Premagni - 13 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમાગ્નિ - 13

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમાગ્નિ - 13

સવારે મનસા કોલેજમાં પોતાનું સ્કૂટર પાર્ક કરી રહી હતી ત્યારે સુરેશે આવીને કહ્યું, “બહેન, મોક્ષ સરે આપને આ કવર આપવાનું કહ્યું છે.” મનસા વિસ્મય પામી અને કહ્યું ભલે અને કવર લીધું. એણે એક્ટિવા પર જ બેઠક લીધી અને કવર ખોલીને વાંચવા લાગી – કાગળમાં શીર્ષક હતું : “જડીબુટ્ટી”

“મારી મનસા,

કરતો રહ્યો શોધ જન્મોથી તું આમ અચાનક મળી ગઈ,

વર્ષો રડાવી તડપાવી વિરહમાં તું આજ મળી ગઈ.

કયા કારણે તું જુદી થઈ ગઈ વાંક શું હતો મારો ? કેમ રુઠી ?

રડ્યો કેટલું તડપ્યો કેટલું હિસાબ નથી રહ્યો કોઈ બાકી,

હર પળ હર ઘડી તું જ મનમાં,

હદયમાં, શ્વાસમાં રહી,

દિલનાં એક ખૂણામાં હર પળ તું જ વસી રહી તું જ જીવી રહી,

ના કોઈ જોગ ના કોઈ સંજોગ કોઈ સ્થિતિ કે પરિસ્થિતિ.

કરે ના દૂર હવે મને તારાથી એ જ આપણી પ્રેમ સગાઈ,

તું જ મારા મનની, આત્માની મારા શ્વાસની જીવનની જડીબુટ્ટી.”

કાગળ વાંચીને મનસા ખૂબ જ ખુશ થઈ. મોક્ષના મનની વાત પામી ગઈ એટલે

નોટનાં કાગળ પર શબ્દો ઉતારવા માંડ્યા...

“મોક્ષ,

તને કર્યો એ જ પ્રેમ પૂર્ણ છે, પૂર્ણને પરિપૂર્ણ કરતો

આપણો જ પ્રેમ ઓરા છે, એમાં જ સમાયું આપણું જીવન છે,

એમાં જ મારું સાચું સુખ આનંદ એમાં જ પ્રેમ સમાયો છે.”

એણે કાગળ કવરમાં મૂકીને સ્ટાફરૂમમાં મોક્ષનાં ડ્રોઅરમાં મૂકી દીધો.

મનસા કોલેજતી મોક્ષના વિચાર કરતી કરતી ક્યારે વાડીમાં ઘરે પહોંચી ગઈ ખબર જ ના પડી. એણે સ્કુટર પાર્ક કર્યુ અને જોયું, વિનોદાબા અને શાંતાકાકી હીંચકા પર બેઠા બેઠા વાતો કરે છે. મનસા ઘરમાં ગઈ, ફ્રેશ થઈને પાછી વરંડામાં આવી. શાંતાકાકી કહે, “બેટા બેસ મા પાસે. ક્યાનાં તને યાદ કરે છે.” કહીને શાંતાકાકી સામે મૂડામાં બેઠા. મનસા કહે, “કેમ બા, એવું તો શું છે ? વળી પાછા શેના વિચારોમાં છો ?”

વિનોદાબા કહે, “આજે સવારથી તારા બાપુની ખૂબ જ યાદ આવી ગઈ. તારા જન્મ સમયથી વૃક્ષો વાવતા વાડીમાં કામ કરતાં – વૃક્ષો વાવતા ત્યારે મને કહેતા વિનુ, હું આ બધા આમ્રવૃક્ષ વાવુ છું એ તને અને આપણી દીકરીને મારા અવસાન પછી પણ સાચવશે, હંમેશા તમારો નિર્વાહ કરશે. મારી દીકરી પરણવાલાયક થશે ત્યારે એનો પ્રસંગ પણ ધામધૂમથી કાઢી આપશે. તારા બાપુ અને મોહનદાસભાઈ બન્ને વાડીમાંના બધા વૃક્ષોની કેટલી કાળજી લેતા. કાયમ દર વર્ષે આમ્રમંજરી બેસે ત્યારે કહેતા વિનુ, આ વખતે કેરીનો પાક ખૂબ થશે. મનસા એ વખતે તારા બાપુએ આમ્રમંજરી પરથી કેરીનો પાક કેવો આવશે એ શીખવાડી દીધું હતું મને પણ અંદાજ કરતાં આવડી ગયું છે. બેટા, તારા બાપુની ગેરહાજરીમાં મારે તારો પ્રસંગ કાઢવાનો છે એટલે વિચાર તો આવે ને ! કોઈ ચિંતા નથી. તારા બાપુનાં આયોજન પ્રમાણે બચત કરું છું પૈસાની કોઈ ચિંતા નથી. તું મારું એકનું એક સંતાન છું.” વચ્ચે જ શાંતાકાકી બોલ્યા, “અમારું પણ બધું તારું જ છે દીકરા બસ તું જીવનમાં સુખી રહે બીજું શું જોઈએ ?” પ્રસંગની વાતો કાઢી. એ જોઈને મનસાનાં મોં પર ઉદાસી છવાઈ ગઈ. વિનોદાબાની અનુભવી આંખોને સમજતા વાર ના લાગી. એમણે કહ્યું, “દીકરા તારી પરીક્ષાઓ પછી જ વાત કરીશું આ તો આજે પણ હસુનો ફોન આવેલો. મેં કહ્યું મનસાની ફાઈનલ પરીક્ષા પછી જ વાત થશે. એ લોકો રાહ જોઈ શકતા હોય તો ભલે.” મનસા કહે, “સારું થયું.” એમ બોલીને પોતાના રૂમમાં ચાલી ગઇ.

*

આમ ને આમ દિવાળી – નવું વર્ષ – ઈસુનું નવું વર્ષ વસંતઋતુ આવી ગઈ – હવે ફાઈનલ કોર્સ પતાવવાનું ચાલુ થયું હતું. થોડાક સમય બાદ ફાઈનલ એકઝામ શરૂ થવાની છે. મનસા અને મોક્ષ કોલેજમાં – મોક્ષનાં ઘરે – વગેરે જગ્યાએ મળતા રહ્યા, સંવનન કરતા રહ્યા. મોક્ષ મનસાને ધીરજ રાખવા સમજાવતો રહ્યો. આ સમય દરમિયાન હસુમામા કે વિનોદાબા કોઈએ સગાઈની કે એવી કોઈ પણ વાત ઉચ્ચારી નહીં.

મનસા મોક્ષ પાસે કોલેજમાં અને કોઈવાર ઘરે ફાઈનલ એકઝામ માટેનું માર્ગદર્શન લેવા જતી. અવારનવાર બે હૈયા મળતા, પ્રેમ કરતાં, એકબીજાનાં પ્રેમ અને વિશ્વાસની કસમો ખાતા, છૂટા પડતા. હવે તો પાડોશી પ્રેમીલાબેન અને ઘરમાં કામ કરનાર યશોદાબેનને પણ જાણ થઈ ગઈ હતી કે મોક્ષના જીવનમાં મનસાએ પ્રવેશ કરી લીધો છે. મનસા પણ મોક્ષના ઘરે અવારનવાર આવતી. એના માટે ઘરનો કોઈ ખૂણો અજાણ્યો નહોતો.

મોક્ષ મનસાને જરૂરી સૂચનો અને પરીક્ષાલક્ષી પ્રશ્નોનું લિસ્ટ આપી દરેક વિગત સમજાવતો, મહેનત કરવા જણાવતો. આખી કોલેજમાં સર્વપ્રથમ જ આવવાનું છે એમ જણાવતો. મોક્ષ પોતાનાં વિષયમાં તોમનસાને નિપુણ બનાવી દીધી હતી પરંતુ બીજા બધા વિષયોમાં આગળ રહે એવું ઇચ્છતો. હવે જ્યારે મળતા ત્યારે અભ્યાસની જ વાતો – પરીક્ષાલક્ષી વાતો થિયરી અને પ્રેક્ટિકલમાં શું-શું પૂછવામાં આવી શકે ? કેવી રીતે લખવું વગેરે સૂચનો આપતો.

આમ ને આમ ફાઈનલ પરીક્ષાઓ અને બધા વિષયનાં પ્રેક્ટિકલ પૂરા થયા. મોક્ષે મનસાને પરીક્ષાનાં છેલ્લા દિવસે કોલેજના પાર્કિંગમાં રાહ જોવા જણાવેલ. મનસા ખૂબ જ ખુશ હતી. બધી પરીક્ષાઓ ખૂબ સરસ ગઈ હતી. હેતલનાં પણ પેપર્સ અને પ્રેક્ટિકલ સરસ ગયા હતા. મનસા હેતલને વિદાય કરી પાર્કિંગમાં મોક્ષની રાહ જોતી ઊભી હતી.

*

મોક્ષે મનસાને જોઈને બોલાવી, પોતાની કારમાં બેસાડીને કોલેજ કેમ્પસની બહાર નીકળી ગયો. હાઈવે પર કાર લેતા જ મનસાએ પૂછ્યું, “મોક્ષ આપણે ક્યાં જઈએ છીએ ?” મોક્ષ કહે, “અહીં થોડેક જ આગળ નદીના કિનારે સરસ ગાર્ડન રેસ્ટોરન્ટ છે ત્યાં જઈને બેસીએ.” મનસા મોક્ષને વળગી પડી. મોક્ષ કહે, “જરા સંભાળીને, હું કાર ડ્રાઈવ કરું છું.” પરંતુ મનસાને પરીક્ષા પૂરી થઈ ગઈ છે હવે મોક્ષ વિનોદાબાને પોતાના વિવાહ એની સાથે કરવા વાત કરશે એની કલ્પનાઓથી જ આનંદમાં હતી. થોડીવારમાં નદીકિનારાની રેસ્ટોરન્ટમાં પહોંચ્યા. મોક્ષે વહાલથી મનસાને ઊંચકી લીધી અને હોઠ પર ચુંબન આપી કહ્યું, “મારી વહાલી જાન કેટલા સમયના વિરહ અને એકઝામનાં ટેન્શનમાંથી મુક્ત થયા છીએ.”

મનસા કહે, “મારા પ્રોફેસર પતિદેવ, પરીક્ષાઓ પૂરી થઈ ગઇ છે. ઘરે બા અને કાકી રાહ જોતા હશે.” મોક્ષ કહે, “બહુ વાર નહીં લાગે. અહીં થોડીવાર બેસીએ. કોફી પીશું પછી નીકળી જઈશું.” મનસાએ મોક્ષનો હાથ પકડી લીધો અને ખુશખુશાલ મૂડમાં મોક્ષને ચૂમવા લાગી. મોક્ષે કુટીરમાં પ્રવેશ કરતાં વેઈટરને જોઈ બે કોફીનો ઓર્ડર આપ્યો. નદીકિનારે ગાર્ડન રેસ્ટોરન્ટની ડિઝાઈન સરસ હતી. આમેય નદીનો પટ અને નાની નાની કુટીરો બનાવી હતી એટલે આવનાર પ્રેમી યુગલોને એકાંત મળી રહેતું. વેઈટર્સ પણ ઓર્ડર લઈને ચાલ્યા જતા અને એકાંત પૂરો પાડતા. મોક્ષે મનસાને બાંહોમાં સમાવી લીધી અને કહ્યું, “હું 2/3 દિવસમાં જ આવીને વિનોદાબા પાસે તારા હાથની માંગણી કરીશ.” મનસા કહે, “ચોક્કસ. હસુમામાનો કોઈ પ્રયત્ન ચાલુ થાય તે પહેલાં જ આવી જજે મોક્ષ.” મોક્ષે એના હોઠ પર સંમતિસૂચક ચુંબન લઈ લીધું. થોડીવાર ગોષ્ઠી કરીને બન્ને ઘર તરફ આવવા નીકળ્યા.

વિનોદાબા અને શાંતાકાકી હંમેશની જેમ વરંડામાં હીંચકા પર બેસીને મનસાની કોલેજથી આવવાની રાહ જોતા બેઠા હતા. દૂરથી મનસાને સ્કૂટર પર આવતી જોઈને ખુશ થઈ ગયા. મનસા સ્કૂટર પાર્ક કરી આવીને તરત જ વિનોદાબા અને શાંતાકાકીને વળગી પડી. એ ચિચિયારી પાડીને બોલી, “છૂટ્ટી થઈ ગઈ હવે હાશ ! બધી પરીક્ષા પૂરી થઈ ગઇ. બધા પેપર્સ અને પ્રેક્ટિકલ્સ સરસ ગયા છે.”

વિનોદાબા કહે, “હા દીકરા હવે સરસ રિઝલ્ટ આવે તારા બાપુ અને કાકા બાપુનાં આશીર્વાદ તારી સાથે જ છે. મારી દીકરીના જીવનનો એક પડાવ પૂરો થયો. ખૂબ જ સુખી થાવ. દીકરી હવે જીવનની બીજી પરીક્ષાઓ આપવાની આવશે. ચાલ, પહેલાં જમી લે મેં તારા માટે તારો ખૂબ જ પ્રિય ચીકુનો હલવો બનાવ્યો છે.” મનસા સાંભળીને ખુશ થઈ ગઈ. “ચીકુનો હલવો તો મારો ખૂબ પ્રિય છે એ પણ મા, તમારા હાથે બનાવેલો.

વિનોદાબાએ મનસાને પ્રેમથી જમાડી પછી કહ્યું, “હવે આરામ કરી લે. હું અને શાંતાકાકી સ્વાધ્યાયમાં જઈને આવીએ છીએ. તારી પરીક્ષાઓ સરસ રીતે પૂરી થઈ છે. મંદિરમાં શ્રીફળ પણ ચઢાવવાનું છે. અમે પાંચ વાગ્યા સુધીમાં પાછા આવી જઈશું. કેશુબાપા અને રમાબેન પાછળ વાડામાં જ છે. તું નિશ્ચિંત થઈને આરામ કરી લેજે.” મનસાને કહી વિનોદાબા અને શાંતાકાકી ગયા.

*

સાંજે 6 વાગ્યે વિનોદાબા સ્વાધ્યાયમાંથી પરવારી પાછા આવી ગયા હતા અને બકાલુ સમારતા હતા. શાંતાકાકી રસોઈની તૈયારીમાં હતા. મનસા હજી એના રૂમમાં જ હતી. વિનોદાબાએ મનસાને સાદ પાડી બહાર આવવા કહ્યું. મનસા ફ્રેશ થઈને વરંડામાં વિનોદાબા પાસે હીંચકા પર આવીને બેઠી. વિનોદાબા કહે, “તારું મોં કેવું સરસ દેખાય છે. શાંતિ જણાય છે. પરીક્ષાઓ પૂરી થઈ છે. હવે રિઝલ્ટ ક્યારે આવવાનું ?” મનસા કહે, “મહિનાની અંદર આવી જશે. બા, તમે ચિંતા ના કરો રિઝલ્ટ સરસ આવશે.” વિનોદાબા કહે, “મને બિલકુલ ચિંતા નથી. એક તો તું હોંશિયાર અને મહેનતુ છે. વળી, તારા મોક્ષ સર તારું ખૂબ ધ્યાન રાખે છે. સમજાવે છે. નોટ્સ આપે છે. તું એમના માર્ગદર્શનમાં ભણે છે. એટલે રિઝલ્ટ સરસ જ આવશે મને વિશ્વાસ છે. તારા મોક્ષ સર ખરેખર ખૂબ સારા માણસ છે. આટલી નાની ઉંમરમાં આટલા મોટા પ્રોફેસર છે અને ખૂબ સમજુ અને પરિપક્વ છે. ઉત્તમ સંસ્કાર એમનાં વર્તન અને બોલીમાં ખબર પડી જાય છે. ખૂબ બુદ્ધિશાળી છે. મને ખૂબ માન છે એમના માટે.” મનસાએ તક ઝડપી લેતા કહ્યું, “મા, આખી કોલેજમાં એમનું એટલું જ માન છે દરેક વિદ્યાર્થીનાં પ્રિય છે અને હીરો છે. બધાને એમની કંપની ખૂબ ગમે છે. ભણાવતા હોય તો એવી સરસ પદ્ધતિ છે કે સીધું મગજમાં ઉતરી જાય, એમને કુદરત માટે તો ખૂબ જ પ્રેમ છે. બધાને ભણવા માટે તો. મોક્ષ જેવા સર હોવા જોઈએ !” વિનોદાબાએ હસતા હસતા કહ્યું, હાસ્તો અંતે તો બધાને “મોક્ષ” જ જોઈએને. ઘરમાંથી વરંડામાં આવતા શાંતાકાકી પણ સાંભળીને હસી પડ્યાં. એમણે મનસાને ચા-નાસ્તો આપ્યો.

વિનોદાબાએ મનસાને કહ્યું, “દીકરા હવે તારી પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે. બેટા તારા હસુમામાના બે-ત્રણ વાર વ્યોમ સાથે સંબંધ માટે ફોન આવી ગયા પરંતુ તારી પરીક્ષાઓને કારણે મેં ટાળેલું. હવે એ લોકો પણ કેટલી રાહ જુએ ? તારી પરીક્ષાઓ સુધી રાહ જોઈ. તેઓ એકવાર મિટિંગ કરાવવા માંગે છે. આવું ઘર અને માણસો નહીં મળે. હસુનો આગ્રહ છે કે એકવાર મિટિંગ કરે છોકરાઓ એકબીજાને મળે. મનસાને પસંદ ના પડે તો કંઈ નહીં આપણે વાત બંધ કરીશું. એ લોકો એટલા માટે પૂછાવે છે કે છોકરો ઓસ્ટ્રેલિયામાં રહે છે એને ત્યાં રજા મૂકી અહીં આવવાનું તેઓ એ પ્રમાણે પ્લાનિંગ કરી શકે. હસુ કહે છે, એકવાર તું હા કહે પછી આપણે મુંબઈ એમનાં ઘર-કુટુંબને જોઈ લઈએ, મળીને પછી નક્કી કરીએ, એમાં કોઈ જોર જબરજસ્તી તો છે જ નહીં. પણ એ લોકો છોકરાને બોલાવી લેને. એકવાર મળી લઈએ પછી નક્કી કરીશું બેટા ! આમાં હસુનું પણ ખરાબ ના દેખાય, એ લોકો એવું ના સમજે કે છોકરી બહુ અભિમાની છે કે એમની જ ગરજ છે. તું તારા હસુમામાને ઓળખે છે ને. તારા ભવિષ્ય માટે ખૂબ સારું હોય, સારો છોકરો અને સારા માણસો હોય તો જ હસુમામા જોવા મળવા આગ્રહ કરે. એ પહેલાં તારું જ સુખ વિચારશે. એને યોગ્ય લાગે છે એટલે જ કહે છે.”

મનસાએ વિનોદાબાની આંખમાં એના માટે આશાનાં અને મનાવવાની દષ્ટિ જોઇને એ વિચારી રહી – એમની જગ્યાએ તો બધા સાચા જ છે ને. હવે હું શું કરું ? મોક્ષને ફોન કરીને કહી દઉં, તમે સમયસર આવી જ જાઓ નહીંતર મારે આ લોકો સાથે મજબૂરીથી મુંબઈ જવું પડશે.

વિનોદાબા કહે, “કેમ દીકરી ? શું વિચારમાં પડી ગઈ ?” મનસા હસતા હસતા કહે, “મા ! તમે કેમ આટલી બધી ચિંતા કરો છો ? બધું સારું થશે.”

વિનોદાબા કહે, “મને ચિંતા બિલકુલ નથી. ઘર, છોકરો, માણસો – બધું સારું હોય તો તારા હાથ પીળા કરીને મારી ફરજમાંથી મુક્ત થઉ. તારા બાપુના આત્માને પણ શાંતિ મળે, તેઓ પણ ખુશ થાય કે મે મારી ફરજ બજાવી દીધી.”

મનસા કહે, “મા ચિતા ના કરો. આજે જ પરીક્ષા પૂરી થઈ છે. મને વાડીમાં ફરી આવવા દો ને કાલે સવારે બધું નક્કી કરીએ.” એમ કહીને વરંડાના પગથિયાં ઉતરી ગઈ. એ વાડીમાં આમ્રવૃક્ષો પાસેનાં બાંકડે પહોંચી ત્યાં જ બેસી ગઈ – મનોમન બાપુને પ્રાર્થના કરી વૃક્ષોને નમસ્કાર કરીને આશીર્વાદ માંગ્યા. એણે મોક્ષને મોબાઈલથી ફોન કર્યો. મોક્ષે ફોન ઉપાડી તરત જ કહ્યું, “અરે જાના ! પરીક્ષાનો થાક ઊતાર્યો કે નહીં ? તું આરામ કરતી હોઈશ સમજીને મેં ફોન ના કર્યો. બોલ સ્વીટી શું વાત છે ?” મનસા કહે, “એક પરીક્ષા પૂરી થઈ, બીજી આવીને ઊભી છે. આરામ કરીને ઊઠી ત્યારથી બાએ પેલા વ્યોમની વાત કાઢી છે. કહે એકવાર મિટિંગ કર હસુમામાનું પણ દબાણ છે. મોક્ષ, તમે આવી જાવને... વ્યોમ ઓસ્ટ્રેલિયામાં રહે છે. હું મળવા માટે હા પાડું તો એ લોકો એને બોલાવી લે અને અમારે મુંબઈ એનું ઘર વગેરે જોવા-મળવા જવાનું છે.”

“મોક્ષ, તમે હવે સમય ના બગાડો. કાલે સવારે જ અહીં આવી મા પાસે મારો હાથ માંગી લો. મારા મહાદેવ નહીં તો તમારી આ જોગણ મરી જશે. મને આ બધામાંથી મુક્ત કરાવો. મારે બીજા કોઈને મળવું નથી, કોઈને જોવો નથી. હું તો મનોમન તમને વરી ચૂકી છું. હવે મારે કોઈ છલાવા નથી કરવા.” મોક્ષ કહે, “મનુ તું ચિંતા ના કર. હું કાલે સવારે જ માને મળીને તારો હાથ માંગી લઉ છું.” મનસા નાચી ઉઠી. “સાચું મોક્ષ તમે કાલે આવી જાવ હું રાહ જોઈશ. ચાલો હું ઘરમાં જાઉ. અહીં દરેક વૃક્ષ દેવતાનાં અને બાપુનાં આપણને આશીર્વાદ જ છે.” ફોન બંધ કરી મનસા ઘર તરફ ગઈ.