Hu Tari rah ma - 2 in Gujarati Fiction Stories by Radhika patel books and stories PDF | હું તારી રાહ માં - ૨

Featured Books
Categories
Share

હું તારી રાહ માં - ૨

આગળ જોયું ...(મેહુલ એક છોકરી ને જોઈ ને પાગલ બને છે અને દિવસ રાત તેના જ સપના જોયા કરે છે અને પાગલ ની જેમ તેને જ શોધ્યા કરે છે જ્યાં તે પેહલી વાર તેને દેખાઈ હતી ..અને અચાનક જ આજે તેની office પર એક છોકરી આવે છે જેને જોઈ ને મેહુલ આશ્ચર્ય ચકિત થઇ જાય છે ....હવે આગળ )

બ્લુ કલર ની સલવાર અને વ્હાઇટ કલર ના કુર્તા સાથે સીફોન ના લેરીયા વાડી ચુનરી માં એ એકદમ પરી જેવી લાગતી હતી. અને એ છોકરી ના ચહેરા ને જોઈ મેહુલ ભાન જ ભૂલી ગયો અને જાણે ઉડવા જ લાગ્યો. કારણ પણ હતું તેનું આમ વર્તન કરવાનું. કેમ કે એ છોકરી બીજી કોઈ નહિ પણ પેલા દિવસ એ જેને જોઈ એ જ હતી .

મેહુલ ને આમ હરખાતો જોઈ બોસ તેની ખુશી સમજી ગયા. પંકજભાઈ (બોસ) એ મેહુલ ને કહ્યું, ”શું વાત છે મેહુલ કઈ નવીન માં નથી ને?” બોસ બધું સમજી ગયા છે આમ લાગતા મેહુલ એ શરમાતા જ પંકજભાઈ ને બધી વાતો કરી અને સાથે સાથે એક Request પણ કરી કે આજ ની જોબ આ જ છોકરી ને મળવી જોઈએ.

પંકજભાઈ પણ મેહુલ ના બોસ કરતા સારા મિત્ર વધારે હતા તેથી તે મેહુલ ની મસ્તી કરતા બોલ્યા,” હા પાક્કું નોકરી તો હું આ જ છોકરી ને અપીશ પણ તારે અને આ છોકરી ને હવે થી દરરોજ Overtime કરવો પડશે.” મેહુલ તો જાણે શરમાય જ ગયો અને પોતાના કામે લાગી ગયો.

પણ મેહુલને આજ તેના કામમાં મન જ નહોતું લાગી રહ્યું. એ વારે વારે ઘડિયાળ માં સમય જોઈ રહ્યો હતો કે, Interview ક્યારે પૂરો થઈ અને ક્યારે એ પોતાની સ્વપ્ન પરી નું નામ જાની શકે ? “શું હશે તેનું નામ?” મેહુલ મન માં ને મન માં વિચારી રહ્યો હતો. હવે તેના થી એક મિનીટ ની પણ રાહ જોવી અશક્ય હતી.

સાથે મેહુલ થોડો ચિંતિત હતો. એટલા માટે નહિ કે તેની ‘પરી’ ને જોબ મળશે કે નહિ?, પરંતુ એટલા માટે કે, તેની ‘પરી’ પોતે જ આ Interview માટે Tension માં જણાતી હતી. સાથે મેહુલ ખુશ પણ થતો હતો અને કેમ ન થઇ..? જેના એ સ્વપ્ન જોઈ રહ્યો હતો છેલ્લા ઘણા સમય થી તે છોકરી ના દરરોજ હવે કોઈ પણ મહેનત વગર જ દર્શન થવાના હતા.

.....સામે રિદ્ધિ (મેહુલ ની સ્વપ્ન પરી ) પણ એટલી જ Tension માં હતી. અને હોઈ જ ને યાર ....કેમ ન હોઈ ? તેને તો ક્યાં ખબર જ હતી કે તે જે જોબ ના Interview માટે આટલી હદ સુધી Tension માં હતી એ જોબ તેને પેહલે થી મળી ગયેલી હતી.

બસ થોડી જ વાર માં Interview પૂરો થવાની તૈયારી માં હતો. એટલા માટે મેહુલ એ Staff Office માં નવા આવી રહેલા Employee ના સ્વાગત ની તૈયારી માં લાગી ગયો અને કેમ ના કરે આ Employee હતું જ એટલું ખાસ.

......અને Finally Interview પૂરો થયો. બાકી ના બધા ઉમેદવારો Interview Complete કરીને જતા રહ્યા, પણ બધા ના Face આવ્યા ત્યાર જેવી રોનક નહોતી. પરંતુ એક ચહેરા પર ગજબની રોનક હતી ને ચહેરા પર જોબ મળવાની ખુશી સાફ ઓળખાય આવતી હતી. સાથે સાથે એક પણ ખુશી થી ચળકતો હતો. આ બંને બીજું કોઈ નહિ પણ મેહુલ અને રિદ્ધિ હતા.

હા.... મેહુલ અને રિદ્ધિ. બે તેવા નામ જે ભવિષ્ય માં કદાચ એક થવા જાય રહ્યા હતા. પરંતુ આ બંને ને ક્યાં ખબર હતી કે આગળ એમના જીવન માં કેવા કેવા વાન્નાકો અને કેવી કેવી પરિસ્થિતિ આવવાના હતા..? બંને આ વાત થી અજાણ પોતપોતાની ખુશી ને માનતા માનતા મનમાં ને મનમાં પોતાની ખુશી પોતાના દિલ સાથે જ Share કરી રહ્યા હતા .

મનમાં ને મનમાં બંને પોત પોતાની ખુશી માટે હરખાતા હતા ત્યાં જ પંકજભાઈ એ બધા જ Employe ને Meeting Room માં બોલાવ્યા . સાથે સાથે new employe બનીને આવેલ રિદ્ધિ ને પણ બોલાવવામાં આવી .

રિદ્ધિ થોડી ખચકાટ સાથે Meeting Room માં પ્રવેશી. જ્યાં પેહલે થી જ બધા employe હાજર હતા. જ્યાં મેહુલ પણ હાજર હતો . મેહુલ ના મનમાં તો જાણે તોફાની મસ્તી ચાલી રહી હતી . મેહુલ તો સીધો જ રિદ્ધિ જોડે વાત કરવા ઈચ્છતો હતો . મેહુલ પોતાના પર Control કરી નહોતો શકતો . છતાં તેને મહા મુશ્કેલી થી પોતાના પર control કર્યો.

પંકજભાઈ એ new Employee રિદ્ધિ ને આવકારી તેને બેસવા માટે કહ્યું . પેહલી વખત પંકજભાઈ ના મોઢે થી પોતાની ‘સ્વપ્ન પરી ’ નું નામ સાંભળી મેહુલ ના પગ ધરતી પર નોહતા રેહતા . મેહુલ ના મન માં ખુશી રૂપી વરસાદ વરસી રહ્યો હતો.

મેહુલ વિચારી રહ્યો હતો જેટલો સુંદર દેખાવ તેટલું જ ‘સરસ’ નામ હતું તેની ‘સ્વપ્ન પરી’ નું. હવે તો બસ મેહુલ રાહ જોઈ રહ્યો હતો તે સમયની કે ક્યારે તે પોતાની ‘ સ્વપ્ન પરી ’ (રિદ્ધિ) જોડે વાતચીત શરુ કરે ?

પંકજભાઈ એ બધા Employe ને સંબોધતા કહ્યું, “ મિત્રો, રિદ્ધિ આજ ના Interview માં Pass થયેલ ઉમેદવાર છે. અને આજ થી તે આપની સાથે આપની office માં સાથે કામ કરશે.

સાથે સાથે પંકજભાઈ એ બધા Employe ને વિનમ્રતા પૂર્વક જણાવ્યું કે, બધા રિદ્ધિ

ને Work માં બનતી મદદ કરે.

ભાર્ગવ, ચીરગ, ગૌતમ, મિલન અને મેહુલ બધા Employe જોડે પંકજભાઈ એ એક પછી એક એમ નવા Employe રિદ્ધિ ની ઓંળખાણ કરાવી. બધા લોકો એ રિદ્ધિ ને As A Employe તરીકે સારું Welcome કર્યુ અને પોતાની ઓંળખાણ આપી.

મેહુલ પણ રિદ્ધિ જોડે વાત કરવા ઈચ્છતો હતો. પરંતુ પંકજભાઈ એ જયારે રિદ્ધિ સાથે મેહુલ ની ઓંળખાણ કરાવી ત્યારે ન જાણે કેમ મેહુલની કોઈપણ બોલવા માટે જીભ જ ન ઉપડી તેને માત્ર હસી ને નામ ધીમેથી જણાવ્યું.

સામે રિદ્ધિ પણ મેહુલ જોડે વાત કરવામાં થોડી ગભરાયેલી જણાતી હતી આ વાત આ વખતે પંકજભાઈ અને મિલન બન્ને એ અનુભવી હતી. ત્યારપછી પંકજભાઈ એ રિદ્ધિ ને કાલ થી Join કરવાનું કહીને ઘરે જવા માટે રજા આપી.

મેહુલ પોતાનું Regular Work કરી રહ્યો હતો ત્યાં પંકજભાઈ મેહુલ પાસે આવ્યા તેને મેહુલ ને કેઈક કહ્યું પરંતુ મેહુલનું ધ્યાન તેમાં ન હતું. તે પોતાના જ કેઇક વિચારોમાં ખોવાયેલો બેઠો હતો.

પંકજભાઈ એ મેહુલને હચમચાવી ને ભાનમાં લાવતા પૂછ્યું “ ક્યાં ધ્યાન છે મેહુલ તારું? તારી આવી હાલત મેં પહેલી વાર જોઈ છે! ક્યાં વિચારો માં ખોવાયેલો છે.

મેહુલ અચનાક જ પંકજભાઈના અવાજથી ચોકી ગયો અને છોભીલો પડી ગયો. મેહુલ એ કહ્યું અરે ના પંકજભાઈ હું તો બસ અહી મારા કામ માં થોડો બીઝી હતો. આ જુવો ને એક Software ના Working માં થોડો Problem આવી રહ્યો છે. તો બસ એમાજ આમ કહીને મેહુલે પોતાના બચાવ માં બહાનું રજુ કર્યુ.

પરંતુ પંકજભાઈ હસવા લાગ્યા અને બોલીયા “ મેહુલ મને ન સમજાવ, હું જાણું છુ તારી હાલત માંથી હું પસાર થઇ ગયો છુ. અને સાથે તારી ઉમર માંથી પણ ”. આમ કહીને મેહુલને અભિનંદન આપ્યા. પોતાના નવા જીવનની શરૂઆત માટે.

સામે મેહુલે પણ પંકજભાઈ નો આભાર માનતા કહ્યું.” પંકજભાઈ તમારો ખુબ ખુબ આભાર જો તમે ન હોત તો આ શક્ય જ ના બન્યું હોત”.

પંકજભાઈ એ કહ્યું “મેહુલ હું કઈ જાદુગર નથી આભાર માનવો જ હોય તો ઉપરવાળા નો માન કે જેને રિદ્ધિને અહી મોકલી.”

આમ આ બધી વાત મિલન પણ સંભળતો હતો મિલન મેહુલનો ખાસ મિત્ર હોવાથી બે ઘડી તેને પણ મેહુલ ની મજાક કરી. પછી પોતાના ભાઈબંધ ના જીવનમાં આવેલા આ નવી ખુશી માટે તેને અભિનંદન પાઠવ્યા.

“સર, ઓફિસનું આજનું Work Complete થઈ ગયું છે તો મારે પ્પાને મદદ કરવા માટે Railway Office પણ જવાનું છે તો હું જઈ શકું? મેહુલ એ પંકજભાઈ પાસે રજા માગી.

“અરે હા, એ કઈ પૂછવાની વાત છે? તારું કામ પૂરું થાય એટલે તું તારે છૂટો. પંકજભાઈ એ મેહુલ ને રજા આપતા કહયું.

ફટાફટ મેહુલ ઓફિસ એ થી જુનાગઢ Railway Station Office પહોચી જાય છે તેના પ્પાની મદદ માટે.

“ મેહુલ આવ હું તારી જ રાહ જોતો હતો આ થોડા Document છે તે સમજી લે અને મારૂ થોડું બૅન્કનું કામ તારે પતાવવાનું છે.” હરસુખભાઇ એ મેહુલના આવતા જ તેને બધુ કામ સમજાવતા કહયું.

“હા પપ્પા, મને તમે સમજાવી દો બધા Documents વિશે બાકીનું બધુ કામ હું જોઈ લાઈશ અને આમ પણ મારી Office ના બૅન્કના કામ પણ હું જ કરું છું એટલે હવે તો બૅન્કવાળા પણ મારા બધા ઓળખીતા થઈ ગયા છે. અને મારે તો લાઇનમાં પણ ઊભું નથી રહેવું પડતું એવી ઓળખાણ થઈ ગઈ છે મારી તો મેહુલ એ હસતાં કહયું.

“ સારું ત્યારે મારે આ એક ચિંતા તો ઓછી બૅન્કના કામની તું બધા Documents જોઈ લે ન સમજાય ત્યાં મને પુછજે અને પછી જલ્દી બૅન્ક ન કામ પૂરું કરી આવ બૅન્ક બંધ થવાને દોઢ ક્લાક ની જ વાર છે. જો 4:30 તો થઈ ગયા છે.” હરસુખભાઇ મેહુલને સંબોધતા બોલ્યા.

“ હા, પ્પપા હમણા જ હું બૅન્ક જવા માટે નીકળી જાવ છું.” મેહુલ એ Documents લેતા બોલ્યો.

મેહુલ અત્યારે પણ મનમાં રિદ્ધિના જ વિચાર કર્યે જતો હતો.

“ શું ગાંડો થઈ ગયો છો. કેમ આમ એકલા એકલા હસે છે?” હરસુખભાઇ મેહુલને ટપોરતા બોલ્યા.

“ અરે ના પ્પપા આ તો એક મિત્ર ની વાત યાદ આવી ગઈ તો થોડું હસવું આવી ગયું. મેહુલએ વાત વાળતાં કહયું.

“ સારું “ હરસુખભાઇ બોલ્યા

“ પ્પપા મે Documents જોઈ લીધા છે બધુ Ok છે અને કઈ કામ હશે તો Call કરીશ મેહુલએ બૅન્ક જતાં કહયું.

“ સારું, સાંજે ઘરે વહેલો આવજે.” હરસુખભાઇ એ કહયું.

“ હા પ્પપા “ મેહુલ બોલ્યો

Bank નું કામ પૂરું કરીને મેહુલ ફરીથી ઓફિસ ગયો. ત્યાં જઈ ઓફિસનું વધારાનું કામ કર્યુ ત્યાં સાંજ થવા આવી હતી.

આમ ને આમ ચાનક માં મેહુલનો દિવસ પૂરો થાય છે. અને રાતે સુવા સમયે તે રિદ્ધિ ના વિચાર કરતો કરતો એ વિચારે છે કે આ દિવસ તેની પોતાની જીદગી માં કયારેય નહિ ભૂલે.

આમ મેહુલ વિચારતા જ વિચારી તે કાલ સવારની રાહ માં રિદ્ધિના વિચાર કરતો કાનમાં હેન્ડસેટ લગાવી પોતાનું પ્રિય ગીત પ્લે કર્યુ અને રિદ્ધિની યાદમાં ખોવાઈ ગયો અને અને કયારે જોકું આવી ગયું તેની ખબર જ ન રહી.

વાંચક મિત્રો, તો શું લાગે છે તમને ? શું થશે જ્યારે મેહુલ પેહલી વખત તેની સ્વપ્ન પરી જોડે વાત કરશે ?શું રિદ્ધિ બધા Employee જોડે Set થઇ જશે ? શું થશે જ્યારે મેહુલ અને રિદ્ધિ બન્ને સામસામે થશે? શું મેહુલ રિદ્ધિ એકબીજા જોડે સહજ રીતે વાત કરી શકશે કે પછી આમ જ અજાણ્યા વ્યક્તિ ની માફક જ As a Employee જ એક ઓફિસમાં સાથે Work કરશે જોશું આવતા અંક માં ત્યાં સુધી રાધિકા પટેલ ના સૌ વાંચક મિત્રો ને જય શ્રી કૃષ્ણ.

તમારા અભિપ્રાય આપવાનું ચુક્સો નહિ.

www.radhikapatel8121996@gmail.com

Contect no. 7698420749