Bungalow No. 313 - Part-2 in Gujarati Short Stories by Bhavisha R. Gokani books and stories PDF | બંગલા નં 313 ભાગ-2

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

બંગલા નં 313 ભાગ-2

નામ – ગોકાણી ભાવીશાબેન રૂપેશકુમાર

Email id

brgokani@gmail.com

બંગલા નં 313ભાગ : 2 વિષય : નવલકથા

પ્રકરણ : 3 વીસ વર્ષ પછી પ્રકરણ : 4 પિતાની અંતિમ ઇચ્છા

પ્રકરણ : 3

વીસ વર્ષ પછી “વિશ્વા,આજે આટલા વર્ષો બાદ મારી ઇચ્છા પૂર્ણ થઇ રહી છે.ડોકટર બન્યા ત્યારની મારી ઇચ્છા આ બંગલો ખરીદવાની હતી.આજે પૂર્ણ થઇ રહી છે.વર્ષોથી જોયેલુ મારુ સપનુ આજે પૂરૂ થયુ.” ડો.મહેતાએ કહ્યુ “હા,નિસર્ગ હુ પણ આ વાતની સાક્ષી છુ.ઘણા વર્ષોથી તમારી અંદર આ ઇચ્છા રહી છે.કોઇને કોઇ વિઘ્નને અંતે આજે આ સુખદ ક્ષણ આવી પહોંચી છે.આજે હુ પણ ખુબ જ ખુશ છુ.હુ તો બસ એ પળની રાહ જોઇ રહી છું કે ક્યારે આપણે બધા બંગલા નં. 313 માં શિફટ થઇ જઇએ” “હા,હુ પણ એ જ પળની રાહ જોઇ રહ્યો છુ.બંગલા નં.313 ની ડીલ ફાઇનલ થઇ ગઇ છે.થોડી કાયદાકીય વિધિઓ બાદ આપણે બધા તેમાં શિફટ થઇ જાશુ.આપણા સંતાનોના લગ્ન સમારંભ બંગલા નં.313 માં ધામધુમ પૂર્વક ઉજવીશુ.બસ એક ઇચ્છા બાકી રહી છે જીંદગીમાં “ડો.મહેતાએ કહ્યુ માણસની ઇચ્છા અને કુદરતની ઇચ્છા હમેંશા ક્યાં સરખી હોય છે.વિધિના લેખમાં શું લખ્યુ હોય તે કોઇ ક્યાં જાણી શક્યુ છે.ડો.મહેતા અને તેની પત્ની વિશ્વા બંગલા નં.313 જોઇને રાત્રે ઘર તરફ પાછા વળતા હતા.ત્યાં પૂરઝડપે માંતેલા સાંઢની જેમ દોડતી ટ્રાવેલ્સ બસે કારને ફંગોળી દીધી.ડો.મહેતાની કાર ફંગોળાયને રસ્તાની નીચે જતી રહીને ઘટના સ્થળે જ ડ્રાઇવર સાથે ડો.મહેતા તથા તેમની પત્નીનુ કમકમાટીભર્યુ મ્રુત્યુ થઇ ગયુ.

રાતના બાર વાગી ચૂક્યા હતા.વૈદિક, ઋતુ, પાર્થવી તથા હેતલ મમ્મી-પપ્પાની રાહ જોતા હોલમાં બેઠા હતા.મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.મમ્મી તો ફોન લઇ ગયા ન હતા.હર્ષલકાકાએ કહ્યુ કે તમે બધા તમારા રૂમમાં જઇ આરામ કરો.કંઇ સમાચાર મળશે તો હું તમને બોલાવીશ.હજી તેઓ જવા જતા હતા.ત્યાં ટેલિફોનની ઘંટડી વાગી.વૈદિકે ફોન ઉપાડયો.ફોનમાં વાત કરીને વૈદિકના તો હોશ ઉડી ગયા.તેને બધાને ભેગા કરીને મમ્મી-પપ્પાના અકસ્માતના સમાચાર આપ્યા તો બધા સ્તબધ્ધ બની ગયા.હેતલ તો બેભાન જ બની ગઇ. હેતલને પલંગ પર સુવડાવીને પાણી છાંટ્યુ તે ઉઠીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.વૈદિકે ડો.પારેખને ફોન કરીને ઘટના સ્થળે આવવા જણાવ્યુ.હેતલ હર્ષલકાકા સાથે ઘરે રહીને બાકીના બધા ઝડપથી ઘટના સ્થળે પહોચ્યા.ડો.પારેખ અને તેના પત્ની પણ ત્યાં પહોંચી ગયા હતા. ત્યાં નુ દ્રશ્ય જોઇને વૈદિક, ઋતુ, પાર્થવી, ડો.પારેખ અને તેના પત્ની બધા ભાંગી પડયા.બધા ખુબ જોરથી રડવા લાગ્યા.પોલીસ સ્ટાફ ત્યાં પહેલેથી હાજર હતો.તેઓએ બધાને શાંત રહેવા કહ્યુ.પરંતુ આ ઘડીએ કોઇ શાંત રહી શકે તેમ ન હતુ. એમ્બ્યુલશ આવી ત્યારે બધા દવાખાને ગયા.પોસ્ટમોર્ટમ અને બધી વિધિ પતાવીને સવારે મ્રુતદેહોને કિલનિક પર લાવવામાં આવ્યા.તે આવ્યા તે પહેલા જ કિલનિક પર માનવમેદની ઉમટી પડી હતી. નાના-મોટા, ગરીબ-તવંગર સૌ કોઇ ડો.મહેતાના અંતિમ દર્શન માટે કિલનિક પર પહોંચી ગયા હતા.માનવમેદની ક્યાંય સમાતી ન હતી.કિલનિકમાં વર્ષોથી પટ્ટાવાળા તરીકે કામ કરતા રાજવીબહેન ડો.મહેતાના પગ પાસે ફસડાય પડ્યા, “હે ભગવાન તમે કેવા ક્રુર છો.મહેતા સાહેબને બોલાવવા કરતા મને બોલાવી લીધી હોત તો સારુ થાત.આવા પવિત્ર આત્મા, ગરીબોના બેલી મહેતા સાહેબની ત્યાં કરતા અહીંયા વધારે જરૂર હતી.” આટલુ બોલીને રાજવીબહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા “ ત્યારે શું ? બે વર્ષના મારા દીપકને ઓંચિતિ આંચકી ઉપડીને તેને લઇ હુ દોડતી ડો.મહેતાના કિલનિક પર લઇ આવી ઘડીભર નો પણ વિચાર કર્યા વિના તેને સારવાર આપી.દિવસ રાત ખડેપગે ઉભા રહીને યમરાજાના દ્રારેથી દિપકને પાછો લઇ આવ્યા.મુજ ગરીબ પાસેથી એક પણ પૈસો લેવાની ના પાડીને આજ સુધી દિપકની બધી માંદગી વખતે કોઇ પૈસા લેતા ન હતા અને મારા દિપકનો કોલેજ સુધીના અભ્યાસનો બધો ખર્ચો તેમને આપ્યો હતો.એનુ ઋણ હુ ક્યાં ચુકવવા જઇશ” માંડ આટલુ બોલીને બાજુની ઝુપડપટ્ટીમાં રહેતા જમનાબહેન રડવા લાગ્યા. “ હે વિધાતા આવા તે લેખ કંઇ લખાતા હશે? અમારા ગરીબોના બેલી મહાત્મા સમાન ડો.મહેતાનુ આવુ કરુણ મ્રુત્યુ! તને કંઇ દયા, મમતા છે કે નહિ.” પાસેની ચાલીમાં રહેતા મહેશકાકાને બોલતા બોલતા ડુમો ભરાય આવ્યો. “એ કોઇ ડો.મહેતાને ઉઠાડો.હજુ એના મ્રુત્યનો સમય થયો નથી.હોસ્પિટલ કોણ સંભાળશે? અમારા જેવા નવોદિત ડોકટરોને અનુભવ અને જ્ઞાન કોણ આપશે? સાહેબ ઉભા થાવ પ્લીઝ.” રાતની પાળીમાં રહેલ ડો.સુહાગી બોલતા બોલતા મોટેથી રડવા લાગ્યા. ચારેબાજુ રોક્કળ અને ગમગીનીનુ વાતાવરણ સર્જાયુ ગયુ.લોકોની ભીડ પણ વધવા લાગી.લોકોને માત્ર ડો.મહેતાના અંતિમ દર્શનની એકમાત્ર આશ હતી. સાંજ સુધી મ્રુતદેહોને દર્શન માટે કિલનિક પર રાખવામાં આવ્યા.પછી અંતિમવિધિ કરવામા આવી.ચારેય સંતાનો ઓંચિતા અનાથ બની ગયા.

અંતિમવિધિ બાદ ચારેય સંતાનો, હર્ષલકાકા, ડો.પારેખ અને તેના પત્ની બધા ઘરે આવ્યા.ચારેય બાજુ સુનકાર હતો.ડો.મહેતાના કોઇ ભાઇ બહેન હતા નહિ.પરંતુ વિશ્વાબહેનનો એક ભાઇ હતો.તે ગામમાં જ રહેતા હતા.આથી સાંજનુ તેઓ સાંજનુ જમવાનુ બનાવીને બધાને જમાડવા માટે લઇ આવ્યા.કોઇનુ મન જરાય ખાવા માટે ન હતુ.છતાય મામા-મામી આગ્રહ કરીને બધાને થોડુ થોડુ ખવડાવ્યુ.

આખી રાત કોઇને પણ ઉંઘ આવી નહી.બધાય સુમસાન બનીને બેસી રહ્યા.વચ વચમાં કોઇને કોઇ રડી પડતુ હતુ.ડો.પારેખ અને તેના પત્ની પણ બાઘા જેવા બનીને બેસી રહ્યા.સવાર પડી ગઇ પરંતુ કોઇનેય ખબર પડી નહિ.સવારનો સુરજ ઘરમાં આવી ગયો.પરંતુ બધા હજુ ગમગીનીમાં જ હતા. બીજે દિવસે સવારે પણ બધા ઉદાસ રહ્યા.હર્ષલકાકાએ ઉભા થઇને બધાને સમજાવ્યા.હર્ષલકાકાએ કહ્યુ, “જે થયુ તે થવાનુ જ હતુ.જે જીવ આ દુનિયામાં આવે છે તે પોતાનુ કાર્ય પૂર્ણ કરીને આ દુનિયા છોડીને જતો રહે છે.જેનો જન્મ છે તેનુ મ્રુત્યુ પણ નિશ્ચિત છે.તો આપણે શા માટે શોક કરવો જોઇએ? નિસર્ગસાહેબ એ ખુબ ઉદાર,પરગજુ તથા સેવાભાવી વ્યકિત હતા.વિશ્વાભાભી પણ સમાજસેવી વ્યકિત હતા.તેઓનુ વ્યકિતત્વ જ એવુ હતુ કે તેમને જવાનુ આપણે દુ:ખ થાય.જેમ આપણા સમાજને આવા વ્યકિતઓની જરૂર છે.એમ ઇશ્વરને પણ આવા વ્યકિતઓની જરૂર છે.ઇશ્વરએ ખુબ દયાળુ તથા ન્યાયકર્તા છે.તે ક્યારેય આપણા નિસર્ગસાહેબ અને વિશ્વાભાભીને અન્યાય નહી કરે.ઇશ્વર તેમને આથી પણ સારી જગ્યાએ પહોંચાડશે અને તેઓએ કરેલા તમામ સારા કાર્યોનો અધિકથી અધિક બદલો આપશે.આપણી સાથેના તેમના ઋણાનુબંધ પુરા થઇ ગયા હશે, માટે હવે શોક છોડો.હુ સમજુ છુ કે તે ખુબ જ કઠિન કાર્ય છે.મહેતાસાહેબ અને ભાભી જેવા વ્યકિતઓને ભુલવા એ ખુબ અઘરી વસ્તુ છે.પરંતુ, જ્યા સુધી આપણે બધા શોક નહિ છોડીએ ત્યાં સુધી તેઓનો જીવ શાંતિ નહી પામી શકે.તે પણ આપણી આસપાસ રહીને મુંઝાયા કરશે, માટે તેઓની આત્માની શાંતિ માટે પણ આપણે શોક છોડવો જોઇએ.

તેમના અધુરા રહેલા કાર્યો, સપનાઓ, ઇચ્છાઓ વગેરેને આપણે બધાએ ભેગા મળીને પુરા કરવાના છે.બધા ફ્રેશ થઇને ચા-નાસ્તો કરવા ચાલો.હુ સારી રીતે સમજુ છુ કે બધુ બહુ અઘરુ છે.મારાથી પણ શોક છોડાતો નથી.પરંતુ નિસર્ગસાહેબ અને વિશ્વાભાભી માટે તમે ચાલો.” “હર્ષલકાકા સાચુ કહે છે.મ્રુત્યુ પછી અધિક શોક કરવાથી જનારાના જીવને શાંતિ મળતી નથી.તેઓ કંઇ કરી પણ નથી શકતા અને આપણને જોઇ મુંઝાયા કરશે.દીકરા-દીકરીઓ ચાલો ફ્રેશ થઇ જાવ.” પારેખ અંકલે કહ્યુ પરાણે બધા ઉભા થઇ ફ્રેશ થઇને ચા-નાસ્તો લીધો.વૈદિકને આવતીકાલે મેડીકલમાં ફાઇનલ એકઝામ હતી.આથી ડો.પારેખે તેને સમજાવ્યુ કે તુ હવે બધુ ભુલી અભ્યાસ પર ધ્યાન પોરવી દે.તારે જ હવે કિલનિક સંભાળવાનુ છે.નહિતર તારા મમ્મી-પપ્પાના આત્માને કયારેય શાંતિ નહી મળે.આથી તે કમને અભ્યાસ કરવા પોતાના રૂમમાં ગયો. ઋતુને પણ અઠવાડિયામાં પોર્ટફોલિયો તૈયાર કરવાનો હતો.ઋતુને મેડીકલમાં રસ હતો નહી.તેને ફોટોગ્રાફીનો શોખ હતો.આથી ડો.મહેતાએ તેના પર કોઇ પણ જાતની બળજબરી કર્યા વગર ફોટોગ્રાફીનો કોર્સ કરવા દીધો હતો.આથી ઋતુને પણ ડો.પારેખે સમજાવીને કામ પર ધ્યાન દેવા કહ્યુ પાર્થવી પણ હવે મેડીકલ કોલેજની ડીન બની ચૂકી હતી.આથી તેણીને પણ પોતાના કોલેજની જવાબદારી હતી.આદીવાસી ગરીબ સ્ત્રી લક્ષ્મીની દીકરી પાર્થવીને ડો.મહેતાએ ભણાવી ગણાવીને મેડીકલ કોલેજની ડીન બનાવી હતી.બીજી દીકરી હેતલને પણ મેડીકલમાં રસ હતો નહિ.આથી ડો.મહેતાએ તેના પર પણ કોઇ જાતની બળજબરી કર્યા વિના તેના મનગમતા કેરિયર સંગીતનો કોર્સ કરવા દીધો હતો.આજે વડોદરા શહેરમાં હેતલનો પોતાનો મોટો સંગીત તથા ડાન્સનો કલાસ હતો. ડો.પારેખે બધાને સમજાવ્યા અને પોતે પણ અનિચ્છાએ કિલનિક સંભાળવા માટે ગયા.

પ્રકરણ : 4

પિતાની અંતિમ ઇચ્છા

સમય કયારેય રોકયો રોકાતો નથી અને પકડયો પકડાતો નથી.તે તો પોતાની ગતિ મુજબ સરતો જ રહે છે.દિવસથી મહિના ક્યાં વિતતા જાય છે તે કંઇ ખબર પડતી નથી. આજે ડો.મહેતા તથા તેમના પત્નીના અવસાનને છ માસનો સમય વિતી ગયો અને હવે તો વૈદિક પણ ઓર્થોપેડીકસ બની ડો.પારેખની દેખરેખ હેઠળ કિલનિક સંભાળવા લાગ્યો હતો. ડિસેમ્બર મહિનામાં એક રવિવારે એક ઇમરજન્સી કેસ માટે ડો.પારેખ સાથે વૈદિક પણ કિલનિક પર આવ્યો હતો.ઇમરજન્સી કેસની જરૂરી સારવાર બાદ બંને કેબિનમાં બેઠા હતા.ત્યારે વૈદિકે કહ્યુ કે, “પપ્પા તથા મમ્મી મ્રુત્યુ પહેલા બંગલા નં.313 જોવા ગયા હતા અને તેઓની વર્ષોથી ઇચ્છા આ બંગલો ખરીદવાની હતી.પપ્પાએ વર્ષોથી આ બંગલો ખરીદવાનુ સપનુ જોયુ હતુ.એકદમ કુદરતી અને નૈસર્ગિક વાતાવરણમાં રહેલો આ બંગલો વડોદરા શહેરની શાન સમાન છે.જ્યારે બંગલો ખરીદવાની વિધિ શરૂ કરી ત્યાં જ આ ઘટના ઘટી.”આટલુ બોલતા જ વૈદિકના ગળે ડુમો ભરાય આવ્યો અને આઁખમાંથી આંસુ ટપકી પડ્યા. ડો.પારેખે તેને પાણી આપ્યુ.પાણી પી ને ફરીથી વૈદિકે કહ્યુ, “અંકલ,હવે હુ પપ્પાની અધુરી રહી ગયેલી ઇચ્છા પૂરી કરવા માંગુ છુ.હુ બંગલો નં.313 ખરીદવા માંગુ છુ.” “વૈદિક તારી વાત તો સાચી જ છે.નિસર્ગને વર્ષોથી આ બંગલો ખરીદવાની ઇચ્છા હતી.પરંતુ તને ખબર જ છે ને કે એ બંગલો અપશુકનિયાળ છે.આજ સુધી જેને પણ ખરીદ્યો છે તે તેનો ઉપયોગ લાંબો સમય સુધી કરી શક્યા નથી.નિસર્ગે પણ જ્યારે આ બંગલો ખરીદવાની તૈયારી કરી ત્યાં જ તેઓની સાથે આ ઘટના ઘટી.હવે તમારી સાથે કંઇ નકારાત્મક બને તેવુ હુ ઇચ્છતો નથી.બેટા તારે હવે આ બંગલો ખરીદવો ના જોઇએ” ડો.પારેખે ચિંતા વ્યક્ત કરતા કહ્યુ “પારેખ અંકલ પ્લીઝ તમે એક ડોકટર થઇને આવી વાતોમાં માનો છો.આપણે શિક્ષિત વર્ગ જ આવુ માનીએ તો સમાજમાં અંધશ્રધ્ધા ફેલાવાની જ છે.આપણે આવુ ન કરવુ જોઇએ.હુ આવી બધી બાબતોમાં નથી માનતો.” વૈદિકે કહ્યુ “વૈદિક બેટા,તારી વાત હુ સમજુ છુ.આપણે સમાજના શિક્ષિત વર્ગ છીએ એ વાત સાચી પરંતુ અમુક વસ્તુઓ આપણી સમજથી આગળ હોય છે.એનામાં ઉંડા ઉતર્યા વિના તેને સ્વીકારવી જ જોઇએ.તેમાં જ આપણુ શાણપણ રહેલુ છે.હુ પણ આજ સુધી એ વાત માનતો જ હતો.પરંતુ તારા મમ્મી-પપ્પાના મ્રુત્યુ પછી હુ પણ થોડુ ઘણુ માનવા લાગ્યો છુ.દીકરા આવી બધી વસ્તુઓમાં પડવુ ન જોઇએ.હવે એ બંગલો ખરીદવાની જીદ તારે છોડી દેવી જોઇએ” ડો.પારેખે વૈદિકને સમજાવતા કહ્યુ “અંકલ મારા પિતાજીની અંતિમ ઇચ્છા હુ પુર્ણ ન કરુ તો તો તેમની આત્માને શાંતિ ન મળે.વર્ષોથી તેમણે જોયેલા એ સપનાને હુ કોઇ પણ ભોગે પૂર્ણ કરીશ.મારે એવી અંધશ્રધ્ધાની વાતમાં દોરવાયને સમાજમાં અંધશ્રધ્ધાને પ્રોત્સાહન આપવુ નથી.” વૈદિકે કહ્યુ “ઓ.કે.વૈદિક બેટા જેવી તારી ઇચ્છા પણ પહેલા તુ પૂરતી તપાસ કરી લે ત્યારબાદ બંગલો ખરીદવા અંગે વિચારજે” પારેખ અંકલે કહ્યુ “અંકલ,પપ્પાએ પૂરતી તપાસ કરી લીધી હતી.બંગલા નં.313 એ મુંબઇના પ્રખ્યાત બિઝમેન એવા જયરાજ મહેતાએ બનાવ્યો હતો.મૂળ ગુજરાતી એવા જયરાજ મહેતાએ વડોદરામાં આ સુંદર બંગલો બંધાવ્યો.ઉત્ક્રુષ્ટ કારીગરો દ્રારા બંગલાનુ સુંદર ચણતર કાર્ય કરાવ્યુ.આસપાસ ચારે તરફ સુંદર મજાનો બગીચો બનાવ્યો.બગીચામાં પણ જાતજાતના ફુવારા તેમજ ધોધ બનાવ્યા છે.સંપૂર્ણ નૈસર્ગિક વાતાવરણમાં રહેલો આ બંગલો જોતા જ ગમી જાય એવો છે.તેનુ બાંધકામ પણ ખુબ જ મજબુત તેમજ અત્યાધુનિક સુવિધાઓથી ભરપુર છે. જેમા થિયેટર, પાર્કિગ, કેમેરા, સેન્સરવાળા દરવાજા, આધુનિક લિફટ, લાયબ્રેરી જેવી અનેકાએક સુવિધાઓ આવેલી છે.અંન્ડરગ્રાઉડ રૂમ પણ આવેલા છે.એવો સુંદર મજાનો બંગલો છે કે કોઇ પણ વ્યકિતને જોઇને ખરીદવાનુ મન થઇ જાય.આવો સરસ બંગલો બનાવ્યા પછી નાણાકીય કટોકટી સર્જાતા જયરાજ મહેતાએ લંડન રહેતા તેમના મિત્રને તે બંગલો વેચી નાખ્યો.તેમને તો આ બંગલો માત્ર નાણાકીય રોકાણ માટે જ ખરીદ્યો હતો.આથી બજારમાં તેજી સર્જાતા સુરતના હીરાના વેપારી એવા મનન શાહને વેચ્યો.તે વડોદરા આવી વસવા માંગતા હતા.પરંતુ કયારેય ધંધાના કારણે વડોદરા શિફટના થઇ શક્યા.આથી થોડો સમય થતા તેઓએ વેચી નાખ્યો.આમ આ બંગલો ઘણાએ આ રીતે લે-વેંચ કર્યો.અત્યારે આ બંગલો મુંબઇ રહેતા દલાલ સુરેશ વર્મા પાસે છે.તેમની પાસે પપ્પાએ બંગલાનો સોદો કર્યો હતો.પપ્પા આ બંગલો રહેવા માટે જ ખરીદવા માંગતા હતા.

આમા મને કંઇ પણ અયોગ્ય લાગતુ નથી અને પપ્પા સાથે બનેલી ઘટના એ માત્ર અકસ્માત જ છે.અને આવા અકસ્માતો દુનિયામાં અનેકવિધ ઘટતા જ હોય છે.આપણે શિક્ષિત વ્યકિતઓ જ આ વાત ન સમજી શકીએ તો સમાજમાં એક અંધશ્રધ્ધા ફેલાવનારનુ ઉદાહરણરૂપ બનીએ.આપણે ડોકટર થઇને એવુ ના કરવુ જોઇએ.અંકલ હુ પપ્પાની આટલા વર્ષોની ઇચ્છા પૂર્ણ કરવા માંગુ છુ.” “ઓ.કે.માય સન જે તને યોગ્ય લાગે તે કરજે પરંતુ ઉંડો વિચાર કરીને નિર્ણય લેજે.ચાલો હવે હું નીકળુ છુ.રાતે ઘરે આવીશ ત્યારે વાત કરીશુ.તુ પણ હવે ઘરે જતો રહેજે.આજે અહી કોઇ ખાસ કામ નથી.”ડો.પારેખે જતા જતા કહ્યુ “હા,અંકલ હું પણ નીકળુ છુ” એમ કહી વૈદિક પોતાની કારમાં બેસીને જવા નીકળ્યો બીજી તરફ ઘરે પણ આજે એ વાત પર જ ચર્ચા થઇ રહી હતી.

“ઋતુ પપ્પાની અંતિમ ઇચ્છા હુ પણ સમજુ છું.પરંતુ હવે તે અનલકી બંગલાને આપણે જાણી જોઇ શા માટે ખરીદવો જોઇયે?તુ પણ જાણે છે કે તે બંગલો કોઇને પણ ફળ્યો નથી.” હેતલે ડાઇનીંગ ટેબલ પર બેસતા બેસતા કહ્યુ.“હા , દીકરા,સાહેબ સાથે ઘટેલી ઘટના જોઇને હુ પણ કંપી ઉઠ્યો છુ.હવે એ બંગલાને ખરીદવાની વાત આપણે ભૂલી જવી જોઇએ.” હર્ષલકાકાએ પીરસતા પીરસતા ચર્ચામા ભાગ લીધો.“તમારા લોકોની લાગણી સમજી શકાય તેમ છે પરંતુ આપણા જેવા શિક્ષિત અને સમજુ વર્ગને આવા વિચાર ન શોભે.” પાર્થવી એ કહ્યુ.“હા, દીદી હું પણ એમ જ કહુ છુ.આપણે આવા વિચારો કર્યા વિના મમ્મી પપ્પાની અંતિમ ઇચ્છાને માન આપી તે બંગલો ખરીદવો જોઇએ.બંગલો ખરીદવાની અધુરી વિધિઓ આપણે પૂર્ણ કરવી જોઇએ” ઋતુ હજી વાતો જ કરતો હતો ત્યાં ગાડીનો અવાજ સંભળાયો. “પ્લીઝ ઋતુ પપ્પા-મમ્મીના અકસ્માત બાદ હવે આપણે બીજી કોઇ મુસીબત વહોરવી ન જોઇએ” હેતલ હજુ બોલી જ રહી છે ત્યાં વૈદિકે આવીને પુછયુ “બધા મળીને કઇ મુસીબતની વાતો કરી રહ્યા છો?” “કંઇ નહી ભાઇ આપણે હવે પપ્પા-મમ્મીની અંતિમ ઇચ્છા એવો બંગલો ખરીદવો કે નહી તેની વાતો ચાલી રહી છે” ઋતુએ જવાબ આપ્યો “ઓ.કે.હવે બધા શંકા-કુશંકાઓ છોડોને એ બંગલો ખરીદવો કે નહી તે પછી વિચારશુ તે પહેલા આપણે બધા સોમવારે બંગલો જોવા જઇશું.ત્યારબાદ રાત્રે પાછા આવીને પારેખ અંકલ તથા આન્ટી સાથે ચર્ચા કરીને નિર્ણય લઇશું.ચાલો હવે ખુબ જ ભૂખ લાગી છે.કાકા જમવાનુ લાવો.ચાલો બધા હવે જમવા માંડો” વૈદિકે પોતાની વાત કરી “હા,ભાઇ આપણે સોમવારે જઇશુ”પાર્થવીએ પણ કહ્યુ.

TO BE CONTINUED…….