અંજામ
સસ્પેન્સ થ્રીલર નવલકથા
પ્રકરણ - ૩
એ મહેલ જેવી હવેલી "સુંદરવન" એક પર્વતની તળેટીને સમથળ કરીને એ તળેટીમાં બનાવાઇ હતી. એમ સમજોને કે પર્વતના નીચલા ભાગને જંગી મશીનો દ્વારા કોરીને સમચોરસ, સમથળ વીશાળ જગ્યા બનાવામાં આવી હતી અને તેના ઉપર આ ભવ્ય હવેલી ખડી કરાઇ હતી. વિશાળ કાળમીંઠ શીલાઓના બનેલા પહાડમાં ઠેક-ઠેકાણે લીલીછમ વનરાજી ઉગી નીકળી હતી. વરસાદની સીઝનમાં અહી આબુ ઉપર ધોધમાર વરસાદ પડતો જેના લીધે વનરાજીમાં નવ-જીવન સર્જાતુ. ચો-તરફ લીલીછમ ચાદર છવાઈ જતી અને કુદરત જાણે પોતાના અસ્સલ મીજાજમાં આવી જતી....નજર ઘુમાવો એ બાજુ લીલાછમ વાતાવરણે ધરતી ની તસુ એ તસુ જમીન ને જાણે પોતાની આગોશમાં સમાવી લીધી હતી. હજુ આજે સવારે જ ઝીણો ઝરમર વરસાદ પડયો હતો એટલે વાતાવરણમાં ખુશનુમા ઠંડક છવાઈ ગઈ હતી. આમતો સામાન્ય રીતે આબુ પર્વત ઉપર આબુ વર્ષ ઠંડક જ હોય છે પરંતુ ચોમાસા અને શીયાળાના દિવસોમાં એ ઠંડી જબરદસ્ત રીતે વધી જાય છે. આવી સીઝનમાં હવામાન ઠંડુગાર બની જાય છે. અરે.....કયારેક તો શીયાળામાં તાપમાન શૂન્ય ડીગ્રીથી પણ નીચે ચાલ્યુ જાય છે. ખેર....એ બધી અલગ બાબત છે. મુદ્દાની વાત તે દિવસે બનેલા ગમખ્વાર અકસ્માત ની છે.
જે પહાડ કોરીને "સુંદરવન" હવેલી બનાવાઇ હતી એ પહાડની ટોચે ઉગી નીકળેલા એક ઘટાદાર, વીશાળ ઝાડની ડાળીએ ભમ્મરીયા મધમાખીઓએ પોતાનો જંગી મધપુડો રચ્યો હતો.....એ મધપુડો એટલોતો જંગી હતો કે તેની લંબાઈ લગભગ છ ફુટ જેટલી થવા આવી હતી અને ત્રણેક ફુટ જેટલા વ્યાસનો તેનો ઘેરાવો થયો હતો.....કાળી ભમ્મર ભમ્મરીયા મધમાખીઓ આખો દિવસ ડુંગર અને તેની આસપાસના વિસ્તારમાં ઉડીને ફુલોમાંથી રસ ચૂસી એ મધપુડામાં સંગ્રહ કરી મધપુડાને વધુ ને વધુ. મોટો બનાવવા મચી પડી હતી....જેના લીધે એ મધપુડાનો વ્યાસ વદયે જ જતો હતો....પરીસ્થીતી એવી નિર્માણ થઇ હતી કે જો આજ ગતીથી મધપુડાનો ફેલાવો વધતો રહયો તો એક દિવસ એવો આવવાનો હતો કે પોતાના જ ભારથી એ મધપુડો જમીન ઉપર ધ્વસ્ત થઇને તૂટી પડશે. અને એક દિવસ અકસ્માતે એવુ જ થયુ.....શકરાબાજ નામના એક લાંબી ચાંચવાળા નાનકડા અમથા પક્ષીએ એ મધપુડામાં ભૂકંપ સર્જયો હતો.....શકરાબાજ પંખી વીશાળ મધપુડાને જોઇને લાલચાપુ હતુ અને પરિણામની પરવા કર્યા વગર તેણે મધમાખીઓના ઘુંચળામાં પોતાની લાંબી અણીદાર ચાંચ ખોસી દીધી હતી. અચાનક અણીચીંતવ્યા થયેલા હમલા એ માંધુપુડામાં ભયાનક અચજકતા ફેલાવી દીધી....શકરાતાજના હુમલાની બે-ત્રણ સેન્કંડો સુધી તો મધમાખીઓને પણ ખ્યાલ આવ્યો નહિ કે અચાનક મધપુડા ઉપર કોણે આક્રમણ કર્યુ...? પણ બે-ત્રણ સેકેન્ડો બાદ મધપુડામાંથી કાતીલ મધમાખીઓનો એક મોટો જથ્થો છુટો પડયો અને ભયાનક ગુંજરાવ કરતો એ સમુહ પોતાના વિસ્તારમાં ઘુસણખોરી કરનાર એ બીચારા નાનકડા પંખી ઉપર ત્રાટક્યો હતો. શકરાબાજ પંખીને આવી કોઈ ગણતરી નહોતી. તેણે તો બસ પોતાની મધખાવાની લાલચ ને શાંત કરવા અને મનભાવતુ ભોજન મળશે એ લાલસાસે પોતાની અણી આવ્યુ હતુ. પોતાના ઘર ઉપર થયેલા હુમલાને કોઈ સાંખે નહી અને આ તો ઝરીલી કાતીલ, ડંખીલી મધમાખીઓ હતી. મધપુડામાં ખળભળાટ અને ભાગદોડ વ્યાયી ગઈ અને સૈનિક મધમાખીઓના એક મોટા ઝુંડે એ શકરાબાજ પંખી ઉપર હુમલો કર્યો. મધમાખીઓનો ભયાનક ગુંજરાવ સાંભળીને એ પંખી ગભરાયુ હતુ અને ત્યાંથી ઉડયુ હતુ. ક્રોધેભરાયેલી મધમાખીઓના ઝુંડે પક્ષીનો પીછો પકડયો....
જો આટલેથીજ વાત અટકી હોત તો પણ પરીસ્થીતી કંઇક અલગ હોત....પરંતુ એવુ થયું નહી. ઘડીના છઠ્ઠાભાગમાં હુમલાનો સંદેશો આખા મધપુડામાં છૂટા પાડવા લાગ્યા હતા....તેનું પરિણામ એ આવ્યુ હતુ કે તોતીંગ કદનો થયેલો મધપુડો તેના પોતાના જ વજનથી અધવચ્ચે થી બટકયો અને ટુટીને નીચે ઝાડના થડ ઉપર ખાબકયો હતો. નાની અમથી લાગતી ઘટનાએ અચાનક વિકરાણ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. તહસ-નહસ થયેલા મધપુડામાંથી હજારો-લાખોની સંખ્યામાં મધમાખી ઓ હવામાં દિશાભાન ભુલીને અહી-તહી ઉડવા લાગી હતી. અંદરો-અંદર ગુંચવાયેલી, ભગરાયેલી અને દિશાભાન ભુલેલી એ મધમાખીઓ એ આગળ શકરાબાજ-પક્ષીની પાછળ ગયેલી મધમાખીઓની રાહ લીધી અને તેની પાછળ ભયાનક ઝનુનથી ઉડી.... ડુંગરની ટોચે એ સમયે અજીબો-ગરીબ ઘટના ઘટી હતી. એક સાવ અસંભવ લાગતી બીના બની હતી. ભુકંપના જોરદાર ઝટકાથી ઇંટસીમેન્ટના રચાયેલા મકાનો જે રીતે ઘરાશાયી થાય એ જ રીતે એક નાનકડો અમથા શકરાબાજ પક્ષીના આક્રમણથી ઝાડની ડાબીએ લટકતો છ ફુટ લાંબો મધપુડો તેની જગ્યાએથી ઘરાશાયી થઇને નીચે જમીન પર પટકાયો હતો.....તેમાથી વછુટેલી કાતીલ મધમાખીઓ ના ઘાડા ભયાનક ક્રોધથી એ નાનકડા પક્ષી પાછળ ઉડયા હતા....અને એ પક્ષી પોતાનો જીવ બચાવવા ડુંગરની ટોચેથી નીચે તળેટી તરફ ઉડયુ હતુ.... ઉડીને ઉંચે આકાશમાં જવાની તેનામાં શક્તિ નહોતી એટલે તે ડુંગરની નીચેના ભાગે, તળેટી તરફ "સુંદરવન" હવેલી તરફ ભાગ્યુ હતુ. તેની પાછળ સાક્ષાત યમરાજ બનેલી ભયાનક ગુંજરાવ કરતી ભમ્મરીયા મધમાખીઓનો સૈલાત વહી આવતો હતો.....જીવ પર આવીને ઉડેલા શકરાબાજે મધમાખીઓના આક્રમણથી બચવા "સુંદરવન" તરફ દોડ મુકી હતી અને મહેલના પાછળના કંપાઉન્ડમાં થઇને એ પંખી મહેલની અંદર ઘુસ્યુ હતુ.....
શકરાબાજને પોતાનો જીવ વહાલો હતો. અને કેમ નહોય...! માનવી અને પશુ-પંખી તમામમાં એક અદમ્ય જીજીવીશા હૃદયના કોઈક ખૂણે ઘરબાઈને પડેલી હોય છે જે અચાનક માથે આવી પડતી આફતના સમયે સજાગ થઇ જાય છે અને પોતાનો જીવ બચાવવાના પ્રયત્નો ખોળવા લાગે છે, જીવમાત્ર એ આપત્તીમાંથી બહાર નીકળવાની મથામણ કરે છે. અત્યારે એવીજ કંઇક મથામણ, મધમાખીઓના હલ્લાથી બચવાની પ્રયુક્તિ, એ પંખી કરી રહયુ હતુ. મધમાખીઓના ઝુંડના સ્વરૂપમાં તેને પોતાનું મોત દેખાઈ રહયુ હતુ અને એ મોતથી બચવા તેણે "સુંદરવન" નો આશરો લીધો હતો.
"સુંદરવન" માં એ સમયે કુલ બાર માણસો કામ કરી રહયા હતા. ચાર રંગકામવાળા, બે માળી, બે સફાઈ કામદાર અને બાકીના ચાર ઈલેક્ટ્રીક ફીટીંગસવાળા....માળીઓ નીચે બગીચામાં અને કંપાઉન્ડવોલની સમાંતર અંદરની બાજુએ તાજા જ રોપવામાં આવેલા ઝાડ-છોડની દેખભાળમાં પરોવાયેલા હતા.....રંગકામના કારીગરો નીચેજ, હોટલના મુખ્ય દરવાજાથી થોડે આગળ બગીચામાં મુકવામાં આવેલી બેન્ચ પર બેસીને વાતોએ વળગ્યા હતા. તેમાથી બે કામદારોએ બીડી સળગાવી હતી. આજે તેઓએ પહેલા મજલાની રૂમોની બારીઓનું રંગકામ કરવાનું હતુ. પરંતુ ગઇકાલે સાંજે એ લોકોએ જયારે કામ બંધ કર્યુ ત્યારે તેમને ખ્યાલ રહયો નહોતો કે બારીએ લગાવવાનો રંગ ખતમ થવાની અણી ઉપર હતો. સવારે જયારે તેઓ આવ્યા ત્યારે જ તેમને એ ખ્યાલ આવ્યો હતો કે રંગતો મંગાવવાનો રહી જ ગયો છે.....એટલે તેમણે પોતાના સુપરવાઈઝરને ફોન ઉપર આ વાત કહી. સુપરવાઈઝર એ સમયે નખીલેક ની બજારમાં જ હતો એટલે તાત્કાલીક બજારમાંથી એ કલરની વ્યવસ્થા કરવામાં અને હોટલ પર તેને પહોંચાડવાની પળોજણમાં પડયો હતો.....આમ હવે જયાં સુધી નવો કલર ન આવે ત્યાં સુધી રંગકામના કારીગરોને આરામ હતો એટલે તેઓ અહી બાકડે બેસીને મળેલા ફાજલ સમયનો ભરપુર સદ-ઉપયોગ કરી રહયા હતા......ઇલેકટ્રીક ફીટીંગસમાં જોતરાયેલા ચાર માણસો સૌથી ઉપરના ત્રીજા માળે બનતા સુપર ડીલક્ષ સ્યુટમાં કંઇક ગડમથલ કરતા હતા. "અજય ઉમટ & કોં" ના એ કામદારો ઇલેકટ્રીક ફીટીંગસના માસ્ટરમાઇન્ડ કારીગરો હતા. અજય ઉમટ & કોં 'એ' ગ્રેડના લક્ઝુરીયસ કામ કરવા માટે તેના સમગ્ર વર્તુબમાં પંકાયેલી નામચીન કંપની હતી. તેના કલાયંટોમાં મોટી, વૈભવશાળી હોટલો, સુપરરીચ લોકોના આલીશાન બંગલાઓ, અત્યાધુનીક વીશાળ શો-રૂમ્સ અને એવીજ ભળ્ય નિર્માણધીન બિલ્ડિંગોના કોન્ટ્રાકટનો સમાવેશ થતો હતો.....સામાન્ય માનવી તો સ્વપ્નેય આ કંપની પાસે પોતાનું કામ કરાવાનું વીચારી ન શકે એવા ઊંચા ભાવ તેના હતા.....મોન્ટીના પીતા શ્યામલાલ અગ્રવાલે પોતાની તમામ હોટલોમાં ઇલેકટ્રીક ફીટીંગસ નું કામ આ અજય ઉમટ & કોં ને જ સોપ્યુ હતુ. તેઓ જે પ્રકારની હોટલનું નિર્માણ કરવા માંગતા હતા અને જે સગવડતાઓ તેમને જોઇતી હતી તેમાં ઇલેકટ્રીક ફીટીંગસ એક મહત્વનું અંગ હતુ. અને એ બાબતમાં તેઓ કોઈ બાંધછોડ ચલાવી લેવાના મતના નહોતા.....
એ ચાર માણસોની અસમંજસ અને ઝુંઝવણનું કારણ બન્યો હતો મોન્ટી ઉર્ફે મનોજ અગ્રવાલ. જે આ હોટલના માલીકનો એક નો એક દિકરો હતો.....તેઓને સમજમાં નહોતુ આવતુ કે તે અહી શું કરવા માંગે છે....! તે કામદારોને તેના સુપરવાઈઝર ચંદન રોહીરા તરફથી ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી કે આ હોટલના માલીકનો પુત્ર મોન્ટી, ઇલેકટ્રીક ફીટીંગસમાં તેમની સાથે રહેશે. ફક્ત સાથે રહેશેજ નહિ પરંતુ તે જે કહે તેમ, જે રીતે કહે એ રીતે અને જે ગેઝેટ બેસાડવા નું કહે એ ગેઝેટના ઉપયોગમાં તેને સંપૂર્ણ સાથ-સહકાર આપવો....સૌથી પહેલી મુશ્કેલીતો એ આવી હતી કે હોટલના તમામ વિસ્તારમાં ફીટીંગસ કઇ રીતે અને કેવી ટેકનીકથી કરવામાં આવ્યુ હતુ તેનો અંદાજ મોન્ટીને આપતા-આપતા જ તેઓને નાકે દમ આવી ગયો હતો. અને ઉપરથી કોથળામાંથી બીલાડુ કાઠતો હોય એમ મોન્ટીએ જયારે તેના પોતાના બનાવેલા ગેજેટ એ કારીગરોને બતાવ્યા હતા ત્યારે એ ગેઝેટની રચના અને તેની સર્કીટોની ભુલભુલામણીવાળી માયાજાબમાં જ તેઓ અચ્વાઈ ગયા હતા...તેમના માટે આ આખી સીસ્ટમ નવી હતી અને એ સીસ્ટમ નો રેગ્યુલર ફીટીંગસમાં કેવી રીતે ઉપયોગ કરવો તેની ભારે ઝુંઝવણનો તેઓએ અનુભવી હતી....એ ઝુંઝવણનો ઉકેલ શોધવા માટે જ તેઓ અત્યારે ત્રીજા મજલાના આ સ્યૂટમાં અવનવા વાયરો સાથે પોતાનું ભેજુ ખયાવી રહયા હતા.
અચાનક જ એ લોકોના કાને એક ભયાનક ગુંજરાવનો અવાજ સંભળાયો... સ્યૂટની ખુલ્લી બારીમાંથી એક પક્ષી ઉડીને અંદર દાખલ થતા એ લોકોએ જોયુ...તેમને ઘડીભર તો એમજ લાગ્યુ કે કોઇ જંગલી પંખી ઉડતા-ઉડતા ભટકીને રૂમમાં દાખલ થયુ છે. આ વિસ્તારમાં આવુ થવુ સાવ સામાન્ય બાબત હતી.....પરંતુ સેકેન્ડો બાદ જયારે ભયંકર ગુંજરાવ કરતી મધમાખીઓના મસમોટા ઘાડા રૂમમાં દાખલ થયા ત્યારે હેબતાઈને તેઓ સ્થીર થઇ ગયા હતા.....ઘડીભરતો શું-કરવુ જોઈએ એ તેઓને સમજાયુ નહી અને જયારે સમજાયુ ત્યારે તેઓ એકસાથે બધા સ્યૂટના દરવાજા તરફ ભાગ્યા....એ તેઓની ગંભીર ભુલ હતી....અતી ગંભીર ભુલ....તેઓએ ભાગવુ નહોતુ.....પરંતુ પ્રાણીસહજ ડરથી તેઓ મધમાખીઓને રૂમમાં દાખલ થતા જોઇને તેનાથી બચવા કંઇપણ વીચાર્યા વગર રૂમની બહાર તરફ ભાગ્યા હતા.....તેમણે એ કરવાની જરૂર નહોતી. પશુ-પક્ષી-પ્રાણીઓને દરેક હલન-ચલન કરતી ચીજોથી, વસ્તુઓથી એક અજાણ્યો ડર લાગતો હોય છે. તેમને બીક હોય છે કે કયાંક એ ચીજ તેના ઉપર હુમલો ન કરે....અને એટલેજ પ્રાણી સહજ કુદરતી વૃતીથી એ ચીજ કે વસ્તુને તે પોતાના દુશ્મન ગણી પહેલા તો તેનાથી બચીને દુર ભાગવાની કોશીષ કરે છે અને જો તેમ ન થાય તો ના-છુટકે તે જીવ પર આવીને સામેની વસ્તુ ઉપર ભયાનક ઝનુનથી હુમલો કરી નાખે છે.... અહી આ રૂમમાં જ એવી પરીસ્થીતી સર્જાય હતી. સંજોગો એ અચાનક ભયાનક વળાંક લીધો હતો. મધમાખીઓના ઝુંડને બારીમાંથી રૂમમાં દાખલ થતા જોઇ ભયના માર્યા ચારેય ઇલેક્ટ્રીશીયનો દરવાજા તરફ ભાગ્યા હતા.....અને તે જોઇને રૂમમાં ચકરાવા કાપતુ શકરાબાજ પક્ષી પણ તેઓની પાછળ લપકયુ હતુ. મધમાખીઓને અચાનક જ એક દિશા મળી અને ભયાનક વેગથી તે એ માણસો ઉપર ત્રાટકી...બે જ સેકેન્ડમાં એ ઘટના બની ગઇ.....ભયાનક ચીચીયારીઓની આખો મહેલ ખળભળી ઉઠયો. હજારો મધમાખીઓએ એક સાથે હલ્લો કર્યો....શકરાબાજ ઉડીને છટકયુ પરંતુ માણસો ઝપટમાં આવી ગયા હતા.....મધમાખીઓના એક ઝુંડે ગતી બદલીને શકરાબાજનો પછી પકડયો હતો જયારે બાકીની મધમાખીઓએ રીતસરનો કાળો કેર વર્તાવ્યો....ઇલેક્ટ્રીશયન કારીગરો ઉપર જાણે આફત ઉતરી આવી હતી. મધમાખીઓ રીતસરની તેમના દેહ ઉપર ટૂટી પડી....દોડતા, હાથપગ હવામાં વિંઝોળતા તે લોકો એ પ્રહારને ખાળવાની વ્યર્થ કોશીષ કરતા હતા પરંતુ તેનાથી તો મધમાખીઓ વધુ ક્રોધે ભરાઇ હતી....ચારેય ના આખા શરીરે મધમાખીઓ વિંટળાઇ વળી.... હાથ, પગ, મોઠુ, પીઠ, માથુ, છાતી, જાંધો, ખભા.....જયા જુઓ ત્યાં બસ માખી જ માખી ચોંટી ગઇ હતી. હજારો કાતીલ ડંખ શરીરમાં એક સાથે ભોંકાયા હતા અને શરીરમાં જાણે કોઈએ ધગધગતા અંગારાના ડામ દીધા હોય એવી લ્હાય ઉઠી હતી. મોઠાં માંથી અવીરત પણે ભયાનક દર્દનાક ચીખો નીકળી વાતાવરણમાં પડધાઈ ઉઠી હતી....હુમલો એટલો ખતરનાક હતો કે જો એ લોકોએ ઈલેક્ટ્રીક ફીટીંગસના જાડા પ્લાસ્ટીકના ઇકિવયમેન્ટ (કપડા) પહેર્યો ન હોત તો ત્યાં ને ત્યાં જ, ત્રીજા મજલાના પેસેજમાં જ તેઓનુ મોત નીયજયુ હોત. ગનીમત એ હતુ કે તેઓએ સામાન્ય તહ વાયરીંગ ફીટીંગ વખતે સાવચેતીરૂપે પહેરવા પડતા જાડા રબ્બરના હાથ-પગના મોજા પહેર્યા હતા અને શરીરે એવાજ પ્લાસ્ટીકના ખમીસ જેવા જેકેટ ચડાવેલા હતા.... તેમ છતા તેઓની બુરી વલે થઇ હતી. હુમલો એટલો તો જબરદસ્ત હતો કે એ જાડા પ્લાસ્ટીક ઉપર પણ હજારો ડંખ પડયા હતા અને તેની ઉપર કાળી ભમ્મરીયા મધમાખીઓનો મોટો થડકલો ચોંટી ગયો હતો.....હોટલના ત્રીજા માળે પેસેજમાં રીતસરની ધમાચકડી મચી ગઇ હતી. ડુબતો માણસ જેમ તણખલુ જાલે એમ એ ચારેય વ્યક્તિઓએ નીચે દાદર તરફ દોટ મુકી હતી. શું-કરવુ, શું-ન-કરવુ, કઇ દિશામાં ભાગવુ તેની ગતાગમ તેઓ ભુલી ચુક્યા હતા અને બરાડા પાડતા અંધાધુંધ ભાગી રહયા હતા..... જો કે તેનાથી એક ફાયદો એ થયો હતો કે મધમાખીઓના એક ઝુંડે અલગ રૂખ પકડી હતી અને ઉપરના મજલાથી નીચે ખુલ્લા કંપાઉન્ડ તરફ ઉડી હતી.
નીચે બાંકડા પર બેસીને ગામ ગયા ઠોકી રહેલા રંગરાઓએ ઉપરના માળેથી આવતી ધમાચકડીના અને વિચિત્ર ચીસોના આવાજો સાંભળ્યા હતા. તેઓ બાકડા પરથી ઉભા થઇને ભારે આશ્ચર્યથી ઉપર તરફ જોઇ રહયા હતા. તેમની સમજમાં નહોતુ આવતુ કે અહી અચાનક આ શેની ધમાચકડી ભાગભાગ મચી છે....તેઓ હજુ એક-બીજાને કંઇ પુછે કે ચર્ચા કરે એ પહેલા એક કાળુવાદળ તેમની તરફ ભારે વેગથી આવતુ દેખાયુ હતુ....અને તેઓ ભાગ્યા હતા....મુઠ્ઠીઓ વાળીને મહેલની દિશામાં, મહેલની અંદર તરફ ભાગ્યા હતા.....તે લોકો દેહાતી હતા અને તેમને એકસાથે જ સમજાયુ હતુ કે એ કાળુ ભમ્મર કોઈ વાદળ નહોતુ પરંતુ મધમાખીઓનું ઝુંડ હતુ અને એ ઝુંડ નીચે ઉતરી આવ્યુ હતુ. એ તેમની ઉપર થોડીવારમાં ત્રાટકવાનું હતુ....તે રંગારી ઓ દેહાતી લોકો હતા એટલે તેમની અનુભવી આંખોએ તરત જ પરીસ્થીતીનો તાગ મેળવી લીધો હતો. આવી પરીસ્થીતીમાં શું કરવુ જોઈએ તેનો પુરેપુરો ખ્યાલ કદાચ તેમને હશે....ગમે તે હોય, પરંતુ તેઓ ભાગ્યા હતા અને હોટલના મુખ્ય દરવાજામાં દાખલ થઇ મેઇન લોબી વટાવી સામેના એક કમરમાં ઘુસ્યા હતા અને ત્યાં મુકાયેલી ડઝનબંધ રજાઇઓમાંથી બે-બે, ત્રણ-ત્રણ રજાઇઓ ઉઠાવીને પોતાના શરીર પર વિંટોડી એક ખૂણામાં ઢગલો થઈને બેસી ગયા હતા....આ ક્રિયા તેમના સ્વ-અનુભવે શીખેલી પ્રક્રિયા હતી.....આ બાજુ તદ્દન વન્ય વિસ્તાર હતો. અહી અવાર-નવાર આવી ખતરનાક પરીસ્થીતીઓ ઉપસ્થીત થયે રાખતી...જેનાથી બચવાની અહીના દેહાતી લોકોની પોતાની આગવી ટેકનીક ઘણીવખત કારગાર સિદ્ધ થઇ પડતી. અત્યારે રંગારાઓએ પણ એ જ કર્યુ હતુ. મધમાખીઓના ડંખ થી બચવા તેમણે હોટલમાં નવી જ ખરીદવામાં આવેલી રજાઇઓ પોતાના શરીરે વીંટાળી લીધી હતી જેના કારણે તેઓ બચી ગયા હતા. નહિતર તેઓની પણ ઉપર જે હાલત પેલા ટેકનીશ્યનોની થઇ એવી જ થાત. તેમના સ્વ-બચાવમાં તેઓની વર્ષોથી ચાલી આવતી દેહાતી ટેક્નીકે આબાદ ભાગ ભજવ્યો હતો....જો કે રંગારાઓ હોટલમાં અંદર રૂમ તરફ દોડયા ત્યારે મધમાખીઓ એ તેમનો પીછો પકડવાને બદલે બહાર બગીચા તરફ ઉડાન ભરી હતી.....મધમાખીઓની હવે કોઈ ચોક્કસ દિશા રહી નહોતી....ઝુંડનું આપસમાં જે તાલમેલ હતુ તેનું સંતુલન ખોરવાયુ હતુ અને હવે તે આડી-અવળી બેફામપણે ચારે કોર ઉડી રહી હતી....
બગીચામાં કામ કરતા માળીઓ અને ઝાડ-છોડના પાંદડા વાળતા બીજા બે સફાઈ કામદારો રંગારાઓ અને ઉપરના માળે થયેલો દેકારો સાંભળીને પરીસ્થીતીનો તાગ પામી, કામ છોડીને "સુંદરવન" ના મુખ્ય દરવાજામાંથી બહાર નીકળી નીચે ઢોળાવ તરફ ભારે હો-હા મચાવતા દોડયા હતા.....ઝરીલી મધમાખીઓનો હુમલો કંઇ સામાન્ય નથી હોતો અને તેમા આ તો જંગલી ભમ્મરીયા મધમાખીઓ હતી....તેના રસ્તામાં આવતી દરેક ચીજ ઉપર તે ભયાનક ઝનુનથી પોતાની પુરેપુરી તાકાત થી ત્રાટકવી ....એ ચીજનું નામોનીશાન ખતમ કરી નાખતી. આ બાબતથી માળી અને તેના કામદારો પુરેપુરા જાણકાર હતા. એટલે જ તેઓ ભારે મોટા આવાજે બુમો પાડતા નીચે ગામ તરફ ભાગ્યા હતા જેથી તેઓ પોતે બચી શકે અને તેમના આવાજે બીજા સતર્ક બની જાય....
લગભગ કલાક એ ધમાચકડી ચાલી હતી. મોન્ટી તે સમયે તેની બીજી હોટલ "ઉપવન" માં તેના કમરમાં હતો. "ઉપવન" ના મેનેજર આ વાતની જાન થતા તેણે મોન્ટીને માહિતગાર કર્યો હતો. થોડીવાર બાદ "ઉપવન" નો મેનેજર પુરબસીંહ પણ જીપમાંથી ઉતર્યો. ઘટના બની તેના લગભગ કલાક બાદ તેઓ અહી પહોંચ્યા હતા....આ વિસ્તાર એકદમ શાંત અને નિર્જન ઇલાકામાં હતો એટલે અહી જે ઘટના બની તેની જાણ ઘણા ઓછા લોકોને થઇ હતી...
મોન્ટી અને પુરબસીંહે હવેલીમાં પગ મુકયો ત્યારે મધમાખીઓનો હુમલો શાંત પડીને વિખેરાય ચૂકયો હતો.....મધમાખીઓના હુમલાથી બચવા માટેના વૈજ્ઞાનીક સાધનો તો તેમની પાસે હતા નહી એટલે "ઉપવન" માંથી અહી આવવા નીકળતી વખતે એક-એક કંબલ તેઓ સાથે લેતા આવ્યા હતા જે જીપમાંથી ઉતરતાજ સાવચેતીરૂપે તેમણે પોતાના શરીર ફરતે વિંટોળી લીધા હતા.....અહીંથી ભાગેલા નોકરોએ ફોન ઉપર પુરબસીંહને જણાવ્યુ હતુ કે "સુંદરવન" માં મધમાખીઓના હુમલામાં ઈલેક્ટ્રીક ફીટીંગ વાળા કામદારો અને રંગારાઓ ફસાયા છે. એટલે સૌથી પહેલા તો એ લોકો કયાં છે અને કઇ હાલતમાં છે એ જાણવુ જરૂરી હતુ.....પુરબસીંહને ગ્રાઉન્ડફ્લોર પર અને પહેલામાળે તપાસવાની જવાબદારી સોંપી મોન્ટી સીધોજ બીજા માળે પહોંચ્યો...તેઓ વારેવારે ઉંચા અવાજે સાદ પાડી રહયા હતા પરંતુ સામેથી કોઇ જ રિસ્પોન્સ મળતો નહોતો એટલે તે બન્ને મનોમન ઝુંઝવણમાં મુકાયા હતા. તેઓને ખાતરી થઇ હતી કે અહી જરૂર કોઇ ભયાનક ઘટના ઘટી ચૂકી છે....અને તેમની એ દેહશત સાચી પડી હતી....બીજા મજલે આવેલા કમરાઓ અને પેસેજ ચેક કરીને મોન્ટી જેવો ત્રીજા માળનો દાદર ચડયો કે તેની નજર સામે જે દૃશ્ય દેખાયુ એ જોઇને તે સ્તબ્ધ બની ત્યાં ને ત્યાં જ ઠરી ગયો હતો.
એ ખતરનાક દૃશ્ય જોઇને તેના રૂવાટા ખડા થઇ ગયા અને શરીરમાંથી ભયની એક કંપારી વછુટી....ત્રીજા મજલાની વિશાળ લોબી જેવા પેસેજમાં દાદરથી થોડે દુર ત્રણ માણસો ઉંધેકાંધ પડયા હતા. અને તેમના વાળમાં, માથામાં, પીઠ ઉપર મતલબ કે સમગ્ર શરીર ઉપર જયા નજર પડે ત્યાં મોટી-મોટી ખતરનાક મધમાખીઓ ચોંટી હતી. એ ત્રણેયના શરીર સ્થીર થઇ ગયા હતા. તેઓ સહેજ પણ હલન-ચલન કરતા નહોતા. તેમના શરીર ઉપર ઠેક ઠેકાણે મોટા ઠીમ્ચા ઉપસી આવ્યા હતા...તેમના શરીર ઉપર ફરી રહેલી મધમાખીઓ પણ ડંખ માર્યા બાદ લસ્ત થઇને એક જગ્યાએ ચોટી ગઈ હતી. કદાચ ડંખ માર્યો પછી એ જીવવાની ન હોય એમ મરવા પડી હતી....ગનીમત તો એ હતુ કે પેસેજમાં પથરાઇને પડેલા એ લોકોના શરીરે પ્લાસ્ટીકના કપડાનું આવરણ હતુ. તેમ છતા મધમાખીઓએ રીતસરનો કાળો કેર વર્તાવ્યો હતો. મોન્ટી એ દૃશ્ય વધારે સમય તેણે જલદીથી પોતાનો મોબાઇલ કાઠયો અને નખીલેક વિસ્તારમાં આવેલા ડૉ. શેઠના દવાખાને ફોન કરી જલદીથી એમ્બ્યુલેન્સ બોલાવી લીધી. આ સમય ગાળા દરમ્યાન પુરબસીંહને નીચે ગ્રાઉન્ડ-ફલોરની એક રૂમમાંથી ચારેય રંગારાઓ સહી-સલામત મળી આવ્યા હતા.જો તેઓ યોગ્ય સમયે ચેત્યા ન હોત તો તેમની હાલત પણ ઈલેક્ટ્રીશ્યનો જેવી થઇ હોત......મધમાખીઓનું ઘાડુ જંગલમાં કોઇક સ્થળે અદૃશ્ય થઇ ચુક્યુ હતુ....ડૉ. શેઠના દવાખાનેથી એમ્બ્યુલન્સ આવતા જ ઘવાયેલા માણસોને તાબડતોબ હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા....મોન્ટીની ધારણા ખોટી પડી હતી કે એ લોકો ગુજરી ગયા હશે. એવુ થયુ નહોતુ એટલે તેને હાથ થઇ હતી. એ માણસો ભયાનક આઘાત, ડર અને ઝરીલા ડંખના કારણે હેબતાઇ ને બેહોશ થઇ ગયા હતા...તેમાના બેની હાલત ખૂબજ ગંભીર હતી એટલે તેમની સારવાર તાત્કાલીક ધોરણે શુરૂ કરવામાં આવી હતી.
જોવા જાઓ તો આ એક સામાન્ય છતા અસામાન્ય ઘટના હતી.....અવાવરુ અને જંગલ વિસ્તારમાં આવી ઘટનાઓ ઘણી વખત બનતી હોય છે....આવી ઘટનાઓ પ્રાકૃતીક સહજ હોય છે જેમા કોઇ નવાઇ હોતી નથી....એક પક્ષી મધુપુડો જોઇને લલચાયુ હતુ અને તે મધપુડા સાથે અટકચાળો કરી બેઠુ. જેના કારણે મધમાખીઓના ઝુંડમાં હડકંપ મચી ગયો....એટલુ ઓછુ હોય એમ તે તોતીંગ મધપુડો તેના ખુદના જ વજનથી અધવચ્ચેથી બટકીને તુટી પડયો....જેના લીધે મધપુડામાંથી છુટી પડેલી હજ્જારો ભમ્મરીયા મધમાખીઓ એ નાનકડા પક્ષી પાછળ ઝનુનથી ઉઠી હતી અને તેની પાછળ-પાછળ "સુંદરવન" ઉપર ત્રાટકી હતી.....ત્યાં કામ કરતા કારીગરો તેની અડફેટમાં આવી ગયા હતા અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મધમાખીઓનો હલ્લો માત્ર અડવા કલાકમાં જ વિખેરાયો હતો અને પછી હવેલીમાં શાંતી પથરાઇ હતી.....આમ જોવા જાઓતો આ ઘટનામાં કોઇ વ્યક્તિનો હાથ નહોતો. કોઇ નાવીન્ય પણ નહોતુ....આ એક કુદરતી રીતે નિર્માણ-પામેલી પરીસ્થીતી હતી. સંપૂર્ણ કુદરતી ઘટના હતી પરંતુ.....
પરંતુ....આ ઘટનાઓ ભવિષ્યમાં "સુંદરવન" માં ઘટવાની ભયાનક અને ખુની ઘટનાઓના સીલસીલાનો પાયો નાખ્યો હતો. મધમાખીઓતો "સુંદરવન" માં આવીને ચાલી ગઇ હતી પણ ત્યારબાદ ખાલી થયેલી એ હવેલીમાં એક લોહીયાળ સાજીસનો પાયો નાખતી ગઇ હતી....એ ઘટનાના થોડા દિવસો બાદ જે ખુની ખેલ "સુંદરવન" માં ખેલાવાનો હતો એ ભલભલા કઠણ કાળજાના માનવીને હચમરાવી નાખવા નો હતો....અને એ ખેલની શુરૂઆત મોન્ટીએ જ કરી હતી.
મોન્ટીએ તેના મિત્રો વિજય, નયન, તૃષા, શિવાની, પ્રીયા અને રીતુને મોબાઇલ ફોન દ્વારા આબુ પીકનીક મનાવવા આવવા નો મેસેજ મોકલ્યો હતો.....અને એ લોકોનો ઉતારો તેણે એ અદભુત અને ખાલી પડેલી હવેલી "સુંદરવન" માં ગોઠવ્યો હતો.....મિત્રોને મેસેજ ફોરવર્ડ કરતા સમયે મોન્ટીના ચહેરા પર એક રહસ્યમય હાસ્ય તરી આવ્યુ હતુ...
કુદરતનું ચક્ર કંઇક અકળ રીતે ફરતુ હતુ. જેની ચપેટમાં એ બધા મિત્રો આવી ચૂકયા હતા.
**********************
વીજય મનોમન અકળાઇ ઉઠયો....તેના હાથ પુરી કુશળતાથી ડ્રાઈવીંગ કરી રહયા હતા પરંતુ તેનુ મન ચગડોળે ચડયુ હતુ. રાત્રીના નીરવ અંધકારમાં ગાડી ફુલસ્પીડે ભાગી રહી હતી અને એટલીજ ગતી થી તેની મનના વિચારો ઘમાસાણ મચાવી રહયા હતા. તેના અકળાવાનું એક કારણ એ પણ હતુ કે તેની જીંદગીમાં આવો સમય કયારેય આવ્યો નહોતો....તેણે આટલી ઝુંઝવણ કયારેય અનુભવી નહોતી....અને તેણે કર્યુપણ શુ હતુ...? તે ભાવનાઓમાં વહી ગયો હતો અને રીતુને માત્ર એક કિસ કરી બેઠો હતો. એમાં કયાં મોટો પહાડ તુટી પડયો હતો કે જેના કારણે રીતુએ એકદમ જ તેની સાથેના તમામ-વ્યવહારો તોડી નાખ્યા હતા...જો તેને એ પસંદ નહોતુ આવ્યુ તો પછી તેણે ગમ્યુ જ હતુ. તેના શરીરમાં પણ ગરમી ફેલાઈ હતી. અરે.....તેની આંખો, તેનો ચહેરો, સમગ્ર દેહ મારા આલીંગનમાં કંઇક અલગ ઉન્માદથી સમાઇ જવા વિહવળ બન્યો હતો અને તડપી ઉઠયો હતો. તો પછી સાવ અચાનક તેને શું થઇ ગયુ હતુ...? આવા અનેકવીધ વિચારો એકધારી ઝડપે વીજયના દિમાગમાં વંટોળીને જેમ ઘુમરાઈ રહયા હતા. જો તેણે આબુ જવાનો પ્લાન બે દિવસ બાદ ગોઠવ્યો ન હોત તો રીતુ આબુ પણ કયાં આવવાની હતી.
"અત્યારે પણ જો ને તે ચુપચાપ પાછલી સીટ પર બેઠી છે....શીવાની બકળક કરીને તેને વાતોમાં ખેંચી લાવવાની કોશીષ કરી રહી છે છતા તે માત્ર જરૂર પડતા જ હુંકારા ભણીને ખામોશ થઇ જાય છે. આવી રીતે તો ત્રણ-ચાર દિવસ કેમ નીકળશે....?" વીજય ને ખુદને અત્યારે બહુ ખરાબ લાગી રહયુ હતુ...." મારે જ કંઇક કરવુ પડશે..." તેણે વિચાર્યુ અને અચાનક ગાડીને રોડની કિનારીએ લઇને જોરદાર બ્રેક મારી થોભાવી.....એક ઝટકાસાથે ગાડી ઘસડાઇને સ્થીર થઇ. શીવાની અને રીતુ ને એક ધક્કો લાગ્યો....રીતુ તો આગળની સીટ સાથે ભટકાતા માંડ બચી. તેણે બન્ને હાથે આગળની સીટ પકડી .... ઘડીભર તો એ બન્ને ને સમજાયુ નહિ કે અચાનક વીજયનું શું થયુ છે અને તેણે કેમ બ્રેક મારી....! આગળ રસ્તો એકદમ ખુલ્લો હતો અને ગાડી પણ બરાબર ચાલી રહી હતી.
"માયગોડ....વીજય.....શું થયુ ....?" શીવાની ભયાનક આશ્ચર્ય સાથે બોલી ઉઠી. તે કયારની કોઇક ગીત ગણગણી રહી હતી. અચાનક બ્રેક તરફ સરકયુ હતુ. સમયસૂચકતા વાપરીને તેણે પોતાના બન્ને હાથ ડેશ-બોર્ડ પર ટેકવ્યા ન હોત તો જરૂર તે ભટકાઇ હોત.....તેણે ગુસ્સાભર્યા અવાજે વીજયને પુછ્યુ હતુ. એ જ સવાલ રીતુ પુછવા માંગતી હતી પરંતુ તે ખામોશ રહી હતી....હાં, તેની આંખોમાં સવાલ જરૂર હતો. તે સીટ પર સરખી બેસતા વીજયની પીઠ ને તાકી રહી. વીજય આગળ દેખાતા અંધકાર ભર્યા રોડને જોઈ રહયો હતો. સ્ટીયરીંગ પર તેના આંગળા ઉધાડ-બંધ થતા હતા....
"ગાડી આગળ નહિ ચાલે....." તે ક્ષીતીજમાં તાકતા બોલ્યો.
"કેમ....શુ થયુ...કોઇ પ્રોબ્લેમ આવ્યો છે....?" શીવાનીએ પુછ્યુ. તેને ચીંતા થઇ કે અધ વચ્ચે ગાડી બગડી ન હોય તો સારુ.
"નહિ....."
"નહિ....તો આવી રીતે અચાનક બ્રેક કેમ મારી....?"
વીજય ખામોશ રહયો. આ સવાલનો તેની પાસે કોઇ હોઠ સુધી આવ્યા હતા છતા તે બોલી ન શકયો. તેને પાછળ ફરીને રીતુ સાથે વાત કરવી હતી. કંઇક ચોખવટો.....ખુલાસાઓ માંગવા હતા. પોતાના મનમાં પ્રશ્નોની જે આંધી ઉઠી છે તે શાંત કરવી હતી. આવી રીતે જીવવા તે બિલકુલ ટેવાયેલો નહોતો. તેનું જીવન સાવ પારદર્શક હતુ..... ખુલ્લી કિતાબ જેવુ. જે વાત તેના દિલમાં ઉદભવતી એ તેના હોઠો અને ચહેરા પરથી સ્પષ્ટ વાંચી શકાતી. તેને દંભ બિલકુલ પસંદ નહોતો. પોતાના જીવનના જે નિયમો તેણે લખ્યો નહોતો.....અને છતા અત્યારે, અરે.....છેલ્લા એક અઠવાડીયાથી તે રીતુના કારણે ગુંગળાઈ રહયો હતો. તેના માટે આ પરીસ્થીતી અસહાય બની હતી. તેનો અહમ ઘવાતો હતો. ચોક્કસ તે રીતુ તરફ ખેંચાયો હતો......માત્ર ત્રણ મહિનાના સહવાસે તે રીતુ ને પસંદ કરવા લાગ્યો હતો. તેમા માત્ર તેનો જ વાંક નહોતો.....એ તો માનવ સહજ પ્રક્રિયા હતી. અને રીતુએ તેને આહવાહન આપ્યુ હતુ. જુવાન હૈયામાં ઉઠતા અવર્નીય સંવેદનોએ એક આકર્ષણ પેદા કર્યુ હતુ અને તેઓ એ આકર્ષણમાં તણાયા હતા. રીતુનો બદામ જેવો રંતુબડો ચહેરો, તેની કથ્થઈ આંખો, રસભર્યા હોઠ, નાજુક ગરદન, તેની ચાલ, તેના દેહમાંથી ઉઠતી ગુલાબની સુગંધ, તેના લહેરાતા સીષ્કી કાળા વાળ, તેના હાસ્યમાં રહેલી નિખાલસતા, તેની સમજદારી અને વાકચાતુર્ય તરફ એ આકર્ષાયો હતો. આ ઉપરાંત રીતુએ તેને આમંત્રાયો હતો. રીતુની આંખોમાં પોતાના પ્રત્યે આસક્તિ તેણે જોઇ હતી. તે પોતે કંઇ અબુધ નહોતો કે રીતુની આંખોમાં ઉઠતા ભાવોને તે વાંચી ન શકે.....અને એટલે જ ડુમસના દરિયા કાંઠે તે એક માસુમ ગુસ્તાખી કરી બેઠો હતો. પ્રયત્ન કરવા છતા તે પોતાની જાતને રોકી શકયો નહોતો. તેને ખ્યાલ આવ્યો હતો કે રીતુ પણ એવુ જ કંઇક ઇરછતી હતી.... મીનીટો માટે તે બન્ને એકબીજાની બાંહોમાં ખોવાયા હતા....અને અચાનક રીતુને કંઇક થયુ હતુ.....બસ, તે દિવસથી આજના દિવસ સુધી રીતુને શું થયુ છે એ વીજય જાણી શકયો નહોતો......એ ભાર, એ ઝુંઝારો, કંઇક આત્મગ્લાની ની ભાવના વીજયને સતાવતી રહી હતી. એટલે જ તેણે બ્રેક મારી હતી. એમ કહોને કે આપોઆપ તેના પગે બ્રેક દાબી હતી.
"વીજય ...! આઇ આસ્ક યુ સમથીંગ....!" શીવાનીએ વીજયને સજાગ કર્યો." વોટ હેપન...?" તેણે પ્રશ્ન દોહરાવ્યો. વીજયે ગરદન ઘુમાવીને શીવાનીના ચહેરા તરફ જોયુ. શીવાનીના રૂપાળા ચહેરા પર પરેશાની અને પ્રશ્નો છવાયેલા હતા. ભ્રમરો તાણીને તે વીજય ને જોઇ રહી હતી. વીજયે તેના ચહેરા પરથી નજર ખસેડીને આગળ લગાવેલા "બેક મીરર" માં જોયુ......એ જ સમયે રીતુની નજર પણ બેક મીરર માં પડી......તેમની નજરો આપસમાં મળી. એ નજરોમાં સવાલો હતા. સેકેન્ડો માટે તેઓ બન્ને એક-બીજાને સામુ જોઇ રહયા....ગાડીમાં નીરવ સ્તબ્ધતા છવાઇ રોડ ઉપરથી પસાર થતા વાહનોની હેડ લાઈટોનો પ્રકાશ વારે-વારે ગાડીમાં પથરાઇ રહયો હતો. કયારેક કોઇ વાહનના શક્તિશાળી હોર્ન નો આવાજ પણ સંભળાતો હતો....છતા ગાડીની અંદર બેઠેલા લોકોના દિમાગમાં શૂન્યાવકાશ છવાયો હતો. કોઇ કશું બોલતુ નહોતુ....એક ઘેરી સ્થીર ખામોશીની ક્ષણોમાં સેકેન્ડો વીતી.....શીવાનીને સમજાયુ હતુ કે શું થઇ રહયુ છે. તેને વીજય અને રીતુ વચ્ચેની ખામોશી સમજાતી હતી. તે જાણતી હતી કે વીજય અત્યારે કેમ હાઇપર થઇ ગયો છે....એટલે તે ખામોશીથી કાચની પેલે પાર જોતી બેસી રહી...રીતુને તેના ઘરેથી પીક-અપ કરતી વખતે રીતુ અને વીજયના ચહેરા ઉપર આવેલા ભાવો જોઇને તેને થયુ હતુ કે તે બન્ને વચ્ચે આ પ્રવાસ દરમ્યાન જરૂર કંઇક બનશે જ .....તે વીજયનો સ્વભાવ જાણતી હતી. વીજય ખામોશ રહેવાવાળુ વ્યક્તિત્વ ધરાવતો નહોતો. તેને જો કોઇ વ્યક્તિ પ્રત્યે ફરીયાદ હોય કે કશોક અણગમો હોય તો તે એ વ્યક્તિના મોઢે મોઢે કહી દે....તેનાથી કોઇ વાત દિલમાં દબાવી રખાતી નહી...એટલે જ શીવાનીને ડર હતો કે અત્યારે અધ વચ્ચે જ કોઇ વિસ્ફોટ ન સર્જાય તો સારુ.
વિજય, રીતુ અને શીવાની ખામોશી ધારણ કરીને ગાડીમાં બેઠા હતા......દરેકના હૃદય ધડકતા હતા. શું થવાનું છે એ કોઇ સમજી શકતુ નહોતુ.....એ જ સ્થિતીમાં ક્ષણો વીતતી ગઇ હતી....શું વીજય તેના મનમાં ઉઠતી આંધીને રીતુ સમક્ષ વ્યક્ત કરી શકશે, કે પછી....
(ક્રમશ:)
(વધુ આવતા અંકે...)
By
Praveen Pithadiya
Facebook.com/praveenpithadiya
Whatsapp : 9099278278