Best Friend in Gujarati Short Stories by Jigna Patel books and stories PDF | Best Friend

Featured Books
Categories
Share

Best Friend

બેસ્ટ ફ્રેન્ડ

જીજ્ઞા પટેલ

Email Id: pateljigna1190@gmail.com


“બહેન મને આજે કૉલેજ જવાનો સહેજ પણ વિચાર નથી.” આવું સવારથી જ બોલ્યા કરતી જાનકીને એની બહેને હવે કડક શબ્દોમાં કહી દીધું હતું કે ગમે તે કર પણ કૉલેજ તો તારે જવાનું જ છે.જાનકીને તો સાપ મો સુંઘી ગયો હોઈ તેવું મોઢું ચડી ગયું. બહેન પણ મારી ત્યાં કોઈ ફ્રેન્ડ પણ નથી એટલે મને જરા પણ નથી ગમતું.અરે તારે તો ફ્રેન્ડ બનાવવી એ ડાબા હાથનો ખેલ છે બસમાં અને ટ્રેનમાં તે બનાવેલી ફ્રેન્ડનું લીસ્ટ તો એટલું લાંબુ છે કે વાત જ ના પૂછ.બકબક કરીને તું બધાને તારી જાળમાં ફસાવે છે એટલે તારું આ બહાનું તો ચાલશે જ નહિ.મને ખબર છે તારે આ યશ્વી ને રમાડવી છે એટલે આ બધું થાય છે.ટુ અને આ તારી ભાણી બંને સરખા જ છો. નોટન્કી.ચલ હવે તૈયાર થઇ જા.

”પણ બેન આવી પ્યારી પ્યારી દીકુળીને મુકીને જતા મારું મન નથી થતું પણ તું કહે છે એટલે જવું જ પડશે.” અને તૈયાર થઈને જાનકી કૉલેજ જવા નોકલી.આમ તો જાનકીને ભણવાનો શોખ ખરો પણ હજુ કૉલેજ જોઈન કાર્યને 4-5 દિવસો જ થયા હતા એટલે ખાસ ઇન્ટરેસ્ટ પડે તેવું ન’તું. પણ એ બહુ જ માંલ્તાવાલા સ્વભાવની એટલે ગમે તેની સાથે ઝડપથી ભળી જતી. ૨-4 દિવસોમાં તો ઘણી ફ્રેન્ડ બનાવી લીધી હતી જેની સાથે એ કેન્ટીનમાં ગપ્પા મારતા –મારતા નાસ્તો કરતી.

હવે તો બધી જ છોકરીઓ જાનકીની સાથે વાતો કરવા આતુર હોઈ.બધા સાથે હસી મજાક કરતી જાનકી કૉલેજમાં બધાની ફેવરીટ બની ગઈ હતી.બાંક મારવાનો હોઈ કે પછી કેન્ટીનમાં છોકરાઓ વછે ઘૂસીને પણ નાસ્તો લેવાનો હોઈ.જાનકી સહેજ પણ મુંજાયા વગર સાહસ ભર્યા કામો કરી નાખતી.

એક દિવસ લાઈબ્રેરીમાં જાનકીએ એક છોકરીને મો સંતાડીને પુસ્તક વાંચતા જોઈ.અને એ તો રહી બોલકી એટલે બીજાને બોલાવે નહિ તો તો એને ચેન ક્યાંથી પડવાનું? એટલે પેલી છોકરીની પાસે જઈને એને બોલાવવાની ટ્રાય કરી પણ એ કસું બોલી નહિ એટલે જાનકીને ચિંતા થઇ અને એ છોકરી ત્યાંથી ઉભી થઈને જતી રહી.જાનકીને નવી લાગી..પોતાના થી આમ દુર જતી રહેલી એ છોકરી એની કેટલી નજીક આવવાની છે એ જાનકીને ક્યાં ખબર હતી?!!

આ વાતને લગભગ એક અઠવાડિયું વીતી ગયું હશે.કેન્ટીનમાં એક વખત જાનકીને ફરી એ છોકરી સાથે મળવાનું થયું.અને બદનસીબે ચા ની એક જ પ્લેટ હતી. જાનકીએ પેલી છોકરીને આપી દેવા કહ્યું અને એ છોકરીએ જાનકી માટે પણ બંને એ આપસમાં વેચીને પીવાનું ઉતમ જાણ્યું. ચા પિતા-પિતા જાનકીએ પ્રશ્નોતરી શરુ કરી દીધી. “તો તમે તમારું નામ સુ કીધું?” સામે થી એ છોકરીએ હસીને ઉતર આપ્યો “મેં ક્યાં હજી નામ કીધું જ છે?” અને બંને ખડખડાટ હસવા લાગી. આજ તો ખાશીયત હતી જાનકીની. બસ એક પળમાં જ બધાને પોતાના રંગમાં ઢાળી દે. “મારું નામ નિધિ છે”. અહીં રાજકોટમાં જ રહું છું. અને ધીમે ધીમે બંને વચ્ચે વાત શરુ થઇ.જાનકીને કોલેજની બીજી ફ્રેન્ડસ કરતા નિધિ કઈ ખાસ લાગી. દરરોજ અલગ-અલગ સાથે બેંચમાં બેસવા કરતા જાનકીને નિધિ સાથે બેસવું સારું લાગ્યું. આમ બંને વધુ ને વધુ એકબીજાની નજીક આવવા લાગી.જાનકીએ પોતાની ફેમીલી અને પોતાના અંગત જીવન વિષે બધું શેર કરી દીધું હતું પણ નિધિ ક્યારેય તેના ઘર વિષે કંઈ કેહતી ન’તી.

જાનકી પોતાના રમુજી સ્વભાવથી નિધિને ખુબ હસાવતી.પણ એક દિવસ નિધિ જાનકીને મળ્યા વગર જ કૉલેજ થી ઘરે જતી રહી. જાનકીને તો નવાઈ લાગી.બીજે દિવસે નિધિને ના મળવાનું કારણ પૂછતાં જ નિધિ રડવા જેવી થઇ ગઈ.જાનકી સાહેબને બહાનું બતાવીને નિધિને લાયબ્રેરીમાં લઇ ગઈ જ્યાં એ બે સિવાય કોઈજ ન’તું.જાનકી જેટલી રમતિયાળ હતી એટલી જ સમજદાર પણ હતી.એ સમજી ગઈ હતીકે નિધિ કોઈ તકલીફમાં છે અને એ એને એ તકલીફ માંથી બહાર કાઢવા બનશે એટલા પ્રયત્નો કરશે.

જાનકી નિધિના આંસુ લુછીને શાંત કરવા પ્રયત્ન કરતી હતી પણ નિધિ રડ્યે જ જતી હતી.થોડી વાર જાનકીને એને મન ભરીને રડી લેવા દેવાનું યોગ્ય લાગ્યું. થોડી વાર માં પોતાની જાત ને સંભાળીને નિધિએ જાનકી સામે જોયું .જાનકીની એ હેત ભરી આંખોમાં નિધિને સાચી લાગણીઓ દેખાતી હતી અને એ લાગણીને વશ થઈને જ નીધીએ આજે બધી હકીકત જણાવી દેવાનો નિર્ણય કરી લીધો...અને તેમણે કેહ્વાનું શરુ કર્યું. “જાનકી તુ જેમ રોજ તારા ઘરની અને બહેનની વાત કરે છે એમ મને પણ મન થઇ છે વાત કરવાનું....પણ.. એટલું કહીને નિધિ અટકી ગઇ.જાનકીએ કહ્યું “તો કે ને મારે પણ સંભાળવું જ છે”. જો હું તારી ફ્રેન્ડ છુ ને ?નીધીએ હકારમાં માથું હલાવ્યું. “તો પછી કહે ને..”

થોડી સ્વસ્થ થઈને નિધિએ વાત શરુ કરી..જાનકી મારા ઘરમાં હું,પપ્પા અને ભાઈ એમ ત્રણ જણ રહીએ છે.મારા જન્મના ચારેક વર્ષ પછી મારી મમ્મી માઈગ્રેનની બીમારીને લીધે અવસાન પામ્યા.અત્યારે પપ્પા સુરેન્દ્રનગરમાં પોસ્ટ ખાતામાં નોકરી કરે છે.અને ભાઈ બહાર ભણે છે.મમ્મીના મૃત્યુનો આઘાત પપ્પાને હજી પણ શાંતિથી રેહવા નથી દેતો. નિધિ આજે બધું જ કહી દેવા માંગતી હતી એટલે જાનકીની આંખોમાં આંખ પોરવીને કેહ્વાનું ચાલુ જ રાખ્યું.

પપ્પા મારી બધી જ જરૂરિયાતો પૂરી કરે છે.મને જે જોઈએ એના પેહલા બધું હાજર કરી દે છે .....પણ મારે પૈસા નહિ પ્રેમ જોઈએ છે....શું જરૂરિયાત પૂરી કરી દેવાથી બધી એમની ફરજ પૂરી થઇ જાય?? મારે એમની વસ્તુની નહિ વહાલ ની ભૂખ છે.મમ્મીને તો મેં ગુમાવી જ દીધી છે પણ પપ્પાને હું ખોવા નથી માંગતી.હું ઘણા પ્રયત્નો કરું છું એમને ખુશ કરવા માટે પણ એમના પર કોઈ અસર જ નથી થતી. તને ખબર છે હમણાં થોડા દિવસ પેહલા જ અમારા એક દુર ના સગાનું અવસાન થયું જેમાં પપ્પાના કેહવાથી મારે બેસણામાં જવું પડ્યું..જ્યાં મારાથી પોક મુકીને રડી પડાયુ. એ રુદન મારી મારી બધી જ લુટાઈ ગયેલી ખુશીઓનું હતું.એ વડીલની સાથે મારી અંદર જે મૃત્ય પામ્યું હતું એના માટેનો આક્રંદ હતો.....આવું ઘણું બધું એકી શ્વાસે બોલીને નિધિ જાનકીને ગળે વળગીને રડવા લાગી..

થોડીવાર એ હોલમાં નીરવ શાંતિ છવાઈ ગાઈ. કોઈ બાળકને પંપાળે એમ જાનકીએ નિધિને વહાલ કર્યું.નિધિ પણ આજે હળવી બની ગાઈ હતી.જો નિધિ આ દુનિયામાં બધાને કંઈ ને કંઈ ઘટતું જ રહે છે .ટુ ભગવાનનો પદ મન કે તારી પાસે ભાઈ અને પપ્પા બંને છે નહિ તો દુનિયામાં અનાથ બાળકોની પણ કોઈ કમી નથી જેનું ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય બીજું કોઈ નથી છતાં પણ કેટલી ખુમારી થી જીવે છે. અને બીજું કે તારી પાસે આટલી મસ્ત ફ્રેન્ડ છે પછી શું જોઈએ? બંને હસવા લાગી. જાનકીને પરિસ્થિતિ સંભાળતા બહુ ફાવે એટલે હસીને કેહવા લાગી ચલ હવે ક્લાસમાં જૈયે નહિ તો કોઈ કેહ્શે ક જાનકી અને આટલી વાર સુધી લાયબ્રેરીમાં તાકી જ કેમ શકે? બંને ખડખડાટ હસતા-હસતા ફરી ક્લાસમાં વ્યસ્ત થઇ ગઈ.

આમને આમ બંને એકબીજાની એકદમ ક્લોઝ થઇ ગઈ.ક્યારેક સ્પર્ધામાં તો ક્યારેક ડાન્સમાં તો વળી ક્યારેક કોઈ પ્રવૃતિમાં બધાનું આકર્ષણ બન્યા કરતી. જોત જોતામાં વર્ષ પૂરું થઇ ગયું.પણ જાનકીની એક ઇચ્છા અધુરી હતી.નિધિના પપ્પાને મળવાની.કોલેજની ફેરવેલ પાર્ટી પૂરી કરીને નિધિને ઘરે ગઈ.

બીડીના ધુમાડાની વચ્ચેથી નિધિના પતનો એકદમ ભારે અવાજ સંભળાયો “જય શ્રી કૃષ્ણ”. જાનકીએ પણ સામે “જય શ્રી કૃષ્ણ” કહ્યું.તેનો ભાઈ લેપટોપમાં ઘૂસીને કઈ ટપટપ કરતો હતો જેને માથું ઊંચું કરવાનું પણ ઠીક ના લાગ્યું. નિધિના પપ્પાએ કહ્યું “નિધિનો રૂમ અંદર છે ત્યાં જતા રહો.”

પણ જાનકી થોડી કઈ ઓછી ઉતરે એમ હતી!!! એ તો બાજુમાં જાતે જ ખુરશી લઇને બેસી ગઈ. “ના અંકલ નિધિને તો હું કૉલેજમાં દરરોજ મળું છું આજ તો ખાસ તમને અને આ બીઝી પર્સન ને મળવા આવી છું.”

“કેમ બેટા કંઈ થયું છે?” તેના પપ્પા બોલ્યા .

“હા, અંકલ નિધિને એક વસ્તુ જોઈએ છે જે એ તમારી પાસે માંગી નથી શક્તિ” જાનકીથી સીધું જ બોલી જવાયું.

“અરે એવું તો શું જોઈએ છે જે મને નથી કહી શક્તિ,અને પૈસા તો મેં એને ઘણા આપ્યા જ છે એનાથી ખરીદી કેમ ના લીધું.?” એના પપ્પા હાથમાં રહેલી બીડીને ઓલવતા-ઓલવતા બોલ્યા.

“અંકલ એને જે જોઈએ છે એ પૈસા થી નથી ખરીદી શકી એમ.એને એક પરિવાર જોઈએ છે.જે માત્ર તમે જ આપી શકો એમ છો.”

નિધિ અવાજ સાંભળીને બહાર આવી પણ વાતાવરણ ગંભીર લાગ્યું એટલે કંઈ બોલી નહિ.

જાનકીએ બોલવાનું શરુ કર્યું ”અંકલ તમારા માટે માણસની બધી જ જરૂરિયાતો પૂરી થઇ જાય એટલે એ માણસ સારી રીતે જીવી શકે છે.પણ જીવન જીવવા માટે પ્રેમ,પરિવારનો સાથ જરૂરી છે.સુખ અને દુઃખ સાથે વેહચીને, એક બીજાની પસંદ નાપસંદનું ધ્યાન રાખીને,નવરાશની પળો સાથે હસી રમીને અને એકબીજાને સમજીને રેહવાથી એક પરિવાર ભાવનાનું વાતાવરણ ઉભું થતું હોઈ છે જેની દરેકને જરૂરિયાત હોઈ છે.”

નિધિને જાનકીને રોકવાનું મન થઇ ગયું પણ આજે એ રોકવા ન’તી માંગતી.

“નિધિની ઉમર સહેલીઓ સાથે ફરવાની, હસી મજાક કરવાની છે નહિ કે કોઈ મૃતકને ત્યાં બેસણામાં જવાની. જે હમેશા તમારી ખુશીઓનું ધ્યાન રાખવામાં વ્યસ્ત હોઈ છે અને તું એમની સાથે રેહવા કરતા લેપ્તોપ્મે વધારે વ્યસ્ત રહે છે” જાનકી નિધિના ભાઈ સામે જોઇને બોલી.

“અંકલ મને તમને કેહ્વાનો કોઈ અધિકાર નથી પણ મને કેહવું જરૂરી લાગ્યું. ના ગમ્યું હોઈ તો માફ કરી દેજો.” એટલું કહીને જાનકી પોતાની બેગ હાથમાં લઈને ઉભી જ થવા જતી હતી કે નિધિના પપ્પા બોલ્યા “બેટા, મને સાચે જ અફસોસ છે કે હું એ વાત કેમ ના સમજી શક્યો જે ટુ આટલી નાની ઉમંરે સમજી ગઈ,મારાથી ખરેખર જ ભૂલ થઇ છે. મારે તો માં અને બાપ બંનેના ભાગનો પ્રેમ આપવો જોઈતો હતો.પણ જગ્યા ત્યાર થી સવાર. હું મારા બંને સંતાનોને માં ની કમી નહિ વર્તવા દવ.જ નિધિ બધા માટે ચા બનાવી લાવ આપને સાથે બેસીને ચા પીએ.”

ઘરમાં એક હલકું વાતાવરણ સર્જાયું જેમાં જાનકીએ તો જમાવટ જ કરી.કોલેજની અને પોતાના પરાક્રમોની વાતો કરીને બધાને ખુબ હસાવ્યા.ચા પી ને જાનકીએ વિદાય લીધી. આજે કોલેજમાં જ નહી પલ નિધિના ઘરમાં પણ વિદત હતી. નિધિના દુખના વાદળોની.હવે એના માટે રોજ સોનેરી સવાર ઉગવાની હતી જેની એ હકદાર હતી.

થોડા દિવસ પછી નીધીએ ફોન પર ખુશ ખબર જણાવી કે “એય જાન્કુડી,,મારી સગાઇ નક્કી કરી છે ,અને તારે ખાસ પધારવાનું છે.અને સાથે સાથે એ પણ કહ્યું કે હવે અમે બધા બહુ ખુશ છીએ.”

ખરેખર, કોઈ જાતનો સ્વાર્થ વગરનો આ બંને સહેલીઓનો સંબંધ આપણને પણ ઘણું શીખવી જાય છે.” સુખ કે સબ સાથી દુખને ના કોઈ” એ પંક્તિ અહી ખોટી સાબિત થાય છે.ખુદ પણ ખુશી થી જીવીએ અને સાથે બીજાને પણ ખુશ કરતા જઈએ.

-જીજ્ઞા પટેલ