THE JACKET CH.3 in Gujarati Detective stories by Ravi Rajyaguru books and stories PDF | THE JACKET CH.3

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

THE JACKET CH.3


DESCLAIMER

All characters and incidents portrayed and the names used in this story are fictitious and any resemblance to reality is pure coincidence.

Any similarity or resemblance to the name,

character or history of any person (living or dead),

is entirely and purely co-incidental and un intentional.

Neither the contents of this story, nor the writer or any other person associated with

the story intend to outrage, insult, wound,

offend or hurt any religion or religious sentiments,

beliefs or feelings of any person(s), community or class of person(s)


રવિ રાજ્યગુરુ એ “ ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એન એડવેન્ચર “ ના વીસ વર્ષના નવોદિત યુવા લેખક છે. તેઓ મૂળ રાજકોટના વતની છે . હાલમાં તેઓ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિન્યરિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે . રવિ રાજ્યગુરુ વિવિધ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ કાર્યરત છે .

www.facebook.com/pages/ravirajyaguru , www.ravirajyaguru.blogspot.com , www.thejacketbyravi.blogspot.com , linkedin/ravirajyaguru , www.pnterest.com/ravirajyaguru www.twitter.com/@rajyaguru_ravi


special thanks...

  • મારા માતા-પિતા કે જેમના કારણે મારૂ અસ્તિત્વ છે , જેમણે મારામાં સંસ્કારોનું સિંચન કર્યું છે . મારો ભાઈ રાજ , જે મારા મિત્રથી પણ વિશેષ છે .
  • ભગવાન જે મારા બધા કામ સફળતા પૂર્વક પૂર્ણ થાય એની સંભાળ રાખે છે .
  • મારા સ્વર્ગસ્થ દાદા અને સ્વર્ગસ્થ દાદીમા જેમણે નાનપણમાં જ મને રામાયણ અને ભાગવતગીતા ના વિવિધ પ્રસંગો સંભળાવ્યા છે અને સમજાવ્યા છે અને કુટુંબીજનો , જેમના દ્વારા વિવિધ સંસ્કારોની સાથે સમાજના વિવિધ મૂલ્યો વિશે મને શીખવા મળે છે .
  • અમદાવાદ રહેતા મારા મોસાળ પક્ષના કુટુંબીજનો અને મારા ભાઈ-બહેનો . જેમણે મને અમદાવાદ શહેરની વિવિધ માહિતી પૂરી પાડી છે .
  • સંગીતકાર મનોજ અંકલ જેમને ગુજરાતી ફિલ્મઇન્ડસ્ટ્રી મનોજ-વિમલના નામ થી ઓળખે છે , તેમને હું મારા “ગોડફાધર” તરીકે વર્ણવું છું , જેમણે પોતાના અત્યંત વ્યસ્ત કાર્યક્રમોમાંથી મને સમય આપીને મારા શોખને આગળ લાવવા પ્રયત્નો કર્યા છે .
  • મોનિકાદીદી અને કિંજલદીદી જેઓ મને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર મળ્યા અને પછી મારી બહેન બની ગયા અને મને આ બુક લખવાની પ્રેરણા આપી અને રૂબરૂ મળ્યા ના હોવા છતાં દર વર્ષે મને રક્ષાબંધન પર યાદ કરી મારા માટે રાખડી મોકલે છે .
  • મારા મિત્રો ભક્તિ , શ્વેતા , નીરવ જેમના માટે સ્પેશિયલ થેન્ક્સ પણ બહુ ઓછું કહેવાય .
  • ઋષભ જોશી અને જીત પારેખ જેમના વખાણ હું કરું એટલા ઓછા છે . જેમાં ઋષભ જોશી એ જ આ બુકની ઓનલાઇન એપ્લિકેશન બનાવી છે .
  • જય થાનકી , જેમણે આ બુકનું કવર ડિઝાઇન કર્યું છે અને જૈમિન મણિયાર જેમણે મને બ્લોગિંગના સેમિનારમાં મને આવવા તક આપી જેના લીધે હું બ્લોગ લખી શક્યો .
  • આ સિવાય બીજા ઘણા મિત્રોના ગ્રુપ જેમ કે “ પરમેનેન્ટ રૂમમેટ્સ “ અને બીજા ઘણા મિત્રો જે હંમેશા મારી સાથે રહે છે મને યાદ કર્યા કરે છે .
  • મારી કોલેજ તથા અમારું સમગ્ર ડિપાર્ટમેંટ જેમણે હમેશાં કોઈ પણ સમયે નેટવર્ક વાપરવાની પરવાનગી આપી અને ખાસ તો લાઈબ્રેરી સ્ટાફ દીપેન વ્યાસ અને અન્ય સ્ટાફ મેમ્બર્સ જેમણે મારી લેખન કળા અંતર્ગત ઘણી બુક્સ વાંચવા આપી .
  • દર્શન નસિત , જેઓ મારા મિત્ર છે અને એક સારા લેખક છે જેમણે દર વખતે સાચું અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું .
  • મારા પ્રાથમિક શાળાના શિક્ષકોથી માંડીને માધ્યમિક અને કોલેજ સુધીના તમામ શિક્ષકો અને ગુરૂજનો જેમણે સમાજની એકતા વિશેના પાઠ ભણાવ્યા છે .
  • “MATRU BHARTI APP” કે જેમણે મને આપ સૌની સમક્ષ ઇ-બૂક સ્વરૂપે રજૂ કર્યો છે તેના માટે દિલથી આભાર વ્યક્ત કરું છું .
  • અંતે ખરા દિલથી આપ સૌ વાચકોનો જેમણે મારા પર વિશ્વાસ રાખી મારા કામને સ્વીકાર્યું અને મારા બ્લોગને પ્રખ્યાત બનાવ્યો .


  • Location : S.D.S. Institute of Engineering – Ahmedabad

    કોલેજના અમારા ગ્રીન કેમ્પસ માં પ્રિન્સિપાલ સરે અમને બધા વિધ્યાર્થીઓ અને પ્રોફેસરોને એકઠા કર્યા હતા . અમને જણાવવામાં આવ્યું કે ,

    “ અમેરિકા અને આફ્રિકાની દર વર્ષે અલગ અલગ સ્ટુડન્ટ્સ માટેની ઈવેન્ટ્સ થાય છે જેમાં આ વખતે આપણી કોલેજ ને પણ આમંત્રણ મળ્યું છે . આ વખતે સૌ પ્રથમ વખત એમણે આપણી Gujarat University ને આમંત્રણ આપ્યું છે. “ , આવું અમારા પ્રિન્સિપાલ ડૉ. અમિત સરે જણાવ્યુ અને તરત જ બધા સ્ટુડન્ટ્સ ખુશ થઈ ગયા અને સર ને તાળીઓથી વધાવી લીધા .

    ત્યારબાદ અમારા વાઇસ પ્રિન્સિપાલ તથા અમારા જ કમ્પ્યુટર ડિપાર્ટમેંટ ના હેડ વિશાલ સરે આ વિશે થોડું સમજાવ્યું કે ,

    “ આપણાં આ વર્ષના ફાઇનલ યર ના સ્ટુડન્ટ્સમાંથી કોઈ એક પ્રોજેકટ અમે કોલેજમાંથી સિલેક્ટ કરીશું જે શરૂઆત માં ગુજરાત લેવલ પર જશે પછી ત્યાંથી નેશનલ લેવલ પર અને પછી જો નેશનલ લેવલ એટ્લે કે india level પર જો સિલેક્ટ થાય પ્રોજેકટ તો એ પ્રોજેકટ ને ટોપ 10 પ્રોજેકટ ઓફ ઈન્ડિયા માં સમાવેશ કરવામાં આવશે. જેમાં આફ્રિકા ના સ્ટુડન્ટ વીઝા તેમજ 25,00,000/- રૂપિયા સ્કૉલરશિપ આપવામાં આવશે. જે તમને ત્યાં ભણવું હોય તો એમાં પણ હેલ્પફૂલ રહેશે “ , આટલું સાંભળતા જ ગર્લ્સ ના પાર્ટમાંથી “ wowwww….” આવા અવાજ સાથે તાળીઓના ગડગડાટ થી સર ના લેક્ચર ને વધાવી લેવાયું .આ પછી અમે બધા ક્લાસમાં ગયા .

    સામાન્ય રીતે મને થિયરિ કરતાં પ્રેક્ટિકલ માં વધુ રસ હતો આથી અમારા ક્લાસ ટીચર અને અમારા પ્રોજેકટ ગાઇડ પૂજા મેડમે મને કોલેજ પુરી થયે મળવાનું કહ્યું . મારા મોટા વાળ હોવાથી હું હંમેશા મારા વાળને જમણી બાજુથી આગળની તરફ અને ડાબી બાજુથી પાછળની તરફ રાખું છું અને હંમેશાં ગ્રીપર પેન વાપરું છું અને તેનાથી જ મારા વાળના છેડે રમત કરતી કરતી હું પૂજા મેડમની કેબિન માં પ્રવેશી .

    પૂજા મેડમની કૅબિન જૂની સરકારી ઓફિસની યાદ અપાવે તેવી હતી . વર્ષો જૂની ચોપડીઓનો સંગ્રહ કરવાનો તેમને શોખ હતો . ખાસ તો એ વધુ પડતાં ધાર્મિક હતા એટ્લે જ્યારે એમની કેબિનમાં જાવ તમને નવા નવા ધાર્મિક ગીતો સાંભળવા મળે એમની આ વાત મને બહુ ગમતી . કાળા કલરની એમના ચશ્મની સ્ક્વેર ફ્રેમ એના ચહેરા પર એકદમ સુંદર લાગતી હતી

    “ મે આઈ કમ ઇન મેડમ ?? “ , મેં પૂછ્યું .

    “ યસ મીરા પ્લીઝ કમ ઇન “ , મેડમે કહ્યું .

    અમારો એ કરડ કરડ અવાજવાળો ઓફિસ નો દરવાજો મેં ધીમેથી બંધ કર્યો અને એમની સામેની ખુરશી પર બેસી ગઈ ગઈ . આ સમયે મેડમ કોઈ આધ્યાત્મિક બુક વાંચી રહ્યા હતા આથી હું કાંઇ બોલી નહીં અને આ બુક નું શીર્ષક હતું “ આત્મવિશ્વાસ અને સ્વામી વિવેકાનંદ “ . હવે તમને પણ ખ્યાલ આવીજ ગયો હશે કે બૂક કેટલી રસપ્રદ હોવી જોઈએ અને હું પણ સ્વામિ વિવેકાનંદની બહુ મોટી ચાહક છું એમના સિદ્ધાંત મને બહુ ગમે છે . ત્યારબાદ તેમણે પોતાના ચશ્મા ઉતારી બોક્સમાં રાખ્યા અને વાત શરૂ કરી .

    “ મીરા , મને ખબર છે ત્યાં સુધી તને પ્રેક્ટિકલ પ્રોજેક્ટ્સ માં વધારે રસ છે અને વધુમાં તારું પર્ફોમન્સ પણ એમાં સારું છે . તો મારી એવી ઈચ્છા છે કે તું આ વખતે કાંઈક એવો પ્રોજેકટ બનાવ જે તરત જ સિલેક્ટ થઈ જાય અને તને તેના આધારે આગળ વધવાનો ચાન્સ મળે “, આટલું બોલી મેડમે ઉધરસ ખાઈને તેમના એ પારદર્શક કાચના ગ્લાસમાં થોડું પાણી પીધું .

    “ હા , મેડમ હું સ્પીચ ઓપરેટેડ પ્રોજેકટ પર વિચાર કરું છું જે શક્ય છે અને કોઈએ વિચાર્યું પણ નહીં હોય એવો પ્રોજેકટ બની શકે એમ છે “ , ખબર નહીં કેમ પણ આટલો સરસ જવાબ એમને મારાથી અપાયો .

    “ હું તારું નામ યુનિવર્સિટિ મોકલવાના પ્રોજેક્ટ્સ માટે સિલેક્ટ થતું જોઈશ . બરાબર ?? તને એના માટે ઘણી બધી શુભકામના , wish you good luck for that . “, મેડમે કહ્યું .

    આ સમયે મારા માઇન્ડ માં એક જ વિચાર હતો કે ટૂંક સમયમાં કઈ રીતે બધુ થશે ?? પણ સાથોસાથ આત્મવિશ્વાસ પણ હતો કે થઈ જશે બધું જ અને હું જ જીતીશ . હું જ જઈશ આંતરરાષ્ટ્રીય કક્ષાની ઈવેન્ટમાં આફ્રિકા...

    * * * *

    મારાથી બનતી સખત મહેનત કરવાનું મેં શરૂ કરી દીધું હતું . ટૂંકમાં કહું ને તો મેં આફ્રિકા જવાનું નહીં પણ આફ્રિકા એ મને બોલાવવાનું નક્કી કરી લીધું હોય એવું લાગતું હતું . આજે એ દિવસ હતો જેની રાતથી મેં સોફ્ટવેર અને પ્રોગ્રામિંગ પર વિચારવાનું પર વિચારવાનું શરૂ કર્યું હતું . મારી જેમ જ મારી કોલેજ ના બધા સ્ટુડન્ટ્સ તનતોડ મેહનત કરી રહ્યા હતા . અમને અમારા આ પ્રોજેક્ટ્સ માં બધા પ્રોફેસર્સ પણ પર્સનલી અમારા પર ધ્યાન આપી રહ્યા હતા .

    અંતે અથાક મહેનત કર્યા બાદ મેં પ્રોજેકટ કમ્પ્લીટ કર્યો . મારા પ્રોજેકટ વિશે વાત કરું તો મારા પ્રોજેકટ દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાના અવાજને લેપટોપ કે કમ્પ્યુટર સિસ્ટમમાં સ્ટોર કરી અને તેની મદદથી સમગ્ર સિસ્ટમ ઓપરેટ કરી શકે એવો જેમાં તમારે પહેલા તમારા અવાજને ડિજિટલ બિટ્સ અને પ્રોગ્રામમિંગની મદદથી સ્ટોર કરવાનું , ત્યારબાદ તમે જે બોલો તે કમ્પ્યુટર શોધી અને તમે સ્ટોર કરેલા અવાજ સાથે સરખામણી કરશે અને ત્યારબાદ તે તરત જ તેના પર પ્રોસેસ કરશે માત્ર ગણતરીની સેકંડમાં જ આ બધુ થઈ જતું હતું . જેના લીધે તમારે ટાઈપિંગની કોઈ ચિંતા જ ના રહે જે બોલશો તે કમ્પ્યુટર કામ કરી આપશે . હવે મને રાહ હતી તો માત્ર તેના ડેમો પ્રેઝન્ટેશનની , મારે મારા પ્રોજેકટનું ડેમો પ્રેઝન્ટેશન અમારી જ કોલેજ માં જ રજૂ કરવાનું હતું . આ ડેમો પ્રેઝન્ટેશન બધા મિત્રો અને પ્રોફેસર્સના સાથ સહકારથી બધુ તૈયાર થઈ ગયું અને હવે આજે એ દિવસ હતો જ્યારે હું ડેમો રજૂ કરવાની હતી . આ પ્રોજેક્ટ્સ નું પ્રેઝન્ટેશન અમારી જ કોલેજના ઓડિટોરિયમમાં રાખવામા આવ્યું હતું . મારી બધી જ મહેનત મારે અહીં માત્ર એક કલાક માં રજૂ કરવાની હતી .

    શરૂઆતમાં તો હું ખુબ જ નર્વસ હતી . પરંતુ પછી ધીમે ધીમે આત્મવિશ્વાસ વધવા લાગ્યો હતો . હું સ્ટેજ પાછળ મારા વક્તવ્ય ની રાહ જોઈ રહી હતી કે ક્યારે મારૂ નામ બોલાય અને હું મારો પ્રોજેકટ લોકો સામે રાખી શકું . મેં સ્ટેજની પાછળથી જોયું તો અમારા ક્લાસટીચર અમારા પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ કાઇક વાતો કરતાં નજરે પડતાં હતા . અંકિતા મારી સાથે જ બેકસ્ટેજ હતી અને હવે મારુ નામ આ રીતે જાહેર થયું . જેમાં શો હોસ્ટ તરીકે અમારા ફેવરિટ પાર્થ સર હતા . તેમણે મારો અને મારા પ્રોજેકટ નો પરિચય આપતા કહ્યું કે ,

    “ Now introducing a project for which we have been waiting since so many days . A totally innovative software design itself and with that project I would like to call on stage miss meera who designed this awesome application so put your hands together for miss meera “

    હું સ્ટેજ પર આવી અને મેં મારી સ્પીચ શરૂ કરી અને અંકિતા મારા PowerPoint Presentation ની સ્લાઇડ ચેંજ કરવામાં હતી . મેં સ્પીચ આપવાનું શરૂ કર્યું ,

    “ Good Morning ladies and gentlemen , respected principal sir , respected faculty members and my dear friends .

    I am Meera from Computer Engineering and Science Department class 7th C … ”,

    અને બધુ અચાનક બ્લેંક . હું ભૂલી ગઈ કે મારે શું રજૂ કરવાનું છે મારો પ્રોજેકટ શું છે ? હું અહીંયા શું કરવા આવી છું ? બધુ જ .

    જનરલી બધાની લાઇફ માં સ્ટેજ ફિયર રહેતો હોય જ છે મારી સાથે પણ આવુ જ થયું , બસ આત્મા વિશ્વાસ નો અભાવ . હું બધુ જ ભૂલી ગઈ હતી . કોઈ પણ માણસ સ્ટેજ પર જ્યારે કઈ પણ ભૂલી જાય ત્યારે તેને માત્ર જરૂર હોય છે એક નાનકડા સ્પાર્ક ની સ્પાર્ક એટ્લે કે એક એવો જટ્કો જે તેને બધુ જ યાદ આપવી દે છે . આથી મારી સાથે પણ આમ જ થયું . મારા ક્લાસમેટ્સ બધા આગળ ની હરોળમાં જ બેઠા હતા તેઓએ જોરથી બૂમ પાડી ,

    “ COME ON MEERA YOU CAN DO IT ”,

    અને તરત જ મારામાં આત્મવિશ્વાસ આવી ગયો અને થયું કે હા યાર જો મારા મિત્રો કહે છે તો હું કરી જ શકું ને !

    મેં ફરીવાર બોલવાનું શરૂ કર્યું અને presentation પણ આપ્યું . શરૂઆતમાં પગ થોડા ધ્રુજવા લાગ્યા પણ પછી presentation બરાબર પૂરું થઇ ગયું . હવે માત્ર પરિણામ ની જ રાહ હતી અને એ સમય પણ આવી ગયો બસ બે - ત્રણ દિવસમાં રિઝલ્ટ આવવાનું હતું જેમાં સૌથી પહેલા અમદાવાદ જિલ્લા સ્તરે પ્રોજેકટ સિલેક્ટ થવાના હતા અને તેમાથી પણ ટોપ 10 પ્રોજેકટ સિલેક્ટ થવાના હતા .

    શું મીરાનો પ્રોજેકટ સિલેક્ટ થશે ?? કેવું હશે પ્રોજેક્ટનું છેલ્લું લેવલ ?? જાણીશું આવતા એપિસોડમાં...