Dosti ke prem - 2 in Gujarati Love Stories by Pallav Godhani books and stories PDF | દોસ્તી કે પ્રેમ.. (ફરીથી)

Featured Books
Categories
Share

દોસ્તી કે પ્રેમ.. (ફરીથી)

દોસ્તી કે પ્રેમ..? (ફરીથી)

આજે ફરીથી એ જ બાકડે બેઠો, વર્ષ કેમ જતું રહ્યું ખબર જ ના પડી.. ગયા વર્ષે લગભગ આવે જ વખતે હું અહી બેઠો હતો. અત્યારે સાંજના સાડા સાત થવાં આવ્યા હતા.. કેપ્રી, બોક્સર પહેરેલી કાનમાં હેંસ-ફ્રી ખોસી વોકિંગ કરતી છોકરીઓ અને મોર્ડન ડોસા-ડોસીને જોતો હતો. એક વર્ષમાં ઘણું બદલાય ગયું હતું.. સામે ઊભી રહેતી પાણીપુરીની લારીએ ટ્રાફિક વધી ગયો હતો, કોર્નરમાં રહેતી પંજાબી હોટલનું પાટીયું ઉતરી અત્યારે દાલ-બાટીનું લાગી ગયું હતું, ગાર્ડરની અવર-જવર વધી ગઈ હતી.. ખબર નહી આજે જૂના મિત્રની યાદ આવતી હતી, વાત ઈચ્છા થઈ, છેલ્લા એક મહિનાથી મનને બહુ મનાવ્યું પણ આખરે ના જ માન્યું એટ્લે આજે સવારે નિર્વિકને ફોન કર્યો, હું હજુ ‘હેલ્લો, ગુડ મોર્નિંગ..’ બોલું એ પહેલા જ ફોન ઉઠાવી સામે છેડેથી ચીલયો,

‘ઓયે.. ડોફા.. કેમ છે.? તારો સામેથી ફોન..?? આઈ કાન્ટ બિલિવ ધીસ..!! સૂર્ય પૂર્વમાંથી જ નીકળ્યો છે ને..!!’ છેલ્લા પાંચ-છ મહિના પછી તેનો અવાજ સાંભળ્યો હતો, હું મોટેથી હસી પડ્યો. પછી બીજા હાલ-ચાલ પૂછ્યા. અમદાવાદમાં સેટલ થઈ ગયો હતો. તેને લવ મેરેજ કરી લીધા હતા, યશ્વિ સાથે જ સ્તો..! બંનેની કાસ્ટ અલગ અલગ હતી પણ ફેમિલી બેક-ગ્રાઉંડ એજ્યુકેટેડ હતું એટ્લે વધારે મનાવવાની જરૂર ના પડી... મે બંને વિષે પૂછ્યું, ખુશ હતાં, બંને ત્યાં કોઈ કંપનીમાં જોબ કરતાં હતાં, તેને મારા વિષે પૂછ્યું તો કહ્યું,

‘કઇં નહીં, હમણાં બરોડા જ છું, જોબ છોડી દીધી, પોતાનું નાનું એવું સ્ટાર્ટ અપ કર્યું..’

હું આટલું બોલ્યો ત્યાં જ એને ધડાગ કરતાં કહ્યું, ‘ઓહ, બરોડા જ છે, તો પહેલા કોલ ના કરાય ડોફા.. સાંજે ઘરે જમવા આવ, તારી ફ્રેંડના હાથનું.. અમે બે દિવસ રજા મૂકી અહી આવ્યાં છીએ..’ મને કોઈના ઘરે જવાની થોડી ચીડ ચડતી એટલે મે આના-કાની કરી, પણ તે ના જ માન્યો એટ્લે તેના ઘરે નહીં પણ બહાર બંનેએ મળવાનું નક્કી કર્યું, નસીબજોગે જગ્યા ફરીથી એ જ નક્કી થઈ.

મારા નિયમ મુજબ પરફેક્ટ ટાઈમ પર પહોચી ગયો. અને ફરીથી એ જ બાકડે બેસી તેની રાહ જોતો હતો, આ જૂનો થઈ ગયેલો બાકડો મારી એક વર્ષ પહેલાની યાદ તાજી કરાવતો હતો. યશ્વિ સાથે કરેલા સિન પછી હું આ જ બાકડે એક કલાક બેસી રહેલો.. મારા સપનાંઓ પછીનો એ મારો કદાચ બીજો અને છેલ્લો પ્રેમ હતો..! તેને મારા બધા જ સિક્રેટ ખબર હતી, કોઈને ના કહેતા ગોલ હું તેને કહેતા અચકતો નહી. તેને એ પણ કહેલું કે, ‘મારે ટર્મ્સ એન્ડ કન્ડિશન વગર મારી રીતે એકલાં લાઈફ જીવવી છે,.’ કે પછી ‘મારે મારી એક જ ફેમિલીની નહીં પણ મારી નીચે જોબ કરતાં હજારો એમ્પ્લોયનાં ફેમિલીની જવાબદારી ઉપાડવી છે..!’ એ મારી એક માત્ર એવી ફિમેલ ફ્રેન્ડ હતી જેની સાથે હું કોઈ પણ હદ સુધી વાત કરી શકતો, અને બંને પોતાની રિલેશનની લિમિટ પણ જાળવી રાખતા. હું યશ્વિને છેલ્લી વખત અહી મળ્યો એ પછી તેનો અવાજ સાંભળ્યો ના હતો. કદાચ મને બહુ જ નફરત કરતી હશે એટ્લે ક્યારેય સામેથી ફોન ના આવ્યો, અને હું સામેથી ફોન કરી તેને યાદ કરવા માંગતો ના હતો એટ્લે મે તેના નંબર પણ ડિલીટ કરી નાખ્યાં..

અમારી બંનેની એ એકલી છેલ્લી મુલાકાત પછી ત્રણેયનો સારો ટાઈમ શરૂ થયો હતો.. લાસ્ટ વેલેન્ટાઈન ડે એ નિર્વિકે યશ્વિને પ્રપોઝ કર્યું, યશ્વિનો ‘ના’ પાડવાનો પ્રશ્ન જ નહોતો આવતો અને ત્રણ મહિના પછી મને નિર્વિકનો ફોન આવ્યો કે ‘27/5 એ મેરેજ છે, બે દિવસ પહેલા પહોચી જવાનું છે..’ હું ત્યારે તેમનાથી 1800 કિમી દૂર બીજા રાજ્યમાં મારા ગોલ તરફ દોડતો હતો. મારી પાસે ટાઈમ હતો તેને ત્યાં જવાનો, બમણી ઈચ્છા હતી તેમના મેરેજ જોવાની, પણ યશ્વિને ફરીથી જોઈને તેની આંખમાં આંખ મિલાવવાની હિમ્મત નહોતી એટ્લે બહાનું બતાવી, ‘બહુ ઈમરજન્સી છે યાર,રજા નહીં મળે..સોરી યાર’ કહી હું મારા કામમાં ગોઠવાઈ ગયો. મોર્નિંગ થોટમાં બધા લખે છે એમ, ‘ખાલી ખીસું કે તૂટેલું દિલ વ્યક્તિને સંજોગો સામે લડતા શીખવી દે છે..’ એવી રીતે, તેના હનીમૂન ફોટો ફેસબુક પર જોયેલા ત્યારે કામની વ્યસ્તતા કે ગોલ પાસે પહોચવાની આતુરતાએ, યશ્વિ પર થયેલાં પ્રેમ કે નિર્વિક તરફની જ્વેલસીથી મને ઘણો ઉપર લાવી દીધો હતો, લગભગ હવે મેચ્યોર થઈ ગયો હતો. વચ્ચે વચ્ચે નિર્વિકના મેસેજ આવતા રહેતાં કે ‘શું કરે છે.? ક્યાં છે.? પોતાનું કઇં કર્યું કે નહીં.? બીજનેસ સ્ટાર્ટ કરવાનું શું વિચાર્યું.?’ ઘણી વખત તે ગુસ્સે થઈ મેસેજમાં લખતો પણ ખરો કે ‘છોડને તું આ ચમચાગીરી.. તું ધંધો કરવા બન્યો છે તો રિસ્ક લે.. તારે જે કરવું છે એ કર,પછી જે થવું હોય એ થશે.. પણ પહેલા ટ્રાય તો કર, આમ ડર્યા કરીશ તો નહિ ચાલે..’ નિર્વિકને આવી મારી લાઇફની ઈચ્છાઓ નહોતી ખબર પણ કદાચ યશ્વિએ બધા સીક્રેટ્સ કહ્યા હશે એવું લાગ્યું. અને ત્યારે મનમાં યશ્વિ પ્રત્યે ગુસ્સો આવેલો..

હું આવા ઘણા વિચારમાં ખોવાયો હતો, ત્યાં બાજુમાંથી ખભ્ભા પર એક વ્યક્તિએ હાથ મૂક્યો, ઊચું જોયું, ઓહહ તેરી.. ખાધેલ-પીધેલ ઘરનું એક કપલ ઊભું હતું.! હું ઊભો થયો ત્યાં જ એ મને ભેટી પડ્યો.. જૂના મિત્રને ઘણા સમય પછી ગળે મળી કઇંક અલગ જ ખુશી થઈ. થોડી લાગણી ઉભરાઇ, જાતને કંટ્રોલ કર્યો. બંને છૂટા પડયા અને મેં બાજુમાં ઊભેલી છોકરીને જોઈ..

‘હાય..’શબ્દ માંડ માંડ નીકળ્યો, તેના ચહેરા તરફ વળ્યો.

તેને સામે એક વાકયી જવાબ જ આવ્યો, ‘હેય.. હાવ આર યુ.?’

‘એઝ યુઝવલ.. મસ્ત..’ એટલું કહી મે નિર્વિકની સામે જોયું. હું આંખ થોડી નાની કરી તેની સામે કતરાયો, મે તેને એકલા આવવાં માટે જ કહ્યું હતું પણ તે ઘેલો થઈ યશ્વિને પણ સાથે લઈ આવ્યો. આટલાં વખત પછી પણ તે મારો ઈશારો સમજી જ ગયો. પણ તે બાયડીઘેલો મોટેથી બોલી ઊઠ્યો, ‘અરે યાર, મે યશ્વિને કહ્યું કે પલ્લવને મળવા જાવ છું, તો એ જીદ પકડી બેસી ગઈ કે તેને સાથે આવવું જ છે, મે તેને મનાવી પણ તે ના જ માની. મારે તેનું દિલ કેમ તોડવું.? એટલે સાથે લઈ આવ્યો..’

તેને જેવુ વાક્ય પૂરું કર્યું કે હું મનમાં હસ્યો, આવા વેવલાવેળાને લીધે જ મને બંધનથી એલર્જી થતી.. એક વર્ષમાં એ પણ બદલાય ગયા હતા, વજનમાં ભારી થઈ ગયેલાં ને દેખાવમાં થોડા બોરીંગ..! હું વધારે કઇં બોલ્યા વગર યશ્વિ સામે જોઈ રહ્યો, તે મને હજુ મારી આંખમાં આંખ નાખી જૂનો કિસ્સો યાદ કરાવવા માગતી હતી, જાણે હું તેનો વર્ષોનો ગુનેગાર હોય એવી રીતે મને જોતી હોય એવું લાગ્યું. આ પ્રેમ જ દોસ્તીને તોડી નાખે છે. કોલેજ અને એ પછીના બે વર્ષ એમ છ વર્ષથી બંધાયેલી દોસ્તી, માત્ર અડધી કલાકના પ્રેમના એ કિસ્સાએ તોડી નાખી..!

બાજુમાં આવેલી સાઉથ ઇંડિયન હોટલમાં ગોઠવાયાં, ઓર્ડર આપ્યો, નિર્વિક પૂછયે જતો હતો કે ક્યાં છે આજકાલ.? શું વર્ક કરે છે.? કે ક્યાં ફિલ્ડમાં જોબ કરતો હતો.? આવા થોડા પ્રશ્નોની આપ-લે થઈ. કોલેજમાં થયેલી મસ્તી ને હવે આવી ગયેલી જવાબદારીની વાતો થઈ. બીજા મિત્રો અંગેની ઇન્ફોર્મેશન પૂછી, અને પછી મને પૂછવા લાગ્યો, ‘સો. મેરેજ ક્યારે કરે છે હવે..??’

‘ટાઈમ છે હજી, 1-2 યર પછી વિચારશું..’

‘કરી લે, પછી સારી છોકરીઓ નહીં મળે... કે પછી કંપનીમાં કોઈ ગમી ગઈ છે..?’ ત્રાસી આંખ મારતાં બધી જગ્યાએ સંભાળેલા સેમ ક્વેસ્ચનનો પ્રિપેર કરેલો સેમ જવાબ, ‘એ સમય આવ્યે બધુ સેટ થઈ જશે, હું અત્યારે એ વિશે વધારે નહી વિચારતો..’

‘કોઈ ગર્લફ્રેંડ સાથે કરવા હોય તો અમને કહે, અંકલ-આંટીને અમે સમજાવવા આવીએ..’ નિર્વિક યશ્વિ સામે જોતાં બોલ્યો.

મે હસતાં હસતાં કહ્યું, ‘ના, તે બાબતમાં હમણાં ઇન્ટરેસ્ટ નહીં, એન્ડ પપ્પાને કહેવામાં મને ડર પણ નહીં લાગે, તેને મારી મોસ્ટલી વાત ખબર હોય છે..’

‘ઓહહ, તારી પેલી લાસ્ટ યરવાળી ‘સ્વીટું’ ગર્લફ્રેન્ડનું શું થયું.? કે એ જતી રહી.?’ યશ્વિએ ટાપસી પૂરી.

બે મિનિટ સુધી નીરવ શાંતિ.. હું અને નિર્વિક એક-બીજા સામે ઇશારા કરતાં જવાબ ‘કોણ’ અને ‘શું આપશે’ એ નક્કી કરતાં હતાં. અમારો પ્લાનનું સત્ય હકીકત નિર્વિકે હજુ યશ્વિને નહીં જ કહ્યું હોય તેની ખાતરી થઈ ગઈ..

‘તેની સાથે બ્રેક અપ થઈ ગયું..’ હું આટલું બોલી અટકી ગયો.

‘હું વોશરૂમ જઈને આવું..’ નિર્વિક આટલું બોલી ઊભો થઈ જતો રહ્યો. હું ને યશ્વિ એકલા બેઠા હતા, હું ડરતો હતો કે એ ‘સ્વીટું” વિશે વધારે ના પૂછે તો સારું. કેમ કે શું જવાબ આપવો એ મે હજુ વિચાર્યું જ ના હતું. અને ક્યાંક હું ભગો કરી દઉં તો એક વર્ષથી છુપાયેલુ સિક્રેટ બે મિનિટમાં સામે આવી જશે. આ ડરથી જ નિર્વિક કદાચ વોશરૂમ જતો રહ્યો હશે એવું મને લાગ્યું. હું આવું વિચારતો હતો ત્યાં યશ્વિ બોલી,

‘તને એક્ટિંગ સારી આવડે છે.. એન્ડ પ્લાન પણ સારો હતો..’

‘સોરી..’ મને કઇં ના સમજાયું.

‘આઈ નો, તારા જેવાં સેલ્ફીશ કે પોતાનામાં મસ્ત રહેતાં છોકરાને એક મહિના પહેલા મળેલી છોકરી સાથે પ્રેમ ના થાય.. પણ મને એ વાત સમજવામાં થોડો ટાઈમ લાગી ગયો..’ તે સિરિયશ થઈને બોલતી હતી.

‘મતલબ..!?’ હું હજુ બ્લેન્ક હતો કે એ ક્યાં ટોપીક પર વાત કરે છે.

‘લાસ્ટ યર, 31 નવેમ્બરે તે એક્ટિંગ સારી કરી હતી અને મેં એ વખતે વાતને સાચી જ માની લીધેલી..’ વોટ ધ...... આ શું બોલી રહી છે.? તેને આગળ વધાર્યું, ‘ભુલાઈ ગયું કે હું તને સાડા પાંચ વર્ષથી ઓળખું છુ, કોલેજમાં રિલેશનશીપથી ભાગતો છોકરો પોતાનું કેરિયર સેટ કરતો હોય ત્યારે આવા લવવેળામાં ન જ પડે.. જેને એકલું રહી દુનિયા જીતવાના સપના જોયા હોય તેને પ્રેમ શબ્દ ઓછો સમજાય..! અને એટ્લે જ હું એ વખતે પાછી આવેલી..’

તે વધારે બોલે એ પહેલા હું ચોંકીને બોલી ઉઠ્યો, ‘શું..??’

બાંકડા સામે આંગળી ચીંધતા એ બોલી ઉઠી, ‘સાત વાગ્યા સુધી તું ત્યાં બેસી રહેલો અને ત્યારે તે એક સીગરેટ પણ પીધેલી. તું અંદરથી રડતો હતો પણ બહારથી સાવ શાંત દેખાતો હતો. હું ત્યારે તારી નજર ના પડે તેમ સામે કાફેમાં બેસી રહેલી..’

‘તો તું એ વખતે શું સમજેલી.?’

‘વધારે નહીં પણ એટલું તો સમજી જ ગયેલી કે તું પણ મને ત્યારે પ્રેમ કરતો હતો. પણ કદાચ એ વખતે તે તારા સ્વાર્થને કારણે જ ખુદને નેગેટિવ સાબિત કરેલો.. જો તે મને મેરેજનું પૂછ્યું હોત તો હું ‘હા’ જ પાડવાની હતી, તે તને પણ ખબર હતી.. પણ પછી તું તારી મરજી મુજબ લાઈફ ના જીવી શકત એટ્લે તે તારા પહેલા પ્રેમ માટે મને છોડી દીધી. નિર્વિક તો એક બહાનું આપ્યું ખુદને મારાથી દૂર લઈ જવા માટે.. તે મારૂ ફ્યુચર પણ નક્કી કરી લીધું કે એ મને હંમેશા ખુશ જ રાખશે. તું નિર્વિક સામે ‘હીરો’ બની ગયો કે તે એને તેનો પ્રેમ મેળવવામાં મદદ કરી. પણ તેને કે મને ખબર જ નહોતી કે તે તારો સેફ પાર્ટ જોઈ લીધો, તારી ગમતી વસ્તુને તે સેફ અકાઉન્ટમાં મૂકી પણ દીધી, અને અમને જાણ પણ ના થઈ..!!’

‘તે મને બેઠેલો જોયો અને બધુ સમજી ગઈ હતી, તો ત્યારે મારી પાસે આવીને મને સમજાવવા ટ્રાય પણ ના કરી.?’

‘મેં તારી પાસે આવવા બે-ચાર વખત વિચાર્યું હતું, પણ પછી મને તારા સપના યાદ આવી ગયા કે તારે એ જ કરવું હતું લાઈફમાં.. જો હું કદાચ પાછી આવીને તને સમજાવ્યો હોય તો તું માની જાત, અને તું મારી સાથે રહેવા તૈયાર પણ થઈ જાત.. પણ પછી શું.? ઇન ફ્યુચર તને તારો પહેલો પ્રેમ યાદ આવે અને આપણી વચ્ચે મિસઅંડરસ્ટેન્ડિંગ ઊભી થાય તો બંનેની લાઈફ બગડે. એન્ડ એવું નથી કે મેં તારા પર મહેરબાની કરી, હું પણ ત્યારે સ્વાર્થી બની ગઈ. મને ખબર હતી કે નિર્વિક મને ખુદ કરતાં કે તારા કરતાં પણ વધારે ચાહે છે. એ પણ એ જ ઈચ્છતો હતો જે તું ઈચ્છતો હતો. એટ્લે જ મે તને તારી એ હાલમાં છોડી દીધો, અને મે મારૂ ડીસીઝન ત્યારે જ લઈ લીધેલું.’

સૂન્ન.. બધુ જ સૂન્ન.. શું બોલી રહી છે આ..? તેને બધી ખબર હતી.! તો પણ તેને સામેથી ક્યારેય મેસેજ કે કોલ કરી મારી સાથે વાત ના કરી.? તેના મનમાં શું ચાલે છે એ જાણવાની મારી તાલાવેલી વધી ગઈ. તે મને હજુ પ્રેમ કરે છે કે નફરત.? તેને એ વખતે એવું કર્યું તો ક્યાં રિલેશનથી.? અને અત્યારે મને મળવા નિર્વિક પાસે કેમ જિદ્દ કરી.? અને મે પૂછ્યું, ‘તો પછી તે મારા.......’ આટલું બોલ્યો ત્યાં સુધીમાં નિર્વિક પાછો આવી ગયો, એટ્લે મે વાત ત્યાં જ અટકાવી, પણ મારા મને દોડવાનું શરૂ કર્યું.

નિર્વિક આવ્યો એટ્લે તેમની સાથે હાલના સિચ્યુએશનની વાત શરૂ કરી. વેઇટર સર્વ કરી જતો રહ્યો, નિર્વિક મેરેજ પછી પોતાનામાં આવેલા સારા બદલાવની વાત કરતો હતો, હું ઢોસા ખાતો ખાતો ક્યારેક ત્રાંસી નજરે યશ્વિ સામે જોઈ લેતો. મારે હજી ઘણું બધુ પૂછવું હતું, પણ ‘કેવી રીતે પૂછું.?’ નિર્વિક મને સમજાવતો હતો કે તેને ઘણો સપોર્ટ મળ્યો, વિચારો બેવડાયા, તેના લીધે હિમ્મત આવી, વગેરે વગેરે... પણ એ વખતે મારૂ મન તો ક્યાં દોડતું હતું એ મારા મનને પણ નહોતી ખબર..!! સાવ ચૂપ હતો. જમવાનું પૂરું કરી, બિલ આપી બહાર નિકડ્યા.

હોટેલની બહારના ગેટ નજીક ઊભા રહી ફરી મળવાનું નક્કી કરી બાય કહ્યું. નિર્વિક પાર્કિંગમાં રાખેલી કાર લેવા ગયો, મને યશ્વિ સાથે ફરીથી એકલામાં સમય મળ્યો કે તરફ મે પૂછ્યું, ‘એક વાત પૂછું.?’

‘મને ખબર છે તારે શું પૂછવું છે. મારા મનમાં અત્યારે તારા માટે પ્રેમ કે નફરત બંનેમાંથી કઈ જ નહીં.. તારા કે મારા એ એક ડીસીઝનથી અત્યારે ત્રણેય ખુશ છીએ. તું અત્યારે તારે જે કરવું હતું એ માટે મહેનત કરી રહ્યો છે, હું નિર્વિક સાથે બહુ ખુશ છું, અને હું તેની સાથે છું એટ્લે નિર્વિક વધારે ખુશ છે.. સો તે એ વખતે ‘શા માટે.?’ કર્યું કે એ વધારે વિચાર્યા વગર તને તારા રસ્તે મૂકી દીધો. કદાચ હું તને ડિસ્ટરેક્ટ કરતી હોય એટ્લે તારા રસ્તામાંથી જ દૂર થઈ ગયી.. એન્ડ મેઇન થિંગ તું નિર્વિક સાથે વોટ્સએપ ચેટમાં વાત કરતો એ હું જ હતી, મે જ તને ઉકસાવ્યો કે, ‘તારે જેમ જીવવું છે એ મુજબ જીવવા અત્યારે જ ટ્રાય કર, બેસ્ટ ટાઈમની રાહ જોયા વગર અત્યારથી જ સ્ટાર્ટ કરી દે, બેસ્ટ ટાઈમ ક્યારેય નહીં આવે, વગેરે વગેરે..’ અને તારી કે તારા સિક્રેટ વિચારની નિર્વિકને પણ નહીં ખબર, સો જસ્ટ ચીલ..’

સટ્ટાક... આ તો એક પછી એક બોમ્બ ફોડયા જ કરતી હતી, અને હું તેના ગાલના ગટીયા જોતો ઊભો હતો, ફરીથી નવા પ્રશ્ન, મે માત્ર એકલું જ પૂછ્યું, ‘પણ કેમ..?’

‘કેમ કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. અને કદાચ પહેલો પ્રેમ હતો...’ એટલી વખતમાં નિર્વિક કાર લઈ આવી ગયો, એટ્લે તેને હાથ મિલાવી બાય બોલતા કહ્યું, ‘બાય ધ વે, આઈ એમ નોટ ચિટિંગ વિથ માય હસબન્ડ.. ઇટ્સ ઓન્લી ફોર ફ્રેંડશિપ..’

તે પાછળ ફરી કારમાં બેસી એટ્લે બંને નીકળી ગયા, અને મને ફરીથી નિર્વિક તરફ જ્વેલસી ફિલ થઈ, ને હું મનમાં બબળ્યો, ‘ખરેખર નિર્વિક બહુ લકી છે..’ થોડો અટકી ફરી બબળ્યો, ‘અને થોડા અંશે હું પણ...!!’

@પ_L0\/e

#Imper0