નવરાત્રીના રંગો.
By ;- Sultan Singh
વિનંતી વિશેષ.....
મારા વિષે મેં મારા ગણ લેખમાં કહ્યું છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી બસ એક વિનતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુજાવ જરૂર થી આપવા અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી સકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.
મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે.
નામ ;- સુલતાન સિંહ બારોટ
મોબાઈલ ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp]
મેઈલ ;-
ફેસબુક ;- @imsultansingh
ટ્વિટર ;- @imsultansingh
લિન્ક્ડ ઇન ;- @imsultansingh
[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહણીઓ છું.. ]
નવરાત્રીના રંગ...
“ નોરતાની રાત આવી નોરતાની રાત ” આજકાલ નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે એટલે આવા ગરબાતો સાંભળાતાજ હશે કેમ સાચું ને ? નવરાત્રી એટલે એક હિંદુ પર્વ જેમાં ચારચોક વાળીમાં આદ્યશક્તિના નવ રૂપોની પૂજા થાય અને ઢોલના ધબકારે ગરબાની રમઝટ જામે. નાના, મોટા, ભૂલકા અને બધી ઉમરના માટે સમાન ઉમંગ ધરાવતા અને રંગ જમાવતા ઉત્સવ તરીકે પ્રખ્યાત એટલેજ નવરાત્રી. અને એની નવ રાત એટલે માં આદ્યશક્તિના નવ રૂપોનો વિસ્તાર પૂર્વકનો મહિમા દર્શાવતી ઇતિહાસની ઝાંખી કરાવતી અનુપમ મહિમા કદાચ આવુજ પૂરાણો અને ગ્રંથો મુજબ કહી શકાય છે. પણ મારેતો વાત કરવી છે એ અદભુત રંગોની જે કદાચ ધર્મ ગ્રંથોમાં સમાવેલું છેજ નઈ.
“ હે માડી ગરબે ઘૂમે સજી સોળ શણગાર....”, “સોનલ ગરબો ધીરે અંબે માં...”, “ પાવલી લઈને હૂતો પાવાગઢ ગઈ તી...”, “ ઉંબરે ઉભી સંભાળું રે બોલ વાલમના...” અને એવાજ કેટલાય અવનવા મધુર ગરબાની પંક્તિઓ જાણે કાને પડે અને દિલ ને મનની ગહેરાઈઓમાં એક તાલ છંછેડાઈ જાય અને અંગ અંગ ઝૂમી ઉઠે કદાચ આવા લહેકાની તન-મનને જરૂર હોય છે. પ્રેમ, ઉમંગ, ઊછળ કુદ, મોઝ મસ્તી, દોસ્તી, પ્રીત, ચાહત, માસુમિયત, ભક્તિ, શક્તિ, આસ્થા, શ્રધ્ધા અને ખીલખીલાહટની મોસમ એટલેજ તો નવરાત્રી અને નવલી નોરતાની નવ રાત. આમતો આને વધુ પડતા રૂપે અસ્થા અને શ્રધ્ધા માટેજ માનવામાં આવે પણ એના ઈતર રંગોને પણ અવગણી લેવા યોગ્ય નથી.
નવરાત્રી એટલે ખુશીઓના દિવસ, સારા દિવસો, માં આદ્યશક્તિના માનીતા દિવસો, શુભ દિવસો જેનું પ્રાશંગિક રીતે પણ મહત્વ અનેરું ગણાય કદાચ એટલેજ નવી વસ્તુઓ પણ નવરાત્રીના દિવસોમાં વસાવામાં આવે છે, નવા મૂહુર્તો, પ્રશંગો, કદાચ ગણા મહત્વપૂર્ણ રશ્મોને પણ આ દિવસોમાં ઉજવી લેવાય છે. ચલો જેસી જિસકી સોચ આમતો આ પરમાત્મા એ બનાવેલી સૃષ્ટિમાં દરેક દિવસ શુભ અને હર પળ ઉત્તમ ગણાય.
નવરાત્રી આવવાની હોય ત્યારથીજ એની તૈયારીઓમાં જાણે બધા માઈ ભક્તો પરોવાઈ જતા હોય છે. નાની મોટી શેરીઓ, સોસાયટીઓ, મહોલ્લા અને આજના ટ્રેન્ડ મુજબતો સાર્વજનિક રીતે પણ ગરબાના આયોજન કરવામાં આવે છે. મહિનાઓ પહેલાથીજ એના માટે ફાળા, ચંદા તેમજ ઉગરાણીઓ શરુ થઇ જાય છે કારણ નવરાત્રીના દિવસો સુધીમાં બધુજ તૈયાર કરી દેવાનું હોયને ? સ્ટેઝ, માંડવી, મેદાન, ડેકોરેશનનો સમાન, નવી નીતિ મુજબ હોય તો મ્યુજીકલ ગ્રુપને પેલાથી બોલાવી લેવાના હોય, અને સદા ગરબા હોય તો મોટા મોટા સ્પીકર, માઈકો, અને સંગીતના અન્ય સાધનોની પણ પૂર્વ તૈયારીઓ કરી લેવી પડે તોજ કદાચ રંગ જમાવી શકાય નવરાત્રીના દિવસો જોતજોતામાં આવી પણ જાય અને વીતી પણ જાય. આસ્થા અને શ્રધ્ધાના આ ઉત્સવમાં કેટલાય વિશેષ રંગો પણ જોવા મળતા હોય છે કદાચમેં પણ જોયા છે અનુભવ્યા છે અને પછીજ લખવાનું વિચાર્યું છે.
મોટા મેદાનો હોય કે નાના મેદાનો ભારત દેશ એટલે અસ્થા અને શ્રધ્ધામાં ખરડાયેલો અને લીપયેલો ધાર્મિક દેશ એટલે અસ્થાના મૂળના કારણોમાં માંના ગરબા ઉત્સવ માટે જગ્યા મળીજ રહે કેમ સાચુંને ? આપણે એ વિશાળ મેદાનોમાં ખેલાતા રાસ-દાંડિયા, ગરબા, વિવિધ પ્રકારના નાચગાન તેમજ મોટા મોટા કલાકારો લાખો રૂપિયા લઈને ગરબાની રમઝટ જમાવે અને એમાં વિવિધ પ્રકારના પોશાકો સાથે ખેલૈયાઓ ગરબે ઝુમતા હોય એના કરતાય નાના મહોલ્લા અને શેરીઓના ગરબા જાણે ભૂતકાળને સામે ખેંચીને એનું મહત્વ આપણા સામે છતું કરી દે બરાબરને કદાચ હા હું પણ એવા નાના મહોલ્લાનો રહેનારો એટલે વધુ સમજી શકુ.
સાંજના પહોરમાં ચંદ્ર આછા અજવાળે હજુ પોતાની દસ્તક દેવાની રાહ જોતો હોય ત્યારથીજ એ શેરીઓ મહોલ્લાના મેદાનોમાં એક અનેરી પ્રશ્ન્નતાના વાદળો ઘેરાઈને આછા વરસાદે વરસવા લાગતા હોય છે. લગભગ વચોવચ મુકાયેલી માં આદ્યશક્તિ અંબેના માંડવા નજીકના સ્પિકરોમાં મધુર રણકાર કરતા ગરબાઓ ચલાવાઈ રહ્યા હોય એટલે વાતજ જાણે અનેરી હોય. એ મેદાનની વિશાળતામાં એક ઉમંગ, આનંદ, આસ્થા અને શ્રધ્ધા જાણે મન મુકીને ઝૂમતી હોય એવું અનુભવાય છે એક તરફ એ મધુર અવાજમાં માંના ગરબા હોય, નાના ભૂલકાઓના કિલ્કારનો એ અવાઝ હોય અને આસપાસના વાતાવરણની રંગીનતા હોય એટલે મન જાણે અજાણ્તાય ખેચાઈને ત્યાં સુધી દોડી જાય.
ચોકના ગરબા એટલે તો વાતજ નિરાલી ગરબાના અવાજના સૂરોમાં એક મધુર સંગીતનો જાદુ જાણે મુક્ત પાણે લહેરાઈ ઉઠે બાળકો પોતાના મન હળવાફૂલ કરીને માના ચોકમાં પોતાની વિવિધ રમતોમાં મસ્ત હોય કદાચ એમના માટે આ નવરાત્રી અસ્થા અને શ્રધ્ધા કરતા ખુશી અને ઉમંગનો ઉત્સવ બની રહેતી હોય છે. સોસાયટી અને મહોલ્લાના એ ભૂલકાઓ એમાં વિવિધ રમતો જેવીકે માટીના મહેલો, ખોદીને એમાં ગુફાઓ બનાવવી, માનો ગબ્બર બનાવવો, ઘરના અકારો બનાવવા, પકડ દાવ, ગણાતો પથ્થરની કારની રેસ લગાવતા હોય, લખોટી રમતા હોય, જાણે ગણા તો કુસ્તીના અખાડામાં પડ્યા હોય એમ લાડવામાં વ્યસ્ત હોય પણ સરવાળે આ બધુજ ઉડીને આંખે વળગી જાય અને દિલ ખૂણામાં ઉતરી જાય. કદાચ એ દિલના ખૂણામાં જઈને આપણા અંદરના બાળકને જગાડવા માટે તત્પર બને મન ફરી બચપણની યાદોમાં સરી પડે વાહ શું સમય હતોને આપણે આવીજ બધાય રમ્યાજ હશે એમાં કઈ નવી વાત નાથીજ ને ? રમતો અપનણેય રમતા પણ ખબર નઈ કેમ હવે ઘણા બંધનો રોકી લેછે. પણ હા એ સમયે એવું કઈના હોતું પોતાના મહેલો બાંધતા, અપણાય પણ કિલ્લા હતા, આપણે પણ ક્યારેક ગ્રેટ ખલી બની જતા, કેવા પકડ દાવ રમતા વાહ, શું દિવસો હતા ને કાશ બચપણ પાછું મળી જાય ? સાચુંને. જાણે ત્યાંથી નઝર હટાવવી પણ આપણા માટે મુશ્કેલ થઇ જાય કારણકે એ ભૂલકાઓના ખેલમાં એવો જાદુ હોય છે કે એમની આટલી માસુમિયત ભલભલાને વિચારતો કરી મુકે કેમ સાચું ને ? જાણે આખુય બાળપણ હાલજ વિતાવ્યું હોય એમ પળ વાળમાં આંખો સમક્ષ ભાજ્વાઈને ફરી ગરબાના રેલાતા સૂરોમાં ઓગળી જાય. આતો હજી ગરબા પેલાની વાત થઇ વાહ રંગીનીયતની પણ કોઈ સીમા હોય યાર બાળપણ જેવીતો મઝાજ ક્યાય નથી.
અંધકારને પણ હરાવી દેવો જોઈએ એમજ પોતાની સેના સાથે યુદ્ધ મેદાનમાં ઉતરે એ પહેલાજ એને શાસ્ત્રો ત્યજવા મઝ્બુર કરી દેવાય છે ગરબાની મીઠી ધૂનમાં પ્રસરતા અંધકારને રોકવાનો પણ પૂરો મેળ હોયજ અને એના સમય થતાજ એનો ઉપયોગ પણ થઇ જાય. પળ વારમાં આખાય મેદાનના ચારેકોરના ફોક્સ અને લાઈટો ચાલુ થાય અને એક સોનેરી પ્રકાશ જાણે આખાય મેદાનમાં પ્રસરીને પોતાના જીતની ખુશીઓ મનાવે અને કદાચ લક્ષ્મણ રેખાની જેમ અંધકારને એની સીમા બહારજ રોકાઈ જવા મઝ્બુર કરી મુકે. મન પણ રોમાંચિત થઇ ઉઠે ગરબાના અવાજો હવે રાત્રીના શાંત વાતાવરણને ચીરતા વધુ જોશ સાથે સંભળાય મેદાનમાં અવર જવર પણ વધતી જાય અને વાતાવરણમાં ફરી નવરાત્રીનો ઉમંગ છવાતો નઝરે પડે બાળકો પોતાની અવનવી રમતોમાં ગળાડૂબ થયેલા હોય ઊછળકૂદ કરતા કિલ્લોલ કરી ઉઠે કદાચ માં અંબા પણ પોતાના બાળકોને ખુશ કરવાજ આ નવ દિવસ ઉજવવા સુચન કરતી હોય અને એમને પોતાની મમતા આપતી હોય એવુજ લાગે. કેટલાય વડીલો પણ ધીરે ધીરે કામ કાઝ પરવરીને મેદાનોમાં એકઠા થાય. કોઈ દાદા પોત્રને લઈને, કોઈ દાદી પોત્રીને લઇ આવે, મોટા ભાઈ બેન નાના ભાઈ બેનને, કાકાઓ ભત્રીજાઓને, ભાભી નણંદબા સાથે તો માં પોતાના દીકરા, દીકરી સાથે જોવા આવતા નઝરે પડે ધીરે ધીરે ઘણા એકઠા થાય બાકીનાને આરતીના એનાઉન્સમેન્ટ દ્વારા બોલવામાં આવે અને જ્યાં સુધી બધા એકઠાના થાય એનાઉન્સમેન્ટ થતાજ રહે છેવટે આરતીના દાતાઓ ની બોલીઓ અને પછી આરતી.
“આરતી....” કેટલો મધુર શબ્દ છે નઈ આખાય જીવંત વાતાવરણને જાણે સાચી રાહ આપે માની સાક્ષાત અભીભુતી કરાવે, મનને ઝૂમવા પર મઝબુર કરી દે, શ્રધ્ધાથી તરબોળ કરીદે, અંગ અંગને આનંદિત કરી મુકે કદાચ એ રીતે ગવાતી સ્તુતિ એટલેજ આરતી કહેવાય ને ? કદાચ દરેક કાર્યની શરૂઆત એટલેજ આરતી દ્વારા કરાય છે કારણકે મનના બોઝ હળવાના થાય ત્યાં સુધી સાચો આનંદના મળી શકે એટલેજ એનું મહત્વ ખુબજ છે. મતલબ કે મનને બધાજ બંધનોમાંથી મુક્ત કરી નાખવાની પધ્ધતિ કે એના માટે ગવાતી સ્તુતિ એટલેજ આરતી માં આદ્યશક્તિની આરતી. અસ્થા અને શ્રધ્ધા પણ એના દ્વારાજ કદાચ શ્વાશ લેતી હોય છે એટલેજ કહેવાય છેકે પ્રથનાજ તો આત્માનો સાચો ખોરાક છે. આરતીના કાર્યક્રમ પછી ગરબાની રમઝટ જામે એ પણ અડધાએક કલાકની રીસેસ પછી કારણકે બધાય સિંગાર તો હજુ હવે કરવાના હોય ને ? અસ્ત વ્યસ્ત ફરતા બધાજ ચહેરા પર જાણે કામદેવ કૃપા કરવા આવી જતા હોય કે શું જાણે ગરબા જામતા પહેલાજ એ માનો ચોંક સ્વર્ગ લોકની જેમ નીખરી ઉઠે.
મેદાનની વચ્ચોવચ માની માંડવી હોય એની પાસે અખંડ દીવડો બળતો હોય અગરબત્તીના ધુમાડા ઉડીને જાણે વાતાવરણમાં ભળીને એક મહેક ફેલાવતો હોય એવુજ અનુભવાય. ગરબાની ધૂનો ધીરે ધીરે જમતી હોય એક કિલ્લોલ ચારે કોર ફેલાઈ જાય વાહ મન મોહી જાય એ સંગીત પર પગ જાતેજ ઉપડે અને જાણે એ ગરબાની ધૂન સાથે તાલ મિલાવીને ઉત્સાહિત થઇ જાય ધીરે ધીરે લાઈનો જામી રહી હોય સંગીત કાનથી અથડાઈને દિલમાં ઉતરતું હોય એક રાગ જમાવે અને મન ઉછળી ઉઠે ગાવા અને ઝૂમવા માટે તલપાપડ થઇ જાય એજતો નવરાત્રીનો ઉમંગ. એક માની ગરબીને માથે મૂકી નાચે અને બીજા એ વ્યક્તિની પાછળ તો કોઈક અલગ અલગ એમ બધાય પોત પોતાની આવડત મુજબના ગરબાની રમઝટમાં જોડાઈ જાય અને ધૂમ મચાવવા અધીરા થઇ જાય. મહોલ્લામાં હવે સન્નાટો છવાતો જાય અને બધું માનવ મહેરામણ ધીરે ધીરે એ ખુલ્લા મેદાનમાં સમાઈ જાય વાતાવરણ રંગીન બનતું જાય ચોકમાં ભીડ વધતી જાય અને એક તાલમાં તાલ મિલાવી લેવા દિલ બેચેન થઈ જાય.
એ ચોકમાં લાઈનો જામે અને ક્યાંક ઢોલના ધબકારે તો ક્યાંક મોટામોટા ગાયકો દ્વારા અને ક્યાંક જુનિયર આર્ટીસ્ટો દ્વારા ગરબાની રમઝટો જમતી નઝરે પાડવા લાગે છે. હવેતો ફિલ્મી સ્ટાર્સને પણ બોલાવાય છે જેનાથી લોકોને ગરબા ગાવા આવવા માટે આકર્ષી શકાય છે. પણ એમાં ઉમંગ કરતા કમાણીની આશાઓ વધુ હોય છે અવ સાર્વજનિક ગરબાના આયોજનમાં પાસ સીસ્ટમ હોય જેના દ્વારા મોટી કામની થઇ શકે. બસ કદાચ નવા સમયની સાથે જુના રીત રીવાજોને અનુસરીને ઝુમવું એટલે કે નવરાત્રીમાં જુમવું ગાવું અને મનમાં ઉપાડતા તાલને ઝૂમીને વ્યક્ત કરવો વાહ મનની અવાજને વય્ક્ત કરવામાં પણ એક વિચિત્ર આનંદ હોય છે ને ? અદ્ભુત અને અકથ્ય તેમજ અનંત આનંદ...
એક તરફ ગરબાના સુર રેલાતા હોય, ખેલૈયા જુમતા હોય, અવનવી રીતભાતો મુજબ પણ રમઝટો ઝામતી જોવા મળે અને જોનારને પણ જાણે આનંદ પડી જાય. કેટલાય દિલના તાર પણ આજ મોસમની જાણે વાટ જોતા હોય છે એક મિત્ર બીજા મિત્ર સાથેનો સબંધ આગળ વધારી શકે એ ચોકમાં દોસ્તીના નવા છોડ પણ પાંગરતા જોવા મળે. યુવાન હૈયાનો પ્રેમ પણ ત્યાં જોવા મળતો હોય છે આંખો ક્યાય હોય અને નઝર ક્યાય ? યુવા દિલ માટે પ્રેમની મોસમ બની જાય છે નવરાત્રી, બાળકો માટે તો ખેલકૂદ અને ઉછાળકુદની મોંસમ છે નવરાત્રી, ખેલૈયાઓ માટે રમઝટ જમાવવાની મોસમ છે નવરાત્રી, જોનાર માટે જોવાની અને ગાનારા માટે ગાવાની મોસમ છે નવરાત્રી, ગીતકાર માટે કામ કરવાની તેમજ મ્યુઝીક પાર્ટીઓ માટે પણ એ આવકની મોસમ બની રહે છે નવરાત્રી.
બે યુવાન હૈયાઓ માટે એક સાથે સંગીતના સુરે ઝૂમવાની મોસમ છે, કદાચ આ ઉત્સવ દ્વારાજ બે યુવાન હૈયા મળતા હોય છે ઘરે શું બહાના કરવા એની ચિંતા ના હોય, ક્યાં જાઓ ક્યાં નઈ એની દખલ ના હોય, મનમાં આનંદ ઉમંગ અને અસ્થા સાથે ઝૂમવાની ઈચ્છાઓ પૂરી થાય, એક મેકને મળવાની આશાઓ ફળી શકે, એક બીજાને મન ભરીને જોઈ શકાય, એક મેકને ઇશારાથી વાતો કરી શકાય, છાની માની મુલાકાતો થઇ શકે, દિલની વાતો થઇ શકે, મન મુકીને પ્રીતની વર્ષામાં ભીજાવાનો પણ આનંદ મળી શકે અને દિલના ઊંડાણમાં ધરબાયેલા ઓરતા પણ જાણે નવરાત્રીની આ રાત્રીમાં ફળી જતા હોય છે.
ચોકની વચ્ચે ઝૂમતી પ્રેમિકાને જોવા માટે એનો પ્રીતમ કિનારાના ખૂણે ઉભો હોય જાણે ભગવાન શ્રી કૃષ્ણ ઉતરીને વૃંદાવનની શેરીઓમાં ઝૂમતા હોય એવાય અલ્લડ દર્શ્યો રચતા હોય છે અને ઝૂમતા સમયે પડતી એકાદ નઝરની રાહમાં ઉભેલાને એ ઉપહાર પણ મળી શકે છે. ગણી આંખો પોતાની ગમતી વ્યક્તિને શોધતી હોય ઇશારાઓમાં વાતો થતી હોય, મોબાઈલમાં છાને માને વિડીઓ લેવાતી હોય એકાદ સમયે કોઈ પકડાય અને હાલત ખરાબ થઇ જાય થોડીક વાર તો વાતાવરણ ડોળાઈ જાય પણ આતો નોરતા ગરબાની ધૂનમાં બધુય સંધુય ઠીક ઠાક કરી જાય ફરી એજ વાર્તા દોહરાય કેટલાય યુવાન હૈયા આ નોરતાની મોસમમાં ગરબાની રમઝટમાં પાગલ બનીને ઝૂમી ઉઠે.
મિત્રોની ટોળકીઓ શેરીએ શેરીએ ખુંદી વળતી હોય અને બધા મહોલ્લાની રંગતો ઉડતી પણ અનુભવાઈ લેવાતી હોય કદાચ અહીજ દિલ ખુલીને દોસ્તીની મોસમ વરસી પડે છે. સમય હોય, સ્થાન હોય, અને મેઈન વાત કે બહાર દોસ્તો સાથે ફરવાનું નિશ્ચિંત બહાનું પણ હોય એટલે વધુ ખુલીને દિલ સાદ કરવા લાગે અને વધુ મન પ્રશન્ન બનીને ઝૂમી ઉઠે કેમ સાચુંને ? સિગાર વાળાની સીગારો સળગતી હોય, પાન બીડીની રંગત હોય અને પોતાના જેવા ભેરુ બંધોની સાથે સંગત હોય પછી ભલેને નવરાત્રીનું મહત્વ ગરબા માટે હોય પણ એનોય અનેરો ઉપહાર એમાં સમાઈ જતો હોય છે. એક મેકને આપેલા સમય સાચવી લેવાતા હોય, કોઈક ગમતી છોકરી કે છોકરા વિશેની દોસ્તોને ખબર હોય તો એમને મેળવી લેવાના પ્રયત્નો પણ થતા હોય. કદાચ પ્રેમની ઝાઝી શરૂઆત પણ આમજ થતી હોય કારણકે કદીના દેખાતી વ્યક્તિ પણ આ પર્વમાં જોવા મળે અને વાત આગળ વધીને જાણે મંજિલ તરફ ડોકિયા કાઢે કદાચ શરૂઆત આવીજ રીતે થવી જોઈએ કેમ સાચુંને.
કિનારે ઉભેલા લોકોના પણ પગમાં તાલ ચઢતા હોય તોજ જાણે વચ્ચેનો ચોક ઉભરાય અને એક નવી રંગત જામે એકબીજાના તાલમાં તાલ પુરાય, સાથે તાળીઓનો અવાઝ સંભળાય, પગ પણ આર્મીની પરેડના જેમ સાથે મંડાય, એક આનંદ, ઉલ્લાસ, હર્ષ, ઉમંગ, અને જુનુન જાણે વાતાવરણને ભીંજવી દે એટલેજ તો નવરાત્રીનો સાચો અર્થ મનાય યુવાનોની નઝરમાં. એક પછી એક જાણે પેલા કરતાય વધુ ઉમંગ જગાવે એવા ગરબાની રમઝટ રેલાય એટલેજ તો એ અંતર મનનો ઉલ્લાશ દિલ ખોલીને ઝૂમતો મળે બાકીતો નાચવામાં તો નાચી લેવા ખાતર ક્યાં નથી નાચાતું પણ આતો ઉમંગનો ઉત્સવ છે એમતો મન થીજ જાય, દિલ બેચેન થઇ ઉઠે, પગ જાતેજ ચોકને ખુંદી વળવા આગળ વધે અને એમાય જો સાથી હોયતો વાત કઈક અલગજ હોય અને રંગત પણ અનેરીજ જામે.
દિવસો દીવસ રંગત જમતીજ રહે યુવાન હૈયા ગરબાના રંગોમાં રંગાતા હોય અને માડીના નવે રૂપનો મહિમા અને અસ્થામાં લિપ્ત થઇ શ્રધ્ધાના નોરતા જમતાજ જાય. ગણાય દિવસોની લાંબી ઉમંગની લહેર બાદ જાણે રંગત જામી જાય એમાય વેશભૂશાના દિવસની પણ અલગજ રંગત જણાય. જાણે સાક્ષાત સ્વર્ગ લોક આખુય ચોકમાં આવી ચડ્યું હોયને એવુજ લાગે આહા વેશપલટના રશિયા અમ હોંશે હોંશે ભાગ લેતા હોય છે. દેવલોકની પ્રતિભા જાણે ચોકમાં જામી હોય એવુજ લાગે કેમ સાચું ને ?
એક તરફ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સુદર્શન ચક્ર સાથે આવેલા હોય, ક્યાંક ભગવાન શંકર પોતાની તીજી આંખ ખોલીને ઉભા હોય અને નાગદેવ એમના કંઠે વીંટળાયેલા હોય, બ્રહ્મા પણ સરસ્વતી સાથે હોય, દેવ ઇન્દ્ર પોતાના વાઝ્ર સાથે આવ્યા હોય, અપ્સરાઓ નૃત્ય કરતી હોય, ગોવાળણો દીધના દેગડા લઈને આવી હોય, જગદંબા હાથમાં ત્રિશુલ લઈને આવી ચડ્યા હોય, દરેક દેવી દેવતા જાણે માંના ચોકમાં ગરબે ગુમતા હોય, શિક્ષકો હાથમાં ચોપડીઓ લઈને ફરતા હોય, વાંદરાઓ કુદાકુદ કરતા હોય, દુલ્હા દુલ્હન પણ સાથેજ આવ્યા હોય, ક્યાંક મહારાણા પ્રતાપ નાજ્જારે પડે તો ક્યાંક રાજા રાવણ હોય, રામ સીતાની જોડીઓ હોય તો લક્ષ્મણ સાથે ચાલતો હોય હનુમાન એમની સાથે કદમ મિલાવતા હોય, કેટલાય રાક્ષસો પણ હોય અને દેવોની સાથેજ ગરબે રમતા હોય જાણે વેરભાવ ભૂલીને આજે માની શરણે આવ્યા હોય એવું અદભુત દ્રશ્ય રચાઈ જતું પણ જોવા મળે.
આતંકવાદી પોતાની ગણ મશીન સાથે આવ્યા હોય ત્યાજ કેટલાય આર્મીના જવાનો ખડે પગે ઉભા હોય, સરદારજી તલવારની ધાર પર ઝૂમતા હોય અને ભાંગડા કરતા હોય, એક તરફ ડાકુઓ હોય ત્યાં બીજેજ પોલીશના જવાનો જાણે તૈનાત કરાયા હોય, કોઈ પાગલ ગંદા વેળા કરી લોકોનું મન ખુશ કરતો હોય જોકર પોતાના કરતબ દેખાડતો હોય અને કોઈ ભિખારી માંગવા બેઠો હોય ત્યાજ કચરો વીણવા વાળા કચરાનો કોથળો ખભે નાખીને કચરો વીણવામાં વ્યસ્ત જોવા મળે. સાધુ સંતો પોતાના તપની વિધિઓ કરતા હોય ,તાંત્રિકો જાદુ ટોણા કરતાય દેખાય, લુટારા એમને લુંટતા હોય, ડોશો-ડોશી સાથે લંગડાતા પગે ચાલતો જોવા મળે અને દારૂડિયા પણ પડતા ઉઠતા ચાલતા દેખાય આજેજ કદાચ આવા પીનારને પણ માના ચોંક્માં રોકનારો કોઈના હોય એક રંગીન અને વિચિત્ર વાતાવરણ હોય અને ચારે તરફ આંનદ ઝૂમી ઉઠ્યો હોય.
છેલે ઇનામોની જાહેરાતો હોય એમાં શર વેશ ધારણ કરનારને ઇનામો અપાય એ પણ રંગીન અંદાઝમાં એને સામેના છેડેથી પોતાના પાત્રને જીવંતતાથી ભજવવું પડે અને લોકોમાં ઉમંગ પ્રસરી જતો હોય. લાણીઓ હોય, ચા નાસ્તા હોય, ઇનામો પણ હોય અને ગણી જગ્યાએ તો નિશ્ચિત ઉપહારોનું પણ આયોજન હોય છે. એના માટે પણ ગરબા ગાવા પડે મન મુકીને, દિલ ખોલીને, ગરબાના તાલમાં તણાઈને, દિલની ગાહેરાઈઓમાં અને એ પણ સતત માડીની અસ્થમા ખોવાઈને ઝૂમતા રહેવું પડેને તોજ સાચો રંગતો ઝામાવી કે નિહાળી શકાયને ? કેમ ની બધુજ સાચું છે બસ એક વાત સાચી નથી કે ગરબા એટલે બસ માની ભક્તિ અને શ્રધ્ધા સચુતો એ છે કે એમાં અસ્થા હોય, શ્રધ્ધા હોય, આનંદ, ઉમંગ, તરંગ, હર્ષ, પ્રેમ, પ્રતીક્ષા, લાગણીની તરંગો, ભાવનાના વહેતા ઝરણા, ઉલ્લાસ, કિલકારીઓ, ખીલખીલાહટ બધુજ એક સાથે હોય એનેજ કદાચ સાચા અર્થમાં નવરાત્રી ગણી શકાય.
અને જે આવ્યું એ જવાનું પણ ખરા બસ એમજ અંતના દિવસો આવે માને મન પણ સાથે વળાવાની હોત ત્યારનો પ્રસંગ પણ વધુ ઝોશ ભર્યો હોય છે. આટલા દિવસની ખુશી એમાય છેલ્લો દિવસ હોય એટલે ખુલ્લા દિલે બધો ઉમંગ ઠાલવી દેવાની તૈયાર, ઉત્સાહ અને મોઝમસ્તી સાથે મન વધામણાની જેમ એમની વિદાય પણ નાવમાં દિવસના અંતમાં થાય. પણ એથી પેલા કદાચ મન સમ્માનમાં કે પછી એક સકારાત્મકતા ફેલાવવાના આશય સાથે ભવ્ય મહાઆરતીનું પણ આયોજન થાય છે જેમાં એક નઈ પણ દરેકે દરેકને આરતી ઉતારવાનો અવસર મળી શકે છે. એમાય સોં પ્રથમ આરતી ઉતારવાનો લહાવો મેળવનાર માટેની તો કતારો જામે હોડ લાગે, હરાજીઓ થાય હજારોમાં બોલિયો બોલાય અને એ આરતીની મહિમા જાણે એજ દિવસે છતી થાય આસ્થા અને શ્રધ્ધાના એ રીતભાત ત્યારેજ કદાચ દેખાતા હોય છે.
કદાચ એ દિવસની તૈયારીઓતો પેલા કે બીજા નોરતાથીજ થઇ જતી હશે પણ ભજવાય તો નક્કી કરેલા દિવસેજ છે. બધાએ નક્કી કરેલી રકમ ચૂકવીને મહાઆરતીમાં યોગદાન કરવાનો અવસર મળે છે આજે પ્રથમ વખતજ જાણે કેટલાય ઝગમગ દીવડાઓ વડે આખોય ચોક છલકાઈ જાય છે અને ભવ્યથી ભવ્ય ચિત્ર ઉપસી જાય છે એને નિહાળવાની મઝાજ કઈક અલગ છે. ચારેકોર દીવડા જાગમગતા હોય એક નયનરમ્ય દ્રશ્ય રચાતું હોય માની ધૂન વાતાવરણમાં ફેલાઈને એક આનંદ આપનારું સંગીત બની સંભળાતું હોય અને આખરી અવસર હોય કદાચ માની આરતી ઉતારવાનો એટલે ખુશી પણ બેવડાઈ જાય ને ? બધાને પોતપોતાના સ્થાને આરતીની થાળીઓ આપી દેવામાં આવે અને પછી એક સાથે સુરમય અવઝ્માં આરતી ગવાય. અહાહા... એ જે સુંદર સંગીતમાં છવાઇને રંગત જામેને જાણે મનની ગહેરીઓમાં ઉતારી જવાનું મન થાય પોતાનામાંજ ક્યાંક ઊંડે ઉતરીને ખોવાઈ જવાનું મન થાય દિલ મન મુકીને ક્યાય ઊંડે સુધીની સફરમાં લાગી જાય કદાચ આત્માની ગહેરાઈઓમાંજ ઈશ્વર મળતા હશે એટલેજ આવા મધુર સ્વરો દ્વારા માડીના ગુણગાન ગવાતા હશે એવુજ લાગી જાય ને. તો એમાં ખોટું શું એજ તો સત્ય છે અને રહેવાનું છેવટે તો આપના નાદાર છુપાયેલા એ તત્વને શોધ્યા સિવાય તો ક્યાં ભગવાન મળવાનો પણ છે પેલાતો એ છુપાયેલા તત્વને ઓળખ્વોજ મહત્વનો છે.
છેવટે મહાઆરતીના કાર્યકર્મ બાદ ફરી ગરબાની રમઝટ ઉડે અને જામે પણ છેલ્લી રમઝટમાં કઈક અલગજ રંગત જોવા મળે અને દિલ પાગલ બનીને જાણે ઝૂમવા લાગે. માંના વળાવવા સુધી જાણે કોઈને રોકાવાનું મનજના થાય જાણે કદી આ રાત પુરીજ નાં થાય એવીજ તમન્નાઓ થઇ રહે. પણ આવાનું એ જવાનું એ સત્ય પણ સાશ્વત છે જે વીતવાનું પણ છેજ છેવટે નવમાં દિવસની મોડી રાત્રે એટલેકે લગભગ દશેરાની સવારેજ માની વાળામણી થાય અને આ દશ દિવસની રંગીનીયત જાણે ફરી સમયના ચક્રમાં પાડીને ખોવાઈ જાય એક વાર ફરી એની આશા ભવિષ્ય પર ટેકાઈ જાય અને આનંદની લહેરો જાણે સમયના ચક્રમાં ઓગળી જાય.
આમ આ દસ દિવસનો અદભુત અને આનંદ આપનારો પ્રસંગ ઉજવાઈ જાય એની મઝા પણ મળે અને અદભૂત આનંદ પણ છેવટે પાછા જ્યાં હતા ત્યાજ આવી જઈએ દસ દિવસ કેમ વીતી જાય જાણે ખબરજ ના પડે. ક્યારે આવ્યો અને ક્યારે ગયો જાણે સમજમાંજના બેસે પણ હા એમાં કરેલી મઝા તો યાદગાર રહી જાય. એજ માડીનો ચોંક જ્યાં નવ નવ દિવસો ગળ્યા એની રંગત, એની માસુમિયત, એની કિલકારી, એનો ઊછળકૂદ બસ મનસપટ પર છપાઈને લાંબા ગાળા માટે રહી જાય છે. અને એ નવલી નવરાતોની રંગત આંખો સામેજ ઓગળી જાય છે. એ ખુશીનો, આસ્થાનો, ભક્તિનો, શક્તિનો, શ્રધ્ધાનો, મોઝ્નો, મસ્તીનો, ખીલખીલાહાટનો, ઉમંગનો અને આનંદનો અવસર છેવટે સમયની ગતિમાં સમાઈ જાય છે. પણ એમાં વિતાવેલા પણ, અનુભવેલો આનંદ, ખુશી, દોસ્તીની પળો, પ્રેમની મીઠાસ, બધુજ જાણે મનની દીવાલો પર લાંબા ગાળા માટે ઉપસીને ગઢ બની જાય છે જે લાંબો સમય સુધી આનંદ આપે છે.