Kasoor - 4 in Gujarati Love Stories by Darshita Jani books and stories PDF | કસુર - ૪

Featured Books
Categories
Share

કસુર - ૪

૪ દિવસ થયા શ્રેયાંશ દિવ્યા સાથે વાત નહોતો કરતો. તે ઘરે આવીને જમતો પણ નહી. કે સવારે નાસ્તો પણ ના કરતો. પણ આજે શ્રેયાંશ જેવો ઓફીસ થી આવ્યો દિવ્યા તેને પોતાની બાહો માં જકડી લીધો. શ્રેયાંશે છુટવાની બહુ કોશિશ કરી પણ દિવ્યા એ તેને આલિંગન માંથી મુક્ત ના જ કર્યો. શ્રેયાંશ નો પ્રતિઘાત જેવો ઓછો થયો કે દિવ્યા પોતાના હોઠ તેના હોઠ પર મૂકી તેને સોફા પર ધક્કો મારી દીધો. શ્રેયાંશ વધારે પ્રતિકાર કરી શકે તેમ નહોતો એટલે તેણે પણ વિરોધ છોડી દીધો અને બન્ને ત્યાંજ એકબીજા માં ખોવાઈ ગયા.

“તમે પપ્પા બનવાના છો” થોડી ક્ષણો બાદ દિવ્યા એ શરમાઈને કહ્યું.

શ્રેયાંશ કંઈ પ્રતિક્રિયા આપે તે પેહલા જ તેનો ફોન વાગ્યો. રાગીની નો ફોન હતો એટલે શ્રેયાંશ ફોન લઈને બહાર ચાલ્યો ગયો.

“યેસ મેડમ” શ્રેયાંશે થોડું કટાક્ષ અને થોડું મસ્તી માં કહ્યું.

“હવે હું તારી મેડમ નથી જાન, જસ્ટ રાગીની” રાગીની ના અવાજ માં દારૂ નો નશો સાફ દેખાતો હતો.

“તું પી ને બેઠી છે?”

“હા, શું કરી લઈશ તું?”

“કંઈ નહી બોલ શું ફોન કર્યો?”

“જાન હું બહુ લવ કરું છુ તને, બોલ આવે છે મારી સાથે? ચલ ભાગી જઈએ ક્યાંક”

“રાગીની હું મેરીડ છું એમ ના ચાલે”

“તું લવ કરે છે મને?”

“રાગીની મારી વાઈફે મને હમણાં જ કહ્યું કે હું બાપ બનવાનો છું ને તને ધતિંગ સુઝે છે.” શ્રેયાંશ બહુ ચિડાઈ ગયો હતો. પણ રાગીની હલી ગઈ હતી. તેનાથી ડૂસકું છુટી ગયું.

“આવતા જન્મે મને પરણીશ?”

“રાગીની!!”

“ખાલી હા કે ના?”

“હા રાગીની આવતા જન્મે તને પરણીશ. બસ!”

“હા, બસ બહુ ઊંઘ આવે છે શ્રેયાંશ, વાયદો ભૂલતો નહી” અને રાગીની એ ફોન કાપી નાખ્યો. શ્રેયાંશ જાણી ગયો હતો કે રાગીની એ જોબ મૂકી દીધી હશે તેથી જ નિરાશા વશ ફોન કર્યો હશે. તે પણ પોતાના પ્લાન ની જીત પર મુસ્તાક થતો દિવ્યા પાસે જતો રહ્યો અને રાગીની નો ફરીથી ફોન ના આવે એટલે ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો.

***

શ્રેયાંશ ઓફીસ પહોચ્યો ત્યાંજ વિશાલે તેને ઓફીસ હોટ ગોસીપ સંભળાવવી શરુ કરી દીધી. બધી ન્યુઝ સાથે રાગીની ના રીઝાઈન કરવાના ન્યુઝ પણ શામેલ હતા. ગઈ કાલે આવેલા ફોન થી જ શ્રેયાંશ ને અસીમ શાંતિ થઈ હતી. તેણે રાગીની ને હટાવવા માટે ડોક્યુમેન્ટ્સ કંપની ના રાઇવલ ને મોકલવાનું ફૂલ પ્રૂફ પ્લાનિંગ કર્યું હતું જે સફળ થયું હતું. જેવું શ્રેયાંશે ધાર્યું હતું તેમ જ શ્રીવાસ્તવે અરજન્ટ મીટીંગ બોલાવી હતી.

પણ મીટીંગ માં તો શ્રેયાંશ ની પણ કલ્પના બહાર નું જ બન્યું. મીટીંગ માં બધા ની વચ્ચે શ્રીવાસ્તવે શ્રેયાંશ ને પ્રમોશન આપી રાગીની ના સ્થાન પર પ્રોજેક્ટ હેડ બનાવી દીધો. શ્રેયાંશ ની ખુશી નું કોઈ ઠેકાણું નહોતું. તેને જલ્દી આ ન્યુઝ દિવ્યા ને આપવા હતા. મીટીંગ પૂરી થઇ એટલે તરત જ તેણે મોબાઈલ ઓન કર્યો. તે નંબર ડાયલ કરે તે પેહલા જ તેણે પેન્ડીંગ મેસેજ જોયો જે રાગીની નો હતો.

“શ્રેયાંશ,

હું જાઉં છુ, તારી ઝીંદગી થી બહુ દુર, હવે ક્યારેય આપણા રસ્તા નહી ભટકાય, હવે કોઈ રસ્તે આપણી આંખો ચાર નહી થાય, એક ઈચ્છા હતી તારી સાથે જીવવાની પણ લાગે છે આ જન્મ માં તે શક્ય નથી લાગતું. તને રીક્મેન્ડ કર્યો છે નવા પ્રોજેક્ટ માટે. આઈ નો યુ વિલ બી અ વન્ડરફુલ લીડર. દુનિયા ની બધી જ ખુશીઓ હવે તારી પાસે છે. તું ડેડી બનવાનો છે એટલે આ બધું ભોગવીને જલ્દી મારી પાસે આવી જા જે, બહુ રાહ જોઈ છે આ જન્મ માં, આવતા જન્મ નો વાયદો ભૂલીશ નહી. તારા વગર જીવવા કરતા મોત મને હમેશા વધુ સુવાળું લાગ્યું છે.

મારી છેલ્લી ક્ષણ સુધી મે તને પ્રેમ કર્યો છે. આઈ લવ યુ

ફક્ત તારી રાગીની.”

શ્રેયાંશ ના હોશ ઉડી ગયા. તેનું ગીલ્ટ તેને કોરી ખાવા લાગ્યું. તે હાફળો ફાફળો રાગીની ના ફ્લેટે ગયો. ઓલરેડી પોલીસ આવી ચુકી હતી. પીળી સાડી માં તેની તગતગતી કાયા જોઈ શ્રેયાંશ ભાન ભૂલી ગયો હતો. પોલીસ ના ના પાડવા છતાં તે રાગીની ના શબ ને વળગી પડ્યો. તેણે રાગીની ને દુર કરવી હતી પણ આ રીતે તો બિલકુલ નહી. આજે રાગીની ની લાશ સામે તેને સમજાતું હતું કે તેણે રાગીની ને કેટલો પ્રેમ કર્યો હતો. પણ બહુ મોડું થઇ ગયું હતું.

શ્રેયાંશ થી અનાયાસે જ નીકળી ગયું “ આઈ એમ સોરી” અને રાગીની કદાચ જવાબ આપતી હોય તેમ તેના હાથ માંથી એક ટુકડો મળ્યો જેમાં લખેલું હતું.

“કસુર તો આપણી અક્ષમતાઓ નો હતો

તું ધોધમાર વરસી ના શક્યો, મને ટીપા માં ભીંજાતા ના આવડ્યું”

શ્રેયાંશ પોતાના અને દિવ્યા ના કસુર વિચારતો પૂરે પૂરો તૂટી ગયો. પણ ફરીથી જવાબદારીઓ યાદ કરી રાગીની થી મોઢું ફેરવી તેના ફ્લેટ માંથી નીકળી ગયો.

“હતો અપરાધ કે રહી ગઈ તારા થી દુર રેહવાની કસર

મળી ગઈ પૂરી દુનિયા ને જીવવાનું તારા નામ વગર”

***

-Darshita Jani

(6th september 2017)