ક્યાં શુધી મોં ફેરવીશ...?
Sultan Singh
+91 – 9904185007
લેખક પરિચય
સોંપ્રથમ વાચકમિત્રો ને મારા નમસ્કાર !
નામ ;- સુલતાન સિંહ
મો. નંબર. ;- +૯૧-૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]
મેઈલ ;- raosultansingh@gmail.com
ફેસબુક ;- @sultansinh
ટ્વીટર ;- @imsultansingh
લિન્ક્ડ ઇન ;- @imsultansingh
વેબપેજ ;- thepsychomind.page.tl
હું મનોવિજ્ઞાન નો વિદ્યાર્થી અને બધા જાણે એમ આ લાઈનમાં લગભગ વ્યક્તિ થોડા બઉ સાઈકો તો રેવાના એટલે થયેલી ભૂલચૂક માફ કરી દેવી. અને સારી લાગે કે ખરાબ વાંચો એટલે પ્રતિભાવ જરૂરથી આપવો જેમ એક કથાકાર માટે હુંકારો મુખ્ય હોય એમ એક ઉગતા લેખક માટે પ્રતિભાવ ખુબજ મહત્વના હોય તો તમારા અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપવા. પણ એ ફક્ત આપવા ખાતર આપવા કરતાય કઇક નવું કરવાની પ્રેરણા મળે એવા આપવા.
છેલ્લે એટલુજ કઇસ કે મારી વિચાર ધારા કદાચ તમારા વિચારો કરતા અલગ હોઈ સકે એટલે આને સ્વીકારવું કે નઈ એ તમારા પોતાના વિચારોને અધીન રહે તેજ વધુ યોગ્ય કહી શકાય.
થોડાકજ દિવસમાં મારી એક નોવેલ પણ માતૃભારતી પર પ્રકાશીત કરવાનું વિચારી રહ્યો છું જે મેં એના પર ખુબજ મહેનત કરી છે એ એક થ્રીલેર પ્રેમ કહાની છે પણ બુજ ઊંડાઈઓમાં કરેલું વર્ણન છે લગભગ ૮૦ ટકા પતિ છે પણ એનું ટાઈપીંગ પૂરે પૂરું બાકી છે એટલે જજો સમય રાહ જોવી પડશે....તમારા પરતીભાવની રાહ જોઇસ...
- સુલતાન -
ક્યાં શુધી મોં ફેરવીશ....?
જંગલની સાંજનો નજારો જાણે કઈંક અલગજ હોય છે એવું મને સંભાળવા મળેલું પણ ખરેખર એને અનુભવવાનો કદાચ એના માટે પણ એક નવીજ અને ઊંડી મનની ગહેરાઈઓમાં ઘર્કાવ થઇ જવું જરૂરી બની જતું હોય છે. પણ શું ખરેખર શું આ અંધકારની કાળી ચાદરમાં સંતાઈને એને અનુભવવું એ કઈ સરળ વસ્તુ તો નથીજ ને મારે કદાચ હવે અરામ કરવો જોઇએ. કેટલા વિચિત્ર વિચારો ઘેરવા લાગ્યા છે ને ?
રાત્રીનો અંધકાર વરસી રહ્યો છે અને એક અજાણી જગ્યા છે ચારે તરફ અંધકાર એક ઘોર કાળા પટ સાથે નાચી રહ્યો હતો. એવોતો અંધકાર પથરાયો હતો કે ચારે તરફ જોઈ શકવુંય મુશ્કેલ હતું સામેની વસ્તુ પણ આંખો સામે અદ્રશ્ય થઇ જતી હતી. આંખો પર ભાર અનુભવાતો હતો મન એકદમ શાંત હતું અને સામેના છેડે બસ આખી દુનિયા જાણે અંધારપટમાં ડૂબીને ઓગળી ચુકી હતી.
આંખોના પડદા ધીરે ધીરે ઉગડી રહ્યા હતા છતાય જાણે ઉંઘમાજ હતો. કાનમાં સતત એક સાદ સંભળાતો હતો કદાચ મને એ તરફ આકર્ષી રહ્યો હતો. એક અજાણી દિશામાં પગ ઉપડી રહ્યા હતા અને સતત આગળ પણ વધી રહ્યા હતા. ચારે તરફ ઘોર અંધકાર પથરાયેલો હતો ક્યાં ? ક્યાંથી ? અને કેમ ? કઈજ સમજાતું ના હતું. અંધકારનો ઘેરાવો એટલો ઘાઢ હતો કે ખુલી આંખે પણ કઈ જોઈ શકવું અશક્ય હતું. પગ ના નીચે નરમ સપર્શ અનુભવાતો હતો શું હતું એતો કદાચ વિચારી શકવું પણ અશક્ય લાગતું હતું.
“ ક્યાં શુધી મોં ફેરવીશ ?” એક પ્રશ્નાર્થના સાદમાં કાન સાથે એ આવાજ વારંવાર અથડાતો હતો. અવાઝ પણ એક દમ સ્પષ્ટ હતો દુર દુર એક પ્રકાશ બિંદુ હતું પણ આગળ કઈ પણ દેખી શકવું અશક્ય. એમાય વાતાવરણ સ્તંભિત હતું કોઈ અવાઝ સંભળાતો ના હતો બસ એક સાદ થોડાક થોડાક સમયાંતરે કાન સાથે અથડાતો અને દિલની ગહેરાઈઓ સુધી ઉતારી જતો હતો. “ ક્યાં સુધી મોં ફેરવીશ ?” મારું દિલ આટલા શબ્દો સાંભળીને તડપી જતું હતું આકર્ષિત થઈને એજ સાદની પાછળ સહસા પગ ચાલવા માંડતા નીચેનો ભાગ જાણે હવે ફરી કઠણ બની રહ્યો હતો.
મારા પગ સતત ઝડપ વધારીને એજ સાદના પાછળ ચાલી નીકળતા હતા. અજાણી દિશા હતી અને રસ્તો પણ અંધકારમાં અદ્રશ્ય હતો બસ ચાલ્યા જવાતું હતું ક્યાં એ કઈજ દેખાતું ના હતું. એક અદભુત ભીનાસ પગમાં અનુભવાઈ રહી હતી અને પગમાં સ્ફૂર્તિનો સંચાર થઇ રહ્યો હતો કાને અથડાતો સાદ તીક્ષણતા માંથી મધુરતામાં ભળીને હળવો થઇ રહ્યો હતો જાણે કોયલના રણકાર જેવો મીઠો સાદ લાગતો હતો. “ ક્યાં સુધી મોં ફેરવીશ...? એક વાર જો શું થાય છે..?” પગની ગતિ હવે સાધારણ હતી. પગના નીચેનો ભીનાશ અને નરમાશ નો અહેસાસ સતત વધી રહ્યો હતો.
એક દુનિયાના પ્રવાસ સમી જાણે સફર હતી સતત ચાલીને પગમાં પીડા ઉદભવી રહી હતી. નરમાશ અને ભીનાશ આનંદ આપતી હતી પણ તેમ છતાય પગનો દુખાવો વધી રહ્યો હતો. હઝારો કિમીની જાણે યાત્રા કરી ચુક્યો હતો ક્યાં રોકાવું અને કઈ મંજિલ સુધી પહોચવું એજ સમજ શક્તિ થી બહાર હતું. સાદ હવે મક્કમતા પૂર્વક કર્કશતા ધારણ કરી રહ્યો હતો આવકાર સૂચવતો એ સાદ જાણે આદેશ બની રહ્યો હતો. સામેના છેડે એક દરવાઝા જેવો આકાર પ્રકાશના કિરણોમાં દેખાઈ રહ્યો હતો. “ ક્યાં સુધી મોં ફેરવીશ..?” ફરી એ આદેશના શબ્દો કાને અથડાયા...
પગની ગતિ વધી રહી હતી દરવાઝા સમાન આકાર બનાવતા પ્રકાશ તરફ સતત વધતા હતા. થોડુક અંતર કપાયું પગ પર પડતો પ્રકાશ વધ્યો એ લંબ ચોરસ આકારમાં પડતી કિરણો મારા પર આછી છવાઈ રહી હતી. નીચે દેખાતું નરમ અને ભીનું જમીનનું આછું દ્રશ્ય મને વિચારવા પર મજબુર કરી મૂકતું હતું આટલું પોચું અને ભીનું જાણે કઈક અલગજ દુનિયામાં હોવાનો અહેસાસ જાણે સાબિતી સહ કરાવતું હતું.
પગમાં અતિશય પીડાથી જાણે મારામાંની શક્તિ ક્ષીણ થઇ રહી હતી. આખાય શરીરમાં કળતર અનુભવાઈ રહી હતી આંખો પણ હવે ભારે થઇ રહી હતી . મનની બેચેની વધી રહી હતી જાણે ક્યાંક દુર એકલોજ નીકળી ગયો હોઉં એવી ચિંતા મનમાં વંટોળની જેમ ફરતી હતી. મન ક્યાય ખોવાયેલું હતું હું એ નાની કિનારીઓ વચ્ચેથી રચાતા અદભુત દ્રશ્યને જોઈ રહ્યો હતો. હું કઈ વિચાર કરું એ પહેલાજ ફરી એક અવાઝ મારા કાનના પડદાને ચીરતો મારા દિલના ઊંડાણમાં ઉતરી ગયો “ ક્યાં સુધી મોં ફેરવીશ....સુલતાન ? એક વાર તો જોઈ જો..?” અચાનક સંભળાયેલુ મારું નામ મારા દિલ-દિમાગને જાણે સુન્ન કરી ગયું. હું ફસડાઈ પાડવાનો હતો મારા પગ સોજી ગયા હોય એમ ભાર સહન કરવા એ જાણે અસમર્થ બની ચુક્યા હતા.
મેં હિમ્મત કરી એ પ્રકાશને રોકતા દરવાઝાને ધક્કો માર્યો એક આંખોને અંઝાવી નાખે એવો અદભુત સોનેરી પ્રકાશ મારા પર વરસી પડ્યો. મારી આંખો બંધ થઇ ગઈ એક અચંબો અને અવાઝોના વંટોળ મારા પર તૂટી પડ્યા. હાસ્ય, રુદન, પીડા, પ્રેમ, મીઠાસ, કડવાસ, ગુસ્સો, દર્દ, સુખ, દુખ અને બધીજ લાગણીઓના એ અવાઝ મારા દિલને ચીરી રહ્યા હતા. કઈજ દેખી શકવું મુશ્કેલ હતું આંખોમાં ઊંડે સુધી પ્રકાશના કારણે આંખોમાં આંઝાસ છવાઈ ચુક્યો હતો. ધીરે ધીરે પ્રકાશ ઓછો થતો હતો મારા કાન મારી આંગળીઓ વડે મેં બંધ કાર્ય હોવા છતાય એ અવઝોનો વંટોળ અસહ્ય થઇ રહ્યો હતો.
“ ક્યાં સુધી મોં ફેરવીશ..? ” સામે ઉભેલી માનવ આકૃતિ આવા શબ્દો ઉચ્ચારી રહી હતી કદાચ એમાંથીજ આ બધોય પ્રકાશ અવિરત પણે વરસી રહ્યો હતો. હું ચોંકી ગયો હતો એ આકૃતિ હુબહુ મારા જેવીજ હતી એનો અવાજ આટઆટલા અવાઝોને ચીરતો મને સ્પષ્ટ પણે અનુભવાતો હતો. મારી આંખો પૂરી ખુલી સકતી ના હતી પણ એને જોઈ શકવું જાણે મારી આંખો માટે અશક્ય લાગતું હતું. મારી જાતને આઇનામાં જોઈ રહ્યો હોય એવીજ એની મુખાકૃતિ હતી. એ વિશાળ અને ભવ્ય ભવનમાં એ જાણે મને બધુજ દેખાડવા માટે બોલાવતો હતો. એને મને ફરી આદેશ કર્યો “ હવે ક્યાં સુધી મોં ફેરવીશ..સુલતાન..? એક વાર આ બધું જો..? ”
એક લાંબી અને વિશાલ સફર બાદ પ્રવેશેલો આ વિશાળ ભવન અદભુત હતો જાણે એક વિચિત્ર અને અનાયાસે પામેલી સૃષ્ટિ હતી એમાં. બધુજ હતું જે એક પૃથ્વીમાં હોય સુરજ, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ઉપગ્રહો અને બધુજ આ એક વિશાળ ભવનમાં સમાયેલું હતું. એક તરફ લાગણીઓનો સાગર હિલોળે ચડીને મારા પગ સુધી તણાઈ આવતો હતો. ઈચ્છાઓ જાણે કોઈ ખૂણામાં દમ તોડતી દેખાઈ રહી હતી. એક વિચિત્રતા હતી બધુજ મને અનાયાસ જ ઓળખાઈ જતું હતું.
એક તરફ પડેલોએ પ્રેમ તડપી રહ્યો હતો અને કોઈ આકૃતિ જાણે એને તરછોડીને આગળ વધતી હતી. અને પ્રેમનો એ આત્મા એની તરફ આકર્ષાઈને તરફડી રહ્યો હતો એની વેદના મારા દિલને ચીરતી હતી મારું સર્વસ્વ જાણે હણાઈ રહ્યું હતું. એક દર્દ જે મારામાં અનુભવાઈ રહ્યું હતું એ કદાચ કોઈના માટે તડપતા પ્રેમની અદભુત સાક્ષી પૂરી રહ્યું હતું.
પ્રેમને આમ લાચાર અને તડપતા જોઇને ખૂણામાં વેખેરાયેલી ભાવનાઓ પણ હૈયાફાટ રુદન કરી રહી હતી. લાગણીના મોઝા બંનેને ભીંજવીને એમને શાંત કરવાનો પ્રયત્ન કરતા હતા. ઈચ્છાઓ ત્યાજ દમ તોડતી અને જાણે છેલ્લી ઘડીઓ ગણતા જોઈ શકાતી હતી. તડપતી આંખોમાં પડઘાતા આકારોમાં એક ચહેરો બે રૂપોમાં જોઈ શકતો હતો જીવન ? કે પછી તું....અરે પણ તું કેમ હોય શકે ?
બીજા ખૂણા બાજુ એક વિશાળ પુસ્તકોનો થાક્કાબંધ ઢગ મંડાયેલો હતો એમાં ધીમી અગ્નિ પ્રસરી રહી હતી બધું બળીને ખાખ થઇ જવાની તૈયારીજ હતી મારું બધુજ સાહિત્ય સળગી રહ્યું હતું. મેં તરતજ એમાંથી મારી થતી કોશીશો દ્વારા બચે એટલું બચાવી લેવા પ્રયત્નો કાર્યા લગભગ સાતેક પુસ્તકો બચાવી શકાયા. થોડીક શાંતિ ની અનુભૂતિ થઇ ત્યાતો પુસ્તકો જાણે વાચા ફૂટી હોય તેમ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. આંખો સામે ઘટતું બધુજ મારી સમજ બહારનું હતું તેમના અવાજમાં એક વેદના જલકતી હતી. કદાચ તેઓ અધુરાઈના દુઃખમાં તડપતા હતા એ વાત મને બધા પુસ્તકોને તપસ્યા પછી થઇ. એકેયની પૂર્ણતા હજુ હું નિશ્ચિત ના કરી શક્યો હતો બધા અડધા લખાયેલા હતા આજ વેદના એમને તડપાવતી હતી.
એક તરફ મનની ઈચ્છાઓ હતીતો બીજી તરફ સમાજ અને દુનિયાદારીના બંધનોની એક વિશાળ સેના હતી. મારા સપનાઓ અને ઈચ્છાઓ હાથ મિલાવી એક સાથે લડવા માટે તૈયાર હતા કદાચ બંને પોતાની સેનાઓ બનાવી રહ્યા હતા. અરે કદાચ એક વિશાલ સેના નું નિર્માણ એ લોકો કરી ચુક્યા હતા બસ એમને બધાને દિશા આપનાર રાજા અથવા સેનાપતિની જરૂરિયાત હતી. મારા પ્રવેશતાજ એમનામાં એક ઉત્સાહની તરંગ છવાઈ ગઈ હતી કદાચ મારા આવવાનીજ એમને આશ હતી. આખી સેના મારા સામે ઝૂકીને મને સલામ કરતી હતી હું એક અનોખી દુવિધામાં ફસાઈ રહ્યો હતો બધું મારી સમાજ બહારનું હતું.
દુનિયાદારી અને બંધનોની સેનાઓ શંખ વગાડી ચુકી હતી બંને સેના યુદ્ધ માટે તૈયાર હતી મારે એની આગેવાની કરવાની હતી બસ મારે મારા રથ પર સવાર થવાનું હતું. યોગ્ય સારથી મારે શોધવાનો હતો જે મારી પાંચ ઈન્દ્રીઓ સમાન અશ્વોને કાબુ કરી સકે હું હજુય ત્યાં વિચારમાં ડૂબેલો હતો. મારા માટે રથ તૈયાર હતું અને સારથી અને શંખ પણ હાજર હતો. મારી બધીજ દુવિધાનો અંત આ યુદ્ધની જીત માજ હતો એજ મારી સમસ્યાનો ઉકેલ હતો એજ મારા માટે ધર્મ હતો અને એજ કર્મ. મારા ભવિષ્ય સાથેની આ જંગ હતી મારી અધુરી કહાનીઓ, અધૂરી અભિલાષાઓ, અધુરો છૂટેલો પ્રેમ, લાગણીઓની ગહેરાઈઓ, ભાવનાનું રુદન, રડતી આંખો, સપના અને લગભગ બધુજ એ યુદ્ધની જીત પર નીર્ભિત હતું. મેં આકાશ તરફ નઝર કરી, થોડુક હસ્યો આંશુ લૂછ્યા અને મારા શ્રીકૃષ્ણ સમા સારથિને વંદન કર્યા અર્જુન ની જેમજ રથ પર સવાર થઇ ગયો અને તરતજ રથમાં રહેલો વિજયઘોષ કરતો શંખ ફૂંક્યો અને એનો અવાજ આખાય ભવનમાં ગુંજી ઉઠ્યો.
આખી સેનામાં હર્ષ પ્રસરી ગયો, લાગણીઓનો સમુદ્ર શાંત પડ્યો, તડપતો પ્રેમ હવે મજબુત બની ઉભો થઇ રહ્યો હતો અને ભાવનાઓ એને ટેકો કરી રહી હતી, ઈચ્છાઓ યુદ્ધ મેદાનમાં દોડી આવી હતી અને લડવા તત્પર હતી, મારા અધૂરા પુસ્તકો હવે ઊછળકૂદ કરી રહ્યા હતા, અભિલાષાઓ જુમી ઉઠી હતી, મારા જેવો હુબહુ દેખાતો ચહેરો મારા સામે સ્મિત ફરકાવતો હતો અને સોનેરી પ્રકાશ રેલાવતો હતો મારી આંખો ખુશીઓની લાગણીમાં ભીંજાઈ રહી હતી. પુસ્તકોનું રુદન પણ ખોવાઈ ચુક્યું હતું ચારે તરફ મારા વિજય માટેની જયઘોષ સાંભળાઈ રહી હતી.
મેં ફરી આકાશ તરફ નઝર કરી ચંદ્ર અને સુરજ સાથેજ મારી હિંમતને દાદ દઈ સફળતાને સ્વીકારી રહ્યા હતા. તારાઓ જાણે મારા પર ફૂલોની વર્ષા કરી રહ્યા હતા પવન મને આશીર્વાદ રૂપે એની લહેરોથી ભીંજવી રહ્યો હતો. આખુય આકાશ પ્રકાશમય તેઝ્થી જળહળવા માટે તૈયાર હતું ચારે કોર ઉજાશ છવાઈ રહ્યો હતો. પેલો પ્રકાશમય આત્મા મારી સામે હસતો હતો કદાચ મને શુભકામના આપતો અને કઈક કહેતો હતો.
“ ક્યાં સુધી મો ફેરવીશ.... સુલતાન....? એક વાર આ બધું જો...? ઉઠ.... ઉભો.... થા....લડીલે... અને જીતીલે..... આ દુનિયા તારી જીતની રાહ જોઈનેજ બેઠી છે....” આટલું કહેતા વેતજ એ ચહેરો અદ્રશ્ય થઇ ને પ્રકાશમય આભમાં ફંટાઈ ગયો.
અચાનક આંખ ખુલી ઘરમાં પલંગ પર ઉગ્માંથી ઉભો થયો. મમ્મી મારા માટે ચા બનાવી રાખી હતી ઉઠાતાની સાથેજ ચા મારી સામે આવી હું આંખો બંધ કરી ને થોડું હસી પડ્યો. મમ્મીએ પૂછ્યું અને મેં કહ્યું બસ મારી જીતની ખુશી છે બીજું કઈજ નથી હવે મારી સફળતાના રસ્તા મારે શોધવાના ના હતા મારા અંદરનો એ પરમાત્મા મને બધુજ સમજાવી ગયો હતો.
લી. સુલતાન સિંહ