ગીતા સાર
Darshita Babubhai Shah
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
ગીતા સાર
હે અર્જુન ! તું શીદને વ્યર્થની ચિંતા કરે છે ? તુ કોનાથી ડરે છે ? આ સંસારમાં તમોને કોણ મારી શકે તેમ છે ? આત્મા તો અમર છે તે નતો કદી જન્મે છે કે નતો કદી મરે છે.
હે અર્જુન ! જે થયું છે તે સારું જ થયું છે, જે ઇ રહ્યું છે તે પણ સારું જ થઇ રહ્યું છે અને હવે જે થશે. તું ભૂતકાળનો પશ્ચાત્તાપ ન કર, ભવિષ્યની ચિંતા તું મારી પર છોડી ભૂતકાળનો પશ્ચાત્તાપ ન કર, ભવિષ્યની ચિંતા તું મારી પર છોડી દે અને વર્તમાનને અનુસરીને ચાલ, તારું અવશ્ય કલ્યાણ જ થશે.
હે અર્જુન ! તેં શું ગુમાવ્યું છે તું રુએ છે ? તું સાથે શું લાવ્યો હતો કે તારે ગુમાવવું પડે ? તેં શુ પેદા કર્યું હતું કે તેનો નાશ થઇ ગયો ? તું ખાલી હાથે આવ્યો એ ખાલી હાથે જ જવાનો છે. તે જે કાંઇ મેળવ્યું અહીંથી જ મેળવ્યું છે. તે અહીંથી જે લીધું હતું, તે જ તે અહીં આપ્યું છે. ટૂંકમાં તેં જે કાંઇ મેળવ્યું છે, તે તું અહીં જ સોંપી દે.
તું ખાલી હાથે આવ્યો હતો ને ખાલી હાથે જ જવાનો છે. જે આજે તારું છે તે ગઇ કાલે બીજાનું હતું અને આવતી કાલે બીજા કોઇનું થશે. તું આજે એને પોતાનું માનીને વ્યર્થ આનંદ માણી રહ્યો છે. બસ, આ આનંદ જ તારા દુઃખોનું કારણ છે.
પરિવર્તન એ તો સંસારનો નિયમ છે. જેને તું મૃત્યુ સમજે છે, તે તો જીવન છે. એક ક્ષણમાં તું કરોડપતિ બની જાય છે અને બીજી ક્ષણે તું દરિદ્ર બની જાય છે.
માટે તું મારું-તારું, નાના-મોટા પારકું પોતાનો ભાવ મનમાંથી કાઢી નાખ અને તે અંગેનો વિચાર કરવાનું પણ છોડી દે. પછી બધું જ તારું છે અને તું બધાનો છે.
ન આ શરીર તારું છે, ન તું શરીરનો છે. આ શરીર અગ્નિ, જળ, વાયું, પૃથવી, આકાશથી બનેલ છે અને તેમાં જ તે મળી જવાનું છે. પરંતુ આત્મા અજન્મા, અચળ અને અવિનાશી છે. તો તારી શી વિસાત છે ?
તું પોતાની જાતને પૂર્ણ શ્રધ્ધાથી ભગવાનને અર્પણ કરે. એ જ ઉત્તમ સહારો છે. જે એમના શરણમાં જાય છે તે ભય, ચિંતા, રોગ, શોક, દુઃખ વગેરેથી સર્વદા મુક્ત રહે છે.
તું જે કાંઇ કર્મ કરે છે તે ભગવાનને અર્પણ કરતો રહે, એમ કરવાથી તું હંમેષ જીવન-મુકતનો આનંદ અનુભવીશ.
-ઃ ગીતાજીના અઢાર નામ :-
ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્યા, સરસ્વતી, બ્રહ્મવિદ્યા, બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા, મુક્તગેહિની, અર્ધમાત્રા, ચિદાનંદા, ભવધ્ની, ભયનાશિની, વેદત્રયી, પરા, અનંતા, અને તત્ત્વાર્થજ્ઞાનમંજરી (તત્ત્વરૂપી અર્થના જ્ઞાનનો ભંડાર)
એમ ગીતાનાં આ અઢાર નામનો સ્થિર મનથી જે મનુષ્ય નિત્ય શ્રધ્ધાપૂર્વક જપ કરે છે, તે શિધ્ર જ્ઞાનસિધ્ધિને પામી અને પરિણામે પરમપદ રૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે.
-ઃ ગીતાનુું જીવનમાં મહત્વ :-
ગીતા શું કહે છે ? તેમાંથી મને શું મળ્યું. ગીતાનો દરેક દરેક અધ્યાય. જીવન કેવી રીતે જીવવું તે સુચવે છે. સંબંધ, વિદ્યા, સંસ્કાર વગેરેનું અર્થધટન છે. કર્મ પર ભાર મૂકવામાં આવ્યો છે. દરેક વ્યક્તિને પોતાના કર્મનું ફળ છે. દરેક વ્યક્તિને પોતાના કર્મનું ફળ છે. સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ખરાબ. વ્યક્તિએ પોતાને નક્કી કરવાનું છે મારે કઇ દિશામાં જવું. આજનો માનવી દિશાહીન બની ગયો છે. માણસ માણસથી દૂર થઇ ગયો છે. માણસ પોતાના સ્વ થી પણ દૂર થઇ ગયો છે. ડીજીટલ માણસ બની ગયો છે. કમ્પ્યુટર, ટીવી, લેપટોપ, આઇપેડ, સ્માર્ટ ફોનની દુનિયામાં જીવી રહ્યો છે.
ખુદને શું જોઇએ છે તેની ખબર નથી. આપણી અંદર આત્મા છે, તે આત્મા જ આપણને બધી પ્રેરણા આપે છે. જેમ કે ખાવાની, સ્નાન કરવાની, ઉંધવાની, રસ્તે ચાલવાની, કપડા બદલવાની, બોલવાની, વિચારવાની વગેરે તમામ પ્રેરણા આપે છે.
જન્મથી મરણ સુધી તે અનેક બંધનોમાં બંધાતો રહે છે. કર્મના બંધનો, વેપારના બંધનો, સમાજના બંધનો, ઔધોગિક બંધનો, માયાના બંધનો અને જન્મ-મરણના બંધનો, બે બાળકો બનીને અલગ અલગ સુખ દુઃખ ભોગવે છે. સર્વશક્તિમાન હોવા છતાં પલેપલ અને ક્ષણક્ષણનો નથી સાક્ષી બનતો નથી એનો અનુભવ કરી શકતો.
આત્માને ઓળખ્યા વગર જન્મ-મરણના ફેરામાંથી મુક્ત બનતો નથી. આત્મા તો સર્વશક્તિમાન, વ્યાપક, અંતર્યામી અને અકર્તા છે. આપણા મનની જે અવસ્થા છે. મનની જે ભુમિકા છે તેને બદલવા માટે વિચારોનું પરિવર્તન કરવા માટે કર્મને બાળવા માટે સ્વ ઓખળ જરૂરી છે. આપણી અંદર બધુ જ છે. જેમ કે સુખ, શાંતી, સંતોષ, પ્રેમ, જ્ઞાન, બુધ્ધિ, સ્મૃતિ, ઐશ્વર્ય, બળ, વિધા અને અનંત બ્રહ્માડોની રચના આપણી અંદર છે. આપણી અંદર તમામ સમૃધ્ધિ, સાહ્યબી, મંત્રો, દેવો, ગ્રહો અને સિધ્ધિઓ આપણી અંદર છે. તેનો અનુભૂતિ નથી.
ગીતામાં કૃષ્ણ અર્જુનને ઉભો થવાનું કહે છે. એટલે કે તેને તેના વિચારોની મર્યાદા તોડી, નિર્બળતા હટાવી, ઉભા થવાનું કહે છે. આ બધા સંબંધો ખોખલા છે. તે જેતે મારશે તે લોકોને તો કૃષ્ણ પહેલા મારી નાખ્યાં છે. બસ તેને તો કર્મ સોપાયું છે તે પુરૂ કરવાનું છે.
મારું-તારું છોડી દુર્યોધનની અંહકારને મારવાનો છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુન વિષાદ અને મોહ છોડી નિજ કર્મ કરવાનું કહે છે. કૃષ્ણ કહે છે તારે મરેલાને મારવાના છે એમાં તને કોઇ પાપ લાગવાનું જ નથી જે લોકો મદ, અભિમાન અને અંહકારમાં ડુબેલા છે તેનો વિનાશ કરવાનો છે. જેમ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. તેમ મરેલાનો જન્મ પણ નિશ્ચિત છે. આમો ફેરફાર કરી શકાતો નથી.
યુધ્ધ કરવું તારો ધર્મ છે. કર્મ કરવાનો અધિકાર છે. ફળ ઉપર તારો કોઇ અધિકાર નથી. કૃષ્ણ કહે છે કે સતપુરૂષો અને સાધુ પુરુષોના રક્ષણ અર્થે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. ગીતામાં યજ્ઞ, કર્મ, યોગ, પ્રાણાયામ, સંયમ, ક્રોધગમન પર ભાર મૂક્યો છે. યજ્ઞ પાપનો નાશ કરે છે. કર્મ ફળ આપે છે.
યજ્ઞોમાં જ્ઞાનમય યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે. જ્યારે અંતરમાં જ્ઞાનરૂપી દિવો પ્રગટશે પછી ફરીથી મોહ થતો નથી. જ્ઞાનએ પરમ શાંતિનો માર્ગ છે. સર્વમાં સમદિ્ષ્ટ રાખનાર જ મોક્ષ પામે છે. મનુષ્ય પોતાના વર્તનથી બંધુ કે શત્રુ બને છે. સારા વર્તનથી મનુષ્ય પોતાનો મિત્ર બની શકે છે અને ખરાબ વર્તનથી પોતે જ પોતાનો દુશ્મન બને છે.
મન ચંચળ છે તેને વશ કરવું મુશ્કેલ છે પરંતુ યોગ વડે તેને વશ કરવું જોઇએ. નિરંતર યોગ અને સાધના અભ્યાસ દ્રારા મનવશમાં આવે છે. કૃષ્ણ કહે છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુધ્ધિ અને અહંકાર મારી આઠ પ્રકૃતિ છે. સર્વમાં હું રહેલો છું. સુર્યના તેજ હું છું, ચંદ્રમાં શીતળતા હું છું. જળમાં રસ હું છું. સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ હું છું. પૃથ્વી પર પવિત્ર સુંગધ હું છું. સર્વ જીવોનું મૂળ અને સનાતન બીજ હું છું. જ્ઞાની તો મારો આત્મા છે. હું અજન્મા અને અવિનાશી છું. જે મનુષ્ય મારું સ્મરણ મરણ સમયે કરશે તો સાક્ષાત મને પામશે.
ગીતામાં આત્મા પર ભાર મૂકવામાં આવ્યો છે. આત્મા અમર અને અવિનાશી છે. આ સર્વ જગતનો પિતા, માતા તે કૃષ્ણ જ છે. પવિત્ર વસ્તુ, પ્રણવ, ઋગ્વેદ, સામવેદ અને અર્થવેદ અને યજુવેદ છે. દરેકનું પામવા યોગ્ય લક્ષ તે છે. દરેકનું પામવા યોગ્ય લક્ષ તે જ છે. સોના પોષણકર્તા સ્વામી, સાક્ષી, સૌનું નિવાસ સ્થાન મિત્ર, અવિનાશી બીજ તે જ છે.
કૃષ્ણને કોઇ પ્રિય કે અપ્રિય નથી. તેને જ પ્રેમભાવ ભજે છે. તે તેના દિલમાં રહે છે. સર્વ ભાવો તેમની પ્રેરણાથી જ ઉત્પન્ન થાય છે. બુધ્ધિ, જ્ઞાન, મોહ, ક્ષમા, સત્ય, દમ, શમ, સુખ અને દુઃખ ઉત્પત્તિ અને નાશ, ભય અને અભય, અંહિસા, સમભાવ, સંતોષ, અસંતોષ, તપ, દાન, યશ અને અપયશ તેના થકી જ છે. સર્વ જીવોની ઉત્પતિનું કારણ કૃષ્ણ જ છે. તે અર્જુનનો કહે છે કે હું બાર આદિત્યોમાં વિષ્ણુ છું. જ્યોતિઓમાં પ્રકાશમાન સુર્ય પર હું છું. માણસોમાં નક્ષત્રોમાં ચન્દ્ર, વેદામાં સામવેદ, દેવોમાં ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન, પ્રાણીઓમાં સંસારરૂપી ચેતના, રૂદ્રોમાં મહારૂદ્ર શિવ, યજ્ઞોમાં અને રાક્ષસોમાં કુબેર વસ્તુઓમાં પાવક નામનો અગ્નિ, પર્વતમાં મેસ પર્વત, જળશાયોમાં સમૃધ્ધિ, ઋુષિઓમાં બૃગુ, શબ્દમાં ઓમ કાર, યજ્ઞોમાં જયપજ્ઞ, તપયજ્ઞ, જડ પદાર્થોમાં હિમાલય, વૃક્ષોમાં પૂપળો, દેવર્ષિઓમાં નારદ ગાંવવોમાં ચિત્રરથ, સિધ્ધોમાં કપિલરૂપી હું છું.
ગીતાના અગિયારના અધ્યાયમાં વિશ્વરૂપદર્શન યોગમાં અર્જુનને દિવ્ય ચક્ષુ આપે છે. તેથી તે કૃષ્ણનું અસલ સ્વરૂપ જોઇ શકે છે. શ્રીકૃષ્ણ વિરાટરૂપે પ્રગટ થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે તુ માત્ર નિમિતરૂપ થા. મનુષ્યએ દરેક કર્મનો નિમિત જ છે તે કરાવે છે ભગવાન જ અને ફળની આશાના રાખવી કર્મફળના ત્યાગથી જ શાંતિ મળે છે.
પરમાત્માને પામવા માટે ધ્યાન યોગ, જ્ઞાન યોગ, અને કર્મ યોગ કરવો જોઇએ. ખાસ કરીને સાત્વિક, રાજસી, તામસી ભાવની સમજ જરૂર છે. તપ અને દાનની જાણકારી આપી છે. મનુષ્યએ નિયત થયેલા કર્તવ્ય કરવા જોઇએ. જે સુખ શરૂાતમાં અમૃત લાગે તે ઝેર જેવું હોય છે જે દુઃખ શરૂઆતમાં ઝેર હોય તે પછી અમૃત બને છે. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર એમ ચાર વર્ષો મનુષ્યોના કર્માનુસાર સ્વભાવની ઉત્પન્ન થાય છે. આહાર અને વાણીનો નિયમપૂર્વક અને સંયમ પૂર્વક ઉપયોગ કરવો જોઇએ.
ભગવદ્ ગીતા એટલે ઇશ્વરની કવિતા
જે થયું સારું થયું, જે થઇ રહ્યું છે સારું જ થઇ રહ્યું છે. જે થશે તે પણ સારું જ થશે તમારું શું ગયું છે જો તમે રડો છો તમે શું લાવ્યા હતા જે તમે ગુમાવી દીધું. તમે શું પેદા કર્યું છે જે નષ્ટ થઇ ગયું. તમે જે લીધું અહીંથી જ લીધું અને જે દીધું તે અહીંથી જ દીધું. જે આજે તમારું છે તે કાલે બીજાનું હતું ને આવતી કાલે બીજાનું હશે. તુ કર્મ કરને ફળની ચિંતા છોડી દે, કરેલું કર્મ ફોગટ જતું નથી.
મોહ સર્વ દુઃખોનું મૂળ છે. કૃષ્ણ કહે છે. અર્જુનને કસમયે મોહ થયો છે. કુરુક્ષેત્રમાં કોઇ દાદા, મામા, કાકા, સસરા નથી હોતા. આ બધા તો પહેલાથી જ મરેલા છે. તેમને મારી તને કોઇ પાપ નથી લાગવાનું માટે તું ઉભો થા અને યુધ્ધ કર. યુધ્ધ કરવું તે તારો કર્મ છે. જ્ઞાની થઇને તને આ મોહ શોભા નથી આપતો. મનુષ્યે કામ, કોધ્ર, લોભ, મોહ, રાગ, દ્રેષ અને ઇર્ષાનો ત્યાગ કરવો જોઇએ. મનુષ્યોનો આહાર પણ તેની પ્રકૃતિ ઘડે છે. જેવો આહાર તેવા વિચાર. મોહથી સ્મૃતિ ભષ્ટ થાય છે અને એ તે વિનાશ થાય છે. દુર્યોધનની કુબુધ્ધિ અને તેની સત્તા બાલાસાએ તેમનો વિનાશ નોતર્યો છે. તું તો માત્ર નિમિત છે.
મહાભારતનું મૂળ શું છે. ભગવદ્ ગીતા કેમ બની તેની પાછળ વાણી છે. આંધળાના છોકરા આંધળા. આ એક વાક્યએ મહાભારતનું ખેલાયું અને ભગવદ્ ગીતા તો જન્મ થયો. મનુષ્યોએ આહાર અને વાણી પર સંયમ રાખવો જોઇએ. અસંયમિત જીવન વિનાશ નોતરે છે. મનુષ્યએ પવિત્ર, સદાચાર સારા કર્મો કરી પોતાનું જીવન વિતાવવું જોઇએ. દરેક મનુષ્ય તન, મન અને ઇન્દ્રિયોના સંયમ વડે આત્માનો ઉદ્રાર કરવો જોઇએ. પોતાનો ઉદ્રાર કરવો કે અધોગતિ વહોરવીએ મનુષ્યના પોતાના હાથની વાત છે. સારા વર્તનની મનુષ્ય પોતાનો બંધુ બની શકે છે અને ખરાબ વર્તનથી પોતે પોતાનો શક્ષુ બની શકે છે ગીતામાં ત્રણ માર્ગ બતાવ્યા છે. કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ દરેક મનુષ્યને પોતાનું કર્મ કરવું અત્યંત જરૂરી છે.
જ્યારે જ્યારે ધર્મની હાની થાય છે અને અધર્મનું જોર વધે છે. ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. સતપુરૂષો અને સાધુ પુરુષોના રક્ષણ અર્થે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું.
મનને વશ થઉં નહી મનને વશ કરી પોતે જ પોતાનો મિત્ર બનાવી પોતાનું કર્મ કરવું એ જ ગીતા.