હુંુ ગુજરાતી
૩૯
COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા
૨.સખૈયો - સ્નેહા પટેલ
૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા
૪.‘ઉપ’સંહાર - અજય ઉપાધ્યાય (નવી કોલમ)
૫.કૌતુક કથા - હર્ષ પંડયા
૬.સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા
૭.મસ્ત રીડ - ભૂમિકા દેસાઈ શાહ
૮.બોલીસોફી - સિદ્ધાર્થ છાયા
૯.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી
એડિટરની અટારીએથી....
સિદ્ધાર્થ છાયા
જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
દરેક ધુમાડા પાછળ આગ નથી હોતી...
૨૦૦૧માં કચ્છમાં ૨૬મી જાન્યુઆરીને દિવસે લગભગ પોણા નવ વાગે ભયંકર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ એટલો બધો જોરદાર હતો કે પોણા ગુજરાતનેતો એની અસર થઈજ પણ છેક તમિલનાડુ સુધી એના આંચકા અનુભવાયા હતા. કોઇપણ કુદરતી આફત આવે એટલે સરકારી તંત્ર દોડતું થઇ જાય અને આફતના એ સ્થળ પર મોટેભાગે સરકારી કર્મચારીઓ અને ડોક્ટરો અને નર્સો દેખાય. પણ ૨૦૦૧ના એ ભૂકંપ પછી એક નવી પ્રજાતિ ત્યાં હાજર દેખાઈ અને એ પ્રજાતિ એટલે ઇલેક્ટ્રોનિક મિડિયાના માઈક અને કેમેરા લઈને ફરતા પત્રકારો. ભૂકંપને લીધે જેનું ઘર એ સ્થળ પર હતું કે નહોતું એ નક્કી ન કરી શકનાર એક વ્યક્તિના મોઢામાં રીતસર માઈક ખોંસીને ભૂકંપના પચ્ચીસ દિવસ અગાઉ શરૂ થયેલી એક જાણીતી હિન્દી ન્યુઝ ચેનલના પત્રકારે પૂછ્યું, “આપકો કૈસા લગતા હૈ?” ભારતનું મિડિયા તે દિવસે નીતિમત્તાનું એક પગલું નીચે ઉતરી ગયું અને આજે લગભગ પંદર વર્ષે પણ એ પ્રકિયા ચાલુ છે અને વધુને વધુ તળિયાં શોધતું જાય છે.
ઘવાયેલા, દુભાયેલા અને ચગદાયેલા લોકોને કઢંગા સવાલો પૂછવા ઉપરાંત, જે સમાચારમાં વધુ સેન્સેશન દેખાય એને દસ દિવસ સતત ચૂંથે રાખવાથી માંડીને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવા સુધીની ખરાબી આ ચેનલોએ આ પંદર વર્ષોમાં બરોબરની ઉલેચી છે. પણ છેલ્લા બે વર્ષથીતો આલોકો ન્યુઝ રૂમને કોર્ટ રૂમમાં પરિવર્તિત કરી દેવા મંડયા છે, અને જે કેસ હજી ન્યાયાલયમાં પણ ન આવ્યો હોય તેના પર પોતાનો નિર્ણય, એકતરફી નિર્ણય તેઓ જાહેર કરવા લાગ્યા છે. આટલુંજ નહીં દેશનો મૂડ ખરેખર શું છે એપણ હવે આ લોકોજ નક્કી કરી લે છે અને એપણ આપણને પૂછ્યા વગર. મિડીયામાં હાલમાં એક એવી પેટર્ન જોવા મળી રહી છે, કે ભારતમાં ખુબ ખરાબ વાતાવરણ છે. અહીં માણસ માણસને કાપી નાખવા માટે અધીરો બની ગયો છે, એ પ્રકારના સમાચારો દેખાડવા. એક અકસ્માતને પોતાની રીતે ટ્વિસ્ટ કરી અને માત્ર પોતાના ટીઆરપી વધારવાની જ્દ્દોજહેદમાં આપણા મિડીયાએ સમાજજીવનનો દાટ વાળી નાખ્યો છે. બહારનો કોઈ નાગરિક જો આપણી ચેનલો જોવે તો એને એમજ લાગે કે ભારત અને સિરિયા કે પછી ઈરાક વચ્ચે કોઈજ ફરક નથી!
આતો ભલું થજો સોશિયલ મિડિયાનું કે તે મિડિયા પર બારીક નજર રાખી રહ્યું છે અને તેની એકએક ભૂલ પકડીને લોકો સમક્ષ લાવી રહ્યું છે. આપણે પણ મિડીયામાં દેખાડાતી કોઇપણ ‘આઈટમ’ને તરત સાચી ન માની લેતા, ચોવીસથી અડતાલીસ કલાક રાહ જોઇને અને આ સમય દરમ્યાન આપણી સમક્ષ જે બીજા વિચારો અને પુરક માહિતીઓ આવે તેનો શાંતિથી અભ્યાસ કરીને પછી આપણું એ જે-તે ઘટના માટે મંતવ્ય ઘડીએ એ જ હાલના સંજોગોમાં વધુ યોગ્ય રહેશે.
૦૬.૧૦.૨૦૧૫ (મંગળવાર)
અમદાવાદ
સખૈયો
સ્નેહા પટેલ
જહીરટ્ઠરીંજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠ.ૈહ
ધર્મઃ
’આ મારા હાથમાં મોટા મસ થોથાં જેવું શું છે જાણે છે સખૈયા ? આ ધર્મનું પુસ્તક છે. મારા દાદીએ મારા મમ્મીને આપેલું ને મારા મમ્મી મને વારસામાં આપીને ગયા. પણ ખબર નહીં કેમ...મને એ પુસ્તકમાં સહેજ પણ રસ નથી પડતો. વાંચવાનું તો ઠીક પણ મને તો એ પુસ્તક ખોલવાનું સુદ્ઘાં મન નથી થતું. એવું કેમ હશે મને સમજાવ ને જરા ! હું નાસ્તિક તો નથી એ તું બરાબર જાણે છે. મારૂં દિલ ના પાડે એવું કોઇ જ કામ હું નથી કરતી.
’મન હ્ય્દયનો જ ધર્મ પાળે છે,
હું અહીં ફૂલછાબ પેઠે છું.’
આવો એક શે’ર પણ મેં હમણાં જ મારી ગઝલમાં લખેલો. આ દિલના ધર્મથી વધુ શું હોઇ શકે સખા હેં ?
મને ખબર છે કે મોટા ભાગના લોકો ભયની કે અણગમતી સ્થિતીમાં આવી પડે ત્યારે જ તને યાદ કરે, રાવ નાંખે તો સખા એ નિરાધારની સ્થિતીમાં, ’તું એક જ મારો તારણહાર’ બોલવાનો - માનવાનો શું અર્થ ? ભયની દુનિયામાં ધર્મના થાંભલાની સ્થાપના કરે છે અને પછી કચકચાવીને, આંખો બંધ કરીને એ થાંભલાને વળગી પડે છે, ઘેટાં-બકરાંની ખાલ પહેરીને ટોળાંઓમાં ચાલ્યાં જ કરે છે. કોણ કોની આંખે કયું સત્ય નિહાળે છે એ જ મને નથી સમજાતું. કોઇની આંખ થોડી ઘણી પણ ખુલ્લી હોય તો વળી એ આ ટોળાંનો માલિક બની બેસે છે - ’ધર્મગુરૂ’ નામનું અલંકાર સજી લે છે અને પછી ઇશ્વરના દૂત બનવાને બદલે પોતે જ સ્વયં ઇશ્વર બનીને બેસી જાય છે.એમના રાજ્યમાં પછી નકરી સંકુચિતતા અડડો જમાવીને બેસી જાય છે અને ધર્મના નામે કીડાઓથી ખદબદતું, વાસ મારતું ખાબોચિયું બની જાય છે. સખૈયા, તારામાં રસ પડયાં પછી મને દુનિયાના બધા રસ ફીક્કાં લાગે છે એ તો તું જાણે જ છે ને. તારા સ્મરણ માત્રથી મારૂં તનબદન, મન, આત્મા સુદ્ઘાં પવિત્ર થઈ જાય છે અને હું મહેંક મહેંક થઈ જાઉં છું. તો આ ટોળાંઓ ગંધાઈ ઉઠે ત્યારે એમને એ નહીં સમજાતું હોય એ ગંધાઈ ઉઠવું એ તો માત્ર કચરાંનો જ ગુણધર્મ છે, જો એમની કાર્યશૈલી યોગ્ય અને માનવહિતના રસ્તે હશે તો એમને ચોક્કસ આનંદની અનુભૂતિના અત્તરની પહેચાન થશે જ, મન મોરના પીંછા જેવી હળવાશ અનુભવશે, ચોતરફ સંતોષ..સંતોષ અને દિવ્ય આનંદ જ વહેતો હશે. પણ ના એમને તો આવી કોઇ પડી જ નથી એ તો કાયમ ધર્મના ઇતિહાસની દુહાઈ આપવામાંથી જ ઉંચા નથી આવતા. પરિવર્તનની હવાનો તો એ લોકો કદી શ્વાસમાં સ્વીકાર જ નથી કરતાં પરિણામે એમનું તન જડતામાં જ બંધનમુકત રહે છે. ધર્મનો ઇતિહાસ ચકાસવાની વૃતિને છોડીને એના વર્તમાનમાં રસ કેમ નહીં લેતા હોય ? કાયમ એમની પ્રાર્થનામાં ભૌતિક ચીજવસ્તુઓની માંગણી કરી ને ચૂપચાપ તારી સમક્ષ અપેક્ષાઓના જંગલ ખડકીને ઉભા રહી જાય છે. હાથ પણ હલાવવો નથી અને સિદ્ઘીઓની કામના કરે છે -યકઙ્મક)ીા;ાિૂય ! બધો બોજો તારા પવિત્ર ખભા પર જ તો. બધું ય તું કરી આપ. એની બધી તકલીફો તું લઈ લે....બધું તું..તું ને માત્ર તું જ કર....અમે તો નિર્બળ, પરાધીન, બેબસ, બિચારા..ઉફ્ફ!
સખૈયા, તું આટલી જક્કી , ઢગલાંબંધ,સ્વાર્થી અપેક્ષાઓના બોજાંથી થાકી નથી જતો, તારૂં મન પણ કોઇ પવિત્ર, નિર્મળ,નિઃસ્વાર્થ,પફુલ્લિત કરી દે એવી પ્રાર્થના નથી ઝંખતું. કદાચ તારે એવી જરૂર નહી જ પડતી હોય, મને એવું જ લાગે છે અને એટલે જ તું ભગવાન છું, હું તારી તકલીફો સમજી શકું છું સખા. તું મારી કલ્પના નહીં અનુભવનો , અનુભવની તીવ્રતાનો વિષય છું - તારી પ્રત્યેની મારી આસ્થા એ ફક્ત તારી અને મારી વચ્ચેની વાત છે, આખી દુનિયાને બતાવવા થતા ક્રિયાકાંડ નહીં ! બે હાથ જોડયાં વિના ય હું તો તને કાયમ નતમસ્તક જ !
ર્સ્િીપીંછ
કાનજી મકવાણા
‘ઉપ’સંહાર
અજય ઉપાધ્યાય
ટ્ઠોદ્ઘિંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
ફોબિયાનો ફંડો
ડર ... ડર ઔર જ્યાદા ડર .......!!!
સલમાનખાન ભલેને ઉંચા પહાડની ટોચે પહોચીને કોલ્ડડરીંકની બોટલને ખોલતા જ બોલી નાખતો હોય કે ..” ડર કે આગે જીત હૈ ...’ કે પછી ભાયશ્રી ગબ્બર એમ કહેતો હોય કે ‘ જો ડર ગયા વો સમજો મર ગયા ‘ ...પણ હકીકત એ છે કે સલમાનને પણ જેલમાં જવાના ડરે અર્ધી રાત્રે ઉંઘ ઉડી જતી હોય છે ને ઠાકુર અને એના હીજડો કી ફોંજની બીક તો ગબ્બરને પણ ભાગવા મજબુર કરી દેતી હોય છે તો પછી ઓલ થિંગ ઈઝ ધેટ કી ભૈયા ડર કે આગે જીત નહિ મગર ઔર ડર હી મિલેગા ....જ્યાદા ડર .....બેહિસાબ ડર ....!!!! અસલમાં ડરનો ગુણાકાર થયા કરે એટલે એમાંથી જન્મ થાય ફોબિયાનો .....!!! ફોબિયા એટલે ડરના ફૈબા ...!!! નો એન્ટ્રી ફીલ્લ્મમાં ઝક્કાસ અનિલકપુર બોલે છે ને કે ‘ અપને હી ઘર મેં ઘબરાયા ઘબરાયા ફિરના ‘ ..બસ એ જ તો ફોબિયા ....!!! કશુક ડરામણું થશે એવી સતત આશંકામાં ઘબરાયા ઘબરાયા થઈને જીવવું એટલે ફોબિયા ...અને ફોબિયા એટલે ડર-પ્લસ ...આઈ મીન વધુ ડર ...અને વધુ ડર ઈઝ ઇકવલ ટુ ફોબિયા ....!!! દાખલો પૂરો ..ઃ)
ફોબિયા શબ્દનું ઓરીઝ્ન છે ગ્રીક શબ્દ “ ફોબોસ ‘’ . આમ જોવા જાવ તો શું છે કે ડર અને ફોબિયા બેયમાં અંતર છે પણ પેલી ગુજરાતી જાહેરાતની જેમ ‘ અંતરો ને તોડી નાખો ‘ એ વાત ફોબિયા અને ડરની મિલીભગતમાં બિલકુલ લાગુ પડે છે . લેટ વિ મેક ઈટ સિમ્પલ .... ડર એટલે બની ગયેલી / અનુભવેલી કે પછી ચોક્કસથી બની શકે એમ હોય એવી ડરામણી ઘટના જયારે ફોબિયા એટલે હજુ થયું નથી પણ અમુક પરિસ્થિતિમાં ‘ હે ભગવાન આવું થશે તો ? ‘ એવું સતત રટણ થયા કરે એ ..!! ડરવું ખતરનાક નાં હોય શકે કેમકે એના ઉપાયો મળી જાય , રસ્તા નીકળી જાય પણ જયારે એ ડરનો ગુણાકાર થયા જ કરે થયા જ કરે એટલે ઈન્સાની દિમાગ એક એવા પોઈન્ટ પર આવીને અટકે કે જ્યાં કશો રસ્તો નાં સુઝે ...કશો હલ નાં નીકળે . ડરમાં તો હજુ પણ ટાર્ગેટ નક્કી હોય અને ઘણા કેસમાં તો રીઝલ્ટ પણ નક્કી હોય પણ ફોબીયામાં તો ઇન્સાન પોતે જ પોતાની જાતને એટલો ડરાવી મુકે ને કે ઉંચાઈનો ફોબિયા હોય એને ગમે એટલા આશ્વાશન આપો તો પણ એ તમારી સાથે ઉંચાઈ પર આવવા તૈયાર નહિ થાય તો નહી જ થાય ઉલટાનું જેમ જેમ એનો ડર કહો કે ફોબિયા કાઢવાની કોશિશ કરો એમ એમ એના ચહેરાની જ્યોગ્રોફી બદલાતી જાય .
યાદ છે ને આપણે ત્યાં ૨૦૦૧માં આવેલા ભૂકંપ વખતે લોકોમાં પેદા થયેલો ભૂકંપનો ફોબિયા ..? ઓરડામાં દસ લોકો બેઠેલા હોય ને એમાંથી એક કે બે ને જ આંચકો આવ્યો એવું ફિલ થાય એ ખરેખર તો આંચકો નહી પણ આંચકાનો ફોબિયા હતો એવું મેં ને તમે બધાયે ઘણીવાર નોંધ્યું હશે જ . ઉંચાઈ પર જાવાનો , બંધ જગ્યાએ રહેવાનો , અંધારામાં રહેવાનો , ઉંદર-વંદા-ગરોળી જેવાઓનો , મરવાનો , વીજળીની ગડગડાટનો કે પછી પાણીમાં જવાનો આવા સામાન્ય અને ઘણા લોકોમાં જોવા મળતા ફોબિયા જગજાહેર છે અને ખૂબી એ વાતની છે કે મોટાભાગના કેસમાં આવા ફોબીયાથી પીડાતા લોકો ભાગ્યે જ પોતાનો આ એકસ્ટ્રીમ ડર જાહેરમાં કબુલતા હોય છે . ઉપરના લીસ્ટમાં આગળ હજુ ઉમેરો થશે પણ સાચું કહેજો આ વાંચનારમાંથી કેટલાને આમાંથી એક કે અનેક ફોબિયા છે ? એ અલગ બાત હૈ કી કોઈ કન્ફેસ નહિ કરેગા લોલ્ઝ્ઝ !!!!! કોઈ પોતાના જ વટાણા થોડું વેરે ?? હે ?? !!!!
ફોબિયા પુરાણમાં આમ તો અત્યાર સુધી અત્યાર સુધી નોંધાયેલા ૫૦૦ પ્લસ પ્રકારો છે પણ વધુ ડરામણી વાત એ છે કે આ ફોબિયા લીસ્ટમાં ઉમેરો થયા જ કરે છે . કોને ક્યારે શેનો ફોબિયા થઇ જશે કે છે એ કહેવું મોટા મોટા મનોવૈજ્ઞાનિકો માટે પણ એક ફોબિયા જ છે !!!!! બીકનો વિચાર જ વધુ બીકને જન્મ આપે એ ન્યાયે આ વધુ બીકમાં થી ક્યારે કોઈ ફોબિયાના શિકાર બની જાવ એની ખબર જ નાં પડે . વાંચીને હસવું આવશે પણ મારા એક મિત્રને બહાર નીકળતી વખતે દરવાજા બરાબર બંધ કર્યા કે નહિ કે લોક બરાબર કર્યું કે નહિ એનો ફોબિયા છે . બધું બરાબર બંધ કર્યું હોય , બે વાર ચેક કર્યું હોય છતાયે ઘણીવાર ગલીના નાકેથી ફરી ઘરે જીને બધું ફરી ચેક કરવાના અનેક બનાવો મેં સગી આંખે જોયા છે . આ કેસમાં એમણે સતત એ વાતનો ડર રહ્યા કરે કે ક્યાંક કશુક ખુલ્લું રહી ગયું છે અને એ ખુલ્લું રહી ગયાનો ડર ગુણોત્તર થઈને આજે બની ગયો છે આ વિચિત્ર પ્રકારના ફોબીયામાં અને ખાલી ઘરના બારણા જ નહી પણ સુટકેસનું લોક , બોલપેનનું ઢાંકણ અને ઇવન પેન્ટની ઝીપના ખુલ્લાપણાના ડર સુધી એમનો આ ફોબિયા પહોચી ગયો છે ...હવે આનો શું ઈલાજ હોય શકે કહો ??
કૌતુક કથા
હર્ષ કે. પંડયા
દ્બટ્ઠહરટ્ઠિ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
ભારત અને દક્ષિણ આફ્રિકા
ગાંધી અને ક્રિકેટ પહેલાથી આપણો ઘનિષ્ઠ નાતો છે
જી, આ વખતે જરા જુદી વાત માંડીએ. દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે છે. પ્રમુખ જેકબ ઝૂમાના શાસનમાં અને એ પહેલાથી ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેના દ્વિ-પક્ષીય (બોલે તો બાય-લેટરલ) સંબંધોમાં ઘણી પ્રગતિ થઇ છે. આમ તો, ગુજરાતનો નાતો ય દક્ષિણ આફ્રિકા સાથે બહુ જુનો છે. છેક ઈ.સ. ૧૮૬૦ ના દશકથી ભારતમાંથી વેપાર-ધંધા અર્થે લોકો આવ-જા કરતા રહ્યા છે. સાઉથ આફ્રિકાના ક્રિકેટર હાશિમ આમલા મૂળ સુરતી ગુજરાતી છે. ગાંધીજીએ અહીંયા જ એમની જિંદગીનો પહેલો કેસ લડયો હતો અને એમણે સત્યાગ્રહની શરૂઆત અહીંથી જ કરી હતી. ફીનિક્સ આશ્રમ, હરીલાલ, એ બધું અહીંયાથી શરૂ થયું હતું. આજે ય આપણા ગુજરાતીઓ માટે વિદેશોમાં જીને વસવા અને કામ ધંધા માટે અમેરિકા-યુ.કે.-કેનેડા-દુબઈ પછી દક્ષિણ આફ્રિકા મહત્વનું સ્થાન ધરાવે છે.
આફ્રિકા ખંડ અનેક દેશોમાં વહેંચાયેલો છે. દરેક દેશ પાસે પોતાના કાયદાઓ છે, પોતાની ભાષા-સંસ્કૃતિ અને ઓળખ છે. એ બધાની વચ્ચે દક્ષિણ આફ્રિકા વધુ સમૃદ્ધ દેખાય છે એનું કારણ ભૌગોલિક પણ છે. કેપ ટાઉન જેવું મહત્વનું શહેર અને બંદરગાહ વેપાર વણજ માટે અગત્યનું ગણાય છે. વેપાર ધંધાને લીધે પ્રજામાં સહજ રીતે વણાઈ આવતો સ્વીકારનો ભાવ અલગ અલગ સંસ્કૃતિઓને સાથે જીવવા માટે પ્રેરે છે અને એ રીતે સમૃદ્ધિ આવતી જાય છે. ઈ.સ. ૧૯૯૦ માં ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી ઈ.સ. ૧૯૯૩ માં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે દ્વિ-પક્ષીય વ્યાપારી સંબંધોની શરૂઆત થઇ. ભારતથી દવાઓ, વિવિધ ડાઈ, ચોખા, રત્નો-ઘરેણા, ટ્રાન્સપોર્ટ અને એના સાધનો,રસાયણો વગેરે ત્યાં પહોંચે છે અને ત્યાંથી ભારતમાં સોનું,સ્ટીમ કોલસો, વિવિધ ખનીજ પદાર્થો,મેંગેનીઝ ઓર વગેરે જેવી ચીજવસ્તુઓ આવે છે. ભારતના ગંજાવર ઉદ્યોગો જેમકે ટાટા, મહિન્દ્રા વગેરે એ ખાણ ક્ષેત્રે સારૂં એવું રોકાણ કર્યું છે. માત્ર દક્ષિણ આફ્રિકા જ નહીં, પરંતુ આફ્રિકા ભૂખંડ ના કેટલાક હિસ્સાઓમાં ભારતી એરટેલે ટેલીકોમ સર્વિસ શરૂ કરી હતી અને કેટલાક કારણોસર એમાં ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડયો હતો. એ ઘટના આજે મેનેજમેન્ટમાં કેસ સ્ટડી તરીકે ભણાવવામાં આવે છે.
થોડા સમય પૂર્વે જયારે ભારતમાં ચુંટણીઓ જાહેર થઇ હતી ત્યારે લલિત મોદીએ આઈ.પી.એલ. દક્ષિણ આફ્રિકામાં જ યોજાવી હતી. એ દર્શાવે છે કે દક્ષિણ આફ્રિકા આપણને અનુકુળ દેશ છે.
પૃથ્વીના ઈતિહાસને તપાસીએ તો માલૂમ પડે કે વર્ષો પહેલા ભારતીય ઉપખંડ એ આફ્રિકાની દક્ષિણે જ જોડાયેલો ભૂ-ભાગ હતો. કાળક્રમે એ બધું જુદું પડતું ગયું જેથી ભારતીય ઉપખંડ તરતો તરતો યુરેશીયા ખંડ સાથે શબ્દશઃ ઢીંક મારીને જોડાયો. ટીથીસ નામે ઓળખાતા એ મહાસાગરનું પેટાળ ઉંચકાયું અને એ તલવાર આકારે ઉંચા થયેલા સાગર પેટાળની ઓળખ આજે ‘હિમાલયન માઉન્ટેઇન રેન્જ’ તરીકે છે. આ જ કારણ છે કે ગુજરાત અને દક્ષિણ આફ્રિકાના જીવાશ્મિઓમાં ક્યારેક સામ્ય જોવા મળે છે.
ઈ.સ. ૧૮૬૦ ના દશકમાં પહેલીવાર ભારતીય લોકો શેરડીના અને એવા બીજા ખેતરોમાં મજુરી કામ અર્થે દક્ષિણ આફ્રિકા આવ્યા અને એ પછીના વીસ વર્ષે એટલે કે ઈ.સ. ૧૮૮૦ માં પેસેન્જર તરીકે સ્ટીમ બોટમાં પોતાનું ભાડું ચૂકવીને આવ્યા. જી, એ લોકો ગુજરાતમાંથી આવેલા વેપારીઓ હતા. કેપ ટાઉન, ક્વાઝૂલુ નાતાલ અને ગૌતેન્ગ નામના શહેરોમાં ભારતીય વસ્તી વધુ છે. એ સિવાય જોહાનિસબર્ગ, પ્રિટોરિયા અને એવા શહેરોમાં પણ ભારતીયો છે જ.
પાપીની કાગવાણીઃ
સંગીત સુચનઃ
આજ જાને કી ઝીદ ના કરો...
ફરીદા ખાનુમજી ના મખમલી અવાજમાં સ્ફ ર્ઝ્રાી જીેંર્ઙ્ઘૈએ મહેનત કરીને ફરીથી આ ગઝલ બનાવી છે, પરંતુ હવે ફરીદાજીની ઉંમર અવાજમાં વર્તાય છે. તેમ છતાંય, જુનું ગીત પણ ઈન્ટરનેટ પર હાજર છે. આ સદીમાં આવા જુજ અવાજો જીવિત છે એ આપણું નસીબ છે.
સંજય દ્રષ્ટિ
સંજય પીઠડીયા
જટ્ઠહદ્ઘટ્ઠઅિૈંરટ્ઠઙ્ઘૈટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
ગરબડિયા કોરાવો, માથે જાળિયા મેલાવો રે...
નોરતાની નવ રાત લોકોને શક્તિની ઉપાસનામાં અને ગરબા-દાંડિયા-રાસની રમઝટમાં તરબોળ કરી દે એવી હોય છે. નવલી નવરાત્રી અને ગરબાનો સંબંધ સદાકાળથી રહ્યો છે. આપણા ગુજરાત પાસે સુગમ-સંગીતનો અદભુત વારસો તો છે જ, એમાંય ગરબાની વાત માંડીએ તો માતાજીની ભક્તિના ગરબા, ગુજરાતના લોકસાહિત્ય અને લોકસંગીતથી ભરપૂર લોકગીતો, શરદપૂનમે ગવાતા કૃષ્ણના રાસથી લઈને આધુનિક ગરબાઓનો સમાવેશ કરી શકાય. આજે આપણે ત્યાં નવરાત્રી સાથે ભળેલી આધુનિકતા અને ‘ભૂલાયેલી’ ભક્તિ કેટલાંક ‘ભગત’ લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. પણ એક વાત સમજવા જેવી છે કે ‘ગરબા-રાસ’ એ કંઈ શાસ્ત્રીય નૃત્ય કે ગાયન નથી. એનું કોઈ માન્ય બંધારણ નથી. દંતકથા મુજબ બાણાસુરની પુત્રી ઉષા શ્રીકૃષ્ણના પૌત્ર અનિરૂદ્ધની પત્ની હતી. તે શ્રીકૃષ્ણ સાથે દ્વારકા આવ્યા. ઉષા પોતે માતા પાર્વતી સાથે લાશ્યનૃત્ય શીખેલાં અને તેઓએ ગરબા નૃત્યનો પ્રકાર ગુજરાતને ભેટ આપ્યો છે. ગરબો એ આપણી લોક પરંપરા છે. એ કોઈ પુરાણોક્ત વિધિ નથી. ઇન ફેક્ટ, દેવી ભાગવતથી લઈને શક્રાદય સ્તુતિ કે ચંડીપાઠમાં પણ ગરબાનો ક્યાંય ઉલ્લેખ નથી. અસલી ગરબાની વ્યાખ્યા એમ થાય કે એ જ ખરો ગરબો જેમાં નારીના ભાવ અને ભાવનાનું સંવેદન હોય, શબ્દ-સૂર અને લયનું સુભગ સંયોજન હોય અને ઠેસ સાથે વર્તુળાકારે ઘુમવાનો પૂરતો અવકાશ હોય.
ગરબો શબ્દનો મૂળ અર્થ થાય છે - કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મુકવામાં આવે છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. ગરબો શબ્દની ઉત્પતિ માટે આપણા વિદ્વાનો હજુ સુધી પૂરેપૂરા એકમત નથી પરંતુ હરૈટૐાાજઢ ?ાફ% જ્ર હરૈટૐાાજઢ જ્ર ટૐાાજ જ્ર ટદ્ઘૐાાજ જ્ર ટદ્ઘષ્ઠાજ (ગરબો) આ ક્રમે ગરબો શબ્દ ઉત્પન્ન થયો હોવાનું જણાય છે (સ્ત્રોતઃ વિકીપિડીયા). ભગવદ્ગોમંડળમાં ‘ગરબો’ શબ્દના અર્થ છેઃ (૧) અંદર દિવો હોય એવો કાણાં કાણાંવાળો માટીનો કે ધાતુનો નાનો મોરિયો. દિવો ઠરી ન જાય અને તેનાં કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે તેને ઘણાં કાણાં રાખવામાં આવ્યાં હોય છે. દેવીપ્રસાદન માટે નવરાત્રિમાં ઘરમાં પૂજાર્થે તે રાખવામાં આવે છે (૨) તાળીઓ પાડતાં દિવા કે માંડવીની આસપાસ ફરતાં ગાવું તે (૩) મોટી ગરબી; લહેકાવીને ગાવાનો એક રાગ; રાસડો. તમિળ ભાષામાં ‘કુરવઈ કટ્ટ’ એ નૃત્યસમૂહનો પ્રકાર છે, જેનો અર્થ ‘ગુરબી’ થાય છે અને ગુરબીમાંથી ગરબી શબ્દ બન્યો. પછી ગરબીને ‘ગરબો’ નર સ્વરૂપ અપાયું હોવાનું પણ કહેવાય છે. ‘ગરબો’ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ ભકતકવિ નરસિંહ મહેતાએ કર્યો. ‘ગરબા’નું મધ્યકાલીન સ્વરૂપ (સાહિત્ય) વલ્લભ મેવાડાએ પ્રગટાવ્યું અને ‘ગરબા’ નું અર્જન કવિ દયારામે કર્યું હોવાનું મનાય છે. ગરબામાં એક તાલી, બે તાલી, ત્રણ તાલી અને તાલી સાથે ચપટીના ને સંઘોર્મિના અનેક પ્રકાર પ્રચલિત છે. તાલી, ચપટી અને પગની ઠેસના વિવિધ પ્રકારો તેને તાલ અને લય આપે છે એટલે વાદ્યની જરૂર રહેતી નથી (ન હોય તો પણ ચાલે). પ્રાચીન ગરબામાં હાથતાળી નર્તન મુખ્ય છે. આ ઉપરાંત માથા પર એકથી વધુ બેડાં લઈ, ગરબી, માંડવડી, દિવા, દીવડી, દાંડિયા, મંજીરા વગેરે લઈને પણ વિવિધ અંગમરોડ અને ચાલવૈવિધ્ય સાથેનું નર્તન જોવા મળે છે. બાર ગાઉએ બોલી બદલાય એમ ગરબાનું સ્વરૂપ પણ બદલાય છે. ગરબાનું ભૌગોલિક વ્યક્તિત્વ પણ સમજવા જેવું છે. કાઠિયાવાડના ગરબા એકસરખી જોરદાર તાળીઓ, ઠેસનો ઠમકો, ચપટી લઈને લેવાય અને ધીમે ધીમે ગતિ વધારી ગરબાને ચગાવાય છે. અમદાવાદ-સુરતમાં ગરબાની ગતિ ધીમી અને ઠાવકી હોય, ચરોતરમાં ચરોતરી ભાષા અને તાલીઓની રમઝટ હોય તો દક્ષિણ ગુજરાતમાં હાથમાં છત્રી, રૂમાલ કે મોરપીંછ લઈને ગરબા ગવાય. ગરબાની મધ્યકાલિન રચનાઓ સુધી ગરબામાં ભક્તિ કે ધાર્મિક ઓચ્છવોનું પ્રતિબિંબ જોવા મળે છે, પછી ધીમે ધીમે ધાર્મિક ગરબો સામાજિક થતો ગયો. લોકગીતો અને લોકસાહિત્ય તેમાં ભળતા ગયાં. ‘મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે....’, ‘માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે....’, ‘સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે....’, ‘માતાજીના ઉંચા મંદિર નીચા મોલ....’, ‘કેસરિયો રંગ તને લાગ્યો....’, ‘મા નો ગરબો રે, રમે રાજને દરબાર....’, ‘ઘોર અંધારી રે, રાતલડીમાં નિસર્યા ચાર અસવાર....’, ‘કુમકુમના પગલાં પડયા....’, ‘રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે....’ જેવા માતાજીની ભક્તિના ગરબાઓથી લઈને ‘સવા બશેરનું મારૂં દાતરડું લોલ....’, ‘ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ....’, ‘અચકો મચકો કાં રે લી....’, ‘મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે....’, ‘ઝૂલણ મોરલી વાગી રે....’, ‘દેર મારી અંગૂઠડીનો ચોર...’, ‘હાલાજી તારા હાથ વખાણું....’, ‘લાલ દરવાજે તંબૂ તાણીયા રે લોલ....’, ‘લીલી લેંબડી રે, લીલો નાગરવેલનો છોડ....’, ‘હાલો રે કીડી બાઈની જાનમાં....’ જેવા લોકગીતો ભાતીગળ પદ્ધતિથી આપણા નવરાત્રીના અનન્ય ભાગ રૂપે ગવાય છે. એ જ સાથે પ્રાદેશિક ગરબાઓની રમઝટ પણ આપણે ત્યાં એટલી જ મશહૂર છે. જેમ કે... ‘અમો કાકા-બાપાના પોયરા રે...’, ‘મુંબઈથી ગાડી આવી રે....’, ‘ચરરર ચરરર મારૂં ચકડોળ ચાલે...’ અને ‘લાલ લાલ સનેડો!’
એક સમય હતો જ્યારે ભગિનીસમાજના ગરબાનું મહાત્મ્ય ગજબનું હતું. ભગિની સમાજના ગરબા પ્રયોગશીલ અને સુંદર હતા. માતાજીના પરંપરાગત ગરબાની સાથે એ કંઈક નોખા ગરબા પણ યોજતા. ગુજરાત અને ગુજરાત બહાર અપાર લોકપ્રિયતા અને પ્રસિદ્ધિ મેળવનાર અવિનાશ વ્યાસે ‘માડી તારૂં કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો’ અને ‘માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજે’ જેવા માતાજીના સર્વોત્કૃષ્ટ ગરબા લખ્યા છે. આ સિવાય તેમણે ‘સમથીંગ ડીફ્રન્ટ’ એવાં પણ કેટલાંક ગરબા લખ્યા છે. અવિનાશ વ્યાસે પંચતત્વનો એક ગરબો લખ્યો છે - આકાશ, વાયુ, વરૂણ, તેજ ને પૃથ્વી એ પાંચ તત્વોને પોતાના પ્રાણમાં પરોવી સર્જાતા ગરબાની એ ગાથા છે. ‘ક્યાંથી આવ્યો ક્યાં સમાયો રે સહિયર ગરબો માંડે વાત, જન્મ થયો એનો ઉંચે ખોરડે, ઉંચા ગગનને ઘાટ!’ ગરબો કહે છે કે આકાશને ખોળે હું જન્મ્યો. જગદંબાએ હાલરડું ગાયું, દૂધગંગાએ દૂધ પિવડાવ્યું અને સ્વર્ગસદનના અધિકારી કૃષ્ણે મને રાસ રમતાં શીખવ્યું. આવા અનેક રંગછટાઓ દર્શાવતા ગરબા એમણે રચ્યા છે. અર્વાચીન ગરબાઓમાં દીવડાનો ગરબો, મંજીરાનો ગરબો, ગાગરનો ગરબો, ઘંટારવનો ગરબો, શાસ્ત્રીય રાગદારી ગરબો, એક કે બે સર્કલનો ગરબો જેવા વૈવિધ્યપૂર્ણ ગરબાઓ સમયાંતરે રજૂ થતા રહ્યા છે. પ્રસિદ્ધ સંગીતકાર નિનુ મજુમદારે કાવ્યો, ગીતો, ગઝલોની સાથે કેટલાક સુંદર ગરબા પણ લખ્યા છે.
આ ગરબાઓમાં ૠતુઓનો ગરબો, ચોપાટનો ગરબો તથા પતંગનો ગરબો ખૂબ વખણાયા હતા. એવું કહેવાય છે કે આઠમની રાત્રે માતાજી ચોપાટ રમે છે, એ થીમને આધારે એમણે માતાજીની સાથે ભગવાન શંકરનું આખું કુટુંબ ચોપાટ રમતું હોય એવી કલ્પના કરીને બહુ સરસ ગરબો રચ્યો હતો જેના શબ્દો છેઃ ‘સર્વારંભે પરથમ નમીએ રિદ્ધિ-સિદ્ધિ સ્વામી ગણપતિ, સાથે મળીને ચોપાટ ખેલે ઈશ્વર ને સતી પારવતી’ એટલે કે ગજાનન, રિદ્ધિ-સિદ્ધિ, માતાજી અને શંકર ભગવાન પોતે ચોપાટ રમે છે. એમાં જુદી જુદી સોગઠીઓની કલ્પના કરી છે. ગજાનન એટલે પીળી સોગઠી, રિદ્ધિ-સિદ્ધિ એટલે લીલી, અંબે માની લાલ અને શંકરમાં આધ્યાત્મિક ભાવ હોવાથી એમની સોગઠીનો કોઈ રંગ કલ્પ્યો નથી. એ ગરબાની છેલ્લી પંક્તિ છેઃ ‘અગમ રંગે અનંત ભાતે વિશ્વ રમાડે વિશ્વપતિ....’ અર્થાત્ શંકરે રમતમાં ભાગ લીધો છે પણ એ દાવ રમતા નથી પરંતુ વિશ્વને રમાડે છે. એવો જ એ બીજો ગરબો નિનુભાઈએ લખ્યો હતો - પતંગનો ગરબો! આ ગરબામાં પતંગના સ્વભાવનું વર્ણન છે. ‘સચરાચર ચેતનનું મોતી એક પ્રગટી સનાતન જ્યોતિ, ચઢ્યા મેઘ વિના મેઘધનુ રંગો દોડી આવી ગગનમાં પતંગો’. ઉમાશંકર જોષીનું એક ખૂબ સરસ ગીત - ‘ગોરી મોરી ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ, વ્હાલા મોરા જોબન ઝોલા ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ...’ રમેશ પારેખનો ગરબો - ‘હાલો વરણાગિયા મેળે રળિયામણા મેળે, મેળામાં એક મનગમતો છેલ છે....’ આવા ગરબા ભલે આપણી નવરાત્રીઓમાં ઉલાળા ખાતું યૌવનધન અનુભવી ન શકે પણ ગુજરાતી ભાષા માટે આ વારસો અતુલ્ય અને અપ્રતિમ છે. (અર્વાચીન ગરબાઓ વિશેની માહિતી વરિષ્ઠ પત્રકાર નંદિની ત્રિવેદીના પુસ્તક ‘ગીત ગુર્જરી’માંથી લેવામાં આવી છે. આભાર!)
પડઘોઃ
ગરબાની રીતે તું ગરબાને ગા!
આ કોઈ રૅપ નથી, સાલસાનાં સ્ટેપ નથી, લોહીની લાલી છે, મેકઅપનો લેપ નથી.
આવડતું ના હોય તો શીખી લે જા. ગરબાની રીતે તું ગરબાને ગા!
ડી. જે. નું બેન્ડ છે, સાથે ગર્લ-ફ્રેન્ડ છે, બોલીવુડ ટ્યુન્સ પર ફરવાનો ટ્રેન્ડ છે,
રમવા ક્યાંથી આવે જગદંબે મા! ગરબાની રીતે તું ગરબાને ગા!
તારો તહેવાર છે, તારા સંસ્કાર છે, તારી સંસ્કૃતિને તારો આધાર છે,
દસ દિવસ માટે તો ગુજરાતી થા! ગરબાની રીતે તું ગરબાને ગા!
મસમોટા ગ્રાઉન્ડમાં, કાનતોડ સાઉન્ડમાં, અસ્તવ્યસ્ત નાચે સૌ, કોઈ નથી રાઉન્ડમાં,
હાલ થયા ગરબાના સરવાળે આ! ગરબાની રીતે તું ગરબાને ગા!
(શ્યામલ મુનશીની કલમે આધુનિક નવરાત્રી માટે લખાયેલું કટાક્ષકાવ્ય)
મસ્ત રિડ
ભૂમિકા દેસાઈ શાહ
હ્વરેદ્બૈાટ્ઠજરટ્ઠર૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
“ઁ.જી. ૈં ર્ન્દૃી ર્રૂે” - સેસિલિયા આહેર્ન
"ઈશ્ક હોતા નહિ સભી કે લિયે, યે બના હે, યે બના હે, કિસી કિસી કે લિયે.."-હેડફોન્સમાંથી સુરીલુ લવ સોંગ વહી રહ્યું.
અને કૈક અકળાઈને મેં ગીત બદલી દીધું..
"જબ પ્યાર કિયા તો ડરના ક્યા..."-અને શફલલીસ્ટમાંથી જુના જમાનાનું છતાં એવરગ્રીન લવસોંગ વાગ્યું.
અને મેં ફરી નેક્સ્ટ સોંગ ક્લિક કર્યું..
"શામ સે આંખ મેં નમીસી હે.. આજ ફિર આપકી કમી સી હે..."-જગજીતસિંઘજી ના ઘેરાયેલા અવાજમાં પ્રેમની કશ્મકશ અને વિરહની વેદના વહી રહી.અને પોઝનું બટન દબાવીને મેં હેડફોન્સ કાઢીને આસપાસના વાતાવરણમાં શાંતિ શોધવાનો પ્રયાસ કર્યો.
"ના ના કરતે પ્યાર હાયે મેં કર ગઈ, કર ગઈ, કર ગઈ...."-બાજુમાંથી પસાર થઇ રહેલા ટ્રકમાંથી જોરથી પ્રેમ ગીતનો મારો થયો.
"હંમે તુમસે પ્યાર હે કિતના યે હમ નહિ જાનતે, મગર જી નહિ સકતે તુમ્હારે બીના.. "-આગળની સીટમાં બેઠેલા યુવાનના મોબાઈલમાં અતિ-રોમેન્ટિક રીંગટોન વાગી. અને ફોન ઉપાડીને યુવકે સામે છેડે રહેલી પ્રેમિકા/પત્ની સાથે ઝગડો કરવાનો શરૂ કર્યો. ફોન મુલ્તા પહેલા ફોર્માલીટીની જેમ "આઈ લવ યુ ટુ" પણ કહી દીધું. અને મારી અકળામણ વધી.
"કઈ કામ ધંધો છે કે નહિ આ માણસોને? જે જુઓ બસ પ્યાર-ઇશ્ક ઓર મહોબ્બતનાં ગીતડાં ગવાય છે. જાણે આખી દુનિયા માટે પ્રેમ કરવા સિવાય કોઈ કામ બચ્યું નથી. પ્રેમ નથી થતો-એનું રડવાનું. પ્રેમ થઇ જાય એનું પણ રડવાનું, પ્રેમભંગ થાય એનું પણ રડવાનું. પ્રેમ છે કે ઓક્સીજન કે એના વગર ચાલે જ નહિ?"-મારો માઈન્ડ ક્રેપ શબ્દો દ્વારા બહાર આવી ગયો. પર્સ ખોલીને મેં હાલમાં જ ખરીદેલી બેસ્ટ સેલર નોવેલ બહાર કાઢી અને નોવેલનું ટાઈટલ વાંચીને નોવેલ બાજુની સીટ પર મુકીને આંખો બંધ કરી.
"મે આઈ સીટ હિયર?"-એકદમ નમ્રતા પૂર્વક વિનંતીકરતો સ્ત્રી સ્વર સંબધીને મેં આગંતુક મહિલા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.
"યેસ."-મેં સ્મિત આપીને કહ્યું.
બાજુની સીટમાં મેં હમણાજ મુકેલી નોવેલને હાથમાં લઈને આગંતુક સ્ત્રી મારી બાજુમાં બેઠી.
"બુક્સ વાંચવાનો તમને શોખ લાગે છે નહિ?"-મારી નોવેલ મને પરત કરતા બાજુમાં બેઠેલી મહિલાએ કહ્યું.
"જી હા. બહુ જ શોખ છે અને અત્યારે વાંચવાની તલબ પણ છે પણ..."-મેં મારા મનમાં ચાલી રહેલા પ્રશ્નોને છુપાવવા વાક્ય પૂરૂં નાં કર્યું.
"પણ શું? આ નોવેલ મેં વાંચી છે અને ક્લાસિકલ લવ નોવેલ છે. યુ મસ્ટ રીડ ઈટ."-અજાણ્યા મુસાફરમાંથી હમ-શૌખ થઇ રહેલી મહિલાએ હસીને સુચન કર્યું.
"એજ તો મારો લવ-સેક્સ-ધોખા વાંચવાનો મુડ નથી. એક સરખી પ્રેમ-વિરહ-મજબૂરી- વિગેરેની સ્ટોરીઝ વાંચીને ઉબકાઈ ગઈ છું."-મેં મારૂ ફ્રસ્ટરેશન કાઢ્યું.
"તો તો તમારે આ નોવેલ વાંચવી જ રહી. કેમકે આ વાર્તામાં જે તમને અકળાવે છે એવું કઈ જ નથી. પણ એવું કૈક છે જે તમારી પ્રેમ-લવ માટે બંધાઈ ગયેલી ગ્રંથી તોડશે."-સહ -મુસફારમાંથી લગભગ સખી બની ગયેલી મહિલાએ કહ્યું.
"અચ્છા લાગે છે તમે આ નોવેલ વાંચી છે. તો મને કહોને એમાં શરેરાશ પ્રેમ-નવલકથા કરતા જુદું એવું તો શું છે કે એને ક્લાસિક ગણી શકાય?"-મેં મારી મૂંઝવણ રજુ કરી.
"ચાલો હું તમારી સામે આ નોવેલની વાર્તાના થોડા પન્ના ખુલ્લા કરૂં. એ પછી તમે નક્કી કરજો તમને આગળ એ વાંચવી છે કે નહિ!"-એક મોટ્ટા સ્મિત સાથે નવી સવી સખીએ કહ્યું.
"ઠીક છે. મઝા આવશે અને રસ્તો પણ કપાઈ જશે."-મેં ઉત્સુકતા બતાવતા કહ્યું.
"વાર્તા છે એક કપલની-જેઓ એક બીજાને પુષ્કળ પ્રેમ કરે છે. એકબીજા વગર જીવવાની કલ્પના પણ નથી કરી શકતા. ગેરી અને હોલી- એક પરફેક્ટ કપલ."-આંખોમાં અજબ ચમક સાથે સખીએ વાર્તા માંડી.
"જોયું, મેં કીધું હતું ને. બધી લવ-સ્ટોરી માં આમ જ હોય. પરફેક્ટ કપલ-અઢળક પ્રેમ, પછી બેવફાઈ, ઝગડા, છુટા છેડા અથવા વિરહ-રોદણાં અને ક્રેપ."-મેં ધીરે રહીને અપેક્ષિત વાર્તાની વાત કહી.
"અરે ચાલુ ગાડીમાં ચઢી નાં જશો. આખી વાત સાંભળો, પછી નક્કી કરજો અને હવે વચ્ચે કઈ જ બોલ્યા વગર સાંભળો.- તો આ વાર્તા છે હોલીની અને ગેરીની. જે પરફેક્ટ કપલ છે પરંતુ વાર્તાની શરૂઆત થાય છે જુદી રીતે.. આ વાર્તા છે ૩૦ વર્ષીય હોલીની જે વિધવા છે. જી હા, વિધવા છે. અને ગેરી એનો મૃત પતિ છે. અને વાર્તાની શરૂઆત જ આ સત્ય સાથે થાય છે. ટ્યુમરનાં કારણે યુવાન ગેરી નાની ઉમરે મૃત્યુ પામે છે અને હોલી જીવનના એવા રસ્તે અટકી પડે છે જ્યાંથી આગળ જવાની કોઈ દિશા કે રસ્તો નથી. હોલી ભાંગી પડે છે અને એનો પરિવાર અને મિત્રો એને સધિયારો આપવાના બધા પ્રયાસો કરે છે. એકબીજાના મિત્રો રહીને ગળા-ડૂબ પ્રેમમાં જીવેલા હોલી અને ગેરીને આમ છુટા પડવું કિસ્મતમાં હશે પણ હોલીના માન્યમાં શક્ય જ નાં હતું. જોકે જ્યારથી ગેરીને ટ્યુમર ડીટેકટ થયું ત્યારથી ગેરી અને હોલી બંને આ હકીકત સુપેરે જાણતા જ હતા છતાં. અને ગેરીના મુર્ત્યુંના થોડાજ દિવસો બાદ લગભગ સુનમુન થયેલી હોલીને નવી રીતે જીવવાની બધી સલાહ-સૂચનો વ્યર્થ થતા જોઈ એનો પરિવાર અને મિત્રો એને સમજાવવા ભેગા થાય છે. બધા શબ્દો ફોગટ ઠરે છે ત્યારે હોલીની મમ્મી એને દસ લેટર્સ આપે છે. મૃત્યુ પહેલા હોલી માટે લખેલા ગેરીના પત્રો. ગેરી બીમાર અવસ્થામાં પોતાના મૃત્યુ કરતા વધુ વ્યથિત છે હોલીના આગળના જીવન માટે અને એથી જ એ લખે છે દસ પત્રો. આ દસ પત્રો હોલીને દર એક મહિનાના અંતે એક એક કરીને વાંચવાના છે અને એનો અમલ સુદ્ધાં કરવાનો છે. દરેક પત્રના અંતે ગેરી લખે છે- ઁ.જી. ૈં ર્ન્ંફઈ ર્રૂેંં. "-સખી એકદમ રસપ્રદ શૈલીમાં વાર્તા કહી રહી અને મારાથી પૂછી ગયું- " શું લખે છે ગેરી આ પત્રો માં? મને ભૂલી જજે , બીજા લગ્ન કરી લેજે એવું બધું?"
"હા હા હા.. તમે તમારી જીજ્ઞાસાને કાબુમાં રાખો તો એ પણ કહું છું! ગેરી ના જે પત્રો હોલીની માતા એને આપે છે એ દરેક પત્રમાં ગેરી હોલી માટે નવા જીવનની નવી દિશા મુકે છે. હોલી ગેરીના પ્રેમમાં એ દરેક પત્રમાં લખેલા દરેક શબ્દને અક્ષરસહ જીવે છે અને... અને દસ મહિના ના અંતે હોલીને નવી જિંદગી ભેટમાં મળે છે... એ દસ પત્રો દ્વારા હોલીના જીવનમાં ખુલેલા નવા રસ્તાઓ હોલીને-સપના જોતા, પગભર થતા, ખુશ રહેતા, પ્રેમ કરતા-જીવતા શીખવાડી જાય છે.."-સખીએ વાર્તાની નવી દિશા મોઘમ રહીને કહી.
"પણ એવું તો શું હોય છે એ પત્રો માં? એવું તો શું લખે છે ગેરી કે હોલી માટે આ દસ પત્રો નવી જીદગી લાવે છે?"-મેં ઉત્સાહ અને ઉત્કંઠા સાથે પૂછ્યું.
"એ બધું કહી દઈશ તો આ નોવેલ વાંચશે કોણ?"-સખીએ વાર્તામાં અલ્પવિરામ મુકતા કહ્યું.
અને એમ તુરંત પર્સમાંથી નોવેલ કાઢીને ફરીથી ટાઈટલ વાંચ્યું- " ઁ.જી. ૈં ર્ઙ્મદૃી ર્એ" ઉિૈંીંહ હ્વઅ - ઝ્રીષ્ઠીઙ્મૈટ્ઠ છરીહિ.
***
તમારે જાણવું છે - ગેરીએ હોલીને એ દસ પત્રોમાં શું લખ્યું હતું?
તો મસ્ટ રીડ-પી.એસ. આઈ. લવ યુ
બોલીસોફી
સિદ્ધાર્થ છાયા
જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
‘કુછ કુછ હોતા હૈ’ - પ્રેમ થવા દોસ્તી અનિવાર્ય છે?
ગઈ કાલેજ ચેનલો સર્ફ કરતા કરતા આ ફિલ્મ એટલેકે ‘કુછ કુછ હોતા હૈ’ પકડાઈ ગઈ. ફિલ્મ ચાહક તરીકે તો આ ફિલ્મ ગમતી જ હતી, પરંતુ આ ફિલ્મ એવા સમયે આવી હતી જ્યારે ભારતના કરોડો યુવાન હૈયાઓમાં એક હૈયું આપણું પણ ધબકતું હતું. એ સમયે આ હ્ય્દયમાં જે ઉછાળા આવતા અને શમી જતા અને ફરી આવતા એની યાદ આ ફિલ્મે તાજી કરી દીધી. ભારતના આધુનિક ફિલ્મ ઇતિહાસની કેટલીક યાદગાર ફિલ્મોમાં ‘કુછ કુછ હોતા હૈ’ નો સમાવેશ થઇ શકે છે. આમતો આ ફિલ્મ પ્રણય ત્રિકોણ પર આધારિત છે, પણ તેનો એક સીન અને એમાં પણ એક ખાસ ડાયલોગે આજની બોલીસોફી લખવા માટે બંદાને મજબુર કરી દીધો.
કોલેજની પ્રોફેસર મિસ. બ્રિગેન્ઝા એટલેકે અર્ચના પૂરણ સિંઘ, રોમિયો એન્ડ જુલિયટ વિષેનું લેક્ચર શરૂ કરતા તમામ સ્ટુડન્ટ્સને એક સવાલ કરે છે કે “પ્રેમ શું છે?” ત્યારે ફિલ્મના બે મુખ્ય કેરેક્ટર્સ એટલેકે ટીના (રાની મુખરજી) અને કાજોલ (અંજલી) જવાબ આપી શક્તા નથી. પરંતુ ફિલ્મનો હીરો રાહુલ એટલેકે શાહરૂખ ખાન ખુબ સરસ જવાબ આપે છે કે, “પ્રેમ એ દોસ્તી છે!” આટલુંજ નહીં રાહુલ ઉમેરે છે કે, “જો તે મારી સાચી દોસ્ત નહીં હોય તો હું એને પ્રેમ કેવીરીતે કરી શકીશ? અને એટલેજ પ્રેમ એ દોસ્તી છે!” પ્રોફેસર અને અન્ય વિદ્યાર્થીઓ તમામ રાહુલના જવાબથી પહેલાતો ડઘાઈ જાય છે પરંતુ જ્યારે તેના કહેવા પાછળનો મર્મ સમજે છે ત્યારે તેઓના ચહેરાઓ પર સ્માઈલ આવી જાય છે.
રાહુલની વાત સો ટકા સાચી છે. પ્રેમ થવામાં શારીરિક અને માનસિક આકર્ષણ તો ખરૂંજ પરંતુ માત્ર તેનાથી કેટલા દિવસ પ્રેમ ટકે? પણ પ્રેમમાં જો દોસ્તી હશે તો એ પ્રેમ જિંદગીભર ટકી જશે. દોસ્તીના આપણે ત્યાં ઘણાબધા દાખલાઓ બન્યા છે પણ સ્ત્રી-પુરૂષ વચ્ચેની દોસ્તી હજીપણ આપણા દેશમાં સાહજિકતાથી લેવામાં આવતી નથી. કબુલ કે સ્ત્રી પુરૂષ વચ્ચેની દોસ્તી પણ એક આકર્ષણથી જ શરૂ થતી હોય છે, પરંતુ તે કોઈ લોઢા જેવો પાકો સંબંધ નથી હોતો, પરંતુ તે ઇલેસ્ટીક જેવો એકદમ લચીલો હોય છે. દોસ્તના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી. સ્ત્રી મિત્ર પ્રેમિકા નથી હોતી એટલે એની તમામ માંગણીઓને માનવા તેનો પુરૂષ મિત્ર બંધાયેલો નથી હોતો, અને આ બાબત પેલી સ્ત્રી પણ બરોબર સમજતી હોય છે અને એટલે એપણ એટીટ્યુડ દેખાડવાથી બચતી હોય છે. અહીં પણ ટપલાદાવથી ઘણીવાર મારમમારી સુધી વાત પહોંચી જતી હોય છે, પણ અહીં એકબીજા સાથે ફરીથી સંવાદ સધાવાની તકો વધુ હોય છે. એકબીજાના ફાયદા માટેની સલાહ આપી શકતા આ સ્ત્રી અને પુરૂષ મિત્રો એકબીજાને ઘણીવાર તેમના જીવનસાથી મેળવી આપવામાં પણ મદદ કરતા હોય છે. ટૂંકમાં કહીએ તો કોઇપણ અપેક્ષા વગર એક સ્ત્રી અને એક પુરૂષ વચ્ચે દોસ્તી થઇ શકે છે અને એવી દોસ્તી જીવનભર ટકે છે.
આ તો થઇ એક સામાન્ય દોસ્તીની વાત, હવે આવીએ રાહુલની વાત પર. આમ જુવો તો પ્રેમ તો થઇ જતો હોય છે, એને કોઈજ પ્રિ-કંડીશનની જરૂર નથી હોતી, પરંતુ ઘણીવાર જેમ આપણે આગળ ચર્ચા કરી એમ પ્રેમ કર્યા પછી જે નિસ્વાર્થવૃત્તિ બંને પાત્રોમાં આવવી જોઈએ કે પછી એકબીજાને સતત મદદ કરતા રહેવાની જે ભાવના આવવી જોઈએ એ સીધેસીધા થઇ ગયેલા પ્રેમમાં નથી આવી શકતો એ હકીકત છે. પોતાના પ્રિયપાત્ર પાસેથી અપેક્ષા રાખવામાં કોઈજ વાંધો નથી, પણ એની કોઈ સીમા તો હોયને? તો એવા કિસ્સાઓમાં જ્યાં પહેલા દોસ્તી થઇ હોય અને પછી તે ગાઢ થઈને પ્રેમમાં પરિવર્તિત થઇ હોય ત્યાં કદાચ એકબીજા વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ વધુ જોવામાં આવે છે, કારણકે પેલી નિસ્વાર્થ રહેવાની ભાવના અને પોતાના મિત્ર કે સખીની તકલીફ કે આનંદની જાણકારી માત્ર તેનું મોઢું જોઇનેજ ખબર પડી જવાની કળા બંને પાત્રોએ પહેલેથીજ આત્મસાત કરી લીધી હોય છે. એવું જરાય નથી કે પ્રેમમાં પડયા પહેલા દોસ્તીનો પ્રોબેશન પીરીયડ હોવો જરૂરી છે. પ્રેમનો પાયો ધીરેધીરે મજબુત થાય છે, જ્યારે અહીં દોસ્તીના ઓલરેડી મજબુત પાયા પર એક વધુ મજબુત ઈમારત ચણાતી હોય છે, એટલોજ ફર્ક હોય છે.
આ પ્રકારનો પ્રેમ જો લગ્નમાં પરિવર્તિત થાય તો તેના સફળ જવાના ચાન્સીઝ પણ વધી જતા હોય છે એવું અનુમાન સરળતાથી લગાવી શકાય છે. પણ જ્યાં માતા-પિતાની સહમતીથી એટલેકે એરેન્જડ મેરેજ કરવામાં આવ્યા હોય અથવાતો થવાના હોય એ સગાઈ અને લગ્ન વચ્ચેના સમયમાં એકબીજાને વધુ સહેલાઇથી જાણવા માટે એકબીજા સાથે દોસ્તી થાય તો કેવું? ફિયાન્સ અને ફિયાન્સીતો તમે કાયદેસર થઈજ ગયા છો, પણ અંગતરીતે એકબીજાને દોસ્તીની પ્રપોઝલ કરીને આગળ વધવામાં આવે તો લગ્ન પછી જે અમુક સમસ્યાઓ તરત આવતી હોય છે તેને એકદમ સરળતાથી દુર કરી શકાય છે. વળી, એરેન્જડ મેરેજમાં ઘણા કિસ્સાઓ એવા પણ હોય છે જેણે ક્યારેય ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ બનવાનું સુખ માણ્યું નથી હોતું, તો આ પ્રકારે એકબીજાના દોસ્ત બનીને એ કોર્ટશિપનો કાળ ખુબ આનંદ અને ઉત્સાહથી માણી શકાય છે. અને હા, લગ્ન થઇ જાય એટલે પતિ-પત્નીનો હક જતાવવાને બદલે જો દોસ્તી કંટીન્યુ કરવામાં આવે તો જિંદગી બાગબાગ થઇ જાય છે, કારણકે દોસ્તી હંમેશા નિસ્વાર્થ હોય છે.
૦૬.૧૦.૨૦૧૫ (મંગળવાર)
અમદાવાદ
લઘરીવાતો
વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી
હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
મંગળ તારા વહેતા પાણી
“મંગળ પર પાણી મળ્યું” ના સમાચાર જાણી ને આખી પૃથ્વી જાણે ખુશી થી પાણી પાણી થઇ ગઈ હોય તેવું વાતાવરણ ઉભું થયું. આ મંગળ સમાચાર આખા જગતમાં ફેલાઈ ગયા અને દરેક વ્યક્તિ વિચારવા લાગી કે હવે એને શું ફાયદો થશે અને શું નુકશાન થશે. ઘણા બિલ્ડરો તો વિચારવા લાગ્યા કે સીધી મંગળ પરથી પૃથ્વી પર પાણી ની લાઈન નંખાઈ જાય તો ચોવીસ કલાક પાણી વાળી બિલ્ડીગ ની જાહેરાતો કરી શકે .
મંગળ પર જેવું પાણી મળ્યું જાણે સમગ્ર વિશ્વ બદલાઈ ગયું. દરેક સમાજ જેમકે બોલીવુડ , પોલીટીક્સ બધા લોકો મંગળ પર મળેલા પાણી ને અલગ અલગ એગલ થી જોવા લાગ્યા. દરેક ને આ પાણીમાં પોતાનું પ્રતિબીંબ દેખાવા લાગ્યું. સની દેઓલ જેવા એક્ટર ને પોતાનું કેરીયર ફરીથી મંગળ પર શરૂ થતું દેખાવા લાગ્યું કે હવે ત્યાં પાણી મળ્યું છે તો ત્યાં ડંકી પણ હશે તો ગદર ભાગ - ૨ પણ બનાવી શકાશે. બોબીદેઓલ જેને લોકો, “કઈ કામ કરતો નથી આણે તો ચુલ્લુ ભર પાણી માં ડૂબી મરવું જોઈએ” એવા મહેણાંટોણા સાંભળવા પડતા હતા, તેને પણ થયું કે હવે ચુલ્લુ ભર નહિ પણ મંગળ નાં જળાશયો માં ડૂબી શકાશે. હેમામાલિની જે કેન્ટ આર.ઓ નું પાણી ફક્ત પૃથ્વી પર જ વેચતી હતી તેને પણ મંગળ પર હવે પાણી ની નવી જાહેરાતો મળશે એવા વિચારો આવા લાગ્યા. ધર્મન્દ્ર જેમને પૃથ્વી પર નીટ પીવાની આદત પડી ગઈ હતી તેમને પણ વિચાર આવા લાગ્યો કે હવે એમને પાણી સાથે પીવા મળશે! આમ સમગ્ર દેઓલ પરિવાર માં મંગળ પર પાણી મળ્યા ની ખુશી છવાઈ ગઈ. બોલીવુડ માં આમિર ખાન નાં રડવા નાં સીન વખતે પાણી છેક મંગળ થી લાવાનું ડાયરેક્ટર વિચારવા લાગ્યા. પાણી માં નહાતી હિરોઈન નું શુટીગ લોકેશન સ્વીટઝરલેન્ડ થી બદલાઈ ને મંગળ પર લઇ જવાનું પ્લાનિંગ બનવા લાગ્યું. મુવીમાં મંગળ ફેરા નાં શુટીગ નો સેટ પણ હવે મંગળ પર નાખવાનું પોડયુંસર વિચારતા થઇ ગયા . આમિરખાન નાં મુવી મંગલપાડે નું રીમેક હવે મંગળપાડે મંગળ પર જીને જ શૂટ કરવું એવું ઘણા ડાયરેક્ટરો એ વિચારવા માંડયું. બોબી દેઓલ , ઉદય ચોપરા , તુષાર કપૂર જેવા ટેલેન્ટેડ લોકો મંગળ પર વેહલા જવા માંગે છે જેથી કોઈ હરીફાઈ શરૂ થાય તે પેહલા જ તેઓ મંગળ નાં સુપરસ્ટાર બની જાય . આમ સમગ્ર બોલીવુડ ની મંગળ નજર મંગળ પર મીટ માંડી ને બેસી ગયું.
જે જ્યોતિષીઓ છોકરા છોકરી ની કુંડળી જોઇને એમાંથી મંગળ દોષ છે કે નહિ તે શોધતા હતા હવે તેઓ એ બાબત અંગે પણ શોધખોળ કરી રહ્યા છે કે મંગળ પર સ્થાયી થનાર ની કુંડળી જોઇને તેને કુંડળીમાં પૃથ્વી નડે છે તે બાબત અંગે કેવીરીતે બીવડાવી શકાય. મંગળ ફેરા નું નામ બદલી ત્યાં પૃથ્વી ફેરા થી લગ્ન કેવીરીતે કરાવા તેનું પણ જ્યોતિષશાસ્ત્રમાં સંશોધન ચાલુ થઇ ગયું છે. શ્રાવણ માં સોમવાર ની જગ્યાએ મંગળ પર મંગળ વાર નું મહત્વ કેવીરીતે સ્થાપિત કરવું તે પણ આજકાલ જ્યોતિષશાસ્ત્ર માં સંશોધન નો વિષય બની ગયો છે .
કેટલાય નેતાઓ મંગળ પર પાણી મળ્યા નાં સમાચાર થી ખુશ નથી. એમનું કેહવું છે કે અહી અમારી પાણી ના ટેન્કર ચાલે છે અને ઘણીસારી આવક છે જો મંગળ નું પાણી આવીરીતે હરીફાઈ કરે તો નેતાઓ ને થતા નુકશાન માટે સરકારે પેકેજ જાહેર કરવું જોઈએ. ઘણા નેતાઓ મંગળ પર પાણી મળ્યા થી ખુશ પણ છે તેમનું કેહવું છે કે પૃથ્વી પર એન.એ, એન.ઓ.સી ટાઈટલ ક્લીયર જગ્યાઓ બહુ બચી નથી જો મંગળ પર જગ્યા મળી જાય તો તેઓ અત્યારથી ત્યાં પ્લોટીંગ સ્કીમ નાખી શકાશે. બગોદરા , બાવળા વગેરે જગ્યાએ પ્લોટીંગ સ્કીમ મુકતા બિલ્ડરો નેતાઓ અત્યારથી જ મંગળ માટે બુકીગ એમાઉન્ટ લેવાનું શરૂ પણ કરી દીધું છે.
આમ મંગળ નાં પાણી દરેક ક્ષેત્ર માં ધરમૂળથી ફેરફાર લાવી દેશે , તો તમે પણ તૈયાર થઇ જાઓ . એવું પણ બને કે થોડો વખત રહી ને ‘’હું ગુજરાતી ‘’ મેગેઝીનના કવરપેજ ની નીચે એવું લખાઈ ને આવે કે મંગળ પર થી પ્રકાશિત થતું પહેલું ગુજરાતી ઈ-મેગેઝીન...!!