સીમા ના લગ્ન ને એક વર્ષ થવા આવ્યું, પણ આજ સુધી એનો એક દિવસ પણ એવો નથી ગયો જેમાં એને સાગર ના મમ્મી પાપા વિશે સાગર પાસે ચાડી ન ખાધી હોય. હવે સીમા ને એમની સાથે રહેવું અસહ્ય લાગતું હતું, એને સાગર સાથે એ ઘર છોડી દેવા નું મન બનાવી લીધું હતું.
સાંજે સાગર ઓફીસ એ થી ઘરે આવ્યો, મમ્મી દરવાજા પાસે રાહ જોઈ ને ઉભા હતા,...સાગર ની આવતા ની સાથે જ મમ્મી એની સાથે વાતો માં લાગી ગયા,અને અંત માં કહ્યું "બેટા સીમા સવાર ની ખાધપીધાં વિના ની રૂમ માં બંધ થઈ ને બેઠી છે...."
સાગર દોડતો રૂમ પાસે પહોંચ્યો, દરવાજો લોકડ હતો, સાગર એ દરવાજો ખટખટાવ્યો, અને બોલ્યો,"સીમા દરવાજો ખોલ....ચાલ ફટાફટી..."
અંદર થી કાંઈ અવાજ ન આવ્યો....
સાગર એ ફરી દરવાજો ખટખટાવ્યો..."સીમા પ્લીઝ દરવાજો ખોલ મારે તારી સાથે વાત કરવી છે મહત્વ ની....પ્લીઝ સીમા...."
થોડી ક્ષણો પછી દરવાજો ખુલ્યો સીમા દરવાજો ખોલી પાછી બેડ પાસે જઈ અને બેસી ગઈ...
સાગર દોડતો અંદર આવ્યો...."આ શું, નાના છોકરા ની જેમ રિસાઈ ને બેઠી છે તું....અને કઈ વાત પર એ તો કહે......"
સીમા કાંઈ બોલવા જઇ એ પેહલા સાગર બોલી ઉઠ્યો...."ચાલ છોડ એ બધું, સમાન પેક કરવા ની તૈયારીઓ શરૂ કરી દે, આપણે નવો ફ્લેટ લીધો છે ત્યાં શિફ્ટ થવા નું છે......"
"બધા એ શિફ્ટ થવા નું છે ને...?"સીમા મોઢું બગાડતા બોલી...
સાગર સીમા સામે જોઈ થોડું હસ્યો..., પછી સીમા પાસે બેસી એનો હાથ પકડી ને બોલ્યો,"બધા એ નહીં,આપણે....."
સીમા..."મતલબ"
"આપણે મતલબ શું હોય સીમા..?"
સાગર સીમા ના ગાલ પર બંને હાથ રાખતા બોલ્યો..."આપણે એટલે આપણે જ સીમા......"
સીમા સાગર ને ભેટી પડી....અને બોલી,"થેંક્યું સાગર થેંક્યું સો મચ..."
.....સાગર ઉભો થયો અને કહ્યું, "ચાલ તું મહત્વ નો બધો સામાન પેક કરી દે..., વધારા નો સમાન બીજી બેગ માં પેક કરી દે....,જે મહત્વ નું છે એ જ આપણે નવા ફ્લેટ પર લઈ જશુ...."
સીમા બેગ પેક કરવા માં લાગી ગઈ.…
થોડા સમય પછી સાગર સીમા માટે જ્યુસ અને નાસ્તો લઈ આવ્યો...અને કહ્યું "ચાલ આ ફટાફટી ખતમ કર આપણે જવા નું છે,"
"ક્યાં ?" સીમા બોલી પડી....
સાગર સમાન સમેટતા બોલ્યો,"આ વધારો નો સમાન દાન કરવા....."
સીમા નાસ્તો કરતા બોલી,"પણ ક્યાં અને કેમ....?"
સાગર બોલ્યો,"અરે તું સવાલ બહુ કરે.....ચાલ ને યાર...જલ્દી કર...હું આ વધારા ના સમાન ની બેગ ગાડી માં મૂકી આવું...."
નાસ્તો કરી સીમા અને સાગર નીકળી પડ્યા....
સાગર એ અડધો કલાક ગાડી ચલાવ્યા બાદ એક મોટા ગેટ સામે ઉભી રાખી, સીમા એ ગેટ ઉપર મોટા અક્ષરો થી લખેલ નામ જોર થી વાંચ્યું..."સ્વર્ગ વૃદ્ધાઆશ્રમ....."
સાગર ગાડી ની નીચે ઉતર્યો, અને બેગ બહાર કાઢવા લાગ્યો...,સીમા દોડતી નીચે ઉતરી અને સાગર પાસે પહોંચી ને બોલી,"આ ઓલ્ડએજ હોમ માં મને કેમ લઈ આવ્યો?"
સાગર બેગ બહાર કાઢતા બોલ્યો,"અરે બેબી....અહીંયા ના બધા વૃદ્ધઓ ને હું દર અઠવાડિયે મળવા આવું છું, આજે થોડું લેટ થઈ ગયું,એટલે તને પણ સાથે લઈ આવ્યો..., હવે થી દર અઠવાડિયે આપણે બંને આવીશું...."
સીમા સાગર સામે જોઈ ઉભી હતી...ત્યાં સાગર બોલ્યો,"ચાલ બેગ ઉપાડવા માં મારી મદદ તો કર"...
બંને અંદર પહોંચ્યા... ત્યાં જ સાગર ને જોઈ અંદર રહેતા બધા લોકો ખૂબ ખુશ થઈ ગયા....
60 -65 થી કરી 80-90 વર્ષ સુધી ની દસ બાર મહિલાઓ અને પાંચ સાત પુરૂષો ત્યાં રહેતાં હતા....
બધા સાગર ને જોઈ ખુશ થઈ ગયા...અને સાગર વારાફરતી બધા ને ગળે મળ્યો....
સીમા દૂર ઉભી ઉભી જોતી હતી.....
સાગર અને બધા વૃદ્ધઓ વાતો માં લાગી ગયા...ત્યાં જ સાગર બોલ્યો..."જુઓ આ મારી પત્ની સીમા છે...."
ટોળા માંથી એક વૃદ્ધ મહિલા સીમા પાસે આવ્યા...સીમા ના માથે હાથ ફેરવ્યો.અને પછી એનો હાથ પકડી આગળ બધા પાસે લઈ આવી....સીમા ચૂપ હતી....
ત્યાં જ બીજી વૃદ્ધ મહિલા બોલી, "તું ખૂબ ભાગ્યશાળી છે દીકરી કે સાગર તને જીવન માં હમસફર તરીકે મળ્યો...., ખૂબ સારો છોકરો છે..."
ત્યાં જ એક વૃદ્ધ પુરુષ આગળ આવ્યા અને બોલ્યા, "ના લલિતા બેન, આપણો સાગર લકી છે કે એને આવી સારી જીવનસાથી મળી..., જે સાગર ને અહીંયા આવતા રોકતી નથી અને વધુ માં એની સાથે અહીંયા આવે પણ છે...."
ત્યાં સાગર બોલ્યો,"અને હવે હંમેશા મારી સાથે એ અહીંયા આવશે....તમારા બધા પાસે....
"કેમ આવીશ ને સીમા ?" સાગર સીમા તરફ જોઈ બોલ્યો....
સીમા એ મોઢું હલાવી હા પાડી.....
ત્યાં જ લલિતા બેન ફરી બોલી પડ્યા...,"કાશ મારી વહુ સીમા તારા જેવી હોત બેટા.... નામ એક છે પણ....એમની આંખો માં પાણી આવી ગયા....
સીમા એમની સામે જોઈ રહી....
ત્યાં એ ફરી બોલ્યા,"ના બેટા, હું એને કોશતી નથી...,આવી રીતે ના જો મારી સામે...બસ તમારા જેવા જુવાનિયા ને અહીંયા અમારી પાસે આવી સમય વિતાવતા જોઈ ખુશી સાથે સાથે નજીવું દુઃખ થાય કે અમારી પરવરીશ થોડી કાચી પડી....."
સીમા લલિત બેન પાસે આવી ને માંડ બોલી,"એ કેમ તમને અહીંયા છોડી ગયા ?"
ત્યાં જ પેલા વૃદ્ધ પુરુષ બોલ્યા,"હવે એમના દીકરા ને મા ના પ્રેમ ની જરૂર નહતી...., અને એની પત્ની ને પ્રાઇવસી ની જરૂર હતી....,
બેટા સ્વર્ગ વૃદ્ધાશ્રમ માં આવેલ દરેક નું કારણ એવું જ કંઈક હોય છે, વધુ ફર્ક નથી હોતો....
ત્યાં જ 80 વર્ષ ની આજુ બાજુ ના એક મહિલા ઉભા થઈ અને આગળ આવતા બોલ્યા,
"દરેક દીકરા વહુ ખરાબ નથી હોતા, અને દરેક સાસુ સસરા સારા નથી હોતા...."
"પણ જે ખરાબ હોય છે એ ઘર માં ટકી જાય છે,અને સારા હોય છે એ સ્વર્ગ માં આવી વસી જાય છે"
સીમા ની આંખો માં પાણી હતા.... ત્યાં જ લલિતા બેન બોલ્યા, "ઓહ્હહ સાડા નવ વાગી ગયા, ચાલો આજે તમે બંને અહીંયા જ જમી લો...."
સાગર અને સીમા માની ગયા, સાડા દસ વાગ્યા....એક કલાક બધા એ જમતા જમતા ઘણી વાતો કરી,....ત્યાર પછી સાગર અને સીમા એ સ્વર્ગ માંથી બધા ને આવજો અને જય શ્રી કૃષ્ણ કહી બહાર નીકળ્યા....
બહાર જતા હતા ત્યાં જ લલિતા બેન એ સીમા ની બોલાવી.... સીમા એમની પાસે પહોંચી ત્યારે તેમને સીમા ના કપાળે ચુંબન કર્યું....અને હાથ માં 100 રૂપિયા મુક્યા.., સીમા એ લેતા અચકાઈ ત્યારે એ બોલ્યા,"બેટા લઈ લે, પેહલી વખત અમારા ઘરે આવી છો,..
સીમા તુરંત એમને પગે લાગી....અને લલિતા બેન ની આંખો માં આંશુ આવી ગયા....
***
સીમા બહાર ગાડી માં ચૂપ ચાપ બેઠી હતી, સાગર એની પાસે ની સીટ માં બેઠો બેઠો સીમા ને સામે જોતો હતો,....
સીમા બોલી,"માતા પિતા એના દીકરા વિના આટલા અધૂરા રહેતા હશે, મેં પેહલી વખત અનુભવ્યું...." કારણકે ક્યારેય મારા મોમ ડેડ એ મને આવો પ્રેમ કર્યો જ નથી...., એ એમની લાઈફ માં બિઝી છે, અને બાળપણ થી હું હોસ્ટેલ માં જ રહી છું....તો આવો પ્રેમ મેં ક્યારેય જોયો પણ નથી અને અનુભવ્યો પણ નથી...."
સાગર એ એનો હાથ સીમા ના હાથ પર રાખતા બોલ્યો,"શાયદ એટલે જ તને મારા માતા પિતા નો પ્રેમ રાશ નથી આવતો..., તું એકલી રહી છો આટલા વર્ષો થી, એટલે તને પ્રેમ ની પાછળ છુપાયેલ, ચિંતા, નાની રોકટોક બધું ખટકે છે....., પેહલા થી જ તે મારા માતા પિતા માં તારા માતા પિતા ને શોધ્યા છે....., પણ એવું નથી....સીમા, મારા માતા પિતા એ તને દિલ થી અપનાવી છે, બસ તું દિમાગ લગાવી ને બેઠી છે..."
સીમા ની આંખો માં આંશુ આવી ગયા...
સાગર ઉમેરતા બોલ્યો.."આજે આખો દિવસ તું તારા રૂમ માં લોકડ બેઠી હતી કાંઈ ખાધા પીધા વિના ની તો, બહાર મમ્મી પાપા એ પણ કાંઈ ન મોઢા માં નહતું નાખ્યું..., અને ઓફીસ એ થી આવતા ની સાથે, આંખો માં પાણી પણ મોઢા માં ખોટી તસ્સલી દેતી સ્માઈલ....લઈ મમ્મી બોલી,"બેટા જો સીમા ને અહીંયા ન ફાવતું હોય તો તમે બંને ફ્લેટ માં શિફ્ટ થઈ શકો છો....અમને કંઈ પ્રોબ્લેમ નથી....."
એ સાંભળી સીમા ની આંખો માંથી આંશુ વહેવા લાગ્યા....અને બોલી,"મને માફ કરી દે સાગર.."
સાગર એને ભેટી પડ્યો....અને સીમા ને આવી રીતે રડતા જોઈ એની આંખો માં પણ પાણી આવી ગયા....
સાગર એ ગાડી ઘર તરફ દોડાવી....
ઘર ની બહાર ગાડી પાર્ક કરી, સાગર નીચે ઉતર્યો પણ સીમા ન ઉતરી....સાગર સીમા પાસે પાછો બેઠો...અને કહ્યું,"અંદર ચાલ સીમા...."
સીમા ભારી આંખો અને અવાજ સાથે બોલી,"હું એમને ફેસ નહિ કરી શકું,એમની સામે જવા ની હિંમત નથી મારા માં...."
સાગર એ સીમા ને હાથ પકડી ગાડી ની બહાર કાઢી....અને અંદર લઈ ગયો, સીમા ની આંખો નીચે ઝુકેલી હતી....
મમ્મી પાપા સામે આવી સાગર અને સીમા ઉભી ગયા....
સીમા ની આંખો માંથી આંશુ ટપક્યું....મમ્મી એ જોઈ ગઈ....સીમા ના ઝુકેલ મોઢા ને મમ્મી એ પ્રેમ થી એના હાથો વડે ઊંચું કર્યું....
સીમા ની આંખો લાલ થઈ ગઈ હતી, અને એમાં પશ્ચાત્યાપ દેખતો હતો....મમ્મી કાંઈ બોલ્યા વગર એને ગળે વળગી પડ્યા....ત્યાં સીમા રડતા રડતા બોલી "સોરી મમ્મી......"
સાસુ વહુ નું મા દીકરી જેવું મિલન જોઈ, સાગર અને એના પાપા બંને ની આંખો ભરાઈ આવી......
***