The Last Year - 10 in Gujarati Adventure Stories by Hiren Kavad books and stories PDF | The Last Year: Chapter-10

Featured Books
Categories
Share

The Last Year: Chapter-10

ધ લાસ્ટ યર

સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ

ચેપ્ટર - ૧૦

લેખક :-

હિરેન કવાડ

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અર્પણ

મારા એન્જીનીયરીંગના મીત્રોને, જેમની લાઈફ જોઈને આ સ્ટોરી લખવાની ઈન્સ્પીરેશન મળી છે. મારા વાંચકોને જેમણે હંમેશા મારી સ્ટોરીઝને એપ્રીશીએટ કરી છે અને પ્રેમ આપ્યો છે.

પ્રસ્તાવના

ઘણીવાર સ્ટોરીઝ વાંચ્યા પછી રીડર્સ પુછતા હોય છે કે આ સ્ટોરી તમારી લાઈફની છે ? એટલે પહેલા જ કહી દવ. ના આ સ્ટોરી મારી લાઈફની નથી. આ સ્ટોરી કમ્પ્લીટલી ફીક્શન છે.

બીજું મારે એક રીક્વેસ્ટ કરવી છે. આ સ્ટોરીમાં ઘણી એવી વસ્તુઓ છે ઘણાને ગમે ઘણાને ન પણ ગમે, એ તો રહેવાનુ જ. સ્ટોરીનો પ્લોટ પણ એવો જ બોલ્ડ છે. વિનંતી એ કે આ સ્ટોરી વાંચ્યા પછી, સ્ટોરી પરથી બસ મને જજ ન કરવો. દરેક લેખકને સ્ટોરી લખતી વખતે એને જીવવાની પણ હોય છે, એનો મતલબ એવો નથી કે પાત્રોના વિચારો એ જ લેખકના વિચારો છે. સો માય હમ્બલ રીક્વેસ્ટ ઈઝ ટુ નોટ ટુ જજ મી આફ્ટર રીડીંગ ધીઝ સ્ટોરી. કારણ કે સ્ટોરી ઘણી બોલ્ડ અને ઈરોટીક પણ હશે.

મારી લગભગ બધી સ્ટોરીઝ એન્જીનીયરીંગની હોય છે. એનુ એક જ કારણ છે, મેં એન્જીનીયરીંગને ખુબ એક્સપ્લોર કર્યુ છે. આ એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્‌સની રીઆલીટી, ઈમેજીનેશન અને ફેન્ટાસીની વચ્ચે હીલોળા લેતી સ્ટોરી છે. આશા રાખુ છુ તમને ગમશે.

ચેપ્ટર - ૧૦

ડેથ

આગળ આપણે જોયુ,

હર્ષ બુક્સ લેવા માટે શ્રુતિના ઘરે જાય છે અને શ્રુતિનો ચેલેન્જ પુરો કરે છે. એ પછી બન્ને વચ્ચે નાની રકઝક થાય છે. બધા કોન્સર્ટમાં જવાનુ નક્કિ કરે છે. નીતુને જોઈને હર્ષ ફરી એના પર મોહી જાય છે. હવે આગળ.

હવે આગળ...

***

નીતુને જોતા બધુ ભુલાઈ જતુ હતુ, બટ ત્યારે જ શ્રુતિ યાદ આવી જતી. હતી. નીતુએ આજે વન પીસ પહેરેલુ હતુ. રેડ કલરના ગોઠણ સુધીના વન પીસમાં નીતુ અફલાતુન લાગી રહી હતી. એ રેડ કલરની સ્વીફ્ટને ટેકો રાંખીને ઉભી હતી. એણે કારના કલર સાથે મેચીંગ કર્યુ હતુ. વાળની હેઈર સ્ટાઈલ પણ આજે કંઈક અલગ હતી. એના કાનમાં લાંબા બીજના ચંદ્ર જેવા બ્લેક કલરના એરીંગ્સ હતા. નાક પર બ્લેક સીરામીકથી બનેલી નથણી હતી. એનો હાથ વાળ બરાબર છે? એ જોવા માટે માથા પર ફરી રહ્યો હતો. એણે બ્લેક કલરની નેઈલ પોલીશ કરેલી હતી. આંખોમાં કાજળ હતુ અને કપાળની બરાબર વચ્ચે એક નાની એવી બ્લેક કલરની બીંદી હતી. ઈન શોર્ટ લાલ રંગમાં નીતુ કોઈના પણ મનમાં આગ લગાવે એવી લાગી રહી હતી. હું એમા સળગ્યો નહિ, દાજી ગયો.

‘અરે, યાર જલદી કરોને તમે લોકોએ ખાસ્સુ લેઈટ કર્યુ’, નીલ કારના બીજા ડોરમાંથી નીકળ્યો અને કહ્યુ.

‘હા, તુ અંદર બેસ અમે અંદર જ આવીએ છીએ..’, મેં કહ્યુ.

‘હાઈ, નીતુ.’, મેં કહ્યુ.

‘હાઈ!’, નીતુએ હાથ વેવ કરીને કહ્યુ અને એ સ્ટીયરીંગ સીટ પર બેસી.

‘હેય, નીલ તને નથી લાગતુ આપણે લોકોએ નીચે ઉતરી જવુ જોઈએ..?’, મેં કહ્યુ.

‘કેમ.?’, રોહને સીરીયસ થઈને પુછ્‌યુ અને મને હસવુ આવ્યુ.

‘અરે, આજે મેડમ કાર ચલાવશે, એટલે નક્કી નહિ ઉપર પણ પહોચી જીએ.’, મેં હસતા હસતા કહ્યુ.

‘હેય, તારા કરતા સારી આવડે છે.’, નીતુ પાછળ ફરીને સ્માઈલ કરતા કરતા બોલી. નીતુએ કાર ચાલુ કરી. એણે એક્સલરેટ આપ્યુ એટલે કારે જટકો માર્યો અને થોડી ચાલીને ઉભી રહી ગઈ.

‘શું, કરે છે? ધીમે ધીમે એક્સલરેટ કર ને!!’, નીલે નીતુને કહ્યુ.

‘હા, ખબર છે’, નીતુએ કારનુ એન્જીન ફરી શરૂ કરતા કહ્યુ. કાર ચાલી પડી. કારમાં રીઅર ગ્લાસથી હું નીતુનો ચહેરો જોઈ શકતો હતો. એ પણ મારી સામે મિઠી નજરોથી જોઈ રહી હતી.

‘હેય, મીડસેમની ડેટ આવી કે નહિ..?’, નીલે પુછ્‌યુ.

‘અહિં કોણ કોલેજ જાય છે, રોહનને પુછ એને ખબર હોય તો..’,

‘હા, રોહન તને કંઈ ખબર છે..?’, નીલે પુછ્‌યુ.

‘હા, બે વીક પછી ્‌ઝ્રજી આવે છે. આવતા વીકથી મીડસેમ શરૂ થાય છે, એટલે કે નેક્સ્ટ મન્ડેથી.’, રોહને કહ્યુ.

‘ઓહ્‌હ્‌હ.. શીટ. ત્રણ દિવસ પછી તો નવરાત્રી પણ શરૂ થાય છે, વાંચવુ કે નાચવુ..? યાર’, મારા મોંમાંથી શબ્દો નિકળ્યા.

‘હા, યાર વાંચવુ પડશે..’, નીલે કહ્યુ.

‘વાંચવાનુ તો ઠિક. ય્સ્ડ્ઢઝ્રમાં વાઈબ્રન્ટ નવરાત્રીનુ મેનેજમેન્ટ આ વખતે અરિહંતના હાથમાં જ છે, એટલે મારે તો ત્યાં પણ રહેવુ પડશે.’,

‘તારે તો જલસા છે, નવરાત્રીમાં પૈસો પણ આવશે.’, નીલ બોલ્યો.

‘પણ તને ખબર છે? હમણા હમણા આપડા રોહને કંઈક નવુ કર્યુ છે..!!’, મેં રોહન સામે કતરાતા કહ્યુ.

‘શું. શું..? જલદી કહે.’, નીલ ઉત્સુક થઈને પાછલી સીટ તરફ ખેંચાઈ આવ્યો.

‘એતો હવે આપણે લોકોને આજે ડીટેઈલમાં સાંભળવાનુ છે.’, મેં કહ્યુ.

‘ઓહ્‌હ્‌હ, સમજી ગયો..’, નીલે વાતનો ખ્યાલ આવી ગયો હોય એમ કહ્યુ.

‘ઓકે, બટ કોઈ રૂમ ખાલી હોય તો કહેજે ને, અમને ખાલી કરવાનો ઓર્ડર આવી ગયો છે.’, રોહને કહ્યુ.

‘ઓકે, પપ્પાને પુછી જોઈશ’, રોહને કહ્યુ.

‘અરે એક ફ્લેટ ખાલી છે.’, નીતુ બોલી.

‘ક્યાં..?’, મેં પુછ્‌યુ.

‘બટ એ તમને ફાવે તો, ત્યાં તમારે ત્રણ છોકરીઓ અને એક છોકરાની સાથે રહેવુ પડશે.’, નીતુએ કહ્યુ.

‘કોણ છે એ લોકો..?’, મેં પુછ્‌યુ.

‘હમણા તને ઈન્ટ્રોડયુઝ કરાવુ, એ લોકો આવવાના જ છે.’, નીતુએ કહ્યુ. હેલ્મેટ સર્કલ આવ્યુ. એટલે નીતુએ ગાડી ડાબી સાઈડ ગુજરાત કોન્વોકેશન સેન્ટરમાં લીધી. ગાડી પાર્કીંગમાં પાર્ક કરી. અમે લોકો એન્ટ્રી ગેટ તરફ ચાલતા થયા.

‘પ્રિયા, તુ ક્યાં છે..?’, નીતુએ ફોન પર વાત કરતા કહ્યુ.

‘ઓકે’,

‘એ લોકો અંદર છે.’, નીતુએ કારની ચાવી નીલ તરફ લંબાવી. અમે એન્ટ્રી ગેટ તરફ ચાલતા થયા. હું નીતુ સામે જોઈ રહ્યો હતો. એના વાળની હેઈર સ્ટાઈલ આજે એના ચહેરાને અલગ જ ઘાટ આપી રહી હતી.

‘ઓય, સામુ શું જુએ છે..?’, નીતુએ મારી તરફ વળીને બધાની સામે કહ્યુ. એ મોં આડે પર્સ રાખીને હસવા લાગી. મને થોડો સંકોચ થયો, ‘એને બધા હતા ત્યારે બોલવાની શું જરૂર હતી.?’ એવુ હું મનમાં વિચારી રહ્યો હતો.

‘તુ આજે અપ્સરા જેવી લાગે છે ને, તો નજર જ હટતી નથી’, મેં પણ બધાની સામે કહ્યુ. નીલ અને રોહન મારી સામુ જોઈ રહ્યા. ‘બસ હવે જોક કરમાં’, નીતુને પણ હવે થોડોક સંકોચ થયો.

‘માણસોની સામે પણ નથી જોવાતુ હવે’, મેં મોં બગાડતા કહ્યુ.

‘નીલ, આજે નીતુ કંઈક વધારે જ હવામાં ઉડે છે.’, મેં નીલને હસતા હસતા કહ્યુ. નીતુએ થોડુ મોં મરોડયુ.

‘નિતુ..’, પીંક કલરનુ ગોઠણ સુધીનુ સ્કર્ટ અને સ્લીવલેસ ગ્રે ટોપ પહેરેલ, ઉંચી, ફીટ, જેના હોઠની ડાબી બાજુએ તલ ડાબી સાઈડના હાથ પર કલરફુલ ડરેગન ટેટ્ટુ, ખુલ્લા વાળ વાળી એક છોકરી પોતાના હાથ લાંબા કરીને નીતુ તરફ દોડતી દોડતી આવી.

‘પીયુ, કેટલી લાંબી થઈ ગઈ.? એક મહિનામાં..?’, નીતુએ એનો ગાલ પેલી છોકરીના ગાલ સાથે અથડાવતા કહ્યુ,

‘પાગલ, લાંબી નહિ, હાઈ હીલ સેન્ડલ પહેરેલ છે.’, એ છોકરીએ પોતાનો પગ થોડો વાળીને સેન્ડલ બતાવતા કહ્યુ. રોહન અને નીલ બન્ને એ છોકરી તરફ એકટીસે જોઈ રહ્યા.

‘વોઓઓઓ’, પોતાનુ મોઢુ પહોળુ કરીને નીતુએ અવાજ કાઢ્‌યો એન્ડ અમારી ત્રણેય તરફ નજર કરી.

‘પ્રિયા..’, નીતુએ પેલી છોકરી તરફ હાથ કરીને કહ્યુ.

‘નીલ, હર્ષ અને રોહન’, નીતુએ અમારી તરફ હાથ બતાવતા કહ્યુ.

‘હાઈ..’, અમે ત્રણેય એકસાથે બોલ્યા. પ્રિયા થોડુ હસી.

‘બીજા લોકો ક્યાં છે..?’, નીતુએ પ્રિયાને પુછ્‌યુ.

‘એ લોકો આગળ છે, ચાલો એ તરફ જીએ’, પ્રિયાએ કહ્યુ અને એ આગળ ચાલતી થઈ.

‘બાકી માલ છે હો..’, નીલે રોહનના કાન પાસે જીને કહ્યુ. પણ એનો અવાજ મેં અને નીતુએ પણ સાંભળ્યો, નીતુએ રોહન સામે તીક્ષ્ણ નજર કરી. એ પાછળ ફરીને ચાલતી થઈ ગઈ.

‘બસ ભુખ..! એક તો મળી છે, હવે કેટલી ભુખ છે..?’, મેં રોહનની ડોક, પાછળથી પકડતા કહ્યુ.

‘રોહના નામ તો કે..!!, ક્યાં છે..? બોલાવને મળવા.!!’, નીલે રોહનને પુછ્‌યુ.

‘નામ!!’, રોહને બોલવામાં વાર લગાવી.

‘ભાઈ, બોલવુ હોય તો બોલ ને, ખોટો ભાવ ખામા’, મેં રોહનને ફરી પાછળથી બોંચી પકડીને કહ્યુ.

‘શીના.’, રોહન કહેતા થોડો શરમાયો..?

‘વોઓઓઓ.. સેક્સી શીના.!!’,

‘એક્ઝેક્ટલી!!’, રોહન બોલ્યો.

નીતુ ઝડપથી આગળ ચાલી રહી હતી. કોન્સર્ટ હોલમાં ખાસ્સુ એવુ પબ્લીક હતુ. મ્યુઝીક ટેસ્ટીંગ ચાલી રહ્યુ હતુ, મિકા સીંઘના ડી.જે સોંગ્સ વાગી રહ્યા હતા. જડપથી આગળ જવામાં થોડી વાર લાગી રહી હતી. હજુ કોન્સર્ટ શરૂ નહોતી થઈ. પણ બધાના પગ અત્યારથી જ જુમવા લાગ્યા હતા. અમે આગળ પહોંચ્યા. નીતુ અને પ્રિયા ભીડની વચ્ચે બીજી બે છોકરીઓની સાથે ઉભી હતી. એ લોકો સાથે એક છોકરો પણ હતો. રોહને અચાનક ચાલવાની સ્પીડ વધારી. મેં એનો શર્ટ પાછળથી ખેંચી રાખ્યો.

‘હેય.. ગાય્‌ઝ. નીલ, રોહન એન્ડ હર્ષ..’, નીતુએ અમારૂ ઈન્ટ્રો કરાવ્યુ.

‘હાઈ, રિકેતા’, બ્રેસ્ટ દબાઈ રહ્યા હતા એટલુ ટાઈટ બ્લેક કલરનુ ટી-શર્ટ એન્ડ જીન્સ પહેરેલ થોડી નીચી બટ બ્યુટીફુલ છોકરીએ કહ્યુ.

‘હાઈ, શીના..!!!’, જાણે માત્ર છાતી પર ઢાકવા પુરતુ જ લટકાવેલુ હોય એવુ વ્હાઈટ, બ્લુ બોર્ડર્‌ડ પહેરેલ ટોપ એન્ડ કમરથી બે વેંત નીચે સુધીનુ બ્લેક કલર સ્કર્ટ પહેરેલ છોકરીએ કહ્યુ. રોહન મોં ફાડીને જોતો રહ્યો. શીના વોઝ સો સેક્સી. એના ગોરા ગોરા મજબુત બાવડા. એના વેક્સ કરેલ ક્લીન સાથળ અને પગ. જાણે કોઈ ભરાવદાર હરણી હોય. દુરથી જ સ્ટ્રોંગ પરફ્યુમની સુગંધ આવી રહી હતી. આજે તો નીલ પણ લાળો પાડી રહ્યો હતો. મારે તો એ તરફ જોવામાં કંઈ મજા હતી જ નહિ. નીતુ સામે જ ઉભી હતી. શ્રુતિ વિશે પણ એ જાણતી હતી અને એના બર્થડે પર જે થયુ એના વિષે પણ.

‘એન્ડ હું, કેવલ’, અમારી જેવા જ એક હેન્ડસમ છોકરાએ નીલ સામે હાથ લંબાવતા કહ્યુ. અમે હાથ મેળવ્યા. એ ફરી કોઈ વાતમાં રિકેતા સાથે વાતોમાં વળગી ગયો.

‘શીના? તુ અહિં..?’, રોહને આશ્ચર્યથી પુછ્‌યુ.

‘યા ડીઅર!!’, શીનાએ એની અનોખી અદામાં જવાબ આપ્યો. એ એના ખુલ્લા વાળને હાથ સાથે વીટળવા લાગી.

‘આજે આ છોકરીઓને શું થયુ છે, બધીએ ખુલ્લા વાળ જ રાખ્યા છે..?’, મેં નીલના કાન પાસે જીને કહ્યુ.

‘ભાઈ, કંઈ નથી થયુ.. એ લોકો બહાર જાય એટલે આ જ લુકમાં હોય!!’, નીલે મારા કાનમાં કહ્યુ. રોહન અને શીના બન્ને એકબીજાના હાથમાં હાથ નાખીને વાતો કરવા લાગ્યા. નીતુ, પ્રિયા, રિકેતા અને કેવલ બીજી તરફ વાતો કરવા લાગ્યા. હું અને નીલ થોડા એકલુ એકલુ અનુભવવા લાગ્યા.

‘હર્ષ, પ્રિયા એન્ડ રિકેતા પણ જોરદાર ફટકાઓ છે. પણ લાગે છે કે કેવલનુ રિકેતા સાથે સેટીંગ છે..’, નીલે કેવલનો હાથ રિકેતાની કમરમાં નાખેલુ જોયો એટલે કહ્યુ.

‘હા, એ બન્નેનુ સેટીંગ તો લાગે છે’, મેં નીલના કાન પાસે મોં લઈ જીને કહ્યુ.

‘પણ પ્રિયા, સાથે આપડુ સેટીંગ થઈ જાયતો?’, નીલે કહ્યુ.

‘તારી હાઈટ ની છે, ફીટ છે, તારે થોડીક મારા જેવી મસલ્સ બનાવવી પડશે’, મેં નીલને હસતા કહ્યુ.

‘મસલ્સ વિના પણ હું એને સંભાળી લઈશ. નીતુને વાત કરવી પડશે..!!’, નીલે મારા કાનમાં કહ્યુ.

‘ઓય.., તમે લોકો દુર ઉભા ઉભા એકબીજાના કાનમાં શું કાના ફુસી કરો છો’, નીતુએ અમારી તરફ રાડ પાડી. એનો અવાજ મ્યુઝીકને કારણે ઓછો સંભળાયો. અમે લોકો બધાની પાસે જીને ઉભા રહી ગયા.

‘શુ.. છે..?’, નીલે નીતુને પુછ્‌યુ.

‘એન્જોય.. મ્યુઝીક શરૂ થાય છે..!’, નીતુએ મારી તરફ પણ નજર નાખી અને કહ્યુ. લાઈટ ડીમ થઈ. સ્ટેજ પરથી મિકા સિંઘ આવી રહ્યો છે, એવુ અનાઉન્સ થયુ. લોકોએ જેટલી તાકાત હતી એટલી તાકતથી ચીસો પાડી. મને મિકા સિંઘમાં કોઈ ઈન્ટરેસ્ટ નહોતો. અમારી આસપાસ દરેક છોકરા પાસે છોકરી હતી. હું અને નીલ જ હતા કે જેની સાથે છોકરીઓ હતી પણ હાથ પકડીને નાચી શકાય એવુ કોઈ નહોતુ. થોડુક બેડ ફીલ થયુ. શ્રુતિ યાદ આવી. મિકા સ્ટેજ પર આવ્યો. બધા સ્ટેજ તરફ મોં રાખીને ઉભા રહી ગયા. લાઈટ્‌સ બંધ થઈ ગઈ અને કલરફુલ લાઈટ્‌સ ચાલુ થઈ, પણ અંધારા જેવુ જ લાગી રહ્યુ હતુ.

‘હેય, બ્યુટી.. વુડ યુ લાઈક ટુ ડાન્સ વીથ મીં..?’, નીલ અચાનક પ્રિયા પાસે જીને બોલ્યો.

‘અહિં સાલ્સા મ્યુઝીક નથી વાગવાનુ’, પ્રિયાએ ચહેરો આશ્ચર્યથી ભરીને કહ્યુ.

‘આઈ ડોન્ટ નો સાલ્સા, આઈ નો અમદાવાદી સાલ્સા.. એન્ડ યુ વીલ લાઈક ઈટ.’, નીલે કોન્ફીડન્ટથી કહ્યુ.

‘ધેન, આઈ વુડ લાઈક ટુ લર્ન ફ્રોમ યુ’, પ્રિયાએ નીલની પ્રપોઝલ એક્સેપ્ટ કરી અને બન્નેએ એકબીજાનો હાથ પકડયો.

મિકાનુ મ્યુઝીક ચાલુ થયુ. એણે એના ફેમસ સોંગ મોજા હી મોંજાની ધુન ધીમે ધીમે ઉપાડી, લોકો પાગલની જેમ ચીલ્લાવા લાગ્યા. નીતુ મારી સામે જોઈ રહી. એની આંખો એમ કહેતી હતી કે મારો હાથ પકડ અને આપણે બન્ને એકસાથે ડાન્સ કરીએ. મિકાએ હવે બધાને નચાવવાનુ ચાલુ કર્યુ. રોહનતો ક્યારનોય એની શીના સાથે જ હતો. એ શીનાની કમર પર હાથ રાખીને વાગી રહેલા મ્યુઝીક પર ડાન્સ કરી રહ્યો હતો. શીના પણ રોહનમાં પુરેપુરી રંગાઈ ગઈ હતી. એના બન્ને હાથ રોહનના ગળામાં પરોવાયેલા હતા. એ રોહન ઉપર ખાસ્સી જુકેલી હતી. રોહન એને સંભાળીને મોજ કરી રહ્યો હતો. કેવલ અને રિકેતાની ટીપીકલ જોડી પણ નાચી રહી હતી. એન્ડ નીલ એન્ડ પ્રિયા તો જાણે વર્ષોથી એકબીજાને જાણતા હોય એ રીતે ડાન્સ કરી રહ્યા હતા. નીલે એક હાથ પ્રિયાની કમર પર રાખેલો હતો. બીજો હાથ પ્રિયાના ગળામાં પરોવેલ હતો. પ્રિયા પીધેલ હોય એ રીતે પોતાના વાળ હાથમાં ઉંચા કરીને કરીને ડાન્સ કરી રહી હતી. એનો ડાન્સ પાગલ ડાન્સ હતો. હું નીતુ તરફ ગયો. નીતુ એકલી એકલી કુદી રહી હતી. મેં પણ નીશા સાથે એકલા એકલા કુદવાનુ ચાલુ કર્યુ.

મીકા કોન્સર્ટ હવે પુરેપુરૂ જામ્યુ હતુ. કોઈ પોતાના પગ થોભાવવાનુ નામ નહોતા લેતા. નીતુ નાચતા નાચતા મારી સામે કાતીલ નજરોથી જોઈ રહી હતી. મારે એની વધારે નજીક ન જવા માટે મારા પર કંટ્રોલ રાખવો પડયો.

‘કેમ જામી ગયુને નીલનુ..?’, નીતુએ મારા તરફ આવીને કહ્યુ.

‘આટલુ જલદી સેટીંગ થતા મેં પહેલી વાર જોયુ છે.’, મેં કહ્યુ.

‘નીલે અત્યાર સુધી મને કદી મારી ફ્રેન્ડ જોડે સેટીંગ કરાવવા માટે નથી કહ્યુ. એન્ડ આજે એણે મારી ફ્રેન્ડ જોડે મને કહ્યા વિના જ’, લાઉડ મ્યુઝીકમાં હું એની વધારે નજીક ગયો જેથી હું એને સાંભળી શકુ.

‘નીલને આટલો ફાસ્ટ તો નહોતો ધાર્યો.’, મેં કહ્યુ. હું ડાન્સ કરતા કરતા થોડો થાક્યો.

‘આ એની ફર્સ્ટ ગર્લફ્રેન્ડ છે, મને આશ્ચર્ય થાય છે કે આટલી હિમ્મત એ ક્યાંથી લઈ આવ્યો..?’, નીતુએ એનો એક હાથ મારા ખભા પર રાખતા કહ્યુ. મેં એનો હાથ મારા હાથ વડે ધીમેથી નીચે ઉતારી દીધો.

‘હેય, વી આર જસ્ટ ફ્રેન્ડસ’, નીતુએ કહ્યુ.

‘યસ, વી આર. ધેટ્‌સ વ્હાય’, મેં કહ્યુ.

‘તને ખબર છે..? તમારા લક કેટલા સારા છે..?’, નીતુએ આ વખતે પોતાના બન્ને હાથ મારા ગળામાં પરોવ્યા અને મારી વધારે નજીક આવી. મે આજુબાજુ જોયુ. નીલ થોડો દુર પ્રિયામાં તલ્લીન હતો.

‘નીતુ, પ્લીઝ..!’, મેં નીતુનો ગળામાં નાખેલો હાથ પકડતા કહ્યુ. એક્ચ્યુઅલી આ બધુ જ હું ચાહતો હતો, હજુ હું કન્ફ્યુઝ હતો. જ્યારે નીતુ મારી નજીક આવતી એટલે શ્રુતિ યાદ આવી જતી. જો શ્રુતિ યાદ ન આવતી હોત તો હું અત્યારે નીતુના ગળામાં હાથ નાખી ચુક્યો હોત.

‘બટ, વી આર જસ્ટ એન્જોયીંગ’, નીતુએ દલીલ કરતા કહ્યુ.

‘ઓકે’, એનો ચહેરો પડી ગયો, એણે પોતાના હાથ મારા ગળામાંથી કાઢી લીધા.

‘તુ લક વિશે કહેતી હતી..?’, નીતુ થોડી વાર પહેલા કંઈક બોલી હતી એ વિશે મે પુછ્‌યુ.

‘હા, તમે લોકો રૂમ શોધતા હતા ને ? આ લોકો ૨મ્ૐદ્ભ ફ્લેટ રાખીને રહે છે. એ લોકોને થોડુ કોસ્ટલી પડે છે, એટલે રૂમમેટ્‌સ શોધી રહ્યા છે.’, નીતુએ અને મેં ડાન્સ બંધ કરી દીધો હતો. હું અને નીતુ ડાન્સ કરતા ટોળાની બહાર નીકળ્યા. મ્યુઝીક એટલુ લાઉડ હતુ કે સ્ટેજ આગળ એકબીજાની નજીક હોઈએ તો પણ કાન પાસે જીને બોલવુ પડતુ હતુ. અમે લોકો થોડા દુર જીને ઉભા રહી ગયા. જ્યાં મ્યુઝીક ઓછુ હતુ.

‘ક્યાં રહે છે.? એ લોકો..?’,

‘નેહરૂ નગર. જો તમારે કાલે શીફ્ટ થવુ હોય તો પણ તમે થઈ શકો છો. હવે તો રોહનને પણ જલસા’, નીતુએ હસતા હસતા કહ્યુ.

‘હા, જે થાય છે એ બરાબર જ થાય છે.’, મેં ટોળામાં નજર રાખીને કહ્યુ.

‘બે બેડરૂમ્સ, બે કપલ્સ..’, નીતુ મારી ડાબી બાજુમાં જ ઉભી હતી, એણે ફરી મારો હાથ પકડતા કહ્યુ.

‘હા, નો ડીસ્ટર્બન્સ’, મેં મારો હાથ છોડાવતા કહ્યુ.

‘તને મારામાં કંઈ પ્રોબ્લેમ દેખાય છે..?’, નીતુએ મને એના તરફ ફેરવતા કહ્યુ.

‘ના, યુ આર પરફેક્ટ’, મેં એની સાથે નજરો મેળવતા કહ્યુ.

‘તો..?’, એણે પુછ્‌યુ.

‘નીતુ, હું આ બધી વસ્તુ માટે તૈયાર નથી’, મેં નીતુને સમજાવતા કહ્યુ, હું મારી જાતને છળી રહ્યો હોવ એવુ લાગ્યુ.

‘ડુ યુ નો ? આઈ લવ યુ.’,

‘આઈ નો યુ ડુ. બટ આઈ ડોન્ટ નો, આઈ ડુ ઓર નોટ.’, મેં નીતુના હાથ પર હાથ મુકતા કહ્યુ, એન્ડ હાલ મારે નીલ સાથે કોઈ બબાલ કરવાની ઈચ્છા નથી.’, મેં નીતુને કહ્યુ. એનો ચહેરો ઉદાસ થઈ ગયો. એની આંખો થોડી ભીની થઈ ગઈ હોય એવુ લાગ્યુ. ચોક્કસ મને એ નહોતુ ગમી રહ્યુ. એ ચુપ થઈ ગઈ. એક તરફ શ્રુતિ હતી જેને હું ચેઝ કરી રહ્યો હતો. જેને હું ત્રણ વાર જ મળ્યો હતો. જેને મારા પ્રત્યે અટ્રેક્શન હતુ કે સીરીયસ ફીલીંગ્સ એ પણ મને નહોતી ખબર. એક્ચ્યુલી મને પણ નહોતી ખબર. મારા મનમાં વિચારો ચાલુ થયા. જો એને થોડીક ફીલીંગ્સ પણ હોત તો એણે મને કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી હોત. બીજી તરફ નીતુ હતી જે મને લવ કરતી હતી. જેને મારા તરફ લાગણીઓ હતી. મેં એનો ચહેરો જોયો. ખુબ માસુમ અને ઈનોસન્ટ દેખાઈ રહી હતી. ભીની આંખો. એણે મારી સામે જોયુ. હું એની આંસુ વાળી આંખો ના જોઈ શક્યો. મેં નીતુના હાથ પર હાથ મુક્યો. એણે મારા તરફ જોયુ. મારી અને નીતુની આંખો મળી. એ કોઈ જ એક્સપ્રેશન્સ નહોતી આપી રહી. હું મારો ચહેરો ધીરેથી એના ચહેરા તરફ લઈ ગયો. મેં હળવી સ્માઈલ કરી અને ધીમેંથી એના હોઠને ચુમ્યા. પાંચ સેકન્ડમાં આ બધુ બની ગયુ. આ કીસ કમીટમેન્ટની કીસ હતી. આ કીસ કેરની કીસ હતી. આ કીસ પ્રેમની કીસ હતી. નીતુ મને ગળે વળગી પડી. એ ખુશીથી ડુસકા ભરવા લાગી. થોડીજ પળોમાં હું ઘણો મેચ્યોર થઈ ગયો હતો એવુ લાગ્યુ. મેં પણ નીતુને મારી કડક બાંહોંમાં ઝકડી રાખી હતી. નીતુ ખુબ ખુશ હતી. મને પણ સારૂ લાગી રહ્યુ હતુ. હું મનમાં જ ડીસાઈડ કરી ચુક્યો હતો કે શ્રુતિ કે બીજા કોઈ વિશે હવે વિચારવુ નહિ. થોડીક જ ક્ષણોમાં મારા વિચારો કેટલા બદલાઈ ગયા હતા એ હું જોઈ શકતો હતો. નીતુએ મારી બાહોંમાંથી છુટીને મારી સામે જોયુ. એ જે રીતે મારી સામે જોઈ રહી હતી, મને ખબર હતી એ શું કહી રહી હતી. આઈ કુડન્ટ કંટ્રોલ. આઈ ડીડન્ટ કેર!

મારા હોઠ સીધા જ નીતુના હોઠ પર લેન્ડ થયા. મારી આંખો બંધ થઈ ગઈ હતી. આ ક્ષણો એવી હોય છે કે તમને કંઈજ ભાન નથી રહેતુ. આંખ બંધ ક્યારે થઈ જાય એ તમને ખબર નથી રહેતી. હું નીતુના હોઠને પીતા થાકતો નહોતો. થોડીક ક્ષણો પછી અમે છુટા પડયા. અમારા બન્નેના ચહેરા પર સ્માઈલ હતી. અમે બન્નેએ હાથ પકડેલા હતા. અમે બન્ને એકબીજાની આંખોમાં જ જોઈ રહ્યા હતા.

એજ વખતે કોઈનો હાથ મારા ખભા પર પડયો. મેં પાછળ ફરીને જોયુ. એ નીલ હતો. મારી ધડકનો ડરના કારણે વધી ગઈ. નીશા પણ થોડી ગભરાઈ ગઈ હોય એવુ લાગ્યુ. નીલનો ચહેરા પર કોઈ ખુશીના એક્સપ્રેશન્સ નહોતા. એ મારી પાસેથી નીતુ પાસે ગયો. એણે નીતુના ખભા પર હાથ મુક્યા.

‘નાઈસ ચોઈસ!’, નીલ સ્માઈલ કરતા બોલ્યો. નીતુની ખુશીઓનો પાર ન રહ્યો. એ તરત જ નીલના ગળે વળગી પડી.

‘આઈ લવ યુ ભાઈ! લવ યુ બ્રધર..! થેંક્સ’ એવા કેટલાય શબ્દો એ બોલી હશે. નીલ અને હું પણ ગળે મળ્યા.

‘ટેક કેર, શી ઈઝ માય સ્વીટ હાર્ટ..!’, નીલ આટલુ જ બોલ્યો. હું ખુશ હતો કે મારો ફ્રેન્ડ હીપ્પોક્રેટ નહોતો. નીતુ મને સતત સ્માઈલ સાથે જોઈ રહી હતી. હું પણ એને સ્માઈલ આપી રહ્યો હતો. પાછળ ઉંચા અવાજમાં બેકગ્રાઉડ મ્યુઝીક વાગી રહ્યુ હતુ એ તો મેં નોટીસ જ ન કર્યુ.

રોહન અને કેવલ પોતપોતાની ગર્લફ્રેન્ડસ લઈને આવ્યા. પ્રિયા પણ એ લોકોની પાછળ આવતી દેખાઈ. એ લોકોના શર્ટ્‌સ પરસેવાથી નીતરી રહ્યા હતા. શીનાતો નાહી લીધી હોય એવુ લાગી રહ્યુ હતુ, એનુ ટોપ એની છાતી સાથે ચીપકી ગયુ હતુ.

‘ચાલો બહાર જીશુ? ડીનર માટે..?’, શીનાએ કહ્યુ.

‘સ્યોર’, રોહન બોલ્યો.

‘યાર, અમે નહિ આવી શકીએ..!’, કેવલ બોલ્યો.

‘કેમ..?’, મેં પુછ્‌યુ.

‘અરે, હું થાકી ગયો છુ, રિકેતા પણ કહે છે, એનો બહાર જમવાનો મુડ નથી..!’, કેવલે કહ્યુ.

‘કામ હશે, નહિ રિકેતા ?’, શીનાએ રિકેતા સામે જોઈને હસતા હસતા કહ્યુ.

‘બસ, શીના!’, રિકેતાએ પોતાના હાથનો પંજો બતાવતા હસીને કહ્યુ.

‘ઓકે, નો પ્રોબ્લેમ એન્જોય!!’, પ્રિયા બોલી. બધા સમજી ગયા. અમે લોકો બહાર નીકળ્યા.

‘શું ખાવા ની ઈચ્છા છે..?’, રોહને પુછ્‌યુ કારણ કે પાર્ટી એને આપવાની હતી.

‘પીત્ઝા’, ‘પંજાબી’, ‘ચાઈનીઝ’, બધા અલગ અલગ બોલ્યા. નીતુએ મારા હાથમાં હાથ પરોવ્યો. રોહનની નજર મારા પર પડી. એને કંઈ ખબર ના પડી. હું એની સામે જોઈને હસ્યો.

‘ઓય, એક જગ્યાએ જવાનુ છે..!’,

‘શીનાને જ પુછ’, મેં કહ્યુ.

‘પીત્ઝા’, શીનાએ કહ્યુ.

‘જી. ય્. ૐૈખ્તરૂટ્ઠઅ ?’, પ્રિયાએ સજેશન આપ્યુ.

‘ઓકે!!’, રોહને કહ્યુ.

રોહનને જ્યારે મેં નીતુ વિશે કહ્યુ ત્યારે એ પણ ખુશ થઈને મને ગળે મળ્યો. નીલ-પ્રિયા અને રોહન-શીના પાછળની સીટ પર બેઠા. નીતુ ડરાઈવર સીટ પર અને હું ડરાઈવર સીટની બાજુમાં બેઠો. પાછળની સીટ પર ચારેય લોકો ખુબજ ઓછી જગ્યામાં ભીસાઈને બેઠા હતા, પણ કોઈને ફરિયાદ નહોતી. એન્ડ શીના. માય ગોડ એતો રોહન સાથે ચીપકીને જ બેસી હતી.

‘રોહન, તારે તારી સ્ટોરી કહેવાની છે..!! યાદ છે ને..?’, મેં કાંચમાં રોહનનો ચેહરો જોતા કહ્યુ.

‘હા!’, રોહને જ્યારે કહ્યુ ત્યારે શીનાના હાથ રોહનના શર્ટમાં હતા. રોહન બસ શીનાને કીસ કરવાની તૈયારીમાં હતો. કદાચ નીલ પણ એજ કરી રહ્યો હતો.

‘આગળ જો..!’, નીતુએ મને કહ્યુ. હું રોડ તરફ નજર રાખીને બેસી રહ્યો, નીતુ મારા પર હક જમાવી રહી હતી. હું હસી રહ્યો હતો.

નીતુ ખુબ ધીરે ધીરે કાર ચલાવી રહી હતી.

‘ઓય્‌ય.. આ બધુ કારમાં નહિ હો..!’, નીતુ બોલી. ચારેય છુટ્ટા પડયા.

‘રોહન સ્ટોરી..!’, હું ફરી બોલ્યો. રોહને એની અને શીનાની સ્ટોરી ટુંકમાં કહી. સ્ટોરી પુરી થતા ફરી એક વાઈલ્ડ કીસ કરી.

મારો મોબાઈલ વાઈબ્રેટ થઈ રહ્યો હતો. મેં અંદાજો લગાવ્યો કે ઘરેથી કોલ હશે. બટ ના ઘરેથી કોલ નહોતો. મારા માસાનો કોલ હતો. આ ટાઈમ પર માસાનો કોલ? મને આશ્ચર્ય થયુ. એમનો લગભગ કોઈ દિવસ કોલ નહોતો આવતો. મેં અંદાજો લગાવ્યો કે કદાચ ઝઘડો થયો હશે. મેં કોલ રીસીવ કર્યો.

‘હા માસા..!’,

‘બેટા. શું કરે છે?’

‘માસા બહાર છુ..!’

‘બેટા. એક્સીડન્ટ થયુ છે..!’, માસાનો અવાજ ખુબ ધીમો અને ગંભિર થઈ ગયો. મારા પેટમાં ફાળ પડી. હું ગભરાઈ ગયો.

‘કોનુ..?’, મને અંદાજો આવી ગયો હતો, છતા મેં પુછ્‌યુ.

‘બેટા શાંત થઈ જા! તુ સુરત આવવા નીકળી જા.’

‘પણ શું થયુ છે, એ તો કહો..!’

‘હર્ષ, ટ્રકે તારા પપ્પાની બાઈકને ટક્કર મારી છે. તારા મમ્મી પણ સાથે હતા.’, મારી ધડકનો આ સાંભળીને વધી ગઈ.

‘વોટ? હવે કેમ છે એમને?’, હું ઉતાવળમાં બોલી ગયો. નીતુ ચિંતીત થઈને મારી સામે જોઈ રહી હતી.

‘બેટા એ લોકો હવે! તુ આવીજા.’, માસા વધારે આગળ ન બોલી શક્યા. હું રડી પડયો. હું બોલવાની હાલતમાં નહોતો. મેં કાર રોકાવી. હું કંઈજ બોલ્યા વિના નીચે ઉતરી ગયો. રોહન અને નીલ મારી પાછળ દોડતા આવ્યા.

‘શું થયુ એલા?’, હું કંઈ બોલી ન શક્યો. હું એમના ખભા પર ટેકો રાખીને રડી પડયો.

‘હેય હેય શું થયુ છે..?’, નીલે મને સંભાળતા પુછ્‌યુ.

‘મમ્મી પપ્પાનુ એક્સીડેન્ટ’, હું વધારે બોલી ન શક્યો.

‘હેય કામ ડાઉન!’, રોહને મને પોતાની છાતીએ લગાવતા કહ્યુ.

‘ધે આર નો મોર!’, હું રડતા રડતા બોલ્યો.

પાછળથી નીતુ આવી. હું એને ગળે વળગી પડયો. એ પણ મારી સાથે રડી રહી હતી. હું એને કેટલીય સેકન્ડો સુધી હગ કરતો રહ્યો.

***

મૃત્યુ એ આપડુ અંતિમ ડેસ્ટીનેશન છે. એનાથી આગળ આ શરીર નહિ જી શકે. પોતાના મમ્મી પપ્પાનુ ઠંડુ થયેલુ શરીર કોઈને પણ થીજવી મારતુ હોય છે. રડી રડીને આંખોના આંસુઓ સુકાઈ જતા હોય છે. અંદર એક ઉંડી ગંભીરતા અને ડાર્કનેસ છવાઈ જાય છે. જ્યારે શરીરને અગ્નિદાહ આપવામાં આવે છે. ત્યારે વૈરાગ્ય પેદા થતુ હોય છે. જે પણ કરી રહ્યા હોઈએ એ બધુ જ નિરર્થક લાગતુ હોય છે. એક તરફ અગ્નિ નશ્વર દેહને માટીમાં ભેળવી રહી હોય, એ સાથે તે અગ્નિનો છાયા ઈચ્છા અને મોહના વરખને બાળી દેતો હોય છે. સમયના જથ્થાને સંકોચીને પળોની ટુંકડીઓમાં વહેંચી દેતો હોય છે. જીવવાના કારણોની ભસ્મ બની જતી હોય છે. અંતે જીવનના હેતુઓનો જન્મ થતો હોય છે. હેતુ રહીત હેતુનો જન્મ થતો હોય છે. આપડે જન્મ અને મૃત્યુની રેખાની સીમામાં રહીને પ્રકૃતિ સંતુલીત રહે એ રીતે અમુક હેતુઓ પુર્ણ કરવાના હોય છે. એ હેતુઓ શોધવા જવાના નથી હોતા, તારાઓની ધુળથી બનેલી આ દુનિયા, તારાઓની ધુળથી બનેલા શરીર પાસે કોઈને કોઈ રીતે એ હેતુઓ પુર્ણ કરાવતી જ હોય છે. અંતે આપડે ધુળમાં જ મળવાનુ હોય છે. પ્રેમ અને અભિમાનને ઓગાળવાના હોય છે. શુન્ય થવાનુ હોય છે. અનંત થવાનુ હોય છે. એની શરૂઆત છે મૃત્યુ.

વધુ માહિતી માટે ધ લાસ્ટ યરના ફેસબુક પેજને ફોલો કરો.

હ્લટ્ઠષ્ઠીર્હ્વર.ર્ષ્ઠદ્બ/્‌રીન્ટ્ઠજંરૂીટ્ઠર્મ્િર

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઈટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઈટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઈનરથી વધુ કંઈ જ નથી. હાલ એ ફુલ ટાઈમ આર્ટ્‌સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઈટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.