Prem-ni Pooja ke Pooja-no Prem-6 in Gujarati Love Stories by Piyush Kajavadara books and stories PDF | Prem-ni Pooja ke Pooja-no Prem-6

Featured Books
Categories
Share

Prem-ni Pooja ke Pooja-no Prem-6

પ્રેમની પુજા કે પુજા નો પ્રેમ-6

પિયુષ એમ. કાજાવદરા

Email id:

Mob. No. 9712027977


પ્રસ્તાવના:

જેવી રીતે મનુષ્યની ત્રણ અવસ્થા “બાળપણ, યુવાની અને વૃધ્ધ અવસ્થા” એ “અમર સત્ય” છે એવી જ રીતે “વાસના, ચંચળતા અને મન” પર કાબુ નથી રહેતો એ પણ અમર સત્ય છે. હા, જે માણસ આ ત્રણ વસ્તુ પર કાબુ મેળવી લે તે ખરેખર સંતપુરુષ જ હોય શકે. બાળપણમાં “શરીર” ચંચળ હોય છે બસ તે આમ તેમ દોડયા જ કરે પછી આવે “યુવાની” ત્યારે વાસના ભરપૂર હોય છે જેને કાબુમાં રાખવી મુશ્કેલ બને છે અને “વૃધ્ધ” અવસ્થામાં “મન” ચંચળ હોય છે. જે બસ અહીંથી ત્યાં ભટક્યા જ કરે છે.
પ્રેમ વિશે તો ઘણું બઘુ કહી જ દીધુ છે મેં તો પણ હજુ કહુ છું. પ્રેમ આંઘળો હોતો નથી પણ તમે આંઘળા બનીને પ્રેમ કરો. તેમાં કોઇ જાત પાત જોવાની નથી આવતી.
પ્રેમ આંધળો જરુર હોય છે પણ બહેરો નહી માટે દિલનું સાંભળી દિલનું જ કરો. પ્રેમ માટે તો નાત પણ છોડી શકાય અને જાત પણ કારણકે પ્રેમના એવા કોઇ નિયમ નથી હોતા.
અને જયાં નિયમો હોય છે ત્યાં પ્રેમ હોતો નથી. માટે હજુ પણ કહુ છુ. હા, કયારેક ફસાઇ જઇએ છીએ આ પ્રેમના લીધે કોનુ માનવુ અને કોનુ નહી. સુડી વચ્ચે સોપારી. આ બાજુ જઇશ તો પણ કપાવાની અને પેલી બાજુ જઇશ તો પણ કપાવાની. એટલે તું કપાવાનો ડર ના રાખ તારે કપાવાનું તો છે જ પણ કઇ દિશામાં જઇને એ આપણે જ વિચારવાનું છે. તમને યાદ હોય તો આપણે બઘા નાનપણ માં ભણ્યા જ છીએ કોઇપણ કામના બે રસ્તા હોય છે. એક સારો તો બીજાે ખરાબ.
પહેલો રસ્તાે ધીમે ધીમે પહોંચાડે મંજિલ સુધી પણ એકદમ સુરક્ષિત અને બીજાે રસ્તાે તો જલ્દી પહોંચાડી દે પણ ત્યાં સમસ્યાના પોટલા વધુ જોવા મળશે.
હા, પ્રેમ પડયા પછી માણસ સેન્ટી જરુર બની જાય છે પણ એ સેન્ટી એવા બનો કે પોતાના પ્રેમ માટે છેલ્લા શ્વાસ સુધી લડી જાય. પોતાના પ્રેમ માટે હર હાલ માં સાથે ઊભાે રહી જાય. પ્રેમ તો કાઇ કાસ્ટ પુછીને થતો નથી અને થઇ જાય પછી તે પાછુ વળીને જોતો નથી. તુ પ્રેમ કરતા નથી ડરયો તો પછી હવે ડર શેનો છે તને? હા, કદાચ તો નહી મને વિશ્વાસ છે પરીવાર ના માને પણ પરીવાર એ નથી જાણતુ કે તે કેટલા ભાગ્યશાળી છે કે તેનો છોકરો કે છોકરીએ ભાગીને લગ્ન કરતા પહેલા અમને પુછ્યુ અમને મનાવ્યા. અને આપણે પણ કદાચ પહેલા આપણી જાતને સાબીત કરવી જોઇએ.
આપણે પહેલા આપણા પગ પર ઊભા રહી જઇએ તો આપણે વાત કરતા ઓછા ડરીએ અને સામે વાળા પણ આપણી વાતને એક વાર તો સાંભળે જ. કારણકે અહીં પૈસા બોલે છે પ્રેમ નહી.
અને સમાજ? સમાજની તો ફિકર જ નહી કરવી. આ એ જ સમાજ છે જયાં સારા કામ પછી અને ખરાબ કામની પહેલા ખબર પડે છે. અફસોસ છે કે હું એ જ સમાજનો હિસ્સો છું પણ હું કોઇ દિવસ કોઇના ખરાબ કામને ફેલાવતો નથી કે નથી એમને કયારેય ખીજવતો. માણસ છે ભૂલ બઘાથી થાય અને આ એ જ સમાજ છે જે એમની ભૂલનું પ્રાયશ્ચિત પણ શાંતીથી નથી કરવા દેતુ. પહેલા જ કહયુ છે મેં હું આ સમાજ પર થૂંકીને મારુ થૂંક પણ બગાડવા નથી માગતો.
મને આ સમાજની ભાષા નથી આવડતી એટલે જ કોઇ ગાંડો કહે તો કોઇ અસામાજિક પણ હું આવો જ છું અને ગર્વ છે કે મને પ્રેમની ભાષા તો આવડે જ છે.
અરે! જીદંગીના વર્ષ કેટલા? આંગળીના વેઢે ગણાય એટલા જ ને? તો પછી માથાકુટ કેટલી? બિન્દાસ જીવો. બિન્દાસ પ્રેમ કરો. દરીયા કિનારે ફરો મસ્ત લહેરાતા વાળ સાથે સેલ્ફી પાડો. અત્યારની કોમ્પ્લીકેટેડ લવ લાઇફથી મુંજવણ માં ના પડો અને ખુશ રહો કારણકે લગ્ન પછી તમારા છોકરાને સંભળાવવા માટે તમારી પોતાની જ એક સ્ટોરી હશે ત્યારે તે હીર-રાંજા કે લૈલા-મજનુ ની નહી પણ તમારી લવસ્ટોરી સાંભળીને ખુશ થશે. મુશ્કેલી તો બઘા કામમાં હોય છે પણ હસતા મોઢે જે સામનો કરે તે જ સાચો માણસ. એટલો જ ડરવુ તો બિલકુલ નહી અને જે થવાનુ છે એતો થવાનુ જ છે તો આવતીકાલની ચિંતામાં આજ ના બગાડવી.
તરસ, તરસ તો હોવી જ જોઇએ જીવનમાં. કોઇને પામવાની તરસ, કોઇનું બની જવાની જવાની તરસ, કોઇને દિલમાં વસાવીને બેસુમાર ચાહવાની તરસ. આ વાત તો પ્રેમની વાત થઇ બાકી તરસ બઘી જ વાતમાં હોવી જોઇએ. કાઇ બનવાની તરસ, કોઇ મુકામ હાંસલ કરવાની તરસ, અને તરસ હોય તો જ જીદંગી સરસ છે બાકી તો આંગળીના વેઢે ગણાય એટલા વર્ષ છે. અને જીવનનો સૌથી સારાે ગણાય એવો સમય એટલે જવાની અને મોજ શોખનો સમય એટલે જવાની એટલે જ જવાનીમાં બઘુ મળી જાય એટલે લાઇફ મસ્ત અને સક્સેસની સૌથી વધુ મજા તો જવાનીમાં જ આવે ને હાથમાં ફોરવ્હીલની ચાવી અને કોઇ સારો એવી ફોન અને મસ્ત લાઇફ પાર્ટનર અને બીજુ જોઇએ શું લાઇફમાં?
તો જલ્દી લાગો તમારા મનપસંદ કામમાં અને ખુબ જ સફળતા મેળવો...

પ્રકરણ:12

બંનેના પરિવાર એકબીજાને મળવા માટે તૈયાર થઇ ગયા હતા જેની પહેલી ખબર પ્રેમએ પુજાને કરી. પુજા તો બહુ જ ખુશ થઇ ગઇ કારણકે પ્રેમ પણ પોતાની પરીક્ષામાં પાસ થઇ ગયો હતો. હવે સમય હતો એકબીજાના પરીવાર સાથે વાત કરવાનો પણ પહેલ કઇ બાજુથી થશે તેની હજુ કોઇને ખબર ના હતી.
પ્રેમ અને પુજા બંનેને થોડાે થોડાે તો ડર હતો જ પોતાની અંદર કે અહીં સુધી પહોંચી ગયા પણ હવે કોઇ ભૂલ થશે તો નકકી હતું કે આગળ તો કાઇ જ નહી થાય અને બંનેને બીજા કોઇ સાથે લગ્ન કરવા પડશે પણ એ ડર થી એમ હિંમત કાઇ હારી જવાતી હશે. કાઇ પણ નહી થાય એ વિચારીને બંને એ એકબીજાના પરીવારને મળાવશે અને કોઇપણ જગ્યાએ જૂઠનો સહારો નહી લે એવું નકકી થયુ. પણ પછી વિચાર બદલાયો પહેલા પ્રેમ પુજાના પરીવારને મળી લે પછી પુજા પ્રેમના પરીવારને અને પછી બંને એકબીજાના પરીવારને મળાવશે ત્યાં વાત પહોંચીને અટકી. બંને સહમત થયા એકબીજાના આ નિર્ણયથી અને ગાડી પાટે ચડી.
પ્રેમમાં હંમેશાં એકબીજાને સમજવાની શક્તિ હોવી જોઇએ બસ માત્ર પોતાનું જ ધાર્યુ કરયા કરો તો પ્રેમ વધુ દુર સુધી ચાલતો નથી. સમજણતા, વિશ્વાસ અને નિસ્વાર્થતા એ પ્રેમના સૌથી વધુ ઉપયોગી અને જરુરી પરિબળો છે. આ ત્રણ વગર પ્રેમતો એક ડગલુ પણ ના ચાલી શકે.
પ્રેમ પહેલા પુજાના પરીવારને મળવા માટે જવાનો હતો. થોડાે ડર જરુર હતો પણ એ ડર માત્ર મગજમાં હતો દિલમાં નહી. દિલ અને મગજનો ડર અલગ અલગ હોય છે. દિલ નો ડર કાઇ પણ કરાવી શકે છે કયારેક ખોટુ પગલું પણ ભરાવી દે છે તો કયારેક સમજણ વિનાનું કામ કરાવી બેસે છે.
પુજા સાથે એક તારીખ નકકી થઇ અને એ્ દિવસ બહુ જલ્દી આવી ગયો. આમ પણ સમય જતા વાર જ કયાં લાગે છે. પ્રેમ દરરોજ કરતા આજે થોડાે સરખો તૈયાર થયેલો જોવા મળતો હતો. પહેલી છાપ એ છેલ્લી છાપ. અને પ્રેમ પહેલી જ મુલાકાત માં પોતાની છાપ ખરાબ બનાવવા નહોતો માગતો.
બપોરના ૨ વાગ્યાનો સમય મળેલો જયારે પુજાના પપ્પા કામ પરથી ઘરે આવતા અને પ્રેમ લગભગ ૨ વાગવા માં પ મિનિટની વાર હતી ત્યાં જ પહોંચી ગયેલાે. પ્રેમની હાર્ટબીટ થોડી ફાસ્ટ ચાલી રહી હતી લગભગ ૧ મિનિટમાં ૧૦૦ ઉપર ઘબકારા લઇ રહી હતી અને આ સમયે જો કોઇ ખરાબ સમાચાર મળે તો પ્રેમને ત્યાં જ હાર્ટએટેક આવી જાય એ તો પાક્કુ જ હતુ. પ્રેમ પોતાનાે એક હાથ તેના હ્રદય સાથે જોડાયેલો રહે એ રીતે અદપ વાળીને બેઠો હતો.
પુજાના પપ્પા બસ આવવાની તૈયારીમાં જ હતા અને આ તેમનો જમવાનો સમય હતો પણ મળવાનું નિમંત્રણ પણ બપોરના સમયે જ મળ્યુ હતું એટલે જવુ જ રહયુ. જમવાનો સમય હતો એટલે પ્રેમ થોડાે શરમાઇ રહયો હતો અને એટલામાં જ પુજાના પપ્પા પણ આવી ગયા. હાથ અને મૌં ધોઇને પ્રેમની બિલકુલ સામે બેઠા. પ્રેમની હાર્ટબીટ ફરી પાટા પર ચડી અને દોડવા લાગી.
બંને એ બસ એકબીજા સામે જોઇને આંખ મિલાવી હતી કોઇ કાઇ બોલ્યુ ના હતું. એટલામાં પુજાના પપ્પાએ શરુવાત કરી.
“શું કરે છે તુ? અને શું સ્ટડી કરી તે?”
જો કે પુજા એ બઘુ કહયુ જ હતુ અને આતો માત્ર ફોર્માલીટી હતી જે નિભાવી જ પડે.
“અત્યારે તો નાનુ એવુ પ્રાઇવેટ કામ કરુ છુ અને મેં મિકેનીકલ એન્જીન્યરીંગ કમ્પલેટ કરયુ.” પ્રેમ બોલ્યો.
વધુ બોલવા કરતા પ્રેમને જેટલા સવાલ પૂછવામાં આવે એટલો જ જવાબ આપવો તે વધુ યોગ્ય લાગ્યુ.
“કેમ જોબ નથી કરતો? કે પછી મળી નહી?” પુજાના પપ્પા બોલ્યા.
આ સવાલ તો ડાયરેક્ટ પ્રેમના દિલ સાથે ભટકાયો.
પુજાના પપ્પાએ તો જે જોયને આ સવાલ કરયો હોય એની ખબર નહી પણ એક એન્જીન્યર માટે તો આ ડાયરેક્ટ બેરોજગારી જ બતાવતો સવાલ હતો.
“ના, જોબ મળતી હતી પણ શરુવાતમાં તો બઘા પ૦૦૦-૬૦૦૦ આપવા માટે તૈયાર હતા જે મને પોસાય તેમ ના હતા. એના કરતા વધુ તો હું અત્યારે આરામથી કમાઈ લવ છું. અને પછી કોઇ સારો પ્રાઇવેટ ધંધો કરવાનો વિચાર છે. જે હું લાઇફ ટાઇમ કરી શકુ.” પ્રેમ બોલ્યો.
“શું કરે તારા પપ્પા અને બીજા ભાઇ? અને એક ઘર સિવાય બીજે કાઇ જમીન કે એવુ છે?” પુજાના પપ્પા બોલ્યા.

“મારા પપ્પા તમારી જેમ એક કોન્ટ્રાકટર જ છે અને એક ભાઇ ડ્રગ(મેડીસીન) અને સાથે બીજુ ફૂડ મેન્યુફેકચરીંગ કરે છે અને બીજો ભાઇ ઓનલાઇન, ઇ-કોમ નું સંભાળે છે. વાત રહી જમીન અને પૈસાની તો કાકા, ના ગામડે ૨ વીઘા છે જેમાં પપ્પા સીવાય બીજા કોઇને હક નથી જોતાે કે નથી કોઇને લેવો. કારણકે એના પર કોઇનો હક નથી અને હા, એક જ ઘર છે બીજા કદાચ હોય શકે પણ મેં હજુ મારા પપ્પાને એવુ કાઇ પુછ્યુ નથી. કારણકે હું ખુદ મારા હાથે મારા પગ પર ઊભાે થવા માગુ છુ. અને પુજાને પણ હું ખુશ જ રાખીશ.” પ્રેમ બોલ્યો.


હજુ પુજાના પપ્પાના સવાલ તો શરુ જ હતા અને લગભગ ૧ કલાક જેવો સમય પણ જતો રહયો હતો એટલે પુજાના પપ્પાને પણ થોડી ઊતાવળ હતી એટલે તેને લાસ્ટ અને ખુબ જરુરી સવાલ મુક્યો.

“તમે બંને એકબીજાને પસંદ કરો છો અને પ્રેમ પણ કરો છો. ચાલ હું તો માની લવ તું અમારી પુજાને હેરાન નહી કરે અને તેનુ ખુબ ધ્યાન રાખીશ પણ તારા પરીવાર ના દબાવ નીચે
તે પુજાને હેરાન કરી તો અને તમારા આ લવમેરેજ છે તો પાછળથી તારા પરીવારે અમારી પુજાને હેરાન કરી તો?” પુજાના પપ્પા બોલ્યા.

પ્રેમ થોડાે મૂંજવણમાં મુકાયો. સવાલ એટલો અઘરો નહોતો પુછ્યો પણ પુજાના પપ્પાને પ્રેમના જવાબ પરથી વિશ્વાસ થઇ જવો જોઇએ કે ના, મારી દીકરી પ્રેમ સાથે અને તેના પરીવાર સાથે સુખી રહેશે. એવો જવાબ આ સમયે આપવો જરુરી હતો.

“તમે કહો છો એવુ બઘુ કદાચ થઇ શકે. તમને ખબર જ હશે કદાચ આ સમયે લગભગ દીકરાના લગ્ન પછી જો સાસુ થોડી પણ વહુને હેરાન કરે તો દીકરો પત્ની સાથે બીજે રહેવા ચાલ્યાે જ જાય છે અને મારા એક ભાઇના લગ્નને ૬ વર્ષ થયા અને બીજાના લગ્નને ૨ વર્ષ પણ હજુ મારા પરીવારએ કોઇ વહુને હેરાન નહી કરી કારણકે મારા ઘરે પહેલેથી કોઇ છોકરી નથી એટલે મારી ભાભીને વહુ નહી પણ દીકરીની જેમ સાચવે છે અને પુજા પણ એ જ રીતે રહેશે મારા ઘરે. એક વહુ તરીકે નહી એક દીકરી તરીકે.” પ્રેમ બોલ્યો.
પ્રેમ આવ્યો તેને લગભગ ૧ કલાક ઉપર થઇ ગયેલુ અને પ્રેમને પુજાના પપ્પાના ચેહરા પરથી લાગ્યુ કે તેના લાસ્ટ સવાલના જવાબથી તે સંતુષ્ટ છે અને હવે તેને પાછુ કામ પર જવાનુ હશે એટલે ઊતાવળ તો હશે જ.

હજુ પુછવા માટે તો ઘણા સવાલ હતા પણ આમ જ થોડાે સવાલ જવાબનો સિલસિલો ચાલતો રહયો અને આખીર કાર અંત આવ્યો સવાલોનો. અને તેમને પણ લાગ્યુ કે કોઇ પણ બાજુથી પ્રેમ ખરાબ નથી. પુજાની પસંદ તેમને પણ થોડા કરતા થોડા વધુ અંશે સારી લાગી.

આ પ્રેમ અને પુજાના પપ્પાની પહેલી મુલાકાત ૧.૩૦ કલાક ઉપરની હતી પણ તે એક મુલાકાત બંનેના આગળના જીવન પર સારી એવી અસર કરવાની હતી. તે એ બંને જાણતા હતા.
હવે વારો હતો પુજાનો પ્રેમના પપ્પાને મળવાનો આ થોડો રોમાંચક હતો કારણકે આવારા તો છોકરી કરતા છોકરા જ વધુ હોય છે. હવે પ્રેમના પપ્પા કેવા સવાલ કરશે પુજાને એ જોવાનુ હતુ. તરત જ પુજા અને પ્રેમના પપ્પાની મીંટીંગની તારીખ આવી ગઇ.

પ્રકરણ:13


પ્રેમ અને પુજાએ મળીને તારીખ નકકી કરી લીધી હતી અને પુજાની વાત પરથી લાગતુ પણ હતુ કે પુજાના પપ્પાને પ્રેમમાં કોઇ વાંધો લાગ્યો ના હતો અને એક તરફથી વાત અડઘીતો ફીક્સ હોય એમ લાગી રહયુ હતુ અને બસ બીજા દિવસની સવારે જ પુજાની મીંટીંગ પ્રેમના પપ્પા સાથે હતી અને તેઓ બંને પહેલા એકબીજાના પપ્પાને મળીને પછી જ એકબીજાના પરીવારને મળાવવા માગતા હતા. એટલે જ પહેલા બંનેએ એકબીજાના પપ્પાને મળવાનું નક્કી કરેલુ.
સવારે લગભગ ૧૦ વાગ્યાનો સમય હતો અને આ મીંટીંગ ઘર પર રાખવામાં નહોતી અાવી એક કોફી શોપ પર રાખવામાં આવેલી.
પ્રેમના પપ્પાને તો કોફી કે ચા પીવાનું એવુ કાેઇ વ્યસન ના હતું પણ સરખી વાત થઇ શકે તે માટે કોફી શોપ પર મીંટીંગ ફીક્સ કરેલી અને એ પણ પ્રેમએ જ કરેલી.

“પ્રેમ પુજાને લઇને કોફી શોપ પર પહોંચયો અને પહોંચીને પ્રેમએ તેના પપ્પાને ફોન કરયો પુછવા કે કેટલી વાર લાગશે હજુ. બસ આવી જ રહયો છું એવો જવાબ સંભળાયો સામેથી.”
અને ત્યાં સુધી કેમ કોઇ સારુ કામ ના કરાય? એવા જ વિચારમાં તે પુજા સામે એકનજરે જોય રહયો હતો. લાંબા કાળા વાળ અને આજે તે ખુલ્લા ના હતા પણ “ચોટલો” લઇ રાખેલો હતો એ પણ થોડાે “ફેન્સી.” મેકઅપ તો કોઇ દિવસ કરવાનો જ ના આવતો તો પણ “ગુલાબી” દેખાતા એ “ગાલ” અને “હોઠ” અલગ જ રંગત આપી રહયા હતા. ત્યાં જ નજર ગઇ તે આંખ પર. સહેજ “કાજલ” ભરેલી આંખ જે પહેલી વાર જોઇને જ પ્રેમ તે આંખમાં ડૂબી ગયેલો અને આજ સુધી ડૂબેલો જ હતો. કાનમાં પહેરેલી હાર્ટ શેપ વાળી ડાયમંડની બુટી જે પ્રેમએ જ ગીફટમાં આપેલી. સુરજના કિરણોથી તે ચમકીને “જગારા” મારી રહી હતી પણ પુજાના ચહેરાની “ચમક” આગળ તે ઓછી જ લાગી રહી હતી.નાકની નથડીની તો વાત જ અલગ હતી. થોડાે લાઇટ પીંક કલરનો ડ્રેસ જેમાં ડીજાઇન જોવા મળતી હતી અને આ બઘુ સાથે મળીને ભેગુ કરીએ એ જ હતી પુજા જે પ્રેમની સમક્ષ ઊભી હતી. કામદેવ એ જાણે ભરી ભરીને સોન્દર્ય આપ્યુ હોય. ફૂલ સામે જોવે તો એ પણ શરમાઇને મુરજાય જાય એવી એક “અદભુત” રચના.
પુજા કાઇ પુછી રહી હતી પણ પ્રેમ તો હજુ તેને જોવામાં જ વ્યસ્ત હતો. અને હાથ, હાથના નખ પર ડ્રેસને મેચ થતી ૩-૩ રંગની નેઇલ પોલીશ હાથને પણ રંગીન બનાવતા હતા.
“કયારે આવે છે પપ્પા? હવે તે પ્રેમને સંભળાયુ.”
“બસ હમણા આવે જ છે ચાલ અંદર બેસીએ આપણે.”
હમ્મમ, ચાલ એમ કહીને પુજા અને પ્રેમ બંને અંદર જઇને બેઠા.

ત્યાં બસ પ્રેમને અંદર કોફી શોપના એ આરપાર દેખાતા કાચ માંથી તેના પપ્પા ગાડી સરખી મુકી રહયા હતા તે દેખાયુ અને બંને સરખા બેસી ગયા.

પ્રેમના પપ્પા ટેબલ પાસે પહોંચ્યા અને એક ભારતની સંસ્કૃતી મુજબ પુજાએ પ્રેમના પપ્પાના “ચરણ સ્પર્શ” કરયા. બસ ત્યાં જ લગભગ પ્રેમના પપ્પાનું અડઘુ દિલ પુજાએ જીતી લીધુ હતુ.

અને આપણી ભારતીય સંસ્કૃતી સૌથી વધુ “મર્યાદા”ની અને પોતાના “સંસ્કાર”થી વધુ પ્રચલિત છે પણ હવે? માત્ર દેખાડો જ કે બીજુ કાઇ? જો ઘરના મોટા વડીલોને પગે ના લાગીએ તો સંસ્કાર વિનાના કહે બઘા? અને બઘાને લાગીએ તો સંસ્કારી. આ તે કયા “માપદંડ”થી માપવાની રીત છે? સંસ્કાર એ જ! જે બઘા વચ્ચે શું અને કેવુ બોલવું તે શીખવે. જીભને દોડાવતા નહી પણ બોલતા શીખવે. બીજા પ્રત્યે માન અને સંબંધ જાળવતા શીખવે. બાકી પગે લાગવાથી કે ના લાગવાથી કોઇ સંસ્કાર વાળુ કે વગરનુ નહી થઇ જતુ. હંમેશાં માન, સન્માન ખરા અર્થમાં એને જ મળે છે જે બીજાને “માન” અને “સન્માન” આપે છે. એ પછી વડીલ હોય કે નાનુ બાળક. એમને પ્રેમથી માન આપશો તો ચોક્કસ એક ઇજ્જત મળશે. “સાચી ઇજ્જત”. એ પરાણે આપેલુ માન નહી હોય.

“તુ જ પુજા છે? એમને જેના વગર અમારાે પ્રેમ રહી નહી શકતો? પ્રેમના પપ્પા આવતા સાથે જ બોલ્યા.”
લગભગ પુજા થોડી “ગભરાઇ” પણ સાથે સાથે “હા” પણ પાડી.
“શું કરે છે તુ? ખાલી ઘરના કામ કાજ જ કે બીજુ કાઇ પણ?” પ્રેમના પપ્પા બોલ્યા.
“ઘર ના કામ કાજ તો બઘા કરુ છુ અને સાથે સાથે કલાસ પણ ચલાવુ છુ. એટલે નાના છોકરાઓને ટયુશન કરાવુ છુ.” પુજા બોલી.
“હમ્મમ, ટયુશન! ગુડ. સરસ. અને ભણેલી શું છે તુ?” પ્રેમના પપ્પા બોલ્યા.
“ફેશન ડીજાઇનીંગ કરેલુ છે મેં.”
“ઓહ્હ્હ, તો પછી તને ફેશન કરવાનો શોખ તો હશે જ ને?” પ્રેમના પપ્પા બોલ્યા.
“ના, પપ્પા હું એકદમ સીમ્પલ અને સરળ રહેવામાં વધુ માનું છું અને મને એ જ વધુ પસંદ છે. બીજાની જેમ વધુ નખરા કરવા મને નહી પસંદ.”
“સારુ ચાલો, એ વધુ સારુ કહેવાય અને ઘરના બઘા કામ આવડે છે? “રાંધણકળા” અને બીજુ બધુ સાથે?” પ્રેમના પપ્પા બોલ્યા.
“હા, મારા ઘરે હું જ બઘુ કરુ છુ એટલે મને આવડે જ છે બસ ખાલી રોટલો બનાવતા શીખવાનુ છે જે બહુ જલ્દી શીખી જઇશ.”
“એતો ચાલશે આમ પણ પ્રેમને રોટલો નહી ભાવતો. સાથે ટોન્ટ મારતા મારતા પપ્પા બોલ્યા.”

“હા, પણ મારે તો પ્રેમ સાથે તેના પરીવાર સાથે પણ રહેવુ છે એટલે બઘુ શીખવુ તો પડશે જ ને. એટલે એ બનાવતા પણ શીખી જઇશ હું.”

“હા, તારી ફેમીલી વિશે તો મને જાણ છે બઘી પણ એક વાત જાણવી છે. તું આ ડફોળ ના પ્રેમ માં કેમ પડી. સુંદર, સુશીલ છે તો આ કેમ પસંદ આવ્યો?” પ્રેમના પપ્પા બોલ્યા.
“ના, પપ્પા એ ડફોળ નથી. પણ સૌથી વધુ સમજદાર અને પ્રેમ કરવા વાળો છે પ્રેમ. એનાથી પણ વધુ એક સૌથી વધુ મારુ ધ્યાન રાખનાર છે. અને તે પ્રેમ કરતા તો જાણે જ છે પણ નિભાવી રાખે તે જ સાચો પ્રેમ. અને પ્રેમ તો નિભાવતા બહુ સારી રીતે જાણે છે. બસ એ જ વાતથી પ્રેમ સાથે પ્રેમ સહેલાઈથી થઇ ગયો.” પુજા બોલી.

“હમ્મમ, તારા પરીવાર સાથે કયારે મળાવે છે? એટલે હવે જલ્દી સગાઈની તારીખ નક્કી કરીએ. હવે બહુ મોટા થઇ ગયા છો તમે બંને.” પ્રેમના પપ્પા બોલ્યા.
“બહુ જલ્દી, બસ હું ઘરે પપ્પા સાથે વાત કરીને પ્રેમને તારીખ કહી દઇશ.” પુજા બોલી.
“સારું, તમારે બેસવુ હોય તો બેસો. હું નીકળુ મારે થોડુ મોડુ થાય છે. અને જતા જતા મુહદેખાઇની ભેટ આપતા ગયા. જે પ્રેમએ તો વિચારયુ પણ નહોતુ કે આવુ કાઇ મળશે.” પ્રેમના પપ્પા બોલ્યા.

પ્રેમના પપ્પા તો નીકળી ગયા. પછી પ્રેમએ બે કોલ્ડ કોફીનો ઓર્ડર કરયો કારણકે મફતમાં કોઇને ત્યાં કલાક બેસીને એમ જ તો નીકળી ના જવાય. આમ પણ પ્રેમ અને પુજા બંનેને કોફી વધુ પસંદ હતી.

“પ્રેમ તુ લગ્ન પછી પણ આવુ જ ધ્યાન રાખીશ મારુ?” પુજા બોલી.
“કોફી પીતા પીતા પ્રેમ એ હા કહી. કેમ કોઇ શક?”
“ના, શક તો કોઇ નથી પણ પછી તને બાયલો કે જોરુ કા ગુલામ કહેશે બઘા.” પુજા બોલી.
“કહે તો શું છે? અહીં તો આવુ જ છે બૈરીનું ધ્યાન રાખીએ તો “બાયલો” અને ના રાખીઅે તો “નરાધમ દુરાચારી” કહે. સો આઇ જસ્ટ ડોન્ટ કેર.” પ્રેમ બોલ્યો.
બસ આમ જ બંને “લવ બર્ડ” વાત કરતા કરતા પોતાની સફળતા “એન્જોય” કરતા હતા. અને એકદમ ખુશ હતા. જાણે આખી દુનીયાની ખુશી ભગવાને એકસાથે પ્રેમ અને પુજાને આપી દીધી ના હોય.
હવે વાર હતી એક આખરી “પ્રકરણ”ની બંને ના પરીવારને મળાવવાની જે પણ બહુ જલ્દી જ પુર્ણ થવાનુ હતું.


પ્રકરણ:14



પ્રેમ અને પુજા બંને એ સાથે મળીને નેકસ્ટ સન્ડે જ બંનેના પરીવારને મળાવવાનું નકકી કરયુ. હવે તેને બને એટલુ જલ્દી જ બઘુ પતાવવુ હતુ અને રવિવાર ને પણ માત્ર બે જ દિવસની વાર હતી એટલે નેકસ્ટ સન્ડે જયારે બઘા ફ્રી હોય ત્યારે જ મીંટીંગ ગોઠવી દીધી અને મીંટીંગ હતી પ્રેમના ઘરે કારણકે એ બહાને પુજાનુ પરીવાર પ્રેમનુ ઘર પણ જોય લે અને ફાઇનલ નિર્ણય જલ્દીથી લેવાય જાય.
બે દિવસ વિત્યા અને રવિવાર મીટીંગનો દિવસ આવી ગયો. હવે પ્રેમ કે પુજા બે માંથી કોઇને કોઇ વાતનો ડર કે ગભરાહટ ના હતી. બસ હતી તો ખુશી બે પરીવારને મળાવવાની. એક નવો સંબંધ બનાવવાની.
બપોર ના ૪ વાગ્યે બઘા મહેમાન આવવાના હતા એટલે પ્રેમ થોડો વ્યસ્ત હતો કામમાં. નાસ્તા અને પાણીની વ્યવસ્થા તો કરવી જ પડે ને અને આપણા ગુજરાતી માટે તો મહેમાન એટલે ભગવાનનું બીજુ સ્વરુપ. આંગણે ઊભેલા દુશ્મન મહેમાન માટે પણ બઘુ કરી છુટવાની સંસ્કૃતી એ જ ખરો ગુજરાતી. ખરો ભારતીય. ત્યારે આતો આપણા પોતાના હતા એટલે થોડી ખાસ વ્યવસ્થા કરવી જ પડે ને.
પ્રેમના ઘરે પણ બઘા મહેમાનના સ્વાગત માટે જલ્દીથી તૈયાર થઇ ગયેલા. બસ હવે પુજાના પરીવારની આવવાની રાહ જોવાઇ રહી હતી.

સમય કરતા થોડા વહેલા આવી પહોંચ્યા મહેમાન. પ્રેમ અને તેનો પરીવાર બઘાને આવકાર આપી રહયો હતો પણ સાથે પ્રેમની નજર પુજાને શોધી રહી હતી. પ્રેમ એ આજે વ્હાઇટ કલર નો શર્ટ જેમાં જીણી ડીજાઇન હતી અને બ્લુ પેન્ટ પહેરેલુ અને પ્રેમને પણ વિશ્વાસ હતો કે પુજા પણ કાઇ મેચ થાય એની સાથે એવુ જ પહેરીને આવી હશે. પણ પુજા તેને દેખાઇ નહોતી રહી.
“પુજાના પપ્પા આવ્યા પછી મમ્મી અને સાથે સાથે પુજાની મોટી બહેન અને નાનો ભાઇ ઘરમાં અંદર આવ્યા ત્યાં હજુ પ્રેમ પુજા કયાં છે એમ પુછવા જઇ રહયો હતો ત્યાં જ પ્રેમના પપ્પાએ પુછ્યુ. પુજા નથી આવી?
આવે જ છે નીચે હશે?” પુજાના પપ્પા બોલ્યા.
ત્યાં પ્રેમની આંખમાં “રોનક” પાછી આવી ગઇ.

અને પ્રેમની નજર અચાનક દરવાજા નજીક ગઇ અને એકદમ સામે જ “બ્લુ ડ્રેસ”માં કોઇ ઊભુ હતુ અને તે જ હતી પુજા. પ્રેમનો વિશ્વાસ જળવાઇ ગયો એને ખબર જ હતી કે મેચ તો થશે જ અને પ્રેમના “વ્હાઇટ શર્ટ”માં પણ “બ્લુ” ડીજાઇન હતી અને પુજાનો બ્લુ ડ્રેસ “મેચ” તો થઇ જ ગયુ.
વાત આગળ વધારીએ. બઘા પોતપોતાની જગ્યાએ ગોઠવાઇ ગયા હતા અને આજ તો કોઇ પાસે પુછવા માટે સવાલ પણ ના હતા કારણકે તે આગળ પહેલા જ પુછાય ગયેલા હવે તો બસ પ્રેમ અને પુજાના પપ્પા એકબીજા સાથે વાતો કરી રહયા હતા અને પુજા સાથે પ્રેમનો પરીવાર વાત કરી રહયો હતો અને થોડા સવાલો અને જવાબો પણ.

પ્રેમ ઊભાે થઇ બઘા માટે લાવેલો નાસ્તાે લેવા ગયો અને ટ્રે વચ્ચે મુકવામાં આવી. વાતો સાથે ધીમે ધીમે નાસ્તો શરુ થયો.

“ત્યાં પ્રેમ બોલ્યો. હું બોલવા માટે તો નાનો છુ પણ તમે બઘા એ સંબંધ દિલ થી તો અપનાવ્યો છે ને? પછી પાછળથી કાઇ વાંધો તો નહી આવે ને અને જો કાઇ એવુ હોય તો અત્યારે જ કહી દેજો.”

“બરાબર કહયુ તે પ્રેમ. બસ એક સવાલ હતો લગ્ન પછી તુ ધ્યાન તો રાખીશને પુજાનું?” પુજાના પપ્પા બોલ્યા.

“કાકા, તમને એનો જવાબતો પહેલા જ મેં આપી દીધો છે અને આ વાવાઝોડાં માંથી પસાર થયા હું અને પુજા તો એ પુજાને હેરાન કરવા માટે તો નહી ને એટલે તમે એની ચિંતા ના કરો.” પ્રેમ બોલ્યો.
પુજાના પપ્પા પછી કાઇ ના બોલ્યા.

“મારો પ્રેમ હવે મોટો થઇ ગયો છે અને તે પુજાને સારી રીતે સંભાળી લેશે પુજાને. પ્રેમના પપ્પા બોલ્યા.
પ્રેમના અને પુજાના ચેહરા પર સ્માઇલ આવી ગઇ.”
“ત્યાં પ્રેમના મમ્મી પણ બોલ્યા કે અમને પણ પુજા પસંદ છે બોલો તમને અમારો પ્રેમ પસંદ છે?” પુજાના મમ્મીને પુછયુ.

“હા, પુજાના પપ્પાને પસંદ એટલે અમને પણ પસંદ છે પ્રેમ.” પુજાના મમ્મી બોલ્યા.

“તો ચાલો હવે કંકુના કરીએ અને હવે “વેવાઇ” બની જઇએ.” પ્રેમના પપ્પા બોલ્યા.

“ઊભા રહો.” પ્રેમ બોલ્યો.
બઘા પ્રેમ સામે જોઇ રહયા હતા. કેમ શું થયું? “પુજા બોલી” અે પણ “જોર”થી.
રુમમાં “સન્નાટો” થઇ ગયો અને બઘા બસ પ્રેમ અને પુજા સામે જ જોઇ રહયા.

અર્્ર્રે પહેલા મૌં તો મીઠુ કરીએ પછી વેવાઇ બનાવીએ તમને. પ્રેમ બોલ્યો.
પ્રેમ ઊભાે થઇને આઇસક્રીમ ભરેલી ટ્રે લઇને આવ્યો. અને બઘા એકદમ ખુશ થઇને મૌં મીઠુ કરયુ.
દેખાવમાં એકદમ સરળ દેખાતા સંબંધો પણ પાછળ કેટલો ભોગ આપેલો હોય તે બઘાને ખબર નથી હોતી અેટલે જ સંબંધો સાચવો. જીદંગીની “અમૂલ્ય” ભેટ હોય છે આ સંબંધો.

પ્રેમ અને પુજાની ઇચ્છાથી તેમને બંને એ જ ફીક્સ કરેલી તારીખ પર તેમની સગાઈ ગોઠવવામાં આવી.
અને એ દિવસે ખરેખર પ્રેમનો વિજય થયો. એક સાચા પ્રેમનો વિજય.

અહીં આ સ્વીટ કયુટ લવસ્ટોરીનો અંત કરુ છુ અને હા, એ દિવસે પ્રેમ અને પુજા બંને સાથે ફરવા ગયા એ પણ કોઇના ડર વગર. આકાશમાં ઊડતા પંખીની જેમ. જો તમે પણ આવો જ પ્રેમ કરયો છે તો નિભાવજો જરુર અને પ્રેમ થકી તમે જ ઊંચા આવશો તે છાતી ઠોકીને હું કહુ છું.

પ્રેમમાં કોઇ “પાગલ” બને છે તો કોઇ “પંડિત” અને કોઇ મારા કાલીદાસની જેમ પહેલા પાગલ અને પછી પંડિત બને છે. વિચાર તમારો છે તમારે સમાજના ભોગે પ્રેમ છોડી પાગલ બનવુ છે કે પ્રેમને હાંસલ કરી પંડિત.

હવે અહીં પ્રેમ કે પુજાનુ તો કાઇ નહી થવાનુ પણ તમારુ શું થશે એ વિચારવાનુ છે. પ્રેમ કરયો છે તો ડરો નહી હિંમતથી તેનો સામનો કરો જરુર પરિણામ “પોઝીટીવ” જ આવશે અને હંમેશાં પોઝીટીવ વિચારો. વિચારો ની બહુ સારી એવી “અસર” થાય છે જીવનમાં અને જેવુ વિચારશો તેવુ જ પામશો અેટલે જ વિચાર “ઊંચા” અને “પોઝીટીવ” રાખજો.

સ્ટોરીનો આ લાસ્ટ પાર્ટ અને ઘણા બઘા રીવ્યુ મળ્યા અને ઘણા રીડર મિત્રોનો પ્રેમ પણ મળ્યાે. એ બદલ ખુબ ખુબ આભાર તમારા બઘાનો જેણે રીવ્યુ આપ્યા અને જેમને નહી આપ્યા અને ખાલી વાંચીને ખુશ થયા એમનો પણ બહુ આભાર. સારી લાગે તો બીજા ૧૦ ને કહેજો અને ના લાગે તો ૨૦ પણ સાથે મને જરુર કહેજો. તમે વાંચક મિત્રો છો તો જ અમે લેખક છીએ. એટલે જ તમારા રીવ્યુ અમારા શબ્દોમાં પ્રાણ પુરવાનું કામ કરે છે માટે જ ના આપ્યા હોય અને ઇચ્છા હોય અને ના હોય તો પણ રીવ્યુ તમારા બહુ જ મુલ્યવાન નહી પણ અમુલ્ય છે.

હજુ પ્રેમનો અહીં “અંત” નહી થતો બહુ જ જલ્દી એક નાનકડી બીજી સ્ટોરી લઇને આવીશ.

લવ યુ ઓલ.
આભાર!

સમાપ્ત.

Email id:

Mob. No. 9712027977

Facebook: http://www.facebook.com/kajavadara