Premagni - 12 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમાગ્નિ - 12

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમાગ્નિ - 12

થોડીવારમાં જ મોક્ષની આતુરતા અને પ્રતીક્ષાનો અંત આવ્યો. સામે મનસા ઊભી હતી. મનસા દોડી આવી મોક્ષને ભેટી જ પડી. મોક્ષે એને ખૂબ પ્રેમપૂર્વક ભીંસમાં લઈને ચુંબનનો વરસાદ વરસાવ્યો. બંને પ્રેમી પંખીડા એકબીજાને ભરપૂર પ્રેમથી લૂંટી લેવા માંગતા હતા. મનસાને એનું સ્થાન મળી ગયું. મોક્ષની બાંહોમાં એનું સ્વર્ગ હતું. મોક્ષે મનસાની ચિબૂક પર ચુંબન કરીને કહ્યું, ચાલ અંદર – હાથપગ ધોઈને સ્વચ્છ થઈ માના દર્શન કરીએ. નવરાત્રીની પૂજા-અનુષ્ઠાન કરેલું છે. બન્ને અંદર જઈ હાથપગ ધોઈ પવિત્ર થઈને માનાં ચરણમાં શીશ નમાવીને બેસી ગયા.

ગરબાના સમય પ્રમાણે પહોંચવા માટે મોક્ષ-મનસા બન્ને ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થવા લાગ્યા. મનસા કહે, “મોક્ષ, મને તૈયાર થવા માટે રૂમ બતાવો અને ડ્રેસિંગ ટેબલ ક્યાં છે જ્યાં હું મેકઅપ કરી શકું.” મોક્ષે મનસાને કપાળ પર ચુંબન કરી કહ્યું, “મનસા સામેનો રૂમ શિખાનો હતો. ત્યાં ડ્રેસિંગ ટેબલ છે પરંતુ મેકઅપનો સામાન...”

મનસાએ એને વચમાં જ અટકાવી કહ્યું, “એ હું સાથે લાવી છું પણ તમે અંદર ન આવતા.” મોક્ષ કહે, “મારી પ્રિયે... મને તારા માટે ખૂબ જ પ્રેમ છે. આપણે એકબીજાનાં જીવનસાથી છીએ પરંતુ હું લગ્ન પહેલાં કોઈ જ સીમા નહીં ઓળંગુ, મારું મન શરીર વિવાહના પવિત્ર બંધનમાં બંધાયા પહેલાં એવી કોઈ ચેષ્ટા નહીં કરી શકે. તું નિઃસંકોચ તૈયાર થવા, જા હું અહીં તૈયાર થઈ જઉં. આપણે સમયસર કોલેજ પહોંચવાનું છે.”

મનસા અંદરથી તૈયાર થઈને આવી. મોક્ષ એને જોતો જ રહ્યો – ચણિયા ચોળીમાં મનસા જાણે એક અપ્સરા બની ગઈ. મોક્ષ કહે, “તું એટલી આકર્ષક દેખાય છે કે ન જાણે આજે કેટલાના દીલ તોડીશ.”“મનસા-મોક્ષની જોડી અમર રહે” મનસા બોલી ઊઠી. મનસા કહે, “મોક્ષ, તમે પણ આ ધોતી અને કફનીમાં માથાનાં સાફાથી કેડ પરનાં પટ્ટા સાથે જાણે સાક્ષાત મહાદેવ માંના ગરબા ગાવા ઊતરી આવ્યા હોય એમ લાગે છે.” મનસાને ફરીથી પોતાના આગોશમાં લેતાં મોક્ષ એટલું જ બોલી શક્યો, “મારા જીવ તું મારા રુદિયાની રાણી ! બસ તું જ મારી પ્રેરણા મારી લક્ષ્મી. હું તો મા પાસે તને જ માંગુ.” બન્ને જણા માના મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા. મનસાના ડાબા અને મોક્ષના જમણા હાથની હથેળી ભેગી કરીને સંયુક્ત નમસ્કાર કર્યા. મોક્ષે કહ્યું, “મનસા મારા ઘરનું મંદિર આજે સાચા અર્થમાં માની પ્રાર્થનાથી દીપી ઉઠ્યું.” આમ બન્ને દર્શન કરી સાથે જ ગાડીમાં બેસી કોલેજ જવા નીકળ્યા. બાજુનાં ઘરની બારીમાંથી પ્રેમીલાબેનની બન્ને આંખ મનસા મોક્ષને તૈયાર થઈને જતા જોઈ રહી. એમણે મોં મચકોડી બારી બંધ કરી. છેલ્લા ત્રણ દિવસથી આ છોકરી ગરબા માટે અહીં આવે છે. ખબર નહીં શું ચક્કર છે ? એ વિચારી રહ્યા.

મોક્ષે કોલેજના પાર્કિંગમાં પોતાની કાર પાર્ક કરી અને બરાબર બાજુમાં જ મિસ પંડ્યાએ કાર પાર્ક કરી. મિસ પંડ્યા મોક્ષ અને મનસાને સાથે જોઈ થોડું આશ્ચર્ય પામ્યા. મોક્ષે વાત શરૂ કરી... “હલ્લો મિસ પંડ્યા કેમ છો ? તમે ટ્રેડિશનલ ડ્રેસમાં કેમ નથી આવ્યા ? તમે ગરબા નથી કરવાના ?” મિસ પંડ્યાએ કહ્યું, “ના ભાઈ ના ! મોક્ષ હવે તમારો સમય છે આવા કાર્યક્રમ માટે મનસા તું ખૂબ જ સરસ લાગે છે. તમે બન્ને જણા શ્રેષ્ઠ ડ્રેસિંગનું ઈનામ જીતી જશો એવું લાગે છે.” મિસ પંડ્યાએ મોક્ષ તરફ નજર કરી કીધું, “મોક્ષ આજે સરસ ગરબા રમજો અને રમાડજો.” કહી હસતાં-હસતાં આગળ વધી ગયા. મોક્ષ અને મનસા પણ કોલેજનાં પટાંગણમાં જ્યાં ગરબાનું આયોજન થયું છે ત્યાં પહોંચ્યા. ત્યાં દરવાજા પાસે હેતલ-માનસી, તન્મય, અપેક્ષા બધા રાહ જોતા. હેતલ મોક્ષ અને મનસાને સાથે આવતા જોઈ જ રહી. હેતલ દોડીને મનસા પાસે આવી કહ્યું, તમારી જોડી મસ્ત લાગે છે. મનસા શરમાઈ ગઇ. મોક્ષ કહે, “તમે લોકો અહીં જ રહેજો હું મિસ અરુંધતીને મળીને આવું છું. ગરબા મહોત્સવનું આયોજન એમનું છે. એમને જસ્ટ મળીને આવું છું, કારણ કે હું ગરબા-રાસમાં ભાગ લેવાનો છું. એટલે કોઈ જ જવાબદારી સ્વીકારી નથી. મિસ અરુંધતી અને પ્રો. શર્મા જ સંભાળવાના છે.” મોક્ષના ચાલ્યા ગયા પછી હેતલ કહે, “મિસ બાલવ આજે તો વટ પડે છે ને કાંઈ પણ રાત્રે ઘરે પાછી આવી જઈશ કે મોક્ષનાં ઘરે જ ડેરા નાખ્યા છે ?” મનસા કહે, “રાત્રે મોક્ષ મને તારા ઘરે મૂકી જશે.” હેતલ ખૂબ જ ખુશ હતી એણે મનસાની ખુશીમાં વધારો કરતાં કહ્યું, “મનસા હું અમદાવાદ જઈ આવી. વિકાસ સાથે મારી સગાઈ પાકી થઈ ગઈ. ગોળધાણા ખવાઈ ગયા, શુકનનાં રૂપિયા પણ અપાઈ ગયા છે, બધું નક્કી થઈ ગયું છે. હવે માગશરમાં લગ્ન લેવાનાં છે. જો વિકાસને ટ્રેનિંગમાં ઓસ્ટ્રેલિયા જવાનું થશે તો લંબાશે પછીની તારીખ કઢાવશે.” મનસા તો ઝૂમી ઉઠી કહે, “વાહ વાહ !છૂપી રુસ્તમ ! બધું જ નક્કી થઈ ગયું છતાં જણાવતી નથી અત્યાર સુધી. છેક આજે કહે છે ? ફોન કરી જણાવાય નહીં ?” હેતલ કહે, “મારે રૂબરૂ જ કહેવું હતું તારા ચહેરા પરનો આનંદ જોવો હતો.” મનસા ભેટી જ પડી કહ્યું, “મારી બેના... હું ખૂબ ખુશ થઈ ગઈ. વિકાસ જીજાજીનો ફોટો તો બતાવ. કેવા છે ? સ્વભાવ કેવો છે ? સગાઈ નક્કી થયા પછી શું કર્યુ ?” હેતલ કહે, “ધીરજ રાખ બધું જ કહું છું.” હેતલે મોબાઈલમાં ગેલેરી ઓપન કરીને વિકાસનાં અને સગાઈ-ગોળધાણાનાં બધા ફોટા બતાવ્યા. મનસા કહે, “હેતલ તારી પંસદગી ખરેખર સરસ છે. મારી લકી આઈ લવ યુ કોન્ગ્રેચ્યુલેશન – આજે ઘરે જઈને મોં મીઠું કરીશ.” હેતલ કહે, “તારો સાથી પણ લાખોમાં એક છે. તું લકી છે. તેં તારી જાતે તારો ગમતો માણિગર ગોતી કાઢ્યો.”મનસા કહે, “સાચે જ મારા બાપુનાં આશીર્વાદથી છે મને મોક્ષ મળ્યાં.” એટલામાં મોક્ષ આવી ગયો. મોક્ષ કહે, “સરસ વ્યવસ્થાછે ક્યાંય ધૂળ ઊડે નહીં એમ સર્વત્ર પાણી છાંટી બધે કંતાન ફિટ ક્યું છે – રંગીન ઇલેક્ટ્રિક તોરણો – ખૂબ જ સરસ ચાકળા વગેરે શણગારીને ગરબાનો સરસ માહોલ ઉભો કર્યો છે. સ્ટેજ પર મા અંબાની સુંદર આકર્ષક મૂર્તિ મૂકી છે, હમણાં જ બોલી ઉઠશે એવા ભાવવાળી મૂર્તિ છે.” એટલામાં સ્ટેજ પરથી એનાઉન્સમેન્ટ થયું ગરબા શરૂ થાય છે અને ગરબા ચાલુ થયા. સ્ટેજ ઉપરથી સરસ – પહાડી અવાજે આર્ટિસ્ટે ગરબા ગાવાની શરૂઆત કરી. ધીરે ધીરે ગરબાનાં રાઉન્ડમાં બધા જોડાતા ગયા. થોડીવારમાં તો મોહક માહોલ છવાઈ ગયો. મનસા મોક્ષ-તન્મય-હેતલ અપેક્ષા વગેરે હરોળમાં સાથે જ હતા.

પ્રાચીન-અર્વાચીન બધા જ ગરબા ગવાયા. છેલ્લી રમઝટમાં સંગીતનાં તાલે મોક્ષ મનસા ઝૂમી ઉઠ્યા. બધા ધીમે ધીમે થાકીને હરોળ છોડવા લાગ્યા. છેલ્લી ઘડીઓમાં તો નવા નવા પ્રકારની અદાઓ સાથે મનસા-મોક્ષ એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા. બધાની નજર એ બંને પર જ હતી પરંતુ મનસા-મોક્ષ તો જાણે રાધાકૃષ્ણની જોડી. એકદમ જુદી જ દુનિયામાં હોય તેમ બંને એકબીજામાં પરોવાઈને ગાઈ રહ્યા હતા છેલ્લે પૂરું થયું, સંગીત બંધ થયું. મનસા મોક્ષ જાગૃત થયા પરંતુ બધાએ તાળીઓથી વધાવી લીધા. સ્ટેજ પરથી ઉતરીને મિસ અરુંધતીએ મનસા-મોક્ષને અભિનંદન આપ્યા. મિસ પંડ્યાને પાકા પાયે વહેમ પડ્યો કે જરૂર મનસા-મોક્ષ એકબીજાના પ્રેમમાં જ છે.

સ્ટેજ ઉપરથી મિસ અરુંધતીએ માઈક પર એનાઉન્સમેન્ટ કરી કહ્યું, પ્રો. મોક્ષ અને એમની શિષ્યા તેમજ ગરબા-રાસની પાર્ટનરને બેસ્ટ ડ્રેસિંગ અને સૌથી સારા ગરબા-રાસ ગાવાની જોડી તરીકે ઘોષિત કરવામાં આવે છે. મનસા-મોક્ષે એકબીજાની સામે જોયું અને થોડાક શરમાયા. પછી મિસ અરુંધતીએ એમને સ્ટેજ પર બોલાવ્યા એટલે સ્ટેજ પર જઈને પ્રથમ ઈનામ સ્વીકાર્યુ. તેમણે આયોજકો અને સમીક્ષકોનો આભાર માન્યો અને સ્ટેજ પરથી નીચે આવ્યા. ધીમે ધીમે બધા ગ્રુપ અને છોકરાઓ વિખરાવા લાગ્યા. પ્રો. મોક્ષ મનસા બન્ને હેતલને કહીને પાર્કિંગમાં આવ્યા. હેતલને મોક્ષે જ કહ્યું, હું મનસાને તારા ઘરે મૂકી જઉં છું તું પણ સાથે આવ. હેતલ કહે ના મારી પાસે તો મારું એક્ટિવા છે. હું અપેક્ષા સાથે નીકળું છું તમે લોકો આવો. મોક્ષ પોતાની કાર પાસે આવ્યો. એણે મનસાને કોઈ જુએ નહીં એમ બાંહોમાં ભરી દીધી અને દીર્ધ ચુંબન આપી દીધું. મનસા પણ મોક્ષને વળગી પડી ને કહ્યું, “મારા જીવનનાં અંત સુધી આ નવરાત્રી નહીં ભૂલું. માએ મને સાચે જ આજે આશીર્વાદ આપી દીધા.” એટલામાં મિસ પંડ્યા પોતાની કાર લેવા આવ્યા. એમણે ખોંખારો ખાધો. મોક્ષ મનસા છૂટા પડ્યા. મનસા શરમાઈને સંકોચથી ગાડીમાં બેસી ગઈ. મિસ પંડ્યાએ મોક્ષને કહ્યું, “અરે ભાઈ કહેવું પડે તમારા ગરબા-રાસ અદભૂત રહ્યા. જોડી નં. 1 બધાની નજર તમારા પર જ સ્થિર હતી. ગુરુ-શિષ્યનીજોડી તો જામે છે ભાઈ.”મિસ પંડ્યા કહે,“અભિનંદર બન્નેને. સાચે જ તમે લોકોએ સરસ ગરબા કર્યા.” મોક્ષે કહ્યું, “આભાર. મનસે પ્રેક્ટિસ કરી હતી પણ મેં એનું અનુકરણ જ કર્યું છે.”મિસ પંડ્યા કહે, તમે બંને જિંદગીભર ખુશ રહો અને એમને મોક્ષ મનસાનાં પ્રેમની ખબર પડી ગઈ છે એવો સંકેત આપ્યો. મોક્ષ આભારની લાગણી વ્યક્ત કરીને ગાડીમાં બેઠો અને રિવર્સ કરી ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢી હેતલનાં ઘર તરફ હંકારી દીધી.”

*

નવરાત્રી પૂરી થયા બાદ મનસા 3-4 દિવસ કોલેજ આવવાની નહોતી. મોક્ષ સાથે ફોન પર સતત વાત કરતી હતી. વિનોદાબા અને શાંતાકાકીને ઘરમાં મદદ કરતી હતી. દિવાળી આવી રહી હતી ઘરમાં સાફસૂફી વગેરે બાકી હતું. કપડાંની ખરીદી વગેરે કામ હતા. મોક્ષે કહ્યું મનુ કેટલા દિવસ થયા કેમ આમ કરે છે ? મનસા કહે તમને પુરુષોને ઘરનાં કામની સમજ જ ક્યાં છે પરંતુ કામ છે ? મોક્ષ કહે, ઠીક છે પરવારો તમારા કામથી. મોક્ષે સવારના 8 વાગ્યામાં ફોન કર્યો હતો. પછી ફોન સ્વિચ ઓફ કર્યો.

વાડીમાં મોક્ષની ગાડી પ્રવેશી. મનસાના ઘર પાસે આવીને ઊભી રહી. મનસા અંદરથી દોડીને બહાર આવી. મોક્ષને જોઈને સુખદ આશ્ચર્યમાં પડી ગઈ. એને થયું, મોક્ષ અત્યારે ? એટલામાં વિનોદાબા ઘરમાંથી બહાર આવ્યા અને મોક્ષને આવેલ જોઈને કહ્યું, “આવો આવો ભાઈ તમે તો ઘણાં સમયે આવ્યા. પેલા દિવસે પણ જમ્યા વિના ચાલ્યા ગયા હતા, મને મનસાએ કહ્યું હતું. આવો બેસો.” મોક્ષ વરંડામાં હીંચકા પર બેસી ગયો. મોક્ષે કહ્યું, “મનસા હમણાંથી કોલેજ આવી નથી એટલે આ બાજુ નીકળ્યો હતો થયું લાવ તપાસ કરું બધું બરાબર છે ને ?” વિનોદાબા કહે, “ઘણું સારું કર્યું અત્યારે આટલું ધ્યાન કોણ રાખે છે.” મનસા તો સાંભળીને મોક્ષના લુચ્ચાઈભર્યા જવાબથી હસી પડી. મનમાં થયું મારો વિરહ જ ખેંચી લાવ્યો છે અને પાછા બહાના કાઢે છે. વિનોદાબા કહે, બેટા એમને પાણી આપ અને બેસ પછી હું ચા નાસ્તો લાવું છું. એટલામાં શાંતાકાકી પાણી લઈને આવ્યા. મોક્ષે બધાની ખબર પૂછી. વિનોદાબા અને શાંતાકાકી ઘરમાં ગયા. મનસા-મોક્ષની સામે આવીને બેસી ગઈ અને એની આંખોમાં જોવા લાગી. મનસા એકદમ ધીમેથી બોલી, “મારા મહાદેવ ! મારા વિના બેકાકળા થઈ ગયા છો ખબર છે અહીં મારી પણ દશા એવી જ છે પણ શું કરું માને કામમાં ના પણ કેવી રીતે પાડું ?” મોક્ષ કહે, “હુ સમજું છું પણ મારાથી ના રહેવાયું એટલે આવી પહોંચ્યો.” એટલામાં વિનોદાબા ચા-નાસ્તો લઈને આવ્યા. મોક્ષે ચા-નાસ્તાને ન્યાય આપ્યો.

વિનોદાબાએ મોક્ષને પૂછ્યું, મારી મનસા અભ્યાસમાં કેમ છે ? મોક્ષે કહ્યું “મનસા બધા વિષયમાં હોંશિયાર છે. ચિંતાનું કોઈ કારણ નથી.” વિનોદાબા કહે “મને ખબર છે ગરબાની સ્પર્ધામાં ટ્રોફી જીતી લાવી છે અને જોડીમાં તમે સાથે હતા એમને ખૂબ જ આનંદ થયો છે. તમે મનસાનું ખૂબ જ ધ્યાન રાખી રહ્યા છો. મને એની ચિંતા રહે છે. એનાં બાપુનાં ગયા પછી બધી જવાબદારી મારા માથે છે.” વિનાદાબાએ મનસાને ત્યાંથી દૂર મોકલતા કહ્યું, “જા તો દીકરા તું મોક્ષ સર માટે કેશુબાપા સાથે રહીને ફળ લઈ આવ. આપણી વાડી જેવા ફળ શહેરમાં ના મળે.” એમ કહીને મનસાને વાડીમાં મોકલી. વિનોદાબાને થયું મોક્ષ સર મનસાનું ખૂબ ધ્યાન રાખે છે. મનસા પણ એમને દિલથી માને છે તો એનાં વિવાહ માટે એમને જ વાત કરું.

વિનોદાબા કહ્યું, “મોક્ષ સર મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે.” મોક્ષ કહે, “બા ! તમે મને સર ના કહો. હું તમારા દીકરા જેવો છું. કંઇ પણ કામ હોય તો જરૂર કહો.” વિનોદાબા કહે, “મારે મનસાના વિવાહ અંગે વાત કરવી છે. મારો ભાઈ હસુ વડોદરા રહે છે. થોડાક સમય પહેલાં હસુ સાથે એમનાં મિત્ર મુંબઈથી અહીં આવેલા. મનસુખભાઈ અને માલતીબેન એમના દીકરા વ્યોમ માટે મનસાનું માંગુ નાંખ્યું છે. અમે મનસાને વાત કરી. મનસા કહે હજી મારે ભણવાનું બાકી છે હમણાં નહીં. અમે એને સમજાવી કે માત્ર વિવાહ નક્કી કરી લઈએ, તારું ભણવાનું પૂરું થયા બાદ જ લગ્ન લઈશું પરંતુ એ છોકરાને મળવાની પણ ના પાડે. એના મનમાં શું છે કંઇ ખબર નથી પડતી. અમારી જાણકારીવાળું સંસ્કારી સુખી કુટુંબ છે મારા ભાઈ હસુ વર્ષોથી ઓળખે છે. એકનો એક દીકરો છે. મુંબઈમાં વિશાળ ફ્લેટ છે પોતાનો. વ્યોમ હાલ ઓસ્ટ્રેલિયામાં છે અને પોતાનો વ્યવસાય કરે છે. આવા માંગા વારેવારે ક્યાં આવે છે ? મનસા તમારું બહુ માન રાખે છે. જો તમે સમજાવો તો કદાચ માની જાય. મારું આટલું કામ કરો. હું અને દબાણથી કંઈ જ કહી નથી શકતી. એ મારું એકનું એક સંતાન છે.”

મોક્ષે વિનોદાબાને કહ્યું, “બા હું ચોક્કસ મનસા સાથે વાત કરીશ સમજાવીશ પણ તમે એની ચિંતા બિલકુલ ના કરો. એ ખૂબ સમજુ છે. એનું ભણવાનું પૂરું થઈ જવા દો. હવે આ વર્ષ છેલ્લું જ છે. ફાઈનલ પરીક્ષાઓ પતી જવા દો ત્યાં સુધીમાં એ તૈયાર થઈ જશે.” મોક્ષને વધુ શું કહવું સમજાતું જ નહોતું. મોક્ષે વિનોદાબાને આશ્વાસન આપી નમસ્કાર કરી જવા માટે આજ્ઞા માંગી. વિનોદાબા કહે પણ મનસા વાડીમાં છે. મોક્ષ કહે તમે ચિંતાના કરો હું વાડીમાં એને મળીને ત્યાંથી સીધો નીકળી જઉં છું એમ કહી વરંડાના પગથિયાં ઉતરી ગયો. મોક્ષે વાડીમાં જવા પગ ઉપાડ્યા. થોડેક આગળ જઈ આમ્ર વૃક્ષોની હરોળ તરફ જતાં જ સામે મનસા મળી. મોક્ષનું મોં પડી ગયા જેવું લાગ્યું. મનસાએ કહ્યું, “મોક્ષ ! શું થયું કેમ ઉદાસ છો ? બાએ કંઈ કહ્યું ? બાએ મને વાડીમાં ફળ લેવા મોકલી મને આશ્ચર્ય સાથે વહેમ પણ આવ્યો. નહીંતર દૂબળાને મોકલીને મંગાવી શકત.” મોક્ષ કહે, મનસા કંઈ નથી. પણ મનસાએ પોતાનાં પ્રેમનાં સમ આપ્યા. મોક્ષ કહે, “હું આગળ નીકળું છું તું આપણા મહાદેવના મંદિરે આવ. ત્યાં વાત કરું છું.” કહીને મોક્ષ ગાડી વાડીમાંથી હંકારી ગયો.

મનસા મંદિરમાં પહોંચી. મોક્ષ ઇશ્વર સમક્ષ બેઠો હતો. મનસાને જોઈને કહ્યું, “મનસા વિનોદાબાને તારી ઘણી ચિંતા છે. તેઓએ તારા માટે વ્યોમનાં માંગાની વાત કરી છે તું એ સંબંધ સ્વીકારી લે., તું વ્યોમને મળવા જાય એમ તને સમજાવવા એમણે મને આગ્રહ કહ્યો છે.”

મનસાની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. એણે મોક્ષનો હાથ પકડીને મહાદેવ-માની સામે જ મોક્ષને કહ્યું, “દુનિયા ઊંધી વળી જશે તો પણ હું તારા સિવાય બીજો સંબંધ નહીં જ કરું મોક્ષ હું ફક્ત તમારી જ છું બીજાની કેવી રીતે થઈ શકું ? અહીં આ અર્ધનારીશ્વર સ્વરૂપ જ ઈશ્વર છે ને. આપણે એમનું પ્રતિબિંબ છીએ. આપણને કોઈ જુદા નહીં કરી શકે. હું વ્યોમ સાથે સંબંધ મંજૂર નહીં કરું. મોક્ષ હું તમને વિનંતી કરું છું વાત આગળ વધે એ પહેલાં તમે બાને આપણી વાત કરો એટલે કોઈ ગેરસમજ ના થાય અને બાને પણ શાંતિ થાય.” મોક્ષ કહે, “મેં બાને એટલા સમય માટે સમજાવ્યા છે કે ફાઈનલ પરીક્ષા સુધી ધીરજ રાખો મનસાનું ભણવાનું પૂરુ થવામાં છે ત્યાં સુધીમાં એ માની જશે.” મોક્ષે મનસાને મા-બાબા સામે જ હાથ મિલાવીને વચન આપ્યું કે એ બાને વાત કરશે જ ધીરજ રાખે આપણને કોઈ જુદા નહીં કરી શકે. મનસા મોક્ષની હૂંફ અનુભવી રહી. મનસા કહે, “તમે ઘરે જવા નીકળો, હું પણ વાડીએ જાઉં નહીંતર બા પાછા ચિંતા કરશે.”

*