victim - 10 in Gujarati Love Stories by Bhavesh Tejani books and stories PDF | વિક્ટીમ - 10

Featured Books
Categories
Share

વિક્ટીમ - 10

રોડ પર આજુબાજુ દોડધામ ચાલુ થઇ ગઈ. ટ્રક ગાર્ડનની દીવાલ તોડી અંદર ઘુસી ગયો હતો. લોકોના ટોળેટોળા ઉમટી પડા હતા. કોઈ હાથમાં મોબાઈલ લઇ વીડીઓ લઇ રહ્યા હતા તો કેટલાક ઘટના પર અફસોસ જતાવી રહ્યા હતા. ડો.સ્નેહલ અને તેની સાથે તેના પિતા અને ડો.વિનોદચંદ્ર પોતાને માંડ તેને લાગેલા ધક્કા માંથી ઉભરીને બહાર આવ્યા અને એકબીજાને સહારો આપીને ઉભા થયા. પોતાના કપડા વ્યવસ્થિત કરી અને કોઈને ઈજાતો નથી થઇને એ જાણકારી મેળવી. ડો.સ્નેહલને થયેલો સ્પર્શ એણે રોમાંચિત કરી ગયો.પળભર માટે તેની આસપાસ શું બની રહ્યું છે એ પણ ભૂલી ગયા જયારે ડો.વિનોદચંદ્ર એ એને તંદ્રા માંથી બહાર કાઢ્યા. અને તેઓ બધા એ ટોળા તરફ ગયા એ જોવા કે શું બન્યું છે.

લોકો એક મોટું કુંડાળું કરીને ઉભા છે વચ્ચે ભાવેશ પોતાનો એક પગ પકડીને બેઠો છે અને પીડાના ભાવ તેના ચેહરા પર દેખાઈ આવે છે. જયારે દર્દની એક લહેર એના એના શરીર માંથી પસાર થઇ ત્યારે પોતાની આંખો જોરથી મીચીને એક સિસ્કારી લઇલે છે.

ડો.સ્નેહલ ટોળાને ચીરીને આગળ વધે છે અને ભાવેશ પાસે પહોચી જાય છે અને તેની પાસે જમીન પર જ બેસી જાય છે. થોડીવાર તેને જોઈ રહે છે પછી ફટાફટ પોતાની બેગ માંથી પાણીની બોટલ કાઢી અને ભાવેશને પોતાના હાથ થી પાણી પાયું. પાણી પીયા પછી થોડી શાંતિ થઇ પણ એને ચક્કર આવવા લાગ્યા અને આખો બંધ થવા લાગી અને માથું ઢળવા લાગ્યું તરત જ ડો.સ્નેહલે પોતાના ખોળામાં લઇ લીધું. અને એકી ટશે ભાવેશના ચેહરાને જોઈ રહ્યા. આજે એણે ભાવેશનો પીડા જાણે એને પીડા થતી હોઈ.

ત્યાં સુધીમાં ડો.જયેશ અને ડો.વિનોદચન્દ્ર બંને આવી ગયા. બંને એ પ્રાથમિક તપાસ ચાલુ કરી ડો.જયેશે ભાવેશના પગની તપાસ ચાલુ કરી અને ડો. વિનોદચંદ્રએ પણ એમ્બ્યુલન્સન માટે કોલ કરી દીધો. અને એણે પણ ભાવેશ પાસે જઈને ચેકઅપ કરવાનું ચાલુ કયું.

“ અરે આ છોકરો કેવો છે એણે બીજા ને બચાવીને પોતે મારવા ગયો “ ટોળા માંથી એકે બોલવાનું ચાલુ કર્યું. ડો.સ્નેહાલનું ધ્યાન તરત જ એ બાજુ ખેચાયું. ત્યાં જ બીજા એકે બોલવાનું ચાલુ કરું “ પણ એણે કોઈ ઓળખાણ હશે તો જ બચાવે ને નઈતર મારવા શુ કામ જાય? ”એ પોતાનું વાક્ય પૂરું કરે એ પેહલા તો બીજા એ બોલવાનું ચાલુ કરી દીધું. “અરે ઓળખીતું હોઈ તો પણ આવું કોઈ ના કરે આમાં જો મારીગ્યા તો તો ઠીક છે પણ વચ્ચે રહ્યા તો જીવવું મુશ્કેલ થઇ જાય“ બીજા એકે કહયું. આમ જ એક પછી એકે બોલવાનું ચાલુ રાખ્યું. પણ એમાંથી કોઈ એક પણ મદદ માટે આવે આવે તો કેહવાય બસ વાતો અને ફોટોગ્રાફ્સ આગળ કોઈ ન વધે.

ત્યાં જ એમ્બ્યુલન્સના આવવાનો આવાજ આવ્યો અને તરત જ લોકોનું ટોળું થોડું દુર થયું અને એમ્બ્યુલન્સ પાસે આવી. ભાવેશને એમ્બ્યુલન્સના લઇ જવામાં આવ્યા તો ડો.સ્નેહલ પણ સાથે બેસી ગયા. અને ફટાફટ જયેશભાઈને કહયું કે તમે સદભાવના પહોચો. જયેશ ભાઈ એ કહયું “ બેટા તું ઘરે જા અમે આને હોસ્પિટલ લઇ લઇ જઈ એ છીએ “ પણ ડો.સ્નેહલે સાંભાળું ન સાંભળું કરી અને એમ્બુલન્સનો દરવાજો બંધ કરી દીધો.

એમ્બ્યુલન્સમાં બેસતા જ તેમાં રહેલા મહિલા ડોકટરે વાત કરવાની શરુવાત કરી અને ડો.સ્નેહલને કહયું કે તમારા પતિ છે? ડો.સ્નેહલ એકદમ આ સવાલથી સેહમી ગયા પણ પોતાને સંભાળતા કહયું કે હું નથી ઓળખતી કે એ કોણ છે... હવે ચોકવાનો વારો એ ડોકટરનો હતો એણે તો એવું જ વિચારું હતું કે આ પેશન્ટ એના પતિ જ છે એતો આશર્યથી ડો.સ્નેહાલની સામે જોઈ રહ્યા. થોડીવાર પશી સ્વસ્થતા મેળવી અને વાત આગળ વધારી અને કહયું તો તમે આના પરિવારને જાણ કરી? ડો.સ્નેહલે કહયું અરે એ તો રહી જ ગયું અને એણે ભાવેશના કપડાઓ તપાસવાનું ચાલુ કર્યું અને મોબાઇલ ચેક કરો અને એક નંબર લગાવો અને ભાવેશના પરિવારને જાણ કરી અને સદભાવના હોસ્પીટલ આવવા માટે જણાવું. ત્યારબાદ તેણે એના વોલેટ માંથી આઈડી કાર્ડ કાઢીને નામ અને સરનામું જોયું.

હોસ્પિટલ આવી જતા ભાવેશને ફટાફટ ઓપરેશન થીયેટરમાં લઇ જવામાં આવ્યા. ત્યાં જ ડો.જયેશ પણ આવી ગયા અને ભાવેશ ની સારવાર ચાલુ થઇ ગઈ. ડો.સ્નેહલ જાણે ભાવેશના સંબંધી હોઈ એમ બધી જ જવાબદારી સંભાળી લીધી હતી. જેવા જ ભાવેશના મોટા ભાઈ ભાભી આવી ગયા કે તરત જ ભાવેશ નો બધો જ સામાન સોપી દીધો અને જે પણ ઘટના બની હતી એ જણાવી દીધી.

ત્યાં જ ડો.જયેશ આવ્યા એટલે ડો.સ્નેહલ ઉતાવળે જ બોલી ગયા હજુ ભાવેશનો પરિવાર કઈ પણ બોલે એ પેહલા જ “ પપ્પા શું પ્રોબ્લેમ છે કઈ ચિંતા જેવું તો નથી ને ?” ડો.જયેશે ધરપત આપતા કહયું કે “ ચિંતા જેવી કોઈ વાત નથી પણ એક પગમાં હાડકું તૂટી ગયું છે એટલે ઓપરેશન કરવું પડશે પણ એ અત્યારે નઈ થઇ કેમ કે ત્યાં બ્લડ જામી ગયું છે એટલે રાહ જોવી પડશે ૨ દિવસ પછી જ ઓપરેશન થશે અને ત્યાં સુધી એ અહી એડમીટ રહેશે તો સારું પણ તમે ધારો તો ઘરે પણ જઈ શકો છો”

ત્યાં જ પાછુ ડો.સ્નેહલે બોલવાનું ચાલુ કરી દીધું “ એને માથામાં પણ વાગેલું છે તમે એના રીપોર્ટસ કરવા કે નઈ અને એ હવે સાજા નઈ થઇ ત્યાં સુધી અહી જ રેહશે “ એકી શ્વાસમાં બોલી ગયા.

ડો.જયેશે કહયું “અરે માથામાં તો મામુલી બસ ચામડી જ ગઈ છે એટલે કઈ જ જરૂર નથી અને તમે થયું છે શું કેમ આમ કરે છે અરે એનો પરિવાર અહી જ છે એન જ નાક્કી કરવા દેને કે એને શું કરવું.... “

આ વાત સાંભળીને ડો.સ્નેહલ થોડા શોભીલા પડી ગયા અને ફટાફટ ત્યાંથી સીધા જ બાથરૂમ તરફ ચાલવા લાગ્યા અને સીધા જ વોશ રૂમમાં જઈ અને દરવાજો બંધ કરી અને તેને ટેકો દઈને ઉભા રહી ગયા અને પોતાની માથે એક ટપલી મારી અને હસી પડ્યા.

ડો.સ્નેહલ ફ્રેશ થઇ ને જેવા બહાર આવ્યા તો ભાવેશના ભાઈ ભાભી ત્યાં જ ઉભા હતા તો આવી ને સીધું જ કહયું કે “ તમે અહી જ રહો છો ને ?“

ભાવેશના મોટા ભાઈએ થોડી વાર પછી કહયું “ ના અમે રજા લઇ એ છીએ “

ડો.સ્નેહાલે કહયું “ અરે પેશન્ટને અત્યારે આ હાલતમાં વધારે ન ફેરવો તો સારું અને આહી બધી જ સારસંભાળ રાખવામાં આવશે તમે ચિંતા નઈ કરો”

ભાવેશના ભાઈ ભાભી એ એક બીજા સામે થોડીવાર જોઈ રહ્યા અને ત્યારબાદ ભાભી એ ધીમેથી બોલવાનું ચાલુ કર્યું “ ઘરે નજર સામે રહેશે તો ધ્યાન રહેશે અને તમારી હોસ્પીટલનું બીલ પણ...” જાણી જોઈ ને વાક્ય આધુરું મૂકી દીધું. અને એમની વાત ખોટી પણ નહોતી કે આ હોસ્પીટલનું બીલ માત્ર વી.આઈ.પી. લોકો જ ભરી શકે એમ હતા બીજા માટે તો વિચારવું પણ અઘરું હતું.

ડો.સ્નેહલે કહયું “તમે કેવી વાત કરો છો અરે તમારે બીલ ના ચૂકવાનું હોઈ અરે એણે તો આમારો જીવ બચાવો છે. અમે કોઈ ઉપકાર નથી કરતા પણ અમારા પર થયેલા ઉપકારને થોડો ઓછો કરીએ છીએ એટલે ચિંતા ન કરો કોઈ જ બીલ નથી ચૂકવાનું અને આહી જ રેહવાનું છે અને તેના માટેની બધી જ સુવિધા કરાવી દઉં છુ “

ક્રમશઃ

આ મારી પેહલી સ્ટોરી છે એટલે કદાચ મારી કેટલીક ભૂલો હોય શકે અને હું આમાં આગળ શું ફેરફાર કરુતો રસપ્રદ બને તે માટે મને તમારા પ્રતિભાવની રાહ જોઇશ. મારો વોટ્સએપ નંબર છે ૮૪૬૦૧૫૨૧૦૬ આભાર