Priy Kalyani Mitra in Gujarati Letter by Poojan N Jani Preet (RJ) books and stories PDF | પ્રિય કલ્યાણી મિત્ર

Featured Books
Categories
Share

પ્રિય કલ્યાણી મિત્ર

પ્રિય કલ્યાણી મિત્ર,

પૂજન એન. જાની

પ્રિય કલ્યાણી મિત્ર,

તને ખબર છે આપણે બંને એક એક કાર્યક્રમમાં ગયા હતાં ત્યાં તુષાર શુક્લ પોતાની સ્પીચમાં કહેતાં હતાં કે ‘What is I love you?’ અને તે મને આ જ પ્રશ્ન પૂછ્યો હતો ‘What is I love you?’

ત્યારે તો હું ચૂપ રહ્યો હતો પણ આજે મારી અંદર રહેલી ઊર્મિ તારી સામે વ્યક્ત કરવા માંગુ છું. આપણે બંનેને ખબર છે પ્રેમીઓ માટે ખૂબ ઘસાઈ ગયેલું વાક્ય એટલે I love you. પણ આ શબ્દ જ્યારે હદયના એક ખૂણામાંથી નીકળે છે ત્યારે કેટલો બધી જવાબદારી આપણા પર નાખતો જાય છે. આપણો સહજ સ્વભાવ છે કે I is always capital પણ જ્યારે એક બીજાને ચાહવા લાગીએ ત્યારે આ I નાનો કરવો પડે છે. આપણા પ્રેમની જો સૌથી મોટી અસર મારા પર હોય તો એ આ છે કે હું મારો I ધીમે ધીમે ભૂલવા માંડ્યો છું. હવે ધીમે ધીમે મને લાગે છે કે આપણે એકબીજામાં સંપૂર્ણ ઓગળી ગયા છીએ.

I અને you વચ્ચેનો ભેદ ત્યારે જ ભૂંસાઈ શકે જ્યાંરે વચ્ચે loveનો સેતુ રચાય. પ્રેમએ મુગ્ધાઅવસ્થાથી પુખ્તાવસ્થા વચ્ચે આચમની લેતો સંબંધ છે જે આકર્ષણથી ચાલુ થાય છે અને ધીમે ધીમે એટલો ગાઢ બનતો જાય છે કે એની ખુશ્બુ પણ માદક લાગે છે. જુની શરાબ જેટલી ચડે પ્રેમ જેટલો જુનો થાય એટલો ચડે છે. આકર્ષણની સીમા પૂરી થાય ત્યારે જ પ્રેમનો પરીધ ચાલુ થાય છે.

એક વર્તુળ જેવો છે આ લવ જેમાં ફરી ફરી એક જ સ્થળ પર આવીએ તો પણ ખ્યાલ ન આવે કે અહીથી તો પસાર થઈ ગયાં અને પાછું દરેક જગ્યાએ સરખું અંતર મળે એ વિશેષતા અહી પણ લાગું પડે છે. પેલું ગીત છે ને કે ‘ શબ્દોને ભૂલીને સીધુ ચૂમી શકાય નહીં’.

એક તબક્કાથી આગળ વધી જતો પ્રેમને શબ્દો દ્વારા વ્યક્ત નથી શકતો.. એકબીજાનો સ્પર્શ હવે સંબંધમાં ઉમેરાય છે. વિકારરહિત સ્પર્શ કે જે ‘સીમા લેશ’ છે. એક નાનું ઉદાહરણ તને આપું તો આખો દિવસ બહુ બોલ બોલ કરીને પસાર કરીએ એના કરતા એક મિઠકડું ચુંબન કરી લઈ તો? આખા દિવસનો અનુભવ બસ થોડી સેંકડોમાં થઈ જાય છે.

અને સાચે જ એ સમય મારે માટે જીવવો મારા જીવનનું પરમ સૌભાગ્ય છે. મને એ સમયમાં રહેવું, એ સમયને પોતાનો કરી લેવો અને પછી એ સમય વાગોળી લેવામાં ખૂબ આનંદ આવે છે. એ સમય બહુ મહાન સમય હતો જે ઘડીએ આપણે બે પરિચયમાં આવ્યાં, કોઇ ઓળખાણનું પૂર્વ બિંદુ ન હતું જ્યાંથી આપણે આપણાં સંબંધની અનંત રેખા ખેંચી શકીયે પણ કદાચ એટલે જ આપણે આપણા સંબંધને અહી સુધી લાવી શક્યાં છીયે.

એ સવાર મને યાદ છે જ્યારે આકાશ ઝૂકી આવ્યુ હતું, વાદળીઓ મને તેનો હૂંફાળો સ્પર્શ આપી ગયા હતાં. તારા ચહેરાના ભાવ શું હશે એની કલ્પના કરીને જ હું મારા હદયને લાગણીઓથી તૃપ્ત કરી રહ્યો છું. એ એક એવી રાત જેમાં આવેલા દરેક સપનામાં તારો અનુભવ થયો હતો. ખરેખર તારી બધી જ આદતો, તારી બધી જ મારી સાથેની યાદોને તારી સાથે જ બેસીને હું જોવા લાગ્યો. વાત વાતમાં એ વાત કહેવી આવી ગઇ જેમાં આપણે બે હસી પડ્યા કે ‘આપણી ઓળખાણ કઈ રીતે થઈ?’ મિત્રો બની ક્યારે નિકટ આવી ગયાં એ તો ખબર જ ન રહી નહીં. કેવા મસ્ત ઝઘડતા અને અબોલા લઇ લેતાં આપણી ઓળખાણ થઇ હતી. સમય સાથે આપણે વહેતા ગયાં. હિમાલયની ટોચ પર અંકુરિત થયેલું એ નાનું ઝરણું આજે કેવી મોટી વિશાળ નદીમાં ફેરવાઈ ગયુ છે. વહી જઇયે છીયે આ નદીમાં આપણે,આંખો બંધ છે છતાંય આપણે બંનેનો હાથ સાથે છે. વહેતા જઇયે છીયે અને એક દિવસ એવો આવશે જ્યારે પ્રેમનાં સમુદ્રમાં આપણું મિલન થશે અને ખળખળ વહેતા મોજાની જેમ આપણે કૂદી જશું.

ત્યારથી કરીને આજ દિવસ સુધી એક અકળ આનંદ ચહેરાની સાથો સાથ શરીરનું દરેક અંગ અનુભવી રહ્યું છે જેને પ્રેમ, સંતોષ ,સુખ બધું કહી શકાય પણ મને કોઈને શબ્દને વ્યાખ્યા આપી અલગ અલગ કરવા નથી બસ એને સાર્થક કરવા છે.

લાગે છે તેં મારા પર અને મે તારા પર વિજય મેળવી લીધો છે અને તેમ છતાં પરાજયની ગ્લાનિ કે દુઃખ આપણી વચ્ચે નથી કેમ કે બે જણા હારીને જીત્યા છીએ. વિજયનો વિશ્વાસ આપણાં સંબંધને પંપાળી રહ્યો છે. કોઈને ગમે ન ગમે પણ મને ગમે છે તું, તારો સ્વભાવ, તારી મહત્વકાંક્ષા, તારી ખૂબી અને એનાં દ્રારા હું જીતાઈ ગયો.

મહાભારતના યુદ્ધમાં ભીષ્મને જેમ બાણ વાગવા છતાં મારી શકતું ન હતું તેમ જ દરેક બાણ મને લાગે છે પણ મારા અસ્તિત્વને ખરોચ આપી શકતા નથી કદાચ એ આપણા બેનાં અસ્તિત્વને એક કરી રહ્યાં છે

તારાએ મારા વિજયથી હું શાંત અને સૌમ્ય બન્યો છું. મારામાં આવતાં દરેક પરિવર્તન તને આભારી છે. અષાઢ મહિનામાં કોઇ મોર ટહુકો કરી તે જ રીતે મીઠો ટહુકો મારા જીવનમાં મીઠાશ ભરી રહ્યો છે.

મને સતત એવી લાગણી થયાં કરે છે કરે છે કાંઇક દુર ન હતાં આપણે બે, સતત આસપાસ જ હતાં. આંખ ભલે ઓળખતી ન હતી પણ હ્દયની વેંવલેન્થ હતી આપણી વચ્ચે. એક એવી વેવલેન્થ પર આપણે બે સેટ થયાં કે હવે તો હ્દય પણ સાથે જ ધબકે છે, આરપારનો વિશ્વાસનો આજે સતત ફીલ થઈ રહ્યો છે. ‘આમીન’ આ વિશ્વાસ આમ જ રહે છે પ્રેમનું રૂપાંતર આપણે પરમ તત્વ સુધી લઇ જાય..

સતત બદલાતા જીવન હંમેશા આપણે અચળ રહેવાનું વચન હું નથી માંગતો, હું તો બસ એટલું માંગુ છે કે બદલ્યા પછી પણ પ્રેમનો સ્પર્શ અચળ રહેવો જોઈએ ખરુંને? તારું અસ્તિત્વ મને ઘણું અડી ગયું છે. ધરા પરથી ઉખડીને આજે મારુ અસ્તિત્વ ખોવાઇ ગયું છે, તારા તરફની એ ગતિ મને ગમે છે. વ્રજ હદયની અંદર રહેલું કમળ તેં શોધી કાઢ્યું છે.

તારો વિશ્વાસ, તારુ મન, તારું અભિમાન મારા હદયના એક ખૂણામાં સજાવીને રાખ્યા છે. જ્યારે જરુર પડે ત્યારે એને હું પંપાળી આવીશ. એને આપણાં બંનેની અમાનત સમજી સજાવી રાખીશ. કોઇ એક રાત એવી આવશે જ્યારે બે શરીર પીગળી જશે ત્યારે હુ તને નીરખિશ અને તારો અનુભવ કરીશ

પણ પ્રિય કલ્યાણી મિત્ર આ પણ યાદ રાખીને આપણે ચાલવું પડશે કે જગતમાં મિલનનાં સુખને બહુ અલ્પ સમય અપાયો છે આવું કરીને પરમસર્જનહારે મનુષ્ય માત્ર પર બહુ મોટો અપકાર કર્યો છે. હજી તો બે ચાર વાતો થઈ હોય ને સમય પસાર થઇ જાય. હાથમાં હાથ પરોવાયો હોય ને કોઈ અદ્રશ્ય ભયથી થડકી જવાય અને હાથ છૂટી જાય ત્યારે એમ થાય આ ભય શા માટે પોતાનું અસ્તિત્વ આપી અને તેનાં પરિણામને રજૂ કરી નીકળી ગયો??? શું આપણે ખોટા હતાં ? હતાં તો શા માટે અને ન હતાં તો શા માટે ?

હજુ તો જીવનમાં સોબતની સોડમ આવી હોય, કોઈ એક અજાણતું એવું મળ્યું હોય કે જ્યાં પોતાનું બધું ગુમાન બાષ્પીભવન થઈ ગયું હોય. તરસ્યાને કોઈ જલબિંદુ મળે એ કહેવામાં અતિશયોક્તિ થઈ જાય પણ જુવાન હૈયે આકાર પામતા પ્રસંગો જીવન પર ઊંડી અસર અલંકૃત કરી જાય છે. ઝાડનું નિરીક્ષણ જેમ બીનાં વિકાસથી થાય એમ જ આવા નાના નાનાં પ્રસંગોથી જિંદગી પર એક અચળ અસર ઉભી કરી જાય છે.

મિલન અને વિરહથી એક ચરિત્ર ઉભું થાય છે જેમાં નિર્દોષતા પણ મળે તો વેર ભાવના પણ મળી રહે. જિંદગી તરફ આગળ વધવાનો હોંશલો પણ મળી રહે તો તૂટી જવાનું રિસ્ક પણ મળી રહે. હારીને પણ જીતી જવાની ખુશી પણ મળી રહે તો ખરેખર બધું હારવાનો આક્રંદ પણ બહાર આવે. કોઈને માટે દુનિયાને ઉથલાવાની વૃત્તિ પેદા થાય તો કોઈનાં લીધે દુનિયામાંથી પલાયન થઈ જવાનું મન પણ થાય.

કેટલાકને મિલનને લ્હાવો મળે છે જે એટલો આહલાદક હોય છે. સમગ્ર પ્રકૃત્તિ દેવી ત્યારે જ મંદ મંદ સ્મિત કરતી હોય એવું લાગ્યા કરે. નાનકડી આશાને કેન્દ્ર સ્થાને રાખી અંતરમાં ઉછળતી ઉંર્મિઓ અનોખો કાર્ડિયોગ્રામ રજૂ કરે છે. સતત ઝંખતા રહેવાની મજા વચ્ચે આવતો દરેક અવાજમાં એ પડઘા પડ્યા રહે અને દરેક દ્રશ્યમાં એ પ્રતિબિંબ જોવા મળે.

દહાડામાં પચીસ વખત પાંચ મિનિટનો ઝઘડો કરી હસી લેવાની મજા મિલનની બાય પ્રોડક્ટ છે. ગમાં અણગમાંની થિયરી સમજાવા લાગે અને આખો દિવસ ગેલમાં પૂર્ણ થઈ જાય. સવાર પડી જાય અને ઉઠાડવાની હોડમાં દરેક વખતે હારવાની મજા લેવાનો આહલાદક અવસર લેવા જેવો હોય છે. જ્ઞાનની સીમા પૂર્ણ કરી દંભનાં વાતાવરણને તોડી દેવાની મજા અને એ પછી હાસ્યનું જે સ્મિત ફૂટે જે ભવ્ય વિચારોને જન્મ આપી જાય, લલાટ પર કોઈ કોતરતા અક્ષર પામવાની મજા એટલે મિલનની મજા પણ અફસોસ એ જ છે એ ક્ષણિક છે…

ભગવાન તારી રક્ષા કરે. મારી ખાતર.

પ્રેમપૂર્વક

તારો કલ્યાણ મિત્ર