Traveling etle Ankhon same chaltu live movie in Gujarati Travel stories by Kevin Patel books and stories PDF | ટ્રાવેલિંગ એટલે આંખો સામે ચાલતું લાઈવ મુવી

Featured Books
Categories
Share

ટ્રાવેલિંગ એટલે આંખો સામે ચાલતું લાઈવ મુવી

ટ્રાવેલિંગ એટલે આંખો સામે ચાલતું લાઈવ મુવી

Mobile No: +91-9712600042

Email id:

ટ્રાવેલીંગ પર નીકળતા પહેલા જ્યારે બેગ ભરતા હોય ત્યારે મન જાણે અંદરથી ખાલી થઈને નવા અનુભવો ભરવા માટે તૈયાર થતું હોય એવું લાગે.એક નવા પ્રકારનું ધુમ્મસ મન ઉપર છવાતું જાય.ટ્રાવેલીંગની શરુઆતથી અંત સુધીમા અનેકવિધ કેરેક્ટર્સ રસ્તામા મળતા જાય અને જાને કુદરતનુ રચેલું એક ભવ્ય નાટક નજર સામે ભજવાઈ રહ્યું હોય એવું લાગે.અને વળી પાછું દરેક કેરેક્ટર પોતાનો અભિનય પુરા તન-મનથી નિભાવતો હોય એવું લાગ્યાં કરે. જાણે દરેક વ્યક્તિ કઇંક ને કઇંક વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. કોઇ પાણીની બોટલ વેંચીને કમાય છે તો કોઇ ચા, કોફી વેંચીને.કોઈક વળી વિવિધ પ્રકારના નાસ્તા વેંચીને કમાઈ છે.કોઈક પેન, કિચન કે નેલપોલિશ વેંચીને કમાઈ છે.કોઇક લોકોના બુટ ચંપલ સાંધીને કે પબ્લિક ટોયલેટની સાફ સફાઈ કરીને, કોઈક ગુટખા-તમાકું વેંચીને તો કોઈક પુસ્તકો વેંચીને કમાઈ લે છે. કોઇ મજબૂરીમા પોતાનુ આત્મ સન્માન વેંચીને ભીખ માંગી લે છે તો કોઇ પોતાનું ઈમાન વેંચીને ચોરી કરીને કમાઈ લે છે.ભરબપોરે કોઇ પાણીના પાઉચ વેચવા પોતાની ચામડી તડકામા શેકાવા મૂકી દે છે. ભિખારીઓ બસ થોડી ઘણી ભેગી થયેલી ચિલ્લર ખખડાવતા રહી જાય છે. કોઈક પેટના ખાડાના નામે ચણા ચટપટી વેંચીને સિગારેટ પીવે છે.રિક્ષા ડ્રાઇવર જીવના જોખમે લોકોને ચિક્કાર ભીંસમા બેસાડીને લઇ જાય છે.અને એમા બેઉની મજબૂરી હોય છે.

પેટ માટે તો અહી ભગવાનને પણ છબીમા કેદ કરીને વેચવો પડે છે મંદિરની બહાર.

ટ્રાવેલિંગ વખતે જેટલા પણ લોકો મળે બધા પાસે એક સ્ટોરી હોય છે એમની પોતાની અંગત સ્ટોરી. જે સુખદ પણ હોય શકે અને દુખદ પણ.છતાય દરેક લોકોને ફરિયાદ નથી જિંદગી સામે. બસ જે મળે છે એમા ખુશ રહીને જિવ્યે જાય છે.ક્યારેક રોજ કરતા થોડું વધુ કામાવાની ખુશી છે અને ક્યારેક કઈ જ નહિ કમાઈ શકવાનુ દુ:ખ.રોજ સવારે શરુ થતું મહાભારત છે જેમા ક્યારેક ક્યારેક કૌરવો પણ જીતી જાય છે.ક્યારેક સાચા હોવા છતા કૃષ્ણ નથી મળતો.ગમે તેવી હાર છતા ફરી બીજા દિવસની સવાર થાય એ પેહલા અસ્ત્ર શસ્ત્ર લઈને તૈયાર રેહવુ પડે છે.

ટ્રાવેલિંગ એક એવો કેમેરો છે જે એકદમ નજીકથી લોકોની આવી જીવનકહાની બતાવે છે..... એ પણ "લાઈવ.".....

હસવા જેવું :

"ભઇ, આ બોટની કેપેસિટી કેટલી છે?! "બાજુમા ઊભેલા એક કાકાએ અમદાવાદી ટોનમા મને પૂછ્યું.

"ખબર નહિ, ક્યાંય લખેલું દેખાતું નથી આમાં તો... " મેં પણ અમદાવાદી ટોનમા જવાબ આપ્યો.

"લ્યા, આ બોટની કેપેસિટી કેટલી છે? "કાકાએ બોટ વાળાને પૂછ્યું. પણ બોટવાળો તો બોટને લોકોથી ભરવામા જ વ્યસ્ત હતો એટલે એણે કઈ જવાબ આપ્યો નહિ.

"યાર, કહુ છુ હા... આ બોટ ડૂબવાની છે... કોઇ રોકો આને..... બોટમા લાઇફ જેકેટ પણ ગણીને ચાર-પાંચ જ છે. "કાકાએ થોડું ગભરાઈને થોડુ ગંભીરતાથી કહ્યું.

બોટ એટલી ભરાઈ ચૂકી હતી કે કાકા ધારવા છતા પણ બોટની બહાર નીકળી શકે એમ ન હતા.

"કાકા, બહુ ચિંતા ના કરો... આ લોકો ને તો રોજનુ છે. "મે કહ્યું...

"જય દ્વારીકાધીશ "અંતે બોટવાળાએ જોર થી બૂમ પાડી અને બોટ વહેતી કરી.

" જય દ્વારીકાધીશ.... " સામેથી લગભગ સૌ કોઈએ જયનાદ કાર્યો. કાકાએ પણ.