Thodu Vadhu Janie Kalam Saheb Vishe in Gujarati Biography by Poojan N Jani Preet (RJ) books and stories PDF | People's president Kalam 1

Featured Books
Categories
Share

People's president Kalam 1

થોડું વધુ જાણીએ કલામ સાહેબ વિશે

* પુસ્તક વિશે Poojan Jani

હાલમાં જ જેમના દેહમાંથી પ્રાણે વિદાય લીધો એવા આપણાં પૂર્વ રાષ્ટ્રપતિ કલામ પર લખવાનો વિચાર આવ્યો. જોગાનુજોગ તેમનો જન્મદિન પણ આવતો હતો આથી આજનો દિવસ યોગ્ય ગણી કલામ સાહેબ વિશે થોડું આપવાનો પ્રયત્ન કરેલો છે.

આ લખાણ વખતે ઘણા યુવા મિત્રોને પૂછ્યું કે 'Wings of Fire' વાચેલી તમે ? તે દરેકનો જવાબ નકારમાં હતો ત્યારે એક ઉદાસની પળ આવતી અને તે દરેકનું ન વાચવાનું કારણ સમયનો અભાવ હતો. Facebook અને Whats app પર ૨૫ કલાક ઓનલાઈન રહેતી આજની પેઢી પાસે પુસ્તક વાંચવાનો સમય ન હતો.

આથી વધુ દ્રઢ ઈચ્છા થઇ કે જેટલું અપાય એટલું પણ કાઈક આપવું તો છે જ અને લખાણની શરૂઆત કરી ખુબ સંક્ષિપ્તમાં મારા આદર્શ કલામ સાહેબનું અરી આવડત મુજન વર્ણન કર્યું છે આશા છે તમને ગમશે.....

થોડું વધુ જાણીએ કલામ સાહેબ વિશે

(૧) ભારતનો દરેક નાગરિક આજે કલામ સાહેબને સાચા અર્થમાં 'સેક્યુલર' નેતા ગણે છે. આજ દિવસ સુધી તેમના મુખેથી ક્યારે પણ વિવાદિત બયાનો આવેલા હતા જ નહી. આવા સમ્માનીય સ્વભાવનું કારણ તેમનો બચપણનો યોગ્ય ઉછેર ગણી શકાય. નાના હતા ત્યારથી જ રામાયણ, મહાભારત, કુરાન જેવા દરેક ધર્મના પુસ્તકોથી પરિચિત હતા તેમના દાદી, મમ્મી દરરોજ આ ગ્રંથોની વાર્તાઓ પણ કહેતા. આ વિચારો એ એમને એટલા પ્રભાવિત કર્યા કે અન્ય ધર્મ તરફ એક શબ્દ બોલવાનું તેમના સ્વભાવમાં જ ન હતું.

તેમનું બાળપણ ગરીબીમાં ઉછર્યું એમ કહેવા કરતા સાદગીમાં ઉછર્યું એ કહેવું વધારે યોગ્ય રહેશે. આ સળગી તેઓની આજીવન ચાલુ રહી એક વખત તો વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથેની ચર્ચા દરમિયાન સ્લીપરમાં જવું પડેલું પણ એ વાતનો રંજ તેમને ન હતો. કલામનો નાતો કામ સાથે વધુ રહ્યો છે એ કહેવું જરા પણ ખોટું નથી.

પોતાની આત્મકથામાં પણ કલામ કહે છે તેઓ પિતા પાસે 'પ્રામાણિકતા' અને 'શિસ્ત', માતા પાસેથી શ્રદ્ધા અને દયા શીખ્યા. આજના દરેક વાલી જો વારસામાં ધનની સાથે આવું પણ આપે તો દેશને દરેક ક્ષેત્રે એક કલામ તો મળી જ રહે. દરેક વસ્તુની શરૂઆત બાળક માં-બાપ અને શિક્ષકોને જોઇને કરે છે અને એ જ વસ્તુ સ્વીકારી લે છે. સદ્દનસીબે કલામે પણ આ વસ્તુઓ સ્વીકારી આગળ વધતા ગયા.

કલામ સાહેબે પોતાનું B.sc પૂર્ણ કર્યું તે વખતે એક અહેસાસ થયો કે Physics મારે માટે નથી આથી એન્જીનીયરીંગ શાખામાં પ્રવેશ લેવાનો નિર્ણય કર્યો. આથી કલામનો સંદેશ દરેક વિદ્યાર્થી માટે એવો હતો કે અંદરથી ગમતી વિદ્યાશાખા પસંદ કરો.

(૨) પોતાના કોલેજકાળના અભ્યાસ દરમિયાન તેઓ એટલા સદ્દનસીબ રહ્યા કે તેઓ જયારે પ્રોફેસરથી સંમત ન થતા ત્યારે સામેથી મળતો ઉત્તર દર વખતે હકારાત્મક રહેતો. આને લીધે તેઓ વિષયને ઊંડાણથી સમજતા થયા જેનો ફાયદો ભારત ભૂમિને મળ્યો.

“Who knows other is learned but wise one is the one who knows himself. Learning without wisdom is ot no use”

'અગનપંખ'

'અગનપંખ'નું આ વાક્ય ખરી માણસાઈ શીખવી જાય છે. આ વાક્યનું કલામ સાહેબે અક્ષરે અક્ષર પાલન કર્યું જ છે. હવે આપણી સમાજ મુજબ આ વાક્ય સ્વીકારી સારા નાગરિક બનવામાં જ દેશ સેવા રહેલી છે.

પોતાની સમગ્ર જીંદગીમાં કલામ સાહેબ ક્યારે પણ એક જગ્યાએ બેસી નથી રહ્યા. ચેન્નાઈ થી દિલ્હી અને વિદેશોની હવા શ્વાસમાં લીધી છે આથી પોતાની જાતને સતત અપગ્રેડ કરી શક્ય હતા. નિવૃત્તિ બાદ લગભગ ૧.૫ કરોડથી વધારે યુવાનોને મળી તેમને પ્રેરણાનું ઝરણું પૂરું પાડેલું.

'When the student is ready, the teacher will appear how true' ('અગનપંખ)

Airforceના ઈન્ટરવ્યું દરમિયાન મળેલી નિષ્ફળતા બાદ તેઓને મળેલા એક તપસ્વી અંગે ઉપર મુજબ પ્રતિભાવ આપેલો. આજીવન વિદ્યાર્થી રહેવાનું તેઓએ ઘણા યુવાનોને સૂચવ્યું છે જેનો અમલ તેઓ પોતાની જાત પર પણ કરેલો.

પ્રથમ ૨૫૦ ના માસિક પગારથી કલામ DTD માં જોડાયા અને વર્ષ હતું ૧૯૫૮નુ. ભારત માતાના કાર્ય માટે, તેમને સ્વનિર્ભર બનાવવા માટે તેઓએ પગલા માંડી દીધા હતા.

રિસર્ચના તબક્કામાં કલામને ડો. વિક્રમ સારાભાઈના નેતૃત્વ હેઠળ કાર્ય કરવાનો મોકો મળેલો હતો. આ સમય તેમના માટે શ્રેષ્ઠ પુરવાર થયો. આ સમય દરમિયાન તેઓને પુસ્તકની દુનિયામાંથી બહાર આવીને નવસર્જન કરવાનું હતું. કલામ ખુદ સારાભાઈને શ્રેષ્ઠ સંશોધનકર્તા ગણાવે છે. આ દરમિયાન તેઓ કુરાન નેતૃત્વના પાઠ પણ શીખ્યા હતા જે આગળ ખુબ ઉપયોગી નીવડ્યા.

અબ્દુલ કલામ સ્પષ્ઠપણે માનતા દિલથી ન કરેલું કામ ક્યારેક સિદ્ધિ આપાવે છે પણ એ સંતોષ નથી આપતું. આ સિદ્ધાંત તેમને ખલીલ જિબ્રાનના વાક્ય પરથી અપનાવેલો. આ દ્રષ્ટિએ જોતા કલામનું સાહિત્ય પ્રત્યેનો પ્રેમ પણ ઉડીને આંખે વળગે છે. નાનપણથી ધાર્મિક ગ્રંથો કોલેજ કાળમાં પ્લેટો, સોક્રેટીસ, ખલીલ જિબ્રાન જેવા ફિલોસોફરના વાચનથી તેમની અંદર ક્યાંક સંવેદના પણ ઉમેરાઈ.

આજીવન વિજ્ઞાનના ઉપાસક હોવા છતાં કલામ સાહેબ એટલા જ આધ્યાત્મિક વૃત્તિ પણ ધરાવતા હતા. પોતાની આત્મકથામાં લખે છે 'હું દરેક કામ ભગવાન સાથે પાર્ટનરશીપ દ્વારા પૂર્ણ કરું છું'. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એ તેમને વધુને વધુ સફળ બનાવ્યા એમ કહી શકાય.

પોતાની દરેક ક્ષણને ભરપુર ઉપયોગ કરવા માટે તત્પર રહેતા કલામ વહેલી સવારના મોર્નિંગ વોક દરમિયાનની ૧૦ મિનિટના ગાળામાં ૨૪ કલાકની ગણતરી કરી કામને અગ્રતા ક્રમ આપી દરેક કાર્યને પુરતો ન્યાય આપવાની કોશિશ કરતા.

એક વૈજ્ઞાનિક, રાજનેતા, ફિલોસોફર ઉપરાંત સારા લેખક પણ હતા. તેઓની દરેક પુસ્તક યુવાનોને નવું શીખવનારી બની રહી છે. આ ઉપરાંત અઢળક સુવાક્યો આપી ગયા છે જેમાંથી એકપણ વાક્ય જીવનમાં ઉતારીએ તો જીવન સાર્થક ગણી શકાય.

-> Quotes of APJ Abdul Kalam (Selected)

-> Without your involvement you can’t succeed with your involvement you can’t fail.

-> All you us do not have equal talent but all of us have equal opportunity to develop our talent.

-> Don’t take rest after your first victory because if you fail in second more lips are waiting to

say that your first victory i was just luck.

-> Let us sacrifice our today so that our children can have a better tomorrow.

-> Look at the sky we are not alone the whole universe is friendly to us and conspires only to

give the best to those who dream and work.

-> You have to dream before your dream can come true.