Maanan ni mitrata - 6 in Gujarati Moral Stories by AVANI HIRAPARA books and stories PDF | માનન ની મિત્રતા - 6

Featured Books
Categories
Share

માનન ની મિત્રતા - 6

માનન ની મિત્રતા

પાર્ટ 6

માનવ ના મનમાં એક જબરજસ્ત પ્લાન આવે છે તે મીરા ને કહે છે હવે આગળ વાંચો.

થોડા દિવસ બાદ વેલેંટાય ડે હોય છે. માનવ નો પ્લાન તે દિવસે જ અમલ માં લાવવાનો હોય છે.

થોડા દિવસ થી અખિલ વધારે પડતું જ નલિની, નલિની કરતો હતો, આ બધું ધ્યાન માં નયન લેતો ન હતો કારણ કે તે નયન નો ફ્રેન્ડ હતો.

આ બાજુ માનવ પણ નયન ને નલિની વિશે પૂછપરછ કરતો હતો. નલિની આવી છે, નલિની આવી છે.અંદર થી તો નયન બહુ જલતો હતો પણ બંને માંથી એક ને પણ કહી શકતો ન હતો.

આમ ને આમ 13 ફેબ્રુઆરી નો દિવસ આવી ગયો. કાલે 14 ફેબ્રુઆરી એટલે પ્રેમ નો દિવસ. તો પણ નયન હજી કન્ફ્યુઝન માં હતો કે નલિની ને પ્રપોઝ કરે કે ન કરે, કારણ કે તેને ડર હતો જો નલિની ના પાડશે તો તેની સાથે ની ફટેન્ડશીપ પણ તૂટી જશે. જે નયન થવા દેવા માંગતો ન હતો.

13 ફેબ્રુઆરી નો સાંજ નો સમય હતો. તે વિચારતો જ હતો કે માનવ ને મારે આ વિશે વાત કરવી જોઈએ, પણ કેમ કહું તેને પણ નલિની ગમતી હશે તો હું શું કરીશ ? આમ પણ નલિની મારી સાથે કરતા તેની સાથે વધારે હોય છે. જો માનવ વચ્ચે આવશે તો ?

નયન આવું બધું વિચારતો હોય છે ત્યાં જ માનવ નો ફોન આવ્યો.

માનવ : તું ક્યાં છે ?

નયન : ઘરે, કેમ કઈ કામ હતું ?

માનવ : તું અત્યારે આપણી ફેવરિટ જગ્યા એ આવી શકે છે.

નયન : ચલ હું આવું છું એવું કઈ અરજન્ટ તો નથી ને ?

માનવ : એવું અરજન્ટ કઈ કામ નથી. તું બસ ખાલી આવ.

થોડીવાર માં જ નયન તેમની ફેવરિટ ટી પોસ્ટે પોહ્ચે છે,ત્યાં જઈને જુવે છે કે માનવ પેલે થી જ ત્યાં બેઠો હોય છે. નયન પોહચી ને તરત જ કહે છે, શું એવું કામ હતું કે અત્યારે મને બોલાવ્યો.

માનવ, અરે પેલા બેસ તો ખરા પછી તને વાત કરું છું કે શું વાત છે.

નયન મને કમને ત્યાં બેસે છે,માનવ 2 કટિંગ નો ઓર્ડર આપે છે અને કહે છે.

માનવ : મને હમણાં થોડીવાર પેલા અખિલ મળ્યો હતો.

નયન : તો, એનું મારે શું કામ.

માનવ : અરે ભાઈ ધીમો થા પેલા મારી વાત સાંભળ. તે એક ગિફ્ટ શોપ માં હતો, મે તેને બહાર થી જોયો હતો. અને તે કાર્ડ ખરીદતો હતો. મને લાગે છે કે તે કાલે નલિની ને પ્રપોઝ કરશે. આઈ થિન્ક નલિની પણ હા પડી દેશે.

આટલું બોલી ને તે થોડીવાર નયન ના એક્સપ્રેશન કેવા છે તે જોવા માટે રોકાણો. તો નયન ના મોઢા પર ચિંતા ની સાથે સાથે તેને ઉદાસી ના ભાવ દેખાણા.

માનવે ફરી બોલવાનું ચાલુ કર્યું, જો નયન મને ખબર છે કે તું નલિની ને પ્રેમ કરે છે.

માનવ એટલું બોલ્યો ત્યાં નયન તો ચોંકી ગયો તેને શું બોલવું તે ખબર પડતી ન હતી. તે આમ તો માણસ ના મનમાં શું ચાલે છે તે જલ્દી જાણી લેતો હતો પણ માનવ શું કેવા માંગે છે તે જાણી શક્યો ન હતો.

નયન : તું શું કે છે એ જરા સરખી રીતે કે ?

માનવ : તું નલિની ને પ્રેમ કરે છે એ કાલે પેલા અખિલ પેલા કહી દે, અને રહી મારી વાત તો હું ખાલી તારી ટેસ્ટ લેતો હતો કે તું નલિની ને પ્રેમ કરે છે કે નહીં. આથી જ હું તારી પાસે નલિની ની વાત કરીને તને ગુસ્સો અપાવતો હતો. તું કાલે જ નલિની ને પ્રપોઝ કરી દે જે થવું હશે તે પછી વિચારીશું.

માનવ આટલું બોલે છે ત્યાં જ નયન તેને જોરથી હગ કરી લે છે અને બોલે છે તુ જ મારો બેસ્ટ ફ્રેન્ડ છે જે મને સમજી શકે છે.

અને પછી વાતો કરતા કરતા બંને ઘરે ગયા

ઘરે ગયા બાદ નયન આખી રાત વિચારતો રહ્યો કે કેવી રીતે નલીની ને વાત કરું તેને અચાનક જ વિચાર આવ્યો કે હું કહી ન શકું તો કહી નહિ હું લખી તો શકું. આ વિચાર આવતા જ ઉભો થઇ ને રાતે ૩ વાગે લવ લેટર લખવા બેઠો.

તેને ઘણી વાર ટ્રાય કરી ત્યારે લેટર લખાણો. તે લખી રહ્યો ત્યારે ઓલ રેડી 5:30 થઇ ગયા હતા. આથી થોડીક વાર સુઇ જાવ તેમ વિચારિને સુઇ જાય છે.

સવારે નયન ના મોઢા ઉપર એક અલગ જ મુસ્કાન હોય છે. હજી તે ઉઠ્યો હોય ત્યાં જ માનવ નો ફોન આવે છે.

માનવ : મહાશય , હવે સપના માંથી બહાર આવો ને આ મોઢા ઉપર જે સ્માઈલ છે ને તે જયારે નલિની હા પાડે ને ત્યારે આપજો, બપોરે થોડો વહેલો કોલેજ આવતો રહેજે.

નયન : તને કેમ ખબર હું સ્માઈલ કરું છું ?

માનવ : હું તારો બેસ્ટ ફ્રેન્ડ છું. એટલું તો તને ઓળખું છું સમજ્યો. ચાલ હવે હું ફોન રાખું છું, અને આજના માટે ઓલ ધ બેસ્ટ, બાય.

નયન : ચલ બાય.

નયન બપોરે કોલેજ જવા નીકળે છે તેના મનમાં અલગ જ મુંજવણ હોય છે, નલિની શું જવાબ આપશે,

મારી પેલા અખિલ પ્રપોઝ કરશે તો ? અને તેને નલિની એ હા પાડી દીધી તો હું શું કરીશ. આમ વિચારતા વિચારતા જ નયન કોલેજ ના ગેટ આગળ પોહચી જાય છે. તે જુવે છે કે માનવ પણ ત્યાં જ ઉભો હોય છે.

માનવ ને જોય ને તે સમજી જાય છે કે નલિની પણ આવી ગઈ છે.

આજે કોલેજ માં જ્યાં જોવો ત્યાં હસીન માહોલ બનેલો હતો. બધા એક થી એક ચડિયાતા લાગતા હતા.

બધા ના દિલ માં એક અલગ જ ફીલિંગ હતી. કોઈને કહેવાની ઉતાવળ હતી તો કોઈને રિજેક્ટ થવાનો ડર હતો.

નયન પણ ખુબ હેન્ડસમ લાગતો હતો. તેને બ્લુ શર્ટ અને ક્રિમ પેન્ટ પહેરેલું હતું. તો આ બાજુ માનવ પણ ડેશિંગ લાગતો હતો.તેને બ્લેક શર્ટ અને વ્હાઈટ પેન્ટ પહેરેલું હતું.

નયન તરત જ માનવ પાસે ગયો અને બોલ્યો, શું વાત છે માનવ આજે તો તું ફૂલ ફોર્મ માં છે અમારી કોલજ ની કોઈ છોકરી ધ્યાન માં તો નથી આવી ગઈ ને એવું હોય તો મને કેજે હું તારું સેટિંગ કરાવી દઈશ.

માનવ જવાબ આપવા ના બદલે સામે તેને કીધું , મારુ તો તું રહેવા દે પેલા તારું સેટિંગ કર પછી મને કહેજે સમજ્યો.

નયન હજી કઈ કહેવા જાય તે પેલા તેને અખિલ ને આવતા જોયો અને તે ચૂપ થઇ ગયો. અખિલ આજે બાઈક લઈને આવ્યો હતો. તે પણ ખુબ સરસ લાગતો હતો.

અખીલે બાઈક તેમની પાસે જ ઉભું રાખ્યું અને હાય, હેલો કર્યા વગર જ નલિની ક્યાં છે તેમ પૂછ્યું, તે સાંભળી ને નયન ના પગ નીચ્ચેની જમીન સરકવા લાગી. પણ માનવે વાત સાંભળતા કહ્યું લગભગ તમારા ડિપાર્ટમેન્ટ માં ગઈ છે.

અખિલ થૅન્ક યુ કહી ને ચાલ્યો ગયો અને જતા જતા કહી ગયો હમણાં આવી ને તમારી સાથે વાત કરું છે.તે જતો હતો ત્યારે નયને જોયું કે તે રોઝ લઇ ને ફૂલ તૈયારી માં આવ્યો છે. આથી તે માનવ ને કહેવા લાગ્યો તેને કેવા ની શું જરૂર હતી, હવે તે મારી પહેલા નલિની ને પ્રપોઝ કરી દેશે તો અને જો નલિની એ હા પાડી દીધી તો હું શું કરીશ.

નયન ચીલ કર, નલિની ડિપાર્ટમેન્ટ માં નથી માનવે કહ્યું.

નયન : તો ક્યાં છે.

માનવ : ચાલ મારી સાથે.

માનવ આગળ અને નયન તેની પાછળ પાછળ જાય છે, માનવ લાઇબ્રેરી ની બહાર આવી ને ઉભો રહી જાય છે અને નયન ને કહે છે કે જા અંદર જલ્દી જા તારી મંઝિલ અંદર છે. અખીલ અહીં આવે તે પહેલાં તું નલિની ને પ્રપોઝ કરી દે.

નયન, માનવ ને હગ કરી ને અંદર જાય છે. તે અંદર જોવે છે કે છેલ્લે છેક અંદર નલિની બેઠી હોય છે.તે નલિની પાસે જાય છે અને તેને ધીમે થી કહે છે કે તું બહાર આવ ને મારે થોડું કામ છે.

નલિની ને ખબર પડી જ ગઈ હોય છે કે તેને શુ કામ છે પણ તે મોઢા ઉપર કઈ ભાવ જણાવા દેતી નથી અને કહે છે જે હોય તે અહીં જ કેને મારે અહીંયા થોડું કામ છે.

નયન ત્યાંથી તેને પરાણે બહાર લઈ આવે છે. તે અને નલિની બહાર આવતા હોય છે ત્યાં આજુબાજુ બધાને લાગે છે કઈક થવાનું છે. આથી બધા ત્યાં ઉભા રહી જાય છે.

નયન અને નલિની બંને બહાર આવી ગયા હોય છે, નલિની આવી ને કહે છે શુ કામ હતું બોલ હવે.

નયન હવે કહે છે કે હુ ઘણા દિવસ થી તને કહેવા માંગતો હતો કે શું કહું કેમ કહું.

નલિની કહે છે, હવે જે હોય તે જલ્દી બોલ ને નયન નર્વસ થઈ જાય છે અને માનવ ની સામે જોવે છે અને માનવ માથું હલાવી ને તેને કહેવાનું કહે છે.

નયન ધીમે ધીમે વાત ની શરૂવાત કરતા કહે છે કે આપણે બંને જ્યારથી મળ્યા છીએ, અને જ્યારથી હું તને ઓળખતો ન હતો ત્યારથી હું તને, કહેતા કહેતા નયન ઘૂંટણિયે નિચ્ચે બેસી જાય છે અને નલિની નો હાથ હાથમાં લેતા કહે છે હું તને ખૂબ પ્રેમ કરું છું , હું તને હંમેશા ખુશ જોવા માંગુ છું તું શુ મારી સાથે આખી લાઈફ વિતાવીશ. i love yo so much.

આટલું બોલી ને નયન બોલતો બંધ થઈ ગયો અને તે નલિની શુ જવાબ આપે તેની આશા એ તેની સામે જોવા લાગ્યો, પણ તે તેની સામે જોઇને સમજી નોતો શકતો કે નલિની શુ જવાબ આપશે.

થોડી વાર પછી ધીમે થી નલિની બોલી મારી તો પહેલે થી હા જ છે ખાલી તારી પૂછવા ની વાર હતી.

નયન ને આ સાંભળી ને યકીન જ ન થયો કે નલિની એ સાચે જ હા પાડી છે તે હજી તેમનેમ જ બેઠો હતો.

નલિની એ જ્યારે કીધું કે તારો પગ દુખવા લાગ્યો નથી લાગતો ? ત્યારે જ તેને ખબર પડી કે હજી તે ઘૂંટણિયે બેઠો છે તે તરત જ ઉભો થઇ ગયો અને બધાની વચ્ચે જ નલિની ને ટાઈટ હગ કરી.

તે બંને એમનમ જ ઉભા હતા ત્યાં જ માનવ, મીરા, અખિલ,સ્વરા,અને તેમના બીજા બધા ફ્રેન્ડ તેમની પાસે આવી ગયા.

અખિલ: ઓ પ્રેમીપંખીડા આ કોલેજ છે કાઈ ગાર્ડન નથી કે હજી તમે આમ ઉભા છો હવે તો છુટા પડો, હવે અમને શરમ આવવા લાગી છે.

આ સાંભળી ને નયન અને નલિની શરમાતા શરમાતા ધીમે ધીમે આધા ખસે છે.

થોડી વાર એમનમ જ સન્નાટો છવાય જાય છે. ત્યાં જ નયન અખિલ ના મોઢા ઉપર સ્માઈલ જોવે છે તેને સમજાતું ન હતું કે અખિલ આટલો ખુશ કેવી રીતે. તે તરત જ અખિલ ને કહે છે કે મને ખબર છે કે તને ખૂબ દુઃખ થતું હશે પણ તોય મોઢા ઉપર તે સ્માઈલ ચિપકાવી દીધી છે. આઈ એમ સો સોરી, પણ હું શું કરું નલિની વગર હું રહી શકત નહિ. આથી તારી પહેલા જ મેં નલિની ને પ્રપોઝ કરી દીધી. મને ખબર છે કે તને નલિની ખૂબ ગમે છે.

આ સાંભળી ને નલિની તો ચોંકી ગઈ અને બીજા બધા હસવા લાગ્યા. આ જોઈને નયન અને નલિની ને કઈ સમજાયું નહીં.

તે બંને બાઘા ની જેમ બધાની સામે જોવા લાગ્યા. તેમને સમજાતું ન હતું કે આ શું થઈ રહ્યું છે.

માનવ ધીમે ધીમે શાંત થતા થતા કહ્યું નયન, અખિલ ની સામે જોતો.નયને જોયું તો અખિલ અને સ્વરા બંને એકબીજા ના હાથ પકડી ને ઉભા હતા. નયન ને કહી સમજાયું નહીં આથી તે માનવ સામે જોવા લાગ્યો.

માનવ : નયન અખિલ સ્વરા ને પ્રેમ કરે છે.

નયન : શુ ? તો નલિની ?

માનવ : એતો ખાલી અમારા બધાનું એક નાટક હતું કેમ કે અમે નાટક ન કર્યું હોત ને તો તું ક્યારેય નલિની ને પ્રપોઝ કરી શક્યો ન હોત અને જો મીરા ન હોત ને તો નલિની ક્યારેય તારા પ્રેમ ને સ્વીકારી ન હોત.નયન ને અખિલ ના નાટક ની તો ખબર પડી ગઈ હતી પણ મીરા ના નાટક ની નહિ. આથી માનવ ને પૂછ્યું કે મીરા વાળું નાટક શુ છે ?

માનવ : જેમ અખિલ આખો દિવસ તારી સામે નલિની નલિની કરતો હતો, તેમ અમે મીરા ને નયન, નયન કરવાનું કીધું હતું. નયન આમ સારો છે ને તેમ સારો છે . girls ની respect કરે છે ને તેમ કરતા કરતા નલિની ના દીલ માં તારા માટેનો જે પ્રેમ હતો તેને અમે ચિંગારી આપી હતી

આટલું સાંભળ્યું ત્યાં નલિની દોડી ને મીરા ને અને નયન દોડી ને માનવ ને ભેટી પડ્યા અને બને સાથે જ બોલ્યા કે થૅન્ક યુ સો મચ કે તમે બંને અમારી જિન્દગી માં આવ્યા.

માનવ : આમ રૂખાસુકા થૅન્ક યુ થી નહીં ચાલે આજે તો તમારા બંને એ એક જબરદસ્ત પાર્ટી આપવી પડશે.

નયન : આજે તો તે માંગી ન હોત ને તોય પાર્ટી મારા બધા ફ્રેન્ડ ને આપવાની જ હતી.

બધા ફ્રેન્ડ સાંજે હોટેલ બ્લુ વિહાર માં ગયા જે સીટી ની મોટા માં મોટી હોટેલ હતી. તેમને ત્યાં ઘણી મસ્તી કરી.

સાંજે હોટેલ માંથી બહાર આવ્યા ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. બધા એ નલિની ને હજી થોડીવાર રોકવા માટે કહ્યું પણ નલિની એ કહ્યું કે હજી મારે પપા ને આ વાત કરવા ની છે. તેઓ ખૂબ ખુશ થશે, કારણ કે જ્યારે હોય ત્યારે મને કોઈ છોકરો શોધવાનું કહ્યા કરતા. આથી હું પહેલા મારા પપ્પા ને વાત કરવા માગું છું.

નલિની હોટેલ થી બધાને બાય કહી ને નીકળતી હતી ત્યારે માનવે કહ્યું ઉભી રહે હું આવું છું તો નલિની એ કહ્યું કોઈ વાંધો નહિ હું જતી રહીશ તું બેસ તારે બેસવું હોય તો હું મારા પપ્પા ને કહી દઈશ કે મેં તને આજે છૂટી આપેલી તારા માટે કોઈ છોકરી શોધવા માટે પણ તે તો કોઈને શોધી નહિ.

આટલું બોલી ને નલિની હસતા હસતા ચાલી ગઈ. આ બાજુ જ્યારે નલિની બોલી ત્યારે મીરા અને માનવ બંને એકબીજા સામે જોવા લાગ્યા, જે નયને જોઈ તો લીધું પણ તે કહી બોલ્યો નહિ.

નયન મનમાં વિચારતો હતો કે જરૂર મીરા અને માનવ વચ્ચે કંઈક છે. તે જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ તેના મનમાં પિકચર સાફ થતું ગયું. તેને થોડા દિવસ થી માનવ ની વર્તુન્ક અલવ લાગતી હતી. તે પણ તેના ધ્યાન માં હતું. હવે તેને યકીન થઇ ગયો હતો કે મીરા અને માનવ પણ એકબીજા ને પ્રેમ કરે છે. તે વિચારવા લાગ્યો લાગ જોઈને હું બને ને પકડી પાડીશ,અને હવે આ વાત માટે તો નલિની પણ તરત જ તૈયાર થઈ જશે.

વિચારતાં વિચારતા તેના મોઢા ઉપર એક સ્માઈલ આવી ગઈ જે બધા એ જોઈ લીધું અને બધા સાથે બોલ્યા નયન હવે તો નલિની ના વિચારમાંથી બહાર આવ.

આમ હસી મજાક કરતા કરતા જ તેઓ દોઢ કલાક પછી તળાવે બેઠા હતા ત્યાંથી છુટા પડ્યા.

નયન, માનવ ને મુકવા માટે નલિની ના ઘરે ગયો. તે બહાર થી જ તેને મૂકી ને જતો રહ્યો.

માનવ બંગલા ની પાછળ વાળી તેના રૂમ માં જતા હતો ત્યારે જોયું કે રમણિકલાલ હજી મેઈન હોલ મા બેઠા હતા તેની મોઢા ઉપર ચિંતા ના ભાવ હતા, જે માનવ તરત જ કળી ગયો. તે તરત જ ત્યાં ગયો અને પાસે જઈને બોલ્યો તમે ચિંતા ન કરો નયન સારો છોકરો છે તે નલિની ને ખૂબ ખુશ રાખશે.

માનવ ને હતું કે નલિની એ જઈને તેના પિતા ને વાત કરી હશે આથી તેઓ ચિંતા કરતા હશે.

માનવ બોલ્યો ત્યારે રમણિકલાલ નું ધ્યાન પણ માનવ તરફ ગયું અને તેઓ હજી કઇ કહેવા જાય તે પહેલાં જ માનવ ઉપર નું વાક્ય બોલી ગયો હતો.

રમીકલાલ ને માનવ ની વાત પર ધ્યાન ન હતું. તેઓ તરત જ બોલ્યા માનવ આટલું બધું મોડું થાય એમ હોય તો મને ફોન તો કરાય ને અને નલિની ક્યાં ? તે પાછળ આવે છે ? આ નલિની નું કહી કેવાય નહિ પણ તારે તો મને કેવું જોઈને . નલિની કેમ દેખાતી નથી, અને તેનો ફોન પણ નથી લાગતો.

રમીકલાલ ની વાત સાંભળીને માનવ તો ચોંકી ગયો. તેને તરત જ નલિની ને ફોન ટ્રાય કરી પણ ફોન તો સ્વિચ ઓફ આવતો હતો. તેને તરત જ રમણિકલાલ ને કહ્યું અંકલ નલિની તો બે કલાક પહેલા જ અમે હોટેલ પર ડિનર પર ગયા હતા ત્યાં થી નીકળી ગઈ છે.

આ સાંભળી ને રમણિકલાલ ને વધારે ચિંતા થવા લાગી. તેઓ બંને નલિની ના બધા ફ્રેન્ડ ને ફોન કરી દીધો પણ નલિની નો ક્યાંય પતો ન હતો.

માનવે નયન ને પણ ફોન કર્યો, નયન હજી ઘરે પોહચ્યો ન હતો તે રસ્તા માં જ હતો અને તે તરત જ પાછો વળી ને રમણિકલાલ ને બંગલે આવી ગયો હતો.

નયન પણ તેમના બંને ના કોમન ફ્રેન્ડ ને ફોન કરતો હતો પણ નલિની કોઈની સાથે ન હતી.

નયન : અંકલ ટાઈમ વેસ્ટ નથી કરવો આપણે પોલીસ સ્ટેશન જવું જોઈએ.

રમણિકલાલ, માનવ અને નયન ત્રણેય પોલિસ સ્ટેશન જાય છે.

નલિની અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ? કે તેની સાથે કંઈક અજુગતું બની ગયું.સ્ટોરી માં આગળ કેવા કેવા વળાંક આવે છે તે જાણવા માટે વાંચતા રહો માનન ની મિત્રતા પાર્ટ 7.

તમારા રીવ્યુ ચોક્કસ આપજો.