છે.”

“તો? તે નક્કી કર્યું છે કે તું એને મદદ કરીશ, એમ?”

“હા, એ સામે ચાલીને મદદ માંગવા આવી છે. તું ના કહીશ તો પણ હું એને મદદ કરીશ.”

આ સાંભળી હું રોશનીની આંખોમાં જોતો રહ્યો મારો ગુસ્સો સાતમાં આસમાને હતો. એ મારી આંખોમાં જોઈ રહી હતી. એની આંખોમાં જિદ્દ તરવરતી હતી, અને એની આ જીદ્દ મને જરા પણ પસંદ ના આવી.

“ઓકે તારી મરજી પડે એમ કર, મારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખતી. અને હા, રહી વાત તારા પગારની તો આ બધું તારૂજ છે. તું કહે ત્યાં હું સાઈન કરી આપીશ, હમણાંજ આ બધું તારા નામે કરી આપું, આજ સુધીની મારી કમાણી આઈ કેર ફોર યુ નાં નામથી જ થઇ છે, અને એ સંપતિ તારીજ છે, પણ એ વેશ્યા માટે એક ફૂટી કોડી પણ હું નહી આપી શકું. આ મારો આખરી નિર્ણય છે.”

“ચિરાગ એ તારો પહેલો પ્રેમ હતો, એ પછીની વાત છે, પણ તે પહેલાં એ એક ઇન્સાન છે. કદાચમલ્લિકાની જગ્યાએ કોઈ બીજી ઔરત મદદ માંગવા આવી હોત તો? શું તું એને મદદ ના કરત?”

“નાં, એવી વાત ન કરીશ મારી પાસે, મલ્લિકા મારો પહેલો પ્રેમ હતી! અરે એને મારી દોલત, શોહરત, રૂપિયાથી પ્રેમ હતો, મારાથી પ્રેમ એને ક્યારેય હતોજ નહીં.”

“છોડ ચીરાગ તું નહીં સમજે, હું મારા નિર્ણય ઉપર મક્કમ છું,”

“ઓકે, તો તને મરજી પડે એમ કર.”

આટલું કહી અને હું નીકળી ગયો, મને ખુબ ગુસ્સો આવ્યો, મારૂં દિમાગ ફરવા લાગ્યું, હું મારા ઘર તરફ રવાનો થયો, હું મારૂં વેચી મારેલું ઘર પાછુ લેવા માંગતો હતો અને રોશની આ વેશ્યા પાછળ રૂપિયા બગાડવા માંગે છે. મને એટલો ગુસ્સો આવ્યો કે મેં ઘરે પહોંચીને ફોન સ્વીચ ઓફ કરી મુક્યો.જમીને હું આડો પડયો, મને ઊંઘ નહોતી આવતી, થોડી વાર વિચારતો રહ્યો, શું કરૂં? રોશનીને ફોન કરૂં? એ વિચારીને મેં ફોન સ્વીચ ઓન કર્યો, અડધો કલાક સુધી રાહ જોઈ,રોશનીનો ન તો કોઈ ફોન આવ્યો કે ન કોઈ મેસેજ! મારી ધીરજ ખૂટી.. મેં સામેથી ફોન કર્યો, રોશનીનો ફોન વ્યસ્ત આવતો હતો.દસ મિનીટમાં સતત ચાર વખત ફોન કર્યો પણ વ્યસ્ત આવતો હતો. બરાબર મારી આંખ લાગી અને રોશનીનો ફોન આવ્યો.

“ચિરાગ ચાર મિસ કોલ છે તારાં, બોલ.. શું કામ હતું?”

“કોની સાથે વાત કરી રહી હતી?”

“મલ્લિકા સાથે.”

“પણ અડધો કલાક થયો, એવી તો શું વાત હતી?”

“ચિરાગ સવારે ઓફીસમાં આવ તને બધું જણાવું, અત્યારે તું ઊંઘમાં લાગે છે અને ફોન ઉપર વાત કરવું મને વ્યાજબી નથી લાગી રહ્યું.”

“ઓકે સવારે ઓફિસમાં મળીએ.” મેં ઊંઘમાં જવાબ આપ્યો, ફોન ટેબલ પર મુક્તાં જ મારી આંખ લાગી ગઈ.

બીજા દિવસે સવારેરોશની ડાયરીનાં પાનાં ઉથલાવતાં એની અદામાં બોલવા લાગી, “ચિરાગ ૧ ફેબ્રૂઆરીથી ૧૪ ફેબ્રૂઆરી સુધીમાં તારા પાંચ સ્ટેજ-શો છે, મુંબઈ બે તારીખ, દિલ્હી ચાર તારીખ, ગોવા ૭ તારીખ, બેંગ્લોર ૧૦ તારીખ અને લાસ્ટ સ્ટેજ-શો ૧૪ ફેબ્રૂઆરી વેલેન્ટાઈનડે અમદાવાદ.

આ રહ્યું તારૂં શેડયુલ, ટીકીટ અને હોટેલ બુકીંગ્સ વગેરે બધું આ કવરમાં છે, અને હા, આ શોમાં તારે એકલાએ જવાનું છે, હું તારી સાથે નહી આવી શકું. તારો બધોજ સામાનઅહી આ બોક્સમાં તૈયારી કરીને રાખ્યો છે...એની ક્વેશ્ચન?

“નો ક્વેશ્ચન મેમ?” મેં અણગમો વ્યક્ત કરતા કહ્યું..અને ઉમેર્યું.“પેલી વેશ્યા શું કહે છે?”

“વોટ નોનસેન્સ ચિરાગ! હવે તું હદ વટાવે છે, પ્લીઝ તારી ભાષા સુધાર.”

“વોટ લેન્ગવેજ? એ વેશ્યા માટે હું આવીજ લેન્ગવેજ વાપરીશ.”

“ચિરાગ.. એની પરિસ્થતિ દયાજનક છે, અને હાલ મારા પ્રોફેશન મુજબ મારે એને સાથ આપવો જોઈએ, અને એ હું આપીશ, કાલે પપ્પા પચાસ હજાર રૂપિયા આપી ગયા છે. વર્ષા પણ પોતાના ખિસ્સામાંથી એકલાખ રૂપિયાની મદદ કરી રહી છે. બાકી જે ઘટશે એમાં તને ડીસ્ટર્બ નહીં કરૂં. અને હા હવે પછી મારા ક્લાયન્ટ માટે આ પ્રકારની અભદ્ર ભાષા ન વાપરવી,”

“આ ચેતવણી છે કે ધમકી?”

“તું જે સમજે એ,એન્ડ વન મોર થિંગ, શી ઈઝ માય પેશન્ટ, ઓકે? જેમ એક દિવસ તું મારી પાસે એક પેશન્ટ બનીને આવ્યો હતો તેમ! ”

“ઓહ! તો શું તું મને મારાં એ દિવસો યાદ દેવડાવે છે?”

ક્રમશઃ