Sukhi Lagn Jivanani chavi in Gujarati Motivational Stories by Jayesh Golakiya books and stories PDF | સુખી લગ્ન જીવનની ચાવી

Featured Books
Categories
Share

સુખી લગ્ન જીવનની ચાવી

મહેશ ચા બનાવતો હતો એટલામાં જ એનો મિત્ર રાજેશ તથા તેની પત્ની મીના તેના ઘરે બેસવા આવે છે. મહેશ ની પત્ની વસુંધરા સોફાપર સૂતી હતી અને મહેષ ચા બનાવે છે એ જોઈ ને ઘરમાં પ્રેવેશતા યુગલ ને જરા નવાઈ લાગે છે. પણ જરા પણ શરમાયા વગર મહેશ તથા સોફા પર સુતેલી તેની પત્ની વસુંધરા રાજેશ અને મીના ભાભી ને આવકારે છે.

અરે આવ આવ રાજેશ કેમ છો મજામાને ..??? અંકલ આંટી મજામાં ને..?? કેટલાય દિવસ પછી આજે ભૂલો પડ્યો..!!! મહેશ ચા ઉકળતી મેકી રાજેશ ને આવકારતા એકીસાથે કેટલાય સવાલો પૂછી નાખે છે.

બસ એકદમ મજામ હો ..ઘરે પણ બધા મજામાં કહી રાજેશ અને મીના હવે સોફા પર પોતાનું સ્થાન લે છે. રાજેશ તથા મીના માટે પાણી લેવા વસુંધરા ઉભીથવા જાય છે કે તરત જ મહેશ તેને રોકે છે અને મહેશ જાતે જ ટ્રે મા પાણી લઈને આવે છે અને રાજેશ તથા મીના ને આપે છે. તથા એ ગ્લાસ લઈને પોતે જ પાછો કિચન માં મુકવા જાય છે. વસુંધરા હજુ સોફામાં જ સૂતી હોય છે પણ હવે જરા ઉઠીને સોફામાં બેસવાનો પ્રયત્ન કરે છે. મીના થી હવે ન રહેવાયું એટલે પૂછી જ નાખ્યું વસુંધરાભાભી મજા નથી તમને....???

વસુંધરા જવાબ આપે એ પહેલાં જ મહેશે જવાબ આપ્યો. હા, વાઇરલ ફીવર છે એટલે ડોક્ટરે આરામ કરવાનો કહ્યો છે એટલે જ તો હું જ આજે વસુંધરા માટે ચા બનાવી રહ્યો છું. અરે કાઈ તમારે ચા બનાવાય , તમે બેસો હું ચા બનાવી આપું એમ કહી જ્યાં મીના ઉભી થવા જાય છે ત્યાં જ મહેશ અને રોકે છે અને વેસવાનું કહે છે. મહેશ ઉકળતી ચા માં દૂધ નાખવા તથા આવેલા મહેમાનો માટે વધારે ચા બનાવવા કિચન તરફ જાય છે. અને હવે વસુંધરા બોલવાનું શરૂ કરે છે.

મહેશ મારુ બહુજ ધ્યાન રાખે છે જ્યાર થી મને તાવ આવ્યો છે ત્યારથી ઘરનું બધું જ કામ મહેશ જ કરે છે. સવારે વહેલા જાગીને મારા માટે ચા બનાવી ને બેડ સુધી લાવીને મને પીવરાવે છે.તેના ટિફિન માટે જમવાનું પણ જાતે જ બનાવે છે અરે એટલું જ નહીં તેના કપડાં પણ એ સાંજે ઑફિસે થી આવીને જાતે જ ધોઈ નાખે છે. ઘરમાં કચરા પોતા પણ મહેશ જ બે દિવસ થી કરે છે. ખરેખર મહેશ મારુ બહુજ ધ્યાન રાખે છે.

આ સાંભળતાજ મીના ને નવાઈ નો પાર ન રહ્યો હોય તેમ તે એકી ટચે રાજેશ સામે જોઈને એની હરકતો વિશે વિચારે છે. સવારે ગરમ પાણી પણ જાતે બાથરૂમ સુધી ન લેતા એ રાજેશ ના વાત વાત માં મીના પ્રત્યેના ગુસ્સા વિશે મનમાં જ વિચારવા લાગી. એટલામાં જ ગરમ ગરમ મસાલા ચા ના કપ લઈને મહેશ આવે છે અને બધાંને ચા આપે છે તથા એક કપ પોતે પણ લે છે. હવે મહેશ ચા પિતા પિતા બોલવાનું શરૂ કરે છે.

મારુ તો સ્પષ્ટ માનવું છે કે એક પરણિત યુગલ માં જેટલી બાવાબદારી સ્ત્રી ની હોય છે એટલીજ જવાબદારી પુરુષ ની પણ બને છે. જ્યારે પુરુષ બીમાર પડે ત્યારે આખા જગતને ભૂલીને પત્ની તેના પતિની સેવામાં લાગી જતી હોય છે. પોતાના માટે હંમેશા જમવાનું બનાવતી, ઘરનું કામ કરતી અને આખું ઘર સાંભળતી પત્ની જ્યારે બીમાર પડે ત્યારે આપણી પણ એટલી જ જવાબદારી બને કે તેની પણ આપણે સેવા ચાકરી કરીએ. એનમાટે ગરમ ગરમ નાસ્તો બનાવી આપીએ. એને ચા પીવાની ઈચ્છા હોય તો ચા બનાવી આપીએ અને એને પ્રેમથી પીવરાવીએ એટલુંજ નહીં પરંતુ રોજનું નાના મોટું કામ પણ બે ત્રણ દિવસ આપણે કરીએ તો એમાં ક્યારેય આપણે નાના ન થઈ જઈએ ઉલટાનું આપની પ્રત્યેનો પત્ની નો પ્રેમ વધે અને આ જ સુખી લગ્ન જીવનની ચાવી છે.ક્યારેક ઓફિસે થી વહેલા ઘરે આવી ગયા હોય એ તો ટીવી નું રિમોર્ટ પકડીને ટીવીજોયા કરતા, ઘરમાં પત્ની ને ઓર્ડર કરવા કરતાં આપણે તેને જમવાનું બનાવવામાં મદદ કરવી જોઈએ. શાક સમારવા માં તેની મદદ કરી શકાય જો શાક બનાવતા આવડતું હોય તો બનાવવામાં મદદ કરાય અરે ન બનાવતા આવડતું હોય તો શીખી જવાય અને ક્યારેક પત્ની ને પણ કહેવાય આજે તુ મારામાટે જમવાનું નહીં બનાવે પણ હું તારા માટે જમવાનું બનાવીશ. હંમશા એના કામમાં બનીશકે એટલા સહભાગી બનવું જોઈ એ એટલે તમારી વચ્ચે નો પ્રેમ ખૂબ જ વધે છે. નાની નાની વાતો ભોલો ને લીધે ડાયરેક્ટ પત્ની પર ગુસ્સો કરવાને બદલે તેને પ્રેમથી સમજાવવાની કોશિશ કરવી જોઈએ. ખરેખર પત્ની ને આઝાદી આપવી જોઈએ.

હજુ મહેશ કઈ આગળ બોલે એ પહેલાં જ હવે વસુંધરા જાણે ગર્વ મહેસુસ કરતી હોય તેમ બોલે છે. મહેશ મારા કામમાં હંમેશા મને મદદ કરે છે. ઘણી વખત તો મને લાગે કે મહેશ ને મારા કામમાં મને મદદ કરતો કોઈ જોઈ જશે તો એ મારા તથા મહેશ વિશે કેવું વિચારશે ....ઘણી વખત તો હું એ વિચારે મહેશ ને ના પાડુ તેમ છતાં એ મદદ કરે છે. મહેશ હંમેશા એવું કહે છે કે લોકો ગમે તે વિચારે કે વાતો કરે એની મને પરવા નથી. વાતને આગળ વધતા હવે મહેશે બોલે છે.. મારે લોકો સાથે ઘર નથી બાંધવાનું મારે તારી સાથે ઘરબાંધવાનું છે એટલે તારું ધ્યાન રાખવું મારી ફરજ બને છે. લોકો ને તો વાતું કરવા માત્ર બહાનું જોઈએ અને લોકો શુ વાતું કરશે એના ડરે મારે ઘરનું કામ કરાવવામાં તને મદદ કરવાનું છોડી ન દેવું જોઈએ. જો હું ફ્રી હોવ અને તને કઈ મદદ કરી શકું તેમ હોવ તો ચોક્કસ મારે મદદ કરવી જોઈએ.

આટલું બોલતાજ જાણે મહેશ પોતાની પત્ની એ તેના વિશે કરેલી વાતો થી ગર્વ અનુભવતો હોય તેમ ઉભો થાય છે બધાના હાથમાંથી કપ લેછે અને તેને કિચનમાં મૂકી આવે છે.

મહેશ અને વસુંધરા ની વાતું ચિત્તમગને સાંભળી રહેલા રાજેશ ને હવે સમજાય છે કે તેને અને મીનાને વારેવારે ઝઘડો કેમ થાય છે. રાજેશ એ પણ સમજે છે કે જો એને મીનનું દિલ જીતવું હશે તો મહેશે કીધું તેમ કરવું જોઈએ અને તેમ કરવામાં કઈ ખોટું પણ નથી. હવે રાજેશ મહેશ નો આભાર માનતા કહે છે. થેન્કયૂ દોસ્ત તેતો મારી આખો ખોલી દીધી.નાની નાની વાતો પર મીના ઉપર ગુસ્સે થવાને બદતલે હું એને હવે સમજાવવાનો પ્રયત્ન કરીશ હંમેશા તેના ઘરકામમા મરાથી થઈ શકે એટલી એને મદદ કરવાની કોશિશ કરીશ. થેકયું દોસ્ત. આટલું બોલી રજા લેતા રાજેશ અને મીના ઉભા થાય છે. મીના ના હૈયા માં રાજેશ પ્રત્યે હવે પ્રેમ સમાતો નથી અને રાજેશ ને સુધરવા બદલ મીના મહેશ ને મનોમન ખૂબ ખૂબ આભાર માને છે.

સમાપ્ત

જયેશ ગોળકીયા(B.Pharm)

9722018480

jgolakiya13@gmail.com