The Author AVANI HIRAPARA Follow Current Read માનન ની મિત્રતા - 4 By AVANI HIRAPARA Gujarati Moral Stories Share Facebook Twitter Whatsapp Featured Books जिंदगी के रंग हजार - 15 बिछुड़े बारी बारीकाफी पुराना गाना है।आपने जरूर सुना होगा।हो स... मोमल : डायरी की गहराई - 37 पिछले भाग में हम ने देखा कि अमावस की पहली रात में फीलिक्स को... शुभम - कहीं दीप जले कहीं दिल - पार्ट 23 "शुभम - कहीं दीप जले कहीं दिल"( पार्ट -२३)डॉक्टर शुभम युक्ति... जंगल - भाग 11 (-----11------)जितना सोचा था, कही उन... Devil I Hate You - 7 जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by AVANI HIRAPARA in Gujarati Fiction Stories Total Episodes : 11 Share માનન ની મિત્રતા - 4 (80) 1.4k 3.9k 4 માનન ની મિત્રતા પાર્ટ 4 આગળ જોયું તેમ નયન અને નલિની ની ફ્રેન્ડશીપ થઇ ગઈ. બીજા દિવસે કોલેજ માં એક લેકચર ફ્રી હોય છે.આથી નયન કેન્ટીન માં તેના ફ્રેન્ડ પાસે બેઠો હોય છે. તે બેઠો તો હોય છે કેન્ટીન માં પણ તે નલિની વિશે જ વિચારતો હોય કે તે આવશે કે નહીં આવે. તેના બીજા બધા ફ્રેન્ડ ક્યારના ના નયન સામે જોતા હોય છે પણ નયન નું ધ્યાન ત્યાં હોતું જ નથી. તેનું ધ્યાન બસ આજુ - બાજુ હોય છે કે ક્યારે નલિની આવે. તેના બધા ફ્રેન્ડ તેને આમ જોઈને કંટાળ્યા એટલે તરત જ જેની સાથે નયન ને વધારે બનતું હતું તેવા અખીલે પૂછી જ લીધું શું વાત છે નયન તારું ધ્યાન બીજે ક્યાંક છે અમે શું વાત કરીએ છીએ તેની વિશે તને કઈ ખબર જ નથી. આ સાંભળીને તરત જ નયન ચતેત થઇ ગયો અને બોલ્યો ક્યાંય ધ્યાન નથી અહીં જ છું. વીરેન : ખબર છે કેવું ધ્યાન છે અહીં. ક્યારની તારી કોફી આવી ગઈ છે અને અમે બધા એતો કોફી પી પણ લીધી અને તારી હોટ કોફી ,કોલ્ડ કોફી બની ગઈ પણ તારું ત્યાં ધ્યાન જ નથી. અખિલ : ખબર છે તું કોના વિચાર કરતો હતો ,પણ એના વિચાર કરવાનું રેવા દે એ રોમબોય નું કઈ નક્કી નહિ એને તારી સાથે પાર્ટિસિપેટ કરવાનો વિચાર માંડી પણ વાળ્યો હોય એનું કઈ કહેવાય નહિ. તારી કોફી ઠન્ડી થાય છે એ પેલા પી લે અને પછી પાછા ક્લાસ માં જઈએ કેમ કે સ્મિતા મેમ નો લેકચર છે આના પછી એ મિસ ન કરાય. એમ બોલી ને હસવા માંડે છે. એની સાથે સાથે વીરેન , સુહાસ , શુભમ , અને નયન પણ હસવા માં જોડાય છે . ત્યાં જ નલિની તેમની પાસે આવે છે. નલિની : હાય ,નયન.હાય ફ્રેન્ડ. શું નયન તારી સાથે કોમ્પિટિશન બાબતે 2 મિનિટ વાત કરી શકું. જો તું ફ્રી હોય તો ? નયન બોલવા જાય છે ત્યાં જ સુહાસ બોલે છે. સુહાસ : હા ટોમબોય ઓ સોરી નલિની , નયન ફ્રી જ છે એને કઈ કામ નથી. અમે બધા પણ જઈ એ છીએ. તો તમે બંને નિરાંતે વાત કરો. તે આટલું બોલ્યો ત્યાં આખી કેન્ટિન શાંત થઇ ગઈ, બધાને લાગ્યું કે આજે તો આ સુહાસ જવાનો કેમ કે બધા નલિની ના સ્વભાવ થી પુરી રીતે વાકેફ હતા . પણ બધાના આશ્ચર્ય વચ્ચે પેલી વાર નલિની ને કોલેજ માં હસ્તી જોઈ અને બધાને શાંતિ થઇ કે કઈ થયું નહીં , અને નલિની હસતા હસતા જ બોલી. નલિની : હા સુહાસભાઈ આ તમારી ટોમબોય બહેન ને થોડું કામ છે તો ચેઇર અને વાત કરવા માટે થોડો ટાઈમ નયન સાથે આપી શકસો. સુહાસ : સ્યોર. નયન ને બાય કરી તેના બધા ફ્રેન્ડ નીકળી ગયા. નલિની : કાલે વાત અધૂરી રહી ગઈ હતી તે આજે પુરી કરી લઈએ. નયન : ઓકે. નલિની : પેલા તને કેવા માંગુ છું કે તે મારા વિશે તો કોલૅજ મા સાંભળ્યુ જ હશે. મને એના થી કઈ ફેર પડતો નથી પણ મારા સ્વભાવ નું કઇ કેવાય નહિ.આથી હું ગમે ત્યારે ગમે તેની સાથે ઝગડો કરી શકું. આથી જો તને એમ લાગે કે તું મારી સાથે પાર્ટિસિપેટ નહિ કરી શકે તો હું તેના માટે તને ફોર્સ નહિ કરું. તું તારી મરઝી નો માલિક છે. નયન : તે આટલું કીધું એ જ ઘણું છે અને હું તો તારી સાથે પાર્ટ લઈશ. હવે એ કે એમાં કેવા કેવા રૂલ્સ હોય છે. નલિની : સિમ્પલ છે એવા કઈ ખાસ રૂલ્સ નથી આતો તું પેલી વાર પાર્ટ લે છે એટલે કહું છું. તો સાંભળ એતો ખબર જ બ્લાઇન્ડ છે એટલે આંખે પટ્ટો બાંધેલો હશે. બીજું કે જયારે કોમ્પિટિશન સ્ટાર્ટ થવાની હશે તે પેલા આપણી સામે એક બાઉલ માં બધી ચિઢ્ઢી નાખવામાં આવશે કે કોણ કેવા કલર થી પેઈટીંગ કરશે અને જેને જેવી ચિઢ્ઢી મળે તેવા જ કલર થી પેઈટીંગ કરવાની રહશે. અને ત્રીજું કે આપણા બંને નો એક એક હાથે સાથે બાંધી દેશે. નયન : ઓકે એમ તો મને વાંધો નહીં આવે કારણ કે મને બધા ટાઈપ ના કલર થી પેઈટીંગ ફાવે છે , પણ એક એક હાથ એ થોડું મુશ્કેલ થશે અને ઉપર થી બ્લાઇન્ડ ફોલ. તે માટે થોડીક પેઈટીંગ ની પ્રેકટીસ આપણે કરવી પડશે. તો બોલ ક્યાં પ્રેકટીસ કરશુ. નલિની : કોલેજ માં જ કરશુ. પાછળ ગાર્ડન છે ને ત્યાં. ત્યાં વાતાવરણ પણ સરસ હોય છે ત્યાં પ્રેકટીસ કરવાની મજા આવશે. કાલે આજ લેક્ચર માં આજ ટાઈમે કારણકે કે કાલે પણ સર નથી આવવાના અને સ્મિતા મેમ નથી આવવાના તો 2 કલાક ફ્રી હશુ એટલો ટાઈમ તો ઇનફ છે કાલ માટે. આવી જ રીતે આપણે કોમ્પિટિશન આવે ત્યાં સુધી કાયમ પ્રેકટીસ કરશુ. આથી આપણું બોન્ડિંગ સારું થઇ જાય જે આપણા પેઈટીંગ માં દેખાય. ચલ હવે જઈ એ સ્મિતા મેમ નો લેક્ચર છે. નયન : તું જા હું હમણાં આવું છું મારે થોડું કામ છે. નલિની નીકળી જાય છે અને વિચારે છે કે મેં કઈ રિએક્ટ ન કર્યું જયારે સુહાસે મને ટોમબોય કીધું ત્યારે.શું નયન સામે હતો એટલે કે બીજું કંઈક મને કઈ ખબર નથી પડતી અને નયન ને જોઈને ને કેમ લાગે છે કે હું તેને પેલા ક્યાંક મળેલી છું , હું તેને સારી રીતે ઓળખું છું. ચલ જવા દે જે હોય તે હું તો ક્લાસ માં જાવ. આવું વિચારતી વિચારતી નલિની ક્લાસ માં જાય છે.હજી મેમ આવ્યા હોતા નથી. જેવી નલિની નીકળે છે કે તરત જ નયન માનવ ને ગુડ ન્યૂઝ આપતા કે છે કાલ થી હું અને નલિની કોલેજ ના ગાર્ડન માં પ્રેકટીસ માટે મળશું પણ આપણે જેમ ઇચ્છીએ એમ જ થશે અને 2 , 3 દિવસ માં જ નલિની મને તેના ઘરે લઇ આવશે જ્યાં તમારી બંને ની ફરીથી ફ્રેન્ડશીપ થશે અને આપણા ત્રણેય નું રીયુનિયન થશે. માનવ : હું ખુબ જ ખુશ છું. આઈ હોપ સો તું કે ને એવી રીતે જ બધું થાય. નયન : હા ,હા એમ જ થશે. ચાલ હવે હું ફોન રાખું છું મારે લેક્ચર છે બધા ચાલ્યા ગયા છે હું એક જ બાકી છું. આ તો તને કેવાનું બાકી હતું એટલે. ચાલ હું જાવ છું. બાય માનવ : બાય. નયન ફોન મૂકી ને સ્પીડ માં ક્લાસ માં જાય છે પણ ત્યાં તો મેમ આવી ગયા હોય છે. પણ સ્મિતા કોઈ પણ સ્ટુડન્ટ ને લેક્ચર ચાલુ થઇ જાય તે પછી આવવાની ના નથી પડતા. અને નયન તો તેમનો ફેવરિટ સ્ટુડન્ટ હોય છે તેથી અંદર આવવા દે છે. નયન પોતાની બેન્ચ ઉપર બેસવા જાય છે ત્યારે નલિની અને તેની નઝર ટકરાય છે ત્યારે નલિની સ્માઈલ આપીને નીચું જોય જાય. આ બધું તેની બાજુ માં બેઠેલી તેની બેસ્ટ ફ્રેન્ડ મીરા જોતી હોય. તેને ખબર પડી જાય છે કે આ પ્રેમ નું પેલું પગથિયું છે જેની ઉપર નલિની નો પગ પડી ગયો હોય. તોય તે ખુશ હોય છે કારણ કે જે પણ થાય પણ તેનાથી નલિની લાઈફ માં ખુશી જરૂર આવશે અને તે પેલા ની જેમ જ થઇ જશે. સ્મિતા મેમ નો લેક્ચર પૂરો થયો અને બધા પોતપોતાના ઘરે જવા નીકળતા હતા ત્યાં પાછા નયન અને નલિની ની નઝર મળી અને તેઓ એક બીજા ને સ્માઈલ આપી ને ચાલતા થયા.આ વખતે પણ મીરા એ જોયું. જેવો નયન ચાલ્યો ગયો તરત જ મીરા બોલી ઓહ્હ હો , વાહ વાહ પણ નલિની ને કઈ સમજાણું નહીં ને તે ચાલવા લાગી. પાછળ મીરા પણ હતી. બીજા દિવસે એજ ટાઈમ કોલેજ ના ગાર્ડન માં નયન અને નલિની મળે છે. નલિની : હાય નયન : હાય, બોલ આગળ શું પ્લાન છે.કેવી રીતે તૈયારી કરવાની છે. હજી તો નલિની કઈ જવાબ આપે એ પેલા જ મીરા અને તેની બે ત્રણ ફ્રેન્ડ આવી ગઈ અને સીધા નલિની પાસે જઈને વાહ વાહ શું વાત પ્રિપરેશન ને ઓલ એમ ને તો ફર્સ્ટ પ્રાઇઝ તો તમને મળવાનું છે સાથે સાથે બેસ્ટ જોડી નું પણ મળશે. આ સાંભળી ને નયન અને નલિની બંને ચોંકી ગયા. નલિની એ ગમે તે રીતે સમજાવી ને તેના ફ્રેન્ડ ને પાછા મોકલ્યા અને પછી. નલિની: આઈ એમ સો સોરી તને ખોટું લાગ્યું હોય ,મારી ફ્રેન્ડ પણ છે ને ગમે તે ગમે ત્યારે બોલે છે બિલકુલ મારી જેમ છે આગળ -પાછળ નો કઈ વિચાર જ નથી કરતી. નયન : its ઓકે આવું તો ચાલ્યા જ રાખતું હોય છે અને બીજી વાત કે આપણે હવે ફ્રેન્ડ છીએ તો નો સોરી નો થૅન્ક યુ. નલિની : ઓકે ફ્રેન્ડ એમ કહી ને હાથ લાંબો કરે છે. બંને શેકહેન્ડ કરે છે ,હજી તેઓ આગળ શું પ્લાન કરવો કેવી રીતે કરવું તેવું વિચારતા જ હોય છે ત્યાં જ નયન ના ફ્રેન્ડ અખિલ ,વીરેન ,સુહાસ અને શુભમ આવી જાય છે. તેઓ પણ નલિની ની ફ્રેન્ડ ની જેમ બંને ની ઘણી મસ્તી કરે છે. નયન માંડ માંડ સમજાવી ને તેમને પાછા મોકલે છે. આમ ને આમ ઘણો ટાઈમ થઇ જાય છે કઈ પ્રેકટીસ પણ થતી નથી. તેઓ ઘરે જવા નીકળી જાય છે. આવું ને આવું 2 ,3 દિવસ ચાલ્યું.હજી તેઓ કંઈક પ્લાનિંગ કરે ત્યાં કોઈને કોઈ આવી જાય. આથી એક દિવસ કંટાળતા જ નલિની બોલી , નયન મને નથી લાગતું કે આપણે અહીં સરખી રીતે પ્રેકટીસ કરી શકીએ. આથી આપણે ક્યાંક બીજી જગ્યા એ જવું જોયે. નયન : મને પણ એમ જ લાગે છે. તો મારા ઘરે રાખીએ ત્યાં સરખી પ્રેકટીસ થઇ જશે. નલિની : ના , તારા ઘરે નહિ મારા ઘરે રાખીએ.જો તને કહી પ્રોબ્લમ ન હોય તો. નયન : મને કોઈ પ્રોબ્લમ નથી.તારા ઘરે રાખીએ કે મારા ઘરે વાત તો એક જ છે ને ! નલિની : શું વાત એક છે ? નયન : હું એમ કહું છું કે પ્રેકટીસ તો બંને જગ્યા એ સેમ જ થશે ને . તું શું સમજી. નલિની : કઈ નહીં. નયન : હા હવે ટાઈમ કહી દે અને એડ્રેસ આપી દે.એ પ્રમાણે હું પોહચી જઈશ. નલિની : આજ થી શરૂવાત કરી દઈએ. કોલેજ છૂટી ને પ્રેકટીસ કરશુ અને મને તારો નંબર આપી દે આથી હું છૂટી ને તને ફોન કરું ત્યારે કોલેજ ના ગેટ આગળ તારી બાઈક લઈને આવી જજે. મને તો ડ્રાઈવર તેડવા આવશે. તું અમારા પાછળ પાછળ આવજે. આથી એડ્રેસ ની જરૂર નહીં પડે. . નયન : ઓકે. અને બંને નંબર એક્સચેન્ઝ કરે છે. થોડી જ વાર માં કોલેજ પુરી થઇ જાય છે ને તેઓ બેય પોતપોતાના ફ્રેન્ડ પાસે જાય છે. જતા જતા નલિની એ માનવ ને ફોન કરી ને તેડવા આવવાનું કહી દીધું હોય છે. થોડી જ વાર માં માનવ આવી જાય છે તે ગેટ બહાર ગાડી ઉભી રાખી ને બેઠો હોય છે. નલિની કેન્ટીન માં તેની ફ્રેન્ડ પાસે બેઠી હોય છે તેને ત્યાંથી બહારનો રસ્તો દેખાતો હોય છે જેવો માનવ આવી જાય છે તેને ખબર પડી જાય છે. તે તરત જ મીરા ને બાય કહી ને બહાર નીકળે છે અને નયન ને ફોન કરે છે કે તે બાઈક લઈને આવે. માનવ ગાડી માં અંદર જ હોય છે તે બહાર નથી આવતો. નયન તરત જ આવે છે. નલિની અંદર બેસી ગઈ હોય છે તેને નયન બહાર નીકળતા જોયો અને સાદ પાડી ને પાછળ આવવા કીધું અને માનવ ને ગાડી ચાલુ કરવાનું કીધું. માનવે પોતાની ધૂન માં ગાડી ચાલુ કરી દીધી તેને એ પણ ખબર હોય છે કે પાછળ નયન આવે છે તો પણ તે ચુપચાપ ગાડી ચાલુ રાખે છે. આ બાજુ નયન પણ વિચારતો હોય છે કે હાશ પ્લાન સક્સેસફુલ ગયો.આટલા દિવસ ની મહેનત આખરે રંગ તો લાવી , પછી ધીમે ધીમે એક એક વસ્તુ યાદ આવે છે કેવી રીતે ગાર્ડન માં જવાનો પ્લાન બનાવ્યો , કેવી રીતે બધા ફ્રેન્ડ ને કન્વેન્સ કર્યા કે થોડા દિવસ ગાર્ડન માં અમારી પાછળ આવી ને અમારી થોડી મસ્તી કરે. માંડ માંડ તેઓ માન્યા અને હું જેવું ઈચ્છતો હતો તેવું જ અત્યારે થઈ રહ્યું છે , હું નલિની ના ઘરે જાવ છું અને ત્યાં જ માનવ અને નલિની ની ફ્રેન્ડશીપ કરાવીશ. થોડીવાર માં જ નલિની નું ઘર આવી ગયું. તે ગાડી માંથી ઉતરી ગઈ અને માનવ ને પાર્કિંગ માં ગાડી પાર્ક કરવાનું કીધું. માનવ ગાડી લઈને ચાલ્યો ગયો ત્યાં જ નયન પણ પોહચી ગયો. તેઓ અંદર જવા જતા હતા ત્યાં જ માનવ ગાડી ની ચાવી દેવા આવ્યો. માનવ અને નયન ની આંખ મળી અને કેમ તેઓ પેલી વાર જ મળતાં હોય તેમ નયન તરત જ બોલ્યો, નયન : ( થોડું જોર થી ) હેય , માનવ તું અહીં ? એ પણ ડ્રાઈવર ના વેશે શું કરી રહ્યો છો. માનવ : હાય , નયન. હું અહીં ડ્રાઈવર ની જોબ કરું છું પણ એ કે તું અહીં મેડમ સાથે કેમ ? નયન : હું અને તારી આ મેડમ હમણાં થોડા દિવસ થી ફ્રેન્ડ બન્યા છીએ અને અત્યારે કોમ્પિટિશન ની તૈયારી માટે હું અહીં આવ્યો છું. ત્યાં જ બાજુ માં ઉભેલી નલિની બોલી , વેઇટ એક મિનિટ પેલા મને એમ કયો કે તમે બંને એક બીજા ને કેવી ઓળખો છો. નયન : આ મારા ગામ નો જ છે , પણ થોડા વરસો પેલા અમે ગામ છોડી ને આવતા રહ્યા હતા એટલે મળવાનું થતું ન હતું પણ હમણાં અચાનક એક દિવસ તેના એક્સટર્નલ ક્લાસ માં મળ્યા અને પાછી ફ્રેન્ડશીપ થઈ ગઈ. નલિની : ( કંઈક યાદ આવતા તેને ગામ નું નામ પૂછ્યું ) ક્યુ ગામ તમારા બંને નું ? માનવ અને નયન : ( હસતા હસતા ) રામપર. નલિની : શું રામપર ? માનવ અને નયન : ( એકસાથે ) હા. નલિની દોડી ને આવી ને બંને ને એકસાથે પેલા તો ભેટી પડી પછી અચાનક કંઈક યાદ આવતા , નલિની : તમે બંને હસતા હતા એનો મતલબ કે તમે બેય મને ઓળખી ગયા હતા રાઈટ ? નયન : હા નલિની : તો પણ મને ન કીધું કે તમે કોણ છો અને માનવ તું નયન નું તો રહેવા દે પણ તેય મને ન કીધું ? હું તને ડ્રાઈવર ડ્રાઈવર કેતી હતી ખાલી એક જ વાર કીધું હોત ને તો હું તને ઓળખી જાત. અને નયન તું, તને જોઈને હંમેશા મને લાગતું હતું કે તને ક્યાંક તો જોયો છે તે પણ ન કીધું ? માનવ : નલિની શાંત થા પેલા. જો અમે પેલા જ તને કહી દીધું હોત તો અત્યારે તારા મોઢા પર જોવા મળી એવી ખુશી જોવા ન મળી હોત અને અમે તને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. એટલે તો કેટલા ટાઈમ થી પ્લાન બનાવયો હતો. નલિની : આઈ એમ સો હેપી , મારા બંને બેસ્ટ ફ્રેન્ડ મને પાછા મળી ગયા. આટલું બોલી ને નલિની ફરીથી રડવા લાગી. નયન ને શાંત કરતા કીધું કે અમે આટલા ટાઈમ પછી મળ્યા એનો મતલબ એમ નહીં કે તું અમને અહીંથી જ વિદાય આપી દે અંદર તો લઇ જા. નલિની કહે ચાલો અંદર જઈએ. તેઓ ઘરમાં અંદર જઈને પેલા ની બધી જૂની વાતું કરતા હોય છે અને સાથે સાથે નાસ્તો કરતા જાય છે. આમને આમ ક્યારે સાંજ થઇ જાય છે તે પણ તેમને ખબર નથી પડતી. સાંજ થતા જ નયન કહે છે , હવે મારે જવું જોયે મોડું થઇ ગયું છે મારી મમી મારી રાહ જોતી હશે. નયન નીકળે છે અને નલિની અને માનવ તેને ગેટ સુધી વળાવા જાય છે. નયન જતો હોય છે ત્યારે નલિની ના મોઢા ઉપર અલગ જ પ્રકાર ની ઉદાસી જોવા મળે છે જે માનવ નોટિસ કરે છે પણ કઈ કેતો નથી. ઘરે અંદર જતી વખતે નલિની જ વાત ની શરૂઆત કરતા કે છે. નલિની : માનવ આઈ એમ સો સોરી , મેં તારી સાથે બહુ રુડ બિહેવિહર કર્યું. માનવ : નલિની કઈ વાંધો નહિ.હવે પેલા તો રોતલી શકલ સરખી કર અને જેના પર નયન ફિદા છે એવી સરસ મજાની સ્માઈલ આપી દે. નલિની હસે છે અને શરમાઈને દોડી ને અંદર જતી રે છે. માનવ પણ બંગલા ની પાછળ વાળા પોતાના રૂમ માં આવે છે અને સુતા સુતા વિચારે છે આગ તો બંને તરફ સરખી જ લાગી છે , જ્યારથી નયન ,નલિની ને મળ્યો છે ત્યારથી જ તે આવી છે તે તેવી છે ને એમ જ વાત કરે છે. અને આજે આ રીતે નલિની દોડી ને ચાલી ગઈ એનો મતલબ કે તેના દિલ માં પણ નયન માટે ફીલિંગ્સ છે . મારે જ કંઈક કરવું પડશે નહિતર આ બંને તો એક બીજા ને ક્યારેય કહી કેશે નહિ , અને તેમની ગાડી આમ જ સ્લો મોશન માં ચાલશે. મારે તેમની ગાડી પાટા પર લાવવી પડશે. આમ વિચારતા વિચારતા નયન સુઈ જાય છે. નલિની અને નયન પણ એક બીજા વિષે વિચારતા વિચારતા સુઈ જાય છે. શું માનવ, નલિની અને નયન ને એકબીજા પ્રતેયે ની લાગણી કહેડાવી શકશે ? શું તેઓ કોમ્પિટિશન જીતી શકશે ? કે સ્ટોરી માં કોઈ અણધાર્યા જ વળાંક આવે છે તે જોવા માટે વાંચતા રહો માનન ની મિત્રતા 5 તમને આ સ્ટોરી કેવી લાગી તેના રિવ્યૂ અચૂક આપજો. ‹ Previous Chapterમાનન ની મિત્રતા - 3 › Next Chapter માનન ની મિત્રતા - 5 Download Our App