હું તારી રાહ માં
સવાર ના ૯:૩૦ વાગવા આવ્યા હતા. અજુ સુધી મેહુલ ઊંઘ માં હતો. આમ તો જો કે રવિવાર નો દિવસ હતો એટલે કઈ ખાસ કામ તો હતું નહિ. પણ ઘર માં કોઈ મોડે સુધી સુતું રહે એ મમ્મી ને ના ગમે એટલે મમ્મી ને આખરે મેહુલ ને ઉઠાડવા માટે જાતે જ ઉપર ના રૂમ માં કોફી નો કપ લઇ ને મેહુલ ના રૂમ માં આવવું જ પડ્યું.
“મેહુલ ઉઠી જા જો હવે ૧૦ વાગવા આવ્યા સવાર ના. ” મમ્મી નો અવાજ મેહુલ ના કાને સંભળાયો.
આમ તો મેહુલ ની સવાર તેના ફોન ની સ્ક્રીન જોઈ ને જ થતી પણ આજ મમ્મી ખુદ મેહુલ ને ઉઠાડવા આવ્યા હતા એટલે દિવસ ની સરુઆત સારી થઇ આમ માની ને મેહુલ ઉઠ્યો ને સીધું મમ્મી ના ખોડા માં માથું ટેકવી ફરી સુઈ ગયો. રમાબહેન મેહુલ ને ઊઠવાનું કહી ને કિચન માં ગયા. મેહુલ જલ્દી થી ઉઠી ને ફ્રેશ થવા માટે ગયો. Morning Bath લઇ ફ્રેશ થઇ મેહુલ આ ફોન હાથ માં લઇ ને જોયું તો અમન ના ઘણા કોલ આવી ગયા હતા. ઉતમ એટલે મેહુલ નો બચપણ નો મિત્ર અને મિત્ર કરતા પણ વિશેસ સગા ભાઈ જેવો એક માત્ર મમ્મી પછી નું આવું માનસ જે મેહુલ ને તેના પોતાના કરતા પણ વધારે ઓળખતો. રમાબહેન અ ફરી અવાજ લગાવ્યો ,”મેહુલ આવી જા નાસ્તો તૈયાર છે”. મેહુલ ફટાફટ કિચન માં નાસ્તો કરવા પોહચી જાય છે. ત્યાં ફરી વાર ઉતમ નો કોલ આવે છે. ” અલ્યા કેટલા કોલ કરવાના તને? કઈ લીમીટ તો હોઈ ને? શું કરતો હતો અત્યાર સુધી હે? “આમ ઉતમ એક પછી એક પ્રશ્નો પૂછી લીધા. ” કુલ કુલ બકા,આવું જ છું જસ્ટ ૫ મિનીટ “ઉતમ ને શાંત કરાવતા મેહુલ બોલ્યો.
મેહુલ ઘરે થી નીકળી પોતાના મિત્રો સાથે જ્યાં દરરોજ બેસે છે આવી તેની કેહવાતી બેઠક પર જય પોહ્ચ્યો. પીયુષ,મિલન,ધર્મેશ અને ઉતમ પેહલે થી જ ત્યાં હાજર હતા. મેહુલ આવ્યો ઉતમ એ ૪ હાલ્ફ ચા મગાવી પછી બધા બેઠા અને વાતો આ વળગ્યા. થોડી વાર આમતેમ ની વાતો કરતા હતા ત્યાં પાછળ થી કૈક જોર થી પડવાનો અવાજ આવ્યો. બધા નું ધ્યાન તે તરફ ગયું.
ચા ની કેબીન (કેવતી બેઠક) ની સામે જ સરકારી ક્વાટર હતા. ત્યાં હમણાં જ કોઈ ની બદલી થઇ હતી. એટલે સમાન નો ટ્રક આવ્યો હતો. બધા નું ધ્યાન તે તરફ ગયું. વજનદાર સમાન પડવાનો અવાજ આવવા થી લગભગ બધા નું ધ્યાન તે તરફ ગયું. પણ મેહુલ નું ધ્યાન બીજે જ ક્યાંક હતું. હવે તે હોશ માં ન હતો. એ પેહલા સમાન ને એકઠો કરવા મથી રહેલી છોકરી તરફ જ જોતો હતો ,અને તેની નઝર ત્યાં થી હટવાનું નામ જ લેતી ન હતી. ઉમર માં ૨૨ વર્ષ ની લાગતી એ છોકરી કોઈ પણ શણગાર વગર પણ એટલી સુંદર લગતી હતી. એના વાળ આમ તો બાંધેલા હતા પણ અણી લટો અને પરેશાન કરવા આંખ પાસે વારે વારે આવી જતી હતી, અને અ જ વાળ ને ફરી તે કાન પાછળ લાવવા તે મથતી હતી. પણ અણી બધી જ કોશીસ બેકાર હતી. તેના શરીર ના વાન્નાકો એટલા તે સુડોળ હતા કે કોઈ ની પણ નજર એક મિનીટ માટે ત્યાં થી લપસવા મજબુર બની જાય. તેની આખો માં કૈક હતું જે વાંચવાનો પ્રયત્ન કરતો હતો મેહુલ. થોડી વાર તો મેહુલ ની નઝર ત્યાં જ ટકેલી રહી ત્યાં જ ઉતમ એ એને કૈક કેહતા એ વિચારો માંથી બહાર આવ્યો.
“ઓય હીરો ક્યાં ધ્યાન છે તારું? કઈ દુનિયા માં? “ઉતમ બોલ્યો. ઉતમ ના શબ્દો મેહુલ ના કાન માં પડતા મેહુલ નું ધ્યાન ઉતમ તરફ ગયું ,”ક્યાય નહિ યાર બસ અહિયાં જ”... કહી મેહુલ એ ફરી તે તરફ ધ્યાન આપ્યું તો તે છોકરી ત્યાં ન હતી. મેહુલ એને ગોતવા માટે આમતેમ નજર કરી પણ એ ક્યાય દેખાય જ નહિ. મેહુલ થોડો નિરાશ થઇ ગયો.. ત્યાં ઘરે થી મમ્મી નો કોલ આવતા મેહુલ ઘર તરફ ગયો. બધા દોસ્ત એક પછી એક છુટા પડ્યા.
મેહુલ જમી ને ફરી રૂમ માં આવ્યો. ઘડિયાળ માં બપોર ના ૨ વાગવા આવ્યા હતા. પણ મેહુલ ની નીંદર ગાયબ હતી. અ મનોમન પેહલી છોકરી વિશે વિચારતો હતો. પણ હવે પછી અ મળે ક્યાં અને ક્યારે એવા વિચાર કરતા એને ક્યારે નીંદર આવી ગઈ તેની ખબર ન રહી... ફરી ઉઠ્યો ત્યારે સાંજ ના ૫:૩૦ થવા આવ્યા હતા.. મેહુલ રેડ્ડી થઇ ફરી એ જ જગ્યા પર ગયો પેલી છોકરી ને ગોતવા માટે.. પણ ત્યાં નું મકાન બંધ હતું.
મેહુલ નિરાશ થઇ ફરી કેબીન પર જાય ને બેસી ગયો ત્યાં જ એના દોસ્તો આવ્યા.. પછી બધા આવી ને મસ્તી મજાક કરવા લાગ્યા જે થી મેહુલ નો મન કૈક અ તરફ વળી ગયું.
પછી ના દિવસે મેહુલ બરાબર ૬ વાગ્યે સવારે ઉઠી ગયો તેની જોબ પર જવા માટે. મેહુલ એક પ્રાઇવેટ કંપની માં Account Department માં હતો. આમ તો જોકે તે Government job ની તૈયારી કરતો હતો.. કેમ કે મેહુલ ના પપ્પા હરસુખભાઈ પણ Railway માં Officer હતા. જેથી મેહુલ પણ આજ Department માં જોબ લે આવું એ ઈચ્છતા હતા. અને મેહુલ પણ ખાસ્સો રસ ધરાવતો હતો આ Field માં.
મેહુલ Office એ જાય ને રેગ્યુલર વર્ક જોવે છે ને બેંક ના કામ પણ પતાવે છે.. આમ જ દિવસ પણ પૂરો થઇ જાય છે પણ મેહુલ હવે દરરોજ સાંજે માત્ર દિવસ નો થાક ઉતારવા જ નહિ પણ કોઈક ને ગોતવા ત્યાં “બેઠકે” જતો. પણ તેની નજર માં એ ચેહરો જોવા જ ના મળતો જેની એની આંખો ને તલાશ હતી.. પણ દરરોજ નિરાશા સિવાય અને કશું જ ન મળતું.
આમ ને આમ એક Week જતું રહ્યું. એક દિવસ Company એ New એમ્પ્લોય માટે નો Interview હતો. મેહુલ આજ થોડો વેહલો જ Office એ આવી ગયો હતો. આજ Interview માટે થોડું મેનેજમેન્ટ કરવાનું હતું.
મેહુલ તેના કામ માં વ્યસ્ત હતો. ત્યાં થોડી જ વાર માં ઉમેદવારો એક પછી એક ઉમેદવારો આવતા દેખાયા. મેહુલ તે લોકો ને બીજા ફ્લોર પર આવેલો Waiting Room તરફ જવાનો રસ્તો બતાવ્યો. ત્યાં તેના બોસ પણ આવી ગયા.
મેહુલ તેના બોસ સાથે થોડી કામ ની વાતો કરતો હતો ત્યાં તેની નઝર એક છોકરી પર પડી. તેને જોતા જ મેહુલ પોતે સ્તબ્ધ થઇ ગયો. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહતો થતો. તે એક જ નજરે તે છોકરી ને જોયે જતો હતો......
(ક્રમશ:)
કોણ હતી અ છોકરી ? શા માટે મેહુલ તેની સામે આવી રીતે જોઈ રહ્યો હતો? શું એ પેલી છોકરી ને ભૂલી ગયો હતો ? કે પછી આ છોકરી ના રૂપ માં ખોવાય ગયો હતો?.... બધા સવાલો ના જવાબ આપને જોશું આવતા ક્રમ માં... ત્યાં સુધી રાધિકા પટેલ ના બધા વાંચક મિત્રો ને જય શ્રી કૃષ્ણ..