Haiku - Ek Kavya prakar in Gujarati Poems by Archana Bhatt Patel books and stories PDF | હાઈકુ - એક કાવ્યપ્રકાર

Featured Books
Categories
Share

હાઈકુ - એક કાવ્યપ્રકાર

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : હાઈકુ - એક કાવ્યપ્રકાર
શબ્દો : 1231
સજેસ્ટેડ શ્રેણી : માહિતીપ્રદ / શૈક્ષણિક

હાઈકુ - એક કાવ્યપ્રકાર

એવું જોવા મળે છે કે ૫-૭-૫ શ્રુતિવાળું કોઈપણ કંપોઝીશન એટલે હાઈકુ, પરંતુ આ કાવ્યસ્વરૂપ જેટલું સરળ લાગે છે, એટલું વધારે સંકુલ છે. કોઈપણ કાવ્યપ્રકાર હોય તે કાવ્યમાં તેનો ધ્વનિ મહત્વનો છે. કવિતાનો સ્વભાવ આનંદ આપવાનો છે. પછી તે આનંદથી ઊઠતી વ્યંજનાનો વિસ્તાર હૃદયને સ્પર્શતાં તે કવિતા બને છે.

આપણી ભાષામાં સૉનેટ-ગઝલ-રૂબાઈ જેવા કાવ્ય-પ્રકારો વિદેશથી આવ્યા અને સમય જતાં આપણા દેશની સંસ્કૃતિમાં હળીભળી પાંગર્યા. એ જ રીતે ગઈ સદીના ઉત્તરાર્ધમાં કવિ શ્રી સ્નેહરશ્મિના હાથે જાપાનીઝ કાવ્યપ્રકાર હાઈકુ અવતર્યું, ખીલ્યું ને ગુજરાતી ભાષામાં પાંગર્યું.

પ્રાચીન કાળમાં દુનિયાના દેશોમાં, આપણે જાણીએ છીએ તેમ, રાજદરબાર ભરાતા. તેમાં કવિઓને આગવું સ્થાન મળતું. આરબ દેશોના રાજદરબારમાં શાયરો ( કવિઓ ) ગઝલો-મુક્તકો કહેતા. આપણી જેમ જાપાનમાં પણ રાજદરબારમાં કવિઓ તાન્કા કે હાઈકુ સંભળાવી રાજદરબારનું મનોરંજન કરતા. મૂળ તાન્કામાંથી હાઈકુ આવ્યું. તાન્કામાં ૫-૭-૫-૭-૭-ની શ્રુતિ રહેતી. તેમાંથી સત્તરમી સદીમાં (૧૬૪૪-૧૬૯૪) બાશો નામના કવિએ તાન્કામાંથી જે નવું રૂપ સર્જ્યું તે ‘હાઈકુ’ કહેવાયું. તેમણે તાન્કાની આરંભની ૫-૭-૫ ની શ્રુતિની સ્વતંત્ર કાવ્ય રચના આપી તેને ‘હોક્કુ’ કહી. પછી સમય જતાં તે ‘હાઈકાઈ ‘ નામે ઓળખાઈ. તેમાંથી અંતે નામ થયું ‘હાઈકુ’ !

હાઈકુ વિશે બાશોનો મત આ પ્રમાણે છેઃ જ્યારે સંવેદનશીલ મન જડ-ચેતન પદાર્થોમાં કોઈ વિરલ ભાવ અનુભવે, કોઈ આધ્યાત્મિક સંવેદના જગાડે, કવિ તેને શબ્દસ્થ કરે – તે પણ ૫-૭-૫ની શ્રુતિમાં જ, ત્યારે તે હાઈકુ બને ! તેમાંથી વ્યંજનાના કે ધ્વનિના તરંગો ભાવકમનમાં જન્મે.

આવું હાઈકુ અણુમાં વિરાટનું દર્શન કરાવે, કોઈ સદ્‍વૃત્તિનું ભાવવિશ્વ ખડું કરે. રોજ સવારે ખીલતાં પુષ્પો રોજ નવું દર્શન કરાવે, નવો પથ આપે,પ્રકૃત્તિનાં તત્ત્વોથી શબ્દચિત્રમાં અંકિત કરે, જે નવજીવન પ્રેરે.

આમ, હાઈકુની પ્રથમ શરત એ છે કે એ પ્રકૃત્તિનાં તત્ત્વોથી શબ્દચિત્ર રચાય. તે ભાવકચિત્તમાં પ્રતીતિકર રીતે સંક્રાન્ત થાય. તેમાં ઈન્દ્રિયવ્યત્યયો, ભાવવ્યત્યયો, પ્રતીકોનો સુમેળભર્યો વિનિયોગ થયો હોય. એકનું એક પ્રતીક અનેક સંદર્ભે, વિવિધ અર્થે રચાયું હોય કે જેના દ્વારા વાચક-ભાવકના ચિદાકાશમાં સંતર્પક સંવેદનો તરંગિત થઈ ઊઠે !

હાઈકુમાં કશું બોધાત્મક ન હોય;પ્રકૃતિનું શબ્દચિત્ર કવિએ જે ખડું કર્યું હોય તે જ બોલે. તેમાંથી ધ્વનિ કે વ્યંજનાઊઠે તે અર્થ પ્રતિપાદિત કરે.

“હાઈકુને જ બોલવા દો, કવિ તમે ન બોલો” એમ કહેવાય.

એનો અર્થ એવો થયો કે ૫-૭-૫ની શ્રુતિથી જે શબ્દચિત્ર રચાયું, તેમાંથી ઊઠતી વ્યંજના કે ઊઠતો ધ્વનિનો રણકાર આંખ સાંભળે અને કાનને દેખાય ! તે ચાક્ષુષ થાય, ત્યાં હાઈકુનું કામ પૂર્ણ થયું.

ભાષાના સંદર્ભે જાપાનીઝ હાઈકુ અને આપણી ભાષાના હાઈકુ વચ્ચે ભિન્નત્વ રહેવાનું. બંનેની અલગ તાસીર રહેવાની કારણ કે બંને ભાષાઓનાં કુળ અલગ છે ને ? જાપાનીઝ ભાષામાં નામ, ક્રિયાપદ, વિશેષણો, ક્રિયાવિશેષણો વગેરેના પદક્રમોની ગોઠવણીથી અર્થ સૂચવાય છે એટલે ત્યાં પદક્રમ મહત્ત્વનો છે, જ્યારે આપણી ગુજરાતી ભાષામાં પ્રત્યયો વિના ડગ ન મૂકાય, પરિણામે ભાષા આલંકારિક બને. એટલે જાપાનીઝ ભાષાની હાઈકુ-વિભાવના અહીં ખપમાં ન લાગે. છતાં તે આપણું હાઈકુ કહેવાય.

આપણે જાપાનીઝ બનાવટની ચીજ-વસ્તુઓથી પરિચિત છીએ. એમની નાનામાં નાની ચીજવસ્તુની બનાવટ અદભુત ફિનિશીંગવાળી હોય છે, જોતાં જ તેનું આકર્ષણ થાય ને લેવા મન લલચાય. તેમની બનાવટની વસ્તુની કારીગરી મોહક અને આકર્ષક હોય છે. અરે તે પ્રજાએ તો વનસ્પતિની વિશાળતાને ય બોન્સાઈમાં રૂપાંતરિત કરી ક્યાં ચમત્કાર નથી કીધો ? જાપાનીઝ પ્રજાની આ કલા-પ્રતિભા હાઈકુ જેવાં લઘુકાવ્યમાં પણ સંસ્પર્શ પામી છે.

હાઈકુને આમ પણ સમજી શકીએ. કેલિડોસ્કોપમાં રંગીન કાચના ટુકડાઓ હોય છે. તેના વડે આકાર-આકૃતિ રચાતાં હોઈ તે જોઈ મન-વિસ્મય સાથે આહ્‍લાદ અનુભવે છે, હરખાય છે ને જે સંવેદન જગાડે તેવું અહીં ૫-૭-૫ની શ્રુતિ વડે રચાતું લઘુકાવ્ય તે હાઈકુ ! કેલિડોસ્કોપ સહેજ હાલી જતાં તેમાંનાં આખાં રંગીન આકૃતિ-ચિત્ર બદલાઈ જાય ને નવું સંવેદન જગાડે. એ જ રીતે આ સત્તર શ્રુતિમાં એકાદ શબ્દ અહીંત્યાં કરીએ-બદલીએ ને ભાવ પલટાઈ જાય, અર્થ બદલાઈ જાય. એમ આનંદદાયક અર્થો, ભાવો મળતા રહે જે વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય !

આમ, હાઈકુની અસલિયત એ કવિની અનુભૂતિની અસલિયત છે. એ ભાવ જ્યારે ભાવક અને વાચકની અસલિયતમાં રૂપાંતર પામે, ત્યારે તેની ચમત્ક્રુતિનો આનંદ મળે ! આ બધું ખૂબ સહજ- સ્વાભાવિક રીતે જે હાઈકુમાંથી અનુભવાય તેટલું તે હાઈકુ ઉત્તમ ! તેમાંથી જે સુખ-દુઃખ, વિસ્મય, આઘાત-પ્રત્યાઘાત, અધ્યાત્મ વગેરેની લાગણી જન્મી તે જ હાઈકુનો પ્રાણ ! તેમાંથી ભાવકેભાવકે એક હાઈકુમાંથી જેટલી જુદી અર્થચ્છાયાઓ કે અર્થવ્યંજનાઓ ઝંકારી ઊઠે, તેટલા અંશે તેમાં સાચું હાઈકુતત્ત્વ ! હાઈકુ દ્વારા પોતાની સંવેદનાનો સાક્ષાત્કાર થાય. આમ, હાઈકુ સામાન્યભાવનું અસામાન્ય ભાવમાં અને અસામાન્ય ભાવનું સામાન્યભાવમાં રૂપાંતર કરે છે. તેમાં ભાવક ચિત્તને સ્થળ-કાળથી પર થવાની સમાધિ લાધે. ચિત્ર જેવું હોય તેવું ભાવકચિત્તમાં પ્રતીતિકર રીતે સંક્રાન્ત થાય, તેના તર્ક બુદ્ધિ વળોટી જાય ને આનંદ મૂર્ત કરે.

હાઈકુ વિશેની મારી આવી સમજને આધારે હાઈકુ ના કેટલાંક દ્ષ્ટાંતો કે જે મારી પોતાની જ કૃતિઓ છે તે અહીં આપ સમક્ષ મૂકું છું :

લાગણી કોરી
ને હું ભીંજાતો રહ્યો
તુજ પ્રેમમાં

***

સૂકી ચાહત
ભીનાં સ્મરણો તારા
રોઉં હું રોજ

***

વિશ્વાસ જાગ્યું
સ્પંદન તણું અને
લથડાયો હું

***

કાગળ કોરો
સાવ એમ જ રહ્યો
ભટકતો હું

***

મીઠાશ તારી
મુજ હૃદયે ધરી
ચાહું તને જ....

***

મધુર ગીત
ગાઈ રહ્યું છે મન
તુજ પ્રેમમાં...

***

પ્રિય મને તું
અને તોય સમજે
નહીં તું જરા...???

***

ગળપણ તો
જીભે લગાડ્યું અને
છેતરે મને ...???

***

મીઠું સ્પંદન
તવ પ્રેમનું ચડ્યું
માનસપટે...!!!

***

ગળ્યું ને ગોળ
ન આવે માફક ને
તોય મીઠો તું...!!!

***

યમુના ઘાટ
મને તારી છે વાટ
આવને કાન...!!!

***

જ્યારે પણ હું
અરીસામાં જોઉં છું
દેખાય છે તું...!!!

***

કાગળ કોરો
સાવ એમજ રહ્યો
ભટકતો હું !

***

અક્ષર ઊભો
કરે તર્ક પ્રેમમાં
હું જ મધ્યસ્થી ?

***

અનુભવ આ
ઊભો પાસમાં અને
હૈયું ડચકે....!!!

***
ફેંક તું ને હું
લઉં ઝાલી અક્ષરો
કરુ વારતા....!!!

****

ઉદ્યાન મધ્યે
ખીલ્યાં પુષ્પ અનેક
ભ્રમર ગૂંજે.....

***

બાગ ખુશ્બો ને
ફૂલો ખીલતાં અહીં
પિયુ સાંભરે....

***

કુંજમાં લતા
જો નીકળે વૃક્ષ
એને છાવરે....

***
ભીનાશ આંખે
ઉરે સ્મરણ તારું
લાગણી રુએ...

***

પ્રતિક્ષા તુજ
આગમનની અને
રાહ જોતો હું....

***

રાહબરની
રાહમાં ને રાહમાં
ઊભો બારણે....

***

ઉમ્મીદ થાયે
પૂરી, આગમન જો
હો જો તોરણે.....

***
વાટ નીરખે
નયન, અનિમેષ
અશ્રુ દદડે....

***

પ્રતિક્ષા જોવી
છે નિત્યક્રમ, અને
બ્હાવરી હું જો....

***

વિષમ જ્વર
પ્રેમનો છે મસ્તિષ્કે
વિલક્ષણ ક્ષ.....

***

અટવાય સ્વ
ખરબચડા રસ્તા
જીવનરાહે....

***
ગૂંચવણ જો
સતાવે સ્પર્શે અને
પ્રેમાતો જીવ....

***

ઝંઝાવાત છે
ઊર્મિ સ્પંદનો સહુ
વહેતા લોક...

***

ભાવના ભાળી
પેઠો હૃદય દ્વારે
છળાયો પ્રેમ...

***

વેદના જાણો
જો પતંગની તમે
ન લડો પેચ...

***


સ્પંદનો છે ક્યાં
જ્યારથી મેં હૃદય
ગીરવે દીધું.....

***

ભાવના ભાંગી
થયાં ફોક સઘળાં
સ્પંદનો હવે....

***

લાગળી કળે
સંવેદના હૃદયે
બનતી શૂન્ય....

***

પ્રતીતિ તારી
સ્પંદનો કોરાં અને
લાગણી ચૂવે...

***

લાગણી વન
ભડકે બળે હવે
વર્ષા તું બન....

***

આપણે સાથે
રહીએ અને બને
સુંદર ઘર....

***

જિંદગી બની
ઝંઝાળ ખુશ રે'વા
જરા મનાવ....

***

પથ ને પંથ
જો એક હો ન રહૈ
તમા કશાની.....

***
થડ થયું છે
જીર્ણ, ખરતાં પર્ણ
રૂદન ડાળે.....

***

વૃક્ષ મનનું
લાગણી વન ઘેઘૂર
પાંગરે પ્રેમ......

***

ડાળ લીલી ને
માળો બનાવ્યો પ્રેમે
સેવું સપનાં....

***

પાંદડુ લીલું
રંગ રાતો પ્રેમનો
અને હું ક્યાં ???

***
કેડી હૃદય
સુધી વિસ્તરે અને
મળી જાય તું...

***

માર્ગ વિકટ
અને સામે છેડે હું
વિહવળ તું...

***

પગદંડી કૈં
ફૂલો સમી દીસે છે
જ્યાં જોઉં તને....

***

પંથ એક જ
છે તુજ પ્રવાસનો
વ્યાકુળ હું....

***

રાહ બને છે
રૂપાળો રોજ તુજ
ખયાલો મહીં....

***

કેસરી સંધ્યા
આથમણું થયુ ને
ઢળતી આશ....

***

નિશા સંગમાં
ગળાડૂબ એવો હું
તુજ પ્રેમમાં....

***

સમી સાંજના
આગમન પ્રતિક્ષા
રે ઠગારી રે.....

***
ઉગમણો વા
તુજ વિરહમાં જાણે
હો આથમણું....

***

રાત ચાંદની
નશો મઘમઘતો
સંગત તારી....

***

જીદ્દ માંહ્યલી
સમજાઈ જો જાયે
ન હો મમત.....

***

આગ્રહ વશ
હૃદય મારું આજે
સોંપ્યું તને....

***

જીક ઝીલવા
રહું અડીખમ ને
તોડે મમત......

***

તારો મમત
જાય છેતરી મને
જીદ્દ પ્રેમની....

***

આજીજી ભલા
કેવી હોય કહોને
આગ્રહ વિના..???

***

હઠ-આગ્રહ
પડ્યો ભારી જ્યાં
સંચર્યો પ્રેમ.....!!!

***


હેતનો હાર
હૃદયે ધર્યો આજ
હા શણગારો.....

***

અનુરાગ હો
સાચો તુજ હૃદયે
પ્રેમ ને હાંશ

***

હેત-પ્યાર....
મન મનાવે અને
રહેતાં ખુશ....

***

પ્રિતી ચાહત
ગમે શબ્દો બધાં
બસ પ્રેમનાં....

***

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ :