The Last Year - Part - 12 in Gujarati Adventure Stories by Hiren Kavad books and stories PDF | The Last Year: Chapter-12

Featured Books
Categories
Share

The Last Year: Chapter-12

ધ લાસ્ટ યર

સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ

~ હિરેન કવાડ ~

અર્પણ

મારા એન્જીનીયરીંગના મીત્રોને, જેમની લાઇફ જોઇને આ સ્ટોરી લખવાની ઇન્સ્પીરેશન મળી છે. મારા વાંચકોને જેમણે હંમેશા મારી સ્ટોરીઝને એપ્રીશીએટ કરી છે અને પ્રેમ આપ્યો છે.

પ્રસ્તાવના

ઘણીવાર સ્ટોરીઝ વાંચ્યા પછી રીડર્સ પુછતા હોય છે કે આ સ્ટોરી તમારી લાઇફની છે? એટલે પહેલા જ કહી દવ. ના આ સ્ટોરી મારી લાઇફની નથી. આ સ્ટોરી કમ્પ્લીટલી ફીક્શન છે.

બીજું મારે એક રીક્વેસ્ટ કરવી છે. આ સ્ટોરીમાં ઘણી એવી વસ્તુઓ છે ઘણાને ગમે ઘણાને ન પણ ગમે, એ તો રહેવાનુ જ. સ્ટોરીનો પ્લોટ પણ એવો જ બોલ્ડ છે. વિનંતી એ કે આ સ્ટોરી વાંચ્યા પછી, સ્ટોરી પરથી બસ મને જજ ન કરવો. દરેક લેખકને સ્ટોરી લખતી વખતે એને જીવવાની પણ હોય છે, એનો મતલબ એવો નથી કે પાત્રોના વિચારો એ જ લેખકના વિચારો છે. સો માય હમ્બલ રીક્વેસ્ટ ઇઝ ટુ નોટ ટુ જજ મી આફ્ટર રીડીંગ ધીઝ સ્ટોરી. કારણ કે સ્ટોરી ઘણી બોલ્ડ અને ઇરોટીક પણ હશે.

મારી લગભગ બધી સ્ટોરીઝ એન્જીનીયરીંગની હોય છે. એનુ એક જ કારણ છે, મેં એન્જીનીયરીંગને ખુબ એક્સપ્લોર કર્યુ છે. આ એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્સની રીઆલીટી, ઇમેજીનેશન અને ફેન્ટાસીની વચ્ચે હીલોળા લેતી સ્ટોરી છે. આશા રાખુ છુ તમને ગમશે.

ચેપ્ટર-૧૨

લેટ્સ મેક અ ચેન્જ

આગળ આપણે જોયુ,

‘માસી સોરી, બટ ભુખ લાગી છે કંઇ હશે…?’, અચાનક જ મારા મોં માંથી નીકળી ગયુ. જે કામ પણ કરી ગયુ.

‘કીચનમાં જમવાનુ પડ્યુ હશે અને ફ્રીજમાં પણ હશે….!’, માસીએ નોર્મલ રીસ્પોન્સ આપ્યો.

‘ઓકે, માસી તમે સુઇ જાવ. હું લઇ લઇશ..!’, મેં માસીને કહ્યુ. હું કીચન તરફ જવા સીડીઓ ઉતર્યો. માસીએ દરવાજો બંધ કર્યો. તરત જ મેં નીતુને કોલ કર્યો. મેં ભુલથી માસીનો રૂમ જ ખખડાવ્યો હતો. મેં નીતુને કોલ કરીને દરવાજો ખોલવા કહ્યુ. હું ફરી ઉપર ગયો..! નીતુએ બાજુના રૂમનો જ દરવાજો ખોલ્યો….!

***

દ્રષ્ટિ એના બેડ પર ગોઠણ વચ્ચે માથુ મુકીને રડી રહી હતી.

‘મેં બહુ સમજાવી….!’, દરવાજો અંદરથી બંધ કરીને નીતુએ મને કહ્યુ. દ્રષ્ટિએ મારી સામે જોયુ. એની આંખો રડી રડીને સોજી ગઇ હતી. હું બેડ પર બેઠો…!

‘આઇ કાન્ટ લીવ વીધાઉટ જયદીપ…!’, દ્રષ્ટિ ડુસકા ભરતા ભરતા બોલી.

‘તારે જયદીપ વિના રહેવાનુ પણ નથી…! કોઇકને કોઇક રસ્તો નીકળી જ જશે…!’, મેં એને શાંત પાડવા કહ્યુ.

‘ના એમ કોઇ રસ્તો નહિં નીકળે..! એ લોકોએ મને સાત દિવસથી ઘરથી બહાર નથી નીકળવા દીધી. આજે તમે આવ્યા ત્યારે મને મોકો મળ્યો.’,

‘દ્રષ્ટિ ડોન્ટ ક્રાય..!’, નીતુએ દ્રષ્ટિને ખુબ સ્નેહથી કહ્યુ.

‘રીયલી, યુ આર સો લકી….! તમે એકબીજા સાથે તો છો.’,

‘દ્રષ્ટિ મારી પાસે એક આઇડીયા છે, બટ એ સક્સેસફુલ જાય એની કોઇ ગેરન્ટી નથી…!’

‘એટલે…?’

‘પહેલા તો તારે ખુબ ધીરજ રાખવી પડશે. મમ્મી પપ્પા સાથે સારો વ્યવહાર કરવો પડશે.’

‘જયદીપ મને મળતો હોય તો હું બધુ જ કરવા તૈયાર છુ.’

‘તો મને કહે, દ્રશ્યને કોઇ ગર્લફ્રેન્ડ છે..?’

‘વોટ…?’, દ્રષ્ટિનુ મોં પહોળુ થઇ ગયુ.

‘હા, પાંચમી. બટ તનવી બાબતે એ બહું સીરીયસ છે.’

‘ગ્રેટ, મને થોડુ તનવી વિશે જણાવ…!’

‘તનવી આર્ટસની છોકરી છે. દ્રશ્ય અને તનવી ૬ મહિનાથી રીલેશનમાં છે. તનવી અમારી જેમ જ અમીર પરિવારની છોકરી છે. એના પપ્પાને લુમ્સનો બીઝનેસ છે. ખાસા ફોર્વડ લોકો છે. અમારી જેમ સાંકડા મગજ વાળા નહિ.’, દ્રષ્ટિએ ફ્રસ્ટ્રેસ્ટ થઇને કહ્યુ.

‘ધેટ ઇઝ વન્ડરફુલ…! જો મારો આઇડીયા કામ કરશે તો. જયદીપ અને તારા મેરેજ થઇને જ રહેશે. અરે હા તનવીની કાસ્ટ કઇ છે..?’, મને હવે ઘણી આશાઓ દેખાઇ રહી હતી.

‘એ લોકો મારવાડી છે, કાસ્ટની ખબર નહિ.’,

‘દ્રશ્ય અને તનવી વિશે તારા મમ્મી પપ્પાને ખબર છે..?’,

‘હાસ્તો. તનવી અઠવાડીયામાં ત્રણ દિવસ અહિં જ હોય છે.’

‘અને તનવીના ઘરે…?’, નીતુએ સુર પુરાવ્યો.

‘એના ઘરે પણ.’

‘તુ તનવીને ઓળખે છે…?’

‘વી આર વેરી ગુડ ફ્રેન્ડ્સ….!’

‘તો તેરી બાત બન ગઇ સમજ……!’

‘પણ કઇ રીતે….?’, એ ઉત્સુકતાથી બોલી.

મેં નીતુ અને દ્રષ્ટિને મારા મનમાં જે પણ હતુ એ કહી સંભળાવ્યુ. અમુક કન્ફ્યુઝન્સ હતા. જે મેં એમને સમજાવ્યા પણ….! બટ મારો આઇડીયા બન્નેને ગમ્યો હતો.

‘દ્રષ્ટિ…! તારે મને તનવી અને એના પપ્પાનો નંબર લાવી આપવાનો છે. મોસ્ટ ઓફ ધ કામ તો તારે જ કરવાનુ છે….! તારે માત્ર તનવીને કનવીન્સ કરવાની છે…! એ પણ વાત દ્રશ્ય સુધી ના પહોંચે એ રીતે.’

‘આઇ વીલ ડુ માય બેસ્ટ…!’

‘ધેટ ઇઝ ધ ઓનલી વે…! યુ વીલ હેવ ટુ…!’, મેં દ્રષ્ટિના હાથ પર હાથ મુકીને કહ્યુ.

‘થેંક્સ હર્ષ, થેંક્સ નીતુ…! ફોર હેલ્પીંગ મી…!’, દ્રષ્ટિ થોડી ગળગળી થઇ ગઇ.

‘હજુ હેલ્પ તો કરી જ નથી માય ડીઅર. અમારી એક્ઝામ પતે ત્યાં સુધીમાં મેં કહ્યુ એટલુ કરી નાખવાનુ છે…!’

‘હું એ પહેલા જ વાત કરી લઇશ બધા સાથે…!’

‘ધેન ડન…!’, હું બેડમાંથી ઉભો થયો. નીતુ અને દ્રષ્ટિ પણ નીચે ઉતર્યા.

‘નાઉ સ્લીપ વેલ…! કોઇ ટેન્શન વિના…!’, દ્રષ્ટિ મારા ગળે વળગી ગઇ.

‘એનીથીંગ ફોર યુ માય સીસ…!’, મેં એને હગ કરતા કહ્યુ. દ્રષ્ટિ બાજુમાં જ ઉભી હતી. એણે મારી સામે સ્માઇલ કરી. મેં પણ હસતા હસતા સ્માઇલ આપી અને હાથ ફેલાવ્યા. એ તરત જ મારી બાહોંમાં આવી ગઇ.

‘લવ યુ માય બેબી….!’, મેં કહ્યુ અને એની ગરદન પર એક મસ્ત કીસ આપી. દ્રષ્ટિ બીજી તરફ ફરી ગઇ.

‘માય નોટી બેબી….!’, કહીને એણે એના હોઠ મારા હોઠ પર મુકી દીધા. બન્નેએ એક હોટ કીસ કરી. નીતુ સામે હું લગભગ અનકંટ્રોલ્ડ બની જ જાવ છુ.

***

સવારે માસા માસીનો ગુસ્સો શાંત થઇ ગયો હતો. હું અને નીતુ બપોરે ટ્રેઇનમાં જ નીકળી જવાનુ વિચારતા હતા. મારા લગભગ બધા કામ પતી ગયા હતા. મારા બેંક અકાઉન્ટમાં ૪૧ લાખ રૂપિયા આવવાના હતા. મારી આગળ પાછળ કોઇ નહોતુ. મારે શેનુ ટેન્શન અને કોની ચિંતા. મારે મારી જીંદગી જીવવાની શરૂ કરવાની હતી….! સવારમાં અમને બાય બાય કરતી વખતે બધાના ચહેરા પર સ્માઇલ હતી. ભલે એ નકલી હોય પણ, સ્માઇલ તો હતી. મેં અને નીતુએ દ્રષ્ટિને બેસ્ટ ઓફ લક કહ્યુ અને અમે લોકો ચાલત થયા.

મુસાફરી એક એવી વસ્તુ છે જે તમને કેટલાંય આઇડીયાઝ આપતી હોય છે. મને પણ મીશન લવ નો આઇડીયા ટ્રેઇનમાં જ આવ્યો હતો. બે ઘડી હું એવી સ્થિતીમાં ચાલ્યો ગયો હતો કે મારા રૂંવાટા ઉભા થઇ ગયા હતા. મેં તરત જ નીતુને આ સંભળાવ્યો. એણે તરત એપ્રીશીએટ કર્યો…! આખરે હું કોમ્પ્યુટર એન્જીનીયર હતો. મારી ટેકનોલોજી ક્યારે કામ આવવાની હતી….?

***

આજે રવિવાર હતો અને આવતી કાલે મારી એક્ઝામ હતી. નીલ મારી રૂમ પર જ આવી ગયો હતો. રોહન અને નીલ બન્ને વાંચવામાં પુરેપુરા ડુબેલા હતા. જો કે આ ફાયનલ તો નહોતી જ, મીડસેમ હતી. નીલનુ અમારી રૂમ પર આવવાનુ બીજુ કારણ માત્ર એક્ઝામ તો હતી જ નહિ. નીલને પ્રીયાથી અલગ પડવાનુ સ્હેજેય મન નહોતુ થતુ અને શીના…! શી વોઝ મેડ ગર્લ..! ઓલ ટાઇમ ક્રેઝી એન્ડ ચીપકુ…! બટ ધીઝ વોઝ સીરીયસ રીડીંગ ટાઇમ…! ઇનફેક્ટ એન્જીનીયરીંગમાં આવા સીરીયસ રીડીંગ ટાઇમ જેવુ કંઇ હોતુ જ નથી.

હવે હું બધી જ પળોઝણમાંથી બહાર આવી ગયો હતો. મને ખબર હતી મારે શું કરવુ છે. હું એક નોબલ વર્ક કરવાનો હતો. જે આ સોસાયટીમાં થોડોક ચેન્જ લાવી શકે. હું કોઇ ફોર્માલીટીમી નહોતો માનતો, અને આ એક્ઝામ્સ મને હવે ફોર્માલીટી જ લાગી રહી હતી. ગ્રેજ્યુએશન પુરૂ કરવાની ફોર્માલીટી. એટલે જ હું મોબાઇલ કમ્પ્યુટીંગ વાંચવાને બદલે એન્ડ્રોઇડ એપ ડેવેલપમેન્ટ શીખી રહ્યો હતો. નીતુએ મને વાંચવા માટે કહ્યુ હતુ. મારી એની સાથે સવારથી વાત નહોતી થઇ, એણે મને સ્ટ્રીક્ટ બનીને વાંચવા માટે જ કહ્યુ હતુ. બટ મારૂ મન વાંચવામાં સ્હેજેય નહોતુ લાગતુ. બટ એન્જીયીનર્સ જાણતા હશે….! એક્ઝામના દિવસોમાં રીડીંગ બહુ જ ઓછુ.

‘ડીંગ ડોંગ….! મે આઇ કમ ઇન…!’, નાઇટ ડ્રેસ પહેરેલ શીનાએ અડધો દરવાજો ખોલીને અંદર આવીને રોહન સામે જોઇને કાલાઇથી કહ્યુ.

‘યા માય જાનુ…! પ્લીઝ…!’, રોહન પણ એવા જ સુરમાં બોલ્યો. શીનાએ દરવાજો બંધ કર્યો.

‘ડીંગ ડોંગ…! મે આઇ કમ ઇન ગાય્ઝ…!’, ફરી દરવાજો ખુલ્યો. પ્રિયાએ પણ એ જ સુરમાં કહ્યુ. નીલે એક નોટી સ્માઇલ આપી. પ્રિયા પણ દરવાજો બંધ કરીને નીલના ખોળામાં જઇને સુઇ ગઇ. નીલ અને રોહને પેમ્પર કરવાનુ શરૂ કર્યુ. મને હવે એવુ લાગવા લાગ્યુ કે મારે રૂમમાંથી બહાર નીકળી જવુ જોઇએ.

‘ડીંગ ડોગ…! મે આઇ કમ ઇન…?’, જે અવાજ હું હંમેશા સાંભળવા માંગતો હોવ એ અવાજ આવ્યો. આઇ ડીડન્ટ એક્સપેક્ટેડ ધીઝ..! નીતુ આવી હતી. એ પણ એના નાઇટરટ્રેકમાં હતી. મારા ચહેરા પર એક મોટી સ્માઇલ આવી ગઇ. એવી જ મોટી સ્વીટ સ્માઇલ એના ચહેરા પર હતી. મેં મારૂ માથુ ધુણાવીને એને અંદર આવવા કહ્યુ. એ મારા બેડ પર બેસી ગઇ. મેં મારૂ લેપટોપ સાઇડમાં મુક્યુ અને હું એના ખોળામાં માથુ મુકીને સુઇ ગયો. અમારો ફ્લેટ લીવ-ઇન માટેનો પરફેક્ટ ફ્લેટ બની ગયો હતો. નીલ લગભગ અહિં જ હોય. શીના-રોહન અને કેવલ-રિકેતા તો હતા જ. એટલે જ અમે ફ્લેટનુ નામ વરદાન રાખી દીધુ હતુ. નીલ અને રોહન માટે આ ફ્લેટ ભગવાનના વરદાનથી ઓછો નહોતો.

એ પળો અદભુત હોય છે જ્યારે જેને તમે દીલોજાનથી ચાહતા હોવ અને એના ખોળામાં તમે પડ્યા હો…! એ વ્યક્તિની કોમળ આંગળીઓ તમારા વાળમાં ધીમી ધીમી ફરી રહી હોય ત્યારે તમે અદભુત ક્ષણોને માણી રહ્યા હોવ. તમારા આંગળીઓ કોઇના હાથ પર ફરી રહી હોય અને બન્નેની આંખો એકબીજા સાથે વાત કરતી હોય. ધીરે ધીરે હું નીતુના ગાઢ પ્રેમમાં બંધીત થઇ રહ્યો હતો. એવા પ્રેમમાં તન્મય થઇ રહ્યો હતો જેમાંથી છુટવુ અશક્ય બની જાય. નીતુનુ એડીક્શન ધીરે ધીરે બની રહ્યુ હતુ. જેના લીધી ક્યારેક મને થોડોક ડર પણ લાગતો. પરંતુ જ્યારે પણ નીતુનો કોમળ હાથ મારા ચહેરા પર મારી આંખો ફરતો ત્યારે મને બધુ જ ભુલાઇ જતુ. એ જ્યારે પણ એના નાઇટ ટ્રેક અને પીંક ટી-શર્ટમાં હોય, કોઇ જ મેકઅપ ના કરેલ હોય, એના ખુલ્લા વાળ લહેરાતા હોય, એણે ગળામાં કોઇજ નેકલેસ ના પહેર્યુ હોય અને એણે કોઇ જ શ્રુંગાર ન કર્યો હોય ત્યારે મને એ સૌથી સુંદર લાગતી. એના શરીર પર લગાવેલા બોડીલોશન, સ્પેશીયલી ગરદન પાસેની સુગંધ. જ્યારે પણ મારો ચહેરો એની ગરદન પાસે જતો ત્યારે હું પાગલ બની જતો. હું એના પર મોહી જતો. બટ ત્યારે તો હું એના સુંવાળા હાથની માલીશ માણી રહ્યો હતો. આખા દિવસના થાક પછી તમે તમારા બીલોવ્ડના ખોળામાં હોવ અને એની કોમળ આંગળીઓ ધીમે ધીમે તમારા વાળમાં ફરી રહી હોય, એનાથી મોટુ સુખ ક્યુ હોઇ શકે...? આખા દિવસના થાક પછી તમે તમારા બીલોવ્ડના ખોળામાં હોવ અને એની કોમળ આંગળીઓ ધીમે ધીમે તમારા વાળમાં ફરી રહી હોય, એનાથી મોટુ સુખ ક્યુ હોઇ શકે...?

‘માય બેબી..! થાક્યુ નથી હજુ…? અગિયાર વાગી ગયા.’, શીનાએ રોહનના ગાલ પર હાથ ફેરવતા કહ્યુ.

‘યસ માય બેબી…! બટ ટુમોરો ઇઝ એક્ઝામ…!’, રોહન પોતાની ઇચ્છા વિરૂધ્ધ બોલ્યો.

‘નીલ તે કેટલુ વાંચ્યુ…!’, નીલની છાતી પર પડેલી પ્રિયાએ પુછ્યુ.

‘બસ એક ચેપ્ટર બાકી છે..!’

‘ઓય્ય..! વંચાઇ જાય એટલે મને ટોપીકનો ઓવરવ્યુ આપી દેજે..!’, હું નીતુના ખોળામાં પડ્યો પડ્યો જ બોલ્યો.

‘હા, મહારાજા…!’, નીલ કટાક્ષમાં બોલ્યો.

‘પ્રિયા, સાક્ષિએ કોઇ નવો બકરો પકડ્યો છે…!’, અચાનક શીના રોહનની બાહોંમાંથી બોલી.

‘તો આપડે શું કરીશુ…?’, પ્રિયા હસતા હસતા બોલી. બધા લગભગ હસ્યા.

‘કંઇ નહિં જસ્ટ કહુ છુ…!’, શીના વધુને વધુ રોહનને પોતાની જકડમાં લઇ રહી હતી.

‘આઇ નો…! મને આજે જ સાક્ષિ કહેતી હતી..!’

‘તમે લોકોએ નવરાત્રીનુ કંઇ પ્લાન કર્યુ છે….?’, પ્રિયા બોલી.

‘ના, એક્ઝામ અને પછી TCS.’, આમાં ગરબા ક્યારે રમવા અને ક્યારે એપ્ટીટ્યુડની તૈયારી કરવી.

‘હું તો નથી બેસી રહ્યો TCSમાં.’, મેં કહ્યુ.

‘કેમ…!’, લગભગ બધા મોં ફાડીને બેસી રહ્યા.

‘ઓહ્હ, એન્ટ્રેપ્રેન્યોરશીપ…?’, નીલ બોલ્યો.

‘નોટ સ્યોર…! બટ જોબ માટે તો હું નથી બન્યો..! એક આઇડીયા આવ્યો છે. બટ એ પ્યોરલી સોસાયટીમાં ચેન્જ માટે છે. એક એન્ડ્રોઇડ એપ બનાવવાનો છુ. એમ પણ મારી પાસે ૪૨ લાખ રૂપિયા છે. ક્યારે ખાલી થશે…?’, હું હસતા હસતા બોલ્યો.

‘સોશીયલ ચેન્જ…? તુ હોશમાં તો છો ને..?’, રોહન બોલ્યો.

‘કંઇક વધારે કહેને….?’, નીલે રસ દર્શાવતા કહ્યુ.

‘આઇ ડોન્ટ નો તમને પચશે કે નહિ, બહુ સાદો આઇડીયા છે…!’, હું ખચકાતા ખચકાતા બોલ્યો. નીતુ મારા હાથને હાથમાં લઇને એની આંગળીઓ મારા હાથની આંગળીઓમાં પરોવી રહી હતી અને આંગળીઓ સાથે રમત કરી રહી હતી.

‘હું અને નીતુ સુરત ગયા હતા ત્યાં અમે જોયુ કે એક છોકરી કે એક છોકરો, પોતાની પસંદનો લાઇફ પાર્ટનર સીલીક્ટ નથી કરી શકતા. પેરેન્ટ્સનો દંભ એને રીસ્ટ્રીક્ટ કરે છે. આઇ ડોન્ટ નો હાઉ ટુ બ્રીંગ ચેન્જ ઇન ઓવર પેરેન્ટ્સ. બટ મારી પાસે આપણા છોકરાવ માટે એક સીમ્પલ રસ્તો છે.’

‘વોટ…?’, શીના લહેકાથી બોલી.

‘લવ પ્લેજ…! એક ફેસબુક એપ બનાવીએ..! જેવી રીતે મહાભારતના કેરેક્ટર્સની એપ આવે, કઇ બોલીવુડ સેલીબ્રીટી તમે છો. એવી જ રીતે આપણે માત્ર ક્લિક કરાવીને લોકો પાસે પ્લેજ લેવરાવીએ..!’,

‘પણ શેની પ્લેજ…!’, રોહને રસ બતાવ્યો.

‘જુઓ..! જ્યાં સુધી મેં ઓબ્ઝર્વ કર્યુ છે. યંગ એજમાં લગભગ બધાને લવ થતો હોય છે. તારા પેરેન્ટ્સ કે મારા પેરેન્ટ્સ લગભગ બધાને કોઇને કોઇ સાથે લવ થયો હશે, એટલીસ્ટ અટ્રેક્શન તો થયુ જ હશે. એ લોકોના પેરેન્ટસે પણ એમને બીજી કાસ્ટના લીધે ના પાડી હોઇ, રીસ્ટ્રીક્શન્સ…! હવે એ લોકોનો ટર્ન આવ્યો…! એ લોકોને પણ લવ થયો હતો. એ લોકો આપડી ઉંમરના લોકોને એકબીજા સાથે પ્રેમ કરતા એટલા માટે રોકે છે કારણ કે એ લોકો ભુલી ગયા છે કે આ ઉંમર જ એવી હોય છે કે જ્યારે યંગ હોઇએ છીએ ત્યારે લવ થતો હોય છે, ઇટ્સ પરફેક્ટલી ફાઇન. એમને પણ લવ થયો હતો. બધા લોકોને આ ઉંમરમાં લવ થતો હોય છે, પણ સમય જતા બધા ભુલી જતા હોય છે. જો આ સીસ્ટમમાં ચેન્જ લાવવો હોય તો આપણે આપણી એજ થી લાવવો પડશે….! આપણે એવુ કંઇક કરવુ પડશે જેથી આપડે લોકો યાદ રાખીએ કે યંગ એજમાં કેવી લાગણીઓ હોય છે. જેથી આપડે આપણા બાળકોને દંભના અંધાપામાં રહીને પ્રેમ કરવા માટે ન રોકીએ…!’

‘તારા વિચારો એકાએક બદલાઇ ગયા…!’, રોહન અને નીલ મને સાંભળીને ચોંકી ગયા.

‘બદલાયા નથી, નવા વિચારો પ્રગટ્યા છે…!’,

‘તો આ એપ કઇ રીતે વર્ક કરશે….?’, નીલે પુછ્યુ.

‘આપણે બધા જ પાસે વન ક્લિક પ્લેજ લેવ રાવીશુ અને એની ઇમેજ તૈયાર કરીને એમની વોલ પર પોસ્ટ કરીશુ…!’

‘અને એ ઇમેજમાં શું લખ્યુ હશે…?’, રોહન વચ્ચે બોલ્યો.

‘કે આઇ ટેક પ્લેજ ફોર સ્પ્રેડીંગ લવ…! આઇ વીલ નોટ રીસ્ટ્રીક્ટ એનીવન ટુ લવ. આઇ વીલ ગીવ ગીવ કમ્પ્લીટ ફ્રીડમ ટુ માય ચીલ્ડ્રન્સ ફોર સીલેક્ટીંગ ધેઇર લાઇફ પાર્ટનર્સ. બીકોઝ આઇ નો હાઉ ઇટ ફીલ્સ વ્હેન યુ આર ઇન લવ…! આવુ કંઇક લખીશુ…! જસ્ટ ઇમેજીન યંગસ્ટર્સમાં આ કેટલુ વાયરલ થશે…?’, મેં ખુબ એક્સાઇટમેન્ટમાં કહ્યુ.

‘સીમ્સ ગુડ આઇડીયા…! સમથીંગ ડીફરન્ટ…!’,

‘હું તો આના પર કામ શરૂ કરવાનો છુ. આપણે એન્ડ્રોઇડ એપમાંથી પણ રેવન્યુ જનરેટ કરી શકીએ..!’, હું બેઠો થઇને બોલ્યો.

‘પણ એનાથી અત્યારના યંગ સ્ટર્સને શું ફાયદો..! એ લોકોને તો જે રીસ્ટ્રક્શન છે એમાં જ જીવવાનુને..! કાંતો ભાગીને મેરેજ કરવાના..!’, રોહને ઘણા ટાઇમ પછી સેન્સીબલ સવાલ પુછ્યો હતો.

‘તારો સવાલ ખુબ ઇમ્પોર્ટન્ટ છે. બટ હજુ મેં એ બાબતે કંઇ વિચાર્યુ નથી.’

‘આઇ હેવ વન આઇડીયા, ઇફ યુ કેન ડુ..!’, પ્રિયા બોલી.

‘બોલને ડાર્લીંગ…!’,નીલે પ્રિયાને પંપાળતા કહ્યુ.

‘તમે એપમાં એવી એક ફીચર નાખી શકો કે, જે લોકોના પેરેન્ટ્સ ના માનતા હોય એ લોકો તમને એમના પેરેન્ટ્ને કનવીન્સ કરવા માટે બોલાવે. જે અત્યારે તે અમને કહ્યુ એ કદાચ તુ પેરેન્ટ્સને કહે અને એમનુ માઇન્ડ ચેન્જ થઇ જાય તો.’

‘માર પણ પડી શકે…!’, શીના વચ્ચે બોલી.

‘નો નો, પ્રિયા..! કેરી ઓન.’, હું બોલ્યો.

‘જો દરેક પેરેન્ટ્સ એના છોકરા છોરીઓનુ સારૂ જ ઇચ્છતા હોય છે. તમે જો એમને થોડા પણ પોઝીટીવ પોઇંટ્સ કહો અને એમને એનાથી માન મળશે. લોકો એમને એક સારી નજરથી જોતા થશે જો એવો વિશ્વાસ અપાવી શકો તો એ લોકો માની જ જાય. એ લોકોને એમની કાસ્ટના સમાજનો ડર હોય છે જો તમે એ કાઢવામાં સફળ રહો તો તમે કરી શકો….! એવરીથીંગ ઇઝ ઇન યોર હેન્ડ..! જો તમે સમજાવી શકો તો..!’, પ્રિયા બોલીને થોભી.

‘આઇ અગ્રી કમ્પ્લીટલી..! વોટ યુ સે…?’, મેં પ્રિયાને કહ્યુ અને પછી નીતુ પાસે ફીડબેક માંગ્યો.

‘આઇ એમ ઓલવેઝ વીથ યુ..!’, નીતુએ સ્માઇલ સાથે કહ્યુ. બસ નીતુ મારી સાથે હોય તો મારે શું જોઇએ..!

‘હું તો આ કરી રહ્યો છુ..! બોલ નીલ હેલ્પ કરીશ…? સાથ આપીશ…?’, મેં નીલ સામે જોઇને કહ્યુ.

‘અરે તારા માટે કંઇ પણ…!’, નીલે મને તાળી મારતા કહ્યુ.

‘રોહન..!’, મેં રોહનને બોલાવવા એનુ નામ લીધુ.

‘પણ તમને…’

‘એમ નહિ, તુ સાથે છો કે નહિ, મારે બીજુ કશુંજ સાંભળવુ નથી..!’, મેં એનો નકાર કાપતા કહ્યુ.

‘ડાર્લીંગ આઇ એમ ઇન. યુ હેવ ટુ જોઇન..!’, શીના બોલી.

‘ઓકે, આઇ એમ ઇન..!’, એ પરાણે પરાણે બોલ્યો.

‘ઓકે, ગાય્ઝ..! ધેન લેટ્સ ટેક સ્ટેપ્સ ટુવર્ડઝ ચેન્ઝીંગ વર્લ્ડ…!’, મેં હાથ વચ્ચે કર્યો.

‘લેટ્સ ડુ ઇટ..!’, એક પછી એક, નીતુ, નીલ, પ્રિયા, રોહન અને શીનાએ મારા હાથ પર હાથ મુકતા કહ્યુ.

‘લેટ્સ મેક અ ચેન્જ..!’, અમે બધા એક સાથે મોટેથી બોલ્યા અને હાથને હવામાં ઉછાળ્યા.

આ હતો મીશન લવના આઇડીયાનો પહેલો દિવસ…..!

‘કોઇને ભુખ નથી લાગી…?’, પ્રિયા બોલી.

‘અત્યારે…?’, નીતુએ પુછ્યુ.

‘લેટ્સ ગો ફોર આઇસક્રિમ…!’, શીનાએ રોહનની બાહોંમાંથી નીકળતા કહ્યુ.

‘કુલ..!’, મેં કહ્યુ.

‘ચલો..!’, રોહન પણ બોલ્યો.

તરત જ બધા ઉભા થયા. હું હજુ નીતુના ખોળામાં માથુ ઢાળીને પડ્યો હતો. બધા બહાર નીકળ્યા.

‘હું લાઇટ બંધ કરીને આવુ તમે લોકો નીચરે ઉતરો..! સર્કલ પર જ જઇએ..!’, મેં કહ્યુ.

‘ભાઇ બાર વાગ્યા, હવે સર્કલ પર મળે ન મળે… કેવલની બાઇક લઇ લે જે..!’, બહારથી નીલનો અવાજ આવ્યો. ખરેખર દરેકની ગર્લફ્રેન્ડને નીલ જેવા ભાઇ મળે. એના જેવા ઓનેસ્ટ અને દંભમુક્ત વ્યક્તિ મેં આજ સુધી ખુબ ઓછા જોયા છે.

હું નીતુની આંખોમાં જોઇ રહ્યો હતો. એ મારી આંખોમાં જોઇને સ્માઇલ કરી રહી હતી.

‘શું…?’, એ ધીમેંથી બોલી. મેં એના ચહેરા પર મારા હાથ મુક્યા. એના ગાલ પર જમણો હાથ ફેરવ્યો.

‘ખબર નહિં તુ મારી લાઇફમાં ના હોત તો શું થાત…!’,

‘એવુ બનત જ નહિ…!’, એણે મારી આંખો પર હાથ ફેરવતા કહ્યુ.

‘આઇ લવ યુ નીતુ..!’, મેં એનો હાથ ચુમતા કહ્યુ.

‘લવ યુ ટુ માય જાનેમન…!’, એણે સ્માઇલ સાથે મારો હાથ ચુમ્યો. ફરી અમે બન્ને એકબીજાની આંખોમાં જોવા લાગ્યા. હું એના ખોળામાંથી ઉભો થયો. ડોર તરફ ચાલવા માટે આગળ વધ્યો. એણે મારો હાથ પકડી રાખ્યો હતો. એના ચહેરા પર નોટી સ્માઇલ હતી. એણે મારો હાથ ખેંચ્યો અને તરત મારો ચહેરો એના ચહેરાની ૨ સેમી દુર હતો. મારા હાથ સીધ્ધા એના બેલ્લે બટન પાસે હતા.

મેં એની સુવાસીત ગરમ ગરદન પાસે પાંચ મિનિટ સુધી ચુંબન કર્યુ, એ પછી મેં કીસીંગ માટેની મારી ફેવરીટ જગ્યા એના બેલ્લે બટન પર અગણીત કીસો કરી અને છેલ્લે અમારા બન્નેના હોઠ મળી ગયા. બન્નેની આંખો બંધ થઇ ગઇ. અમે બન્ને એકબીજામાં ડુબતા ગયા. દ્બેતમાંથી અદ્વેત બનતા ગયા.

***

પંદર મિનિટ પછી અમે બન્ને કેવલની બાઇકની ચાવી લઇને નીચે ઉતર્યા. મેં નીલને કોલ કર્યો. એ લોકો નહેરૂ નગર સર્કલ પાસે જ હતા. નીશા મને પકડીને બાઇક પર બેસી ગઇ. નીશા વોઝ રીઅલી કેરીંગ ગર્લ. મારી આટલી બધી કેર અત્યાર સુધીમાં કોઇએ નહોતી કરી. હું બાઇક ચલાવતો હતો ત્યારે સતત એ મારી ગરદ પર ધીમે ધીમે કીસ કરી રહી હતી. મને ખુબ સારૂ પણ લાગી રહ્યુ હતુ અને ગલી પચી પણ થઇ રહી હતી.

ત્યાંજ બાજુમાંથી ઝુમ્મ્મ કરતી બે પલ્સર બાજુમાંથી નીકળી. મને તરત જ કંઇક યાદ આવી ગયુ. પલ્સર ચલાવવા વાળી બંને છોકરીઓ હતી. મને ડાઉટ હતો કે એમાંની એક શ્રુતિ હતી. એ બાઇક અમારાથી થોડે દુર આઇસક્રીમની લારી પર ઉભી રહી ગઇ, જ્યાં રોહન લોકો ઉભા હતા. મેં બાઇક લારી પાસે ઉભી રાખી. હું અને નીતુ નીચે ઉતર્યા. નીતુએ મારો હાથ પકડેલો હતો. પેલી બન્ને છોકરીમાંથી એકે પોતાના ચહેરા પર વીંટાળેલો દુપ્પટો છોડ્યો. એ શ્રુતિ હતી.

બે ઘડી શ્રુતિ મને અને નીતુને જોઇ રહી. પછી એ લારી વાળા ભૈયાજી તરફ ફરીને બોલી.

‘ભૈયાજી, ત્રણ ચોકોલેટ ચીપ્સ…!’ એ મારા તરફ ફરી.

‘ચોકોલેટ ચીપ્સ ચાલશેને હર્ષ….? તારોતો ફેવરીટ છે. નઇ?’, શ્રુતિએ મારી સામે ગુસ્સાની નજર કરીને મને કહ્યુ.

***

શું જવાબ આપશે હર્ષ શ્રુતિને ? મીશન લવ સક્સેસ જશે? શું નીતુ શ્રુતિના રીએક્શન્સ પરથી રીસ્પોન્ડ કરશે…? જાણવા માટે વાંચત રહો. ધ લાસ્ટ યર… ફરી આવતા શુક્રવારે. ધ લાસ્ટ યરની પેપર બેક કોપી પ્રીબુક કરવા માટે 8000501652 વોટ્સએપ નંબર પર પીંગ કરો.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook :

Google Plus :

Twitter :