Name: - Gaurav Bhatt
Email : -
સ્પાર્ટન્સ!! વ્હોટ ઇઝ યોર પ્રોફેશન??
સ્પાર્ટન્સ! વ્હોટ ઇઝ યોર પ્રોફેશન??? આહા! ૩૦૦ યોદ્ધાના આ ડાયલોગે એ સમયે ખરેખર ધૂમ મચાવી હતી. સ્પાર્ટન્સનો રાજા જયારે પોતે ફક્ત ૩૦૦ શૂરવીર યોદ્ધાઓને લઈને યુદ્ધ માટે નીકળે છે, ત્યારે પૂછે છે- સ્પાર્ટન્સ! તમારું ‘પ્રોફેશન’ શું છે? ત્યારે બધા જ યોદ્ધાઓ એકીસાથે બોલી ઉઠે છે... અહૂ!!! (આપણું હર-હર મહાદેવના નારાવાળુ ઈંગ્લીશ વર્ઝન! યુ નો?) યેસ્સ! આ છે જબ્બર આલ્કોહોલિક જુસ્સો આપણા યંગસ્ટર્સનો! પેલું ઇન્દોરી સાહેબ કયે ને- ‘સિતારે નોચકે લે જાનેકા પર ખાલી હાથ ઘર જાનેકા નય!’ ખટેક!
પણ ના! વેઇટ અ મિનટ! આપણે એ યુવાનોની વાત કરીએ છીએ? જેના હાય-ફાઈ ગોલ્સ હતા? ડોક્ટર-એન્જીન્યર-રાયટર-સિંગર-કોઈ મોટ્ટો જુગાડ? ‘યાહોમ’ કરીને ગમે તેવા જોખમે ગમે તેવી આગમા કૂદી પડતો હોય છે કે યા તો કમ સે કમ એક ગોલ લઈને જીવતો હોય છે? શું અહિયા એ વાત થઇ રહી છે જ્યાં ગાંડપણ માથાથી ઉપર જતું? બધા જ ‘કયુ’ નો જવાબ છે- ‘ના!’ આવડું આ ‘ના’ એ આપણે જાતે જ કેટલું સરસ રીતે ચલાવી લીધું છે,નહી?
મારા જ દસમાંથી બાર-પંદર મિત્રો ‘વ્હોટ ઇઝ યોર પ્રોફેશન?’- વાળા ક્વેશ્ચનનો જવાબ આપે છે- ગવર્મેન્ટ જોબ! ક્યાબ્બાત હે જનાબ! શાબ્બાશ!
‘ટેબલ પર કાગળ પડ્યા ને ખુરસી ઉપર તુ,
ટગર-ટગર જોયા કરે ભાઈ ઉતાવળ શું!
વ્હાટ અ ફિલિંગ!! હે ને?
બક્ષીબાબુ કયે- વિદ્યાર્થી બે પ્રકારના! એક ભાષાનો ને બીજો ગણિત-વિજ્ઞાનનો! આપણે ત્રીજો શોધ્યો... કન્ફ્યુસ્ડ! બેક ટુ ધ પોઈન્ટ,જો લાઈફ એક ચોક્કસ ‘ગોલ’ માટે, તેને એચીવ કરવા માટે જ બની છે, તો સ્વીકારવુ જ રહ્યું કે- આ ‘કંઇક’ બનવામાંથી ખિસ્કીને આ ‘કંઈ’ જ ના હોવાપણાની સ્થિતિ તરફની ગતિ છે... ના રે! આ જરાયે ખોટું નહી! પણ સરસ મજાના ચિત્રો દોરતા કે પછી ફોટોગ્રાફી માસ્ટર એવા આ રીઝનીંગ-બીઝ્નીંગના ચક્કરમા તઈણ વખત ફેઈલ થઈને બબૂચકની જેમ બેસી રે, ને કોઈ રેન્ચો આવીને ધુંબો મારીને કહે-હાય્લ હવે મોડું થઇ ગ્યું! – આવું બધાની લાઈફમાં નથી હોતું.... નથી જ થતું યાર!
સરકારી સારું, ઘરવખરી જલ્દી મળી રહે (બાયોડાટામાં ડીમાંડ બહુ ઉંચી હો!)... ટેક ઇટ ઇઝી! એનો મતલબ એમ કે ગાંડા ઘેલાઓની જેમ બધે ફોર્મ જીંક્યાં કરવાના-ડઝન બંધ બુકો(નોટ અ લીટરેચર!)-થોથાઓ-કોફી-રેડ બુલના ડોઝ-માથાનો દુખાવો-યાદશક્તિવર્ધક ગોળીઓ-કંટાળો-સુર્તીઓ-યોગા-શોગા.. શટ અપ!! સંસ્કૃત સાહિત્ય કહે છે-‘વિનાશ કાલે વિપરિત બુદ્ધિ:’ પણ આટલા બધા ની એકી હારે થાય એવી તો નો’તી જ ખબર! ઘણા શુરવીરો એવા પણ ખરા જેઓ જેમ-તેમ લાગ્યા બાદ સ્ટડીને બાય-બાય કહી દે દે છે, ઓર્ડરની સાથે કડકડતી હરી પત્તીઓનો મોહ... આહા! મળી ગયો ભગવાન... ‘ઓહ માય ગોડ’ વાળો!
જોબ જરૂરી છે, પણ પ્રોફેશનના ભોગે? આ વાત કેટલી યોગ્ય છે? આજે કોલેજમાં જતો એન્ગ્રી યંગમેન ડઝનબંધ બુક્સ લઈને નવું શીખવા જાય છે કે મેરીટનો આંકડો ઉંચો લાવવા? ઇન્ટ્રેસ્ટ-કીક-થ્રિલ ગાયબ થવા પર છે. પૂરા બાવન સુધી આઠથી ચારની વચ્ચે છાપરું ધોરું કર્યા બાદ પણ શું કામનું, જો છેલ્લે પન્ને લખવા માટે એક નિસાસા સિવાય કશું જ ના હોય?? વેલ! તમે શું વિચારી રહ્યા છો? વિદ્યાર્થી? કે પછી.... પરીક્ષાર્થી?
-ગૌરવ ભટ્ટ
-08/05/2015