Jugar.com - 8 in Gujarati Fiction Stories by Dinesh Jani ...Den books and stories PDF | જુગાર.કોમ - 8

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જુગાર.કોમ - 8

CHAPTER 8

બર્ડગૃપની દરેક સદસ્યા પોતાનો મત રજૂ કરતી હતી, એક દિવસ પછીનાં દિવસે નાનકડા પ્રવાસે જવાનું નક્કી કર્યુ. આ વખતનાં લોકેશન માં રણથંભોર નક્કીથયુ. ત્યાં હોટેલ અને અન્ય વ્યસ્થા માટે સુરેખા જાવડેકર ને કામ સોપાયુ; જીપ અને સીક્યોરીટીગાર્ડ માટે સરકારી કચેરી બુકીંગ માટે નવા સદસ્યા શ્રીમતિ અનિતા પાંડેય ને સોપાણી. બધા છુટા પડ્યા. બીજે દિવસે સવારે કજારીકા સવારે તૈયાર થઇ ઘરની બહાર જવા નીકળી. ઓસ્ટીન કાર નું સેલ્ફ ડ્રાઇવિંગ કરી. અનંદવિહાર સોસાયટી માંથી બહાર નીકળી. બસ એમજ સમય પસાર કરવા નીકળેલી હોઇ કઇ તરફ જવું તે જજ કરી શકતી ન હતી. ધડીયાળમાં સમય જોયો.દસ વાગ્યાને ત્રીસ મીનીટ થઇ હતી. ક્રિષ્ના યાદ આવી. સૌથી વધુ નીકટની સખીહતી, બન્નેને ખુબજ સારૂ બનતુ.ક્રિષ્નાનાં શ્વેતાયન બંગલા તરફ ગાડી ઘુમાવી. સાસાયટીમાં પ્રથમજ બંગલો યોગરાજ મહેતાનો હતો,કાર અંદર લીઘી. એન્જિન બંધ કરી નીચે ઉતરી.એજ સમયે બાજુનાં બંગલામાંથી આવતી વિંધ્યાએ પણ પ્રવેશ કર્યો હતો. પગથીયે બન્ને સાથે થઇ ગયા.

‘ હલ્લો આન્ટિ !’ ગુડ્મોર્નીંગ.” વિંધ્યા સ્મિત આપતા બોલી,

“ મોર્નીંગ વિંધ્યા , કજારીકાએ પ્રત્યુતર આપી ,સામેજોઇ વખાણ કરતા બોલી. “અરે વાહ આજતો સરસ લાગેછેકે ! સતનીલનાં શું સમાચાર છે.? ‘ એ બેંગ્લૂર થી બે ત્રણ દિવસમાં આવશે.”

પગથીયા ચડી ડ્રોઇંગરૂમ તરફ ચાલતા. કજારીકાએ પુછ્યુ. અમસ્તોજ કે કંઇ ખાસ કામે ? ‘

“ નાં ખાસ કામ તો નથી. પણ હમણા આવ્યો નથી તો તે કહે આ વેલેન્ટાઇન સીરોહીમાં ઉજવીશું “

બન્નેને વાતો કરતા કરતા પ્રવેશતા જોઇ, સોફાઉપર છાપુ વાંચતી ક્રિષ્ના નું ધ્યાન જતા, છપુ બંધ કરી નીચે મુકી. કજારીકાને આવકારતા બોલી. “ આવ કજ્જુ!’ હું હમણાજ તને ફોન કરવાની હતી.’

નજદીક આવી બન્ને પરસ્પર હળવી તાળી આપી. વાતે વળગ્યા. વિંધ્યા કીચનમાં ગઇ કે તરતજ ક્રિષ્ના એ વિંધ્યા ને કહ્યુ, ‘ આજે તારા માટે ધોરાજી સ્ટાઇલ ની ગોળ પાપડી બનાવી છે ‘

“ વિન્નીને મારીબનાવેલી ગોળપાપળી બહુ ભાવે. “ ક્રિષ્નાએ કજારીકાને કહ્યુ.

થોડી વાર સુધી બન્નેએ રણથંભોર નાં પ્રાવસ વિશે વાતો કરી. સાંજે સુરેખા સાથે ખરીદી કરવા જવાની વાતો કરી , કંટાળૉ આવતા સમય પસાર કરવા કજારીકા બોલી’”ચાલને એકાદ બે બાજી ખેલી નાંખીએ.’

જુગાર શબ્દ ક્રિષ્નાની નસનસ માં છવાઇ ગયો હોય તેમ ફક્ત એકજ વાર પુછવું પડે , નાં કહેવાનું શીખીજ ન હતી. હા, આ શિવા અદાનાં લાડ પ્યાર નું પરીણામ હતુ, એક વખત છોડેલ જુગાર અદાએજ ગ્રહણ કરાવ્યો હતો. યોગરાજ ને પરણ્યા પછી થોડા વરસ રમનાર સાથીને અભાવે બંધ કરી દીધુ હતુ પણ ફરી પાર્ટીઓ માં રમવાનું ચાલુ કર્યુ હતુ, જોકે યોગરાજ ક્યારેય વાંધો ઉઠાવતા નહિં ભલેને રમે. સભ્ય સમાજ માં થોડો જુગાર રમવું તે સ્ટેટસ ગણાય તેવું વિચારતા યોગરાજ તે તરફ ધ્યાન આપ્યા વગર ધંધામાં વ્યસ્ત રહેતા હતા, બર્ડગ્રૂપ ની સદસ્યાઓમાં સૌથી વધુ રમનારી અને સૌથી વધુ જીતનારી ક્રિષ્નાજ હતી, કાચની મોટી ટીપોય વચ્ચે રાખી પતાની જોડ કાઢી, ક્રિષ્ના પત્તા ચીપવા લાગી. કીચનમાંથી નાસ્તાની પ્લેટ હાથમાં લઇ બહાર નીકળેલી વિંધ્યાને જોઇ કજારીકાએ કહ્યુ

“ વિંધ્યા ! ‘ આવ ને તું પણ એકાદ બાજી”

“ નો, થેંક્સ , આન્ટિ !’ મને નથી ફાવતુ, મમ્મી !’ હું નીલનાં પુસ્તકો ગોઠવું છું. ‘ “ કહેતા નજીકનાં પાર્ટીશન કરી બનાવેલા લાયબ્રેરી વિભાગમાં જતી રહી. કજારીકા અને ક્રિષ્ના બન્નેએ રમવાનું ચાલુ કર્યુ. રોકડ રકમ ને બદલે. ટોકન કાર્ડ થી ચલાવ્યુ. જોકે બર્ડગૃપ ની સ્ત્રીઓ ની જુગાર ની રમત ની ખાસીયત એ હતી કે કોઇ જીતીને કમાઇ લેવી માટે રમતી ન હતી, ફક્તટાઇમ પાસ કરવા તથા નિર્દોષ આનંદ માટેજ રમતી હતી.તેથીજ એક વણ લખ્યો નિયમ એવો પણ હતો કે જીતની રકમ કોઇ ઘેર ના લઇ જાય. ગૃપની પાર્ટીઓ માં વપરાઇ જાય, અને અહી રમતની રમત માં રમત જામી. બાજી એવી જામી કે રમતનાં રૂપિયાનાં આંકડા વધતા ગયા. ‘આ શું કરેછે. ક્રિષ્ના? બહુ મોટી ચેનલ હાથમાં આવીગઇ છે. ? આમ ધડાધડ રકમ માંડતી જાય છે.? કજારીકાએ કહ્યુ.

‘કેમ તને ન પોસાતુ હોય તો બાજી છોડી દે ને?

“મને ખબરછે. તારી આ ચાલાકી ની. સામે વાળાનું મોરલ તોડવાની , પણ હું ફસાઇસ નહિં.ચાલ હું પણ વીસ હજાર આવી”.કહેતા કાર્ડ ફેંક્યુ.

ક્રિષ્નએ પતા જોઇ ફરી દાવ ઉચક્યો. પર્સ ટીપોય પર ફેંક્યુ. કજારીકા થી લગભગ મોટે અવાજે બોલાઇ ગયુ.ગાંડી થઇ છો? કજારીકાની ચીસ જેવો અવાજ સાંભળી વિંધ્યાએ લાઇબ્રેરીમાંથી ડોકુ કાઢ્યુ બન્નેનાં ગાંડપણ ને કુતુહલ થી નિહાળવા લાગી. પીલ્લર આડે હોવાથી એક બીજાને જોઇ શકાતુ ન હતુ. છતા તે ઉભી રહી ગઇ.

‘આ કજ્જુરાની ને કાંઇ કમ ના સમજતી કે તારા ઘરમા ડરી જાઉં. ચાલ આ મારૂ પર્સ. પર્સ મતલબ આખામહિનાની રમત નું બજેટ લાખ રૂપિયા ગણી કિંમત અંકાતી. હવે બન્ને માનુનીઓ પાગલ થઇ હતી.કોણ જાણે ક્રિષ્નાને શું દુર્મતિ સુજી, ઉભીથઇ કી બોર્ડ માંથી એક કીચેન માં લટકતી ચાવી લઇને આવી. કાર ની ચાવી નો ઘા કરતા બોલી. મારી, ગાડી. કજારીકા ની આંખો પહોળી થઇ ગઇ હતી. બસ હવેતો રમત નો જિન્સી આનંદ લેવા માટે પણ બાજી છોડવી નથી. વિચારતી કજારીકાએ પણ પોતાની ઓસ્ટીન કાર ની ચાવી ફેંકી. આજે હું પણ હારવા તૈયાર નથી. વિંધ્યાએ વિચાર્યુકે બન્ને સ્ત્રેઓ ગાંડી થઇ છે. ખેર હવે બાજી નાં અંતિમ પરિણામ ની ઉત્સુકતા હતી.

ક્રિશ્ના બોલી , કજ્જુ એક વાત કહું , બહુ રમ્યા. ચાલ બન્ને નાં પતા શો કરીએ ?

કજારીકાએ હસતા કહ્યુ. ‘મેડમ એમ કાંઇ મફતમાં પતા શો થાય ? કાંઇક ચાલ ચાલીને શો કરાવ તો સાચી કહેવાય !’

‘શું ચાલુ ?”

એજ ક્ષણે કજારીકાનાં મનમાં ભયંકર વિચાર આવ્યો,.. ‘ વર્ષોથી એકલીજ રહેતી.જિંદગીમાં કેટલાયે પુરૂષોનું રમકડુ બનીને માત્રને માત્ર તેઓનીજ ઇચ્છાથીજ સુખ આપતી ફરૂં છું. કદીયે મારી ઇચ્છાઓ ને કોઇએ મહત્વ આપ્યુ નથી. મન મરજીનાં નૈસર્ગીક આવેગોનું સમન કરીનેજ જીવવાનું ? તેને જ્યારે જ્યારે યોગરાજ મહેતા ને જોયાછે ત્યારે ત્યારે. પુરૂષ ની વ્યાખ્યા બદલી નાંખતી. નાં પુરૂષોની આંખો હંમેશા ભુખી નથી હોતી. એથીજ યોગરાજ તરફ નું તેનું આકર્ષણ વધતુ જતુ હતુ, બસ નાનકડો ચાન્સ છે. લાગ્યુ તો તીર. !

“ મુકી દે ને કંઇ પણ ?. “ કજારીકાએ કહ્યુ.

ક્રિષ્નાએ ચારે તરફ નજર દોડાવી. અસમંજસ માં ફરી બોલી. ‘ કેમ કાંઇ યાદ નથી આવતુ, “

જો જો એક વાત કહી દઉ આ પૈસા, મોટરો બધુ મજાક માં બહુ રમ્યા. જિગર હોય તો, અને જીત ની બાજી તરીજ હોય તો, મુકી દે ને તારો યોગી!!!’

ક્ષણ બે ક્ષણ તો વિંધ્યાનાં કાન વાત સમજવા તૈયાર ન હતા. ના આન્ટિ હું સમજીછું તેવુ ના બોલે. છુપાઇને સાંભળવામાં ભ્રમ થયો હશે. ત્યાં ફરી સંભળાયુ.

‘શું વિચારેછે. ‘ક્રિષ્ના !’ તેને કહુંછું. યોગરાજ ને મુકી બાજી ખોલાવી નાખ. ‘

“ ઘેલી થઇ છો ? કદી સાંભળ્યુછે. કોઇ પત્નિ એ પતિને દાવ માં મુક્યો હોય ? ‘

“ કેમ ધર્મરાજા દ્રૌપદીને મુકી શકતા હોય તો. દ્રૌપદીને એકાદ વાર ચાન્સ નાં મળે? સાંભળ ‘ક્રિષ્ના નું બીજુ નામ દ્રૌપદી, યાજ્ઞસેની, પાંચાલી, પણ હતુ તે યોગરાજ ને ક્યાં ખબર નથી. તુંજ તો કહેતી હતી’

“ બસ કજ્જુ બસ હવે ,મજાક ની પણ હદ હોય. તારો આ અનાત સનાત બકવાસ બંધ કર. “

‘એમ કહીદેને કે બાજી ખરાબ છે, હું હારી ગઇ એવુ કબુલી લે એટલે પત્યુ. “ એક અઠંગ જુગારી નાં ઋજુ અંગ પર કુઠારાઘાત કરતા કજારીકાએ કહ્યુ.

‘ બાજી તો સો ટકા હુંજ જીતવાની છું “ એવો અહંકારી રણટંકાર કરતી ક્રિષ્નાબોલી “ મને વિચારવા દે”

કજારીકા પણ સ્ત્રી ચરીત્ર નાં ઠગીદાવમાં ઓછી ઉતરવા માંગતી ન હતી. તેને ધીમેથી કહ્યુ,

“ ક્રિષ્ના તારે ગુમાવવાનું કાંઇજ નથી, દાવ તો તુ જીતવાને છો. અને હાં જો એકાદ પર્સંટ હારવાનું થાય તો તું યોગરાજ નાં પત્નિ ભક્તિ નાં બહુ વખાણ કરેછે તો તેની કસોટી પણ થઇ જાય. અને આમેય તારોયોગી મારી સામે જોતોયે નથી. હું તેનુ કરીશ પણ શું ? અથવાતો , ફક્ત એક વાર તેને જીતી ગઇ છું એવું તને ગર્વથી કહી શકું.ભલે થઇ જાય આજ તો !’’´ના કજ્જુ એ ના કરાય. આપણી રમત માં એ બિચારા... ‘” તું એક પત્નિ થઇ ,દાસી થઇ. તેની છાંયામાં જીવનારી ગરીબડી સ્ત્રી થઇ વિચારે છે. બુદ્ધિમાન પાંચ પાંડવો નાં એ નિર્ણય ને એક સ્ત્રી તરીકે ક્યારેય મુલવ્યુ છે. ભલે થઇ જાય એ ઘટ્નાં બદલો. “ક્રિષ્ના એ બચાવ માટે છેલ્લો પ્રયત્ન કરતા કહ્યુ. ‘ યોગરાજ સામે મુકવા તારી પાસે છે શું?

“ જેનાં ભાગ્યમાં સતચરિત્રવાન પતિ નામના પુરૂષ નું સ્થાન નથી , તેના ભાગ્યમાં વિશ્વનાં હજારો પુરૂષો ઉભેલા હોય છે. તું જે કહીશ તેને મુકી દઇશ, વાર શું કરેછે ? તું તો જીતવાનીજ છો. પણ હા તારે બાજી આગળ ધપાવાવી હોય તોજ, મારી ચાલ આવશે. બાકી તું તો, શો જ કરવાની છો ને ? કરાવી નાખ શો.

ક્રિષ્ના બોલી ઉઠી.ઠીક છે. ચાલ યોગરાજ મહેતા મુક્યા. બાજી ખોલ.બોલ્યા પછી જીતવાની ઉતાવળ માં ઝડ્પથી ક્રિષ્નાએ ટીપોય પર પોતાનાં પતા ફેંક્યા.. તીન દસા..!!!!!

“ઓહ ક્રિષ્ના યોર બેડલક ! તારા ત્રાણ દસા સામે મારી પાસે ત્રણ ગુલામ છે. અને આજથી ચોથો ગુલામ તારો પતિ યોગરાજ મહેતા.

ક્રિષ્ના હારેલી બાજી જોઇ બોખલાઇ ગઇ. આવી જબર્જસ્ત હાર નો સામનો કરવો પડશે,તે વિચાર્યુ ન્હોતુ. જુગાર ની આડ્માં આ શું કરી બેઠી ? તે હજુ સમજે તે પહેલાજ જીતેલી બાજી પર મહોરમારવા તત્પર કજારીકાએ કહ્યુ.

“ રીલેક્સ, ક્રિષ્ના , તારે કાંઇ ગુમાવવાનું નથી. હજુ ટેબલ પર એક રૂપિયાની નોટ પણ પડી નથી. હા આપણા એક બીજાનાં પર્સ પરત લઇ લઇએ. તારી ગાડી તને પરત.!’

“મતલબ આબધી રમત ફોક?..’ હરખાઇ ને ક્રિષ્ના એ કહ્યુ. “ કાજ્જુ તારી આ દિલેરીજ આપણી વચ્ચે નાં સબંધોને ગાઢ બનાવે છે, તારી જગ્યાએ બીજી સખી હોત તો મને, લૂંટીને ચાલીજાત. પણ તેતો બધુ છોડી દીધુ !’

“એક મી. મહેતાને બાદ કરતા બધુ તારૂં પરત “

‘મતલબ કે તું હજુ યોગરાજ વાળી વાતમાં ગંભીર છો.?’ ક્રિષ્ના બોલી.”ગંભીર મતલબ? તું નાની કીકલી છોં ? સમજ્તી નથી કે. આવડો મોટો જુગાર જિતેલી સ્ત્રી બધુ પરત કરે તો તેની એકાદ નાનકડી ડીમાન્ડ તો હોય ને ? અને એ પુરી કરવા , એ બધુ હારીને દાનમાં પરત મેળવવા , થોડી નુકશાની તો વેઠવી પડેને?’

‘કાંઇ સમજી નહિં ?

‘હું સમજાવું !..આશરે બાર લાખ છ્પ્પન હજાર જેવી માતબાર રકમ જીતીને પણ હું તને એક ઝાટકે વગર વિચાર્યે, પરત કરવા તૈયાર છું. કારણ મારે તારા. ઓહ સોરી અત્યારે મારા. યોગરાજ ને રીઝવવા છ્પ્પન ભોગ નાં દર્શન તો કરાવવા પડશેને. ?? , કદાચ એ દિવ્યાનુંભુતિ કરાવતી છપ્પન ભોગની ઝાંખી નિહાળી તારા એ પુરૂષોતમ પોતાનાં ઉપવાસ તોડી નાંખે?

‘ના કજ્જુ એ એવા નથી , એ ભલા, ભોળા અને સીધાસાદા છે. એ તારામાં નહિં ફસાય !’ ક્રિષ્નાએ કહ્યુ.”આટલો બધો વિશ્વાસ છે તારા એ ભગવાન માં તો પછી ચિંતા શાને કરે છે. મારાજેવી હજારો કજારીકા પણ તેને ડગાવી શકવાની નથી. તો પછી. મને તેની સમીપ છુટ્ટી મુકવામાં આટલી ખચકાય છે, શાને ? ચાલ તને એક વધુ રાહત આપુછુ, ફક્ત એક્જ દિવસ, ચોવીસ કલાક મને દે. એક નાનકડો પ્રયાસ કરીજોઉ. અને જો મને સફળતા ના મળે અને આ કજારીકા નિષ્ફળ જાય તો આજીવન તારા યોગરાજ ને ભાઇ ગણી લઇશ, સમજીશ કે જીવન માં શ્રેષ્ઠતમ પ્રેમી કે પતિ તો ના પામી, પણ એક ઉતમ પુરૂષનાં રૂપ નો એક ભાઇ તો મળ્યો. બસ હવે તો એક નાનકડી ઇજાજત દે. આખરે હું બાજી જીતીને માંગુ છું કોઇ ખેરાત નથી માંગતી.!’

ક્રિષ્ના ને કોઇ દલીલ નાં સુઝતા હાર ને સ્વીકારતી હોય તેમ ધીમેથી પુછ્યુ.’ પણ મારે કરવાનું શું?”

દુશ્મનને હથિયાર હેઠા મુકતા જોઇ ખુન્નસ ચડેલી મુદ્રા કરી, જીતની મહામૂલી જણસ ભોગવવા તત્પર કામિનીની અદાથી એટલુજ કહ્યુ. ‘ તારે એકજ કામ કરવનું છે, કે તારે કાંઇ નથી કરવાનું. જે પ્રાયાસ કરવાનો છે, તે હું કરીશ. તું ફક્ત તારી છાંયામાથી યોગરાજ ને મુક્ત કરી દે. હું રણથંભોર નાં પ્રવાસમાં નહિં આવું.બિમાર છું ને ? પણ તારે અવશ્ય જવાનું છે... ડન ??..

ક્રિષ્નાનાં ધીમેથી બોલેલા ‘ ડન’ શબ્દ વિંધ્યાએ સંભળ્યા ન હતા. છ્તા એ આખો ટેબ્લો, બે માનુનીઓ નો ઘૃણિત સંવાદ સાંભળીને હતભ્રમ થઇ ગઇ હતી. મુખ્ય રમત તો બંધ થઇ હતી. અહિં હવે છુપાઇ ને સંભળવામાં સાર નથી એવું સમજાતા. ઝડપથી અંદરનાં ભાગે જઇ એક પુસ્તક ખોલી વાંચવાનો ડોળ કરવા લાગી.

કજારીકા, જીંદગી ની સૌથી મોટી બાજીમાં જીત મેળવીને , વિજયી યોધ્ધા ની માફક ઉભી થઇ ચાલવા લાગી.જતા જતા. વિંધ્યા ક્યાં છે. અને શું કરેછે. તે નિહાળવા એક ચક્કર લગાવ્યુ, વિંધ્યાને વાંચન માં વ્યસ્ત, જોઇ કાંઇક હળવાશ અનુભવતી કજારીકા. બહાર નીકળી ગઇ.

***

બ્લેક અને સ્ટીલગ્રે કલરનાં કોમ્બીનેશન વાળી યોગરાજ મહેતાની સ્કોર્પીઓ ગાડી ઓફીસ ની બહાર નીકળી સાંજનાં ચારેક વાગ્યા હશે. ટ્રાફીક્માં ધીમી ગતિએ આગળ વધતી સ્કોર્પીઓને ફોલો કરતી ઓસ્ટીન કાર જઇ રહી હતી.યોગરાજ ની ઓફીસની બહાર રોડ પર પાર્કીંગ લોટ માં છેલ્લી ત્રીસેક મીનીટ થી ઓસ્ટીન ની ડ્રાઇવીંગ સીટ પર બેઠેલ કજારીકા આ સમય ની રાહ જોતી હતી. એક ચાન્સ લેવાજ ઉભી હતી. એજ થયુ સ્કોર્પીઓ શહેરની બહાર જતી હોય તેમ જણાતુ હતુ. દશેક મીનીટ બાદ હાઇવે આવતા પેટ્રોલપંપ પર સ્કોર્પીઓ થોભી. કજારીકાએ થોડુ ગણિત કર્યુ, ઝડપથી નિર્ણય લઇ ઓસ્ટીન ની સ્પીડ વધારી યોગરાજ ની ગાડીની આગળ થઇ ગઇ. લગભગ દશેક કી.મી. દૂર જઇ ગાડી ની દિશા બદલી સિરોહી તરફ કરી નાખી ગાડી નું એન્જિનબંધ કરી દીધુ. યોગરાજ ઘણીવાર સેલ્ફ ડ્રાઇવીંગ નો આનંદ ઉઠાવવા આમ લોંગ ડ્રાઇવ પર જાતે ડ્રાઇવ કરતા.

યોગરાજે હળવું મનગમતુ મ્યુઝીક ચાલુ કર્યુ. ત્યાં થોડીવારે રોડ ની સાઇડ્માં ઉભારહી મદદ માટે હાથ ઉંચો કરીને ઉભેલી સ્ત્રીને જોઇ. મનમાં તેની મુર્ખાઇ પર હસ્યો કે જવુંછે. સિરોહી તરફ અને મદદ રોંગ સાઇડ નાં વાહન પાસે માંગે છે. પણ નજીક આવતાજ આપોઆપ બ્રેક લાગી ગઇ હતી. અરે.. આતો કજારીકા છે ! ક્રિષ્નાનાં ગ્રુપની છે. બન્નેને ખુબ સારૂં બનેછે. બોલવામાં ફાયર છે. ક્યારેક તો મારી પણ મજાક કરીલેતી. ઉંમરમાં દસેક વર્ષ નાની જરૂર હતી. છતા ક્યારેક આંખો પણ ઉલાળી લેતી. તેની દ્વીઅર્થી વાતો થી મન ઘડીભર વિચલિત જરૂર થઇ જતુ. ત્યાં કજારીકા રોડ ક્રોસ કરી સ્કોર્પીઓ ની નજદીક આવી યોગરાજે સહેજ સ્મિત આપ્યુ.

‘ ઓહ મી. મહેતા ! આમ કઇ તરફ ?’

‘એક મર્બલની ખાણ ની વિઝીટ લેવાની છે. અને પછી તરતજ રીટર્ન થવાનું છે. પણ તમે અહી ?કોઇ મુશ્કેલી?

‘ કાંઇ ખાસ તો નથી ,ગાડી અહી આવીને અટકી ગઇ છે. મિકેનીક ને ફોન કર્યો તો દોઢેક કલાક પછી આવશે. તમને વાંધો ના હોય તો એક રીક્વેસ્ટ કરૂં ?

‘ તમારે રીક્વેસ્ટ થોડી કરવાની હોય ? ક્યારેક હુકમ પણ કરીલેવાય. બંદા ક્યાં ના કહેછે.” યોગરાજે રોમેન્ટિક મુડ માં કહ્યુ. કજારીકાને અનાયાસે ઢાળ મળી ગયો અને દાવ ફેંક્યો.

‘ મી. મહેતા એ બધી તો વાતો થાય. હું હમણા કહું કે ચાલો સમય પસાર કરવા હું પણ તમારી સાથે આવું.. રીટર્ન માં અહી પરત છોડી દેજો. તો તમે શું કરો?’

યોગરાજ ને પણ આજે મસ્તીનો મુડ હતો. ઓફીસ કામ માંથી ક્યારેકજ આવો ચાન્સ મળતો. તેણે તરત ફ્રંટ સીટ નો દરવાજો ખોલી નાખ્યો. પણ એજ ઝડપથી કજારીકા પણ બાજુમાં બેસી ગઇ. અને બોલી

‘ આતો તમારો આગ્રહ છે તો થોડુ સાથે ફરી લઇએ. યોગરાજે ગાડી આગળ ચલાવી. થોડી વાર બન્ને મૌન રહ્યા. પછી કજારીકાએ પાસો ફેંક્યો.” મી.મહેતા આમ તમારૂ મૌન જોઇ થાય છે, કે હું આવી એ તમને ગમ્યુ નથી. તમને થશે કે આ બલા ક્યાં આવી? એવુ હોય તો હું ઉતરી જાઉં ?’

‘ ઓહ. સોરી.. એવું કાંઇ નથી. પણ મને વિચાર આવ્યો કે આવાસમયે હું તમને કજારીકાજી, કજારીકાદેવી કે કજારીકા બહેન , કહીને બોલાવીશ તો તમને કેવું લાગશે? ‘’મને તો મરા શરીર સૌંદર્ય નું કોઇ અપમાન કરતા હોય તેવું લાગે. તમારીજ વાત કરોને કે તમને કોઇ મીસ્ટર યોગરાજ મહેતા જેવા લાબા લચક નામે બોલાવે તો કેવું લાગે અરૂચીકર લાગે? પણ તેથી શું મારે ફક્ત યોગી કહીનેજ બોલાવવા?’

‘હાઇવે પુરતુ ચાલશે.’ કહેતા યોગરાજ હસ્યા.

હસી મજાક માં ત્રીસેક મીનીટ નીકળી ગઇ. હવે હાઇવે થી ગાડી નીચે નાં કાચારસ્તા તરફ વળી હતી. આગળ જતા એક બંધ હાલત માં રહેલી પથ્થર ની માઇન આવી બહાર તુટેલુ જર્જરીત બોર્ડ હતુ, આસપાસ કોઇ ચોકીદાર કે કોઇ વ્યક્તિ ન હતી યોગરાજ ફક્ત જગ્યા જોવાજ આવ્યા હતા. આ માઇન તેને લીઝ પર લેવાની હતી સોદોતો પાક્કોજ હતો.ખાલી જગ્યા જોવાજ આવ્યા હતા. માઇન માંથી નીકળતા પથ્થર ની ક્વોલીટી નો રીપોર્ટ તથા તેની ડીમાન્ડ વિશે નો અહેવાલ પણ શુક્લાએ આપ્યો હતો. યોગરાજ ને ધંધામાં જોખમ ખેડવું ગમતુ.

ગાડી બંધ કરી બન્ને નીચે ઉતર્યા. યોગરાજ માઇન ની ઉંડાઇ માં જવાને રસ્તે નીચે ઉતરતા રસ્તે ગયા. કજારીકા પણ પાછળ ગઇ. અને ખેલ નાખ્યો. લપસી પડી. ઓહ યોગી કહેતા લસરીને યોગરાજ નાં ખભા સાથે અથડાઇ , યોગરાજે પણ સાહજીકતાથી ઝીલી લીધી. પછીનાં બધાજ સમય માં યોગરાજ નો હાથ છોડ્યો નહિ. બન્ને ફરીને સ્કોર્પીઓ પાસે પરત આવ્યા. ગાડી માં બેઠા. ફરી સિરોહી ભણી ગાડી સરકવા લાગી.

‘ યોગી આવતીકાલનો શું કાર્યક્રમ છે ? ‘ કહેતા કજારીકાએ યોગરાજ નાં સાથળ પર હળવેથી હાથ મુક્યો.’ કજારીકા ! ઇટસ નોટ ફોર સેઇફ ડ્રાઇવ ! ‘

‘ઓહ.. સોરી !’ કહેતા કજારીકાએ હાથ હટાવ્યો. તેને ખાત્રી હતી કે આવતીકાલ તો તેનીજ છે. શિકાર ની નબળાઇ જાણીચુકેલ આખેટકે આંખ ઉલાળી કહ્યુ

‘ મને લાગે છે કે મારાજેવી બોરીંગ સ્ત્રી ની કંપની માં તમને મજા નહિ આવી હોય? ‘

“ ઓહ ફની ગર્લ !’ તું હજુ સ્ત્રી ની વ્યાખ્યા માં આવે એટલી મોટી જણાતી નથી. તારાજેવી સ્માર્ટ ,સુંદર અને નોટી ગર્લ ની કંપની માં કોઇ મુર્ખજ બોરીંગ થાય.’

‘ એમ તો તમે પણ કમ સ્માર્ટ નથી. મીઠી વાતો કરી કાલ નો કાર્યક્રમ જણાવવાનું સીફ્તતાથી ટાળી દીધુ.’

‘ કાંઇ ખાસ છે નહિ. કાલે ક્રિષ્ના અને તમારી મંડળી તો પ્રવાસે જવાનાં છોને. ક્રિષ્ના કહેતી હતી.’

‘જી રણથંભોર !, પણ અમારી કંપની માં તમે કંટાળીજાઓ એટલે ઇન્વાઇટ નથી કરતા. જોકે મારૂ નક્કી નહિ , તબિયત બરાબર નથી. હા તમે કહોતો તમને કંપની આપવા તમારા ઘેર જરૂર આવીશ. ‘’ શ્યોર.. પુછવાનું હોય ? તમારૂજ ઘર છે.. આપણે જુદાઇ જેવું ક્યાં રાખ્યુ છે. !’ યોગરાજે આમંત્રણ આપીદીધુ.’. સીરોહી નજીક આવતા કજારીકાની ઓસ્ટીન કાર દેખાઇ. ત્યાં ગાડી ઉભી રાખી, કજારીકાએ નીચે ઉતરી કહ્યુ. ‘ તમારે મોડુ થતુ હોય તો જઇ શકો છો. મારે પણ મીકેનીક આવવાનો સમય થઇ ગયો છે. ‘

યોગરાજે ગામ નજીક હોઇ વધુ ફ્લર્ટીંગ ના કરતા ગાડી દોડાવી. તરતજ કજારીકાએ પણ ઓસ્ટીન ની ચાવી કાઢી લોક ખોલી સીટ માં બેસી એન્જિન ચાલુ કર્યુ.

***