હુંુ ગુજરાતી - ૪૦
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા
૨.કલશોર - ગોપાલી બૂચ
૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા
૪.કાફે કોર્નર - કંદર્પ પટેલ
૫.પ્રાઈમ ટાઈમ - હેલી વોરા
૬.ટેક ટોક - યશ ઠક્કર
૭.ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર
૮.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર
એડિટરની અટારીએથી....
* સિદ્ધાર્થ છાયા *
ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
સાચો ઈતિહાસ જાણવાનો બધાને હક્ક છે
આપણા દેશમાં અને ખાસકરીને આપણા ગુજરાતમાં ઈતિહાસને અત્યંત બોરિંગ વિષય ગણવામાં આવે છે અને એ પણ હૈં કોઈ વ્યવસ્થિત પડતાલ વગર જ. નાનપણમાંજ કઈ સાલમાં કોણે શું કર્યું હતું જેવા મોઢે કરવાની ફરજીયાત એકસરસાઈઝ આપી દેવામાં આવતા ગણિતની જેમ જ ઈતિહાસનો ડર આપણા બાળકોમાં વ્યાપ્ત કરી દેવામાં આવ્યો છે. હું પોતે ઈતિહાસ સાથે ગ્રેજ્યુએટ થયો છું, પરંતુ ત્રીજે વર્ષે જયારે અમારે તમામ પેપરો મુખ્ય વિષય એવા ઇતિહાસના ભણવામાં આવ્યા ત્યારે અમે આવડા મોટા ક્લાસમાં માત્ર બાર જણાજ હતા. આ પ્રકારનો ખાલીપો આપણે ત્યાં ઈતિહાસ બાબતે આઝાદી પછી તરતજ અપનાવવામાં આવેલી પરિક્ષાલક્ષી શિક્ષણ વ્યવસ્થાને લીધે જોવામાં આવી રહ્યો છે. જો નેવું ના દાયકામાં ઇતિહાસના ક્લાસની આ હાલત હતી તો અત્યારે કેવી હશે તેની કલ્પના કરી શકાય એમ છે. ઈતિહાસના આ ખાલીપાનો લાભ આપણા ઈતિહાસકારોએ બરોબરનો લીધો. ખાસકરીને ડાબેરી વિચારધારા ધરાવતા ઈતિહાસકારોએ. ભારતના સદનસીબે કહો કે બદનસીબે આપણે ત્યાં પહેલેથીજ ડાબેરી ઝોક ધરાવતા ઈતિહાસકારો બહુમતીમાં છે. આનેલીધે આપણને સ્કુલમાં ભણાવવામાં આવતો ઈતિહાસ સો ફીસદ સાચો હતો કે છે તે છાતી ઠોકીને કોઈજ નથી કહી શકતું.
આઝાદી પછી વચ્ચે અમુક ગેપ સિવાય ભારતમાં એકજ વિચારધારાવાળી સરકારનું શાસન હોવાથી તેને ગમતો ઈતિહાસ આપણને ભણાવવામાં આવ્યો અને આપણા બાળકોના મગજમાં એવું ફીટ કરી દેવામાં આવ્યું કે મધ્યકાલીન ભારતથી માંડીને આઝાદીની લડત સુધી અમુકતમુક રાજાઓ, બાદશાહો કે પછી નેતાઓની મહેનતથી જ ભારતની છબી સારી બની છે. જ્યારે ભારતમાં આ બધા સિવાય પણ એવા ઘણાબધા વ્યક્તિઓ થઇ ગયા જેમણે આજનું ભારતને બનાવવામાં પોતાનું મહામુલું પ્રદાન આપ્યું છે, પરંતુ અમુક ઈતિહાસકારોએ જાણીજોઈને એમની મહત્તા ઓછી કરી અને તેમને સાવ નગણ્ય બનાવી દીધા. જે વર્ષોમાં અન્ય વિચારધારા ધરાવતા પક્ષોની સરકાર આવી એમણે એમનીરીતે એટલેકે જમણેરી વિચારધારા ધરાવતા ઈતિહાસ ભણાવવાની કોશિશો કરી. ટૂંકમાં સાચો અને શુદ્ધ ઈતિહાસ ભણાવવાની કોશિશ કોઈએ પણ ન કરી. પણ ભલું થજો સોશિયલ મિડિયાનું જેણે અન્ય ક્ષેત્રોની જેમ ભારતના ઈતિહાસને એટલેકે સાચા ઈતિહાસને જાણવાનો ભરસક પ્રયાસ કર્યો અને અત્યારની તેમજ ગત સરકાર પર પ્રેશર બનાવ્યું અને પરિણામ આપણી સામે છે.
નેતાજી સુભાષચંદ્ર બોસના અવસાન અંગે એકજ વાત અત્યારસુધી આપણને જાણવા મળી છે, (આ માટે આપ ગુજરાતી પ્રાઈડ અને માતૃભારતી બંને એપમાં સુભાષબાબુના જીવન પર લખાયેલી ખાસ ઈબુક જરૂર વાંચજો.) પરંતુ સુભાષબાબુના પરિવારના અમુક સભ્યોએ આ થિયરીને ક્યારેય માની ન હતી. સોશિયલ મિડિયાની તાકાત જ્યારે સામે આવી ત્યારે સુભાષબાબુના ફેન્સે સરકાર પર સુભાષબાબુના મૃત્યુ વિષે તેમજ એમના મૃત્યુ સુધી ભારતના રાજકારણમાં શું હલચલ થઇ હતી તે જાણવા માટે રીતસરનું દબાણ કર્યું. ગઈ સરકારેતો‘જો ફાઈલો જાહેર કરવામાં આવશે તો અમુક દેશો સાથે આપણા સંબંધો બગડી શકે છે’એમ કહીને આ બાબત ટાળી, પણ નવી સરકારે થોડીક હા-ના કરીને હવે આવતી ત્રેવીસમી જાન્યુઆરી, એટલેકે સુભાષબાબુના જન્મદિવસે તેમને લગતી ભારત સરકારની તમામ ફાઈલો ડીક્લાસીફાઇ કરવાનો નિર્ણય લીધો છે.
એટલે અત્યારસુધી સુભાષબાબુના મૃત્યુ અંગેજ નહીં, પરંતુ તેમના મૃત્યુ સુધી ભારતના અન્ય નેતાઓ એમના વિષે શું વિચારતા કે એમની દેશમાં હાજરી કે ગેરહાજરી કોને ખૂંચતી હતી આ તમામ વિગતો હવે બહાર પડશે. સરકારી ફાઈલો બ્લેક એન્ડ વ્હાઈટમાં હોય છે. હા એમાં પણ અમુક તથ્યો સાથે સમાધાન કરાયું હોય એવું બને, પરંતુ જે કાઈપણ હશે, તે તેના મૂળ સ્વરૂપેજ બહાર આવશે. આથી અત્યારસુધી આપણને સ્કુલોમાં અને કોલેજોમાં સુભાષચંદ્ર બોસ વિષે કે પછી આઝાદીની લડાઈ વિષે જે ઈતિહાસ ભણાવવામાં આવતો હતો એનું કદાચ સંપૂર્ણ શિર્ષાસન થઇ જાય એવી પુરેપુરી શક્યતાઓ છે. પણ મુદ્દો માત્ર સુભાષચંદ્ર બોસ સુધીજ લિમિટેડ ન રહેવો જોઈએ. સાચો અને શુદ્ધ ઈતિહાસ જાણવાનો હક્ક લોકશાહીમાં તમામને છે. હા અમુક હકિકતની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તરત કે વીસ-પચીસ નહીં તો એટલીસ્ટ સાઈઠ વર્ષેતો તમામ સરકારી ફાઈલોને ડીક્લાસીફાઇ કરવાનો કાયદો ઘડવાનો સમય હવે આવી ગયો છે. તોડીમરોડીને કહેવામાં આવતા મસાલેદાર અસત્ય કરતાં બોરિંગ પણ શુદ્ધ એવા સત્યને જો આજની પેઢી તેના જીવનના ઉત્તરાર્ધમાં જાણે તો ખોટું શું છે?
સાઈઠ વર્ષનો ગાળો અમસ્તોય એ ઘટનાની સંવેદનશીલતા ઘટાડી ચુક્યો હશે, તો એક નિયમજ બનાવી દેવો જોઈએ કે કોઇપણ સરકારી ફાઈલ તેના બન્યાના સાઈઠ વર્ષે ડીક્લાસીફાઈ કરી જ દેવી. એકવાર આ વ્યવસ્થા ગોઠવાઈ જશે, પછી બધું એની મેળેજ ગોઠવાઈ જશે. અમેરિકામાં આ નિયમ છે અને તેને લીધેજ આપણને ખબર પડી હતી કે ત્યાંના પૂર્વ વિદેશમંત્રી હેનરી કિસિંજર આપણા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી વિષે શું વિચારતા અને કયા શબ્દો વાપરતા. ભારતમાં હાલમાંતો એમ થવું શક્ય નથી લાગતું, પણ ભવિષ્યમાં ભારતમાં પણ કોઈ એડવર્ડ સ્નોડેન ઉભો થાય એ પહેલાં સરકાર ડીક્લાસીફાઈ વિષે ગંભીરતાપૂર્વક વિચારીને કોઈ નિયમ લઇ આવે એ ઇચ્છનીય છે.
૧૬.૧૦.૨૦૧૫ (શુક્રવાર)
અમદાવાદ
* સિદ્ધાર્થ છાયા *
કલશોર
* ગોપાલી બૂચ *
ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
કલશોર
કદ્ઘક) હજ કઙ્મક) હજૃ
દૃ"ફર્ ે કેક) હજૃ
ર્
ટ્ઠ’ા ીજટ્ઠર્ ’ક) હજ ષ્ઠાઙ્ઘષ્ઠોરૃ
ત્ર્ડહ; ીજટ્ઠ દ્ભો હજૃ
કિ ીજટ્ઠ /;ો હજૃ
દૃૐા;ર્ દ્ઘહો હજ ’ાટ્ઠૐાુદ્ઘોરૃ
હૂ%ચા ઙ્ઘાજ હુદ્ઘ ઙ્ઘદ્ઘૃ
ઙ્મૂચા ૐાદ્ઘૈૂદ્ઘ ઙ્ઘદ્ઘૃ
દૃા’ા ઙ્મટ્ઠૈુ. ાઢ ઙ્ઘદ્ઘ હાઙ્મ ોંરૃ
ઙ્મ્ેં ઙ્માજ કખ્તિ હજૃ
ઙ્ઘૂફૂટ્ઠષ્ઠ ીજટ્ઠ બ્રિ હજૃ
ંટ ીજટ્ઠ ંરિ હજ ીાટ્ઠ ર્ૐાોર----
અહાહા... અને પછી અમારા ગુજરાતનો કોઈ છેલ છબીલો, નખરાળો, નરબાંકડો એની મુછોને વળ દેતો, ખેસ ખભે ચડાવતો, કેડિયાને જે ફંગોળીને શરીરને ગરબીમા ફરતું, રમતું મુકે... અને સામે રાધારાણીને પણ શરમના શેરડા પડે એવી અણિયાળી આંખો વાળી ગરવી ગુજરાતણ ચોલીની કસને જરા વધુ કસે, એની તારા મઢેલી ઓઢણી પણ હિલ્લોળે ચડે, સાથે નાગણ જેવો લાંબો એનો ચોટલો પણ તાલમા લયાત્મક રીતે ઝુલતો જાય અને ભાઈ ગરબાની રમઝટ જામે, "કોઈ રૂપનો કટોરો, કોઈ રૂપની કટૉરી કોઈ શ્યામ કોઈ ગોરો, રમે છોરી અને છોરો... "
ત્યારે કહેવાનું મન થાય, "એલા, કોક દી તુ ગુજરાતમા ગરબે રમવા આવ, મારા વાલીડા, તને તારૂ વ્રજ ભુલાવુ શામળા !"
આ મારા ગુજરાતની ઓળખ છે. રંગેચંગે, સજીધજીને ગરબે ઘૂમતી અમારી ગુજરાતણને જોવી એક લ્હાવો છે બાપ !
એમાં સાક્ષાત જગત જનની જગદંબાનું રૂપ સોળે કળાએ ખિલ્યું દેખાય. નવરાત્રી એટલે મા આધ્યશક્તિ જગદંબાનું આરાધ્ય પર્વ. નારીશક્તિનું સંપૂર્ણ ગૌરવ એટલે નવરાત્રી પર્વ. મહિષાસૂરના ત્રાસથી ત્રસ્ત પૃથ્વીને મુક્ત કરવા બ્રહ્મા, વિષ્ણુ, મહેશે જે દિવ્ય સ્ત્રી શક્તિ ઉત્પન્ન કરી તે મા જગદંબા. જેણે નવ નવ દિવસ સુધી અવિરત યુદ્ઘ કરીને ધરાને ભયમુક્ત કરી. નવરાત્રી એટલે આસૂરી શક્તિનો નાશ કરી સમાજને પણ ભયમુક્ત કરવાનો તહેવાર.
આપણી અંદર રહેલાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર રૂપી રાક્ષસને ધ્વસ્ત કરવા દર વર્ષે પ્રતિક રૂપે આપણે નવરાત્રી પર્વ ઉજવીએ છીએ. આનંદ અને ઉત્સાહના અતિરેકમા આપણે તહેવારો પાછળ રહેલી ભાવનાને ભુલી જઈએ તો કેમ ચાલે? એટલે જરા આજે મેં ગઝલના કલશોરને ગરબાના કલશોરમાં વાલવાનું નક્કી કર્યું. આર્ત્ર હ્ય્દયે માંગીએ છીએ કે રિદ્ઘી દે, સિદ્ઘી દે. પણ એના બદલામા શું આપીશું? ઇશ્વર પાસે પણ સતત માંગવું સારૂં નથી. કશુક સામે આપવું પણ પદે તો જ લેતી-દેતીના વ્યવહાર લાંબા ચાલે.
ચાલો, એટલો સંકલ્પ તો કરીએ જ કે મારા જીવનમા આવેલી તમામ સ્ત્રીને હું આદરભાવથી જોઇશ. મિત્રતાથી જોઇશ.
અને હા ઉપવાસ -એકટાણા કેમ ભુલાય?કરવા જ જોઈએ. એ પણ એવો સંકલ્પ છે કે આહરમા પણ માત્ર સાત્વિક આહાર જ. અન્ન એવો ઓડકાર. માટે મા શક્તિના નવ દિવસ દરમિયાન તો હુ રજસ અને તમસ પ્રકૃતિથી દુર જ રહીશ. થોડુ વિજ્ઞાન પણ ખરૂં. વરસમા ભેગી થયેલી ચરબીનો હિસાબ આ ઉપવાસ અને રાત્રિ ગરબા બન્ને ભેગા મળી ઉકેલી નાખે.
માડી તારા મંદિરીએ ઘંટારવ થાય... એવા ક્લાસિકલ ગરબા સાથે ભલા મોરી રામા પણ ભલે પધારે. પરંપરાગત ગરબી સાથે સનેડાને પણ એટલો જ પ્રેમ ભર્યો આવકારો. પણ વાત મહત્વની એ કે ગરબાના નવીનિકરણ સાથે એની પરંપરાગત ગૌરવશાળી શૈલી સચવાવી જોઈએ. આખરે જગત જનની સાથે જોડાયેલો સંબંધ છે. માત્ર દાંડિયાની બૂમરાણ નથી. સત્વ અને તત્વ સાથે શક્તિ અને ભક્તિની ઉપાસનાનું મંગલ પર્વ છે આપણી નવરાત્રી.
સાથે જમીએ, સાથે ફરીએ, સાથે કરીએ સારા કામની ભાવનાને સિદ્ઘ કરતો તહેવાર દૈવી વિચારોના સંગઠનનું અને સામાજીક એકતાનું પ્રતિક છે.
તો આત્મબળ, શ્રદ્ઘા અને શક્તિ આપતું પર્વ સૌનું કલ્યાન કરે એવી શુભેચ્છા સાથે
"યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યે, નમસ્તસ્યે, નમસ્તસ્યે નમો નમઃ"
* ગોપાલી બૂચ *
ર્સ્િીપીંછ
* કાનજી મકવાણા *
ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠાુટ્ઠહટ્ઠોદ્બટ્ઠિ૩૪જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
ર્સ્િીપીંછ
* કાનજી મકવાણા *
કાફે કોર્નર
* કંદર્પ પટેલ *
ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠીંઙ્મ.ાટ્ઠહઙ્ઘટ્ઠિ૫૫૫જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
‘ઉત્સવ’-‘ઉત્સાહ’ઃ ઉજાણી
આનંદ-ઉત્સાહ-ઉલ્લાસ-મોજમસ્તી-જલસા-રખડપટ્ટી-ખરીદી-નાસ્તો... આ બધાનો એક જ પર્યાય છે. અને તે એટલે ‘દિવાળી વેકેશન’.મમ્મી-પપ્પા માટે ‘ઇકોનોમિક કંસ્ટ્રેઇન્ડ’ની દરેક લીમીટ તૂટે એ મહિનો.‘ત્રણ સાંધો ને તેર તૂટે’ આવી પરિસ્થિતિ હોય દિવાળીના અગામી દિવસો પહેલા. મમ્મી - પપ્પા - બાળકો - દાદા-દાદી... અને લીસ્ટ ઘણું લાંબુ બને. આ દરેક લોકો એક જ વાતની કાગડોળે રાહ જોઇને બેઠા હોય, અને તે એટલે પપ્પા-પતિ-ભાઈ (ટૂંકમાં નર જાતિ)નો દિવાળી બોનસ સાથેનો પગાર.
ક્યારે (બોનસ+પગાર) આવે..? અને ‘એમાંથી હું શું લઈશ?’ એ દરેક મમ્મીના લાડલા દીકરા એ અને પપ્પાની લાડકી દીકરીએ મનમાં નક્કી જ કરી રાખેલું હોય છે. મમ્મી દિવાળી પર ઘરને સજાવવા સુશોભનની વસ્તુઓ-ઘરેણા-કપડા (પર્ટીક્યુલર મેચિંગ અને ફેશન પ્રમાણે)... એ શું લેવું એ નક્કી કરી લીધું હોય છે. પોતાના ગામડે (મતલબ... સૌરાષ્ટ્રનું ‘દેશ’) જવાની તૈયારી કરતા લોકો પોતાના સગા-સંબંધી માટે ખરીદી કરવાની એ પણ બજેટમાં આવરી લેવાય એ રીતે મેનેજમેન્ટ કરતા હોય છે. દિવસો પહેલા બસની ટીકીટ ના બુકિંગ કરાવી લીધેલા હોય છે. દિવાળીની એક જ એવી એક્ઝામ હોય છે ત્યારે પપ્પા અને કુટુંબના દરેક સભ્યોને ‘ક્યારે એક્ઝામ છે?’ એ ટેન્શન નથી હોતું... પરંતુ ‘ક્યારે પૂરી થશે’ એ ટેન્શન હોય છે. કારણ કે, ટીકીટ લેવાઈ ગઈ હોય ને...! ગામડે રહેતા સ્નેહીજનો શહેરથી પાછા ફરે દીકરો અને એનું કુટુંબ એની એકદમ ભાવપૂર્વક રાહ જોતા હોય છે. ચોરે બેઠેલા દાદા પણ પોતાના દીકરાની સુખ-દુખની વાત કરીને ‘એ ક્યારે આવશે..!’ એની જાહેરમાં જાહેરાત કરતા હોય છે.
ઘરની સફાઈ પણ પૂરજોશમાં એકદમ ગ્લુકોન-ડી નો ગ્લાસ પીને બહેનો કરતા હોય એવું લાગે. માથે ફેટો બાંધેલો હોય અને મમ્મીને પાણીની ડોલ બાથરૂમમાંથી ભરી-ભરીને આપતા હોઈએ (જેને બહેન ના હોય એમની વાત છે... બાકી ‘એક ના એક’ તો પૃથ્વીના સર્જનકાળથી “રાજાશાહી”માં જ જીવે છે. ઘરના જૂના પીળા પડી ગયેલા પોતાથી માંડીને તૂટી ગયેલા બોરિયા સુધી, ફાટી ગયેલા કપડા આપીને લીધેલ નવી-નક્કોર ડોલ સુધી, રિમોટના કવરથી મોબાઈલના રિચાર્જ સુધી, જૂના-ગંધાતા પગ-લૂછણીયા થી નવી બ્રાંડ-ન્યુ બેડશીટ સુધી, છાપાઓની પૂર્તિમાં તળેલી પૂરીના તેલથી લઈને મિઠાઈઓના ઘી સુધી, ચીમળાઈને ફાટી ગયેલ પુસ્તકોથી માંડીને રંગીન પાનાઓ ધરાવતા નવા કેલેન્ડ્રના ડટ્ટા સુધી, સાવરણીથી માંડીને માટીની તાવડી સુધી. કેટ-કેટલીયે વસ્તુઓ નવી આવે છે, જે જૂનીના સ્થાને રિપ્લેસ થાય છે. ઘર હર્યું-ભયુુુંંંં લાગે છે. અમુક દિવસો પહેલેથી જ અલગ ઉમંગ હ્ય્દયમાંથી ધીરે ધીરે બહાર નીકળતો જાય છે.
એક્ચ્યુઅલી, કામ કરતી સ્ત્રી પરસેવો પાડવાને લીધે ચપોચપ ચોંટાડેલા વસ્ત્રોમાં શ્રમને લીધે શેપમાં રહેલા ફિગરથી રેમ્પ પર ચાલતી આવી દીધેલા પૂતળા જેવી પ્લાસ્ટિક ડોલ સૂકલકડી મોડલથી વઘુ આકર્ષક લાગે છે! ફેમિલીની વ્યાખ્યા માત્ર કપલમાં જ સમાઈ જાય છે, એવા પરિવારમાં તો સફાઈ પણ સેક્સી એક્ટિવીટી બને છે. દિવાલો પર રંગ કરતા કરતા દેહને રંગીન બનાવવાના દ્રશ્યો ઘણી ફિલ્મોમાં આવ્યા છે. એકાંત સાથે ઉમળકો ભળે, અને થાક ઉતારવાનો મોકો મળે! પણ હજુયે ભારતવર્ષમાં દિવાળી એ ગ્રુપ એક્ટિવીટી છે. અને એકલા રહેતા માણસનેય હૂંફાળા હરખથી પાડોશીઓ મદદ કરાવવા આવી, સંબંધનું ઓઈલિંગ કરે છે !
હવેના જમાનામાં ડેનિમ ચડડી, સ્લીવલેસ ટેન્કટોપ પહેરીને બંધ કમરામાં સફાઇ કરતી આઘુનિકા અંદર છાંટવાના જંતુનાશક સ્પ્રે પંપ લઇને ધૂસેલા બુકાનીધારી સજનવા પિયુને જોઇને ‘કોઇ નહીં હૈ કમરે મેં કામ બાકી કરેંગે કલપ’ ગાતી-ગાતી શરારત કરીને નમણો નખરાળો ઉત્સવ પણ મનાવી શકે છે! ન્યુક્લીઅર ફેમિલીમાં કબાબની હડડીઓ કે દાળના કોકમો રોકવા-ટોકવા-તાકવાવાળા તો હોય નહિ! રોમે રોમ દીવડા, બઘું વેર-વિખેર રફે દફે પડયું હોય એના ‘એન્જડ એન્વાર્યમેન્ટ’ માં પણ ‘ચાજર્ડ’ થઇને પ્રગટાવવાના ‘રસ્ટી એડવેન્ચર’ની ‘ડસ્ટી કિસ’ની પણ એક લિજ્જત છે ને, યારો !
એટલા ઉધામા-ચિંતા-કામ-શોપિંગ-ખર્ચાઓ (ક્યારેક માથે પણ કરવા પડે)... છતાં ઉત્સવ આવે ત્યારે ઘરમાં કોઈ મોટો પ્રસંગ હોય એવી તૈયારીઓ થવા માંડે. ગમે તેવી પરિસ્થિતિ હોય છતાં માણસ એકદમ ખુશ હોય. દરેકના હ્ય્દયમાંથી એક સુંદર મેઘધનુષી સંગીત આ ફેસ્ટીવલને ઉજવવા માટે સપ્તકના સૂર પોકારતું હોય. એટલા માટે જ નવા વર્ષને એકદમ નવા જોશ સાથે આવકારવા માટે વ્યક્તિ પુરા વર્ષના થાકને ૫ દિવસમાં ઉજવીને તરોતાજા થઇ જાય છે. સ્ત્રીઓ પણ રસોડામાં પોતાનું કામ કરીને સરસ મજાના વ્યંજનો-વાનગીઓ-નાસ્તો-છપ્પન ભોગ ની ઉજાણી કરાવે છે. મોહનથાળ-સક્કરપારા-પૂરી-ચકરી-ચોળાફળી-મઠીયા-ખાખરા-કાજુકતરી-કોલ્ડડ્રીન્કસ-મુખવાસ-આઈસક્રીમ-ડ્રાયફ્રુટસ-ચેવડો-ચવાણું-વેફર-ગાંઠિયાની ધમધામાટી બોલતી હોય છે. બાળકો પણ પુસ્તકિયું જ્ઞાનને બાય-બાય કરીને રમતિયા જ્ઞાન તરફ વળે છે. ફૂલ-રેકેટ, નાઈટ ક્રિકેટ, પકડ દાવ, સંતાકુકડીની સોસાયટીઓમાં રમતો ચાલતી હોય છે. આ એટલે “ઉત્સવ પહેલાનો ઉત્સાહ”... દરેક પળને ખુબ માણો...!
કોફી ફ્રેપી :
“આવતી કાલમાં જ હજુ અટવાયેલો છે,
અંદેશો નથી કે કાલે શું થવાનું છે બિરાદર,
કાલની ચિંતામાં આજ ને બરબાદ કરી રહ્યો છે,
પહેલા આજ ને તો ખુલીને માણી લે,
આવતીકાલ તો તારી આજની યાદોમાં તરી જશે.
* કંદર્પ પટેલ *
પ્રાઈમ ટાઈમ
* હેલી વોરા *
ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ર્દૃટ્ઠિરીઙ્મૈ૧૯૮૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
ઝૂમ બરાબર ઝૂમ
એ ય ને ટેસડા ટાઈમ સ્ટાર્ટ્સ. નવરાત પાર્ટી હોલ નાઈટ. વેલ જો કે હવે નિયમો ચુસ્ત થઇ ગયા છે ૧૨ વાગે ને આરો ન આવે તો આંટી પુલીસ બુલા લેગી.... અને આપણું ગુજરાત સાચે જ ફૂલ વાઈબ્રન્ટ થઇ જાય. અને હવે તો આ ચેપ દેશ ની સાથે વિદેશ માં પણ ફેલાઈ ચુક્યો છે. વિચાર તો કરો આસો માસ ની ઠંડક, સાફ આકાશ માં તારલે મઢેલી રાત કોઈ રોક ટોક વગર બધા છૂટ થી ચોક માં આવી જાય, ઢોલ નો ધમકાર અને ગરબા નો લલકાર બસ મોજ થી નાચ્યા જવાનું જેમ કૃષ્ણ સંગે ગોપી ઓ રાસ રમી હતી મુગ્ધ થઇ ને એમ... આવી ફેન્ટસી ને અલાઈવ કરે છે નવરાત્રી.
અહાહા બધા ડિસ્કોથેક ના ધુમાડિયા વાતાવરણ ને પાછળ મૂકી આવે એવી ખુલ્લા માં ધબધબાટ ગરબાની રમઝટ ઈ એ દેસી બીટ પે... ક્યા બાત ક્યા બાત... ઓશો જેવા રસપ્રદ વ્યક્તિત્વના ઘણા બહુ ઇન્ટરેસ્ટીંગલી હ્ય્દય સ્પર્શીને છતાં મિસ્ટરીયસલી અધ્યાત્મિક પણ છે... આ તો સાલા એક તીર થી ત્રણ નિશાન થઇ ગયા... તો ઓશો ના મંતવ્ય મુજબ તલ્લીન થઈને કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ જેમકે ડાન્સિંગ, પેઇન્ટિંગ, સિંગિંગ એ પણ એક પ્રકારની કુદરતી પ્રાર્થના છે... જે કરવી નથી પડતી થઇ જાય છે. વાત તો સાચી હશે હો રજનીશ સાહેબની નહીંતર ઈશ્વરને રીઝવવા માટે અનેક પ્રકારના નૃત્યો ન થતા હોત કે ન હજારો સ્તુતિઓ તમામ ધર્મોમાં ગેય સ્વરૂપમાં લખાઈ હોત. હકીકતે હ્ય્દયથી કરવામાં આવતું નૃત્ય પણ અર્ચના જ હોવી જોઈએ. નહીં તો આખા દિવસ ના થાકેલા આપણે ગણપતિ ની સ્તુતિ શરૂ થતા જ ચોકમાં પહોંચી જતા ન હોત. અને હવે કલાકો સુધી છેલ્લી બીટ સુધી રમી શકતા ન હોત.
અને આપણા ૠષિ મુનીઓ પણ કેવા સમજદાર કે આ નૃત્યને આદિ શક્તિની આરાધના સાથે કનેક્ટ કરી દીધું હશે. ભલે દેવી ભાગવતમાં ટપ્પો ય ન પડતો હોય કે શક્રાદયના એકેય શ્લોકનો અર્થ ખબર ન હોય પણ સાફ હ્ય્દયથી બસ મન મૂકીને નૃત્ય કરવાથીય અર્ચના જ થાય છે. તેય પાછું સમૂહમાં... એ ય ને ૪૦૦ માણસો એક વર્તુળમાં એક સાથે તાળીઓ બોલાવતા હોય ને બદલતી બીટ સાથે બધાના કદમતાલ વગર સુચના એ સાથે જ બદલતા હોય, કોઈ કોમ્યુનીકેશન ન હોય તોય જબરજસ્ત મોટા ગ્રાઉન્ડમાં રમાતા પંચિયામાં એક સાથે પાર્ટનર્સની દિશાઓ બદલાતી હોય, કોઈ-કોઈને ઓળખતું ન હોય છતાં એક બીજાની પાસે આવી ને એક જ તાલે રમવા લાગે ને છેલ્લે સુધી શ્વાસ હાંફ માં બદલી જાય અને મેક-અપ પરસેવો થઇ જાય ત્યાં સુધી બસ રમતા જ રહે આને પછી સમય પૂરો થતા રાસ બંધ કરવો પડે અને પગ જવાબ દેવા લાગે પણ મન જાણે હજી અનંત સમય સુધી રમવા જ માગે... સમાધી આવી જ કઈક હોતી હશે.
નવ નવ રાત સુધી ટ્રાન્સ માં... ને મેરા ગાના પ્લીઝ પ્લે... મસ્ત ગરબાઓ ની મજા. ગરબાઓ પણ કેવા મજાના. કોઈ ભક્તિ થી ભરપુર... આશરો રે માગું આશાપુરા આઈ નો... તો કોઈ પેશનથી... ધ્રુજે ના ધરણી તો રંગત કહેવાય ના... વાહ વાહ... એને ઇન્ગ્રેજીમાં સુ કેવાય? રોક ધ ફ્લોર? ના એ તો ગરીબડું લાગે વેલ ટ્રાન્સલેશનમાં રઢિયાળી રાતનો રંગ જવા નથી દેવો... પછી ઓલા નટખટ ગરબા નું શું? હૈયું હળાઈ ને ગયું તણાઈ જોબનના મેળા માં... અહા... નોટી નોટી... બેઝીક ઇન્સ્ટીકટ યુ નો ! અને રોમાન્ટિક ગરબા તો જાણે દિલ લઇ લે એવા... કહો પૂનમ ના ચંદ ને કે આજ ઉગે આથમણી કોર... મારા મનડા ના મિત મેં તો બાંધી છે પ્રીત... વાઉ... આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો... જઈ ને સુરજ ને કેજો ઉગે નહિ કાલો... ગરબા ફોર ઓલ મૂડસ.
મને યાદ છે લગભગ વીસ બાવીસ વર્ષ પહેલા અમદાવાદ જવાનું થયેલું... એટલે મારી ઉમર નો અંદાજો કાઢવો નહિ વાત અમદાવાદની છે. પરોઢે ૫ વાગ્યે પહોંચ્યા ત્યારે ઘણી નવરાત્રીઓમાં હજી પણ રાસ રમવાના ચાલુ હતા અને ખેલૈયાઓ મચક દેવાના મુડમાં ન હતા. જો કે બીજા લોકોને ખેલૈયાઓની ગરબા સમાધિથી થતું ડીસ્ટર્બ પણ વ્યાજબી છે. એટલે સમય સર બંધ કરાવવા ના આગ્રહ પણ વ્યવહારિક છે.
કોમ્પીટીશન પ્રિય મિત્રોની કેટ ને મેટ ને સ્લેટ શરૂ થઇ કહેવાય... ખી ખી ખી... જો કે અપ ટુ ડેટ કોચિંગ લઇ ને પ્રેક્ટીસ કરી ને અદભુત કપડા એક સરખા લાવીને રમતા ટોળાઓ પણ આમ હરિયાળી જેવા લાગે. જોઈને આંખો ઠરે. ભલે મેક અપ અને ટેટુ વચ્ચે થી ચહેરો શોધવા થોડી મથામણ થાય પણ માઈન્ડ ને કસરત મળી એમ સમજી લેવાનું. પોઝીટીવ થીંકીંગ યુ નો... નહિ તો જેમ આવડે એમ મંડી પડવાનું. મજા આવવી જોઈએ બસ. રેટ્રો ન આવડે તો બે તાળી પણ રમી નાખવાની. નહીતો સંગીત ની મજા લુંટવાની. આ કોમર્શીયલાઈઝેશન પણ જબરી આઇટેમ છે. આખું લેવલ બદલી નાખે. એક’દીના ફેમીલી પાસ મહિનાના રાશનના ભાવથી ચડે એવા હોય પણ ઝાકઝમાળ ગરબીઓને અદભુત વાદ્યો જોવાની મજા પણ પડે. અને કલાકારો ને પણ ખાલી કદરથી પેટ ન ભરાયને? પણ ગંભીરતાપૂર્વક જજ ને લક્ષિ ને રમતા... થોડી થોડી વારે એનર્જી ડ્રીંક પિતા અને સતત સજાગ પણે રમવું એય સહેલી વાત નથી હો. લગે રહો...
તો બસ થઇ જાઓ તૈયાર દયા ભાભીની જેમ હાલો હાલો કરતા પહોંચી જાઓ ચોકમાં... હેપી નવરાત્રા.
* હેલી વોરા *
ટેક ટોક
* યશ ઠક્કર *
ઈ-દ્બટ્ઠૈઙ્મઃ અટ્ઠજરષ્ઠ૮જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
ર્સ્ંર્ં - ઠ
ટેક ટોક વર્ઝન ૮.૦ માં હકીકતે મારે નેક્સસ ના ૨ નવા લોન્ચ થયેલા મોબાઈલ વિષે વાત કરવી હતી પણ હજુ સુધી તેના વિષે પુરતી માહિતી એકત્રિત નાં થઇ હોય નાછુટકે તેને હવે આગામી વર્ઝનમાં ન્યાય આપવો પડશે. આ વખતે આપણે વાત કરશું મોટોરોલાના નવા લોન્ચ થયેલ મોટો એક્સ વિષે.
મોટોરોલા આમ જુઓ તો ભારતમાં એક સમયે નોકિયાને ભારે ટક્કર આપી રહ્યું હતું પરંતુ અચાનક જ કંપનીની કહેવાતી આર્થિક સ્થિતિ ગબડતા કંપનીએ તાત્કાલિક ધોરણે ભારતમાંથી પોતાના તમામ સ્ટોર બંધ કરી અને થોડા સમય માટે સેવાઓ બંધ કરી દીધી હતી. કટ ટુ યર ૨૦૧૪ અને મોટોરોલાની ભારતીય બજારમાં ધમાકેદાર વાપસી થઇ અને આ વખતે મોટોરોલા કંઇક નવી જ ગણતરી સાથે માર્કેટમાં આવ્યું હતું. કંપની નો ઓડીયન્સ ટાર્ગેટ હતા કોલેજ જનાર "ટીનએજર" ભારતીય વિદ્યાર્થીઓ. છેલ્લા દોઢ વર્ષના ગાળામાં કંપનીએ યંગ લોકોમાં ખાસ્સી ચર્ચાઓ જગાવી દીધી હતી અને એની પાછળનું જો સૌથી મોટું કોઈ કારણ હોય તો એક તો પોકેટ ફ્રેન્ડલી/બજેટ ફ્રેન્ડલી ડીવાઈસ અને આજકાલ નું યુથ જ્યાં આખો દિવસ પસાર કરે છે તેવા ઇન્ટરનેટ સિવાય તેને મેળવવાનો કોઈ સ્ત્રોત જ નહિ. આ વર્ષે મીડ રેંજ ડીવાઈસ કહી શકાય તેમાં મોટોરોલાએ મોટો એક્સ પ્લે નામનું મોડેલ માર્કેટમાં લોન્ચ કર્યું છે. આ મોબાઈલ તમને માત્ર અને માત્ર ફ્લીપકાર્ટ પર જ મળશે અને તેની ૧૬ જીબી માટે કીમત છે ૧૮, ૪૯૯ રૂપિયા તથા ૩૨ જીબી માટે ૧૯, ૯૯૯ રૂપિયા.
મોટો એક્સ વિષે વધુ વાતો કરીએ તે પહેલા તેના મુખ્ય સ્પેસીફીકેશન વિષે જણાવી દઉં. મોટો એક્સ પ્લે ને જે ખરેખર શક્તિશાળી બનાવે છે તે છે તેનું પાવરફુલ ક્વોલ્કોમ સ્જીસ્૮૯૩૯ સ્નેપ ડ્રેગોન ૬૧૫ ચીપસેટ અને ક્વોડકોર ૧.૭ ગીગા હર્ટઝવાળું કોર્ટેક્ષ-છ૫૩ ઝ્રઁેંઅને આ સિવાય ય્ઁેંની વાત કરીએ તો તે છે અડરીનો ૪૦૫. ઇન્બીલ્ત સ્ટોરેજની વાત કરીએ તો તેમાં ૨ ઓપ્શન મળે છે ૧૬ જીબી અને ૩૨ જીબી. ૨ જીબી રેમ આજકાલ ના ખુબ જ જરૂરી એવા મલ્ટીટાસ્ક ને ખુબ જ આસન અને સ્મુધ બનાવશે એ વાત નક્કી છે. ૫.૫ ઇંચની૧૦૮૦ ૐડ્ઢસ્ક્રીન ધરાવતા મોટો એક્સ પ્લેમાં તમને ગોરિલા ગ્લાસ ૩ પ્રોટેક્શન પણ મળશે.
મોટો એક્સ પ્લેમાં કેમેરા વિષે વાત કરૂં મેઈન કેમેરા તમને ડયુલ એલીડી ફ્લેશ તથા ઓટો ફોકસ સાથે ૨૧ મેગાપીક્ષ્લનો મળશે જયારે ફ્રન્ટ કેમેરા છે ૫ મેગાપીક્ષ્લનો, એચટીસી અને સોની એ હવે ફ્રન્ટ કેમેરામાં પણ ફ્લેશ આપી સેલ્ફી ઘેલા લોકોને પોતાની તરફ આકર્ષ્યા છે ત્યારે મોટોરોલા હજુ પણ એ પગલા થી દુર રહ્યું છે.
મોટોરોલા દ્વારા વધુ એક વખત મોબાઈલ હાથમાં હોય તો ગ્રીપ બની રહે અથવા લસરી નાં જાય તે માટે પુરતો પ્રયાસ કરાયો છે. બેકકવરની ડીઝાઇન ખુબ જ સુંદર બનાવાય છે. કદાચ પાણી પાસે ઉભા હશો અને ભૂલ થી ફોન લસરી જાય તો પણ ફિકર નોટ જનાબ... આ ફોન વોટર રેઝીસ્ટંટ છે એટલે જો તમે તરત જ બહાર કાઢી લેશો અથવા ઝરમર વરસાદમાં ગર્લસખી સાથે લોંગ ડરાઈવ પર જતા હશો તો ફોન પલળી જશે તેવો ડર રાખવાની જરૂર નથી. દ્ગહ્લઝ્રસપોર્ટ સાથેનું બેક કવર હોય તમે વાયરલેસ ચાર્જર પર પણ ફોન ને ચાર્જ કરી શકો છો.
મોટોરોલા દ્વારા જે ૨ બાબતોનું આ ફોનમાં ખાસ ધ્યાન રખાયું છે તેમની એક બાબત છે મોટો એક્સ-પ્લેની ઓલ ડે લોંગ બેટરી. મોટો એક્સ-પ્લે ૩૬૫૦ દ્બરનો પાવરફુલ બેટરી બેકઅપ ધરાવે છે તથા ફાસ્ટ ચાર્જીંગ પણ હાજર હોય તમે લગભગ અડધા કલાકમાં જ ૪૦ થી ૫૦ ટકા જેટલી બેટરી ચાર્જ કરી શકો છો. આ સિવાય વધુ એક વખત મોટોરોલા એ પણ એપલ ના સીરી તથા સેમસંગ ના ગેલેક્ષી વોઈસને ટક્કર આપતું વોઈસ કમાંડ હાજર કર્યું છે. તમે ફોનને ટચ કર્યા વગર પણ હવે ઓપરેટ કરી શકો છો અને એ પણ બહુ જ આસાનીથી. જો તમારે કોઈ ને ફોન કરવો છે તો તમારે ૐૈ મ્ેઙ્ઘઙ્ઘઅ, ઝ્રટ્ઠઙ્મઙ્મ દ્ગટ્ઠદ્બીબસ આટલો જ ઓર્ડર કરવાનો એટલે તમારો ફોન લાગી જશે. છે ને ક્વિક એન્ડ સુપર ઇઝી?
ફાયનલ ક્ન્કલ્યુંઝન વિષે વાત કરીએ તો જો તમારૂં બજેટ ૨૦,૦૦૦ સુધી હોય અને એમાં તમારે કોઈ ક્લાસી હેન્ડસેટ લેવો હોય તો મોટો એક્સ પ્લે ખરેખર ખુબ જ સારી પસંદગી સાબિત થઇ શકે છે.
ઃ ટેક બીટ :
ગરજ્યા વાદળ વર્ષે નહિ ને એપલની ભાષામાં લખવું હોય તો કદાચ કંઇક આવું થાય ગર્જ્યું એપલ વહેંચાય નહિ... બહુ જોરશોરથી માર્કેટમાં આવેલ એપલ આઈફોન ૬-એસ ને માર્કેટમાં ખુબ જ મોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
* યશ ઠક્કર *
ફૂડ સફારી
* આકાંક્ષા ઠાકોર *
ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
ફરાળની મજા
ગુજરાત અને સમગ્ર ભારતમાં ‘ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટીવ સીઝન’ નો જોર શોરથી પ્રારંભ થઇ ચૂક્યો છે. આ ઉત્સવોની મોસમની શરૂઆત નવલી નવરાત્રીથી થાય છે અને અંત આવે છે એનો હોળી પર. કહે છે કે જીવનની એકસરખી ઘટમાળથી બચવા અને પોતાને સૌથી વધુ અક્કલ ધરાવતા પ્રાણી તરીકે સાબિત કરવા માનવીએ તેની જિંદગીમાં તહેવારના દિવસો ગોઠવી દીધા.
હવે બધા તહેવારને એક મોજ મસ્તીનો માહોલ આપી દઈએ તો નવી પેઢી પાસે ધર્મનું શું જ્ઞાન રહે?- આવું કદાચ એ વખતે કોઈક એ વિચાર્યું હશે, એટલે જ ઘણા ખરા તહેવારોની ભેગા એને લગતા વ્રત કે ઉપવાસ પણ આવી જ જાય છે. જે એક રીતે સારૂં છે. ફક્ત ધાર્મિક જ નહિ પણ આરોગ્યની રીતે વિચારીએ તો જે હાથમાં આવ્યું તે પેટમાં ગયું જેવી આપણી મેન્ટાલીટી, તહેવારની મજાને સજામાં બદલી શકે છે. પરિણામે આ વ્રત કે ઉપવાસથી આપણે એ સજામાંથી બચી શકીએ છીએ.
આમ પણ અત્યારના હવામાનને અને આજુ-બાજુ રોજ ઉઠી રહેલા નવા-નવા રોગોને જોઈને લાગે કે હા, ખરેખર ઉપવાસની જરૂર તો છે. પણ પછી મારા જેવા લોકો કે જે ખાવા માટે જીવે છે એને માટે ઉપવાસ એક બહુ દુઃખદાયી સમય બની જાય છે. એટલે જાત જાતના ફરાળી વ્યંજનથી ખાલી કરવા ખાતર ઉપવાસ કરીએ છીએ. હવે જેને રૂટીન ઘરેડ થી છૂટવું હોય એ તો આમ પણ રોજીંદા ચીલાચાલુ ભુજાનથી છુટકારો મેળવવા ઈચ્છે છે, એમાં પણ જો સળંગ બે દિવસથી વધારે ફરાળી ખાવાનો - એટલે કે બીજા શબ્દોમાં ઉપવાસ કરવાનો - વારો આવે એને બીજે દિવસે બપોરથી જ રાજગરાની પૂરી અને સાબુદાણાની ખીચડીથી દૂર ભાગવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. સો, આ નવરાત્રીના છેલ્લા દિવસોમાં કંઇક નવું થઇ જાય? હા, ફૂડ સફારી આ વખતે લાવ્યું છે અવનવી ફરાળી વાનગી, ખાસ કરીને જેમને ગુજરાતી ઘરોમાં બનતા રૂટીન ફરાળથી છૂટવું છે એ લોકો માટે, સ્વીટ પટેટો એન્ડ વોલનટ સૂપ, આલુ કોફતા અને ડ્રાયફ્રુટ ફજ
નોંધઃ
આ વાનગીઓ મારા ઘર, કુટુંબ અને અમારી જ્ઞાતિ ના ફરાળની વ્યાખ્યા મુજબ બનાવેલી છે, જેમાં સૌ કોઈ પોતાના નિયમો મુજબ છૂટછાટ કરી શકે છે.
સ્વીટ પટેટો એન્ડ વોલનટ સૂપ
સામગ્રીઃ
• ૧ઘ કપ શક્કરિયું - છોલીને ટુકડા કરેલ
• ૪-૫ કપ પાણી
• ૧ ટેસ્પૂન ઘી
• ૧ તજ
• ૩-૪ લવિંગ
• ૧ કપ ક્રશ્ડ અખરોટ
• ૧ ટેસ્પૂન લીલા મરચાની પેસ્ટ (અથવા સ્વાદ મુજબ)
• મીઠું, કાળા મરી સ્વાદ મુજબ
• સજાવટ માટે તાજું ક્રીમ
રીતઃ
૧.એક પેનમાં આશરે બે કપ પાણી લો અને તેને ઉકળવા દો.
૨.તેમાં શક્કરીયાના ટુકડા નાખો અને તે નરમ થાય ત્યાંસુધી તેને પકવો.
૩.શક્કરિયું નરમ થાય એટલે પેનને ગેસ પરથી હટાવી થાળું પાડવા ડો.
૪.શક્કારીયાને પાણી સાથે ફૂડ પ્રોસેસરમાં નાખીને તેની એક સ્મૂધ પેસ્ટ બનાવી લો.
૫.હવે એ જ પેનમાં ઘી ગરમ કરો, ઘી ગરમ થાય એટલે તેમાં તાજ અને લવિંગ નાખી તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.
૬.તેમાં શક્કરીયાની પ્યુરી અને બાકીના બે કપ પાણી ઉમેરો.
૭.મીઠું, મરી અને મરચું ઉમેરી બરાબર હલાવો.
૮.મિશ્રણ ઉકાળવા લાગે એટલે તેમાં અખરોટ ઉમેરી ધીમા તાપે, જોઈતા પ્રમાણમાં ઘટ્ટ થાય ત્યાંસુધી ખદખદવા દો.
૯.તાજા ક્રીમથી સજાવીને ગરમાગરમ પીરસો.
આલુ કે કોફ્તે
સામગ્રીઃ
• ૩ મધ્યમ કદના બટાટા છોલી, બાફી ને છૂંદેલા
• ૧ ટેસ્પૂન અરારૂટ
• ૧ ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ
• મિક્સ ડ્રાયફ્રુટ, જરૂર મુજબ (કાજુ, અખરોટ, કિશમિશ વગેરે, સમારેલા)
• સ્વાદ મુજબ મીઠું
• કોફતાને તળવા માટે તેલ
• પીરસવા માટે દહીં
રીતઃ
•એક બાઉલમાં કાજુ અને તેલ સિવાય બધી સામગ્રી ભેગી કરો.
•ખૂબ સારી રીતે મિક્સ કરી એ મિશ્રણમાંથી માધ્યમ આકારનો બોલ તૈયાર કરો, આ બોલ ને વચ્ચેથી થોડો ચપટો કરી તેમાં ડ્રાયફ્રુટનું મિશ્રણ ભરી તેને બરાબર સીલ કરી દો. બધા જ કોફતા આ રીતે તૈયાર કરો.
•હવે એક પેનમાં તેલ ગરમ કરી કોફતા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
•કોફતાને દહીં સાથે પીરસો.
ડ્રાયફ્રુટ ફજ
સામગ્રીઃ
• ૧૨૫ ગ્રામ ઘી
• ૩૭૫ ગ્રામ ખાંડ
• ૫૦૦ મિલી દૂધ
• ૧૫૦ ગ્રામ મિક્સ્ડ ડ્રાયફ્રુટ
રીતઃ
૧.એક હેવી બોટમ પેનમાં ઘી, ખાંડ અને દૂધને ભેગા કરો.
૨.આ મિશ્રણને ધીમા તાપે એકદમ ઘટ્ટ થાય ત્યાંસુધી હલાવતા રહો, દૂધ નીચેથી બળે નહિ તેનું ધ્યાન રાખવું.
૩.મિશ્રણ ઘટ્ટ થઇ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી તેમાં ડ્રાયફ્રુટ ઉમેરો.
૪.આ મિશ્રણને એક ગ્રીઝ કરેલી થાળીમાં ફેલાવી ઠંડુ પાડવા દો.
૫.મિશ્રણ ઠંડુ પડે એટલે તેના ટુકડા કરી પીરસો.
* આકાંક્ષા ઠાકોર *
મિર્ચી ક્યારો
* યશવંત ઠક્કર *
ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠજટ્ઠિઅષ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
ફાફડા ફોરમતા આવ્યા રે...
‘ચાલો ચા પીવા.’નયનાબહેને સાદ પાડયો.
‘ફાગણ ફોરમતો આવ્યો રે ફાગણ ફોરમતો આવ્યો...’ ગાતાં ગાતાં જીતુએ ટેબલ તરફ ગતિ કરી. એ હજુ ગરબાની દુનિયામાં મગ્ન હતો.
જશુભાઈ ગંભીર મુખમુદ્રા ધારણ કરીને બોલ્યાઃ‘લોકો પણ કેવાં અક્કલ વગરનાં થઈ ગયા છે. નવરાત્રીના તહેવારમાં ફાગણનાં ગીતો ગાય છે!’
‘પપ્પા, શાંતિ ધારણ કરો. બધાંને અક્કલના સથવારે આનંદ કરવાનું ન ફાવે. ગરબામાં જ્યારે આ ગીત ગવાય છે ત્યારે આસોની મસ્તીમાં ફાગણની મસ્તી પણ ભળી જાય છે. ડબલ ધમાકા! તમારી ભાષામાં કહું તો સોનામાં સુગંધ ભળી જાય છે.’
‘આનંદ કરવાની ના નથી પણ વાસ્તવિકતાનો પણ વિચાર કરવો જોઈએ કે નહિ?ક્યાં આસો માસ ને ક્યાં ફાગણ! છે કોઈ જાતનો મેળ?’
‘વાસ્તવિકતાની વાત કરતા હો તો આસો માસમાં પણ ખોપરી ફાટી જાય એવો તાપ નથી પડતો? કુદરત પણ જો વાસ્તવિકતાનો વિચાર નથી કરતી તો આપણે કોણ?પામર મનુષ્ય!’નયનાબહેને પણ ચર્ચામાં ઝંપલાવ્યું.
‘તોય જયારે જે ગવાતું હોય એ ગવાય.’જશુભાઈએ પોતાનાં મુદ્દાને પકડી રાખતાં કહ્યું.
‘પપ્પા, તમારી આ જ તકલીફ છે. દરેક વાતમાં વાંધા અરજી!’
‘જીતુની વાત સાથે હું સહમત છું. આ પહેલાં પણ તમે વાંધો કાઢ્યો હતો કે, નદી કિનારે નાળિયેરી એ ગીતમાં તર્કદોષ છે.’નયાનાબહેને દીકરાની તરફેણમાં નિવેદન આપ્યું.
‘છે જ ને! નાળિયેરી દરિયા કિનારે હોય. નદી કિનારે નહિ.’
‘પણ પપ્પા, હું એમ કહું છું કે નાળિયેરી ધાબા પર હોય તો પણ તમને શો વાંધો છે?ગરબે ઘૂમનારા જો આવો વિચાર કરે તો કોઈ ગરબે ઘૂમે જ નહિ.’
‘ને કોઈ ફિલમ પણ ન જુએ. તમને તો ‘શોલે’ ફિલમ સામે પણ વાંધો હતો. પાણીની ટાંકીના કારણે.’ નયનાબહેને ભૂતકાળ ઉખેળ્યો.
‘તો તું જ કહેને કે શોલેમાં પાણીની ટાંકીનો શો ઉપયોગ હતો?ગામમાં લાઈટ તો હતી નહિ. પેલી રાધા તો ફાનસ પેટાવતી હતી અને બુઝાવતી હતી. ઊંચી ટાંકીમાં પાણી કેવી રીતે ચડતું હતું એની ચોખવટ તો ફિલ્મમાં ક્યાંય જોવા જ ન મળી. ગામમાં નળ પણ નહોતા. એવડી મોટી ટાંકી કોને કામ લાગી?’
‘વિરૂને તો કામ લાગીને?એ ટાંકી પર ચડી જાય છે એ દૃશ્ય ભૂલી ગયા? બિચારાનું ઘર બંધાઈ ગયું એ નહિ જોવાનું?’નયનાબહેને શોલેની ટાંકીનો સામાજિક ઉપયોગ યાદ કરાવ્યો.
‘સાચી વાત છે. રામગઢનો વિકાસ કૂદકે ને ભૂસકે થઈ રહો હતો એટલે પાણી પહેલાં ટાંકી બંધાઈ ગઈ હશે એમ માની લેવાય.’જીતુએ વિકાસની વાત કરી.
‘તમને તો સિરિઅલો સામે પણ વાંધો પડે છે.’નયનાબહેને વધુ એક બળાપો રજૂ કર્યો.
‘કેમ ન પડે? સિરિઅલોમાં બધી બાયું શણગારનો પ્રચાર કરતી હોય એવી લાગે છે. તું જ કહે. તું ઘરમાં આખો દિવસ સોળે શણગાર સજીને ફરે છે?’ જશુભાઈએ સવાલ કર્યો.
‘એમને પોસાતું હોય તે પહેરે. આપણે તો જોઈને રાજી થવાનું.’
‘પણ સાવ અવાસ્તવિક વાત માનવામાં કેવી રીતે આવે?’
‘જોઈને રાજી થવાની વાત છે. માનવાની વાત ક્યાં છે?એ તો હુય સમજુ છું કે ભારે ભારે કપડાં પહેરીને ઘરકામ ન થાય.’
‘પપ્પા, ટીવીમાં કે ફિલ્મમાં બધું જ વાસ્તવિક બતાવે તો કોઈ જુએ નહિ.’
‘હું તો જોઉં.’
‘તમારા જેવા કેટલા?એમાં એ લોકોનો દહાડો ન વળે.’
‘સાચી વાત છે. ઘેટાં હોય ત્યાં ભરવાડો ભૂખે ન મરે.’
‘એ તો એમ જ હોય. દુનિયામાં બધા જ સિંહ હોય તો કોઈ કોઈને ગાંઠે જ નહિ.’
‘હવે આ ચર્ચાનું સમાપન કરો અને ચા પીવા પધારો.’નયનાબહેને કાર્યક્રમ આગળ વધે તે માટે પ્રયાસ કર્યો.
‘મારે બીજી વખત ચા નથી પીવી. એસિડિટી થાય છે.’જશુભાઈએ ફરીથી વાંધા અરજી રજૂ કરી.
‘હવે ચાલોને પપ્પા. મજા આવશે. ફાફડા લાવ્યો છું.’
ફાફડાનું નામ પડતાં જ જશુભાઈ તીવ્ર ઝડપથી ઊભા થઈ ગયા. જીતુએ ફાફડા ગાન શરૂ કર્યું... ફાફડા ફોરમતા આવ્યા રે ફાફડા ફોરમતા આવ્યા!
* યશવંત ઠક્કર *