Shivling Pooja - bhakti ke vikruti in Gujarati Magazine by Ronak Trivedi books and stories PDF | શિવલિંગ પૂજા - ભક્તિ કે વિકૃતિ

Featured Books
Categories
Share

શિવલિંગ પૂજા - ભક્તિ કે વિકૃતિ

શિવલિંગ પૂજા

ભક્તિ કે વિકૃતિ?

પ્રશ્ન: હિન્દુઓ શિવલિંગની પૂજા કેમ કરે છે? શિવલિંગની પૂજા ભક્તિ નથી પણ વિકૃતિ છે.

જેના મગજમાં જ વિકૃતિ હોય તેને બધી જગ્યાએ વિકૃતિ જ દેખાય. ખાસ કરીને હિન્દુઓની નિશ્વાર્થ પૂજા પદ્ધતિમાં તેઓ વિકૃતિ જ શોધતા હોય છે. કારણ કે વિડીયો ગેમ રમ્યા કરતા હિન્દુધર્મની મજાક ઉડાવવામાં તેમને વધારે મજા આવે છે. પણ જ્યારે તેમને કટ્ટર ધર્મ સંપ્રદાયોની વિકૃત અને હિંસક માન્યતાઓના વિરોધમાં કાઈ બોલવાનું કહેવામાં આવે ત્યારે ગભરામણથી તેમના પરસેવા છુટી જાય છે.

શિવ : શિવનો અર્થ છે “કલ્યાણ”. મારા મતે શબ્દકોશમાં “કલ્યાણ” શબ્દથી ઉત્તમ બીજો કોઈ શબ્દ ન હોય શકે! હિન્દુધર્મ આખી માનવજાતનું કલ્યાણ ચાહે છે. એટલે હિન્દુધર્મમાં એક પ્રાર્થના છે, “સર્વે ભવંતુ સુખિનઃ”. હિન્દુઓની બીજી પ્રાર્થના છે, “ઓમ નમઃ શિવાય”. “ઓમ” ઈશ્વરનું મુખ્ય નામ છે. “શિવાય” એટલે કલ્યાણકારી. આથી “ઓમ નમઃ શિવાય”નો અર્થ છે કે “હું કલ્યાણકારી ઈશ્વરને નમન કરું છું.”

કોઈપણ જાતના ભેદભાવ વગર સમગ્ર માનવજાતિના કલ્યાણની વાત હિન્દુધર્મ સિવાય બીજો કોઈ ધર્મ કરતો નથી.

લિંગ: લિંગનો અર્થ છે “ચિન્હ”. સ્ત્રીલિંગ એટલે એવી વસ્તુ કે જેની સ્ત્રીરુપમાં કલ્પના થઇ શકે. ઉદાહરણ તરીકે સ્ત્રી, નદી, લતા વગેરે સ્ત્રીલિંગ છે. આવી જ રીતે પુર્લિંગ એટલે એવી વસ્તુ કે જેની પુરુષરૂપમાં કલ્પના થઇ શકે. ઉદાહરણ તરીકે પુરુષ, પહાડ, વૃક્ષ વગેરે પુર્લિંગ છે.

શિવલિંગ: શિવલિંગ એટલે એવી વસ્તુ કે જેની શિવરૂપમાં (કલ્યાણ સ્વરૂપમાં) કલ્પના થઇ શકે. એટલે કે કોઈ એવી વસ્તુ કે જેની સાથે આપણે બધાનું કલ્યાણ કરવાની આપણી ભાવનાને જોડી શકીએ.

પ્રશ્ન: જો આમ જ હોય તો શિવલિંગમાં પુરુષનું ગુપ્તાંગ કેમ છે?

વેદમાં ઈશ્વરેની સ્તંભ તરીકે કલ્પના કરવામાં આવી છે. એક એવો સ્તંભ જે બધા જ સાત્વિક ગુણો અને સત્કર્મોનો આધાર છે. એક એવો સ્તંભ કે જે મૃત્યુ અને મોક્ષ, અને સાધારણ અને મહાનતાને જોડે.

આ જ કારણે મોટા ભાગના હિન્દુ મંદિરોમાં અને હિન્દુ સસ્થાપત્ય કલામાં આપણને ઘણાં સ્તંભોનું નિર્માણ થયેલું જોવા મળે છે. જે વિકૃત લોકો શિવલિંગમાં પુરુષનું ગુપ્તાંગ જુએ છે તે લોકો રોડ પરના દરેક થાંભલામાં કે ઘરમાં રાખેલા દંડામાં પણ પુરુષનું ગુપ્તાંગ જ જોશે. આ એક માનસિક બીમારી (વિકૃતિ) છે કે જેને હાઈ વોલ્ટેજના વીજળીના ઝટકાથી જ સુધારી શકાય.

વધુમાં, યોગદર્શન શિવલિંગના આકારની અગ્નિની જ્યોતિ પર ધ્યાન કન્દ્રિત કરવાનું કહે છે. શિવલિંગ એ બીજું કાઈ નહીં પણ એક લૌકિક સ્તંભ છે. જેમ અગ્નિની જ્યોતિ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, એવી જ રીતે શિવલિંગ પર પણ ઘ્યાન કેન્દ્રિત કરી આપણી કલ્યાણકારી ભાવનાઓને તેની સાથે જોડી શકીએ છીએ. આથી જ શિવલિંગને જ્યોતિર્લીંગ પણ કહેવાય છે.

જે સ્વયમાં રહેલા અજ્ઞાનતાના અંધકારને દુર કરે અને પ્રકાશ ફેલાવે તેને જયોતિ કહેવાય છે. આદીત્યવર્ણમ્ તમસ્: પરસ્તાત્ – અજ્ઞાનરૂપી અંધકાર નહીં પણ જ્ઞાનરૂપી પ્રકાશ. શિવલિંગ પર ધ્યાન ધરવાનો યોગ સિદ્ધિનો આ માર્ગ ઘણો જ અસરકાર છે. આથી જ ભગવાન શિવને બધી જ યોગ સિદ્ધિઓનો સ્ત્રોત માનવામાં આવે છે.

પ્રશ્ન: જો આમ જ હોય તો શિવલિંગમાં સ્ત્રીનું ગુપ્તાંગ (યોની) કેમ છે?

આ પ્રશ્ન પણ માનસિક વિકૃતિનું બીજું ઉદાહરણ છે. યોનીનો અર્થ છે “ઘર”. ધ્યાન રાખો, મકાન નહીં “ઘર” કે જ્યાં આપણો કાયમી વસવાટ હોય. આ જ કારણે વિવિધ પ્રજાતિઓને “યોની” કહેવામાં આવે છે. આપણે મનુષ્ય યોનીમાં જન્મ લીધો છે. જ્યારે આપણને કોઈ બહુ ત્રાસ આપે છે ત્યારે આપણે તેને કહીએ છીએ કે જા આવતા જન્મમાં તને સુવરની યોની મળશે. મારા મતે જે વિકૃત લોકો હિન્દુઓની નિર્દોષ અને કલ્યાણકારી ભાવનાઓની મજાક ઉડાવે છે તે લોકો સુવરની યોનીમાં જન્મ લેવાને લાયક છે

દીપક પણ જ્યોતિની “યોની” છે. એટલે કે દીપક એ જ્યોતિનું ઘર છે. જ્યોતિ સળગી શકે તે માટે દીપક તેને સ્થિર આધાર આપે છે. જ્યોતિની જેમ શિવ સ્વરૂપ લૌકિક સ્તંભને પણ આધારની જરૂર રહે છે. આ શિવ સ્વરૂપ લૌકિક સ્તંભ એટલો મજબુત હોવો જોઈએ કે તે કોઈપણ વિપરીત પરિસ્થિતિઓમાં સ્થિર રહી શકે. આ શિવ સ્વરૂપ લૌકિક સ્તંભને શક્તિનો આધાર મળવો જરૂરી છે. શિવ એ લિંગ છે જ્યારે શકિત એ યોની છે. શિવ-શક્તિનો સંબંધ આ જ છે.

બીજી વ્યાખ્યાઓ:

વેદ કહે છે કે, “યત પિંડે તત બ્રહ્માંડે”. એટલે કે ઈશ્વરના જે અપરિવર્તનશીલ નિયમો સુક્ષ્મ સ્તરે કામ કરે છે તે અપરિવર્તનશીલ નિયમો વિશાળ સ્તરે પણ કામ કરે છે.

જીવનમાં દરેક ક્ષેત્રોમાં આ સનાતન નિયમ લાગુ પડે છે. યત પિંડે તત બ્રહ્માંડેનાં સિદ્ધાંતને સમજવા માટે લોકોએ ઘણી વાર્તાઓ બનાવી છે. પણ આ બધા જ્ઞાનનું મૂળ છે વેદ. અને વેદ જ્ઞાનને વ્યવહારમાં ઉરાતાવાનો રસ્તો એટલે યોગ. પુરાણ અને બીજા ગ્રંથો આ સિદ્ધાંતને જુદી-જુદી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે.

શિવ-શક્તિનો આ સંબંધ સસારના દરેક વિનાશ અને સર્જનનો આધાર છે. જ્યારે શિવ-શક્તિનો સંગમ થાય છે ત્યારે સર્જન થાય છે. જ્યારે શિવ-શક્તિ છુટા પડે છે ત્યારે વિનાશ થાય છે.

આપણે જોઈએ છીએ કે શક્તિ સ્ત્રીસ્વરૂપ છે. સ્ત્રી પોષણ અને સ્થિરતા પ્રદાન કરે છે. માતા આપણને સ્થિરતા અને પોષણ આપવાનું ગર્ભમાં જ શરુ કરી દે છે. આ સ્થિરતાને કારણે જ પુરુષ ઉધ્ધ્મી બની શકે છે. આ જ કારણે ભારત દેશમાં તુલસી, ગંગા, ગાય વગેરેને માતા કહેવામાં આવે છે.

જો આ સિદ્ધાંતે તમને પ્રભાવિત કર્યા હોય તો તેનો લાભ લો. તમારું મનોબળ અને આત્મબળ વધારો. યોગ પણ આમ જ કહે છે.

અને જો આ સિદ્ધાંતો સમજવા માટે તમારી બુદ્ધિનો વિકાસ હજુ ન થયો હોય તો, બીજું કંઈપણ પણ કરો, પણ હિન્દુ પૂજા પદ્ધતિની મજાક ઉડાવવાનું બંધ કરો.

પ્રશ્ન: પણ શિવ મહાપુરાણમાં ઘણી અશ્લીલ વાર્તાઓ છે તેના વિષે શું?

કુરાન, હદીસ અને ઓલ્ડ ટેસ્ટીમેન્ટની વાર્તાઓ વિષે શું? સામ્યવાદી નેતાઓના અંગત જીવનની અશ્લીલ વાર્તાઓ વિષે શું? વેદમાં જે શિવ-શક્તિ અને શિવલિંગનો સિધ્ધાંત છે તેને ચેલેન્જ કરવાની તાકાત છે? કોઈ શિવ ભક્તને ચેલેન્જ કરવાની તાકાત છે? એક સામાન્ય હિન્દુ શિવલિંગની પૂજા કર્યા બાદ કયું કુકર્મ કરે છે? શું શિવભક્ત ક્યારેય એવું કહે છે કે, “જે શિવલિંગ પર દૂધ નહીં ચઢાવે તે બધા નર્કમાં જશે.” ઈશ્વર પ્રત્યેની તેની શ્રધા અંગત છે. કોઈની અંગત અને અહિંસક ભાવનાઓમાં માથું મારવાની શી જરૂર?

શિવ મહાપુરાણમાં શિવ-શક્તિના સંબંધને સમજાવતી ઘણી વાર્તાઓ છે. શિવ મહાપુરાણમાં ઐતિહાસિક વાર્તાઓ પણ છે. આમાંની કેટલીક વાર્તાઓ ધણી સારી છે. જ્યારે ઘણી વાર્તાઓ સમજવામાં મુશ્કેલ છે. કેટલીક વાર્તાઓમાં મિલાવત પણ થયેલી છે. આથી પુરાણો કહે છે કે, “જે વેદ અનુસાર હોય તેનો જ સ્વીકાર કરવાનો અને બાકીનો ત્યાગ કરવાનો.” જાણતા અજાણતા હિન્દુ પણ આમ જ કરે છે.

એ વાત સાચી છે કે, હિન્દુઓને શિવ-શક્તિના આ સિદ્ધત અને વેદના અમુલ્ય જ્ઞાનને જાણવાની જરુરુ છે કે જેથી કરને તે પોતાના ધર્મની રક્ષા કરવામાં સક્ષમ બની શકે. પણ હિન્દુઓને પોતાના ધર્મનું બરાબર જ્ઞાન નથી તેનો અર્થ એ નથી કે શિવલિંગની ઉપાસના કરીને હિન્દુઓ કોઈ ગુનો કરી રાખ્યાં છે.

પ્રશ્ન: પણ શિવલિંગ પર દુધનો આટલો બધો બગાડ કેમ કરવાનો?

જે લોકોને શિવલિંગ પર થતા દૂધના બગાડની ચિંતા છે તેમાંથી મોટા ભાગના લોકો ગાયને મારીને બનતા લેધરની વસ્તુઓનો પ્રયોગ કારનાર, પાણીનો બગાડ કરીને બતની પેપ્સી જેવા પીણાનું સેવન કરનારા અને નાઈટ લાઈફ જીવતા ઐયાસ લોકો છે. “ઓ માય ગોડ” મુવીમાં પણ શિવલિંગ પર થતા દૂધના બગાડને મોટી ત્રાસદી તરીકે બતાવવામાં આવી હતી. આ લોકો જ ભારતના સૌથી ઐયાસ લોકો છે. જો આ બધા લોકો મોઘી બ્રાંડના કપડા પહેરવાને બદલે પોતાના મહોલ્લાના દરીજી પાસેથી કપડું લઈને પહરે તો કેટલી બધી બચત થાય. બીજાને સલાહ આપતા પહેલા પોતાના જીવનમાં તેનો અમલ કરવો પડે!

વેદમાં સહત્રધારાનો સિધ્ધાંત છે. (અથર્વવેદ ૧૦/૧૦). અમૃતની હજારો ઘરાઓ સ્તંભને પોષણ આપે છે. વેદમંત્રોમાં ગાયને સહત્રધારાનો સ્ત્રોત માનવામાં આવી છે. દૂધ અમૃત છે. આથી શિવલિંગ પણ ચઢાવવામાં આવતું દૂધ આ સહત્રધારાના સિધ્ધાંતનું પ્રતિક છે.

દૂધ ચઢાવવાનો અર્થ એ પણ છે કે અમે આ શિવ-શક્તિના સંયોગને (સર્જનને) બને તેટલું બધું જ સમર્પિત કરીશું. આ દેવ-માનવ સંબંધ જેવું છે. એટલે કે “તેરા તુજ કો અર્પણ”. શિવ-શક્તિ આપણને પોષણ અને સ્થિરતા આપી આપણું કલ્યાણ કરે છે. અને બદલામાં આપણે જે કાઈ પણ આપી શકીએ તે આપવાનો પ્રયત્ન કરીએ છીએ.

શિવ-શક્તિ ઉપાસના આપણું મન ભક્તિથી ભરી દે છે. આપણા સુષુપ્ત વ્યક્તિત્વને ફરીથી જગાડે છે. અને આપણને સત્યના માર્ગ પર ચાલતા રહેવાની પ્રેરણા આપે છે.

શિવનું એક સ્વરૂપ “રુદ્ર” પણ છે. શિવ ભોળો છે તો ભયંકર પણ છે. શિવ સાથે દગો કરવથી તેનું રુદ્રસ્વરૂપ પણ જોવું પડશે. શિવ આપણું કલ્યાણ કરે છે. આથી આપણે દૂધ વડે શિવલિંગની પૂજા કરી શિવનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ ચક્ર ચાલતું રહે છે.

વધુમાં, કોઈ હજુ સુધી એવું સાબિત નથી કરી શક્યું કે હિન્દુઓના શિવલિંગ પર દૂધ ચઢાવવાથી દેશમાં ગરીબી અને ભૂખમરો વધે છે. ગૌમાંસ અને મીટનું ઉત્પાદન દુનિયામાં ભૂખમરાનું મોટું કારણ છે. પેટ્રોલના ધુમાડા અને પ્લાસ્ટિકની થેલીઓનો અનહદ પ્રયોગ પ્રદુક્ષણનું કારણ છે. બીજી એવી ઘણી મોટી સમસ્યાઓ છે કે જેનો ઉકેલ નહીં આવે તો દેશ અને દુનિયામાં ગરીબી, ભૂખમરો, પ્રદુષણ અને અપરાધ વધતા જ રહેશે.

તમે લોકો પૈસા, ઉર્જા અને સંસાધનોને ઐયાસીમાં ઉડાવી તેને બરબાદ કરો છો. જ્યારે હિન્દુ દૂધ જેવા અમૃતનો ઉપયોગ ઐયાસી જેવી પ્રાણી વૃત્તિમાંથી પોતાને મુક્ત કરવામાં અને કલ્યાણકારી ઈશ્વર તરફ સ્વયંને વળવામાં કરે છે. આમ કરી હિન્દુઓ તેની બુદ્ધિ અને મન શુદ્ધ રહે છે અને આથી તેનો વધુ ઘન-સંપતિ અને સંસાધનોને ઉત્પન્ન કરી શકે છે.

હિન્દુ માને છે કે ઘન-સંપતિની કોઈ સીમા નથી. આથી હિન્દુ ઘન-સંપતિનો પ્રયોગ પોતાના અને સમાજનાં ઉત્થાન માટે કરે છે. અને આમ કરી તે વધારે ધનિક બને છે. આથી તમે જોશો કે મંદિરો અને ગુરુદ્વારાઓમાં અઢળક ડોનેશન આવે છે અને મંદિરો રોજના લાખો લોકોને મફતમાં જમાડે છે.

સામાન્ય હિન્દુ દરેક પૂજા પદ્ધતિમાં પોતાનું અને સમાજનું કલ્યાણ જુએ છે. ભલેને તેને પૂજા પદ્ધતિ પાછળનું વૈજ્ઞાનિક અને વૈદિક કારણ ખબર ન હોય. ભાગ્યેજ કોઈ એવો હિન્દુ હશે કે જેણે શિવપુરાણ વાચ્યું હશે. તે માત્ર મંદિરમાં જાય છે અને શિવને તેની ભાવનાઓ સમર્પિત કરે છે. આમ હિન્દુ તેના વ્યવહારમાં શિવલિંગ પરની બધી જ જુઠી અને અશ્લીલ વાર્તાઓને નકારે છે.

હિન્દુ માને છે કે સત્યની શોધના અને ઈશ્વર પ્રાપ્તિના જુદાં-જુદાં રસ્તાઓ હોય છે. આથી જ હિન્દુધર્મમાં ઘણી પૂજા પદ્ધતિઓ જોવા મળે છે. હિન્દુ બધી જ પૂજા પદ્ધતિઓમાં સ્વયં અને સમાજના કલ્યાણની વાત કરે છે. પૂજા પદ્ધતિઓ વિષે ફેલાયેલી અશ્લીલ વાતોમાં તેને કોઈ રસ નથી. આવી અશ્લીલ વાર્તાઓને હિન્દુધર્મમાં કે હિન્દુઓના વ્યવહારમાં કોઈ સ્થાન નથી!

નોંધ: દરેક સાચા હિન્દુએ હિન્દુ પૂજા પદ્ધતિ પાછળની વૈજ્ઞાનિકતા અને વૈદિક સિદ્ધાતોને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ, કે જેથી કરીને ફાલતુ લોકો હિન્દુધર્મ પર આંગળી ઉઠાવી ન શકે.

***