...Ane off the Record - Part-20 in Gujarati Adventure Stories by Bhavya Raval books and stories PDF | ...Ane off the Record - Part-20

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

...Ane off the Record - Part-20

.... અને ....ઑફ ધી રેકર્ડ

(પ્રકરણ ૨૦)

* લેખક :ભવ્ય રાવલ *

E-mail: ravalbhavya7@gmail.com




© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

લેખકનો પરીચય

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકાથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ.... જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ / મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા - ‘....અને’ - ઑફ ધી રેકર્ડ

‘....અને’ - ઑફ ધી રેકર્ડ

સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન....

રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા....

વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.

‘....અને’ બીજું ઘણું બધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં.... ભવ્ય રાવલની કલમે....

મ્રટ્ઠદૃઅટ્ઠ ઇટ્ઠદૃટ્ઠઙ્મ

ટ્ઠિદૃટ્ઠઙ્મહ્વરટ્ઠદૃઅટ્ઠ૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

* .... અને .... ઑફ ધી રેકર્ડ (પ્રકરણ ૨૦) *

....અને સત્યાને રાજકોટના ન્યાયાલયમાં હાજર કરવામાં આવી.

સરકારી-ખાનગી વકીલ, પોલીસ ઓફિસર્સ. મીડિયા પર્સન્સ, સુદર્શન અખબારનાં કર્મીઓ અને વિબોધ જોષી મર્ડર કેસ સાથે સંબંધિત લોકોથી કોર્ટરૂમ પૂરો ભરચક થઈ ગયો હતો. કોર્ટરૂમ બહાર પણ કેસ સાથે નિસબત ન ધરાવતા દેશ-દુનિયાનાં માણસો આતુરતાથી નાના-મોટા મીડિયા મારફત વિબોધ જોષી મર્ડર કેસની જાણકારી મેળવવા જોડાઈ ચૂક્યા હતા.

નવ નિયુક્ત જજ સાહેબ કોર્ટરૂમમાં હાજર થયા. ત્યાં ઉપસ્થિત સૌ કોઈએ પોતપોતાની જગ્યા પર ઊભા થઈ તેમને માન અર્પણ કર્યું.

‘કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવે.’

અચાનક જ સત્યાની નજર સરકારી વકીલ પર ગઈ. સરકારી વકીલને જોઈ સત્યાનાં ભવા તંગ થઈ ગયાં, આંખો ઝલઝલાવા લાગી. એ મનોમન ઉચ્ચારવા લાગી, ‘નતાશા? નતાશા સરકારી વકીલ? પૂછપરછ દરમિયાન મારૂં મોઢું ન ખોલાવી શકનાર ખાખી વર્દીવાળા સાલા ખાખી કુત્તાઓએ ચાલ ચાલી નતાશાને મારી પાસે આરોપી બનાવીને મોકલી અને વિબોધના મર્ડર વિશેની વાત જાણવાની કોશિશ કરી. ઓહ ગોડ...’

વેર, પ્રતિશોધ, ગદ્દારી, બેવફાઈ અને નાઈન્સાફીની ભભૂકતી આગથી સત્યા સળગી ઊઠી. ગુસ્સાથી એ છલકાઈ મુઠઠીવાળી દાંત પીસવા લાગી.

સત્યા જેવી કુનેહબાજ સ્ત્રીથી ગફલત થઈ જવી એનો મતલબ એ હતો કે, જિંદગીની શતરંજમાં કોઈક મોટી શહ આપી રહ્યું હતું. એ ચિલ્લાઈ,

‘જજ સાહેબ આ સરકારી વકીલ નહીં નતાશા છે.’

‘આ નતાશા નહીં પબ્લિક પ્રોસિક્યુટર નેહા અરોરા છે.’

‘વ્હોટ નોનસેન્સ...’

કોર્ટરૂમમાં ગણગણાટ થવા લાગ્યો.

‘ઓર્ડર.... ઓર્ડર....’

નેહાએ સત્યાની સામે લુચ્ચું શૈતાની સ્મિત કરી જજ સાહેબને કહ્યું, ‘માનનીય જજ સાહેબ, પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી વિબોધ જોષી મર્ડર કેશની ચાર્જશીટ રજૂ કરતાં પહેલા હું કેટલીક બાબતો રજૂ કરીશ. જે નામદાર કોર્ટ અને અહી ઉપસ્થિત સૌ કોઈ માટે જાણવી જરૂરી છે. મને તથ્ય રજૂ કરવા માટે પરવાનગી આપશો.’

‘પરવાનગી છે.’

સત્યાનાં ચહેરા પર તણાવની રેખા ખેંચાઈ તેનો ચહેરો લાલ થઈ ગયો. સરકારી વકીલ મારફત ઘટનાઓને એક વક્રદૃષ્ટિથી ઉપસાવી રજૂ કરવાની અમાનુષી વૃત્તિ શરૂ થઈ.

‘આ સત્યાની મેડિકલ રિપોર્ટ છે.’ નેહા અરોરા પોતાની લાલ ફાઇલમાંથી એક સફેદ કવર કાઢી જજ્જ સાહેબનાં ટેબલ પર ધરે છે. જજ્જ સાહેબ કવર ફાડી સત્યાની મેડિકલ રિપોર્ટ વાંચે છે.

નેહાએ કડક અવાજમાં કહ્યું, ‘સત્યા મેન્ટલ ડિસઓર્ડર છે. જી... હા.’

કોર્ટરૂમમાં ફરી ગણગણાટ શરૂ થયો.

‘ઓર્ડર... ઓર્ડર...’

સત્યા ન્યાયની દેવીની મૂર્તિ તરફ જોઈ રહી. આંખે કાળી પટ્ટી બાંધેલી ન્યાયની દેવીનાં અધર કરેલા એક હાથમાં ત્રાજવું જુલતું હતું.

‘સત્યાનું વાત-વાતમાં ચિડાય જવું, અકારણ હસવું, વિચિત્ર અને વાહિયાત ગેરવર્તન, લગાતાર સિગારેટ પીવી. મરેલી વ્યક્તિને જીવીત સમજવી. કમિશ્નર કચેરીમાં પોલીસ જમાદારનું અપમાન, જેલની અંદર મહિલા વોર્ડન પર હુમલો... બહુ લાંબુ લીસ્ટ છે અને હમણાં જ તમારી સમક્ષ નેહાને નતાશા કહેવી. આ વાત પુરવાર કરે છે સત્યાનું મન અને મગજનું સમતોલપણું સ્થિર નથી. એ અસ્થિર છે.’

ન્યાયની દેવીની જડ ઊભેલી મૂર્તિ બાદ સત્યાની નજર ફરીને જજ સાહેબની બેઠક પાછળની દિવાલ પર ટિંગાડેલી ગાંધીજીની હસતાં ચહેરાવાળી તસવીર પર પડી અને ત્યાં આગળ એક તકતીમાં સોનેરી અક્ષરે કોલરેલું લખ્યું હતું : સત્યમેવ જયતે....

સત્યાએ પોતાની જગ્યા પરથી દોડીને નેહા અરોરાને લાફો મારી તેના વાળ ખેંચ્યા, ‘જુઓ જજ સાહેબ, અહીં ઉપસ્થિત તમામ વ્યક્તિ જોઈ શકશે. આ વ્યક્તિ માનસિક અસ્થિર છે.’

‘ઓર્ડર.... ઓર્ડર....’

મહિલા પોલીસ અધિકારીઓએ નેહાને સત્યાની પકડમાંથી છોડાવી.

‘બ્લડી.... બીચ.... સ્ક્રાઉન્ડ્રલ....’

સત્યાની ચીસો સામે નેહાનો અવાજ પણ ગતિથી ફાટયો.

‘આટલું જ કાફી નથી નામદાર સાહેબશ્રી, સત્યાનાં બ્લડમાંથી હાઈ પરસેન્ટમાં આલ્કોહોલ મળી આવ્યું છે. આરોપીની હાલત તપાસતા આ કેસની ચાર્જશીટ હંગામી ધોરણ સુધી મુલતવી રાખી આરોપીને માનસિક સ્વાસ્થ કેન્દ્રમાં મોકલવામાં આવે એવી અરજ છે. ધેટ્‌સ ઓલ માય ઓનર....’

કોર્ટરૂમમાં ગણગણાટ વધ્યો. સત્યાનાં બાવળાં મહિલા પોલીસ અધિકારીઓએ કસીને મજબૂત રીતે પકડેલાં હતાં તેમ છતાં સત્યા પકડમાં આવતી ન હતી. એ ઊછળતી-કૂદતી જબરદસ્ત પ્રયત્નો કરી પોતાને છોડાવવાની કોશિશ કરતી હતી. ‘રાસ્કલ.... વિબોધ કોઈને નહીં છોડે. વિનાશ દૂર નથી હવે....’

‘તમામ બાબતો અને આધાર પુરાવાને ધ્યાનમાં લેતા ઉપરાંત વિબોધ જોષી મર્ડર કેસની એકમાત્ર મુખ્ય આરોપી સત્યા શર્માની માનસિક સ્થિતિને ધ્યાનથી જોતાં કોર્ટ હુકમ કરે છે કે, પોલીસ ડિપાર્ટમેન્ટ સત્યાને માનસિક સ્વાસ્થ કેન્દ્રમાં મોકલે. સત્યા શર્માની માનસિક સ્થિતિ સ્થિર થયા બાદ કેસની ચાર્જશીટ સાથે આ ખટલો આગળ વધશે. ત્યાં સુધી આ ખટલાની કાર્યવાહી અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરવામાં આવે છે. ધી કોર્ટ ઈસ......’

સત્યાને જબરદસ્તીથી ખેંચીને કોર્ટરૂમ બહાર લાવવામાં આવી. એ ન્યાયાલયનાં પગથિયાં ઉપર ઢસડાઈને પડી. એક તરફ પોલીસનો કાફલો, બીજી તરફ મીડિયાનાં માણસો, ત્રીજી તરફ વિબોધનાં ચાહકો અને સત્યાના સાથીદારો....

ન્યાય મંદિરનાં પ્રટાંગણમાં ધક્કામૂકી સર્જાય ગઈ. એક વ્યક્તિએ સત્યા પર પથ્થર ફેંકયો. સત્યાનાં માથામાંથી લોહીની ધાર થઈ. કોઈક પથ્થર ફેંકનારને ગાળો બોલ્યું. અંદરો અંદર જપાજપી સર્જાઈ ગઈ. વીફરેલા લોકોને શાંત પાડવા અને સત્યાને કોર્ટમાંથી ખસેડી જવા પોલીસે લાઠી ચાર્જ શરૂ કર્યો.

સત્યા મહિલા પોલીસકર્મીની પકડ છોડાવી ભાગી તો પોલીસ અધિકારીએ તેના પર પણ લાકડીઓ વરસાવી. સત્યા જમીન પર પછડાઈ. રાડો પાડીને ચિલ્લાઈ.

‘વિબોધ...... વિ......બો......ધ.........’ માથામાંથી લોહી વહેતું ગયું. સત્યાનો ચહેરો પસીનાદાર થઈ ગયો. આખું શરીર કંપી એક નિઃશ્વાસ મુકાઈ ગયો. નાસભાગ વચ્ચે સત્યાએ હોંશ ખોઈ નાંખ્યા.

ઝખ્મી, બેહોંશ હાલતમાં સત્યાને મેન્ટલ હોસ્પિટલમાં લાવવામાં આવી.

નિદાન અને ચિકિત્સાના બહાના હેઠળ સત્યાને હેવી ડોઝ સ્લીપિંગ પિલ્સ અને ઈન્જેક્શન અપાતા ગયા. સ્ટ્રોંગ ઈલેક્ટ્રીક શોક્સને કારણે સત્યા શૂન્યમનસ્ક ખામોશીની આવરણમાં ગરકાવ થતી ગઈ.

સત્યાને દિવસભર બાંધી રાખવામાં આવતી, કોઈ સાથે તેને મળવા દેવામાં આવતી ન હતી. મીડિયાએ પણ ધીમેધીમે વિબોધ જોષી મર્ડર કેસનાં ન્યૂસને કવરેજ આપવાનું ઓછું કરી નાંખ્યું.

કેલેન્ડરમાં બદલાતી તારીખની સાથે સત્યાની તેજસ્વી આંખોની આસપાસ કાળાં કૂંડાળા જામી ગયા. તેનું માંસલ શરીર ફિક્કું પડી બદનમાં ભરપૂર થકાવટ રહેવા લાગી. હાથ-પગના નખ વધી ગયા. માથાનાં વાળ વિખરાયેલા રહેતા અને સિગારેટ છેલ્લા કેટલા અઠવાડિયા, દિવસો, કલાકોથી પીધી ન હતી એ યાદ નથી. એ શાંત અને ચૂપચાપ ઘાયલ પ્રાણીની જેમ દિવસભર ગુમસુમીનાં વમળોમાં ચકરાયા કરતી, એક અંધારા ઓરડામાં બંધ બારીની તિરાડમાંથી પાતળી રેખાના રૂપમાં દિવસનું અજવાળું આવતું રહેતું જેને પાછલી ઘટનાના સહારે પાંપણ ઝપકાવ્યા વિના જોતી રહેતી.

દરેક વ્યક્તિનાં જીવનમાં મિડ-લાઈફ ક્રાઈસીસ આવે છે. સત્યાની કિસ્મતમાં અકારણ અન્યાય સહન કરવાની વિધાતાએ જન્મટીપ લખી નાંખી હોય એવું લાગતું હતું.

ખુવાર અને ખલાશ થઈ ગયા પછી એક જ સ્થિતિ - પરિસ્થિતિ ઉપજે છે. પાગલપણાની.... જ્યારે સત્યની સાબિતી આપી સકાતી નથી, જ્યારે હદ બાર ચાલ્યું જવાય છે અને જ્યારે અતિનો પણ અતિરેક થઈ જાય છે ત્યારે બધુ જ ગાંડપણ લાગે છે. હરદમ ખેલાતા રહેતા તાનાશાહી રાજકારણનો સફેદ રંગ, બદજાત સરકારી ખાતાઓનો ભ્રષ્ટાચાર અને અન્યાયનો કાળો રંગ, પત્રકારત્વની દુનિયાનો ગ્રે શેડ. મેઘધનુષી જીવન બેરંગ બની જવા જઈ રહ્યું હતું.

સત્યાની ખુલ્લી, ખામોશ આંખોમાં વિબોધના જીવતા હોવાની આશ સુકાતી ગઈ. મનોવિશ્વની ગડમથલમાં કઠોરતાપૂર્વક સત્યાએ નિર્ણય લઈ લીધો. ‘આખરે વિબોધ ના આવ્યો, અંતે મારે જ વિબોધ પાસે જવું પડશે.’

એક દિવસ નર્સિંગ સ્ટાફને હાથતાળી આપી સત્યા મેન્ટલ હોસ્પિટલની પાસે આવેલા રેલ્વે ટ્રેક પર જઈ ચડી. પૂરપાટ ટ્રેન પસાર થઈ ગઈ.

ઘટનાના બીજા દિવસે સત્યાની ડેડ બોડી ઓળખી કે પોસ્ટ મોટમ કરી શકાય એ અવસ્થામાં ન રહી. વિબોધ જોષી મર્ડર કેસની મુખ્ય આરોપી સત્યા શર્માની આત્મહત્યાથી કેસની ફાઇલ બંધ થઈ ગઈ. અને...

ક્રમશઃ

* લેખક :ભવ્ય રાવલ *