Tara Gaya Pachhi-1 in Gujarati Love Stories by Khushbu Panchal books and stories PDF | તારા ગયા પછી-1

Featured Books
Categories
Share

તારા ગયા પછી-1

તારા ગયા પછી-1

બસ કાલ સવાર ની વાત છે, વિઝા આવી જાય અને આઈ વિલ ફ્લાય. અને બધા જ ડ્રામા નો કાલે ધી એન્ડ. આટલું કહી ને શ્રુતિ ત્યાંથી કિચન તરફ ચાલી ગઈ ને બસ એમ જ શુન થઇ ને ઉભો રહ્યો અને કિચન તરફ જતી શ્રુતિને અપલક તાકી રહ્યો હતો વિનીત.

ધી એન્ડ? એક આખું વર્ષ વીતી ગયું સાથે રહેતા-રહેતા? અને કાલે બસ એના ચાલ્યા જતા ને બધું જ સમાપ્ત થઇ જશે.વિનીત બસ આવા જ અનેક વિચારોમાં ઊંડે સુધી ખોવાતો ગયો. ને બસ એટલા માં શ્રુતિ આવે છે અને કહે છે અરે સુઈ જા કાલે તારે કેટલા બધા કામ છે. ઓફીસ નથી જવાનું ? અને હા તું જાણે છે ને તને મોડે સુધી જાગવાની આદત નથી. વિનીત સાંભળે છે વિનીત વિનીત ... આમ બે ત્રણ વાર શ્રુતિ એ કહ્યું. હમમ હા સાંભળું છું પણ... પણ શું?

પણ વિચાર માં છું .
શ્રુતિ:વિચાર! કેવો વિચાર? અને આતો કઈ વિચાર કરવાનો સમય છે . તને ખબર પણ છે કેટલા વાગી રહ્યા છે. મુક આ બધા વિચાર અને સુઈ જા મારે પણ કાલે પેકિંગ કરવાનું છે કેટલું બધું કામ છે. ગૂડ નાઈટ.

વિનીત (મન માં), હવે ઊંઘ આવશે ખરી? વિચારો નો ઘેરો તો પીછો નથી છોડી રહ્યો.

શ્રુતિ ખુબ જ ઉમદા વિચાર ધરાવતી, ખુદ ના PASSION ને ફોલો કરતી INDEPENDENT આધુનિક છોકરી. વિચારો માં અને રહેણી કરણી માં તદન સરળ, SOPHISTICATED, કિતાબો સાથે ખુબ પ્રેમ અને કામ તેનો સ્વભાવ.

અને બીજી બાજુ વિનીત, ઓછા બોલું, કામ અને નવું કરતુ રહેવાની ચાહ ધરાવતો તે પણ આધુનિક સમય નો હેન્ડસમ છોકરો.

(બે દિવસ પેહલા ની જ વાત છે. અને શ્રુતિ કેહતી હતી)

તું ખુબ સારી રીતે જાણે છે વિનીત મને પેહ્લે થી જ આ લગ્ન ને બધી વાતો માં કોઈ જ INTEREST હતો જ નહિ, ને કદાચ એ દિવસે બા ની ઈચ્છા ના હોત તો મેં તને કહ્યું જ ના હોતું , એ કહ્યું હતું ત્યારથી તેની ખુશી માટે આપણે આ લગ્ન નો ડ્રામા કરતા રહ્યા છીએ.

અને વિનીતે ખુબ જ સરળ રીતે શ્રુતિ ને પૂછ્યું: તો શું તું મને પ્રેમ નથી કરતી? તું કેહતી હતી કે તું મને ચાહે છે એનું શું?

હા એ વાત તો સાચી જ છે કે હું તને ચાહું છું, અને હા ચાહતી રહીશ પણ ખરી, પણ તું જાણે છે ને મને આ લગ્ન ને ઘર ને તેની ઝંઝટ આ બધું ના ગમે. અને ઘર હોય છે શું વળી? કોણ ઝંઝટ માં પડે આ બધી. મુક ને વિનીત એ બધું.

(અને આજે શ્રુતિ કદાચ હમેશા માટે વિદેશ ચાલી ગઈ, અને વિનીતે તેને એક પત્ર આપ્યો હતો આટલું કહી ને અહી થી ટેક ઓફ કર્યા પછી જ વાંચજે.)

અને વિનીતે એને એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે,

ડીઅર શ્રુતિ,

આપણે ઘણા લાંબા સમય થી સાથે હતા, ઘણું એક બીજા ને સમજીએ છે; જાણીએ છે બધું જ. આપણે બંને વચ્ચે પ્રેમ પણ ખરો જ. પણ તને બસ બંધન પસંદ ના રહ્યા ક્યારે પણ. તે થોડા સમય પેહલા આ પ્રશ્ન પૂછ્યો હતો ને કે ઘર માં વળી છે શું? કજીયો કકળાટ ને એ બધું જ તો હોય છે, રોજ ના એનું એ જ જવું આવું રેહવું,ખાવું-પીવું ,ને બસ એનું એજ જે રોજ હોય એજ ચાલતું રહે છે.

પણ હું તને કહું ઘર એટલે શું? એક દોરી માં પરોવાયેલા મોતી એ ઘર ના સદસ્યો હોય છે. ચાર દીવાલો ની વચ્ચે જ અઢળક ખુશીઓ, આજ કજીયો જ્યાં આરામ થી સચવાઈ જાય એ ઘર , વિશ્વ ના કોઈ પણ ખૂણે રહી ને જ્યાં ની અને જ્યાં ના લોકો ની યાદ આવે ને એ ઘર. ડાઈનીંગ ટેબલ પર થાળી પર હસતા હસતા ખુશીઓ પીરસાય, જ્યાં જમી ને ઓડકાર આવી શકે ને એ ઘર છે શ્રુતિ. પણ દેખ હવે પેલી અગાશી , આ ખુલ્લું આસમાન , રૂમ , ડાઈનીંગ ટેબલ બધું કઈ ક સુનું સુનું રેહશે અને કોઈ ને યાદ કરતુ હશે, ઘર એટલે હમેશા ખાલી ખોખું નથી હોતું , તારી સાથે રેહતા મેં ઘર ની VALUE ઘણી સમજી છે, તારા વગર હવે હું પણ ને આ ઘર પણ ઘણું સુનું છે, તારા ગયા પછી ખાસ કઈ ફેરફાર તો નહિ થાય બસ થોડું LAZYલમ્હા વધી જશે, કદાચ ઘર તરફ પહોચવા ની ગલીઓ લાંબી પડવા લાગે કે બીજું કઈ પણ હોઈ શકે છે. બાકી તારી યાદો અને તારી સાથે વિતાવેલી દરેક પલ અહી હાજર છે, હમેશા મારી સમક્ષ જે કિલકારીઓ કરતી ગુંજી ઉઠશે, આ બધી તારા ગયા પછી ની વાતો છે. હવે આ વાંચી ને સેન્ટી ના થતી. બબાય.. MISS YOU ALWAYS અને તું પણ મને યાદ રાખજે.. કજીયો કકળાટ ને નાનકડું ઘર પણ.
કદાચ તું અહી જ રોકાઈ ગઈ હોત તો આ ડ્રામા ને હજી લંબાવાની ઈચ્છા હતી મારી.. પણ શું થાય.. બસ ચલ અહી અટકું છું. વિથ લવ ..

જે હમેશા તારું જ રેહશે તેના તરફ થી.

---લી. તારો વિનીત.(
આ વાંચી ને શ્રુતિ ની આંખ માં થી એક આંસૂ સારી આવ્યું )

અને તેને બસ મન માં આ કહી દીધું કે જુદાઈ ના ગમ છે સહી લેવા પડશે;
મન ને જ મન ના કિસ્સા હવે કહી લેવા પડશે.

બસ લાગણીઓ આમ જ અમર રહે છે..
ગૂડ બાય.....

---ખુશ્બુ પંચાલ(ખુશી)