નામઃ સમીરા પત્રાવાલા
ઈ મેઈલઃ
ફોન નંબરઃ 9867546293
પહેલું પગલું (લેખ)
બાળક જે જુએ છે એ જ શીખે છે. નાનપણથી જે માહોલ માં એનો ઉછેર થાય છે એવા બીજ અજાણતા જ એના માં રોપાતા હોય છે. આપણે સૌ કપરી પરિસ્થિતિ માં અનકોન્શિયસલી એજ રીતે વર્તન પણ કરતા હોઈએ છીએ જે આપણે આપણા મા - બાપ અને આસપાસ ના માહોલથી શીખ્યું હોય છે. એટલા માટે જો સ્ત્રી પ્રત્યે આદરભાવ આપતા શીખવવું હોય તો ઘર માં પણ એવો માહોલ પેદા કરવો પડે છે. નિકિતા એક ૩૩ વર્ષની ગ્રુહિણી છે એ કહે છે કે ‘મારે બે પુત્રો છે. અને મારા આઠ વર્ષના પુત્ર ને કોઈ પણ કામ કહુ તો એ મને ચોખ્ખુ કહી દે છે કે આ તો છોકરાઓનું કામ નથી. અને એનું જોઈને બીજો બાબો પણ ક્યારેક આવો જ જવાબ આપે છે. ક્યારેક તબિયત સારી નથી હોતી તો એ લોકો સમજી નથી શકતા. મને કયારેક લાગી આવે છે કે એક દીકરી હોત તો સારું હોત. ‘ નિકિતાની આ સમસ્યાનું કારણ એ છે કે એનો બિઝનસમેન પતિ ઘર માં હોય એટલો સમય એની પત્નિ અને એની મા પર રોફ જાડતો હોય છે, અને બંન્ને ચુપચાપ એ કરતી પણ હોય છે. ક્યાંક તેઓ પોતે પણ આ પરિસ્થિતિ ના જવાબદાર છે જ. કારણકે પુત્રો એ એને ઘર નાં નાના મોટા કામ માં ક્યારેય એના પિતાને ભાગ લેતા જોયા જ નથી અને એનું જોઈને એ આત્મસાત કરી ચુક્યા છે કે સ્ત્રી એ ઘરની કામ કરનારી એક માત્ર વ્યક્તિ છે અને આ જ વર્તન જો એને બેન હોત તો એની સાથે અને ભવિષ્યમાં એ પોતપોતાની પત્નિઓ સાથે પણ કાયમ રાખશે. કદાચ નિકિતા આજે જેમ પતિ ના હુકમની તાબેદાર છે એમ એને આગળ જતા પુત્રો ની પણ ફરમાબરદારી કરવી પડશે. આજ્નો જમાનો એવો આવી ગયો છે કે લગભગ ભણેલી કે અભણ દરેક સ્ત્રી પોતાના પગભર થવાની જરૂતિયાત ને સમજ્વા લાગી છે. આવા યુગ માં ઘરકામ ફક્ત સ્ત્રી જ કરે તો એના માટે એ બમણું ટેન્શન બની જાય.
બી જી એક માન્યતા એ પણ છે કે સ્ત્રી જો બહાર કમાવા જતી હોય તો જ એ આવા આદર માંગવા ને લાયક પણ છે અને જો ઘરે જ રહે તો કામ કરે એમાં નવાઈ શું? એ તો એ જ કરે ને? શું સ્ત્રી સમાનતા એ એના ફાઈનાન્શિયલ સ્ટેટસનાં પાયા પર ઉભેલી છે? જો એક સ્ત્રી માં ઘર અને ઓફિસ બન્ને ને સંભાળવાની તાકત હોય તો પુરુષ ને પણ એવી લાયકાત હોવી જ જોઈએ. આખરે બાળક માતા કરતા પિતા નું અનુકરણ વધુ કરે છે. ઘણા રેપ કેસ માં જ્યારે આરોપીઓ ના ઈન્ટરવ્ય લેવાય છે ત્યારે પણ આવી હકીકતો બહાર આવે છે કે તેમણે સ્ત્રીઓપર મારજુડ અને અપશબ્દો જેવી ઘરેલું હિંસા નાનપણથી જ જોયેલી હોય છે અને એમને માટે આ કંઈ નવી વાત હોતી નથી. એક નાની પણ ખટકતી વાત એ પણ છે કે જ્યારે બાળક ‘મા’ શબ્દ બોલતા શીખે છે ત્યારે એ મા ને ‘તું’ અને પિતાને ‘તમે’ કહી ને બોલાવે છે. શું મા પણ પિતા જેટલી જ આદરણીય નથી ? કે પછી આ જો વ્હાલ સબબ જ હોય તો ‘પપ્પા તું’ એવું આટલી સહજ રીતે કેમ નથી આવતું?
સમાજ નો એક એવો વર્ગ પણ છે જે ભણેલી વહુ ને બહુ પ્રેમ થી સત્કારે છે પણ દીકરાના વહુ ના ઘરકામ માં મદદ કરવા પર નાક નું ટેરવું ચડાવે છે. અને નહીં તો દીકરો જ થોડા સમય માં ‘તું ઘર સંભાળ’ એમ કહીને જવાબદારી માંથી હાથ ઉપર કરવા લાગે છે. આપણા સમાજ ની મોટાભાગની સ્ત્રીઓ હજુ પણ ઘરકામ માટે પતિ ને જાહેરમાં નિઃસંકોચપણે કહી નથી શકતી. અને બાળકો સંભાળવા પણ ફ્ક્ત સ્ત્રીઓની જ જવાબદારી નથી હોતી. એમની ગંદકી સાફ કરવા માટે સૂતેલી કે પછી કામમાં વ્યસ્ત સ્ત્રીઓ ને દોડીને આવવું પડે છે. આ વસ્તુ જોઈને બાળકો તો નાનપણથી જ શીખે છે અને પછી સહજ્તાથી સ્વીકારી લે છે કે આવા કામો મમ્મી જ કરે અને ધીરે ધીરે એમના જીવન માં આવનારી દરેક સ્ત્રી આ જ સિસ્ટમ નો ભાગ અને ભોગ બનતી જાય છે.
રાતો રાત આવો બદલાવ લાવવો શક્ય નથી પણ જો માતા પિતા નાનપણથી જ બાળકને એ શિક્ષા આપે કે ઘરનું કામ દરેક ની જવાબદારી છે ખાસ કરી ને પુત્રોને તો એ જ પુત્ર મોટો થઈને કોઈનો પતિ બનશે તો બહુ જ સહજતાથી પત્નિ ને મદદરૂપ થઈ શક્શે. જો દીકરીને રોટલી બનાવતા શીખવીયે તો દીકરો પણ કેમ ન શીખે? શીખેલું ગમે ત્યારે કામ જ લાગે છે. એ જ દીકરો આગળ જતા ભણવા માટે એકલો રહે ત્યારે બધું જાતે કરે જ છે ને, પણ કેટલી તક્લીફ પડે છે? તો પછી શા માટે નાનપણથી એની ટ્રેનિંગ ન મળે? આપણે આપણા બાળકો ને વિદેશી અનુકરણ કરવા અને ઓલ રાઉન્ડર બનવા કેટલા પ્રેત્સાહિત કરીએ છીએ તો શું આ માટે એમને યોગ્ય સમજ ન આપી શકાય? અને ફ્કત શાળાઓના શિક્ષકો જ આવી જવાબદારી શા માટે લે? ઘણી શાળાઓ માં સ્કુલની સફાઈ માટે બધાના વારા રાખવામાં આવતા હોય છે પણ એ જ છોકરાઓ ઘરમાં મમ્મી અને બહેન પર હુકમ ચલાવતા અટકાતા નથી અને ઘર માં પણ ‘એ છોકરાઓ નું કામ થોડું છે?’ એ માન્યતાને સબળ પ્રેત્સાહન અપાતું હોય છે. શું બે હાથ પગ સ્ત્રી પાત્રો ની જેમ પુરુષોને પણ નથી મળ્યા કે એ પાણીનો ગ્લાસ પણ જાતે થી ન લઈ શકે?! કે આમાં પણ સ્ત્રીના શિક્ષણ અને સામજિક સ્ટેટસ ની ટિકિટ ચાલે ? અને આને ટ્રેન્ડ બનાવનાર કોણ એ પણ વિચારવા જેવી વાત છે. મા કે બહેન તરીકે ઉભેલી સ્ત્રીએ નાનપણ થી જ સહજ્તાથી સ્વીકારેલી જવાબદારી જ ને!!
ફક્ત સ્ત્રી સમાનતા ને ઉપરથી માનવા કરતા એને આ રીતે સહજતાથી અપનાવવાની પણ એટલી જ જરુર છે. સમયની માંગ ફ્કત સ્ત્રીને આર્થિક રીતે પગભર થવાની જ નથી પુરુષોએ પણ ઘરેલું અને સામજિક રીતે સધ્ધર હોવું જોઈએ એ હવે આપણે સમજી લેવાની જરુર છે. એનો મતલબ એમ તો બિલકુલ જ નથી કે પોતાના કામ ધંધા પડતા મુકી ઘરકામ માં લાગી જાઓ. પણ રજા ના દિવસો માં કે ઘર માં હોય એટલા સમય માં પણ નાની મોટી જવાબદારી ઓ તો સંભાળી જ શકાય છે. કદાચ આ એકાદ પેઢી આ બધું સહન કરી પણ લે પણ બે એક પેઢીઓ બાદ તો જો આવું જ વલણ રહ્યું તો આર્થિક સધ્ધર સ્ત્રીઓના લગ્નજીવન લાંબા સમય સુધી ટકી નહી શકે. અથવા કરિયર અને લગ્નજીવન એ બંન્ને અલગ જ વસ્તુઓ બની જશે. ઘર માં આવી ને ચા નો ઓર્ડર આપવાનો હક જો પુરુષનો હોય તો સ્ત્રીઓનો પણ ક્યાં નથી પણ આ વસ્તુ આટલી સહજ નથી હજુ પણ!! આવો સામાજિક બદલાવ તો જડથી જ લાવી શકાય. એટલે મોટાએ તો જાગ્યા ત્યારથી સવાર કરવી જ રહી.
ટૂંક માં કહુ તો આપણે આટલું કરી શકીયે. ઘર નાં સ્ત્રી પાત્રો ને ઘર નાં બાળકો સામે ઉતારી ન પાડીયે અને એમના પર હુકમ ના ચલાવીયે. બહેન હોય કે ભાઈ એક ઉંમર થતા યોગ્ય જવાબદારી દરેકને સોંપાય. સ્ત્રી સમાનતાને સામજિક સ્તરે માન્યતા આપવી હોય તો પહેલા એને માનસિક રીતે પોષણ આપવું જ રહ્યું.આ માટે પોતે ઘરથી જ તૈયાર થઈએ જેથી બાળકો માં આ વિચારો સહજતાથી કેળવાય. પહેલું પગલું જ સરખું મંડાય તો આગળ તકલીફ ઓછી પડે.
સમીરા પત્રાવાલા
patrawalasameera@gmail.com