પ્રકરણ-૭
હા, મિત મેં તારી વાત સાંભળી. આ વાત સંભાળવા તો હું વર્ષો થી રાહ જોતી હતી. પણ આ વાત કરવા માં બહુ મોડું કરી દીધું મિત્ર..…
વેણુ ના શબ્દો સાંભળી મિત ગળગળો થઇ ગયો. વેણુ નો હાથ પકડી તેની આંખો માં આંખો નાખી કહ્યું કઈ જ મોડું નથી થયું વેણુ,.... બંને અપલક એકબીજા સામે જોઈ રહ્યા. અહી શબ્દો ની જાણે કોઈ જરૂર જ નથી. આંખો એ આંખો સાથે જ વાત કરી લીધી જાણે. જન્મો જન્મ સાથ નિભાવવા ના કોલ પણ અપાઈ ગયા આંખો થી. બંને નું મન તો એમ જ ઈચ્છતું હતું કે આ સમય આમજ થંભી જાય. વેણુ ની આંખ માંથી આંસુ ની ધાર વહેવા લાગી. એ જોઈ મિત ગભરાઈ ગયો. વેણુ તું નાસીપાસ ન થઈશ.
હું આ વિષય માં ઘણું વાંચી ને, જાણી ને આવ્યો છું. એચાઈવી પોઝીટીવ એ હવે જીવલેણ રોગ માનવા માં નથી આવતો, કે નથી તે એઇડ્સ. એટલે તું ચિંતા ના કર હું તને કઈ નહી થવા દવ, હવે હું તારી સાથે છું, તો તારા માટે યમરાજ સાથે બાથ ભીડવા પણ તૈયાર છું. હુ અને પ્રણવ કાલે તારા ડોક્ટર ને મળવા જઈશું.આગળ શું ટ્રીટમેન્ટ કરવાની છે, દરેક વિગત જાણી લઈશું. તું જરા પણ ચિંતા ન કરીશ.
મિત નો આટલો સધિયારો મળતા વેણુ થોડી હળવી થઇ ગઈ. જ્યાર થી પોતે એચાઈવી પોઝીટીવ છે એ જાણ્યું ત્યાર થી જીવવા ની આશા જ મરી પરવારી હતી. માનસિક રીતે પોતેજ મૃત્યુ ને સ્વીકારી લીધું હતું.
મિત આવ્યો ત્યાર થી જાણે ફરી ને જીવન જીવવા ની ઈચ્છા થવા લાગે છે. તેના આવ્યા પછી જાણે ખુશીઓ જીવન માં પછી પ્રવેશી છે. મન માં જીજીવીષા જાગી ઉઠી હતી.
મિત સાચું કહું ? તું ગયો ત્યારે તો મને પણ ખબર ન હતી કે આપણી વચ્ચે મિત્રતા નહિ પરંતુ ..... કહી વેણુ શરમાઈ ગઈ. મિત્રતા નહિ પણ શું વેણુ ? મિત્રતા નહિ પણ પ્રેમ છે, વેણુ શરમાતા શરમાતા બોલી. એ શરમાતી હતી ત્યારે ખુબ સુંદર લાગતી હતી, જાણે એક જ દિવસ માં બીમારી નો ઓછાયો તેનાથી દુર થઇ ગયો હતો અને નસીબ તેના માટે નવું પ્રભાત લઇ ને આવ્યુ હતુ. મિત અપલક તાકી જ રહ્યો વેણુ ને, તેની નજર વેણુ પર થી હટતી જ ન હતી. .
આટલા વર્ષો બાદ પ્રેમ ના ઈઝહાર પછી બંને ખુબ પ્રસન્ન હતા.
તું ગયો ત્યાર થી હું તને હર પલ મિસ કરતી હતી. મારા જીવન ની દરેક નાનકડી વાત પણ તારી સાથે શેર કરી ને જ આગળ વધતી. તારા જવા થી હું ડગલે ને પગલે મારી જાત ને એકલી પડી ગયેલી જોતી હતી. ખુબ ખુબ મિસ કરતી હતી. દરેક રજાઓ માં ચાતક ની જેમ તારી રાહ જોતી હતી. આ રજા માં તો મિત ચોક્કસ આવશેજ, એજ આશાઓ માં મારી રજાઓ જતી. વેકેશન તો મારું એક પણ રડ્યા વગર નથી ગયું. એકવાર ફરવા શું ગયા, મિત મને છોડી ને જતો રહ્યો. દરેક વેકેશન માં હું જાવ અને મિત આવી ને જતો રહે તો એ ડર માં અને તારા આવવા ની આશ માં પછી એક પણ વેકેશન માં હું ફરવા ગઈ નથી. ધીમે ધીમે મને અહેસાસ થવા લાગ્યો કે આપની વચ્ચે ફક્ત મૈત્રી તો નથી. અથવા કદાચ તું એવું ન પણ વિચારતો હોય પણ હૂતો તને ચાહવા લાગી હતી. એટલે જ નક્કી કર્યું કે મારા પ્રેમ ને તો ન પામી શકી પણ તેની ઈચ્છા મુજબ ના કાર્ય ને મેં આગળ વધારવાનું નક્કી કર્યું. ધીમે ધીમે એ કાર્ય જ મારી ઝીંદગી નો મકસદ બની ગયો. તારી યાદ ની વિરહ ની અગ્નિ માં બળ્યા પછી મને આ કાર્ય કરી ને શાંતિ મળતી હતી. બસ એમજ મારા દિવસો પસાર થઇ રહ્યા હતા. પણ અચાનક ક્યાંથી આ રોગ મારી ઝીંદગી માં આવી ગયો ? અને આવ્યો પણ ક્યારે જયારે મારી વર્ષો ની અભિલાષા મારા મિત ને મળવાની હતી તે પૂરી થઇ ત્યારે ? તારા આવ્યા પછી અને તારા પ્રેમ ના ઈઝહાર પછી મને ખરેખર જીવન જીવવા ની ઈચ્છા જાગી ઉઠી છે. મિત મારે તારી સાથે ઝીંદગી વિતાવવી છે, મારે હવે મરવું નથી મિત્ર કહી વેણુ ચોધાર આસુ એ રડી પડી.
અત્યાર સુધી દિલ એક ખૂણા માં સંઘરી ને મુકેલી લાગણીઓ નો ઈઝહાર કહી એ હળવી થઇ ગઈ હતી. જોકે અત્યાર સુધી જીવલેણ રોગ નું નામ પડવા છતાં ઘર ના સામે રાખેલી ધીરજ મિત ને મળતા જ જાણે તૂટી પડી અને મિત ને ભેટી ને ખુબ રડી. વેણુ તું આટલું બધું શા માટે રડે છે ? પ્લીઝ હવે ના રડતી, એટલે રડતી આંખે જ વેણુ બોલી,
“આંખ એક જ ભાષા સમજે પ્રેમની,
મળે તો પણ છલકે,
ના મળે તો પણ છલકે”
તેની વાત સાંભળી મિત ની પણ આંખો છલકાવા લાગી.
ત્યાં હિરલબેન ઘરે આવ્યા. મિત ને જોતા તેને નવાઈ લાગી. મિત તું અહી ? હા આંટી હવે હું કાયમ માટે વેણુ ની સેવા કરવા આવી ગયો છું. તેની વાત સાંભળી હિરલબેન ગળગળા થઇ ગયા. જુવાનજોધ દીકરી ની આ હાલત તેમના થી જોઈ નહોતી સકાતી. પણ અત્યાર સુધી હિંમત રાખી એક પણ આંસુ વેણુ સામે વહાવ્યું ન હતું. છાનાછપના તો રાતો ની રાતો રડી ને કાઢી હતી. પણ મિત ને જોઈ તે પણ ન રહી શક્યા અને રડી પડ્યા.
આંટી તમે હવે વેણુ ની ચિંતા ન કરશો હું તેને કઈ નહિ થવા દવ. હિરલબેન ને પણ મિત આવતા થોડી હિમત આવી હતી. આંટી હવે હું નીકળું છું, પ્રણવ ના ઘરે આજે રોકાઇશ અને કાલ થી હોસ્ટેલ માં.
અહી ઘર હોય ને તારે હોસ્ટેલ માં થોડું રહેવાય ?
આંટી ઘર તો છેજ અને હું દિવસે તો વેણુ પાસે જ રહીશ પણ હોસ્ટેલ માં એડમીશન લઇ લીધું છે.
સારું પણ ઘર માની નેજ આવજે અને જમવાનું તો તારે બંને સમય અહીજ છે. સારું આંટી હું કાલે સાંજે પાછો આવું છું કહી મિત નીકળ્યો.
સીધો પહોચ્યો પ્રણવ ના ઘરે. આવ મિત, ડોક્ટર ની એપોઇન્ટમેન્ટ કાલ સાંજ ની મળી છે અને કાલે આમ પણ મારું કામ પૂરું થઇ ગયું છે એટલે ફ્રી જ છું બોલ શું પ્રોગ્રામ છે કાલ નો ?
તો સવારે આપણે સ્કુલે મેહુલસર ને મળવા જઈશું ? મારે તારી સાથે અને સર ની સાથે પણ ઘણી વાતો કરવી છે. રાત્રે બંને મિત્રો એ મોડે સુધી વાતો કરી. સવાર માં સ્કુલે પહોચી ગયા. તેમના સારા નસીબે સર ને ફ્રી પીરીઅડ હતો એટલે તરત મળી ગયા. સર પણ બંને ને મળી ને ખુશ થઇ ગયા.
સર, આજે પણ હું તમારા માર્ગદર્શન માટેજ આવ્યો છું.
બોલ ને મિત મને આનંદ થશે કોઈ મદદ તને કરી શકીશ તો.
તમને વેણુ ની તબિયત ની તો બધીજ ખબર છે. વેણુ એ પહેલા થોડો સમય ધ્યાન ન આપી તબિયત ને અવગણી હતી. એટલે મને એક વિચાર આવે છે કે, તમે, વેણુ અને પ્રણવ સમાજ સેવા તો કરો જ છો. તો એચઆઈવી પોઝીટીવ તેમજ એઇડ્સ જેવા રોગો સામે લોકજાગૃતિ ની ઝુંબેશ શરુ કરીએ તો ? ઘણા લોકો પુરતી જાણકારી ના અભાવે રોગો ને નિમંત્રણ આપે છે અથવા રોગ નો ફેલાવો વધે છે.
વાહ મિત તું હજી એજ મિત છે. તારા વિચારો હંમેશા સરસ હોય છે. ખરેખર ખુબ સરસ વિચાર છે અને હું મારા થી બનતી મદદ કરવા તૈયાર છું પણ કેમ અને કઈ રીતે આ અભિયાન ચલાવવું તે તમારે લોકો એ નક્કી કરવાનું છે.
સર, એ પણ મેં વિચારી લીધું છે. અત્યારે જમાનો સોશીયલ મીડિયા નો છે. એમાં પણ નવી પેઢી ને તમારે ઇન્વોલ્વ કરવી હોય તો એ સોશીયલ મીડિયા થીજ થઇ શકશે. આપણે એક સાઈટ બનાવીશું જેમાં આ રોગ વિષે દરેક માહિતી અપલોડ કરીશું, રોગ સામે ધ્યાન રાખવી પડતી દરેક બાબતો ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી માં અપલોડ કરીશું. જેથી લોકો સરળતા થી સમજી શકે. આપણે મોટી સંસ્થાઓ તથા દાતાઓ નો કોન્ટેક્ટ કરી આ રોગ થી પીડાતા જરૂરિયાતમંદ લોકો સુધી સહાય પણ પહોચાડીશું.
વાહ મિત ખુબ સરસ વિચાર્યું છે તમે લોકો એ. પણ સોસીયલ મીડિયા માં એ સાઈટ બનાવાવી કામગીરી કોણ કરશે ?
હુજ સર, મારું કોમ્પ્યુટર માં ગ્રેજ્યુએશન ક્યારે કામ લાગશે ? એ બધી જ જવાબદારી મારી સર. પ્રણવે મોટી સંસ્થાઓ અને દાતાઓ નો સંપર્ક કરી મદદ મેળવવા નું બીડું ઝડપી લીધું છે.
તમને લોકો ને જો વાંધો ન હોય તો મેં સાઈટ નું નામ પણ વિચારી લીધું છે. આ કાર્ય નો વિચાર મને વેણુ ને લીધે આવ્યો છે એટલે વેણુ ની સાથે ની મારી યાદો ને સાંકળી ને મેં નામ નક્કી કર્યું છે.
“વાંસલડી ડોટ કોમ”...... એચઆઈવી જાગૃતિ અભિયાન
વાહ મિત સરસ નામ છે. મારા ફાળે શું કામગીરી આવશે ? સર તમારે જરૂરિયાત મંદ દ્વારા સહાય માટે માગેલી મદદ નું મેનજમેન્ટ કરવાનું રહેશે. હું સાઈટ સંભાળીશ તેમજ પ્રણવ સહાય માટે દાતાઓ માટે મેનેજમેન્ટ કરશે.
ખુબ સરસ આયોજન કર્યું છે તમે બંને એ. તો હવે “વાંસલડી ડોટ કોમ”..... એચઆઈવી જાગૃતિ અભિયાન જેમ બને તેમ જલ્દી શરુ કરી દો. મારા કાર્ય ની શરૂઆત થાય એટલે મને જાણ કરજો.
બધું આયોજન કરી બંને મિત્રો પ્રણવ ના ઘરે પહોચ્યા. જમી ને બંને બાકી રહેતી બાબત ની ચર્ચા કરી તેમના અભિયાન ને આખરી ઓપ આપ્યો.
ડોક્ટર સાથે સાંજ ની એપોઇન્ટમેન્ટ્સ હતી, બંને સમયસર હોસ્પિટલ પહોચી ગયા. ડોક્ટર રાવલ ખુબ બાહોશ ડોક્ટર હતા. તેમણે શાંતિ થી મિત ની વાત સાંભળ્યા પછી સમજાવ્યું. હ્યુમન ઈમ્યુનો ડેફિસીયન્સી વાયરસ. જે બ્લડ ટ્રાન્સફયુજ્ન, અનસેફ સેક્સ,વારસાગત(માતા પિતા) જેવા કારણો ને લીધે થઇ શકે છે. આમ તો એ લાઈલાજ છે પણ છતાં ઘણા લોકો પોઝીટીવ લાઈફ જીવે છે.
એચાઈવી પોઝીટીવ એ એઇડ્સ નથી. ફક્ત રોગો સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ ક્ષીણ થઇ જવી છે. વેણુ નો પ્લસ પોઈન્ટ એ છે કે તેને એઇડ્સ નથી. પરંતુ સમયસર ધ્યાન ન આપતા પરિસ્થિતિ ખુબ ગંભીર છે. ધીમે ધીમે સુધારા ને બદલે કેસ બગડતો જાય છે.
આટલું સાંભળતાજ મિત ની હિંમત પડી ભાંગી, તે ડોક્ટર સામે જ રડી પડ્યો. મારી વેણુ ને બચાવવાનો કોઈ ઉપાય નથી ડોક્ટરસાહેબ ? હું તેના વગર નહિ જીવી શકું.
હું મારા થી બનતી ટ્રાય કરુજ છું. એક નવ યુવાન ઝીંદગી કોઈ પણ વાંક વગર અને એ પણ સારું કાર્ય કરતા કરતા આ રોગ નો શિકાર બની છે એટલે મને પોતાને પણ ખુબ દુઃખ થાય છે.
ડોક્ટર નો સારો રિસ્પોન્સ મળતા મીતે હિમત એકઠી કરી લીધી અને એમ હિમત હારશે નહિ, એવું મનોમન જ નક્કી કરી કહ્યું સર અમારે વેણુ અને તેના જેવા હજારો લોકો ની મદદ માટે તમારી મદદ ની જરૂર છે. મીતે વિસ્તાર થી ડોક્ટર ને પોતાના “વાંસલડી ડોટ કોમ”..... એચઆઈવી જાગૃતિ અભિયાન વિષે જણાવ્યું. ડોક્ટર તો આ યુવાનો થી ઈમ્પ્રેસ થઇ ગયા.
અત્યાર સુધી ઘણા પેશન્ટ ના સગાઓ આવ્યા પણ તેઓ પોતાના સ્વજન ને પીડાતા જોઈ નાસીપાસ થઇ જતા હોય છે અને ડીપ્રેશન માં જ હોય છે મોટે ભાગે. પ્રથમ વખત એવા યુવાનો જોયા જે આવી પરિસ્થિતિ માં પણ બીજા લોકો ની ભલાઈ માટે વિચારે છે અને તે માટે કાર્ય કરે છે. હું મારા થી બનતી મદદ કરીશ, બોલો હું શું મદદ કરી શકું ?
સર તમારે આ રોગ વિષયે વિગતવાર માહિતી એટલે કે તેના લક્ષણો, રાખવાની થતી સાવચેતીઓ તેમજ જરૂરી દવાઓ અંગે ની માહિતી વગેરે તૈયાર કરી અમને આપવાની રહેશે, જે અમે સાઈટ પર અપલોડ કરીશું.
હા ચોક્કસ મને ૨ દિવસ નો સમય આપો હું બધીજ માહિતી તૈયાર કરી ને આપીશ. તેમજ તમારી સાઈટ પર દવાઓ અંગે કે રોગ અંગે કોઈ પણ માર્ગદર્શન માંગવામાં આવે તે પણ હું ચોક્કસ આપીશ.
ડોક્ટર નો આભાર માની બંને ભારે હૃદયે નીકળ્યા. મિત ના મન માં MUZમૂંઝવણ એ હતી કે હવે વેણુ ને શું કહીશ ?
(ક્રમશઃ)