Hu Gujarati-37 in Gujarati Magazine by MB (Official) books and stories PDF | Hu Gujarati-37

Featured Books
Categories
Share

Hu Gujarati-37


હુંુ ગુજરાતી - ૩૭

©COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.સખૈયો - સ્નેહા પટેલ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.કૌતુક કથા - હર્ષ પંડયા

૫.સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

૬.મસ્ત રીડ - ભૂમિકા દેસાઈ શાહ

૭.બોલીસોફી - સિદ્ધાર્થ છાયા

૮.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

એડિટરની અટારીએથી....

સિદ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

“...કે ગુજ્જુભાઈ ઝૂલે છે!”

ગુજરાતી ફિલ્મોએ હવે ગુજરાતી પ્રેક્ષકોની નાડ બરોબર પકડી હોય એવું લાગે છે. ફેંટા અને પહેરણની જગ્યાએ આપણા ગુજરાતી હીરો હવે પેન્ટ, શર્ટ ટી શરત અને ઇવન સુટ-બુટમાં દેખાવા લાગ્યા છે. આ કમાલની શરૂઆત કરી અભિષેક જૈને તેમની ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ થી. જેમાં દરેક ગુજરાતીનું અમેરિકા જવાનું સ્વપ્ન ફ્રેમ ટુ ફ્રેમ તાદ્રશ કર્યું હતું. ત્યારબાદ તેમણે દોઢ-બે વર્ષે ‘બે યાર’ ફિલ્મ બનાવી જેમાં મુંજી ગણાતા ગુજરાતીઓ દોસ્તીમાં પણ જીવ આપી શકે છે એવી એક ફ્રેશનેસ લાવીને આપણી સમક્ષ મૂકી દીધી. પછીતો ‘સપ્તપદી’ પણ આવ્યું જેમાં અમિતાભ બચ્ચન એટલેકે જયા બચ્ચને પણ રોકાણ કર્યું હતું. આ ફિલ્મ જૈન સાહેબની ફિલ્મો જેટલી ન ચાલી પરંતુ તેણે ગુજરાતી ફિલ્મોએ પકડેલા માર્ગને હજી થોડોક આગળ વધારવાનું કામ તો કર્યું જ. હજી ગયે મહીનેજ એક ઔર ગુજરાતી ફિલ્મ ‘પ્રેમજી’ આવી એણે પણ આ માર્ગને અમુક કિલોમીટર વધુ ધપાવ્યો. ગઈકાલે એક ઔર ગુજરાતી ફિલ્મ આવી છે, ‘બસ એક ચાન્સ!’

ટૂંકમાં કહીએ તો ગુજરાતી ફિલ્મોની ગાડી હવે ‘નીકલ પડી’ હોય એવું લાગે છે. આ ગાડીમાં જો ફોર્મુલા વનનું એંજીન ફીટ કરવાનું કામ કર્યું હોય તો આગલા શુક્રવારે આવેલી ફિલ્મ ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ એ. અભિષેકભાઈ ની ફિલ્મોનું પોત હળવું જરૂર હતું, પણ ગુજ્જુભાઈએ તો મારફાડ કોમેડી કરીને ગુજરાતીઓને પોતાની ભાષામાં હસાવતા કરી દીધા. અત્યારસુધી બહુ ઓછી એવી ગુજરાતી સિરીયલો આવી છે જેમાં ક્વોલીટી હાસ્ય મળ્યું હોય, પણ ગુજ્જુભાઈએ તો ફિલ્મોમાં એન્ટ્રી કરતા પહેલાજ બોલે સિક્સર નહીં પણ અઠઠો માર્યો છે! ગુજ્જુભાઈના નાટકોતો ગુજરાતમાં લોકપ્રિય હતાજ, બસ એનો સીધો લાભ રાંદેરિયા પિતા-પુત્ર એટલેકે સિદ્ધાર્થ અને ઇશાંતે લીધો છે. અને એમાં ખોટું પણ શું છે? બધાંજ ગુજરાતીઓ નાટક જોવા નથી જતા, પણ જો સારૂં પેકેજીંગ કરીને એ નાટક પર ફિલ્મ બનાવવામાં આવે તો ગુજરાતીઓ જરૂર જોવા જશે. પણ બોટમલાઈન જ્યારે ગુજરાતીઓને ક્વોલીટી મનોરંજન આપવાની હોય ત્યારે આ પ્રકારનું ઓછું રિસ્ક લેવામાં કોઈજ વાંધો નથી.

અત્યારસુધીની લગભગ તમામ ફિલ્મો ક્રિટીક્સની ભાષામાં કહીએ તો ‘અર્બન ગુજરાતી’ રહી હતી. ગુજરાતી ફિલ્મોએ લગભગ એક દાયકાથી પણ વધુ સમય એવો જોયો છે કે જેમાં ફિલ્મોના પોસ્ટરો પણ જોવા ન મળ્યા હોય અને ફિલ્મો આવીને જતી રહી હોય. અથવાતો નાના બજેટમાં અમુક પ્રકારના દર્શકોને જ ગુજરાતી નિર્માતા-નિર્‌દેશકો ટાર્ગેટ કરતા હતા. આથી મોટાભાગનો ગુજરાતી પ્રેક્ષક હિન્દી ફિલ્મો તરફ વળી ગયો. ફેંટા અને પહેરણ વાળા હીરો ખોટા નહોતા, પરંતુ ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખવાના બહાને આપણને ભંગાર અને અંધશ્રદ્ધાથી ભરપુર ફિલ્મો પીરસી દેવામાં આવતી એનો વાંધો હતો. એક જમાનામાં અસરાની અને કિરણ કુમારની ફિલ્મો પણ ‘અર્બન’ ઝોક ધરાવતી હતી અને લોકોમાં પસંદ પણ થતી હતી, પરંતુ કોઈ અકળ કારણોસર ગુજરાતી નિર્માતાઓને શહેરી હિરો-હિરોઈનો પ્રત્યે કોઈ સુગ હતી એટલે તેઓ ફરીથી ફેંટાબાજી પર આવી જતા.

પણ અભિષેક જૈન અને હવે ઇશાંત રાંદેરિયા જેવા યુવા નિર્માતા-નિર્‌દેશકોએ ગુજરાતીઓને એક્ઝેક્ટલી શું જોઈએ છીએ એ જાણી લીધું છે. આપણે ઈચ્છીએ કે આ બંને વાઘ લોહી ચાખી ગયા છે એટલે હવે એમની ફિલ્મો આવીજ ફ્રેશનેસ લઈને કાયમ આવશે. હા એવું બને કે આવનારા વર્ષોની બધીજ ગુજરાતી ફિલ્મો સારી ન પણ હોય અને અમુક ફિલ્મો ફ્લોપ પણ જાય, પણ આપણે દર્શકોએ વિશ્વાસ બનાવી રાખવાનો છે અને તો જ આપણી કોઈ ગુજરાતી ફિલ્મ આ વખતે જેમ મરાઠી ફિલ્મ ‘કોર્ટ’ ને ઓસ્કર્સ માટે ભારત તરફથી મોકલવામાં આવી એવીજ રીતે અમુક વર્ષો બાદ ત્યાં મોકલવામાં આવે!

૨૫.૦૯.૨૦૧૫, શુક્રવાર (બકરી ઈદ)

અમદાવાદ

સખૈયો

સ્નેહા પટેલ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જહીરટ્ઠરીંજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠ.ૈહ

ડર

રાતનો સમય હતો. રાત મને અમથીય ના ગમે એમાં પણ આજે અમાસ અને ખબર નહીં કેમ પણ સખા મને અંધારાની બહુ બીક લાગે. એમાં ય પાછું બહાર મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો. એના ટીપાં છજા પર પડવાથી એક વિચિત્ર ધ્વનિ ઉતપન્ન થઈ રહ્યો હતો. વરસાદ પાછો ડાહ્યો ડમરો થઈને નહતો વરસતો એ એની સાથે પેલા વાયડા પવનને ય લઈને આવેલો. બે ય ભેરૂઓ આજે ભેગા થઈને જબરી ધમાલે ચડેલા ! બારીમાંથી આકાશમાં જોયું તો દિલ ધક્ક. વાદળાનાં ગગડાટ, ક્યાંક કોઇ કૂતરૂં રડી રહ્યું હતું, આકાશ તો જાણે મેશ આંજીને ડરામણા શણગાર કરીને બેઠેલું. અચાનક જ આકાશની છાતી ચીરીને એક તેજોમય રૂપેરી લીસોટો ત્રાંસી ચાલ સાથે બહાર આવ્યો અને એના અવાજ કે આંખ આંજી દેતી રોશનીના ડરથી કે ખબર નહીં શું કારણથી - પણ મારી છાતીના પાટિયાં બેસી જતા લાગ્યાં અને મેં બારી બંધ કરી દીધી..ધડામ..!

કચકચાવીને આંખો બંધ કરીને પરાણે સૂવાનો પ્રયત્ન કરવા લાગી. પગની પાનીથી માથાના વાળ સુધી ઓઢવાનું ખેંચી લીધું અને થોડું ટૂંટીયું ય વળી ગઈ. ધીમે ધીમે શરીરની ઘ્રુજારી બંધ થતી લાગી અને ખબર જ ના રહી ક્યારે આંખોમાં ઘેન અંજાઈ ગયું.

અચાનક અડધી રાતે મારી આંખ ખૂલી ગઈ પણ શરીર અને મગજ બે જાણે અલગ અલગ હતાં એવું અનુભવ થતું હતું. તીવ્ર પાણીની પ્યાસ અનુભવાતા મેં પાણીની બોટલ તરફ હાથ લંબાવ્યો પણ આ શું હું મારા હાથને હલાવી પણ ના શકી ! આ મારી સાથે શું થઈ રહ્યું હતું. ધીમે ધીમે મેં સ્વસ્થતા કેળવી અને મને ખ્યાલ આવ્યો કે આ બધું મારા ડરામણા સ્વપ્નનું પરિણામ હતું અને મને યાદ આવ્યું કે સપનામાં મેં એવો અનુભવ કર્યો કે તું મારી પાસેથી છિનવાઈ રહ્યો છે. દુનિયાના લોકો ભેગાં થઈને તને મારાથી દૂર લઈ જતાં હતાં, ખેંચી જતા હતા અને હું ચૂપચાપ , બેબસ થઈને એ જોઇ રહ્યાં સિવાય કશું જ ના કરી શકી.બહારની બધી ભીનાશ ભેગી થઈને બે પાંપણો વચ્ચેની ક્ષિતિજના કિનારે આવીને બેસી ગઈ અને ત્યાં અનરાધાર ચોમાસું બેસી ગયું.

’સખા, આ શું ? મારા જીવનમાં તારૂં ’હોવાપણું’ જ ના હોય તો હું કેમ ’હોઇ’ શકું ? ’ વિચારોને ય લકવો મારી ગયો.

શું અંદર કે શું બહાર - ચોમેર ઘોર અંધકાર ! અચાનક ભીની ક્ષિતિજ પર સૂર્યોદય થયો અને સપ્તરંગી મેઘધનુ ફૂટી નીકળ્યું. નજર ત્યાં સ્થિર થતાં જ મન મોર બનીને થનગની ઉઠયું...ઓહ આ તો મારો ’સખૈયો’. મન થનગનાટ અનુભવતું હતું પણ તન ..ત્યાં કોઇ સંચાર નહતો થતો. આહ મારી મજબૂરી ! સખૈયા તારા ચાહનારાની આવી હાલત ? અને તું બોલ્યો,

’સખી, કેમ આટલી ડરે છે ? એવું તો શું છે કે જે ગુમાવી બેસવાની બીક છે ?’

’સખૈયા, તું બધું જાણીને ય અનજાન ! મારા સંધાય જીવનની મૂડી તું ને માત્ર તું, તું જ મારી પાસેથી છિનવાઈ જાય એ તો કેમ સહન થાય ? આ ડર મને પજવી રહ્યો છે એમાંથી મુકત કેમ થાઉં, એની પર કાબૂ કેમનો મેળવું ?’

’સખી, આ અધિકારભાવના તારામાં ક્યાંથી આવી ગઈ ? તું તો કેવી પ્રેમાળ, દરિયાદિલ.’

’આ ભાવ તો માત્ર તારા માટે જ. બીજી કોઇ જ વસ્તુ કે વ્યક્તિની મને ચિંતા નથી પણ તું...’

’તને ખબર છે તારી આ અધિકારની ભાવના જ તારા ડરનું કારણ છે. ડરમાં એક વિચિત્ર પ્રકારની ઉર્જા હોય છે. તારી મારા માટેની આ સ્વામિત્વવાળી ભાવના છે એમાં જ આ ઉર્જા ગતિવાન. તું એ સ્વામિત્વની ભાવનામાંથી મુકત થઈ જા પછી જો એ નેગેટીવ ઉર્જા બધી પોઝિટીવ થઈને તને પ્રફુલ્લિત કરી મૂકશે. આઝાદીનું તો એક શાશ્વત સનાતન મૂલ્ય, તું તો આટલી જ્ઞાની તો મને કેમ બંધનમાં બાંધે છે ? એક વાર તેં જ મને ’સહજ પ્રેમ’નો પાઠ શીખવાડેલો ને આજે તું જ ભૂલી ગઈ. પગલી ડર પર કાબૂ મેળવવા જઈશ તો એ ઓર વકરશે. મનુષ્યરૂપે જન્મ લો અને ડરથી ડરો એ કેમ ચાલે ? ડર તો દરેકના જીવનમાં હોય જ. તું એની અંદર ઉતર, એને સમજ અને એમાંથી મુકત થઈ જા. તારી સલૂણી સમજદારી એ જ તારા ડરને ભગાડવાની ચાવી છે.માટે સમજદારીના નિયમ પર ચાલ અને ’તું’ ’હું’ ’અધિકાર’ જેવા વિચારોથી પ્રદૂષ્િાત ના હોય એવા ખુલ્લાં, અસીમ, અવ્યાખ્યાયિત નભના સ્વરૂપે વિસ્તરી જા !’

’ઓહ, કેટલી સરળ વાત, બધું જાણવા છતાં પણ હું આ બાલિશ અધિકારભાવનામાં તણાઈ ગઈ, અમથી જ ગભરાઈ ગયેલી. માફ કરજે મારા વ્હાલાં ! ’

આટલા વિચાર સાથે જ તન - મન અને ઘરમાં ઙ્ઘાજકફઙ્મુ;ઢઙ્મીબ્ૐા ( લાખો સૂરજની જેવો પ્રકાશ) વેરાઈ ગયો.

ર્સ્િીપીંછ

કાનજી મકવાણા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠાુટ્ઠહટ્ઠોદ્બટ્ઠિ૩૪જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ર્સ્િીપીંછ

કૌતુક કથા

હર્ષ કે. પંડયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠહૐછઇ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ઈન્ડી-પોપ સોંગ્સ—સો ગયા યે જહાં

જી હા, આજે આપણે અમારી એટલે કે જેઓ અત્યારે પચીસ વર્ષની વય વટાવી ગયા છે એમના તરૂણાઈના વર્ષોની વાત માંડવાના છીએ. સંગીત રસિયાઓ માટે કાનમાં અને દિલમાં મોરપીંછ ફરવાની લાગણીઓ ઘુઘવાટા નાંખતી હોય એવા એ દિવસો હતા. યાદ કરો મિત્રો, આજથી પંદરેક વર્ષ પહેલા, વાયટુકે બગની વાર હતી. ૧૯૯૮ થી શરૂ કરીને અનેક નવા નવા ગીતો આવતા ગયા જે ભારતીય સંગીતની ભગવાન શિવથી શરૂ થયેલી આ યાત્રામાં યુવાન સંગીતરસિયાઓ માટે વિસામા જેવા હતા. એ પહેલા ૧૯૭૦-૮૦ ના દશકથી જ બપ્પી લહેરી અને આપણા બોસ એટલે કે પંચમ દા એ પોપ મ્યુઝીકના પાયા ખોદી દીધા હતા. હવે ઈમારતો ચણાવાની જ વાર હતી. એક આખી જનરેશન જેમ કિશોરદા-રફી-મુકેશ-નૌશાદ અને એવા દિગ્ગજોના ગીતો ગણગણતી મોટી થઇ છે એમ જ આ પેઢી એના પોતાના અવાજ, પોતાના ગીતો સાથે મોટી થવાની હતી.

તો, પેશે ખિદમત હૈ, દો લફ્ઝો કી હૈ દિલ કી કહાની...

૧.આર્યન્સ- આંખો મેં તેરા હી ચહેરા....જી, એમાં સુકલકડી (હવે !!)શહીદ(શાહીદ) કપૂરનું આ ગીત એની કારકિર્દીમાં ટર્નીંગ બિંદુ સાબિત થયું.

૨.અબ કે સાવન ઐસે બરસે-શુભા મુદગલ. સારેગામાપા માં આવતા અભિજિત ઘોષાલ અને આમના ગુરૂ એક જ. આ ગીત શ્રોતાઓને આજ સુધી ભીંજવી રહ્યું છે. લેટેસ્ટમાં પ્રસુન જોશીએ લખેલા બાબુલ મોરા..ગીતમાં એમણે પોતાનો શાસ્ત્રીય સંગીતથી કેળવાયેલો અવાજ આપ્યો હતો. અબ કે સાવન ઐસે બરસે..ગીતના વિડીયોમાં રાગેશ્વરી દેખાઈ હતી.

૩.ધૂમ પીચક ધૂમ, કભી આના તું મેરી ગલી(વિદ્યા બાલન આમાં દેખાઈ હતી), માએરી(રીમી સેન) - ડોકટરી પડતી મુકીને સંગીતના મરીઝ થઇ ગયેલા ડો. પલાશ સેનનું પહેલું આલ્બમ અને એમાંય આ ગીત દિલમાં ય ધૂમ મચાવી દે છે.બેન્ડનું નામ ‘યુફોરિયા’ એટલે કે નેડો-ઉલ્લાસથી ઉદભવેલી ઘેલછા.

૪.મેરે મેહબૂબ ચલ,ઔર કહીં, યે દુનિયા બડી નશીલી - રાગેશ્વરી. જી, આ કલાકાર ‘મેં ખિલાડી,તુ અનાડી’ માં અક્ષય કુમારની બહેન બનેલી. હા, એ પોતે ગાયક છે.

૫.પરી હું મેં, કેસરિયા હૈ રૂપ મ્હારો - સુનીથા રાવ અને લેસ્લી લુઇસ. ઓરીજીનલ ગીત અને કમ્પોઝીશન એમના એમ રાખીને વાદ્યો એટલે કે ઈન્સ્ટ્રુમેન્ટ બદલાવીને બનાવેલું.

૬.નીગોડી કૈસી જવાની હૈ- આલ્બમનું નામ મેલા. ગાયક ઈલા અરૂણ. ‘જોધા અકબર’ ફિલ્મ માં મહામંગાનો રોલ કરેલો એ ગાયક. એ વખતે આ ગીતમાં આવતા ઊંહકારા એ ત્યારે ય હસવું પ્રેરતા અને આજે ય હસવું પ્રેરે છે. વિડીઓ જોશો તો સમજાશે... ;)

૭.ઓ મેરી મુન્ની- રેમો ફર્નાન્ડીઝ. એમને આ ગીત માટે પદ્‌મશ્રી મળ્યો છે.

૮.વો કૌન થી- કમ્પોઝર જોજો, સંગીત- તબુન સુત્રધાર. આ ગીતના વિડીયોમાં આપણો ઇન્સ્પેક્ટર આરીફ એટલે કે જીમ્મી શેરગીલ છે. :)

૯.દિવાના- આપના વિશ્વાસુ અને બીજા ઘણા બધા આ વાંચવાવાળાના ફેવરીટ ગાયક સોનું નિગમનું હજી ય હિટ રહેલું આલ્બમ. એમાં ગીત ‘તુ, કબ યે જાનેગી’માં બિપાશા બાસુ જોવા મળી હતી. આ સિવાય કિસ્મત,કલાસિકલી માઈલ્ડ વગેરે જેવા આલ્બમ પણ છે.

૧૦.ધુર્આં ધુર્આં- વિકાસ ભલ્લા, સંગીત બી.એમ.જી. ક્રેસેન્ડો. આ ભાઈ પહેલા અભિનય કરવા લાગ્યા. વળી સંગીતના રવાડે ચડયા અને હવે ફ્રી પાછા અભિનય કરવા માંડયા છે. આ ગીતના વિડીયોમાં અદિતિ ગોવિત્રીકર પણ જોવા મળેલી.

૧૧.ગોરી તેરી આંખે- હજી ય ઘણા દિલ કે દર્દના ચરસીઓના પ્લે લીસ્ટમાં વાગતું ગીત. ગાયકઃ લકી અલી, કવિતા કૃષ્ણમૂર્તિ. લકી અલી નું જે-તે વખતે ‘સિફર’ (એટલે કે શૂન્ય)નામનું આલ્બમ સોની મ્યુઝિકે બહાર પડેલી. વોકમેન અને કેસેટના જમાનામાં એવું જ એનું બીજું ગીત હિટ થયું હતું. ‘નહીં રાખતા દિલ મેં કુછ ઝુબાન પર.’ આ લકી અલીને જોઇને ચહેરો જાણીતો લાગતો હોય તો જાણી લો કે સ્વ. મહેમુદ એમના પિતા હતા.

૧૨.ઓ દિલવાલે, બાબુ ભોલેભાલે, સુનતા જા દિલ કી સદા, ડોલે ડોલે, દિલ યે ડોલે- સુચિત્રા કૃષ્ણમૂર્તિ. શેખર કપૂર સાથે લગ્ન કર્યા બાદ આ ગાયકે ૨૦૦૭ માં ડિવોર્સ લીધા હતા. આ ગીતમાં જે ભણેશરી છોકરા પર સુચિત્રા લાઈન મારે છે એ સ્ટાર પ્લસ પર આવતી નવી મહાભારત સિરિયલમાં ભીષ્મ પિતામહ બન્યો. એનું નામ આરવ ચૌધરી.

૧૩.મેઈડ ઇન ઇન્ડિયા- હજી ય જેનો અવાજ એવો ને એવો છે એ ગાયક એટલે અલીશા ચિનોય. નામ હી કાફી હૈ.

૧૪.ભીગી ભીગી રાતો મેં- બાબુલ સુપ્રિયો ના સરસ અવાજમાં લેસ્લી લુઇસ અને હરિહરન (જે ‘કોલોનિયલ કઝીન્સ’ના આલ્બમમાં સાથે ગાતા)નું મસ્ત અનુસર્જન જેના વિષે આપણે અહીં જ લખી-વાંચી ચુક્યા છીએ. આ વિડીયોમાં બીગ-બોસમાં ચમકેલી (આર્યન વૈદ્ય વાળી) અનુપમા વર્મા છે.

૧૫.પુરાની જીન્સ-અલી હૈદર. આજે ય ઘણાને આંખો ભીંજવવા મજબુર કરતુ કોલેજ લાઈફનું ગીત.

૧૬.પલ- કે.કે. આ ગીત આજે પણ દરેક યુવામિત્રો માટે ફેવરીટ છે.

૧૭.છુઇમુઇ સી તુમ લગતી હો- મિલિન્દ ઈંગ્લે. વિડીયોમાં ચમકેલી પ્રીતિ જાંગિયાની આ ગીતથી ગર્લ નેક્સ્ટ ડોરની ઈમેજમાં ફીટ થઇ ગઈ. ‘છુઇમુઇ ગર્લ’ તરીકે જાણીતી થઇ ગયેલી પ્રીતિ પછી જીમ્મી શેરગીલ સામે ફિલ્મ ‘મહોબ્બતે’માં દેખાઈ હતી.

૧૮.મેરી ચુનર ઉડ ઉડ જાયે(આયેશા ટાકિયા), ઓ પિયા, ચૂડી જો ખનકી(રિયા સેન) અને બીજા અનેક ગીતો- આપણી ગુજરાતી ગરબા ગર્લ ફાલ્ગુની પાઠકના આ સમયના બધા જ ગીતો કર્ણપ્રિય છે.

૧૯.ગોરી નાલ ઈશ્ક મીઠા-બાલી સાગુ. આ ગીતમાં યશ અરોરા (ફિલ્મ ‘દુશ્મન’માં કાજોલ સામે દેખાયેલો એક્ટર) અને મલાઈકા અરોરા ખાન દેખાયા હતા. આજે ય વરઘોડામાં ફેવરીટ.

૨૦.બોમ્બે વાઈકિંગ- જી, આમનું મૂળ નામ નીરજ શ્રીધર. જુના ગીતોને સરસ અંદાજમાં આધુનિક બનાવવાનો ટ્રેન્ડ જાણતા નીરજે સેલીના જેટલી પર ફિલ્માવાયેલા ‘ઝરા નઝરો સે કેહ દો નિશાના ચૂક ના જાયે’ બનાવીને આપના વિશ્વાસુના ગમતા ગીતોમાં સ્થાન જમાવ્યું હતું. :)

૨૧.તન્હા દિલ, લવોલોજી, ભૂલ જા- ગાયકનું નામ શાન્તનું મુખર્જી ઉર્ફ શાન.

મિત્રો, લીસ્ટ તો લાંબુ છે. દલેર મહેંદી થી શરૂ કરીને બાબા સહેગલ અને ઇવન શ્યામક દાવર સુધી. તમે આમાં તમારા ગમતા અને દિલની નજીક રહેતા ગીતો ઉમેરી શકો છો..આખરે, દિલની નજીક રહે એ જ તો આપણને આનંદ આપે છે ને? :)

સંજય દ્રષ્ટિ

સંજય પીઠડીયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જટ્ઠહદ્ઘટ્ઠઅિૈંરટ્ઠઙ્ઘૈટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ઉંમર સફેદ, દિલ ગુલાબી

“આ અવસરે, હું એ દરેક લોકોનો આભાર માનું છું જેમણે મારા તાજેતરમાં અનુભવેલા મુશ્કેલીના કાળમાં મારો સાથ આપ્યો. છેલ્લું દોઢ વર્ષ મારા માટે ખૂબ જ તણાવપૂર્વક અને માનસિક આઘાતજનક રહ્યું હતું. હું ‘સાયબર-ક્રાઈમ’નો ભોગ બની હતી છતાં મને ગુનેગાર ગણવામાં આવી. સોશિયલ મીડિયામાં અપશબ્દો અને ગાળોથી અપમાનજનક પરિસ્થિતિમાં મૂકી દેવામાં આવી. જેમને પોતાને પ્રેમ અને પ્રતિષ્ઠાની વ્યાખ્યા ખબર નથી એવા લોકોએ પણ મને પજવી. પણ આ દરેક વખતે હું માનમરતબો જાળવીને આત્મવિશ્વાસથી મારૂં કામ કરતી રહી. મને મારી પર અને મારા પ્રેમ પર વિશ્વાસ છે. મને ખબર છે કે અમારી ઉંમરના તફાવતને લઈને ઘણાં પ્રશ્નો ઊભા થયા છે અને થતાં રહેશે પણ મને એવું લાગે છે કે મારી એટલી તો ઉંમર છે જ કે જ્યારે મને સારા-ખરાબની ખબર હોય. હું મારા પોતાના નિર્ણયો પોતે લઈ શકું એટલો તો મારો અનુભવ છે. આપણે એક આધુનિક, પ્રગતિશીલ ભારતમાં રહીયે છીએ અને સંવિધાને મને મારા પોતાના વિચારો, મારી પોતાની જિંદગી અને મારી પસંદગીના અધિકારો આપ્યા છે. મેં દિગ્વિજય સાથે ફક્ત અને ફક્ત પ્રેમ માટે લગ્ન કર્યા છે. માટે જ મેં એમને વિનંતી કરી છે કે તમારી બધી માલમત્તા-મિલકત તમારા પુત્ર-પુત્રીઓને વહેંચી દો. મારે આ જીવનના નવા સફરને એમની સાથે ખેડવી છે, બસ!”

એ હા, આપણા દિગ્ગીરાજા ફરી પાછા ‘વરરાજા’ બન્યા અને સામે પક્ષે પેલા સમાચાર વાંચવા વાળા બેન (આમ તો હવે માતાજી કહેવું જોઈએ) વધુ એક વાર ‘વધૂ’ બન્યા. ૬૮ વર્ષના કોંગ્રેસના જનરલ સેક્રેટરી દિગ્વિજય સિંહ અને ૪૪ વર્ષના પત્રકાર અમ્રિતા રાય એ પ્રભુતામાં પગલાં માંડયા એ વાતને ‘અફવા નથી પણ સાચી વાત છે’ એના પુરાવા રૂપે ઉપર ટાંકેલા શબ્દો ખુદ અમ્રિતા રાયના છે. એમણે છડેચોક ફેસબુક પર લખી નાખ્યું કે ‘હાં, હમકો મોહબ્બત હૈ, મોહબ્બત હૈ, મોહબ્બત હૈ’. આમ તો દિગ્ગીરાજાએ થોડાં સમય પહેલાં જ પોતાના પ્રેમનો એકરાર સરેઆમ સબ કે સામને કરી દીધેલો પણ હવે ઓફિશિયલી ધે આર મૅરિડ! શાદી કે બાદ ક્યા ક્યા હુઆ, કૌન હારા કૌન જીતા એ તો આપણને ખબર નથી પણ લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છાઓ....

*****

‘નોરા જોન્સ’નું નામ સાંભળ્યું છે? હમણાં જ નોરાએ ‘ઈટ, પ્રે, લવ’માં જે જુલિયા રોબર્ટ્‌સનું કાલ્પનિક ટાઉનહાઉસ દર્શાવવામાં આવ્યું હતુ એ ખરીદ્યું છે, એ પણ સવા છ મિલિયન ડોલર્સમાં (લગભગ સાડા ચાલીસ કરોડ રૂપિયામાં!! ) નોરા એક ઈન્ટરનેશનલ મ્યુઝિક આઈકોન છે જે નવ વાર ગ્રેમી એવોર્ડસ જીતી ચૂકી છે. તે એક પોપ્યુલર અમેરિકન પોપસ્ટાર સિંગર, એક્ટ્રેસ અને ગીતકાર છે. આ ગીતકારનું સાચું નામ ‘ગિતાલી’ છે (યેસ્સ્સ ઈન્ડિયન નેમ) અને તેમના પિતાશ્રીનું નામ છે ભારતના હીરા જેવા સ્વર્ગસ્થ પંડિત રવિશંકર! રવિશંકરની ઑફિશિયલ દીકરી અનુષ્કા પણ ફ્યુઝન મ્યુઝિકમાં ધૂમ મચાવે છે. સિતારના સિતારા રવિશંકરજી નોરાની માતા હોટલ વેઈટ્રેન અને પિયાનિસ્ટ ‘સૂ જોન્સ’ સાથે અમેરિકામાં લિવ-ઈનમાં રહેતા ત્યારે ૧૯૭૯માં નોરા જન્મી. અને પંડિતજી ત્યારે લગ્ન વિના ભારતમાં સુકન્યા રાજનના સહવાસમાં હતા, ત્યારે ભારતમાં અનુષ્કા જન્મી! એ અગાઉ પંડિતજી ૧૯૪૧માં અલાઉદ્દીન ખાનના પુત્રી અન્નપૂર્ણા દેવી સાથે અંતરધર્મીય પ્રેમલગ્ન કરી છૂટા થઈ ગયા હતા. નોંધવાની વાત એ છે કે લગ્ન વિના જ નોરા અને અનુષ્કાના અવતરણના રાગ પંડિતજીએ છેડયા, ત્યારે એમની ઉંમર ૬૦ની આસપાસ હતી. આને કહેવાય, લાઈફ બિગિન્સ એટ સિક્સ્ટી!

સન ૧૯૮૧માં બાસુ ચેટર્જીએ એક લોકપ્રિય ફિલ્મ બનાવી ‘શૌકિન’. (અલ્યા એય, નવી ‘શૌકિન’નું નામ કોણ બોલ્યું?) ફિલ્મમાં ત્રણ વૃદ્ધો - અશોક કુમાર, ઉત્પલ દત્ત અને એ.કે.હંગલ એકલવાયું જીવન જીવતાં-જીવતાં એવા કંટાળી જાય છે કે છેવટે પોતાના જીવનમાં કંઈક ફેરફાર લાવવા માટે તેઓ ગોવા ફરવા માટે જતા રહે છે. મનમાં ને મનમાં પ્રેમની આશા સાથેપ.ના, ના એવું નથી કે તેઓ લોભી છે પણ એમને જરૂર છે એક યુવા સંગિનીની. છેવટે એમના ડરાઈવર મિથુનની પ્રેમિકા સાથે જ તેમનો ભેટો થાય છે. ત્રણેય એ છોકરીને ખુશ કરવાના વારાફરતી જુદા-જુદા દાવ રમે છે. બીજી એક ફિલ્મ ૨૦૦૬માં રામ ગોપાલ વર્માએ પણ બનાવી હતી. યસ, આ ફિલ્મ હતી ‘નિશબ્દ’. તેમાં ૧૯ વર્ષની એક છોકરી ૫૬ વર્ષના વૃદ્ધના પ્રેમમાં પડે છે. આખરે આ પ્રેમની હાર થાય છે અને ઘર પણ તૂટે છે. ૧૯૩૭માં શાંતારામે ‘દુનિયા ન માને’ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે સત્તર વર્ષની છોકરીનાં લગ્ન કરાવવામાં આવે છે. આ જ પ્રકારની લગ્ન સંબંધિત ૨૦૦૭માં ફિલ્મ આવી ‘ચીની કમ’. આ ફિલ્મ પણ એવું કહે છે કે ‘દિલ તો બચ્ચા હૈ જી!’

કાર્લ માર્ક્સ જેવો મહાન વિચારક ઘરની કામવાળી લેન્ચનને દિલ દઈ બેઠો હતો. મહિના ગયા પછી પેટે ચાડી ખાધી. માર્ક્સની ખાનદાન પત્ની જૅની દુઃખી દુઃખી! કામવાળીએ બાળક ફ્રેડરિક ડેમુથને જન્મ આપ્યો. માર્ક્સે વિશ્વામિત્ર જેવું કર્યું. એણે દીકરાનો સંપૂર્ણ અસ્વીકાર કર્યો. પોતાની પોલ ખૂલી જાય તો ક્રાંતિકારી તરીકેની પ્રતિષ્ઠાનું શું? બર્ટ્રાંડ રસેલ જેવો તર્કશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને વિચારક જબરો લફરાંબાજ હતો. રસેલે એક પછી એક એમ ત્રણ ત્રણ પત્નીઓને દગો દીધો. છેવટે એ એડિથને પરણ્‌યો. ઘરની કામવાળી સાથે રસેલ પત્નીની દેખતાં છૂટ લેતો. કવિ ટી.એસ.એલિઅટ રસેલનો વિદ્યાર્થી હતો. એલિયટ પોતાની પત્ની વિવિયન સાથે લંડનમાં રસેલનો મહેમાન બન્યો અને થોડાક કલાકો માટે બહારગામ ગયો ત્યારે રસલે વિવિયન સાથે ધરાઈને સેક્સ માણ્‌યું. કનૈયાલાલ મુનશીએ વિધવા લીલાવતીબહેન સાથે બીજા લગ્ન કરેલા. એમ. એફ. હુસેન, જેમના હાથ અપાર હુન્નરથી કસાયેલા પણ દિલ આશ્ચર્યથી મઢેલું! હાથ અને દિલ બંને મળીને એવું રંગબેરંગી જાદુ ચલાવતા કે કેન્વાસના આકાશમાં પતંગિયાં ઊડવા માંડે. આ મકબૂલ ફિદા હુસેન બોલીવુડની ધકધક ગર્લ માધુરી દિક્ષીત પર ‘ફિદા’ થઈ ગયેલા. માધુરીને લઈને માધુરી પર જ એમણે ‘ગજ ગામિની’ ફિલ્મ બનાવીને કહેતા થઈ ગયા હતા કે ‘તિતલી દબોચ લી મૈંને’! આખી જિંદગી સાંસ્કૃતિક પહેરવેશ અને સંગીત ન છોડનારા ભારતના મહાન રત્ન જેવા ભૂપેન હઝારિકા પણ અડધી ઉંમરની કલ્પના લાઝમી સાથે લિવ-ઈનમાં રહેતા! પોતાનાથી ઉંમરમાં ઘણી નાની સાયરાબાનુ સાથે પરણેલા દિલીપસા’બે ઔલાદ ખાતર ગુપચુપ અસ્મા સાથે શાદી અને પછી તલાક રચેલા. સુરૈયા સાથેની પ્રેમકહાણીને કરૂણ નિષ્ફળતા બાદ દેવસા’બે કલ્પના સાથે પ્રેમલગ્ન કર્યા હતા. દેવઆનંદે પોતે નિખાલસતા સાથે એમના બેશુમાર સુંવાળા સંબંધોનું વિસ્તારપૂર્વક અને સ-રસ વર્ણન કરેલું છે. યુવા અભિનેત્રીઓથી લઈને નર્સ, એરહોસ્ટેસ સુધી! ૨૦૧૪માં ફ્રાંસના ૫૯ વર્ષના પ્રેસિડન્ટ ફ્રાંકોઈસ હોલાન્ડ પણ ભાન ભૂલ્યા હતા! ૨૦૧૪ની નવા વર્ષની રાત્રે પોતાના નિવાસસ્થાન એલ્સી પેલેસના પાછળના દાદર ઊતરીને હેલ્મેટ પહેરેલાં હોલાન્ડ પોતાના બોડીગાર્ડના મોપેડ પર પાછળ બેસીને, ૪૨ વર્ષીય પ્રેમિકા ફિલ્મી નટી જૂલી ગેયટને મળવા મધરાતે નીકળી પડયા. પહોંચ્યા અને રાત આખી જૂલીના ચોથા માળના ફ્લેટમાં વીતીપ.બાહોં મે હૈ બાહે ડાલે મીઠી બાતેં હોને લગી, ખટિયા ભી ધીરે ધીરે ખટ-ખટ હોને લગી, આગે પીછે હુઆ તો ઝટ-પટ હોને લગીપપછી સવારે આંખમાં ઉજાગરાની લાલી હતી કે નહીં તે તો ખબર નથી. પ્રેસિડન્ટ હોલાન્ડ ચાર બાળકોના પિતા છે અને પોતાની પત્નીથી છૂટા થયા બાદ પોતાની ૪૮ વર્ષીય પ્રેમિકા વેલરી સાથે પેલેસમાં રહે છે. સી.એન.એન.ના મીડિયા કોમેન્ટેટરે આ ઘટનાને ‘બિઝાર્લી કોમિકલ’ ગણાવ્યું. કોમિકલ એટલે રમૂજી. બિઝાર એટલે ઉટપટાંગ, વિચિત્ર, આશ્ચર્યજનક, અવનવું, અતરંગી, બેઢંગું.

આમ તો ભારતીય સંસ્કૃતિ અનુસાર પચાસની ઉંમર પછીના દરેક લફરાં ‘બિઝાર્લી કોમિકલ’ જ હોય છે. માનમર્યાદા સંયમની સંસ્કૃતિની રોજ મંચ પર દુહાઈઓ દેતા આપણા જ ભારતીય કલાકારો પણ આ મામલે છાનું રે છપનું ઘણું ઘણું પોતે કરી ચૂક્યા છે. પણ બહુ ઓછા પંડિત રવિશંકરની જેટલા આ બાબતે બ્રોડમાઈન્ડેડ અને ઓપન રહ્યા છે! એનાથી કોઈની ગરિમા કે સિઘ્ધિ ઝાંખી થતી નથી, એનાથી કંઈ પતન થતું નથી. ટોલ્સ્ટોયનું પણ એવું જ! ગાંધીજીને જો ખરેખર ટોલસ્ટોયની ખબર પડી ગઈ હોત, તો એમને સાબરમતી આશ્રમના ઓટલે જ તમ્મર આવી ગયા હોત. ટોલ્સ્ટોયના ચાર મુખ્ય શોખ હતાઃ જુગાર, વેશ્યાગમન, શરાબ અને ધૂમ્રપાન. તા.૪-૫-૧૮૫૩ની દિવસે ટોલ્સ્ટોયે પોતાની અંગત ડાયરીમાં લખ્યુંઃ ‘સ્ત્રી તો જોઈએ જ! વિષય-લોલુપતા મને પળવાર પણ ઠરીને બેસવા દેતી નથી.’ હુસેનથી ખુશવંતસિંહ, દેવઆનંદથી રવિશંકર બધા પોતાના કામમાં સરતાજ, કીર્તિવંત, દીર્ઘાયુષી અને પોતાના બેડરૂમ સિવાયના પરફોર્મન્સમાં પણ એક્કા નીવડયા જ છે.

બુઢાપામાં શરીર કોબિજના દડાની જેમ સંકોચાઈ જાય છે પણ આત્મા ગુલાબના ફૂલની જેમ ઊઘડી જાય છે. ઉંમર વધવાથી વાળ સફેદ થઈ જાય પણ દિલ તો યુવાન જ રહેવાનું છે! પેલા ગીતમાં છે ને ‘ઉમ્ર કબ કી બરસ કે સુફૈદ હો ગયી, કારી બદરી જવાની કી છટતી નહીં’...બસ એવું જ! પુરૂષ હોય કે સ્ત્રી, બંનેને શૃંગારરસ બહુ વહાલો. યુવાનીમાં પ્રેમના પરાક્રમો સ્વાભાવિક છે. ન કરે તો નવાઈ, પણ ઉંમર થાય તેમ જાતીય આવેગ ઠરી જાય કે મેનોપોસ આવે, પણ છે તો વાંદરાની જાત. ઘરડા થાય પણ ગુલાંટો મારવાનું ન ભૂલે. ‘તહેલકા’ના તેજપાલની જેમ બુઢ્‌ઢાઓ સ્ત્રી પર જબરજસ્તી કરે એ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી પણ બંને તરફ રાજીખુશી હોય તો નવા એકાઉન્ટ તો ગમે ત્યારે ઉઘડે. એકબીજાને ગમો પછી એમાં ઉંમરનો શું બાધ! અરે, એ વ્યક્તિના ચહેરા પરની કરચલીઓ પણ વહાલી લાગે છે. ‘પુરૂષો પેઅર (નાસપતી) કે પિચનાં ફળ જેવા હોય છે. પાકે અને સડી જાય એ પહેલાં તેઓ થોડા ગળચટ્ટા જરૂર થઈ જતા હોય છે.’ એવું અમેરિકન ફિઝિશિયન, કવિ અને લેખક ઓલિવર વેંડલ હોલ્મસે કહેલું. કોઈ પુરૂષ કે સ્ત્રી કોઈ પણ ઉંમરે પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરે અને નવા કોડિયે દીવા કરે એમાં આપણે દુઃખી થવાની જરૂર નથી. ‘મિયાં બીબી રાજી, તો ક્યા કરેગા કાજી?’

પડઘોઃ

હવે આવે

મારી કને ત્યારે

આટલું ભૂલીને આવજે

કાંડા ઘડિયાળ

એપોઈન્ટમેન્ટ ડાયરી

ભારેખમ બ્રીફકેસ

ટ્રેનનું ટાઈમ ટેબલ

(જે તું પાછા જવા માટે વાપરતો હોય છે)

તારી પત્નીનો જન્મદિવસ

તારી લગ્નતિથી

તારા સંસારના ફોટાવાળું પાકીટ

પાછા જવાની ઉતાવળ

ગોઠવેલા જવાબો

કોઈ જાણી કે જોઈ જશે એ બીક

પણ આવજે જરૂર....

(પન્ના નાયક)

મસ્ત રીડ

ભૂમિકા દેસાઈ શાહ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરેદ્બૈાટ્ઠજરટ્ઠર૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

અજીબ દાસ્તાં હૈ યે

"ગુમનામ હે કોઈ... બદનામ હે કોઈ... કિસકો ખબર, કોન હૈ વો... અનજાન હે કોઈ..."- અચાનક વાગી ઉઠેલા આ ભૂતિયા ગીતથી નવલકથામાં ડૂબી ગયેલી હું વર્તમાનમાં ખેંચાઈ આવી.

"જી માફ કરજો, તમને ખલેલ પહોંચી લાગે છે."-બાજુમાં બેઠેલા મુસાફરે કહ્યું.

"ઇટ્‌સ ઓકે. આવી ભૂતિયા રીંગટોન પહેલી સાંભળી જરાક.."-મનમાં આવેલા વિચારો શબ્દસહ રજુ કર્યા.

"હા હા હા" અટ્ટહાસ્ય કરીને અજાણ્‌યા મુસાફરે કહ્યું-"જી ભૂતિયા ગીત ભલે રહ્યું પણ સુરીલું અને સુંદર પણ તો છે!"

"જી બિલકુલ. સુરીલું તો જરૂર છે પણ ભયનો ભાવ ગમવાના ભાવ પર હાવી થઇ જાય છે."-મેં સહજભાવે કહ્યું.

"જી ખરી વાત. પણ ભય પણ એક ભાવ છે અને ગમવું પણ. તો ભય પમાડે એવું પણ કે ગમતું ના હોઈ શકે? એમ પણ આપણે સૌ થ્રિલ, કુતુહલ, રહસ્ય,અગમ-નિગમને ભય સાથે ગમાડતાં આવ્યા છે."-અજાણ્‌યા મુસાફરે કૈક ગુઢ વાત કરી.

"ઈન્ટરેસ્ટીંગ! તમે ખુબ જ દિલચસ્પ ઇન્સાન છો. આપને મળીને કૈક રહસ્યમય છતાં ગમવાનો ભાવ આવ્યો. બિલકુલ આપની વાતની જેમજ. હું ભૂમિકા, વ્યવસાયથી પ્રોફેસર છું પણ આમ પુસ્તકો જીવું છું. "-મેં હાથ મિલાવીને મારી ઓળખાણ વધારવાના ભાવથી કહ્યું.

"હું વિજય, પથ્થરો માં પ્રાણ પૂરૂં છું અને ઈમારત-મકાનને ઘર બનવું છું. અર્થાત આર્કીટેકટ છું. અલબત્ત મને આ કેમેરા વડે યાદો અને પળોને જીવતી સાચવી રાખવાનો શોખ છે. મુંબઈમાં રહું છું, બેચલર છું અને મન ફાવે ત્યારે આ કેમેરા સાથે ડેટ પર ઉપાડી જાઉં છું."

"અહા, રસપ્રદ. મને હવે એ નવાઈ લાગે છે કે તમે દેખાવે આટલા હેન્ડસમ છો, ભણેલા-ગણેલા છો-વાતચીતમાં કોઈને પણ પહેલી વારમાં પ્રભાવિત કરી શકો એમ છો-પૈસેટકે સમૃદ્ધ છો- અને છતાં બેચલર છો... હાઉ ધેટ્‌સ પોસીબલ?"-મેં હસી મજાક માં રસ્તો કાપવા વાતો નો દોર લંબાવ્યો.

"જી હું બેચલર માત્ર લીગલી છું. દિલથી કમિટેડ છું. એ પણ બબ્બે સ્ત્રીઓને. ટુ બી સ્પેસિફિક દુનિયાની બે શ્રેષ્ઠ સ્ત્રીઓ સાથે કમિટેડ છું."-એક ગર્વીલા સ્મિત સાથે અજાણ્‌યા મિત્રે કહ્યું.

"જાણીને આનંદ થયો કે પામ્યા બાદ પણ પુરૂષ પોતાની સ્ત્રીને શ્રેષ્ઠ કે અદ્‌ભુત માની શકે છે. કેમકે બહુધા તો પામ્યા બાદ પોતાની સંગીની માં વાંક અને દોષ સિવાય પુરૂષને કૈજ દેખાતું નથી."-મેં એક સ્ત્રી સહજ ઈર્ષ્યા સાથે સરખામણી કરતા કહ્યું.

"જી આપ ફેમીનીસ્ટ છો? જોક્સ અપાર્ટ તમારી વાત શત-પ્રતિશત સાચી જ છે. પણ મારા કિસ્સામાં અપવાદ એ છે કે ઈશ્વરે મારા નસીબમાં દુનિયાની શ્રેષ્ઠ-અદ્‌ભુત-સંપૂર્ણ અને બેજોડ સ્ત્રીઓ લેખી છે. પૂર્ણતા માં દોષ કે અવગુણ નાં જ હોઈ શકે. "-વિજયે પોતાના મોબાઇલમાં એક ફોટો બતાવતા કહ્યું.

"આછા તો આ છે તમારી પત્ની. અને સાથે ત્રીજી વ્યક્તિ ઘનિષ્ઠ પારિવારિક વ્યક્તિ કે ખાસ મિત્ર લાગે છે. સાચેસાચ આપની પત્ની બેજોડ અને અદ્‌ભુત છે."-મેં પુરા હ્ય્દયથી તસ્વીરમાં રહેલી અપ્રતિમ સુંદર સ્ત્રીના વખાણ કર્યા.

"હા હા હા. બહુધા લોકો આ જ ભૂલ કરે છે. આ તસ્વીરમાં ત્રીજી વ્યક્તિ મારો મિત્ર કેતન નહિ પણ હું છું. અને માધવી મારી નહિ કેતનની પત્ની છે. એની બેજોડ સુંદરતા, અપ્રતિમ બુઘ્ધિમત્તાનો હું કાયલ છું જ પણ આ અદ્‌ભુત સ્ત્રી હવે માત્ર મારી મિત્ર અને બીઝનેસ પાર્ટનર જ છે. જોકે કોલેજ માં ભણતા ત્યારે હું અને કેતન-બે દિલોજાન દોસ્તો એક સરખી શિદ્દત અને દીવાનગીથી માધવીને ચાહતા. પણ મારા ધૂની અને અલ્લડ-અલગારી વ્યક્તિત્વ કરતા કેતનની સાલસતા-સમર્પણ માધવીને વધુ સુખી કરી શકશે એ ભાવે મેં મારા પ્રેમ-દાવામાંથી રાજીખુશી થી રીઝાઈન કરી દીધું. હવે હું, કેતન અને માધવી બીઝનેસ પાર્ટનર્‌સ છે."-બારીમાંથી બહાર જોતા જોતા કૈક શોધતા શોધતા વિજય કહી ગયો. જાને નજર મળશે તો એનું સત્ય હું પામી જઈશ એ ડરથી.

"પ્રેમ-ત્રિકોણ. અચ્છા તમે તો બે અદ્‌ભુત સ્ત્રીઓની વાત કરતા હતા. એક માધવીબેન અને બીજા? જો હું સાચું ધરી રહી છું તો બીજા હશે તમારા માતા. ખરૂંને? પુરૂષને એમ પણ પોતાની માતા માટે લગાવ અને પ્રેમ વધુ રહે છે જેમ સ્ત્રીને પિતા માટે."- મેં વાતનો દોર બદલવા અને વિજયનો મુડ સુધારવા કહ્યું.

"જી હું મારી વાતો જેવોજ વિચિત્ર અને ભેદી છું. આથું તમારી તર્ક ખોટો છે. એ બીજી સુંદરતમ સ્ત્રી મારી માતા નથી. એ મારી ઝંખના, મારૂં સપનું, મારા જિંદગીનો અર્શ છે. એને પામવા હું આ લોક-પરલોક કઈ પણ પાર કરી શકું છું અને માત્ર મારી જિંદગી નહિ પણ અસ્તિત્વ પણ ભૂંસી શકું છું."-વિજયે આંખોમાં કૈક અજીબ ચમક સાથે કહ્યું.

"તમને જેટલા જાણું છું એટલું તમારી વાતોનું રહસ્ય વમળ વધતું જાય છે. એક થ્રીલર સસ્પેન્સ નવલકથાને ટક્કર મારે એવી જિંદગી તમે જીવી રહ્યા હોય એમ લાગે છે. તો એ માધવીને પણ ટક્કર મારી શકે એવી સુન્દરતમ સ્ત્રીને ક્યારે પરણવાના છો? મને લગ્નમાં આમંત્રણ આપજો."-મેં સસ્મિત વિજયના પ્રેમલગ્નના સાક્ષી થવાની ઈચ્છા રજુ કરી.

"જી તમે લેખકો હરહમેશ રાજા-રાણી-પ્રેમ-લગ્ન-ખાધું-પીધું-ને-રાજ-કર્યું એવીજ વાર્તાઓ કેમ લખો કે વિચારો છો? અને પ્રેમનું ધ્યેય શું લગ્ન જ હોઈ શકે? જો હા તો બે યુગો, બે સૈકાઓ, બે સમય-પરિમાણોની બહાર રહીને પ્રેમમાં પડેલા બે જીવ કઈ રીતે લગ્ન કરી શકે? ભૂતકાળ અને ભવિષ્યકાળના ફેરા કેવી રીતે શક્ય બને? મારી સ્વપ્ન સુંદરી એવા સમય-પરિમાણમાં છે જ્યાં હું નથી."-વિજયે આંખોમાં ભીનાશ સાથે કહ્યું.

અને હું આ ખરેખર ડરાવી દે એવી વાતો ને પચાવવા માંથી રહી.

મારા ચહેરા પરના ભાવોને વાંચી ગયો હોય અને મને આ અસમંજસમાંથી કાઢવા ઈચ્છતો હોય એમ વિજય કહી ઉઠયો-"આમ તો તમે પણ જાજરમાન છો. લેખક, પ્રોફેસર જેવા વેદિયા નથી લગતા. આટલી અંધારી રાતે પ્રવાસ કરી રહ્યા છો એટલે બહાદુર અને ઈન્ડીપેન્ડન્ટ પણ છો. દરિયા કિનારે વેકેશન માનવા જઈ રહ્યા છો?"

"જી ના. વેકેશન તો નાં કહી શકાય. જાસોદમાં એમ.કે.સિંગ નામક રજવાડાની માલિકી નો એક મહેલ છે. એના વિષે ખુબ રહસ્યમય વાતો પ્રચીલિત છે. મારી અગામી નોવેલમાં એ કથાનક કૈક મદદ કરી શકે એ વિચારે કેસરબાગ-મહેલ જોવા જવો છે. સાંભળ્યું છે કે એ મહેલ આજે પણ એટલો જ જાજરમાન-ભવ્ય અને રોમાંચક છે."-મેં મારૂં જાસોદ જવાનું પ્રયોજન જણાવ્યું.

"અહા, તો તમે પણ મારી જેમ કેસરબાગ તરફ જઈ રહ્યા છો. અચ્છા તમે કેસરબાગ નાં આટલા વખાણ કર્યા તો કેસરબાગ ની સુંદરતા અને શૌર્ય અંગે કંઈ જાણો છો?"-વિજયે એકદમ ઉત્સાહ અને આનંદથી વાત શરૂ કરી.

"નાં મેં તો માત્ર કેસરબાગ નું નામ અને વાર્તા સાંભળ્યા છે. શું કેસરબા ત્યાના રાણી કે રાજકુમારી છે?"-મેં પૂછ્‌યું.

"કેસરબા જાસોદનાં રાજવી એમ. કે.સિંગ.નાં સાવકા માસી થાય. કહેવાય છે કે કેસરબા જેવી સુંદરતા-બુઘ્ધિમત્તા-શોર્ય-સાહસ ની અપ્રતિમ મુરતને પામી શકે એ લાયક કોઈ રાજવી નાં જ હોવાથી તેઓ આજીવન કુંવારા રહ્યા. કેસરબાગ એમના સપનાઓ, આકાંક્ષાઓ,રહસ્યો અને સંવેદનાઓ ઝીલીને એમનો મિત્ર બની રહ્યો. હું ચાર-પાંચ વાર કેસરબાગની મુલાકાતે જઈ આવ્યો છું. કેસરબા ના કમરામાં પગ મુકતાજ અસ્તિત્વ માં રોમાંચ મેહસૂસ થાય. કેસર મહેલમાં ભલે મુલાકાતીઓ પરવાનગી લઈને જઈ શકે છે, કેસરબાના કમર સુધી જવાનું સૌભાગ્ય સૌને નથી મળતું. એ ભવ્ય કમરમાં હજુ જાણે કેસરબા હાજરા હજૂર છે અને આલીશાન બેડની સામે સજાવેલા ખાસ પ્રકારના વિશાળ કદનાં અરીસામાં પોતાનું સૌન્દર્ય ઝીલતા રહે છે. તમે જાણો છો એ અરીસો પણ કેસરબા જેવો અપ્રતિમ છે. એ અરીસામાં સામે ઉભા રહીને તમે આખો વિશાળ કમરો જોઈ શકો છો. અને તમારી પોતાની છબી એ આયના માં જાને કૈક નવી-અદ્‌ભુત-શ્રેષ્ઠતમ બની જાય છે. મન થાય કે એ આયનામાં ઉતરીને....."-વિજય મંત્રમુગ્ધ બની ને કહી રહ્યો.

"હા હા હા. લાગે છે કે તમે કેસરબા અને એમનો આયનો બંને નાં પ્રેમ માં ગળા ડૂબ છો. તમારી વાતો સંભાળીને હવે મને પણ કેસરબા ને મળવાનું મન છે. શું તમે મને એમની મુલાકાત કરાવી શકશો?"-મેં ધીમેકથી વિનંતી કરી.

"તમે સહેજ મોડા પડયા લેખિકા મહોતરમાં. કેસરબા તો વર્ષો પહેલા.... જોકે એ આયનો હજુ એમના સુધી પહોંચવાનો..... પણ એ રહસ્ય પણ મારી સાથે.... કેસરબા હવે કોઈને નહીં મળે અને એ આયના પણ આજથી તિરાડો પડી ગઈ છે, કે જેથી મારા સિવાય કોઈ પણ...."-વિજય સમઝાય નહિ એવી અડધી-અધુરી ગુઢ વાતો કહી ગયો અને મારા કપાળ પર પર્સ્વેદનાં બિંદુઓ જામી ગયા.

હું અપલક નજરે બારીની બહાર ખોવાઈ ગયેલા વિજય ને જોઈ રહી અને ....

"જાસોદ... મેડમ તમારૂં ટેશન આઈ ગયું. ઉતારવાનું નથી?"-કંડકટર મારી નજીક આવીને જોરથી બુમ પાડી ગયો.

"વિજય ચાલો આપણી બંનેની મંઝીલ આવી ગઈ...."-મેં વિજયની તરફ જોઇને કહ્યું અને.. મારી આંખો આશ્ચર્યથી ફાટી ગઈ.

"બેન કોની સાથે વાતો કરો છો. તમારા સિવાય અહી બીજું કોઈ બેઠું નથી..."-કંડકટરએ અકળાઈને કહ્યું.

અને હું હવા માં ઓગળી ગયેલા વિજયના અસ્તિત્વ ને શોધી રહી...

બસમાંથી ઉતરીને હું એજ આઘાત અને વિચારોમાં ચાલતી રહી... કઈ તરફ, ક્યા- એ વિચાર્યા વગર.

અને અજાણ્‌યા મુસાફરના રહસ્ય અને હવામાં ઓગળી ગયેલા એના અસ્તિત્વને વિચારતી હું એક દરિયા કિનારા પાસે પહોંચી.

દરીય્‌ના મોજાઓ રાતના અંધકારને વધુ ડરામણા બનાવી રહ્યા છે. અને સામેની વિશાળ મહેલ-નુમા ઈમારત નાં ઝળહળાટ સામે એ મોજાઓના મોટી પણ પાણી થઇ જાય છે. હું સહેજ નજીક જઈને એ ઈમારતની તકતી પરનું નામ વાંચવા માથું છું.-

"કેસર બાગ". નામ વાંચતા જ મારૂં હ્ય્દય એક ધબકારો ચુકી જાય છે.

"હેલો, આપણે ખલેલ પહોંચાડવા બદલ દિલગીર છું.. જરાક આ તસ્વીર જોશો? આ મારો મિત્ર..."-મારી સામેની યુવતી આંખોના આંસુ સાથે મને પૂછી રહી હતી.

"તમે માધવી છો અને આ તમારો મિત્ર વિજય છે જે પોતાનો કેમેરો લઈને ઘરેથી નીકળ્યો એ બાદ કેટલાય દિવસો થી લાપતા છે અને તમે અને કેતન એને.... "-હું જાણે એક વાર્તા કહેતી હોય એમ કહી ગઈ.

"તમે આ બધું કી રીતે જાણો છો? શું વિજય તમને મળ્યો હતો? ક્યા છે વિજય? કેવો છે?"-પ્રશ્નો પૂછતાં પૂછતાં માધવી રડી પડી.

"મને નથી ખબર પણ તમારા સવાલોના જવાબો સામે જ છે. કેસરબાગ માં. કેસરબા પાસે અને એમના આયનામાં. હવે મારે જવું જોઈએ. "-હું શક્ય એટલું જલ્દી કહીને ઉતાવળા પગલે બસસ્ટેશન તરફ પાછી વળી, જેટલી જલ્દી બને આ રહસ્ય-વમળમાથી છૂટવા.

"બેન આટલી વાર માં પાછા? કઈ ભૂલી ગયા કે શું?"-કંડકટર અચરજ સાથે પૂછી રહ્યો.

" ના. તબિયત ઠીક નથી. પાછા જવું છે."-મેં ટીકીટનાં રૂપિયા આપ્યા અને ટીકીટ લઈને મારી જગ્યાએ જઈને બેથી. અજંપા સાથે બારીની બહાર જોઈ રહી અને.... અને બારીમાંથી એક કાગળ ઉડીને આવ્યો અને થોડી વાર પહેલા વિજય નામક ભ્રમ-રહસ્ય જ્યાં બેઠો હતો ત્યાં જઈને પડયો.

મેં આંખો સજ્જડ મીંચી દીધી. હજુ કોઈ રહસ્ય જાણવાની દિમાગે નાં પાડી. સહેજ ડર સાથે ધીમેથી એ કાગળ નો ટુકડો હાથમાં લહીને જોયું. મરોડદાર મોતીનાં દાણા જેવા અક્ષરોમાં લખ્યું હતું-માધવી ને એક છેલ્લીવાર મારા સુધી પહોંચાડવા બદલ અભાર મિત્ર.

અને હું આંખો બંધ કરીને આ પ્રવાસને એક સપનું સમઝી ભૂલવા મથી રહી.

બસમાં ધીમા અવાજે ગીત વાગી રહ્યું-"અજીબ દાસ્તાન હે એ કહા શુરૂ કહા ખતમ! એ મંઝીલે હે કોન સી, ના વો સમઝ સકે ના હમ...."

******

વિજય, કેતન, માધવી, એમ.કે.સિંગ , જસોદ, મુંબઈ, કેસરબાગ, પ્રેમ, જુનું, પામવાની તરસ, ખોવાની વેદના, શ્વાસ થંભાવી દે એવું રહસ્ય, અને વાચક પોતે જ આ દિલધડક વાર્તાનો એક ભાગ બની ને આખું રહસ્ય-વમળ જીવી જાય એવી સચોટ રજૂઆત એટલે- શ્રી અશ્વિની ભટ્ટ લિખિત "આયનો".

આ આયનામાં સંબંધો-સંવેદનાઓ-ઝુનુન-રહસ્ય-પ્રેમની છબી જોવાનું ચૂકશો નહીં!

બોલીસોફી

સિદ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

‘ખૂબસુરત’ - સારે નિયમ તોડ દો

“દેશમાં કાયદાનું શાસન બનેલું રહે એના તમામ પ્રયાસો હું કરીશ.” આ પ્રકારનાં ઉચ્ચારણો આપણે ઘણીવાર આપણા નેતાઓના મુખેથી સાંભળતા રહીએ છીએ. કાયદો હોવોજ જોઈએ અને એનું પાલન પણ બિલકુલ થવું જોઈએ અને તોજ દેશમાં શાંતિ અને એકતા જળવાઈ રહેતા હોય છે. પણ શું દેશની જેમ ઘરમાં પણ કાયદાનું કડક શાસન હોય તો? એટલેકે અમુક રીતેજ વર્તન કરવાનું, સવારે અમુક વાગે ઉઠી જ જવાનું અને રાત્રે ઊંઘ આવતી હોય કે ન આવતી હોય નક્કી કરેલા સમયે સુઈજ જવાનું? રવિવારે કે રજાના દિવસોએ અમુક પ્રકારનુંજ એન્ટરટેઈનમેન્ટ લેવાનું, કે પછી દર મહીને જરૂર હોય કે ન હોય ફરજીયાત મેડિકલ ચેકઅપ કરાવવાનુંજ અને એ સમયે કોઇપણ કામ હોય તો તેને પડતા મૂકી દેવાના? ઘરના દરેક સભ્યોને અમુક ચોક્કસ કામ સોંપી દેવામાં આવ્યા હોય એ તેણે પોતાના અન્ય મહત્ત્વના કામો સાથે કરવાના જ. આ પ્રકારના નિયમો જો આપણા ઘરમાં જ આપણે માથે મારવામાં આવ્યા હોય તો કેવું લાગે?

બિલકુલ બરોબર ન લાગે. જો ઘરમાં આ પ્રકારના નિયમો ફરજિયાતપણે પાળવામાં આવે તો ઘર અને જેલમાં કોઈ ફરકજ ન લાગે. તો શું ઘરમાં કોઈ નિયમ કે કાયદો હોવોજ ન જોઈએ? ઘરના તમામ સભ્યોને મન ફાવે એમ વર્તન કરવા દેવાનું? રાત્રે કારણવગર મોડે સુધી ટીવી જોઇને જાગવાનું અને પછી સવારે દસ વાગ્યાસુધી પથારીમાં ઘોરે રાખવાનુ. કે પછી દર બે-ત્રણ દિવસે સાંજે મિત્રોને મળવા ગયા હોઈએ અને એમની સાથે ભાજીપાઉ, ચણા-પૂરી કે પિત્ઝા-બર્ગરની ઉજવણી કરી દઈએ, પેટ ભરાઈ જાય પછી ભલેને ઘરે મમ્મીએ કે પત્નીએ બનાવેલી રસોઈ બગડે? પપ્પા કમાય છે તો આપણે શું કરવા મહેનત કરવા બહાર જવું જોઈએ? દર શુક્રવારે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં મુવી જોવાનું એટલે જોવાનુંજ, પછી ભલેને બીજા કામો રખડે? પપ્પાએ બેંકમાં ચેક ભરવાનું અઠવાડિયા પહેલા કહ્યું હોય તોપણ આપણી મરજી થાય તોજ આપણે એ કામ પૂરૂં કરીએ અને વચ્ચે પપ્પાના ક્રેડિટકાર્ડની ઈહ્લ્‌ આવી જાય અને બાઉન્સ પણ થાય અને પપ્પાને અમુક રકમ ચોંટે કે પછી કાર્ડવાળાનો એમના ફોન પર રીમાઈન્ડર આવે તો આપણે શું? આ પ્રકારની આઝાદી પણ ન ચાલેને?

ઘરના નિયમ કાયદાઓનો અમલ કેટલી કડકાઈથી થવો જોઈએ કે ન થવો જોઈએ એ બે અંતિમો વચ્ચેની પાતળી ભેદરેખા સમજાવતી હ્ય્ીશીકેશ મુખરજીની એક મજાની ફિલ્મ ‘ખૂબસુરત’ ૧૯૮૦ની સાલમાં આવી હતી. અહીં દિના પાઠક એક કડક ગૃહિણી બન્યા છે જેમના ચાર દિકરાઓ છે જેમને એમણે કડક કાયદાઓ હેઠળ ઉછેર્યા છે. સંતાનોતો ઠીક દીનાબેનના આ કડક શાસન હેઠળ કશું બોલતા એમના પતિદેવ એટલેકે અશોક કુમાર પણ ગભરાય છે. ટૂંકમાં ઘરનું વાતાવરણ કાયમ ધીરગંભીર હોય છે. એકમાત્ર રાકેશ રોશન ડોક્ટરી ભણવા બહારની દુનિયામાં જાય છે એટલે થોડો અલગ હોય છે. એક દિવસ પોતાના એક પુત્રની પુત્રવધુની બહેન એટલેકે રેખા આ ઘરમાં દાખલ થાય છે અને શરૂઆત થાય છે ઘરના એક પછી એક કાયદાઓનો કચ્ચરઘાણ બોલવાની.

આ તો આ ફિલ્મની વાર્તા છે, પણ વાસ્તવમાં મુદ્દો છે કે માં-બાપ જ્યારે પોતાના બાળકોને કોઈ કડક કાયદા કે નિયમ હેઠળ બાંધી રાખે છે તો બે વસ્તુ જરૂર બને છે. કાં તો એ બાળક મોટું થઈને પોતાનાજ માં-બાપ સામે બંડ પોકારે છે અથવાતો આખી ઝિંદગી ડરતાંડરતાં કાઢે છે. તો શું ઘરમાં નિયમો ન હોવા જોઈએ? બિલકુલ હોવા જોઈએ, પરંતુ એ ફ્લેક્સીબલ પણ હોવા જોઈએ. વળી આ નિયમો વણ લખ્યા પણ હોવા જોઈએ. એકવારની ભૂલ પર એક હળવી પણ મક્કમ ટકોર થઇ જાય તો ઘરના કોઇપણ સભ્ય માટે એ આપોઆપ એક નિયમ બની જાય છે, પણ તમારા કાયદાના શાસનની બીકે જો તમારૂં સંતાન તો છોડો તમારા પતિ કે પછી પત્ની પણ તમારાથી સતત ડરવા લાગે તો પછી એવા કાયદાનો શો ફાયદો?

ફિલ્મમાં આ પ્રકારની શિસ્તની બજવણી અંગેની પાતળી ભેદરેખા બહુ સારીરીતે સમજાવવામાં આવી હતી. આટલુંજ નહીં એક જ ડાયલોગમાં એક અન્ય વાત પણ બહુ સારી રીતે સમજાવી દેવામાં આવી છે. એક સીનમાં જ્યારે ઘરમાં કયા પ્રકારની રસોઈ બનશે તેની ચર્ચા કરતી વખતે રેખા દીના પાઠકને કહે છે કે, “અમારે ઘેરે તો આવું નથી થતું?” ત્યારે દીનાબેન બહુ ઠંડકથી જવાબ આપે છે કે, “શું અમારે ત્યાં જે થાય છે એ તમારે ત્યાં થાય છે?” રેખાનો જવાબ ના માં આવતાંજ દીનાબેન ફરીથી ઠંડકથી ઉમેરે છે, “તો પછી તમારે ઘેરે જે થાય તે અમારે ઘેરે કેવીરીતે થાય?” બહુ નાની વાત છે, પરંતુ પુત્રના લગ્ન પછી ઘણાબધા ઘરોમાં આ ‘રિવાજ’ નામની એક સમસ્યા આપોઆપ ઉભી થઇ જતી હોય છે. વર્ષોથી એકની એક ઘરેડમાં પોતાનું ઘર ચલાવી રહેલી સાસુને ઘરમાં નવીનવી આવેલી વહુ પોતાના ફ્રેશ આઈડીયાઝ (અફકોર્સ ઘરના ભલા માટેજ) અપનાવે તે જલ્દીથી સ્વીકાર્ય બનતું નથી.

જો કે પોતે અપનાવેલા રિવાજોમાંથી ઘણાબધા રિવાજો એ સાસુએ પોતે જ્યારે વહુ હતી, ત્યારેજ બનાવ્યા હતા એ હકિકત બાબતે તે આંખ આડા કામ કરતી હોય છે. સાસુઓ ખાસકરીને પોતાના પુત્રો બાબતે ખુબ પઝેસીવ હોય છે, એમના લગ્ન પછી પણ. “જો જે હોં, એને આ નથી ભાવતું કે પેલું નથી ફાવતું.” એવી બિનજરૂરી ટકોર અમુક સાસુઓ નવી વહુતો શું? તેના આવ્યા પછીના પાંચ સાત વર્ષે પણ કરતી રહેતી હોય છે. આથી જેમ દીના પાઠક કહે છે કે જો અમારા ઘરના નિયમો તમારે ઘેર ન પળાતા હોય તો તમે એવું કેવી રીતે એક્સપેક્ટ કરી શકો કે અમારે ઘેર પણ તમારા ઘરનાજ નિયમો પળાશે? આવા કઠોર કાયદાને લીધે કાં તો પેલી વહુ નવા જમાના સાથે ઘર પણ સેટ થાય એવું વિચારવાનું છોડી દઈને સાસુએ અપનાવેલી કે બનાવેલી એ ઘરેડમાં સેટ થઇ જશે અથવાતો ઘરના આ બે અત્યંત મહત્ત્વના સભ્યો વચ્ચે કોલ્ડવોરના કાયમી બીજ વવાઈ જશે.

ટૂંકમાં કહીએ તો નિયમો જરૂર હોવા જોઈએ, પરંતુ આ નિયમો લાકડા વડે નહીં પરંતુ ઇલેસ્ટીકના ઉપયોગથી અમલમાં લાવવા જોઈએ. ‘ખૂબસુરત’ ની બોલીસોફી આ અઘરી બાબત બહુ સહેલાઇથી સમજાવી જાય છે.

૨૪.૦૯.૨૦૧૫ (ગુરૂવાર)

અમદાવાદ

લઘરી વાતો

વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વાચકો અને લેખકો વચ્ચે તફાવત

વાચકો અને લેખકો વચ્ચે તફાવત મોટે ભાગે આ પ્રશ્ન અઘરો હોઇ પરીક્ષામાં પુછાતો નથી. પણ શુ કરીએ કોક વાર પુછાઇ જાય તો એથી અગાઉની તૈયારી ના ભાગ રૂપે જાતે પ્રશ્ન ઉદભવિત કરી અને જાતે જ જવાબ આપી પોતાના જ લખાણ ની વાહવાહ કરાવવાની લેખક તરીકે મને ટેવ છે એટલે લખુ છું. જે વાત આપણે એકાદ વાક્ય કે એકાદ શબ્દ માં કહી શકીએ એ જ વાત છસ્સો થી સાતસો શબ્દો માં કેહવી એટલે લેખક હોવું. ઘણા લેખકો ને એક આખું બોક્સ છાપાં વાળાં આપી દેતા હોય છે અને જેમ વાંચકો શુન-ચોકડી ભરે એ રીતે લેખકો એ બોક્સ ને ભરી દઈ ને ધારદાર લેખ તૈયાર કરતા હોય છે

વાચક : - વાચક ને કોઇ ગામ વિશે લખવાનુ કહ્યુ હોય તો એ સીધે સીધુ લખી દે કે ફલાણી જગ્યાએ ફલાણા નામનુ ગામ હતુ. વધારે કોઈ સારો વાચક હોય તો એ ગામ કયા રાજ્ય માં પડે એ લખે અને તેનો પીનકોડ નંબર લખે પણ જો આ જ વસ્તુ કોઈ લેખક ને લખવા આપી હોય તો ?

લેખક : - લેખક ને કોઇ ગામ નુ વર્ણન કરવાનુ કહ્યુ હોય તો અંતરીક્ષ ની સીમા ઓ પણ જયા અંત આવી જાય છે, જે ગામ ની સ્ત્રીઓ મેનકા અને પરીઓ જેવા કક્ષા નુ રૂપસોર્દર્‌ય ધરાવતી હોય છે, જે ગામના સીમાડે રોજ સાજે ગાયો ના ગળા માં પેહરેલી નાનકડિ કંઠિ જાણે મોરલી ના મધુર સંગીત જેવો આનંદ આપે છે, જ્યાં કુષ્ણ ની ભક્તિ છે અને અલ્લાહ ની ઈબાદત છે એવુ આ રમણીય ગામ ( ટુંકમા આવુ ગામ ક્યા આયુ તમને ક્યારેય ખબર જ ના પડે . )

વાચક :- વાચક કોઇ ને પાણી પીતા બતાવવા ખાલી એવુ લખે કે, ખુણા મા પડેલા માટલા માથી એણે પાણી પીધુ, અથવા તો એને ખુબ તરસ લાગી હતી એટલે એણે ખૂણામાં પડેલા માટલાંમાંથી ગ્લાસ માં પાણી પીધું.

લેખક : - તેણે રૂમ નો દરવાજો ખોલ્યો મિજાગરા ઘસાઇ જવાના કારણે હજુ પણ ક ચી ચી ચી એવો ધ્વની ઉતપન્ન થતો હતો, આ રૂમ કેટ્‌લાય દિવસ થી સાફ ન થવાના કારણે કરોળીયા ના જાળા લાગેલા હતા “તરસ માનવીને માટલુ શોધતા શીખવાડી દે છે?” “ તેનુ ધ્યાન તરત જ ખુણા માં પડેલા માટલા પર ગયુ, એણે બાજુ માં પડેલા ડોયા વડે પાણી લીધુ, ડોયો સાફ ન થવાના કારણે તેના પર થોડી ધુળ હતી. તેણે ડોયો વિછળયો રસોડા માં જઇ ગ્લાસ લઇ આવ્યો અને ખુણામાં પડેલા માટલા માથી એક ગ્લાસ પાણી ભરી પોતાના મો ને અડાડયો. જાણે વર્ષો ની સુકાયેલી નળીઓ મારફતે પેટ માં પાણી જતુ હોય તેમ પાણી સીધુ મુખવાટે પેટમાં ઉતરી ગયું અને જાણે એ પાણી નહિ પણ અમુત પીતો હોય એવો ભાસ તેના ચેહરા પર સપષ્ટ દેખાતો હતો . (ટૂંકમા તેણે પાણી પીધું)

વાચક ઃ - બચારા ને લખવાનો ચાન્સ ના મલતો હોય એટલે કોક વાર ચાન્સ મળે તો પણ એક જ લેખ એક જ આવુતી માં પતાવી દે ‘’ક્રમશ’’ રાખી શકે નહિ .

લેખક : લખવા તો આને પણ બહુ ના મલતુ હોય તો પણ જ્યારે મળે ત્યારે ભાવ ખાય ચાર - પાંચ અંક સુધી તો ખાલી નવલકથા ના પાત્રોની ઓળખાણ કરાવે. એક બેઝ તૈયાર કરે પાત્રો તમારા મગજમાં એક ઈમેજ ક્રિએટ નાં થાય ત્યાં સુધી એ પાત્ર ને મુકે જ નહીં .

હવે આટલું લાબું લખીને મને પણ લેખક તરીકે નો પાનો ચઢી ગયો. હવે આ વાત હું આટલામાં તો નાજ પતાવી શકું એટલે આવા જ હાસ્ય લેખ વાંચવા માટે તેમજ નવા નવા લેખો વાંચવા માટે દરઅઠવાડિયે વાંચવા નું ચુકતા નહિ ‘’હું ગુજરાતી ‘’