Ye Rishta tera-mera - 17 in Gujarati Love Stories by VANDE MATARAM books and stories PDF | યે રિશ્તા તેરા મેરા-17

Featured Books
Categories
Share

યે રિશ્તા તેરા મેરા-17

 

કાજલબા રાજાસાહેબના હુકુમને જી કહીને બોલ્યા;

રવિકાકા તમે આ બધાને મહેમાનગૃહમા લઇ જાવ ત્યા બધી જ વ્યવસ્થા થઇ જશે.

(રવિકાકા મહેમાનગૃહ બતાવીને જતા રહે છે.)

હુસેન,નવશાદ,ઇરફાનને આદમ ફ્રેશ થવા માટે જતા રહે છે.

પછી સલીમ બોલે છે.

ભાઇજાન!! આ વળી નવુ લાવ્યા.કાજલબાને રાજાસાહેબ!!!

અંશ ઉંડા વિચારોમાં ખોવાયેલો હોય એમ કહે છે જી !!! મને તો એ બંન્નેની વાત જ એક રહસ્ય લાગે છે.

જેમ ‘’શ્રીદેવી’’ નું મૃત્યુ. આ વળી કેવુ અજીબ!!! ભુતપ્રેત પૈસાને ઘરેણા!!!

સલિમ જલદબાજીમાં બોલ્યો મને લાગે છે બાપૂ જ વિલન છે.

અંશ સલીમની વાતનો વિરોધ કરતા બોલ્યો સલીમ!!! આ તારો  આક્ષેપ ખોટો છે.

સલિમ ફરીવાર બોલ્યો ભાઇજાન મને તો રાજા.....

અંશ બોલ્યો આપણે તપાસ કરીશુ,પ્રુફ મેળવીશુ પછી જ બધુ .....

ભાઇજાન,તમે સારા એટલે દુનિયા પણ સારી એ માની લેવુ એ તમારી ભુલ છે જ,હાલ સમય કહે છે દરેક વ્યક્તિ પર શક કરોને સાચુ જાણવાનો પ્રયત્ન કરો!! પછી એ રાજાસાહેબ હોય કે હુ? સલીમ બોલી રહ્યો.

તો વળી બીજી બાજુ જયદીપની હાલત કંઈક આવી છે....

રાહુલભાઇ જયદીપના પાપા તેના હાથમાં tv નું રિમોટ છે ને tv જોતા જોતા બોલ્યા. તને ખબર છે ને તારી સગાઇની  ડેટ ફિક્સ થઇ ગઇ છે.?

જયદીપ ડાઇનિંગ ટેબલ પર છે ને બોલ્યો પાપા, હુ તમને એક વાત કરવા માંગુ છુ.

રાહુલભાઇ બોલ્યા બોલ! દિકરા! બેશક બોલ!

જયદીપ બોલ્યો મહેકના વિદેશ જવાથી મહેકના આવવા સુધીની પુરી ઘટનાને, તેની મહેક સાથેની  પ્રેમ-કહાની જયદીપ તેના પાપા ને કહે છે.નિર્વાનુ જૂઠ પણ કહે છે.પાપા આજ કારણથી હુ નિરવા સાથે સગાઇ નહી કરી શકું.

રાહુલભાઇ બોલ્યા આકાશને મે પ્રોમીઝ કરી છે.તારા દ્વારા મારા દોસ્તની ઇજ્જત સમાજમા ઉછળી છે.બેશક બેટા,તુ સાચોને તારી વાત સાચી પણ બેટા!!

હવે જ્યારે મહેકે તેનો રાહી શોધી જ લીધો તો... ... ...?

આગળ ડીસીઝન તારુ......પણ.....મારી દોસ્તીનો વિચાર કરજે...!!! ક્યાક તારી આગમા મારી દોસ્તી હોમાય ન જાય.જે થય ગયુ તે નહી બદલાય પણ તારા ડીસીઝન થી જે છે તેમા સુધારો આવશ્ય આવશે!!.તે જતા રહ્યાને પાપા ના જવાથી જયદીપના મનમા વિચારોનુ વાવાઝોડુ ઉમટ્યુ.

તારો હાથ મારા હાથમા પાછો ક્યારેય નહી ફરે;

આકાશે ક્યારેય ધરતી સાથે હાથ નથી મીલાવ્યો;

પણ સાથ અવશ્ય આપ્યો છે.

મહેક તેની જિંદગીમા એક ‘’કદમ’’ આગળ નીકળી ગઇ ને હુ ‘’હુ’’ ત્યાને ત્યા જ છુ.હુ મહેક માટે બેસ્ટ બનવા ચાહુ છુ.પણ મહેક.મહેક તેની દુનિયા પ્રેમથી જીવી રહી છે.તેની લાઇફને વ્યવસ્થિત જીવી રહી છે.

હુ તેની યાદોના સહારે ક્યા સુધી રહીશ?

હવે,જ્યારે નિરવા એ ‘’ફિલ્મ સ્ટૉરી’’ જેવી મારી લાઇફ બનાવી જ દીધી છે,તેને જરા પણ શરમ ન આવી.તેની સાથે હુ એમ પણ વિચારી શકુ કે એ મને કેટલો પ્રેમ કરતી હશે કે તેણે પોતાની ઇજ્જતનો પણ વિચાર ન કર્યો........

"ઇશ્વર જે ચાહે તે થાય જ છે.બસ હુ નિમિત્ત છુ...."

સંબંધ ખરો

તુ ડ્રામાથી ભરેલી

હુ હારેલો છુ

આ બધુ વિચારતો જયદીપ પાપાની રૂમમા ગયો.રાહુલભાઇ ટી.વી જોઇ રહ્યા છે.આરતીબેન જયદીપના મમ્મી બાજુમા બેઠા છે.બંને કશુક ગુફતગુ કરી રહ્યા છે.જયદીપે નોક કર્યુ.પછી તે અંદર જઇને બોલ્યો;

‘’પાપા,હુ આજથીને અત્યારથી જ મારી તૈયારી કરવા લાગુ છુ.તમે રસ્મ મુજબ તમારી તૈયારી કરવા લાગો.હુ મારા દોસ્તો જોડે તૈયારી કરી લઇશ’’

[રાહુલભાઇ ને આરતીબેન પુત્રના આ ડીસીઝનથી ખુશખુશાલ થઇ ગયા.]

આરતીબેન હરખાતા બોલ્યા જોયુને મારો દિકરો છે!!! હુ તમને એટલે જ ખીજાવાની ‘’ના’’ કહેતી હતી!!

રાહુલભાઇ બોલ્યા ’’મારા કારણે’’

[જયદીપ બહાર નીકળી જાય છે.રાહુલભાઇ એ આકાશભાઇને તૈયારી ધામધુમથી કરવા માટે કહી પણ દીધુ.]

આકાશભાઇ થોડા અચકાતા બોલ્યા  શુ જયદીપ માની ગયો?

રાહુલભાઇ ખુશ થતા બોલ્યા એ મારો દિકરો છે!! આકાશ!!!

આકાશભાઇ ખુશીથી બોલ્યા હા, રાહુલ હા!!! હુ તૈયારીમા લાગુ છુ

【નીરવાને અમીબેન (નિરવાના મમ્મી)પણ ખુશ થઇ ગયા】

રાહુલભાઇ હરખ ઘેલા પોતાના દોસ્તને કહ્યું "હા વેવાઇ હા"

આકાશભાઇ એ હાસ્તો બોલતા હસતા-હસતા કોલ કટ કર્યો.

નિરવા બોલી પા  પા.

આકાશભાઇ નિરવા સામે જોઇને બોલ્યા જયદીપ માની ગયો, આખરે તેને લાગ્યુ કે તેની ભુલ થઇ છે.

નિરવા તેના પપ્પાનો હાથ પકડતા બોલી હમમમ.

આકાશભાઇ બોલ્યા જયદીપે જે કર્યુ એ ગલત છે,તેનો રસ્તો ગલત છે ને નિરવા.....તારો પણ!!!! આખરે તમે બંન્ને પ્રેમ કરતા જ તો અમને વાત તો કરવી જોયે?

નિરવા ચુપ થઇ ગઇ કશુ જ ન બોલી.

અમીબેન પોતાની દીકરીને ખિજાતા બોલ્યા બેટા!!! ભુલ તારી પણ છે જ!! ભલે તુ પવિત્ર છો પણ!!! ....વાતને અધૂરી મૂકી નિરવા ગેલેરીમા થોડી દુર જતી રહી.

જયદીપને કોલ કર્યો

જયદીપ બોલ્યો ફરમાવો, હવે શુ છે?

નિરવા ધીમા અવાજે બોલી "તે મને માફ કર્યુ?"

જયદીપ બોલ્યો હમમ

નિરવા વળી બોલી તારા પાપા એ...જબરદસ્તી કરી?

જયદીપ બોલ્યો જી !!!!!! બિલકુલ નહી. મારા પાપા તારા જેવા નથી.

(નિરવા ગુમસુમ થઇ ગઇ.)

નિરવા બોલી હમમ

જયદીપ પછી બોલ્યો હુ તૈયારી કરુ છુ....તુ પણ....

નિરવા ખુશખુશાલ થઇને બોલી  "શુ? સાચે જ?"

જયદીપ બોલ્યો જિંદગી જીવવા માટે જ મળી છે તો હુ મારી લાઇફ મારી મરજીથી તારી સાથે જોડવા ઇચ્છુ છુ નહી કે જબરદ્સ્તીથી!!!

નિરવા શાંત થઈ બોલી સોરી! મારી ભુલ માટે! પણ હુ તને ખુબ જ પ્રેમ કરુ છુ.

જયદીપ બોલ્યો હમમ!!! બાય.

નિરવા ખુશીથી બોલી બાય.

તુ સમજે યા ન સમજે

કહાની પ્રેમની છે.

તુ અપનાવે કે ન અપનાવે

કહાની પ્રેમની છે.

તુ માને કે ન માને

કહાની પ્રેમની છે.

બધા દોસ્તો ફ્રેશ થઇ ગયા કે રવિકાકાને  રેવા નાસ્તો લઇને આવી પહોચ્યા.રાજદરબારના વૈભવમા નાસ્તાનો પણ વૈભવ.રેવાને રવિકાકા નાસ્તાની પ્લેટ ટેબલ પર્‍ લગાવવા લાગ્યા.

નવશાદ,આદમ,હુસેન,ઇરફાનને તો પ્લેટ જોઇ-જોઇને જ મો મા પાણી આવવા લાગ્યુ.

આચાર,ચા,ભાખરી,ચાટપુરી,થેપલા,દહીં,લસ્સી,ચકરી, ચેવડો અને ખાખરા સાથે જામને બ્રેડ પણ.આ બધુ એક સાથે પેલીવાર.સલીમ માટે પણ પેલીવાર.એ ધીરજવાળો ખરો એટલે એ શાંત જ રહ્યો.

રેવા છેલ્લે પાણીનો જગ મુકવા આવીને બોલી ‘’બધા નાસ્તો કરીલો’’

રેવાના જવાની સાથે જ બધા તુટી પડ્યા.

નવશાદ લાંબી સુગંધ લઈને બોલ્યો  વાહ!!!

હુસેન લસસી મસ્ત છે.

આદમ બોલ્યો જિંદગીમા પેલીવાર જોયુ આટલુ બધુ એકસાથે ખાવાનુ એ પણ નાસ્તામા.આ લોકો જમવામાં કેટ કેટલું ખાતા હશે? આહ!!!!

ઇરફાન બોલ્યો વાહ! શુ અથાણુ છે.!!!

【બધા ધરાયને નાસ્તો કર્યા.આંગળી ચાંટતા-ચાંટતા હાથ ધોયાને પાણી પી ને મોટો ઓડકાર કર્યો.પછી સલીમને અંશ નાસ્તો કરવા માટે ફ્રેશ થઇને ગોઠવાય છે એજ સમયે કાજલબા આવ્યા.બીજા મિત્રો તેમને જોયને બગીચામા ટહેલવા જતા રહ્યાને એ 3ણ વાતો કરવા લાગ્યા.】

અંશ વાતની શરૂઆત કરવા બોલ્યો "કાજલ મને થોડી નવાઇ લાગી."

કાજલબા બોલ્યા કેમ વળી?

અંશ બોલ્યો આ ભુત-પ્રેતને આત્માને પૈસાને સોનાનુ શુ કામ વળી?

કાજલબા આછું હસતા બોલ્યા બધા શરુ-શરુમા આમ જ વિચારતા પણ 25 વર્ષથી આમ જ થતુ આવ્યુ છે.આજ સીલસીલો ઝારી છે.હવે,કોઇ આ વિશે વિચારતુ જ નથી.અમે પણ નહી.

સલીમ વચ્ચે વાતમાં કુદયો બોલ્યો કોઇ એ પાક્કુ કર્યુ એ ભુત જ છે?

કાજલબા વાતને આગળ વધારતા બોલ્યા ઘણા એ ભુત જોયુ છે ને ઘણીવાર ગામમા કોહરામ પણ મચાવે છે જ્યારે તેનુ ધાર્યુ ન થાય.

સલીમ આશ્ચર્યથી બોલ્યો શુ?

કાજલબા આગળ બોલ્યા ;આખા ગામમા ફરે છે લોકોને મારે છે ને કોઇનો જીવ પણ જાય છે. રાજદરબારના પાછળ ના ભાગે જે તોડફોડ છે એ ભુતની જ છે.

અંશ બોલ્યો ઓહ!!!

કાજલબા બોલ્યા  તુ ગભારાઇશ નહી.મહેકને પાપા કશુ જ નહી થવા દે.

[રાજાસાહેબ મહેમાન ગૃહમા આ જ સમયે પ્રવેશતા બોલ્યા...]

નીરાબાપુ બોલ્યા જી હા!!! મારી દિકરી જુઠ નથી બોલતી.કોલ આવી ગયો.

[સલીમને અંશ આ વાત સાંભળીને એકબીજાની સામે જોવા લાગ્યા.]

બાપુ બોલ્યા જી હા બેટા!!!

અંશ બોલ્યો પણ શુ રાજાસાહેબ?એ ઉભો થઇ ગયો જોડે સલીમ પણ.

બાપુ ચિંતા કરતા બોલ્યા બેટા ! તેઓ એ ખુબ પૈસા માંગ્યા છે.

સલીમ ઝડપથી બોલ્યો  કેટલા?

બાપુ બોલ્યા 3 કરોડ.

અંશ બોલ્યો વોટ?

બાપુ બોલ્યા જી, એ ભુત છે તેને ખબર છે તુ ડૉકટર છે.તેણે 5કરોડ માંગ્યા પણ પછી તે 3કરોડમા માની ગયા.

અંશ ચિંતા કરતો પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, પણ ...આટલા બધા પૈસા આવશે ક્યાથી?

બાપુ અંશને દિલાસો આપતા બોલ્યા એ પ્રશ્ન આપણૉ છે. તેનો નહી બેટા!!! તેઓ કિંમત માંગે આપણા માણસને જીવિત મોકલવાની.આપણી ત્રેવડ હોય તો ચુકવીને લઇ આવવાનુ નહીતર ત્યા એ ગુલામ બની જાય.

કાજલે તેના બાપુને કહ્યું બાપુ, મહેકને કશુ ન થવુ જોયે.

બાપુ બોલ્યા બેટા, હવે તમે જતા રહો

કાજલબા જતા રહે છે.

બાપુ અંશને દિલાસો આપતા બોલ્યા બેટા,વ્યવસ્થા તારે કરવાની છે.જેટલા ઘટે એટલા મારા જોડેથી લઇ જજે.

અંશ બોલ્યો જી [બાપુ જતા રહ્યા ]

સલીમ ગુસ્સો કરતા બોલ્યો બાપુ આપણને રમાડે છે યા કોઇ બાપુને!!!

અંશ બોલ્યો જે હોય તે પણ મહેકને જીવિત પાછી લાવીને આ પ્રશ્ન હવે હંમેશ માટે સોલ્વ કરવો જ પડશે.શક્ય છે આ પ્રશ્નનો હલ માટે ઈશ્વરે મહેકને નિમિત્ત બનાવી હોય પછી.... અંશને મહેક સાથે વિતાવેલી પલ યાદ આવી...

અગાશી પર વિતાવેલો સમય,વૃંદાવન જવાની તૈયારી,ટ્રેન આ બધું એક પછી એક તેની નજર સામે તરવરવા લાગ્યું.જાણે એક પછી એક સ્લાઈડ તેની નજર સામેથી બદલાવા લાગી.

વળી પાછી યાદ આવી...

ડી નું ચક્કર લાંબુ ચાલ્યું.હું મહેક માટે સમય જ ન કાઢી શક્યો.પણ એક રાત્રીને ટ્રેનની સફર કેટલી ખુશખુશાલ રહી.

સલીમ ત્યાં જ બોલ્યો આજે રાત્રે આપણી યોજના મુજબ....

અંશ બોલ્યો જી...

હજુ દિવસની શરુઆત થઇ છે.આખો દિવસ ક્યા પૂરો કરવો?

બધા વૃંદાવન જવા માટે નીકળે છે ને બીજા દિવસે સવારે આવશે એવુ કહે છે.

બાપુ બોલ્યા જી

અંશ બોલ્યો જી રાજાસાહેબ.અમે નીકળીએ.

બધા સલીમની રીક્ષામા ઘેર જાય છે રાતના પ્લાનને યાદ કરતા.

એ જ રાત્રે મહેકને ભુતપ્રેત દ્વારા ખુબ જ ડરાવે છે.મોટા-મોટા વાળ,મોટી-મોટી આંખો,મોટુ-મોટુ નાકને માથા પર બે શિંગડા.આત્માઓ આંટા મારે છે.એક મોટૉ ઓરડો છે.જેમા 100 માણસો ભરેલા છે.કોઇક-કોઇક ભુતની પણ છે.જે લાંબા વાળ,નાક, સાથે શીંગડા,મોટા નખ,કાન, વગેરે.આ બધા માણસોને હેરાન કરી રહયા છે.જેવા તેવાને તો આ લોકોને જોતા જ હદય બેસી જાય એવો તેનો દેખાવ છે..

એક ડાયન બોલી મહેકને સ્પર્શ કરતા વાહ! કેટલી ખૂબ સૂરત બલા છે.મારા દિલમાં લાગેલી આગને હુ તારુ ખુન પી ને બુજાવીશ.

બીજી એક ડાયન માણસો પાછળ દોડી રહી છે.

ત્રીજી.ડાયન પેલી  ડાયન જોડે જ જોડાય ગઈને બોલી મહેકના વાળ પકડ્યાને મહેકના કપડા ફાડ્યા.તેના વાળ વિખી નાખ્યાને તેના મોટા-મોટા નખ વડે મહેકના કોમળ ગાલ ઉપર મોટા નખ વડે ઉઝરડા પાડ્યા.મહેકને ખૂબ જ દર્દ થતાં એ આહ કરી ગઈ.

બીજી ઘણી આત્મા આંટા મારે છે.કોઇ સફેદ તો કોઇ કાળા વસ્ત્રમા આંટા મારે છે.મહેક આ બધાથી ખુબ જ ડરી ગઇને હીબકા ભરીને રડવા લાગી.

 

મહેક ડરતા ડરતા બોલી પ્લીઝ પ્લીઝ મને છોડી દો.મે તમારુ શુ બગાડ્યુ? પ્લીઝ.બે હાથ જોડીને વિંનતી કરવા લાગી.

ડાયન બોલી પૈસા, પૈસા, તારો પતિ ડૉકટર છે. જે અમને માલમમાલ કરશે.

ભુત બોલ્યું તને હુ મારીશ નહી. હુ તને મારી રાણી બનાવીશ.તુ કેટલી ખુબ સૂરત છે એમ કહી મહેકના ગાલને ચુમી લે છે.

મહેક તેના વાસ મારતા થુંકને હાથ ફેરવી દે છે.

બીજી આત્માઓ હસવા લાગી.

આ ઓરડામા મણસોના હાડપીંજર  ટીંગાઇ છે.પશુઓના હાડપીંજર પણ છે.કોઇની ખોપરી,કોઇના પગ,કોઇના હાથ. આ મોટા ઓરડામા ધીમો ધીમો ધુમાડૉ આવી રહ્યો છે.

જાત-જાતના અવાજ આવી રહ્યા છે.ઓરડામા રહેલા માણસો ખુબ જ ડરી ગયેલા સહમી ગયેલા છે.ચાર આત્મા વારા ફરતી મહેકને પજવવા લાગી.તેના શરીરને ટચ કરવા લાગ્યા.તેને પપ્પીઓ કરવા લાગ્યા.આ બધુ જોઇ મહેક બેભાન થઇને પડી ગઇ.

બધા આત્મા જોર-જોરથી હસવા લાગ્યા.મહેકને મુકીને જતા રહ્યા.તે બીજા માણસોને પજવવા લાગ્યા.આ ઓરડામા રહેલા તમામને આત્મા પજવી રહ્યા.મહેક એક જ નહી ઘણા બેભાન થઇ ગયા.આ આત્માને ભુતપ્રેતને જોય ને!!

આખી રાત બેભાન મહેક સવારમા 8 વાગે જાગીને જોયુ તો આ ઓરડામા બધા માણસો જ છે.ઓરડો બહારથી બંદ છે.ઘણા માણસો બેભાન તો કોઇ સુઇ રહ્યુ તો કોઇ આંટા મારી રહ્યુ.

ઓરડાને જોતા જ અહીંની ભયાનકતાનો ખ્યાલ આવી જાયને કદીયે ન ડરનારા ભલભલા ડરી જાય તેવી સ્થિતિ.મહેક ગોળા પાસે ગઇને ગ્લાસ ભરીને પાણી પીધુને મનમા જ બોલી....

‘’ હે ઇશ્વર!!! અંશને હિંમત આપજે કે એ મારા સુધી ગમે ત્યારે પહોચે એ ક્યારેય તુટે નહી.મને અહીંથી આઝાદ કરી શકેને બીજાને પણ આઝાદ કરાવી શકે.હે ઇશ્વર !!! મારી પ્રાર્થનાનો સ્વીકાર કરજો’’