Paisa bachavavana upayo in Gujarati Motivational Stories by Viral Chauhan Aarzu books and stories PDF | પૈસા બચાવાના ઉપાયો

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પૈસા બચાવાના ઉપાયો

પૈસા બચાવવાના ઉપાય

Viral Chauhan Aarzu



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

પૈસા બચાવવાના ઉપાય

જેમ જેમ મોંઘવારી વધતી જાય છે તેમ તેમ માનવી વધુને વધુ દોડધામ કરતો જાય છે પણ તેમ કરવામાં પૈસા તો હાથમાં રહેતા નથી અને સમય વેડફાઈ જાય તે છોગામાં. આજે આપણે પૈસાનો વ્યય થતો કેમ રોકવો તે જોઈશું.

રૂપિયા બચાવવાના ચક્કરમાં આપણે ઘણી વાર સસ્તી અને ચીલાચાલુ વસ્તુ ખરીદી લઈએ છીએ જેનું પરિણામ એ આવે છે કે તે જલ્દી તૂટી જાય છે અને પછી ફરી ખરીદવી પડે છે આમ સરવાળે વધુ પૈસા જાય છે અને સમય વેડફાય તે અલગ અને બીજી વસ્તુ વસાવીએ ત્યાં સુધી પરેશાની પણ ભોગવવી પડે છે. માટે હંમેશા ઉચ્ચ ગુણવતા યુક્ત સામાન જ ખરીદવો.

જો કોઈ એક વ્યક્તિને એક વસ્તુ ગમી જાય તો ફક્ત લોકોના અભિપ્રાયને અનુસરીને ખરીદવી જોઈએ નહિ તમને તેની જરૂર હોય ત્યારે અને તેની બે ત્રણ જણા પાસેથી માહિતી એકઠી કરો ત્યાર પછી ખરીદવું કે નહિ તે વિચારો શક્ય છે કે બે ત્રણ જણા તેનો અભિપ્રાય નકારાત્મક પણ આપે અને ત્યાં સુધીમાં તમને દેખાદેખીમાં ખરીદવાનું ભૂત ઉતરી જાય અને તમારા પૈસા પણ બચી જાય.

જરૂરી નથી કે ઘર બહાર જઈએ ત્યારે જ ખર્ચો થાય આજના જમાનામાં ઘરબેઠા જાતજાતની એપ દ્વારા અને આકર્ષક ઓફરથી ના જોઈતી ખરીદી થઈ જાય છે માટે મોબાઈલનો સીમિત ઉપયોગ કરવો અને સાથે જ એ પણ ધ્યાનમાં રાખવું કે ઘણી વખત સારી ઓફરમાં બજાર કરતા સસ્તું અને સારૂં પણ મળતું હોય છે ત્યારે તેનો લાભ પણ લેવો જોઈએ.

મહિનાના પગારમાંથી એક નક્કી રકમ હંમેશા બાજુમાં મૂકી દેવી અને એ ભેગી કરેલી રકમ વધી જાય ત્યારે ફિક્સ ડિપોઝિટમાં મૂકી શકો છો એલ આઈ સી માં પણ મૂકી શકો છો અને તેના પર વ્યાજ કમાઈ શકો છો માટે મહિનામાં એક વાર એક ચોક્કસ રકમ હંમેશા બાજુ પર મુકવી.

જો તમને સંગ્રહ કરવાની આદત હશે તો દેખીતી રીતે વધુ ખર્ચો કરશો માટે સ્વભાવ બદલો જે વસ્તુ તમારી પાસે છે તે જરૂર પડે ત્યારે જ ખરીદો જેથી હાલમાં બીજે ક્યાંય રૂપિયાનો યોગ્ય ઉપયોગ કરી શકશો.

ખરીદી કરવા જતી વખતે લિસ્ટ બનાવીને જવું અને શોપમાં જે તે ના ખરીદી લેતા ફક્ત લિસ્ટને જ અનુસરવું આમ કરવાથી નાહકનો ખર્ચો થતો નથી.

નાના બાળકના જન્મ પર શુકનના અગ્િાયાર અને એકવીસ રૂપિયા મળ્યા હોય તે માતાએ ના વાપરતા ઘરમાં ગલ્લો વસાવી જમા કરવા જોઈએ સારી એવી રકમ થતા જોઈતા પૈસા ઉમેરી એલ આઈ સી માં બાળકના નામે જ મુકતા સારૂં વ્યાજ મળી શકે છે અને બાળક મોટું થતા તે પૈસાનો ઉચ્ચ અભ્યાસ કે ઈતર પ્રવૃત્તિ માટે કામ લાગી શકે છે.

લગ્ન અને સગાઈની રોકડ રકમનો પણ યોગ્ય ઉપયોગ કરો બધા રૂપિયા ભેગા કરી જે વસ્તુની જરૂર હોય તે ખરીદો જેથી માતાપિતાને લગનખર્ચમાં બહુ નહિ તો થોડી પણ રાહત તો ચોક્કસ મળશે.

અમીર યજમાનને તમને પોસાય નહિ તેવી મોંઘી ભેટ આપવી એવું હોતું નથી યજમાનને ભેટ આપતી વખતે તેના મોભા પ્રમાણે નહિ પણ તમારી તાકાત પ્રમાણે આપો. વળી મોંઘી વસ્તુ ખરીદવા કરતા તમારી કળા વાપરીને પણ ભેટ આપી શકો છો.

મિત્રો સાથે બહાર ફરવા જવા કરતા ઘરમાં જ ઉજાણી કરશો તો આગવી જ મજા આવશે અને ખર્ચો પણ બચશે.

બહાર ફરવા જાવ ત્યારે ક્યારેક ઘરેથી નાસ્તો લઈ જાવ ત્યાં શેતરંજી લગાવીને ડબ્બા ખોલવાની મજા લેવી બહુ ગમશે અને બહારનું મોંઘો અને હાનિકારક ખોરાક દૂર જ રહેશે.

આજકાલ લોકો વજન ઓછું કરવા ખાવા પીવામાં જાતજાતના ફેરફાર કરે છે પણ જ્યાં થોડું ચાલવાનું આવે કે તરત જ રીક્ષા કે બસ ભાડે કરી લે છે આમ ના કરતા જો સમય હોય તો ચાલીને જવું જોઈએ આમ કરવાથી પૈસા બચશે અને તમારી કસરત પણ થઈ જશે.

એ માન્યું કે યુવતી તૈયાર થવામાં કોઈ કચાશ નથી છોડતી અને સોંદર્ય પ્રસાધન પાછળ ઘણો ખર્ચો કરે છે પણ વળી સારી ગુણવતા માટે વધુ ખર્ચ કરવો પડે છે અહીં એક વાત નોંધવી કે ઘણા પ્રસાધનો પર એક્સપાયરી ડેટ તેના પેકીંગ પર જ લખી હોય છે જે તે પ્રસાધન પર નહિ અને પેકીંગ તો એકવાર વાંચીને ફેંકી દેવામાં આવે છે અને પછી થોડા સમય પછી પ્રશ્ન આવે છે કે આ વસ્તુ વાપરવી કે નહિ પણ જો પેકીંગ ખોલીને તે પ્રસાધન પર માર્કરથી જ એક્સપાયરી ડેટ લખી દો તો તે વસ્તુ પુરી વાપરી શકો છો અને આમ તમારા રૂપિયા બચી શકે છે.

મોંઘા ડ્રેસ મટેરીઅલની ભારે સિલાઈ આપવાની મુર્ખામી કરતા રેડીમેડ રોયલ કુર્તી ઓનલાઈન ખરીદવી સસ્તી પડશે અને ફેશનમાં પણ રહેવાશે.

મેડિકલ સ્ટોરમાંથી સોંદર્ય પ્રસાધનો જેમ કે લિપ બામ, મસ્કરા, ફેરનેસ ક્રીમ ના ખરીદવા જોઈએ ત્યાં પ્રિન્ટેડ પ્રાઈસ દેવી પડે છે પણ જો કોઈ સુપર માર્કેટ કે સ્ટોર્સથી ખરીદશો તો ઘણો ફાયદો થશે.

જો તમારો મિત્ર કપડાં એક વાર ફાટતા બીજી વાર ના પહેરતો હોય તો જરૂરી નહતી કે તમે પણ એમ જ કરો નિષ્ણાંત દરજી પાસેથી અલ્ટર કે રફુ કરીને નવો ઓપ પણ આપી શકો છો.

આજના સ્પર્ધાત્મક જીવનમાં તમે કઈ પણ ખરીદો પછી અનાજ હોય કે ઈલેકટ્રીક વસ્તુ બે ત્રણ જગા પર ભાવ ચકાસો તમને ખાસ્સો તફાવત જોવા મળશે ત્યાર પછી જ ખરીદીનું લિસ્ટ બનાવો.

બની શકે તો કોઈ પણ ખરીદી ઘર કે ઓફિસની નજીકથી કરો જેથી રિપેર કે બદલવા તમારા પૈસાની સાથે સમય પણ બચી જશે.

કઈ પણ વસ્તુ ખરીદો બની શકે તો તેને ઉપયોગમાં તરત લો જેથી જો કઈ ખામી આવે તો તરત જ બદલાવી શકો છો થોડા સમય પછી વાપરવાનું ચાલુ કરો તો શક્ય છે કે દુકાનદાર બદલી આ આપે જેથી કરીને તમારે બીજીવાર ખર્ચો કરવો જ પડશે.

રૂપિયા બચાવવા જરૂરી નથી કે તેને વાપરવા જ નહિ તમારામાં રહેલી સર્જનાત્મકતાને ઉપયોગમાં લો અને તેનાથી બે પૈસા કમાવાનું ચાલુ કરો બની શકે કે તે તમારો એક કાયમી બિઝનેસ બની જાય.

આજકાલ દરેક ઘરમાં ત્રણ ચાર સ્માર્ટ ફોન તો હોવાના જ જો દરેક સભ્ય નેટ પેક કરે તો વર્ષે કેટલો ખર્ચો આવે છે તે જુઓ અને ઘરમાં વાઈફાઈ લગાડવાથી કેટલો ખર્ચો આવે છે તે જાણો અને પછી નક્કી કરો કે ક્યાં ફાયદો થાય છે.

આજકાલ ઘણા બધા સમાચાર પત્રક ઓનલાઈન મળે છે તો છાપાંવાળાને બંધ કરાવી દેવા સારા મહિનાના ૨૦૦ થી ૩૦૦ રૂપિયા ત્યાં જ બચી જશે.

નાના નાના ટોક ટાઈમના રિચાર્જ મારવામાં વધુ ટેક્સ કપાય છે માટે એક વાર મોટા રેચાર્જથી ફૂલ ટોક ટાઈમ લઈ લેવો સારો.

વીજળી અને મોબાઈલના બિલ પર ચાંપતી નજર રાખવી જેથી ખોટા ચાર્જ ના લાગે અને તેની ચુકવણી કરવામાં જરાયે આળસ ના કરવી જેથી કરીને તેની પર લેટ ફીસ ના લાગે.

શક્ય હોય તો પ્લાસ્ટિકની વસ્તુની ખરીદી કરવી ટાળવી અને ધાતુ પર પસંદ ઉતારવી આમ કરવાથી વારંવારનો ખર્ચો બચી જશે.

ખરીદી કરતી વખતે ઘરેથી જ થેલી લઈ ને જાવ નાહકના સ્ટોર્સમાં થેલી પાછળ પૈસા બગાડવા નહિ.

ગમે ત્યારે ખરીદી ના કરતા ભારતીય તહેવારોના દિવસોની આજુબાજુ ખરીદી કરો તો મોટા સ્ટોર્સમાં સારૂં એવું ડીસ્કોઉન્ટ મળે છે.

ગરમીની ઋતુમાં પંખો ચોવીસ કલાક ચાલુ રાખવો પડે છે આમ કરવાથી પણ ગરમી ઓછી થતી નથી કારણ કે જો બહાર ગરમી હોય તો અંદર પણ ગરમી જ રહેશે ત્યારે પંખો બંધ કરી દરવાજા અને બારી પર ભીના પડદા રાખવામાં આવે તો ઠંડક અનુભવાશે અને વીજળીનું બિલ પણ ઓછું આવશે.

અણસમજુ બાળકો પાસે મોંઘી વસ્તુ ક્યારેય રમવા ના આપવી ગમે ત્યારે તૂટી જાય છે અને ખર્ચમાં ઉતરી જશો.

બાળકોને પેન્સિલ રબર પુરી વાપરવાની કલા શીખવો તેના સ્કૂલબેગની કાળજી લેતા શીખવો જેથી તેની કોઈ વસ્તુ ખોવાઈ ના જાય આમ કરવાથી બાળકમાં જવાબદાર રહેવાનો ગન વિકસશે અને અને આમ તેનો ખર્ચો કાબુમાં લાવી શકાય છે.

બાળકોને લાડ લડાવો પણ તે ફક્ત પૈસા ખર્ચીને જ નથી જતાવી શકતો તે યાદ રાખવા જેવી વાત છે.

વાંચનનો શોખ કેળવો કારણ કે જેટલું વાંચશો તમને વધુ માહિતી મળશે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે આજુ બાજુમાં શું ચાલી રહ્યું છે અને તમે જાગૃત રહેશો અને તમે ખરીદી બાબત વધુ સજાગ રહેશો.

તમારા પર્સમાં એક લક્ષ્મીજીનો બેસેલી મુદ્રા હોય એવો ફોટો જરૂર રાખવો માના આશીર્વાદ તમારી સાથે જ રહેશે.

વસ્તુની ખરીદી કરતા તેની કિંમત કરતા તમારી જરૂરિયાતને મહત્વ આપો ખર્ચો આપોઆપ ટળી જશે.