Vansaladi dot com - 6 in Gujarati Fiction Stories by A S Mehta books and stories PDF | વાંસલડી ડોટ કોમ - 6

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

વાંસલડી ડોટ કોમ - 6

પ્રકરણ-૬

તને ખબર છે વેણુ ક્યાં રહે છે ? મારે તેને મળવું છે ? પ્લીઝ યાર મને કહે..

મિત તે આવવા માં બહુ મોડું કર્યું છે, બોલતા બોલતા પ્રણવ ગળગળો થઇ ગયો.

કેમ મોડું થઇ ગયું એટલે વેણુ આ શહેર માં જ રહે છે ને ?..

હા આજ શહેર માંજ રહે છે, ચલ હું તને લઇ જાવ, તું જાતે જ મળી લે વેણુ ને. તું ૫ મિનીટ બેસ હું થોડું કામ પતાવી દવ એટલે આપણે નીકળીએ. પ્રણવ ની બાઈક માં બંને મિત્રો નીકળ્યા. મિત ના મન માં તો કેટલીયે તાલાવેલી હતી, વેણુ મને ઓળખી શકશે? હું વેણુ ને ઓળખી શકીશ કે નહિ? હું શું વાત કરીશ વેણુ સાથે ? તેને હું કેમ કહીશ કે વેણુ એકપણ દિવસ તારી યાદો વગર નો નથી ગયો. કે એકપણ પલ એવી નથી ગઈ કે મેં તને યાદ ન કરી હોય. સ્કુટર ને બ્રેક લાગી ત્યારે ખબર પડી કે પહોચી ગયા.

વેણુ ના દરવાજા માં પહોચી મિત ઉભો રહી ગયો. તેની નજર હોલ માં બેઠેલી દુબલી.પતલી યુવતી પર પડી. વ્યક્તિત્વ એકદમ પ્રભાવશાળી હતું પણ કેટલાયે સમય થી બીમાર હોય તેવું લાગતું હતું. પણ છતાં એક જ સેકન્ડ માં ઓળખી ગયો કે તે વેણુ જ છે અને એમજ શુન્યમસ્ક થઇ જાણે ઉંબરા માંજ થીજી ગયો.

જોકે ઉભય પક્ષે હાલત સરખી જ હતી. પોતાના ઉંબરા માં આવી એક સોહામણો અને જોતા જ ગમી જાય તેવો યુવક પોતાની તરફ જ જોઈ રહ્યો હતો. તે પણ મિત ને તાકી જ રહી અને તેને પણ તરત અણસાર આવી જ ગયો કે આતો મિત જ છે. કેટલા દિવસો થી બીમાર હતી તે બધું ભૂલી ગઈ અને ફટ કરતી ઉભી થઇ વાવાઝોડા ની જેમ મિત તરફ ઘસી ગઈ. અને તેના મોમાં થી નીકળી ગયું, અરે મિત્ર તું ? એથી વધારે કોઈ શબ્દો ની જાણે તેને જરૂર જ ન પડી.

મિત ને બદલે બીજું કૈક સંભળાતા એક પલ તે અટકી ગયો. પણ ત્યાં સુધી માં તો વેણુ તેની પાસે આવી પહોચી હતી અને તેને ભેટી જ પડી. થોડીવાર તો એમજ પસાર થઇ ગઈ ત્યાં તેની નજર પ્રણવ પર પડી અને તેને મિત ને અળગો કરી કહ્યું. આવ પ્રણવ ઘણા દિવસે આવ્યો ? પછી સાદ પડ્યો, મમ્મી.. આ જો કોણ આવ્યું છે ? ત્યાં તો હિરલબેન બહાર આવ્યા. તે મિત સામે જોતા રહ્યા એટલે વેણુ બોલી. મમ્મી મિત આવ્યો છે. હિરલબેન પણ ખુશ થઇ ગયા અને મિત ને ગળે લગાડી બધા ના ખબર અંતર પુછયા. મિત તારા મમ્મી અને પપ્પા ને ફોન કરી બોલાવી લે.

હા આંટી હું બોલાવી લવ છું. કલાક માં સરલાબેન અને દિવ્યેશભાઈ પણ આવી ગયા. બધા વર્ષો પછી મળ્યા એટલે ખુશખુશાલ થઇ ગયા. વડીલો તેની વાતોએ વળગ્યા અને મિત,વેણુ અને પ્રણવે પણ ખુબ વાતો કરી.

જોકે મિત તો હજી ખુશી માં સ્તબ્ધ જ હતો. તેને વાત કરવા માટે શબ્દો જ મળતા ન હતા.તેને અવાચક જોઈ વેણુ બોલી,

મિત તું સાચે જ આવ્યો છે ? મને હજી વિશ્વાસ નથી આવતો. પણ મિત્ર તે આવવા માં ખુબ મોડું કરી દીધું.. બોલતા બોલતા એક સેકન્ડ ઉદાસ થઇ ગઈ. પણ પછી પોતાની લાક્ષણિક શૈલી માં આવી ગઈ અને હસી પડી.

મિત ના ધ્યાન માં તેની એક પલ ની ઉદાસી આવી ગઈ પણ પાછો વેણુ ને જોઈ ને હરખાઈ ગયો એટલે તે વાત તરફ ધ્યાન ન આપ્યું.

વેણુ તું બીમાર કેમ લાગે છો ?, તું મને યાદ કરતી હતી ? વાંસલડી વગાડવાની બંધ કરી તું બીમાર કેમ પડી ગઈ ? એકધારા પ્રશ્નો નો મારો ચલાવી મિત ખડખડાટ હસી પડ્યો. મિત ના આવવા થી શુષ્ક થઇ ગયેલ નું વાતાવરણ એકદમ ખુશનુમા થઇ ગયું. બધા હસી મજાક માં ચડી ગયા.

પ્રણવે કહ્યું કે તૂતો જતો રહ્યો, પણ અમે બધા એ નક્કી કર્યું કે મિત ભલે અમારી સાથે ન હોઈ પણ તેણે ચિંધેલા આ સદકાર્ય ને અમે છોડીશું નહિ. વેકેશન પડતા થોડા વર્ષો તારી રાહ પણ જોતા, તું આવ અને અમને કૈક નવા નવા વિચારો જણાવ. પણ ધીમે ધીમે એ આશ પણ ન રહી. ધીમે ધીમે એ કાર્ય નું સ્વરૂપ પણ બદલાતું રહ્યું. અમે અમારા થી બનતી ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા રહ્યા છીએ, અને એજ પ્રવૃત્તિ થકી આ વેણુ,.. હજી પ્રણવ વાત પૂરી કરે તે પહેલા વેણુ એ વાત બદલી કહ્યું, મિત તારી વાત કર તું શું કરે છે? અહી ક્યાં સુધી રોકવાનો ?

અહી થી તો અમે રાત્રે જ નીકળશું. પણ હમણાં મીડ ટર્મ છે એટલે પ્રોજેક્ટ સબમિટ કરી હું તરત પાછો આવી જઈશ.

પણ મિત્ર હવે આવવા માં વાર ન લગાડીશ હો, નહિ તો બહુ છેટું પડી જશે..વેણુ.

હવે મિત ને લાગ્યું કે ખરેખર કૈક વાત તો છે જ જે તેનાથી છુપાવવા માં આવે છે. તેણે પૂછ્યું પણ ખરું પણ તેને સંતોષકારક જવાબ ન મળ્યો. વાતો વાતો માં સમય ક્યાં પસાર થઇ ગયો તે ખબર જ ન પડી. જવાનો સમય થતા મિત કહે હું થોડા જ દિવસ માં પાછો આવું છું. ચલ પ્રણવ તું સાથે મુકવા આવે છે ને સ્ટેશન ?

હા ચલ વેણુ અમે નીકળીએ, હું કાલે આવીશ તને મળવા,.. પ્રણવ.

મમ્મી તમે લોકો રીક્ષા માં સ્ટેશન પહોચો હું પ્રણવ સાથે આવું છું અને ટ્રેઈન ને કલાક ની વાર છે એટલે મારી ચિંતા ન કરતા હું સમયે પહોચી જઈશ. ચલ પ્રણવ કોઈ એવી જગ્યાએ ગાડી લઈલે કે જ્યાં કોઈ વિક્ષેપ ન પડે. મારે તારી સાથે વાત કરવી છે. બંને મિત્ર બગીચા ની બાજુ ની રાજુભાઈ ની ફેમસ ચાની દુકાને પહોચી, એક ખૂણા માં ગોઠવાઈ ગયા.

ચલ પ્રવણ હવે તું કહે વાત શું છે ? વારે વારે તું અને વેણુ કોઈ વાત અધુરી છોડતા હતા...

તું વેણુ ને ખરેખર મિત્ર માને છે ? તોજ તને વાત જાણવાનો અધિકાર છે. જોકે તું તેને એમજ મૂકી ને જતો રહ્યો, ક્યારેય પાછા વળી ને જોયું પણ નહિ, એટલે મને તારા પર ખુબ ગુસ્સો ચડતો હતો... પ્રણવ.

ચલ આજે તે પૂછી જ લીધુ છે એટલે તને કહું છું કે વેણુ મારી મિત્ર છે. મિત્ર જ નહિ પણ અંતરંગ મિત્ર. બીજા શબ્દો માં કહું તો મને રિઅલાઈઝ થયું છે કે હું વેણુ ને પ્રેમ કરું છું. આટલા વર્ષો માં એક પલ પણ તેને ભૂલી શક્યો નથી. મારે તેને આજે બધુજ કહેવું હતું પણ હું કઈ બોલી શક્યો નહિ. પણ પ્લીઝ તું કહેને વાત શું છે ?

મિત તે તારા પ્રેમ ને રિઅલાઈઝ કરવા માં બહુ વાર લગાડી. જયારે વેણુને તો તું ગયો ત્યાર થી રિઅલાઈઝ થઇ ગયું હતું કે તે તને પ્રેમ કરે છે.

હે.. સાચું ? તને વેણુ એ કહ્યું ? મિત તો ઉભોજ થઇ ગયો.

ના દોસ્ત, બધી વાતો કહેવી જરૂરી નથી. વેણુ ની આંખો જ કહેતી હતી કે તે તારી ચાતક ની જેમ રાહ જુએ છે. પણ તેની એ પ્રતીક્ષા ફળે એ પહેલા તો ભગવાને તેની ઝીંદગી ખેદાનમેદાન કરી નાખી.

અમે હવે બ્લડ ડોનેશન કેમ્પ જેવી અનેક પ્રવૃત્તિઓ કરવા લાગ્યા હતા. જોકે અમે આયોજન કરેલા દરેક કેમ્પ માં અમે ખુબ ચોક્કસાઈ રાખતા હતા. યુઝ કરેલ સિરીંજ તેમજ નીડલ ક્યારેય વાપરી નથી, તે ઉપરાંત સ્વચ્છતા નું પણ ખુબ ધ્યાન રાખતા. જેમાં શરૂઆત અમારા પોતાના બ્લડ ડોનેશન થીજ થતી. વેણુ હંમેશા સૌથી પહેલી ડોનેટ કરતી. ચાર મહિના પહેલા ના અમારા કેમ્પ માં વેણુ આવી જ નહિ. આટલા વર્ષો માં એવું ક્યારેય બન્યું ન હતું કે વેણુ હાજર ન હોય, એટલે સાંજે હું મળવા ગયો તેને તો તે બીમાર હતી. તેને ખુબ અશક્તિ લગતી હતી એટલે દવા લઇ અને ડોકટરે આરામ કરવાનું કહ્યું. પણ ઘણા દિવસો જવા છતાં તેની તબિયત માં કોઈ સુધારો ન થતા ડોકટરે તેને બધા રીપોર્ટ કરાવવા નું કહ્યું. પણ ત્યારે તે એકલી દવા લેવા ગઈ હતી અને તેણે ડોક્ટર ની વાત અવગણી અને ઘરે કોઈ ને તે અંગે જાણ જ ન કરી. એમજ થોડી થોડી બીમાર રહેતી પણ તે ધ્યાન માં ન લેતી. હમણાં ગયા મહીને તેને ચક્કર આવ્યા અને બેભાન થઇ ગઈ અને તેને હોસ્પિટલ લઇ જવી પડી. ત્યાં તેના બધાજ રીપોર્ટ કરાવવા માં આવ્યા. રીપોર્ટ આવ્યા પછી ડોકટરે જયારે જણાવ્યું કે તે એચઆઈવી પોઝીટીવ છે, અને સમયસર ધ્યાન માં ન આવતા સ્થિતિ ખુબ ગંભીર છે. અમારા બધા પર તો આભ તૂટી પડ્યું........

ખુબ જ વેદનાદાયક વાત એ હતી કે, વેણુ કે જેણે ક્યારેય કોઈ નું અહિત કર્યું ન હતું હમેશા લોકો ની સેવા જ કરી હતી. તેને ભગવાને આવી પીડા શા માટે આપી ? વધારે દુઃખ ની વાત એ હતી કે એ સેવા નું કાર્ય કરતા કરતાજ તેને ચેપ લાગી ગયો હશે. ત્યાર પછી અમે એકપણ બ્લડ ડોનેશન કેમ્પ કર્યો નથી. આટઆટલી સાવચેતી રાખવા છતાં તેને ચેપ કઈ રીતે લાગ્યો તે સમજાતું નથી. જોકે વેણુ ઈમરજન્સી માં કોઈ ને લોહી ની જરૂર હોય તો પણ તરત પહોચી જતી. એટલે બની શકે કે એવી કોઈ જગ્યા એથી તેને ચેપ લાગ્યો હોય શકે. ઈશ્વર પર થી ભરોસો ઉઠવા લાગ્યો છે કે જે વ્યક્તિ એ સદકાર્યો થી પોતાનું જીવન ભરી દીધું છે, તેનો બદલો તેણે આવા ભયાનક રોગ ની ભેટ થકી આપ્યો. અમને બધાને એટલો ધ્રાસકો પડી ગયો છે કે વેણુના વિચારો માંથી બહાર જ નથી નીકળી સકતા..... આટલી વાત પૂર્ણ કરી પ્રણવે મિત સામે જોયું.

વેણુ એચઆઈવી પોઝીટીવ છે એટલું સંભાળતા જ મિત તો જાણે બીજી દુનિયા માંજ પહોચી ગયો હતો. ખબર નહિ તેણે પ્રણવ ની બધી વાત સાંભળી કે નહિ કે તેને તે વાતો સંભલાતી હતી કે નહિ......

પ્રણવે તેને હલબલાવ્યો, એટલે જાણે ભાન માં આવ્યો, સીધો પ્રણવ ને ભેટી ને રડી જ પડ્યો. પ્રણવ ની આંખ માં પણ આંસુ આવી ગયા. પોતાની મિત્ર ઝીંદગી અને મોત વચ્ચે ઝઝુમતી હતી, જયારે પોતાનો જીગરજાન મિત્ર પોતાના પ્રેમ નો ઈઝહાર કરે એ પહેલાજ ભગવાને તેનો પ્રેમ છીનવી લેવાનો પ્રયત્ન શરુ કરી દીધો હતો.

બંને વચ્ચે થોડી ક્ષણો ચુપકીદી છવાઈ રહી.

પ્રણવ, અહી ની કોલેજ ના કોમ્પુટર વિભાગ માં જઈ એડમીશન ફોર્મ લઇ આવજે. આવતા અઠવાડિયે મારે ટર્મ ની એક્ઝામ પૂરી થતા હું અહી આવી જાવ છું, અને હોસ્ટેલ ની તપાસ પણ કરી લેજે. વેણુ ને અત્યારે કઈ ન કહીશ.

પણ કેમ અચાનક મિત ?

પ્રણવ મને મારી જાત પર ખુબ ગુસ્સો આવે છે. મારા દ્વારા શરુ કરાયેલ કાર્ય ને તે અને વેણુ એ આજ દિન સુધી શરુ રાખ્યું. જયારે હું પોતે તમને સાથ ન દઈ શક્યો.

જયારે વેણુ એ તો મારા પ્રેમ માટે જ, મેં શરુ કરેલા કાર્ય ને પોતાની ઝીંદગી બનાવી દીધી. પોતાનું જીવન તેણે એ કાર્યો નેજ સમર્પિત કરી દીધું અને તે કાર્ય થકી જ તેને જીવલેણ રોગ લાગુ પડ્યો.

એટલે હું માનું છું કે હું તેનો અપરાધી છું, મારા લીધેજ તે આ રોગ માં સપડાણી છે એવું હું માનું છે. હવે તેની સેવા કરવી એ મારી ફરજ છે અને હું તેને સાજી કરી નેજ જંપીશ.

પ્રણવ અહોભાવ થી પોતાના મિત્ર ને નીરખી રહ્યો. પોતે પોતાના થી બનતી મદદ કરશે એવો સધિયારો પણ આપ્યો. સમય થતા મિત ને સ્ટેશન પહોચાડી દીધો.

બે દિવસ પછી પ્રણવ નો કોલ આવ્યો કે એડમીશન તો મળી જ જશે અને હોસ્ટેલ ની પણ તપાસ થઇ ગઈ છે. બધું કન્ફર્મ થયા પછી મિતે પોતાના મમ્મી-પપ્પા ને વેણુ વિષે વાત કરી ત્યારે તે લોકો ને પણ આંચકો લાગ્યો. ખચકાતા ખચકાતા પોતાના વેણુ પ્રત્યે ના પ્રેમ અને પોતે ત્યાં જવાનો નિર્ણય પણ જણાવી દીધો. દિવ્યેશભાઈ તેમજ સરલાબેન વ્યક્તિ સ્વતંત્રતા માં માનનારા હતા, છતાં મિત ના નિર્ણય થી થોડા ખચકાયા. કારણ એક નો એક પુત્ર એવી વાત કરે તો જીવ કેમ ચાલે ? જોકે મિત ની મક્કમતા આગળ તેમણે જુકવું પડ્યું અને મિત ને મંજુરી આપી.

પ્રોજેક્ટ અને એક્ઝામ કમ્પ્લીટ કરી તે પ્રણવ પાસે પહોચી ગયો. હોસ્ટેલ માં જઈ એડમીશન લઇ સીધા વેણુ ના ઘરે પહોચ્યા. પ્રણવ ને કામ હોવાથી તે તેને બહાર જ ઉતારી જતો રહ્યો અને રાત્રે મળવાનું નક્કી કર્યું.

અચાનક મિત ને જોઈ વેણુ આશ્ચર્ય સાથે આનંદિત થઇ, આવી ગયો મિત્ર ? સારું થયું તું આવી ગયો મમ્મી પણ બહાર ગયા છે અને મને ખુબ કંટાળો આવતો હતો.

હા, આવી ગયો અને હવે તારી પાસે જ રહેવાનો છું. અહી હોસ્ટેલ માં એડમીશન લઇ ને આવ્યો છું...

કેમ હોસ્ટેલ માં ? કેમ અહી રહેવાનો છે ? અંકલ ની પાછી અહી ટ્રાન્સફર થવાની છે ?

ના, અંકલ ની તો નથી થવાની પણ મારી ટ્રાન્સફર થઇ ગઈ છે...કહી ખડખડાટ હસી પડ્યો.

કઈ સમજાય તેવું બોલીશ કે નહિ ? મને ટેન્શન થાય છે.

તું ટેન્શન ન કરતી હું બધુજ જણાવું છું. પ્રણવે મને તારી તબિયત ની બધી વાત કરી. એટલે તારી સેવા કરવા તો કોઈ જોઈએ ને એટલે મેં મારી ટ્રાન્સફર કરી લીધી..

મેડમ, દોસ્તી કી હૈ તો નિભાની તો પડેગી ? હા હા હા.

પાછી મજાક ? સરખી વાત ન કરવી હોય તો મારે તારી સાથે બોલવું નથી.

એટલે ગંભીર થઇ કહ્યું સારું તો સાંભળ. વર્ષો પહેલા અમારા અહીંથી ગયા પછી, હું તને ભૂલી શકતો જ ન હતો. મારી એક પણ ક્ષણ તારી વગર પસાર નથી થઇ. ઉઠતા-બેસતા બસ મને બધે તુજ નજર આવતી અને હું તારી સાથે વાતો કર્યા કરતો. તારો એકપણ જન્મદિવસ હું ભૂલ્યો નથી. કહી પોતાની બેગ માંથી કેટલા બધા કાર્ડ કાઢી બતાવ્યા. તારા દર વર્ષે હું કાર્ડ લખતો તને પણ પોસ્ટ ક્યાં કરું ? ધીમે ધીમે મને અહેસાસ થયો કે હું તને પ્રેમ કરું છું. પણ દુઃખ એ હતું કે હું મારા પ્રેમ ને વ્યક્ત ક્યાં કરું?

ત્યાં નજર વેણુ પર પડી તો તેતો, શૂન્યમસ્ક થઇ ને બેસી ગઈ હતી. તેને હલબલાવી પૂછ્યું, ઓ વેણુ તે મારી વાત સાંભળી કે નહિ ?

હા, મિત મેં તારી વાત સાંભળી. આ વાત સંભાળવા તો હું વર્ષો થી રાહ જોતી હતી. પણ આ વાત કરવા માં બહુ મોડું કરી દીધું મિત્ર.....

(ક્રમશઃ)