Hu chhu ne in Gujarati Short Stories by N D Trivedi books and stories PDF | હું છુ ને

Featured Books
Categories
Share

હું છુ ને

હું છું ને

  • નિધિ દવે ત્રિવેદી
  • “રમા, હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું” – આશીષે આંખો બંધ કરીને પ્રેમને રામા તરફ જાહેર કર્યો. કોલેજનો છેલ્લો દિવસ અને ત્રણ વર્ષની ફ્રેંડશિપ. રમાએ સને 1989માં શરમાઈને આશીષને પોતાની ઈચ્છા કહી. કાસ્ટ પ્રોબ્લેમના લીધે પરિવારમાથી લગ્ન માટે સંમતિ મળી નહોતી. સુરત છોડીને બંને અમદાવાદ આવી વસ્યા. આશિષ પાસે નોકરી નહોતી. એકબીજાના પ્રેમના સહારે અને નાનું મોટું કામ કરીને છ મહિના પસાર કર્યા. પછી આશીષને માર્ગ – મકાન વિભાગમાં મિત્રની ઓળખાણથી ક્લાર્ક તરીકેની નોકરી મળી ગઈ. પગારમાથી ઘર થયું અને ઘરવખરી થઈ. લાડી તો આશિષ પાસે હતી જ. સુરત જઈને એકબીજાના પરિવારને મળીને ફરી મનાવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બન્ને પક્ષે નિરાશા પ્રાપ્ત થતાં તૂટેલ હૈયે સુરતથી હંમેશા માટે વિદાય લઈ અમદાવાદને પોતાનું બનાવી લીધું. સમય જતાં રમાએ પુત્રરત્નને જન્મ આપ્યો. રમા અને આશીષના નામમાથી એમના પુત્રને “આરવ” નામ આપ્યું. નાનો માળો બાંધીને ત્રણ જણ આનંદે રહેતા.

    “રમા શું આમ પડતાં નાખે છે, હજુ તો તું યુવાન છે આટલી ઉમરમાં થાકી જાય એમ થોડું ચાલે કાઇ, ચાલની મને પાણી આપની?” – આશીષે ઓફિસથી આવતા તરત જ પથારીમાં સૂતી રમાને ટોકી.

    “આશિષ મને ઠીક નથી લાગી રહ્યું, થોડું કામ કરુને થાકી જવાય છે.” – રમાએ ઊભા થતાં કહ્યું.

    “કામ વગરના વિચારો કર્યા કરે એટલે એવું જ ને, આ બધુ વિચારોને લીધે જ થાય, આટલી નાની ઉમરમાં બીજું કઈ ન હોય, કાલે ડોક્ટરને જઈને બાતાવી આવસુ” – આશીષે કહ્યું.

    “સારું” – રમાએ પાણીનો ગ્લાસ આશીષને આપતા કહ્યું.

    રમાએ અશક્તિને કારણે બેલેન્સ ગુમાવ્યું અને આશિષ ઉપર જ બેભાન થઈને પડી. હોસ્પિટલ લઇ જવામાં આવી. રીપોર્ટસ નીકળ્યા અને એમાં રમાને બ્લડ કેન્સરનો લાસ્ટ સ્ટેજ ડિટેકટ થયો. આશીષે રૂપિયા ખર્ચવામાં અને સેવા કરવામાં કોઈ કસર રાખી નહીં. થવાનું હોય એ થઈને જ રહે, બાર દિવસમાં જ સાત જન્મ સુધી જોડે રહેવાનુ વચન તોડી રમા આશિષ અને બાર વર્ષના આરવને છોડી ચાલી ગઈ. હવે આશિષ અને આરવ એકબીજાના સહારો. મિત્રોની સલાહ અને આગ્રહ હતો કે આશિષ બીજા લગ્ન કરે પરંતુ આશિષ મનથી મક્કમ છે.

    એને આરવની ઈચ્છા જાણી જોઈ – “બેટા, તારે નવા મમ્મી જોઈએ છે?”

    ત્યારે આરવે કહેલું – “ના પપ્પા તમે છો ને મારા મમ્મી અને પપ્પા, મારી મમ્મીનું સ્થાન બીજું કોઈ લઈ શકે તેમ નથી.”

    આશીષને આંખમાં પાણી આવી ગયા – “સાચી વાત છે આરવ તારી, રમાની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી. હવે તો આપણે બંને એકબીજાનો સહારો છે.”

    આરવને મમ્મીની યાદ આવવા લાગી અને એય રડવા લાગ્યો. બાપ – દીકરો ઘરકામ શીખી ગયા. કામ પણ વહેચી લીધું. આશિષ આરવનો પપ્પા – મમ્મી – ખાસ મિત્ર છે, આશિષ માટે આરવ જ સર્વસ્વ છે, એમ કરતાં કરતાં દિવસો વીતવા લાગ્યા. આશિષને પ્રમોશન મળતા ભુજ ટ્રાન્સફર થઈ. આરવ ઇંટિરિયર ડિઝાઇનના છેલ્લા વર્ષમાં છે, આરવ અમદાવાદમાં અને આશિષ ભુજમાં, એકબીજાના ફોનથી સતત કોન્ટેક્ટમાં રહે. આરવ ભણવાનું પતાવીને ભુજ આશિષ પાસે આવી ગયો. આશીષને રીટાયરમેંટને પાંચ વર્ષ બાકી છે. આરવ ભુજના આસપાસના એરિયામાં ફરતો. કચ્છ ભુજના કારીગરોની કળા જોઈને એ અચંબિત થઈ ગયો. પોતાના ઇંટિયરના બીઝનેસમાં આ ગામઠી કન્સેપ્ટનો ઉપયોગ કરીને નવી ડીઝાઇન બનાવે છે. ઓનલાઈન કામ શરૂ કરે છે. અમદાવાદમાં સૌથી પહેલું કામ મળે છે. આરવનો ક્રિએટિવ ગામઠી આઇડિયા શહેરી વિસ્તારોમાં ધૂમ મચાવે છે. આવતીકાલે આરવને રાજકોટ એક ઘરનું ફાઇનલ ઇંટિરિયર કરવા જવાનું હોવાથી રાત્રે જ પેકિંગ કરે છે.

    “બેટા હું શું કહું છું તું રોકાઈ જા કાલનો દિવસ, પછી મારે ત્રણ દિવસની રજા છે તો હું પણ આવું તારી સાથે, તું કામ કરજે હું રાજકોટ ફરીશ” – આશીષે આરવને કહ્યું.

    “પપ્પા મારે જવું પડે એમ જ છે, પરમદિવસે મારે પાર્ટીને પઝેશન આપી દેવાનું છે, તો થોડાક ચેંજિસ હોય તો ઊભા ઊભા કરાવી દેવાય એટલે જવું પડસે મારે, તમે આવતીકાલે નીકળી જજો અહીથી” – આરવે પોતાની મજબૂરી પ્રકટ કરી.

    “અરે ના ના આરવ એવી કોઈ ઉતાવાળ નથી, મનેય કાલે રજા લેવાય એવું નથી, આ તો મેળ પડે એમ હોય તો, તું તારે કામ પતાવીને આવી જજે, હું અહી તારી રાહ જોઇસ” – આશીષે હસતાં કહ્યું॰

    “હમમમ” – કહી પપ્પાને ગળગળો થઈ ભેટી પડે છે.

    સવારે વહેલા ઇંટરસીટી ટ્રેનમાં બેસીને નીકળી જાય છે રાજકોટ જવા. આશિષ ક્વાર્ટ્સથી આરવને રેલ્વે સ્ટેસન સુધી મૂકવા આવે છે. ટ્રેન ઉપડે નહીં ત્યાં સુધી બાપ – દીકરો વાત કરતાં રહે છે.

    “આરવ ત્યાં પહોચીને પહેલા મને ફોન કરી દેજે , તું કામમાં મશગુલ થઈ જાય પછી તને કઈ યાદ રહેતું નથી” – ફરિયાદ કરતા આશીષે કહ્યું.

    “હા પપ્પા હું પહોચીને તમને તરત ફોન કરિશ, આ કઈ મારી પહેલી ટુર નથી તો તમે આટલી બધી ચિંતા કરો છો?” – આરવે અકળાઈને કહ્યું.

    “બેટું, તારી વાત સાચી છે આ તારી પહેલી ટ્રીપ નથી, અત્યારે મનમાં આછો આછો ડર લાગી રહ્યો છે, તું આજનો દિવસ અહી રોકાઈ ગયો હોય તો મને સારું લાગત” – આશીષે કહ્યું.

    “આશિષ આજે તું કેમ આવી વાતો કરી રહયો છે, મારે જવું પડે એમ જ છે તને ખ્યાલ તો છે, આવતીકાલે સવારે કામ પતાવી બપોરે તો હું નીકળી જઇસ, તને ઉમરના લીધે ગભરામણ જેવુ થતું લાગે છે, ગુજરાત બહાર ટુર કરવા જાવ છું ત્યારે તું આમ વર્તન નથી કરતો, અત્યારે તો રાજકોટ જાવ છું તું ચિંતા ન કરીશ હું કામ પતાવી આવ્યો જ સમજ” – આરવે પપ્પાને સાંત્વના આપી. આરવ બહુ લાંબુ કન્વર્ઝેશન ચાલે ત્યારે અશિષને તું કહીને બોલાવતો. આરવ મોટો થયો પછી એની નજીક રહેવા માટે આશીષે જ આમ કરવા એને કહેલું.

    “ભલે ત્યારે, વિજય ભવ, સાચવજે ખાવામાં ખાસ ધ્યાન રાખજે” – આશીષે કહ્યું. એટલામાં ગાડી ઉપડવાની વિસલ વાગી.

    “હા મારી મમ્મી. તારા આપેલા ઢેબરા અને દહી ખાઈ લાઈસ” – વાતાવરણ હળવું કરતો આરવ ટ્રેનમાં ચઢ્યો અને દરવાજા આગળ ઊભો રહીને પપ્પાને આવજો કર્યું. આશીષે હસતાં દીકરાને વિદાય આપી.

    ટ્રેને પ્લેટફોર્મ છોડયું પછી આરવ ડી -9 કોચમાં 15 નંબરની સીટ પર જઈને બેઠો. વિન્ડો સીટ છે. શિયાળનો સમય છે, ઠંડો ઠંડો પવન આવતા આરવ આંખો બંધ કરીને સૂઈ ગયો. આશિષ કાર લઈને પાછા ઘરે આવ્યા. રોજિંદા કામમાં લાગી ગયા. સમય થતાં ઓફિસે પહોચ્યા. બપોરે સુધીમાં તો આરવ જોડે દસ વખત ફોન કરીને વાત કરી લીધી. આરવ હજુ રાજકોટ પહોચ્યો નહોતો. આ બાજુ આશીષને છાતીમાં દુખાવો શરૂ થાય છે.

    એ બેલ વગાડે છે અને પટાવાળાને બોલાવી સૂચના આપે છે.- “રામજી છાતીમાં દુખાય છે ડોક્ટર પાસે જવું પડસે. નાગજીને કહો ગાડી નિકાળે.”

    “શું વાત છે સાહેબ, બે જ મિનિટમાં આવ્યો હું? તમે પહેલા પાણી પીવો થોડું, આપણે ઝટ દવાખાને જાઈએ” – એમ કરતો રામજી આશીષની નજીક આવ્યો અને બૂમ પાડીને ઓફિસના સ્ટાફને અંદર બોલાવી લીધો.

    આશિષના સપોર્ટિવ સ્વભાવના કારણે નાના થી લઈને મોટા દરેક સ્ટાફને એમની તરફ લાગણી ભાવ હતો. નાગાજી ગાડી કંપાઉંડમાં લાવે એ પહેલા આશીષને ચેમ્બરમાં જ પાણીની ઊલટી થઈ અને બેભાન થઈ ગયો. સ્ટાફના પુરૂષોએ પકડીને ગાડીમાં મૂક્યા અને ડોક્ટર પાસે લઇ ગયા. ડોક્ટરે આશીષને ઈમરજન્સી વોર્ડમાં લીધો. બરાબર તપાસ્યો. એક બે મેડિકલ સાયન્સના પ્રયોગ કરી લીધા. બધુ નિષ્ફળ ગયું એટલે બહાર આવીને સૌને જણાવી લીધું કે – “આશિષ હવે આ દુનિયામાં નથી રહ્યો.”

    માહોલ ગમગીન બની ગયો. આરવને ત્યાના ગવર્મેન્ટ ક્વાર્ટ્સમાં જોડે રહેતા મેહુલઅંકલ દ્વારા જાણ કરવામાં આવી કે – “અચાનક આશીષની તબિયત બગડી છે એમને હોસ્પિટલાઈસ કર્યા છે એ તને ખૂબ જ યાદ કરે છે તું જલ્દી આવી જા.”

    આરવ અધવચ્ચેથી પાછો ફર્યો. વારંવાર બધાને ફોન કરીને પપ્પાની ખબર પૂછતો અને વિનંતી કરતો કે – “મારી પપ્પા સાથે વાત કરાવો પ્લીઝ, એકવાર મને પપ્પાનો અવાજ સાંભળવો છે મને બહુ ગભરામણ થઈ રહી છે.”

    સામેથી એક જ જવાબ મળતો – “અત્યારે એ આઈ.સી.યુ.માં છે, એટલે કોઈને અંદર જવા દેતા નથી તું કેટલે પહોચ્યો?”

    આરવ કહેતો- “હું આવું જ છું રસ્તામાં છું” અને સંવાદ પૂરો થતો.

    ડોક્ટર દ્વારા આશીષને મૃત જાહેર કરાતા, એના મૃતદેહને ક્વાર્ટસમાં લાવવામાં આવ્યો. પરિવારમાં તો આરવ સિવાય કોઈ છે નહીં. મિત્રવર્તુળ મોટું અને આશીષના ઉમદા અને માયાળું સ્વભાવને કારણે આસપાસના મિત્રો અને નગરજનો સમાચાર મળતા ઘર તરફ આવવા લાગ્યા. ઘરે લાવ્યા બાદ આશીષના પરમમિત્રની આગેવાની હેઠળ આશીષના અંતિમ યાત્રાની તૈયારી થવા લાગી. આરવ આવ્યા બાદ એને સંભાળવમાં જે મુશ્કેલી પડવાની છે એના વિષે વિચારીને અગમચેતી વાપરીને મેહુલે બધી તૈયારી કરવી દીધી.

    આરવનો મેહુલઅંકલ પર ફોન આવ્યો કે – “અંકલ કઈ હોસ્પીટલમાં છે પપ્પા?”

    ત્યારે સામે મેહુલે આરવને પૂછ્યું કે – “તું કેટલે છો બેટા? હું માણસ મોકલું તને લેવા માટે અહીથી ?”

    આરવ કહે – “અરે તમે મને કહો ત્યાં આવી જાવ અંકલ તમે માણસ મોકલો એ ત્યાથી મને લેવા આવે એ પછી હું એની સાથે ત્યાં આવું એટલીવારમાં તો હું પહોચી જાવ”.

    હવે બહુ વાત છુપાવી શકાય તેમ ન હતું એટલે અંકલે આરવને કહ્યું – “બેટા એક કામ કાર તું ઘરે જ આવી જા.”

    આરવ કહે – “ઓહહ પપ્પાને હોસ્પિટલમાથી રજા આપી દીધી અંકલ?”

    મેહુલે કહ્યું – “ના બેટા, યોર ફાધર ઇસ નો મોર.”

    આ વાક્ય સાંભળીને આરવના મોમાથી ચીસ નીકળી ગઈ – “હે.”

    અંકલે કહ્યું – “યસ બેટા કમ ફાસ્ટ.” સામે અંકલ બોલ્યે જતાં હતા અને આરવે ફોનમાંથી કોલ કટ કરીને પેન્ટના ખિસ્સામાં મૂકી દીધો.

    આરવના દિમાગમા વિચારવાની પ્રોસેસ સદંતર બંધ થઈ ગઇ. એ રિક્ષામાં બેઠો. ઘર આવ્યું. રિક્ષામાથી નીચે ઉતર્યો. ઘરની અંદર અને બહાર બધે ભીડ જમા થયેલી છે. મેહુલઅંકલ અને એમના પત્ની કિર્તિબેન બહાર આરવ પાસે આવ્યા. રીક્ષાવાળાને ભાડાના રૂપિયા ચૂકવીને છૂટો કર્યો. આરવ તો પથ્થરની જેમ સ્થિર ઊભો છે. મેહુલ એને ભેટે છે પીઠ પર હાથ ફેરવે છે. – “બેટા આવ અંદર આવ.”

    આંટી પાણી ઓફર કરે છે. આરવને કાઇ જ સૂઝ નથી. મેહુલ હાથ પકડીને એના પપ્પા પાસે લઈ જાય છે. આશીષને જોઈને આરવ કઈ હોશમાં આવે છે. આશિષ પાસે જઈને બેસે છે, આશિષને હલાવે છે. પપ્પાના માથે હાથ ફેરવે છે - “પપ્પા ઊઠોને, આવી મસ્તી ન હોય, આશિષ ઉઠીજા.” નનામીમાં સુવડાવીને તૈયાર કરેલા પપ્પાને જોઈ એ રડી પડે છે. થોડો સમય તો મેહુલ એને રડવા જ દે છે. પંદર મિનિટ રહીને મેહુલ પાસે આવે છે અને કાનમાં બોલે છે – “આરવ બેટા હવે ચાલો.”

    આરવ ઊભો થઈને અંકલને ભેટી પડે છે – “અંકલ, પપ્પા મારા પપ્પા અંકલ.”

    મેહુલ કહે છે – “ચિંતા ન કરિસ બેટા હું અને તારા આંટી છે ને તારી સાથે, આરવ દીકરા સંધ્યાકાળનો સમય થવા આવ્યો છે આશીષના સ્ટ્રોંગ બચ્ચા હકીકત સ્વીકારીને આગળની પ્રક્રિયા કરીશુંને દીકરા.”

    આરવ આંખોમાંથી આંસુ લૂછે છે – “હા ચાલો અંકલ.”

    સ્લો મોશનમાં અવિરત આંસુ પડતાં જ જાય છે. આશીષની અંતિમયાત્રા નીકળે છે. બધી વિધિ પતાવીને મેહુલ, આરવ અને બીજા ક્વાર્ટસના પાંચેક મિત્ર સ્મશાનેથી ઘરે પરત ફરે છે. પાંચ દિવસ તો આરવ જોડે મેહુલઅંકલ ઊંઘવા આવતા. આંટી જમવાનું બનાવીને આપી જતાં. પંદર દિવસ જેવુ આરવને બધાએ સાચવ્યો. સૌ પછી પોતપોતાની દુનિયામાં ગોઠવાઈ ગયા. મેહુલ અંકલે જી.પી.એફ.ના સત્તર લાખ અને ઓનડ્યૂટી આશીષનું મરણ થયું હોવાથી બાર લાખ એના એમ કરીને ઓગણત્રીસ લાખ આપાવ્યા. બાકીની આશીષની બધી બચત વિષે આરવ જાણતો.

    અત્યારે આરવ હજુ દર્દમાથી પોતાને સાચવીને બહાર નિકાળવામાં સફળ થયો નથી. ખૂબ લોકોએ સમજાવ્યો કે થવા કાલે જે થવાનું એ થઈ ગયું. હવે આગળનું વિચાર. આરવ બધુ સમજે છતા હજુ એના મનને સમજવું અને લાગણીઓના પ્રવાહને રોકવો એના માટે અઘરું કામ થઈ ગયું છે. મમ્મી ગઈ ત્યારે આરવ જોડે પપ્પા હતા એને સંભાળવા માટે. અત્યારે એની પાસે કોઈ ન રહ્યું. અચાનક ઘટના થઈ જાય એટલે મુશ્કેલી વધારે પડતી હોય છે. હવે તો સાવ એકલો પડી ગયો. બધુ કામ હમણાં બંધ કરી લીધું છે. ઘરમાં જ રહે છે ચોવીસ કલાક. પપ્પાને છેલ્લીવાર ન મળાયું એનો અફસોસ કર્યા કરે છે. મને પપ્પાએ “રોકાઈ જા આરવ, રોકાઈ જા એમ આગ્રહ કરી કરીને કહેલું. હું જ જિદ્દી એમને ન સમજી શક્યો” – વિચારી વિચારીને આત્મગ્લાનિ કર્યા કરે અને ખુદને કોસ્યા કરે. “

    “પપ્પા હું તમને નહોતો ગમતો ? હું તમને દુખ આપતો હતો તમારું કહ્યું નહોતો માનતો એટલે તમે મને છોડીને ચાલ્યા ગયા ને? આશિષ તને આવું કરતા પહેલા મારી રાહ પણ ન જોઈ? તને મને મૂકીને ચાલ્યા જવાનું કેવી રીતે ફાવે? આશિષ બોલને કેમ ચૂપ છે તું?” – આશીષના ફોટા સામે જોઈને વાતો કર્યા કરે,

    રડ્યે રાખે થાકે એટલે સૂઈ જાય, ભૂખ લાગે તો ઘરમાં જે કાચું પાકું મળે એ ખાઈ લે, ન તો દિવસનું ભાન હોય કે ન રાતનું. ન ખાવાનું ઠેકાણું ન ઊંઘવાનું. ઘરમાં પોતાને કેદ કરીને રાખેલો. રડી રડીને એ થાકતો નહોતો. એકના એક વિચાર એ કર્યા કરે, બપોરનો સમય મમરા ખાધા ફરી કઈ યાદ આવ્યું એટ્લે રડવા લાગ્યો. આશિષ ચીસ પાડી.

    ત્યાં એને અવાજ સંભળાયો – “આરવ ચિંતા ન કરિશને, તું એકલો નથી હું છુંને તારી સાથે” આરવ ચમક્યો. ક્યાક પપ્પાનું ભૂત તો નથી આવ્યુને? ભૂત તો ભૂત પપ્પા પાછા આવ્યા એટલે બસ, સોફા પર બેઠો છે આગળ પાછળ જોયું એને કોઈ ન દેખાયું, આખા ઘરમાં ફરી વળ્યો, કોઈ ન મળ્યું એને લાગ્યું કે ભ્રમ હશે કદાચ. પાછલા થોડા દિવસ કરતાં આ અનુભવ થતાં એને દર્દમાં થોડી રાહત અનુભવી. દિવસમાં ત્રણ વાર આજ અનુભવ આરવને થયો. એ રડે ત્યારે આવાજ સંભળાય – “હું છું ને આરવ.” પછી એને ખ્યાલ આવ્યો કે આ આવાજ સાચ્ચો છે જે એના જ શરીરમાથી આવી રહ્યો છે. ત્યારે એને એવું લાગ્યું કે પપ્પાનું ભૂત એના શરીરમાં આવી ગયુ છે એ અંદરથી બોલે છે. ભૂત વિષે મિત્રો જોડે એણે એવી વાત સાંભળી હતી કે જેને ભૂત વળગે એની આંખો પરથી ખ્યાલ આવતો હોય છે. દોડીને અરિસાની સામે ઊભો રહી ગયો. નજીક જઈને આંખો ખેંચીને કીકી જોવા લાગ્યો. અને સ્વ જોડે વાતો કરી – “ના ના ભૂત તો મને નથી વળગ્યું, જે હોય એ આ આવાજ મને ખૂબ રાહત આપી રહ્યો છે” એટલે બહુ રીસર્ચ કર્યા વગર આરવ આ લાગણીને અને શબ્દોનો આનંદ લેતો થઈ ગયો. સાંજે સાંજે બહાર લટાર મારવા નીકળતો. મેહુલઅંકલ અને આંટીના ઘરે બેસવા જતો. પપ્પા નથી એટલે ભુજનું ક્વાર્ટ્સ ખાલી કરવું પડે એમ હોય એ સામાન બધો અમદાવાદ શિફ્ટ કરવાનું પ્લાનિંગ કર્યું.

    વચ્ચે વચ્ચે પપ્પા યાદ આવે કે દુખી થાય એટલે રડે આત્મગ્લાનિ કરે પાછો અવાજ સંભળાય – “હું છુને આરવ. તું એકલો નથી” આ અવાજ સાંભળી આરવ પાછો ગેલમાં આવી જાય. આરવને ખ્યાલ આવી ગયો કે એ જ્યારે બાળક બની નિર્દોષ થઈ રડે અને આત્મગ્લાનિ કરતાં કરતાં એના અહંકારનું લેવલ શૂન્ય થઈ જાય છે ત્યારે આવો અવાજ એને સંભળાય છે. બહુ વિચાર ન કરી એ ધીમે ધીમે એના રૂટિનમાં ગોઠવાય છે. જ્યારે જ્યારે સહારો જોઈએ ત્યારે એ રડે અને ભૂલ યાદ કરીને પસ્તાવો કરે કે એને અવાજ સંભળાય – “હું છું ને આરવ.” ફરી એ ગેલમાં આવી જાય.

    ભુજ છોડી કાયમ માટે અમદાવાદ આવી ગયો. પપ્પાના આવેલા રુપિયામાથી ટેક્સટાઇલની ફેકટરી લીધી અને જોડે જોડે ઇંટિરિયરનો બીઝ્નેસ ચાલુ. અમદાવાદનાં નાના ઘરમાથી મોટું ઘર ખરીદ્યું. મિત્રોએ સારી છોકરી સાથે ગોઠવી આપ્યું. હવે આરવ બહારની દુનિયામાં સરસ રીતે સેટ થઈ ગયો. એને બહારથી સહારો મળી ગયો એટલે અંદરના અવાજનો પ્રયોગ વિસરી ગયો. બાળકો થયા. નવા નવા કોંટેક્ટ બન્યા એટલે સોસયલ ગેથરિંગ વધ્યું. બીઝનેશને ખૂબ વિસ્તાર્યોં. એમાં એની જીવનસંગિની ઝારાએ ખૂબ સહકાર આપ્યો. તેવીસનો આરવ તેંતાલીસનો થઈ ગયો. સરકાર દ્વારા જી.એસ.ટી.નો કાયદો લાગુ થયા પછી ફેક્ટરી નુકશાનમાં ચાલવા લાગી. ચાર થી પાંચ મહિનામાં આરવ દેવામાં આવી ગયો. એના ઇંટિરિયરના કામમાં એ આ નુકશાન આવનારા ત્રણ વર્ષમાં સરભર કરી શકે એટલી ક્ષમતા એ ધરાવે છે. છતાં મન છે કે માનતું નથી. લાગણીશીલ આરવ દુખી થઈ ગયો, “આટલા વર્ષોની મહેનત પાણીમાં જસે?” ફરી એકલો રહેવા લાગ્યો.

    ઘરે કોઇની સાથે વ્યવસ્થિત વાત ન કરે. ઝારાને કહ્યું – “તું જા તારા પપ્પાના ઘરે બાળકોને લઈને જતી રહે બધુ પતી ગયું.”

    ઝારા સમજૂ, એ આરવને સમજાવે – “તું એમાં આટલો બધો હાઇપર ન થા, બીઝનેસ છે ચાલ્યા કરે.”

    બધી બાજુથી અકળાયેલો આરવ બધુ ફ્રસ્ટ્રેશન ઝારા પર નિકાળે – “આટલા વર્ષોથી બીઝ્નેસ કરું છું મને બધી ખબર છે, તું મને ન શીખવાડ, કહ્યું એટલું કર.”

    ઝારા અકળાઈને બોલી – “આટલા વર્ષે હું મારા પિયર જાઉં તો કેવું લાગે? હું તમારી જોડે જ રહિશ તમે જે ખવાડવસો એ ખાશું, તમે જે પહેરાવશો એ પહેરશું – જેમ રાખશો તેમ રહીશું.”

    આરવે કહ્યું – “ઝારા આઇ એમ ઓવર યાર, તું કેમ સમજાતી નથી?”

    ઝારાએ એના કાઠિયાવાડી લહેકામાં કહ્યું – “હું કઈ નથી સમજતી અને સમજવાય નથી માગતી બરાબર એટલે ખોટા મને સમજાવાના પ્રયત્ન પણ કરશો માં.”

    આરવ પગ પછાડીને ત્યાથી નીકળી ગયો. છોકરાઓને ચડાવ્યા કે – “તમારા ડેડી હવે પહેલા જેવા રૂપિયાવાળા નથી રહ્યા તમે નાનુના ઘરે મમ્મી જોડે જતાં રહો ત્યાં તામારી બધી સગવડ સચવાઈ જસે.”

    છોકરાઓય ટસના મસ ન થયા – “ડેડી તમને આવી સિચ્યુએશનમા અમે છોડીને નહીં જ જઈએ.”

    આરવને પરિવારનો પોતાના પ્રત્યેનો પ્રેમ જોઇને ખુદ પર ગર્વ થયો. ઝડપથી દેવામાથી બહાર નિકળવાનો કોઈ રસ્તો મળતો નહોતો. ધૂંધવાયો થઈને ફરતો. ફરી એને અંદરનો “હું છુંને” એ અવાજ સાંભળવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. એ ગુસ્સો કરતો એટલે ઘરે બધા એનાથી દૂર ભાગે અને કામ વગર કોઈ બોલાવે નહીં. બેડરૂમમાં જઈને રડે અને આત્મગ્લાનિ કરે કે – “હું સારો પતિ અને પિતા ન બની શક્યો.” છતાં એને અવાજ સંભાળાતો નહોતો. દિવસો સુધી આવું જ કર્યા કરે.

    ઝારાને ચિંતા થવા લાગી કે – “આરવ ક્યાય પાગલ તો નથી થવા લાગયોને ?”

    મેહુલ અંકલ જોડે વાત કરી – “એમને કહ્યું તું ચિંતા ન કર, આશિષ એક્સપાયર થઈ ગયો ત્યારે એ આવું જ કરતો પછી અચાનક ખુશ થવા લાગેલો. એનું બધુ સમય જતાં ઠેકાણે આવી જસે લાગણીશીલ છે એટલે વાર લાગસે.”

    આ બાજુ આરવને અવાજ સાંભળવાની તલપ વધતી ગઇ ક્યાક એની ભૂલ થતી એટ્લે એને સાંભળવા નથી મલ્યો. ઘણા દિવસો વીતી ગયા આમને આમ. પરિવારના મોભી તરિકે આરવને ઘરે બેસી રહેવું ચાલે તેમ ન હતું સામે દેવું ભરવાનું બાકી છે. એટલે કમને એ રૂટિનમાં પાછો આવી ગયો.

    રાત્રે બહાર લોનમાં બેસેલો ત્યારે ઝારા એની જોડે આવી એના બંને હાથ પોતાના હાથમાં લીધા અને કહ્યું – “આરવ તું શું કામ ચિંતા કરે છે હું છું ને. કુદરત બધા દરવાજા બંધ નથી કરતી ક્યાક એક દરવાજો હમેશા એ ખુલ્લો રાખે જ છે.”

    આરવ ઝારા સામે એકીટશે જોઈ જ રહ્યો આ વાક્ય સાંભળવા એ તલસતો હતો જે ઝારા એ એને કહ્યું. આરવ બોલ્યો – “સાચી વાત છે ઝારા કુદરત હમેશા એના બાળકોને સાચવે છે. દરેક વખતે પધ્ધતિ જરા અલગ હોય છે.”

    ઝારાને આમ તો આરવના આ શબ્દોમાં કાઇ ખ્યાલ ન આવ્યો આરવને ખુશ જોઈને એ ખુશ થઈ ગઈ. આરવને આ શબ્દો ઝારાના મોઢેથી સાંભળ્યા બાદ એટલો આનંદ નહોતો થયો જેટલો એને ખુદમાથી સાંભળીને થતો. કુદરત તરફ એ કૃતજ્ઞતાથી જોઈ રહયો. અને ઝરાના પીઠ પર હાથ મૂકીને કહ્યું – “આઈ લવ યુ ઝારા, હું બધુ આલરાઇટ કરી દઈસ હોને”

    ઝારાએ આરવની નજીક જઈને એને ગાલ પર ચુંબન કર્યું અને કાનમાં કહ્યું – “આઈ લવ યુ ટુ આરવ, એતો મને ખબર જ છે.”